________________
પરિશિષ્ટ મુમુક્ષુનું કુરુક્ષેત્ર, તેનું પોતાનું ચિત્ત
મુમુક્ષુએ સૌપ્રથમ પોતાના બંધનનું મૂળ શું છે, શામાં છે, એ બરાબર સમજી લેવું જોઈએ. શું કુટુંબ-પરિવાર તેને બાંધે છે? શું જીવનનો વ્યવહાર બાંધે છે? શું વિષયોનો ભોગ-ઉપભોગ બાંધે છે? બહારની કોઈ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ કે વ્યવહાર અને બાંધતાં નથી પણ તેનું બંધન તેની અંદર જ છે, તેનું પોતાનું મન જ બંધન છે. ચિત્તમાં પડેલી તૃષ્ણાઓ, એષણાઓ, વિકારો, વાસનાઓ જ એનો આત્મવિકાસ રુંધી રહ્યાં છે. વસ્તુ, વ્યકિત કે પરિસ્થિતિ નહિ પણ એના પ્રત્યે ચિત્તમાં રહેલું વળગણ /આસકિત જ મુક્તિયાત્રામાં વિઘ્નો ઊભાં કરે છે અર્થાત બંધન છે આસકિત-અહં-મમ. આ તબ મુમુક્ષુના અંતરમાં સદા કોતરાયેલું રહેવું જોઈએ. પછી, માત્ર બાહ્ય સ્થૂળ કર્મ પર જ દષ્ટિ નહિ રહે, કોઈ પણ પ્રવૃત્તિ કરતી વખતે અંતરમાં આશય/ભાવ શો છે એ તરફ સાવધાની જાગશે. અહીંથી જ મુક્તિયાત્રાની સાચી શરૂઆત થાય છે, આત્મનિષ્ઠ સંતોને ઓળખી શકાય છે અને યથાર્થ મોક્ષમાર્ગ હાથ લાગે છે.
કોઈવાર મુનિવેશનું મહત્ત્વ બતાવવા માટે, તો કોઈવાર બાહ્ય નિમિત્તોની સાધકની વિચારધારા પર થતી પ્રતિકૂળ-અનુકૂળ અસર દર્શાવવા માટે, તો કોઈ પ્રસંગે, સાધનામાં પ્રતિપળની જાગૃતિની આવશ્યકતા શ્રોતાઓને ઠસાવવા માટેએમ જુદા જુદા અનેક સંદર્ભોમાં ઉપદેશક મુનિરાજો તેમનાં પ્રવચનોમાં રાજધ પ્રસન્નચંદ્રનું દૃષ્ટાંત ટાંકતા રહે છે, એટલે ઘણાખરા વાચકોને માટે આ દાંત નવું નહિ હોય. કર્મબંધ અને કર્મક્ષયમાં, કાયાની પ્રવૃત્તિથી નિરપેક્ષપણે, માત્ર મનનો અધ્યવસાય (ભાવ-વૃત્તિ-વિચાર) કેવો અને કેટલો ભાગ ભજવે છે એ તમને ઉપસાવતી એ દષ્ટાંતની આછી રૂપરેખા અહીં પ્રસ્તુત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org