________________
મુનિશ્રીની અન્ય ચેતનવંતી કૃતિઓ
આપણે આત્મનિરીક્ષણ કરીશું? બીજી સંવર્ધિત આવૃત્તિ
પૃષ્ઠ ૧૫૮+ ૨૨ साधनाजगत में नयी जागृती पैदा करनेवाली किताब है। ...ऐसी पुस्तकों का प्रचार एवं प्रसार अति आवश्यक है।
- आचार्य श्री विजयइन्द्रबिन्नसरिजी પૂજય મુનિશ્રી અમરેન્દ્રવિજયજીની લેખનશૈલી સરળ અને પ્રસન્ન છે. એમાં દુર્બોધતાનો ભાર નથી. એમની ભાષામાં સૌષ્ઠવ છે. નિરૂપણમાં સત્યનું ઓજ છે, વેધકતા છે, તાજગી છે. સમતુલા એ એમની રજૂઆતનું મુખ્ય લક્ષણ છે. સમતોલ અને ઓજસ્વી વિચારગૂંફન જિજ્ઞાસુ દયમાં ઉત્સાહ પ્રેરે અને અજંપો જગાવે એ સહજ છે.
આ પુસ્તક જિજ્ઞાસુઓ- સાધુ, સાધ્વી કે ગૃહસ્થ –માટે પાઠ્યપુસ્તકની ગરજ સારી શકે.
આટલું નિર્ભય, વિશદ અને ચોટદાર નિરૂપણ અન્યત્ર ન મળી શકે, કારણ કે આ પુસ્તક એ માત્ર શાસ્ત્રોનાં પરિશીલનની નીપજ નથી. આ તો એક સાચા સાધકની અનુભવવાણી છે. પાંજરા પોળ, અમદાવાદ
- પંન્યાસ શ્રી શીલચંદ્રવિજયજી ગણી
‘સાધનાપથીમાં ક્યાં જવાનું છે તે તરફ આંગળી ચીંધી છે તો આમાં કયાં ઊભા છીએ તે ખુલ્લું કર્યું છે. કોડાય, કચ્છ.
– મુનિ ભવનચંદ્રજી
જે આત્માઓ ધર્મનું શુદ્ધ સ્વરૂપ સમજવા ઇચ્છા હોય કે સમતિને દઢ કરવા ઇચ્છતા હોય તેમણે આ પુસ્તક સ્વાધ્યાય માટે ઘરમાં વસાવવા જેવું છે. વાંકી – કચ્છ.
–મુનિ વિનોદચંદ્રજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org