________________
સમગ્દર્શનનો પાયો : સ્વાનુભૂતિ / ૧૦૫ અર્થાત્ અનુભવરસની પ્રાપ્તિ એ શાસ્ત્રાધ્યયનનું ધ્યેય છે. જ્ઞાનીઓ કહે છે કે યોગનો જિજ્ઞાસુ પણ શબ્દબ્રહ્મને ઓળંગી ગયો હોય છે. એને માત્ર શબ્દથી સંતોષ થતો નથી; શબ્દની પાછળ રહેલા રહસ્યને પ્રાપ્ત કરવા એ મળે છે. શબ્દની–અર્થાત્ શાસ્ત્રની અને બુદ્ધિની-મર્યાદાનો ખ્યાલ તેને આવી ગયો હોય છે; અને આત્માના અપરોક્ષાનુભવની પ્રાપ્તિની ઉત્કટ અભીપ્સા તેના અંતરમાં જાગી ઊઠી હોય છે. ‘સહજ વિશુદ્ધ શું રે અનુભવ વિણ, જે શાસ્ત્ર તે સઘળો રે ખેદ' – આત્મજ્ઞાનીઓની અનુભવ-નીતરતી આ વાણીના પડઘા એના અંતરમાંથી ઊઠતા હોય છે, તેને એ સમજાવવું પડતું નથી કે અનુભવ તરફ દોરી ન જાય-એની જિજ્ઞાસા પણ ન જગાડે–તે શાસ્ત્રાધ્યયનથી જીવન કૃતાર્થ ન બની શકે. ભાવી ગણધરના આત્માના ધર્મગુરુ થવાનું સૌભાગ્ય જેમને સાંપડ્યું છે, તે “કલિકાલસર્વજ્ઞ' આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે, જીવનની કૃતાર્થતા શેમાં છે એનો નિર્દેશ કરતાં, વિવેકશીલ મુમુક્ષુને સ્વાનુભવપૂર્ણ જે સલાહ આપી છે તે આપણે અહીં જોઈશું? આ રહી તે સલાહ –
જે દુ:ખ છે તે આત્મજ્ઞાન રહિતને છે. “સ્વ'ના અજ્ઞાનજનિત તે દુ:ખ અજ્ઞાનના પ્રતિપક્ષી આત્મજ્ઞાનથી શમે છે–નાશ પામે છે, જેમ પ્રકાશથી અંધકાર. કર્મનો ક્ષય તો તપથી થાય, તો પછી આત્મજ્ઞાનને આટલું બધું મહત્ત્વ શા માટે?' – એ શંકાને ચિત્તમાં સ્થાન ન આપશો, કારણ કે બીજાં અનુષ્ઠાનોની વાત તો દૂર રહી, જેને તમે નિર્જરાનું મુખ્ય કારણ સમજી બેઠા છો તે તપથી પણ, ‘સ્વ'ના અજ્ઞાનજનિત દુઃખ, આત્મવિજ્ઞાન વિના છેદી શકાતું નથી; કારણ કે જ્ઞાન વિનાના તપનું ફળ નહિવત છે. કહ્યું છે કે અજ્ઞાની ક્રોડો વર્ષમાં જે કર્મ ખપાવે, તે ત્રિગુપ્તિએ ગુપ્ત જ્ઞાની એક ઉચ્છવાસમાત્રમાં ખપાવી નાખે છે. માટે, બીજી બધી આળપંપાળ મૂકી દઈને, રત્નત્રયના પ્રાણભૂત આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરવો જોઈએ. અને.. સ્વાનુભૂતિનું જ બીજું નામ છે આત્મજ્ઞાન; આત્મજ્ઞાન એ સ્વાનુભૂતિથી જુદી કોઈ ચીજ નથી." ૧૫. નિઝામુષિ વોચ, શક્તાતિવર્તિત
– અધ્યાત્મસાર, યોગાધિકાર, શ્લોક ૭૬. કુમારપાળ મહારાજના.
आत्माज्ञानभवं दुःखं आत्मज्ञानेन हन्यते। तपसाऽप्यात्मविज्ञानहीन छेत्तुं न शक्यते।।
૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org