________________
૨૩૮ | આત્મજ્ઞાન અને સાધનાપથ પ્રવૃત્તિમાં જ વધુ ગૂંથાઈ જાય છે. એક પછી બીજી પ્રવૃત્તિની જાળમાં તે એવો અટવાઈ જાય છે કે પછી એમાંથી બહાર નીકળવાની વાત સુધ્ધાં વિસરાઈ જાય છે.
આ સંદર્ભમાં, શ્રી જે. કૃષ્ણમૂર્તિનું એક મર્મવેધી નિરીક્ષણ ‘પ્રવચનપ્રભાવનામાં વ્યસ્ત વર્તમાન ત્યાગી-વર્ગ સમક્ષ અહીં પ્રસ્તુત છે: “પોતાના મધનો પ્રચાર કરવાની પુષ્પને જરૂર રહેતી નથી. પુષ્પમાં અમૃત છે તો મધમાખી પુષ્પ પાસે સ્વયં આવે છે; પણ એ અમૃત વિના પ્રચાર કરવો એ લોકોનું શોષણ કરવાની ક્રિયા છે” ‘દીર્ઘ કાળ સુધી આ જ ચીલામાં જીવન વ્યતીત થતું હોવાથી, સર્વાત્મભાવમૂલક અહિંસા-અર્થાત “પોતાનાં અને ‘પરાયાં'ના ભેદભાવ વિના સમગ્ર વિશ્વને આલિંગતા નિ:સ્વાર્થ, નિર્ચાજ પ્રેમ-અને આત્મજ્ઞાનાદિ ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકાઓના સ્પર્શ દ્વારા આત્મરમણતા પ્રાપ્ત કરવાનું મુનિજીવનનું મૂળ લક્ષ્ય તો આજે સમૂળગું વિસરાઇ જ ગયું છે, એમ નથી લાગતું? આત્માર્થી સાધકે તો આત્મરમણતાને જીવનનું લક્ષ્ય બનાવી, અંતર્મુખ બની, કેટલોક સમય ધ્યાનાદિ અંતરંગ સાધનામાં ખૂંપી જવું જોઈએ-ખોવાઈ જવું જોઈએ.
આત્મોન્નતિ અર્થે સાધનામાં તન્મયતા આવશ્યક
તન્મયતા વિના મહાન કાર્યો નીપજતાં નથી. સંગીત, સાહિત્ય, શિલ્પ આદિ કોઈ પણ ક્ષેત્રે જે મહાન કલાકૃતિઓ સર્જાઇ છે, એનો ઇતિહાસ ઉકેલતાં એ જોવા મળશે કે એ કૃતિઓના સર્જનકાળમાં એના સર્જકો એમાં ખોવાઈ ગયેલા. સ્મૃતિઓ રચતાં રચતાં ગોચરીએ ગયેલા શોભન મુનિ પોતાની કૃતિના સર્જનમાં કેવા તલ્લીન હશે કે કોઈ ટીખળી વ્યક્તિએ એમના પાતરામાં પથરા વહોરાવ્યા એનો પણ એમને ખ્યાલ ન રહ્યો! પોતાને પ્રાપ્ત પ્રેરણાને મૂર્તરૂપ આપવાના પ્રયત્નમાં પોતાની સમગ્ર શક્તિ રેડવા માટે, કળાકાર જે રીતે અન્ય કોઈ બાબતને પોતાના ચિત્તમાં પ્રવેશ આપવાનો ઇન્કાર કરીને અને જનસંપર્કથી અળગો રહીને, એકાંતમાં પોતાની કૃતિના સર્જનમાં તન્મય બને છે, તે જ રીતે, આધ્યાત્મિક ઉત્થાન
૮. રણછોડભાઈ પટેલ, કૃષ્ણમૂર્તિનું જીવનદર્શન, પૃષ્ઠ ૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org