________________
ચિત્તસ્થની કેડીઓ ૧૬૯ વાર કરાતા કાયોત્સર્ગમાં પચીસ, સો કે તેથી વધુ શ્વાસોચ્છવાસ સુધીની તેની પૂરી સમયમર્યાદા સુધી દષ્ટિ નાકના અગ્રભાગ ઉપર રાખવાનું વિધાન છે , તેનો હેતુ એના દ્વારા ચિત્તસ્થિરતામાં મદદ મેળવવાનો છે.
ત્રાટક વડે સાધકના પ્રાણની ગતિ મંદ પડે છે, અને મન અને પ્રાણ પરસ્પર સંકળાયેલાં હોવાથી, પ્રાણની ગતિ મંદ પડતાં, મનની દોટ આપોઆપ મંદ પડે છે. આથી રૂપી ધ્યાનની એક પ્રક્રિયામાં તો મુખ્યત: કેવળ ત્રાટકનો જ આધાર લેવાય છે. બારમી ભિપ્રતિમા વગેરે વિશિષ્ટ સાધનાઓના શાસ્ત્રોક્ત ઉલ્લેખો જોતાં સમજાય છે કે પૂર્વે મુનિઓ દીર્ધકાળ સુધી ત્રાટક કરવાની ક્ષમતા મેળવતા.
ત્રાટકથી ચિત્તસ્થિરતામાં મદદ મળે છે, પણ તેનાં કેટલાંક ભયસ્થાનો પણ છે. માટે, ચિત્તને સ્થિર કરવા ઇચ્છતા પ્રારંભિક અભ્યાસીએ, સીધો જ ત્રાટકનો અભ્યાસ કરવા કરતાં પ્રથમ યમ-નિયમના આસેવનપૂર્વક જપ, શ્વાસોચ્છવાસનું નિરીક્ષણ વગેરે પ્રક્રિયાઓના અભ્યાસ વડે ચિત્તને નિર્મળ અને કંઈક શાંત કરી લેવું હિતાવહ છે; એ વિના ત્રાટકનો અભ્યાસ સાધનામાર્ગમાં કોઈ નવાં જ વિનો ઊભાં કરી દે એ સંભવિત છે. આ ચેતવણીને લક્ષમાં રાખી, અધિકારી સાધકે જ ત્રાટકના અવલંબને ચિત્તધૈર્યના માર્ગે આગળ વધવું.
ત્રાટક માટે કોઈ પણ રૂપ-મૂર્તિ, ચિત્ર, બિંદુ, મંત્રાક્ષરો કે જયોત વગેરેનો ઉપયોગ થાય છે. પોતાના ઇષ્ટ (દેવ અથવા ગુરુ)ની મૂર્તિ કે
૬. નાસજી સ્તદન્દ્રો
– યોગશાસ્ત્ર, પ્રકાશ ૪, શ્લોક ૧૩૫. ७. जिनेन्द्रप्रतिमारूपमपि निर्मलमानसः। निनिमेषदृशा ध्यायन् रूपस्थध्यानवान् भवेत्।।
– એજન, પ્રકાશ, ૯, શ્લોક ૧૦. ૮. (i) પોપાર્જનવિધિ નિમિસના
– શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી) સૂત્ર,
શતક ૩, ઉ. ૨, સૂત્ર ૧૪૩ (પૃષ્ઠ ૩૦૫). (i) Ifમાયાવિકા
– શ્રી સ્થાનાંગ સૂત્ર ઉ. ૩, સૂત્ર ૧૮૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org