________________
तत्त्वज्ञान के गहन विषय को लोकसहज भाषामें जो रूप आपश्रीने दिया है, खूब उपकारक सिद्ध होगा । विषय प्रतिपादन भी अद्भुत है।
इस पुस्तक को बार-बार पढ़ने की स्वतः इच्छा होती है, इससे जान सकेंगे कि इसमें चेतना विद्यमान है।
- आचार्य श्री पद्मसागरसूरिजी
આખું પુસ્તક બે દિવસમાં જ કોઈક રોમાંચક આત્મકથા વાંચતા હોઈએ તેવી જિજ્ઞાસા અને રસથી વાંચ્યું. વાક્યે વાક્ય અને શબ્દે શબ્દ હૈયાની શાંત રસધારામાં ઝબકોળાઈને લખાયા છે. તે શબ્દો આત્મામાંથી નીકળી વાચકના આત્માને સીધા સ્પર્શે છે.
આવા દુર્બોધ અને કઠિન વિષયની પણ રજૂઆત મધુર-રોચક અને રસળતી થઈ છે. આના પરથી જ ખ્યાલ આવે છે કે આ વિષય લેખકના મનમાં–જીવનમાં કેટલો પચી-રમી ગયો હશે.
લેખકશ્રીની જ્ઞાનગરિમા, ભાષાધિકાર અને સત્યશોધક દૃષ્ટિએ ગ્રન્થને સર્વાંગસુંદર બનાવ્યો છે.
દીક્ષા લીધા બાદ પ્રત્યેક મુનિએ આ પુસ્તક વહેલામાં વહેલી તકે વાંચવું જોઈએ.
– પંન્યાસ પ્રદ્યુમ્નવિજયજી ગણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org