________________
૮ આત્મજ્ઞાન અને સાધનાપથ
માન્ય બને છે; જે કેસ જીતી આપે તે વકીલ માન્ય બને છે; તેમ કર્મ સામે, ભવ સામે જીત અપાવે તેવું જ્ઞાન મુમુક્ષુ વાંછે છે. એ માટે શાસ્રાધ્યયન સાથે સાધના જોઈએ; એકલા શાસ્ત્રાધ્યયનથી કામ ન સરે.
લાખો શ્લોકપ્રમાણ પ્રતિભાસંપન્ન સાહિત્યનું નવિનર્માણ કરનાર ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજને અનુભવજ્ઞાન લાધ્યું ત્યારે તેમના મુખથી સરી પડેલા આ ઉદ્ગાર છે :
“સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને, અનુભવ નિશ્ચય જેઠો; વાદવિવાદ અનિશ્ચિત કરતો, અનુભવ વિણ જાય હેઠો રે.”
અનુભવજ્ઞાનના નિર્મળ પ્રકાશ આગળ જીવનભરના અથાક પરિશ્રમથી મેળવેલું બહોળું શ્રુતજ્ઞાન એમને ફિક્કું લાગે છે, ‘જૂઠું' લાગે છે.
૧૦
આત્મસ્વરૂપનું અભાન એ જ તત્ત્વથી અજ્ઞાન છે. એ અજ્ઞાન ટાળી આપે તે જ્ઞાન. દેહાધ્યાસ ટળે – દેહમાં આત્મબુદ્ધિ એટલે કે ‘હું’ એ બુદ્ધિ ટળે, સ્વરૂપનું અનુસંધાન ચાલુ રહે, `` કર્મકૃત ભાવોમાં ‘હું’ બુદ્ધિ ન થાય, તેનું નામ સાચું જ્ઞાન.
૧૨
આત્માનું આવું નિર્મળ – કર્ણોપકર્ણ પ્રાપ્ત થયેલું નહિ પણ પોતીકું જ-(firsthand), સ્પષ્ટ જ્ઞાન મેળવવા એનું ‘પ્રત્યક્ષ દર્શન’–સ્વાનુભૂતિ આવશ્યક છે. આત્મતત્ત્વનું આવું અપરોક્ષ જ્ઞાન જ આધ્યાત્મિક ક્ષેત્રે જ્ઞાન તરીકે ગણના પામે છે.
૧૦. પાયસમાં જિમ વૃદ્ધિનું કારણ, ગોયમનો અંગૂઠો;
જ્ઞાનમાંહિ અનુભવ તિમ જાણો, તે વિણ જ્ઞાન તે જૂઠો રે.
૧૧. (i) સમકિતદષ્ટિ જીવ કો, સદા સ્વરૂપ કો ભાસ.
(ii) ... નિજ સ્વરૂપ કું કબહુ નહીં વિસરત.
૧૨. વિન્માત્રલક્ષળેનાન્યવ્યતિવિત્તત્વમાત્મન प्रतीयते यदश्रान्तं तदेव ज्ञानमुत्तमम् 11
· શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ ૧૩.
સમાધિવિચાર, દુહો ૨૮.
- એજન, દુહો ૩૦૧.
Jain Education International
- અધ્યાત્મોપનિષદ્, જ્ઞાનશુદ્ધયધિકાર, શ્લોક ૧૫.
For Private & Personal Use Only
www.jainelibrary.org