________________
૨૧૦| આત્મજ્ઞાન અને સાધનાપથ પ્રતિક્રિયા આપણા ચિત્તમાં સામાન્યત: ઊડ્યા જ કરે છે, તેમાંથી બહાર નીકળી, બનતી ઘટના ‘અનિત્ય છે, અનિન્ય છે માટે અનાત્મ છે, જે જે અનાત્મ તે દુ:ખરૂપ’ – આ ભાનપૂર્વક એ ઘટનાને નિર્લેપભાવે, કેવળ તટસ્થ દ્રષ્ટા રહીને અર્થાત્ રાગદ્રષાત્મક કશી પ્રતિક્રિયા કર્યા વિના જોતા રહેવાનો – બીજા શબ્દોમાં કહીએ તો કર્તા-ભોક્તા બન્યા વિના જોતા રહેવાનો મહાવરો વિપશ્યનાના અભ્યાસ દ્વારા થાય છે.
– શ્વાસ કે સંવેદના જોવાનું પ્રયોજન
આમ, પોતાના દેહમાં પ્રતિક્ષણ ચાલી રહેલા સ્કૂલ-સૂક્ષ્મ પરિવર્તનને જોતા રહેવાના અભ્યાસથી જીવનના તટસ્થ પ્રેક્ષક રહેવાનો પ્રારંભ કરાય છે. શરીરની સ્થલ-સૂક્ષ્મ સંવેદનાઓને નિરાસક્તભાવે જોતા રહેવાનો એ અભ્યાસ પરિપકવ થયે, ખુદ પોતાની અનુભૂતિના આધારે, એ તથ્યનો સાક્ષાત્કાર થાય છે કે આ શરીર એ કોઈ સ્થિર કે ઘન વસ્તુ નહિ પણ પ્રતિક્ષણ અનેકશ: પલટાતા પરમાણુઓનો પુંજ માત્ર છે. એ અનુભૂતિ દ્વારા શરીરની ઘનસંજ્ઞા નષ્ટ થતાં, દેહમાં થતી આત્મબુદ્ધિની ભ્રાન્તિ ભાંગે છે અને નિર્લિપ્તતા પુષ્ટ થાય છે.
આપણા દેહમાં અનુભવાતી સ્કૂલ-સૂક્ષ્મ સંવેદનાઓના અવલંબને, સતત પરિવર્તનશીલ દેહધારાનું અને ક્રમશ: ચિત્તધારાનું પણ નિરીક્ષણ અને પરીક્ષણ કરતાં રહી, સમસ્ત અવચેતન મનને જાગૃત કરી તેને ચેતન મનમાં પલટી નાખી, શરીર અને મનની પ્રવહમાન ધારાથી પર નિજના શાશ્વત સત્યસ્વરૂપનો અપરોક્ષ બોધ પ્રાપ્ત કરી, રાગ-દ્વેષ અને મોહના સમસ્ત સંસ્કારોથી મુક્ત થઈ જવું એ આ પ્રક્રિયાનું લક્ષ્ય છે.
અહીં એક વાત સ્પષ્ટતાથી સમજી લઈ સ્મૃતિપટ પર અંકિત કરી લેવી જોઈએ તે એ કે શ્વાસોચ્છવાસને અને અથવા શરીરમાં અનુભવાતી સંવેદનાઓને જોતા થવું / જોતા રહેવું એમાં જ આ સાધનાની ઇતિશ્રી નથી. એ બંને અવલંબનો તો ચિત્તને નિર્મળ, અંતર્મુખ અને ઉત્તરોત્તર અધિક સતેજ કરવા માટે તેમજ પ્રતિક્ષણ પલટાતી સ્થૂલ-સૂક્ષ્મ સંવેદનાઓ દ્વારા શરીરની ક્ષણભંગુરતાને અને ચિત્તધારાનીયે પરિવર્તનશીલતાને જાતઅનુભવ વડે જાણી લઈ,. પોતાથી એ બંન ભિન્ન છે – અનાત્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org