SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ તૃષ્ણા બુવે સો હી શાન’| ૯ કેરી વિષે પુસ્તકોનાં પુસ્તકો વાંચીએ, પણ જ્યાં સુધી તેને ચાખીએ નહીં ત્યાં સુધી તેનો સ્વાદ નથી મળતો એટલું જ નહિ, એની (સ્વાદની) યથાર્થ સમજણ પણ નથી મળતી. એવું જ આત્મા વિષે છે. શ્રુત, તર્ક, યુક્તિ, આગમ વગેરેથી એની બૌદ્ધિક પ્રતીતિ મળે, પરંતુ ગમે તેટલું વાંચીએ, સાંભળીએ કે વાતો કરીએ, પણ જ્યાં સુધી આત્માને આત્મા પોતે-ઇન્દ્રિયો કે મનની મદદ વિના–સાક્ષાત્ ન જુએ', એ આનંદસાગરનો અનુભવ ન મેળવે, ત્યાં સુધી આત્મા વિશેની સમજ અધૂરી જ રહે છે. એકાદ વાર પણ જેને નિજાનંદનો અનુભવ થઈ ચૂક્યો હોય તે વ્યક્તિ જ આત્મતત્ત્વને યથાર્થપણે સમજી શકે છે. સાધના-પ્રક્રિયા પ્રશ્ન એ થાય કે અનુભવજ્ઞાન સુધી પહોંચાય શી રીતે? અહીં મુખ્ય વાત તો સ્વાનુભૂતિ માટે તીવ્ર વ્યાકુળતા અને ઉત્કટ ઝંખના જાગવી એ જ છે. આ માનવભવ એમ જ નથી ગુમાવવો’ એવી તીવ્ર ચટપટી લાગી જાય તો ઉપાય અવશ્ય હાથ લાગે. આવશ્યકતા એવી વસ્તુ છે કે તે આપમેળે જ બધું શોધી કાઢે છે. આ વ્યાકુળતા પ્રગટ્યા પછી સત્તા, પ્રતિષ્ઠા, નામના, કીર્તિ આદિની આકાંક્ષા નિવૃત્ત થાય છે, તેમાં મેળવવા જેવું કંઈ લાગતું નથી. બાળક નાનું હોય છે ત્યાં સુધી એ ઢીંગલીઓ સાથે રમે છે અને એ રમતમાં આનંદ મેળવે છે. મોટો થતાં એ રમત તે છોડતો જાય છે. તેવું જ જગતની વસ્તુઓનું છે. તેમાં જયાં સુધી આનંદ આવે, મેળવવા જેવું લાગે, ત્યાં સુધી સમજવું કે હજી બાળકઅવસ્થા છે. શાસ્ત્રો એને “ભવબાળકાળ” કહે છે; ધર્મયૌવન આવતાં જ એ બધું છૂટી જાય છે અને તે આત્મા સત્ય માટે દોડે એટલે પ્રથમ તો જીવનના ધ્યેય વિષે નિશ્ચય થવો જોઈએ. ધ્યેય નક્કી થયા પછી એની સિદ્ધિ અર્થે શું જરૂરી છે તે જાણી લઈ, સાધકે પોતાની સાધનાની યોજના (plan) ઘડી કાઢી, એ પ્રમાણે જીવનનું ઘડતર કરતાં, પ્રથમ નજીકનાં અને પછી દૂરનાં લક્ષ્યો સિદ્ધ કરતાં, આગળ વધવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy