________________
૧૦ આત્મજ્ઞાન અને સાધનાપથ
આપણી સાધના-પ્રક્રિયાનું ટૂંકમાં દર્શન
૧ એય : મુક્તિ = સર્વકર્મરહિત થઈ સ્વરૂપમાં સ્થિતિ. ૨ સર્વ કર્મના ક્ષય માટે : આત્મજ્ઞાન (આત્મા સંબંધી માત્ર
બૌદ્ધિક જાણપણું નહિ પરંતુ આત્માનું સ્વસંવેદનરૂપ જ્ઞાન)
પ્રાપ્ત કરવું રહ્યું.' ૩ આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે : આત્મા શરીરથી તદ્દન જુદો છે
એ સાક્ષાત્કાર કરવાના ઉદ્દેશથી ધ્યાનની સાધના જરૂરી છે.' ૪ ધ્યાનની સિદ્ધિ માટે : પ્રથમ ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવી
રહી. ૫ ચિત્તની સ્થિરતા માટે : ચિત્તની નિર્માતા અને શરીરશુદ્ધિ
આવશ્યક છે. ૬ ચિત્તની નિર્મળતા સંપાદન કરવા માટે : સ્વાધ્યાયમાં –
શાસ્ત્રાભ્યાસ અને તત્ત્વચિંતનમાં-મન પરોવી દઇ સતત અંતર્મુખ રહેવું જોઈએ, જેથી બાહ્ય વિકલ્પો આપોઆપ ટળી જાય. સાથે સાથે મૈત્રી આદિ ચાર ભાવનાઓ અને અનિત્યત્વ આદિ બાર ભાવનાઓથી ચિત્તને હમેશાં વાસિત કરતાં રહેવું જોઈએ."
૧૩. (i) આત્મજ્ઞાન વ... સામેન: ટૂિપી સ્વસેવે નવ મૃમેતે ! नाऽतो अन्यदात्मज्ञानं नाम।
– યોગશાસ્ત્ર, પ્રકાશ ૪, શ્લોક ૩ની ટીકા.
(ii) ખીરનીર પરે પુદ્ગલમિશ્રિત, પણ એહથી છે અળગો રે; અનુભવ-હેસચંચુ જ લાગે, તો નવિ દીસે વળગો રે.
– સમકિતના સડસઠ બોલની સજ્ઝાય, ગાથા ૬૨. ૧૪. મો. કર્મકાવ સ વાત્મજ્ઞાનતો ભવેત્ | ध्यानसाध्यं मतं तच्च, तद्ध्यानं हितमात्मनः ।।
– યોગશાસ્ત્ર, પ્રકાશ ૪ શ્લોક ૧૧૩.
૧૫. Tયંતર (શૌન) બૈચાિિમશ્ચિત્તમપ્રક્ષાનનમ્ |
– તાત્રિશદ્વત્રિશિકા, ૨૨મી બત્રીશી, શ્લોક ૨, ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org