Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
* સંયમીઓ યાદ આવતાં વર્તમાનમાં થઈ ગયેલા પૂ. દેવેન્દ્રસૂરિજી યાદ આવે. અમારા નિકટના ઉપકારી છે. નિકટના ઉપકારી વધુ યાદ આવે.
ઓળી કરાવનાર ધીરૂભાઈ પરિવાર જે ગામના છે, તે જ લાકડીઆ ગામના તેઓ વતની હતા. માતા મૂળીબેન અને પિતા લીલાધરભાઇના આ સંતાનનું નામ ગોપાળભાઈ હતું.
લાકડીઆમાં અભ્યાસ કર્યા પછી ધાર્મિક અભ્યાસ માટે મહેસાણા પાઠશાળામાં અભ્યાસ કરવા ગયા.
* અસંખ્ય દેવો જેને મેળવવા તલસી રહેલા છે, એ માનવભવ પામીને પણ જો ચારિત્ર લેવાનું મન આપણને ન થાય તો સમજવું : પુણ્યની મોટી ખામી છે. ગોપાળભાઈને આ વાત, પૂ. જીતવિજયજી મ.ના સંપર્કથી બરાબર સમાયેલી હતી.
* મહેસાણામાં અભ્યાસ પછી દીક્ષાની ભાવનાપૂર્વક સામખીયારી, મનફરા, આધોઈ ઈત્યાદિ સ્થળોએ ધાર્મિક શિક્ષક તરીકે કામ કરીને ઓશવાળ સમાજને ધાર્મિક શિક્ષણ આપવાનું ભગીરથ કામ કર્યું.
* માતાના એકના એક દીકરા હોવાથી દીક્ષા માટે જલ્દી રજા મળી નહિ.
* પુત્ર પરથી મમત્વ હટાવી શાસનમાં મમત્વ લગાડે, તેવી માતાઓ ધન્ય છે.
“મારા કુટુંબમાંથી એક રત્ન તો જૈન શાસનને મળવું જ જોઇએ.'' આવી ભાવનાવાળી માતાઓના કારણે આ વર્ષે અમને બે સાધુઓ મળ્યા.
* લાકડીઆમાં બે ચાતુર્માસ કર્યા છે : સં. ૨૦૧૨, તથા ૨૦૨૮. પહેલું ચાતુર્માસ તો ખાસ ભણવાના [પૂ.પં.મુક્તિવિજયજી મ.પાસે ] ઇરાદે જ કરેલું.
* ગોપાળભાઈનું સગપણ થયેલું હતું, પણ પછી વાગ્દત્તાને ચુંદડી ઓઢાડીને સગપણ ફોક કરેલું. પણ માની રજા હજુ મળી નહોતી. માતાના મંગળ આશીર્વાદ
૧૪૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ