Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
જ નહિ, નાનાઓનો પણ વિનય કરવાનો છે. તમે મોટાને “મFએણ વંદામિ' કરો તો તેઓ પણ તમને “મર્થીએણ વંદામિ' કહે જ ને ? આ નાનાનો વિનય છે.
“મર્થીએણ વંદામિ' બોલતાં જ કર્મોનું વિનયન થયું, તેમ માનજો.
ઇચ્છાકાર સમાચારી મોટાએ નાના પ્રત્યે કેમ વ્યવહાર કરવો એ શીખવે છે.
* સારા સંયોગ મળે તો વિનય પર સંપૂર્ણ સંકલન તૈયાર કરવું છે.
* મને કાંઇપણ મળ્યું હોય તો વિનયના કારણે જ.
ઇસ્લામ ધર્મની છે જરૂરી વાતો, ૧ તોષા. પાપોનો પશ્ચાત્તાપ. ૨ જહર. ઈચ્છાથી ગરીબી સ્વીકારવી. ૩ સબ્ર. સંતોષ કરવો. ૪ શુક. અલ્લા પ્રત્યે કૃતજ્ઞતા. ૫ રિજાઅ. દમન. ૬ તવક્કલ. અલ્લાની કૃપા પર પૂરો ભરોસો. ૭ રજ. અલ્લાની મરજીને પોતાની મરજી બનાવવી. આ સાતેય વાતો દુષ્કૃત ગ, સુકૃત-અનુમોદના અને શરણાગતિમાં સમાઈ જાય છે – એમ નથી લાગતું ?
૩૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ