________________
૨૭૮ | આત્મજ્ઞાન અને સાધનાપથ
માર્ગ ઉપર રહેલો માઇલ-સ્ટોન” કેટલું અંતર કપાયું એ જાણવા માટે ઉપયોગી થાય, પરંતુ એના ઉપર બેસી રહેવાથી માર્ગ કપાતો નથી; એમ કરવાથી તો ઇષ્ટ સ્થાને પહોંચવામાં વિલંબ જ થવાનો. આથી, સાધકનું ધ્યાન આવા અનુભવો પર કેન્દ્રિત થતું અટકાવવા અને, અતીન્દ્રિય અનુભવો જે બીજાને નથી મળ્યા તે પોતાને મળ્યા છે એવા સૂક્ષ્મ અહંકારના સંચાર દ્વારા સાધનામાં નવું વિઘ્ન ઊભું થતું રોકવા કેટલાક સંતો તો આવા અનુભવોને સાધનાની પ્રગતિના ચિહન તરીકે જોવાનો જ ઇન્કાર કરે છે.
કુંડલિનીની ઊર્ધ્વયાત્રા
અસામાન્ય અનુભવોના આકર્ષણની જેમ એક બીજું વિન પણ સાધકે પાર કરવું પડે છે તે એ કે ચિત્ત અમુક હદે શુદ્ધ અને એકાગ્ર થતાં સાધકને પોતામાં શક્તિનો સંચારનો અનુભવ થાય છે, ત્યારે તે તેને પ્રાપ્ત વધારાની શક્તિ કયાં વાળે છે એ મુદ્દો મહત્ત્વનો બની રહે છે. સાધકની મુમુક્ષા ઉત્કટ હોય અને એની સાધનાનું મંડાણ શીલ-સંયમના અર્થાત યમનિયમના દઢ પાયા પર થયું હોય તો એ વધારાની શક્તિ સેવા-સ્વાધ્યાયધ્યાન આદિ સાત્વિક પ્રવૃત્તિમાં વહે છે. અન્યથા એ શક્તિ ભોગવિલાસ તરફ વળે છે કે અન્ય ભૌતિક ધ્યેયોને સિદ્ધ કરવા માટે વપરાય છે – જેના દ્વારા ઇન્દ્રિયજન્ય સુખની વાસનાના અને અહ-મમના સંસ્કારો ફરી પોષણ મેળવે છે. ફલત: સાધનામાં વિક્ષેપ પેદા થાય છે અને અહ-મમપ્રેરિત નિમ્ન વાસનાઓ સાધકને ફરી નીચેની ભૂમિકાએ ખેંચી જાય છે. આથી જ, યોગમાર્ગે થોડી પ્રગતિ કર્યા પછી, સાધનાની પ્રારંભિક કક્ષાએ જે સાધકો પોતાને ખૂબ આગળ વધેલા માની લે છે અને, જાત-સુધારણાને ગૌણ કરી, જગત-ઉદ્ધારકના પાઠમાં આવીને દુનિયાને સુધારી દેવા પ્રસાર-પ્રચારપ્રસિદ્ધિના પ્રપંચમાં પડી જાય છે કે ‘સહજયોગ'ના ચાળે ચડી, યમનિયમ-સંયમને કોરાણે મૂકી ઇન્દ્રિયાનુકૂળ વિષયોપભોગમાં સરકી પડે છે તે
આધુનિક મનોવૈજ્ઞાનિકોના મતાનુસાર, બીજાને સુધારવાની આ ઉત્સુકતા એ બીજું કંઈ નહિ પણ પોતાની ક્ષતિઓને ભૂલવાનો ઢાંકવાનો પ્રયાસ અને જાત-સુધારણાની આવશ્યકતા સામે આંખ-આડા-કાન કરવાની મથામણ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org