SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ સમત્વ : સાધનાનો રાજપથ ૧૨૯ હતા; અને એના ઉત્તર મેળવ્યા હતા—માત્ર બૌદ્ધિક તર્કોમાં જ નહિ, પણ જીવનના અનુભવમાં પણ. આથી, અદમ્ય આવેગ ગણી લઈ કામને જીવનમાં છૂટો દોર આપવાની વાત કોઈ જ્ઞાની પુરુષે કદી કરી નથી. યોગ, અધ્યાત્મ કે સાચા ધર્મમાર્ગની નેમ જ સદા એ રહી છે કે ક્રમશ:, સંયમ અને ઊર્ધીકરણ દ્વારા, વાસનાના મૂળ સુધી પહોંચી તેને જડમૂળથી નષ્ટ કેમ કરવી તે અંગે પથદર્શન કરવું. દબાયેલી કામવાસના ગ્રંથિઓની જન્મદાત્રી છે એ ખરું, પણ ખુદ કામવાસનાના મૂળમાં પણ એક ગ્રંથિ રહેલી છે. યોગ, અધ્યાત્મ ક્રમશ: સંયમ અને ઊર્ધીકરણના માર્ગે થઈ એ ગ્રંથિ સુધી પહોંચીને એનો જ વિસ્ફોટ કરવાની પ્રક્રિયા ચીંધે છે. આધ્યાત્મિક સાધક એ પથદર્શનને અનુસરતો રહી પ્રકૃતિ ઉપર વિજયનાં પદિચહ્નો મૂકતો આગળ વધે છે. કોઈ પ્રાકૃતિક આવેગને તેના જીવનનો સૂત્રધાર થવા દઈને યોગમાર્ગનાં શિખરો આંબવાની આશા તે ન રાખી શકે. કોઈ વ્યક્તિનું ગત જીવન વિલાસી હોય, અન્યાય, અનીતિ અને વાસનાઓથી ખરડાયેલું હોય, પણ એ દિશાએથી તે પાછી વળે અને, ટૂંક સમયમાં જ સારો આત્મવિકાસ સાધી, જૂના સાધકોથીયે આગળ નીકળી જાય એની ના નથી; વ્યક્તિનો ભૂતકાળ ગમે તેવો હોય, પ્રશ્ન છે તેના વર્તમાન જીવનનો ઢાળ કેવો છે એનો. અનીતિમય જીવન અને ઇંદ્રિયોની નિરંકુશ પ્રવૃત્તિ ચાલુ રાખીને, કેવળ જ્ઞાનની-દાર્શનિક માન્યતાઓની– શુષ્ક વાતો કે કહેવાતા ધ્યાનાભ્યાસના જોરે આત્મદર્શન સુધી પહોંચવાનો મનોરથ વિફળ જ રહેવાનો, એ વાત યોગમાર્ગે પગ મૂકનાર સાધક વેળાસર સમજી લે તે તેના હિતમાં છે. વિવેકપૂત તપ-ત્યાગ તપ સાધનાની એક મહત્ત્વની કડી છે. એક રીતે જોઈએ તો, સમગ્ર સાધના એ વિવિધ પ્રકારનું તપ જ છે. ‘આત્મજ્ઞાન વિના તીવ્ર તપથી પણ ભવદુ:ખનો અંત આવતો નથી',−શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજનાં આ ૧૦. યોગશાસ્ત્ર, પ્રકાશ ૪, શ્લોક ૩ અને તેની ટીકા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy