________________
અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૨૧૧
(અ + આત્મ) છે એની ઉત્તરોત્તર દૃઢતર પ્રતીતિ મેળવતા જઈ, અંતે ધ્રુવ-નિત્ય-શાશ્વત સત્યના સાક્ષાત્કાર સુધી પહોંચવા માટે, સાધન તરીકે, ઉપયોગમાં લેવાય છે. અર્થાત શરીર અને મન સાથેના તાદામ્યની ભ્રાન્તિને ઓળખી લઈ, પૂર્ણ સમતામાં સ્થિત થઈ, નિજના સત્ય-શાશ્વત- ધ્રુવ-નિત્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો અને અંતે, જન્મજન્માંતરથી સંગૃહિત સમસ્ત સંસ્કારોનો ક્ષય કરીને, તૃષ્ણાની આગને સંપૂર્ણપણે બૂઝવી દઈ નિર્વાણની મોક્ષની ઉપલબ્ધિ કરવી – એ છે વિપશ્યનાનું અંતિમ સાધ્ય.
- સાધનાનું રોજિંદા જીવનમાં દેખાતું પરિણામ
વિપશ્યનાના નિષ્ઠાપૂર્વકના અભ્યાસથી ચિત્ત ક્રમશ: વિકાર-વાસનારહિત-શુદ્ધ નિર્મળ-થતું જાય છે. આથી વિપશ્યી સાધક જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ તેનાં જૂનાં આકર્ષણો, કુટેવો, વ્યસનો, પૂર્વગ્રહો અને ગમા-અણગમાની પકડમાંથી તે મુક્ત થતો જાય છે અને પોતામાં સમતા, સ્વસ્થતા અને સામર્થ્યનો સંચાર થઈ રહ્યાનો અનુભવ કરવા લાગે છે. રોજિંદા જીવનના પડકારો અને વિષમતાઓને સ્વસ્થતાપૂર્વક પાર કરવાની ક્ષમતા તેનામાં વિકસતી જાય છે. જીવન પ્રત્યેના તેના સમગ્ર દષ્ટિકોણમાં જ પરિવર્તન આવતું જાય છે. પરિણામે રોજ-બ-રોજના પ્રસંગોમાં નિર્લેપતા અને સંસર્ગમાં આવતા માનવબંધુઓ પ્રત્યે સહાનુભૂતિ અને પ્રેમની લાગણી તેને સહજ બનતી જાય છે, ને તેના અંતરમાં મૈત્રી અને સહકારની ભાવના વ્યાપ્ત રહે છે, જેથી કુટુંબ તેમજ સમાજ સાથેનો તેનો વ્યવહાર પણ સુમેળભર્યો અને પ્રસન્ન બનતો જાય છે.
- સાધકનું ચિત્ત ગ્રંથિઓથી ઉત્તરોત્તર અધિક મુક્ત થતું જતું હોવાથી કેટલાક રોગો-જેનું મૂળ મનોશારીરિક (psycho-somatic) હોય છે તે– પણ મટી જાય છે અને સાધક દારૂ, સિગારેટ જેવા વ્યસનોથી પણ બહુધા મુક્ત બને છે. આધુનિક માનસચિકિત્સકોનો અભિપ્રાય છે કે માણસ તણાવ, ચિંતા, ભય, શોક વગેરેથી ક્ષણિક છૂટકારો મેળવવા દારૂ, ગાંજો, ચરસ, એલ.એસ.ડી., જેવાં માદક દ્રવ્યો અને જુગારાદિ વ્યસનો તરફ કે સિનેમા, નાટક અને નાઈટક્લબો જેવાં મનોરંજનો તરફ વળે છે, ભાગવૃત્તિ-escapism-સિવાય એમાં બીજાં કશું જ નથી. વિપશ્યના દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org