________________
શબ્દકોશ | ૩૨૩
તે કર્મના ઉદયના અભાવે પ્રાપ્ત થયેલું, વીજળીના ઝબકારની જેમ આવીને ચાલ્યું જનાર, ક્ષણિક સમ્યક્ત્વ.
૨. ક્ષાયિક સમ્યક્ત્વ-સમ્યગ્દર્શન બાધક કર્મના સંપૂર્ણ ક્ષયથી પ્રગટેલું સ્થાયી સમ્યક્ત્વ. ક્ષાયિક સમ્યક્ત્વ ઉપલબ્ધ થતાં ભેદજ્ઞાનની જાગૃતિ મુક્તિની પ્રાપ્તિ પર્યંત અખંડ રહે છે. ટયૂબલાઈટના સ્થિર પ્રકાશની જેમ એને વિષયકષાયના પવનના ઝપાટા કંઈ અસર કરી શકતા નથી. ૩. ક્ષાયોપશ્િમક સમ્યક્ત્વ-સમ્યગ્દર્શન બાધક કર્મનો આંશિક ક્ષય થવાથી પ્રગટેલું અસ્થાયી સમ્યક્ત્વ. પવનવાળા સ્થાનમાં ટમટમતા દીવાની જ્યોતની જેમ, ક્ષાયોપમિક સમ્યક્ત્વમાં દેહ અને આત્માની જુદાઈની પ્રતીતિ કયારેક તીવ્ર અને સ્પષ્ટ, કયારેક મંદ, કયારેક ઝાંખી ઝાંખી, કયારેક લુપ્ત-પ્રાય: રહે છે. પવનવાળા સ્થાનમાં રહેલા દીપકની જેમ, તે ઓલવાઈ ન જાય તે માટે વિષય-કષાયના તીવ્ર આવેગરૂપ પવનના ઝપાટાથી તેનું રક્ષણ કરવું રહ્યું; અન્યથા પાછું મોહનું આવરણ આવી શકે છે.
સર્વવિરતિ-૧. પાંચ મહાવ્રતપૂર્વક પૂર્ણ સંયમ; ૨. ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી સંયમજીવન સ્વીકારનાર પંચમહાવ્રતધારી મુનિ. તે આત્માનુભવયુક્ત હોય તો તેમનું સામાન્યત: છ-સાતમું ગુણસ્થાનક હોય, અન્યથા પારમાર્થિક દૃષ્ટિએ પહેલું ગુણસ્થાનક સમજવું.
સંવર--જુઓ ‘નવતત્ત્વ'.
સંવેગ-મુક્તિની ઝંખના.
સામાયિક-ઓછામાં ઓછી બે ઘડી અર્થાત્ અડતાલીસ મિનિટ સુધી, સાંસારિક સર્વ પ્રવૃત્તિનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરી, આત્મચિંતન-સ્વાધ્યાય-જપ-ધ્યાન દ્વારા સમભાવનો અભ્યાસ કરવાનું વ્રત. શ્રાવકનાં બાર વ્રતોમાંનું નવમું વ્રત. ભાવ-સમત્વ; રાગ-દ્વેષ, ગમા-અણગમા, હર્ષ-શોકરહિત મન:સ્થિતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org