________________
શ્રેયાથીને એક અમૂલું સૂચન કોઈપણ આધ્યાત્મિક ગ્રંથનો અભ્યાસ જો મૌક્ષની કામનાથી કરવો હોય તો એક જ ગ્રંથનું વારંવાર આવર્તન આવશ્યક છે.
આવર્તનથી વાચકની સમજ સ્પષ્ટ અને સુરેખ બને છે. લેખકનું ધ્યેય બ્દયંગમ બને છે, વળી, સમજણ પ્રગટતાં ખોટા પ્રશ્નો નિવૃત્ત થાય છે, વાસના ક્ષીણ થવા લાગે છે અને મનમાં શાંતિ અને સ્વસ્થતા પ્રગટે છે. એનાથી ઊલટું, અનેક જાતના સિદ્ધાંતોવાળા ગ્રંથો વાંચવાથી અને અનેક જાતની માહિતી ભેગી કર્યા કરવાથી ઘણીવાર શંકા અને ગેરસમજૂતી પ્રગટે છે.
માટે આવું વાચન શાંત ચિત્તે કરવું. વાર્તાના પુસ્તકની જેમ સળંગ વાચન આવા ગ્રંથોનું કરાય નહિ, વાંચીને મનન-ચિતન કરવું આવશ્યક છે. મનનથી જે ન સમજાયું હોય તે સમજાઈ જાય છે અને સમજાયું હોય તે વ્યવસ્થિત અને દેઢ થાય છે.
– સ્વામી શ્રી ચિદાનંદજી સરસ્વતી
A few books, well studied and thoroughly digested, nourish the understanding more than hundreds but gargled in the mouth, as ordinary students use.
- F. Osborne
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org