SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનનો પાયો : સ્વાનુભૂતિ ૧૦૧ નાટકના સ્ટેજ પરનો મારો એક અભિનય માત્ર છે. સ્ટેજ ઉપર હું અનેક ઉપર શાસન ચલાવતો રાજા હોઉં કે દીન ભાવે ભીખ માટે ટળવળતો ભિખારી હોઉં, કોઈની શેઠ હોઉં કે આશ્રિત હોઉં, તત્ત્વવેત્તા હોઉં કે મૂર્ખ હોઉં, પણ એ બધો ક્ષણવાર પૂરતો દેખાવ છે. નાટકમાં કામ કરતા નટને જેમ દિગ્દર્શકની સૂચના મુજબ વિવિધ વેશ ભજવવા પડે છે, તેમ કર્મને પરવશ પોતે આ ભવનાટકમાં કર્મે આપેલો વેશ ભજવી રહ્યો છે' – આ ભાનપૂર્વક તે પોતાના કર્મકૃત વ્યક્તિત્વને જોતો હોય છે. તેથી, દુનિયાની દષ્ટિએ તે ગમે તેવા ગૌરવભર્યા સ્થાને હોય તોય, એને તો કર્મને પરવશ પોતાની વર્તમાન ગુલામ અવસ્થા ખટકતી હોવાથી, અંતરના ઊંડાણમાં તો એને એની લજજા આવતી હોય છે. એની અંતરની ઝંખના-ભૂખ હોય છે શુદ્ધ જ્ઞાયકભાવમાં ઠરવાની; તે સિવાયનું બીજું બધું એને ધૂળમાં ઘરઘર રમતાં બાળકોની ચેષ્ટા જેવું લજજાસ્પદ કે સ્વપ્નની ઘટના જેવું ઇન્દ્રજાળ સમું નિ:સાર લાગે છે." કર્મનિત બાહ્ય સર્વ પર્યાયો–દેહ અને મન સુધ્ધાં–ને તે પોતાથી નિરાળી વસ્તુ તરીકે જોતો હોવાથી તેના પ્રત્યે તેને અંતરથી મમત્વ હોતું નથી. ચારિત્રમોહનીયના ઉદયવશ બાહ્ય વિષયોપભોગ આદિમાં પણ તે ૫. (i) સમસ્ત વિશ્વને ભાળે ઇન્દ્રજાળ સમું વૃથા; આત્મલાભ સદા ઇચ્છે, પસ્તાયે પરમાં જતાં. – ઇબ્દોપદેશ, ગાથા ૩૯. (ii) તો અન્જિવિમેન, વિજેતતસTY । त्रपायै भवचेष्टा स्याद् बालक्रीडोपमाऽखिला॥ टीका-ग्रन्थिविभेदेन विवेकोपेतचेतसां भवचेष्टाऽखिला चक्रवादिसुखरूपाऽपि बालधूलिगृहक्रीडातुल्या, प्रकृत्यसुंदरत्वास्थिरत्वाभ्यां, पायै ચાત્ II तत्त्वमत्र परंज्योति: ज्ञस्वभावैकमूर्तिकम्। विकल्पतल्पमारुढः शेष: पुनरुपप्लवः ।। – દ્વત્રિશ ત્રિશિકા, દ્વા. ૨૪, શ્લોક ૩-૪. ६. शुद्धव ज्ञानधारा स्यात्, सम्यक्त्वप्राप्त्यनन्तरम्। हेतुभेदाद्विचित्रा तु, योगधारा प्रवर्तते।। For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy