________________
૧૭૬ | આત્મજ્ઞાન અને સાધનાપથ
કુતૂહલ આદિ વૃત્તિઓનો ઉચ્છેદ કરવા સાધકે સ્વરૂપનું અનુસંધાન કરવું રહ્યું. મોહનો આધાર સ્વરૂપની વિસ્મૃતિ છે; એ આધાર ખસેડી લેતાં મોહ આપમેળે ખખડી જાય છે.
સામાન્ય રીતે આપણું ધ્યાન બાહ્ય જગતને જોવા, જાણવા અને માણવામાં એટલું બધું ઓતપ્રોત રહે છે કે આપણે જાતને-આત્માને ભૂલી જઈએ છીએ. વિશાળ ફેલાવો ધરાવતા કોઈ દૈનિકના તંત્રીની કામગીરીની કલ્પના કરો. તાર, કોલ, ફોન, ટેલીપ્રિન્ટર, ખબરપત્રીઓ આદિ દ્વારા દુનિયાભરમાંથી તેની ઑફિસમાં સતત ઠલવાયે જતા સમાચારોના વર્ગીકરણ, તારવણી, પસંદગી, કાપકૂપ અને સંકલનમાં એ ખોવાઈ જાય છે; તેમ આપણે ઇન્દ્રિયો દ્વારા ઠલવાતા બાહ્ય જગતના અહેવાલો સાંભળવામાં, એને મૂલવવામાં કે એના પ્રત્યે આપણો પ્રતિભાવ વ્યક્ત કરવામાં એવા વ્યસ્ત રહીએ છીએ કે એની ઓથે આપણી જાત વિશે સાવ અંધારામાં રહી, હું આ દેહ' એ ભ્રાન્તિમાં જ જીવન વીતાવી દઈએ છીએ!
એક દર્શનાર્થીએ રમણ મહર્ષિને પૂછયું : “પરમાત્મા સાકાર છે કે નિરાકાર?” મહર્ષિએ સામો પ્રશ્ન કર્યો કે “પહેલાં એ કહો : પ્રશ્ન કરનાર સાકાર છે કે નિરાકાર?'
‘એમાં વળી પૂછવાનું શું છે? હું આ ઊભો તમારી સામે. હું સાકાર છું એ તો દીવો જેવું સ્પષ્ટ છે.’
“ખરેખર? તો, મૃત્યુ થતાં બધા ભેગા થઈને તમને તમેજ બંધાવેલા તમારા ઘરમાંથી બહાર કાઢશે ત્યારે તમે એનો વિરોધ નહિ કરો?'
પ્રશ્નકાર ગૂંચવાયો, હવે જ એને ભાન થયું કે જાત વિશેના કેવા ખોટા ખ્યાલમાં તે જીવી રહ્યો છે–આ શરીર એ જ “હું' એવી ખોટી identity/ખોટી ઓળખ સાથે ભ્રાંતિમાં જીવી રહ્યો છે. જગત આખાનું જ્ઞાન ધરાવવાનો દાવો કરતો માનવી જાત વિશે જીવનભર અજ્ઞાન રહે છે. સવારના પહોરમાં દુનિયાભરના સમાચાર જાણવા આતુર રહેતો – છાપું જરાવાર મોડું આવે તો બેચેની અનુભવતો-બુદ્ધિજીવી પોતા વિશે જીવનપર્યત બેખબર રહી શકે છે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org