________________
શબ્દકોશ
જૈન પરિભાષાથી અપરિચિત સામાન્ય વાચક સરળતાથી સમજી શકે એ દષ્ટિ, અહીં અપાયેલા અર્થમાં મુખ્ય રહી છે. આથી, પરિભાષાની શાસ્ત્રીય સૂક્ષ્મતા કે ચોકસાઈના અર્થી શાસ્ત્રાભ્યાસીઓએ તેમની એ જિજ્ઞાસા અન્યત્રથી સંતોષવી.
– લેખક અણગાર-ધરબાર ત્યાગી મુનિ, સાધુ-સાધ્વી. અનુત્તર દેવો-સર્વશ્રેષ્ઠ કોટિના દેવો. અનુપ્રેક્ષા-ચિંતન-મનન અનુબંધ-વૃદ્ધિ, પરંપરા-chain-reaction. અપુનબંધક-મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ફરી ન બંધાય એટલો આત્મવિકાસ
કરી ચૂકેલી વ્યક્તિ. જેને સંસાર પ્રત્યે અતિ આસક્તિ ન હોય, દીન:દુખી પ્રત્યે જેના અંતરમાં અત્યંત દયા ઉમટતી હોય અને જેના સર્વ વર્તનવ્યવહાર ઔચિત્યપૂર્ણ હોય તે વ્યક્તિનો આત્મવિકાસ આ કક્ષાનો કે તેથી વધુ સંભવે. આટલો આત્મવિકાસ થયા પછી જ આત્મા ધર્મમાર્ગની
વાસ્તવિક પ્રાપ્તિ કરવાને પાત્ર બને છે. અભેદ રત્નત્રયી–પરના વિકલ્પથી સર્વથા મુક્ત થઈ, દર્શન-જ્ઞાન-ચારિત્ર કે
સાબ-સાધક-સાધનના ભેદનું અતિક્રમણ કરીને, સ્વમાં ઠરવું તે. (જુઓ
પ્રકરણ બીજાનું પેટા મથાળું : વ્યવહાર અને નિશ્ચય-રત્નત્રયી) અવધિજ્ઞાન–સેંકડો-હજારો માઈલ દૂર કે ભીંત આદિ વ્યવધાનના આંતરે રહેલી
વસ્તુ, વ્યક્તિ કે ઘટનાનું સાક્ષાત્ જ્ઞાન કરાવતી આત્માની અતીન્દ્રિય
જ્ઞાનશક્તિ; અતીન્દ્રિય દષ્ટિ-clairvoyance. અવિરત સમ્યગ્દષ્ટિ–જાઓ પ્રકરણ ચોથાના અંતે આપેલું પરિશિષ્ટ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org