________________
સાચા સંતોને ઓળખવા કેમ?
મુમુક્ષુનાં નેત્રો સત્પુરુષને ઓળખી લે છે.
શ્રીમદ્ રાજચંદ્ર જેનો ભાવમળ ઘટયો હોય તે પોતાની આંતરસૂઝ વડે સાચા સંતોના આચાર-ઉચ્ચારમાં છતી થતી તેમના આત્મિક ઓજસ – અભય, અદ્વેષ, અખેદ – ની આભાને બાહ્ય વેશથી નિરપેક્ષપણે, અર્થાત્ તેમનાં બાહ્ય લિંગ-વેશાદિ ગમે તે હોય તોય, ઓળખી લે છે.
અમરેન્દ્રવિજયજી આપણે ત્યાં એક બાજુ આચાર્યોનાં ભાષ્યો પર પોતાની વિદ્વત્તાનાં મીંડાં મૂકનારા પંડિતો અને સંતોની સમાધિ પર ગાદી જમાવીને બેઠેલા મહંતો પાકતા ગયા છે, તો બીજી બાજુ ઋષિઓ કે સંતોની એકલ પગદંડી તાજી રાખનારા પણ જાગતા ગયા છે. મંડલેશ્વરો, મઠાધીશો અને વાચતુર સ્વામી મહારાજોની જમાત કરતાં આ જણ જુદા છે. એવી જ રીતે ચમત્કારિક સિદ્ધિઓના શંખ ફૂંકનારા યોગી મહારાજો સાથે પણ તેમને સ્નાનસૂતક નથી. આવા લોકો તરી આવે છે, એમની અત્યંત સામાન્ય લાગતી પણ ક્ષુદ્રતાથી ઉપર ઊઠતી સ્વાભાવિકતાથી. માણસ એમને મળીને પોતાનું ખોવાયેલું ગૌરવ પાછું મેળવે છે.
Jain Education International
For Private & Personal Use Only
-
-
મકરન્દ દવે
www.jainelibrary.org