________________
સમ્યગ્દર્શનનો પાયો : સ્વાનુભૂતિ ૧૦૭
દિશામાં વહેલાં-મોડાં પણ ડગ માંડવાં જ રહ્યાં; કારણ કે વિપત્તિ, તંગી કે તાણના પ્રસંગે કેવળ શ્રુતના બળે ચિત્ત સંકલ્પ-વિકલ્પ અને ભયથી અનાક્રાંત રહી શકતું નથી. એવે ટાણે બધી બૌદ્ધિક સમજ બાજુએ રહી જાય છે અને અંતર ભવિહ્વળ બની જાય છે. આ અકળામણયુક્ત પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલ એક જાગૃત શ્રેયાર્થીએ પોતાની મૂંઝવણ મારી સમક્ષ વ્યક્ત કરતા તેમના પત્રમાં લખ્યું છે કે-“બીજી રીતે બાહ્ય અનુકૂળતાઓમાં જે વાત માનસિક ભૂમિકા ઉપર સમજાઈ હોય અને બરાબર બેસી ગઈ હોય એમ લાગે, તે જ વાતો બાહ્ય પ્રતિકૂળતાઓ વખતે ટકી રહેવી અત્યંત મુશ્કેલ છે એવો સ્વાનુભવ છે. ચિત્ત વ્યાકુળ, સ્તબ્ધ, કલુષિત થઈ જાય છે. અસમાધિ સુધ્ધાં થઈ જાય છે. ...અનેક સંકલ્પવિકલ્પ નવા નવા ઊભા થાય છે અને શ્રદ્ધાનો નાનો દીપક બુઝાવા માંડે છે.”
આવું થવું સહજ છે. કારણ કે તંગીમાં, વિપત્તિમાં આપણું અંતસ્તલ છતું થાય છે. અવચેતન ચિત્તમાં રહેલ સંસ્કાર તે વખતે ઉપર આવી જાય છે. બૌદ્ધિક ભૂમિકાએ મેળવેલ સમજ માત્ર જાગૃત મન સુધીની હોય છે. તે વધુ દૃઢ થઈ, ઘૂંટાઈને અવચેતન મન-subconscious-માં પહોંચી ગઈ હોય તો જ, ગમે તે અવસ્થામાં સંપત્તિમાં કે વિપત્તિમાં, ઊંઘમાં કે સ્વપ્નમાં પણ-તદનુસાર વર્તન-વિચાર થવાનાં; અન્યથા વિપત્તિ વખતે, જાગૃત મનને બાજુએ ખસેડી, અજાગૃતમાં પડેલ સંસ્કાર ઉપર આવી તદનુરૂપ વિચાર-વર્તનમાં આપણને ખેંચી જાય છે. અવચેતન ચિત્તમાં જે તથ્યનો સ્વીકાર થયેલો હોય તે આપણા ‘સ્વભાવ’ તરીકે વ્યક્ત થાય છે; કારણ કે સંકટ સમયે તેમજ ઉત્તેજનાની ક્ષણોમાં જાગૃત મનનાં નિયંત્રણોને બાજુએ હડસેલી દઈને અવચેતન પ્રગટ થાય છે. જાગૃત ચિત્ત કરતાં અવચેતન ચિત્ત વધુ પ્રબળ છે. હિપ્નોટિઝમ આ તથ્યની આપણને પ્રતીતિ કરાવે છે. હિપ્નોટિક ટ્રાન્સમાં રહેલ વ્યક્તિને, ટ્રાન્સમાંથી જાગ્યા પછીના કોઈ સમયે, એની પ્રકૃતિથી અવિરુદ્ધ હોય એવી કોઈ પ્રવૃત્તિ કરવાનું સૂચન/post-hypnotic suggestion આપ્યું હોય તો, તે સમયે તે હાથમાંનું બધું કામ પડતું મૂકીને અવશપણે એ સૂચનનો અમલ કરે છેચાલુ પ્રવૃત્તિ સાથે તે સંગત ન હોય તોયે ! ઉદાહરણ તરીકે, ટ્રાન્સમાં કોઈને બીજે દિવસે સવારે દશ વાગે સ્નાન કરવાનું સૂચન આપી રાખ્યું
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org