________________
પરિશિષ્ટ ‘... તેાં યોગક્ષેમ વહામ્યજ્ઞમા’
અંગ્રેજોની ધૂંસરી ફગાવી દઈને ભારત સ્વતંત્ર થયું એના પહેલાંના જમાનાની આ વાત છે. સૌરાષ્ટ્રમાં તે સમયે ઘણાં નાનાં નાનાં રજવાડાં હતાં. અંગ્રેજ સરકાર રેસિડેન્ટ એજન્ટ મારફત એમના પર દેખરેખ રાખતી. રાજકોટ પાસેના લોધિકા સ્ટેટના ઠાકોર અભયસિંહજી અત્યંત ધાર્મિક વૃત્તિના હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપાળાનંદ સ્વામીના સંપર્ક-સત્સંગથી તેઓ ધર્મરંગે રંગાયા હતા. તેઓ નિત્ય સવારે બે પ્રહર પૂજાપાઠ અને ધ્યાનમાં ગાળતા; તે પછી જ દૈનિક પ્રવૃત્તિ હાથ ધરવાનો તેમનો નિયમ હતો. આ ટેક તેઓ દૃઢતાપૂર્વક જાળવતા.
એકવાર એવું બન્યું કે ગરાસ અંગેના કોઈ ઝઘડાના નિકાલ અર્થે, રાજકોટથી અંગ્રેજ રેસિડેન્ટ સવારના આઠેક વાગ્યે લોધિકા આવ્યા અને દરબારને કહેણ મોકલ્યું કે તેઓ આવીને એમને મળે. દરબાર તો ત્યારે પ્રાત:કાળના એમના નિત્યક્રમમાં બેઠા હતા. સાહેબના ચપરાશીએ કામદારને સાહેબની આજ્ઞાની જાણ કરી. સમય પસાર થતો રહ્યો. કલાક વીતી ગયો પણ દરબાર દેખાયા નહિ. અંગ્રેજ અધિકારીને પોતાની અવગણના થતી લાગી. ધૂવાંપૂવાં થતાં એણે ફરી સંદેશો મોકલ્યો કે ઠાકોરને કહો કે અબઘડી અહીં આવે. પણ ઠાકોર હજુ ધ્યાનમાં હતા. વળી, અર્ધો કલાક પસાર થઈ ગયો. બીજી વારની તાકીદ છતાં, દરબાર દેખાયા નહિ એટલે રેસિડેન્ટ સાહેબને પોતાનું અપમાન થતું લાગ્યું. એમણે કડક શબ્દોમાં બીજો આદેશ પાઠવ્યો કે ઠાકોરને કહો કે બધાં કામ પડતાં મૂકી તત્ક્ષણ અહીં આવે; હવે જો મોડું થશે તો મિનિટ દીઠ મોસલ ચડશે (–અમુક રકમનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org