SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ : મુમુક્ષુનું કુરુક્ષેત્ર, તેનું પોતાનું ચિત્ત ૨૩૧ આપણે રોજ ચાર-છ કલાક મંદિર, ઉપાશ્રય, સ્થાનક આદિ ધર્મસ્થાનકોમાં ગાળીએ-પૂજાપાઠ, પ્રતિક્રમણ, સામાયિક, સ્તવન-ભજન-કીર્તન વગેરે ધર્મક્રિયાઓ કરતાં રહીએ કે દીક્ષિત થઈને આખોય વખત ક્રિયાકાંડ, ધર્મચર્ચા અને શાસ્ત્રોના પઠન-પાઠનમાં વ્યસ્ત રહીએ, પણ ભીતરમાં એ જ માયા-મમતાનું જીવન જીવીએ, તૃષ્ણાઓ અને વાસનાનું પોષણ કરતા રહીએ, દંભ, દ્વેષ, મત્સર, છળકપટને વિના રોકટોક જીવનમાં મહાલવા દઈએ તો શું એ ઉપરછલ્લાં વ્રતનિયમ, ત્યાગ-તપ, અને દાનાદિ ધર્મપ્રવૃત્તિથી આપણું ભવભ્રમણ ટળશે? જગત જાણે કે ન જાણે, આપણા ચિત્તની ભીતરની ગતિ-વિધિની નોંધ શું કાર્યણ અણુઓ લીધા વિના રહેશે? આપણે રોજિંદા જીવનવ્યવહારમાં જે જીવીએ માયા-મમતા રાગ-દ્વેષ, છળકપટ, એ બધું જ બીજા જન્મોમાં પ્રારબ્ધરૂપે સામે આવવાનું. એ શૃંખલા ચાલતી રહે ત્યાં સુધી જન્મમૃત્યુનું ચક્ર અટકે શી રીતે? માટે, ભવબંધન તોડવાં હોય તો, કર્મબંધની આ શૃંખલા-અનુબંધ-chain reaction પ્રત્યે જાગૃત બની, શ્રેયાર્થીએ આત્મસાખે જીવનને ભીતર-બાહ્ય ઉભય સ્તરે શુદ્ધ-સાત્ત્વિક બનાવવું રહ્યું. પ્રવૃત્તિ બદલાય-તેની અશુદ્ધિ ટળે એ ઇષ્ટ છે; પણ કર્મબંધનું પ્રધાન કારણ કાયાની પ્રવૃત્તિ નહિ, પણ મન છે—આ તથ્ય ક્ષણભર પણ ન વસરાવું જોઈએ. પોતાના પ્રત્યેક વ્યવહારમાં આશયશુદ્ધિ જાળવવા સતર્ક રહેવું એ માત્ર મુમુક્ષુના જ કામનું એવું નથી. સંસારમાં પણ જેને સુખ-શાંતિ જોઈતાં હોય તેને માટે પણ તે એટલું જ અગત્યનું છે-એ સમજાવતાં ભગવાન ગૌતમ બુદ્ધ કહે છે કે “ભૌતિક જગતમાં મને જ પ્રધાન છે, આપણી બધી જ ગતિ-વિધિનો મૂળસ્રોત મન છે. માણસ જો અશુદ્ધ ચિત્તથી – બીજાને કષ્ટ પહોંચાડવાના કે તેનું અહિત કરવાના ઇરાદાથી – વાણીથી કંઈ પણ બોલે કે કાયાથી કોઈ પ્રવૃત્તિ કરે તો, ધૂંસરીએ જુતેલા બળદનાં પગલાંની પાછળ પાછળ ગાડાનું પૈડું આવે તેમ દુ:ખ એનો પીછો કરે છે; અને, માનવી જો શુદ્ધ ચિત્તથી –બીજાનું હિત થાય, સુખ મળે એવા આશયથી – વાણીથી, કંઈ પણ વચન ઉચ્ચારે કે શરીરથી કંઈ કરે તો, સુખ એના પોતાના જ પડછાયાની જેમ એની સાથે-ને-સાથે રહે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy