________________
પ્રગતિના સીમાસ્તંભો અને અવરોધો/૨૭૯
પથભ્રષ્ટ થઈ, ફરી અહં-મમના ઊંડા કળણમાં ખૂંપી જતા જોવામાં આવે છે. શુદ્ધિ વિનાની શક્તિ અધ:પતન નોતરે છે.
કુંડલિનીની પરિભાષામાં કહીએ તો મૂલાધારમાં સુષુપ્ત રહેલી શક્તિ મેરુદંડના માર્ગે ઊર્ધ્વગમન કરે અને ષચક્રભેદ કરીને સહસ્રારમાં પહોંચે અને ત્યાં સ્થિર થાય ત્યારે યાત્રા પૂર્ણ થાય છે. આ ચક્રો ભિન્ન ભિન્ન વિકાસભૂમિકાનાં પ્રતીક હોવાથી, મૂલાધારમાંથી ઊઠીને શક્તિ ક્રમશ: સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ અને આજ્ઞાચક્ર વટાવે ત્યારે તે તે કેન્દ્રને અનુરૂપ ભાવ-વલણ સાધકના ચિત્તતંત્રમાં તે જન્માવે છે. સામાન્યત: માનવીની શક્તિ પ્રથમનાં ત્રણ : મૂલાધાર, સ્વાધિષ્ઠાન અને મણિપુર ચક્રો સાથે સંકળાયેલી વૃત્તિ-પ્રવૃત્તિ- ક્રમશ: જાતની સલામતી, ઇન્દ્રિયજન્ય સુખોપભોગ, અને પદ, પ્રતિષ્ઠા, આધિપત્ય/સત્તાવિષયક વૃત્તિ-પ્રવૃત્તિ-માં ખર્ચાતી રહે છે; અર્થાત્ આ ત્રણ નિમ્ન ચક્રોમાં વહેતી શક્તિ મુખ્યત્વે અહં-મમના ધારણ-પોષણમાં વપરાય છે. એ ત્રણથી ઉપર ઊઠીને શક્તિ અનાહત ચક્રમાં કેન્દ્રિત થાય ત્યારથી આત્મવિકાસનાં શ્રીગણેશ થાય છે અને તે માનવી અહં-મમના કોશેટામાંથી બહાર આવવાનો પ્રારંભ કરે છે. અનાહત ચક્ર પ્રેમ-વાત્સલ્ય-આત્મીયતાનું કેન્દ્ર છે. પાંચમું વિશુદ્ધિ ચક્ર અંતર્મુખતાનું/સ્વદોષ સંશોધનનું શુદ્ધિનું ઉત્કટ મુમુક્ષાનું, છઠ્ઠું આજ્ઞાચક્ર પ્રજ્ઞાના ઉદયનું/જ્ઞાયકભાવનું અને સાતમું સહસ્રાર એકત્વની અનુભૂતિનું/ અદ્વૈત-અનુભવનું કેન્દ્ર છે. સાધકની ચિત્તવૃત્તિમાં જાતની સલામતી, એશઆરામ, ભોગ, ઐશ્વર્ય, સત્તા-પ્રતિષ્ઠા-કીર્તિ આદિની વાસના/આકાંક્ષા કેન્દ્રમાં રહેતાં હોય તો સમજવું કે એની શક્તિ નિમ્ન ત્રણ ચક્રોમાં જ વહે છે; મુક્તિની દિશામાં એણે હજુ પ્રયાણયે આરંભ્યું નથી.
સિદ્ધિઓનું મૃગજળ
યોગસાધનાનો માર્ગ અટપટો છે. ભૌતિકતામાં રત માનવી જેમ પૈસો, પદ, પ્રતિષ્ઠા પામવા મથે છે, તેમ સાધનામાર્ગના પ્રવાસીઓ પણ ઘણીવાર અતીન્દ્રિય શક્તિ, સિદ્ધિ, યશ-કીર્તિ આદિની સૂક્ષ્મ આકાંક્ષાઓમાં અટવાતા રહે છે. સાધકના અંતરમાં તીવ્ર મુમુક્ષા જાગી ચૂકી ન હોય અને અંતરયાત્રાના અનુભવી ગુરુનું શિરછત્ર તેને સાંપડયું ન હોય તો મંજિલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org