SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ આત્મજ્ઞાન અને સાધનાપથ તત્ત્વાર્થના જ્ઞાન અને શ્રદ્ધાથી સંતોષ માની અટકી ન જતાં, સ્વ અને પરની યથાર્થ પ્રતીતિ–અર્થાત્ ભેદજ્ઞાન-કરાવતા અપરોક્ષ અનુભવને પોતાની સાધનાનું લક્ષ્ય બનાવવું ઘટે. પોતાને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું છે કે નહીં અને ભેદજ્ઞાનની જાગૃતિ વર્તે છે કે નહિ એ શી રીતે કળી શકાય? આંખો બંધ કરીને ‘હું'નો વિચાર કરી જુઓ. તમારા ચિત્ત સમક્ષ કઈ છબી ઉપસે છે? એ છબીમાં તમારું કર્મકૃત વ્યક્તિત્વ – તમારી કાયા કે તમારું માનસિક રૂપ-તમારી સમક્ષ આવે છે (અર્થાત્ તમારી યુવાન, વૃદ્ધ, સ્વરૂપવાન કે બેડોળ કાયા અથવા તમારી બૌદ્ધિક ઊણપ કે વિશેષતા તમારી સમક્ષ ઊપસે છે) કે જ્ઞાનઆનંદ-સ્વરૂપ નિરાકાર શાશ્વત આત્મસત્તા? નામ-રૂપથી પર શાશ્વત આત્મસત્તા સાથે પોતાનું તાદાત્મ ન અનુભવાતું હોય, પણ તન-મનનાં કર્મજન્ય ક્ષણિક પર્યાયો, જે સતત બદલાતા રહે છે, તેમાં જ હું બુદ્ધિ રહેતી હોય તો, એ દર્શન ‘સમ્યફ કહેવાય ખરું? અનુભવ વિનાના જીવો સદા દેહ અને પોતાના કર્મકત વ્યક્તિત્વ સાથે પોતાનું તાદામ્ય-એકતા અનુભવતા હોય છે; જયારે સ્વાનુભૂતિ પછી ભેદજ્ઞાનની જાગૃતિવાળી વ્યક્તિને એ પ્રતીતિ રહ્યા કરે છે કે, આ દોહાદિ હું નથી. ખાતાં-પીતાં હરતાં-ફરતાં વગેરે દૈનિક પ્રવૃત્તિની વચ્ચે પણ સમ્યગ્દષ્ટિ આત્માની વૃત્તિ સ્વરૂપ તરફ વહેતી હોય છે. શાશ્વત આત્મસત્તા સાથેના પોતાના તાદાત્મની સ્મૃતિ, અન્ય પ્રવૃત્તિઓના કોલાહલની વચ્ચે પણ તેના ચિત્તમાં ઝબકયા કરતી હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વવાળાને એ ભાન અખંડ એકસરખું ટકે છે. જ્ઞાનીને વિપુલ નિર્જરા શાથી? આમ, સ્વરૂપની સ્વાનુભવજન્ય યથાર્થ પ્રતીતિ હોવાના કારણે, સમ્યગ્દષ્ટિ આત્મા સમગ્ર ભવચેષ્ટાને નાટકના ખેલની જેમ કંઈક અલિપ્ત ભાવે જુએ છે. તે સમજે છે કે “હમણાંનું મારું વ્યક્તિત્વ તો સંસાર૪. (i) સમકિતદષ્ટિ જીવડો, કરે કુટુંબ પ્રતિપાળ; અંતરથી ન્યારો રહે, જિમ ધાવ ખીલાવત બાળ. (ii) કાયાદિકનો સાખીધર રહ્યો, અંતર-આતમ રૂપ, સુજ્ઞાની - આનંદઘનજી મહારાજ, સુમતિ-જિન-સ્તવન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy