________________
અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના
‘દેહ’ એવા મતિસૂત્રને વિષે, ગુંથાઈ ચિતા સઘળી જનોની; હું કોણ?” એ ચિંતનથી દે ડૂબા, સમસ્ત ચિંતા ટળશે તમારી
ધાનાભ્યાસનું પ્રધાન પ્રયોજન એ છે કે ચિત્તને આત્મામાં લીન કરવું ચિત્તનું અતિક્રમણ કરીને સ્વમાં ઠરવું. સ્વરૂપે સાથે ચિત્તનું અનુસંધાન થયા વિના, ચિત્તમાં પડેલાં તૃષ્ણા, રાગ, દ્વેષ અને મોહ-અવિઘાના સંસ્કારોની
જડ ઉખેડી શકાતી નથી. જેમ અભ્યાસથી આંગળીના ટેરવા ઉપર લાકડીને થોડો વખત સ્થિર રાખી શકાય છે, પણ એનાથી કોઈ ઉપયોગી કાર્ય થઈ શકે તેટલો સમય એ સ્થિતિ ટકતી નથી, તેમ સ્વરૂપાનુસંધાન વિના કેવળ બાહ્ય પ્રક્રિયાઓ વડે સધાયેલી ચિત્તની એકાગ્રતા પણ ઠગારી નીવડે છે, તે ઝાઝો સમય ટકતી નથી; ચિત્તનું અતિક્રમણ કરવાનું ધ્યેય એનાથી સિદ્ધ થઈ શકતું નથી. ચિત્ત રહે ત્યાં સુધી અહંકાર પણ રહે. બધી મલિન વૃત્તિઓનું બીજ એ અહંકાર – ‘અહીવૃત્તિ જ હોવાથી, સ્વરૂપના બોધ વિના એકાગ્ર થયેલું ચિત્ત જરા નિમિત્ત મળતાં પુન: ક્ષુબ્ધ બની જાય છે અને, રાગ-દ્વેષમોહથી અભિભૂત થઈ, ફરી ચંચળતાનો પોતાનો સ્વભાવ દેખાડે છે. માટે ચિત્તમાં મૂળભૂત પરિવર્તન લાવવા અને તેમાં રહેલ તૃષ્ણા, મત્સર, દ્વેષ,
૨. શ્રી રમણ મહર્ષિ, પરમાર્થ દીપ, ૧૫૬.
૧૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org