________________
સમ્યગ્દર્શનનો પાયો : સ્વાનુભૂતિ | ૯૯ શ્રુતની સાથે ચિંતન-મનન દ્વારા તે પોતાની બુદ્ધિનું સમાધાન કરે છે. મોક્ષમાર્ગને સ્પર્શતા અનેક પ્રશ્નો અંગે શ્રુતનું પરિશીલન અને તત્ત્વચિંતન કરીને, આત્મતત્ત્વની વધુ વિશદ પ્રતીતિ તે મેળવતો જાય છે. આ રીતે, વીતરાગના વચનને સામે રાખી, તત્ત્વ-ચિંતન દ્વારા, તટસ્થ અને સૂક્ષ્મબુદ્ધિવાળી વિવેકશીલ વ્યક્તિઓ આત્મતત્ત્વની જે પ્રતીતિ પ્રાપ્ત કરે છે તેને અનુલક્ષીને સમ્યગ્દર્શનની બીજી ઓળખ એ આપી છે કે “તત્ત્વાર્થ શ્રદ્ધાનું સમ્યવર્ણનમ્।’-આગમ ઉપરાંત યુક્તિ દ્વારા પ્રાપ્ત થયેલ બૌદ્ધિક સ્તરની તત્ત્વપ્રતીતિ અને શ્રદ્ધાનો સમાવેશ આમાં કર્યો છે.
k
સમ્યગ્દર્શનનો આધાર : અનુભવ
પરંતુ, શ્રદ્ધા અને બૌદ્ધિક પ્રતીતિ પૂરતાં નથી. શ્રદ્ધા અને બૌદ્ધિક પ્રતીતિ પછી આવે છે અનુભૂતિ – ‘દર્શન’. આત્મા અને દેહના ભેદની અનુભૂતિ થતાં સમ્યગ્ દર્શન થયું ગણાય; તે પહેલાં સમ્યક્ શ્રદ્ધા હોઈ શકે. શ્રદ્ધાનો આધાર હોય છે આપ્તવચન અને બૌદ્ધિક પ્રતીતિ; સમ્યગ્દર્શનનો આધાર છે અનુભૂતિ.
તત્ત્વપ્રાપ્તિમાં અનુભૂતિનું મૂલ્ય સૌથી અધિક છે, પણ એની સાથે એ ન ભૂલવું જોઈએ કે તે જો આગમ અને યુક્તિનિરપેક્ષ બની જાય તો તેમાં ભ્રાંતિને પણ અવકાશ રહે છે. આગમ, અનુમાન અને અનુભવ – આ ત્રણના સુમેળથી વિશુદ્ધ તત્ત્વપ્રાપ્તિ થાય છે.
આપ્તવચન ઉપરના વિશ્વાસથી અને તર્ક દ્વારા મળેલું સ્વ અને પરના ભેદનું જ્ઞાન ગમે તેટલું ઊંડું હોય તોય, તે બૌદ્ધિક સ્તરનું હોવાથી, તે એ ભેદની એવી દૃઢ પ્રતીતિ જન્માવી શકતું નથી કે જેથી નિબિડ રાગ-દ્વેષની ગ્રંથિ ભેદાઈ જાય. એટલે સ્વ અને પરના ભેદનો – અર્થાત્ દેહ અને આત્માની જુદાઈનો – સાક્ષાત્કાર કરાવતા અનુભવને સમ્યગ્દર્શનનો પાયો કહ્યો. એ અનુભવની ઉપલબ્ધિ એ જ પારમાર્થિક સમ્યગ્દર્શન. સમ્યગ્દષ્ટિ એટલે કાયાથી ‘હું”ને અલગ અનુભવનારી દષ્ટિ અથવા એવી દષ્ટિયુક્ત ‘વ્યક્તિ ’.
માટે, ભવભ્રમણને મર્યાદિત કરનાર પારમાર્થિક સમ્યગ્દર્શનના અર્થીએ સુદેવ-સુગુરુ-સુધર્મ પરની માત્ર શ્રદ્ધાથી કે શ્રવણ-મનન દ્વારા લભ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org