________________
૧૨૮ આત્મજ્ઞાન અને સાધનાપથ
દમન અને સંયમ વચ્ચેની ભેદરેખા ઓળખીએ
કેટલાક કહે છે કે ‘આંતરિક વિકાસ થયે સંયમ-ત્યાગ સ્વયં પ્રગટે છે. સ્વયં આવતા સંયમ-ત્યાગ આવકાર્ય છે, પણ ઇચ્છા કરીને-સંકલ્પ કરીનેકરેલ ત્યાગ એ તો દમન છે; અને દમન હંમેશાં અભિશાપ છે.’ કિંતુ અહીં પણ એ સમજવું જોઈએ કે અનિચ્છાએ–પોતાની ઇચ્છા ન હોવા છતાં, કોઈ બાહ્ય દબાણવશ-કરાતો ત્યાગ એ એક વસ્તુ છે અને, સ્વસ્થપણે પોતાના હિતાહિતનો વિચાર કરી, વ્યક્તિએ સ્વયં સ્વીકારેલ સંયમ એ જુદી ચીજ છે. આવો કોઈ સંયમ સ્વીકાર્યા વિના, પૂર્વ સંસ્કારવશ જે કંઈ આવેગો અને વિકારો અંતરમાં ઊઠે તેના ચાળે ચડીને જ જા જીવન વિતાવવાનું હોય તો એ પશુજીવન જ રહેવાનું; એ કદી સાધકનું જીવન નહિ બની શકે.
સાધકનું ધ્યેય સર્વ પ્રાકૃતિક આવેગો અને આવેશોથી ઉપર ઊઠવાનું જ રહેવું જોઈએ.
ડ્રોઇડના વિચારોથી પ્રભાવિત થયેલો એક વર્ગ આજે એમ માનતોવિચારતો થયો છે કે ‘કામ એ માણસની સહજ વાસના છે, એને રુંધવી ન જોઈએ; આ પ્રાકૃતિક આવેગને મુક્તપણે અભિવ્યક્ત થવા ન દેવાય તો અજાગૃત મનમાં ગ્રંથિઓ બંધાય છે અને તે શારીરિક કે માનસિક વિકૃતિઓ જન્માવે છે.’ સંયમને તિલાંજલિ આપવા તૈયાર થયેલો આ વર્ગ અધ્યાત્મમાર્ગના જ્યોતિર્ધરોનાં વચનો અને અનુભવોના સંદર્ભમાં સ્થિરચિત્તે વિચારે કે વિકાસોન્મુખ જીવનનો આધાર કામ છે કે સંયમ? તો, એને સમજાશે કે ફોઇડનો પૂર્વોક્ત સિદ્ધાંત તો પૂર્વાર્ધ માત્ર છે, તે અડધે અટકી જાય છે. આધુનિક મનોવિજ્ઞાન એનાથી આગળના સત્ય સુધી જઈ શકયું નથી; જયારે આપણા આર્ષદ્રષ્ટાઓ કામને જીવનના અદમ્ય આવેગ તરીકે પિછાની શકયા હતા, અને એથી આગળનું તથ્ય પણ એમણે અનુભવ્યું હતું. તેઓ એ જોઈ શકયા હતા કે નાનો-મોટો દરેક સંસારી જીવ ચાર અદમ્ય વૃત્તિઓ-આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ–થી પ્રેરાઈને જીવનસંઘર્ષ ચલાવી રહ્યો છે. છતાં, ‘એ પ્રાકૃતિક આવેગો છે’ એમ કહીને એ વૃત્તિઓને તાબે થઈ જવાની વાત એમણે ન કરી. ‘કામને જીતી શકાય કે નહિ? જો જીતી શકાય, તો કઈ રીતે?’— આ પ્રશ્નો પણ એમણે ઉઠાવ્યા
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org