Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
- પદ્ધતિઓ અને યોગની વાતો માત્ર ચૈત્યવંદનના સૂત્રોમાં આવી જાય છે.
ચૈત્યવંદનની મહત્તા સમજાવનાર લલિત વિસ્તરા અદ્દભુત ગ્રંથ છે. જો એ ગ્રંથ ન મળ્યો હોત, એના રહસ્ય સમજાવનાર પૂ. પં. ભદ્રંકરવિજયજી મ. જે ન મળ્યા હોત તો આજે મારી હાલત કેવી હોત ? એ કલ્પના જ ધ્રુજાવી નાખે તેવી છે.
* વ્યાખ્યાન માટેનું મારું પ્રથમ ચાતુર્માસ જામનગર – પ્લોટમાં થયું. તે વખતે વ્યાખ્યાનમાં અધ્યાત્મસાર વાંચ્યું.
એમાં ત્રીજો અધિકાર છે : દંભ ત્યાગ. આરાધક બનનારે દંભ અને ડોળનો ત્યાગ કરવો જ પડે. દંભ, દેખાવ અને ડોળ ચાલુ રહે તો તમે આરાધક શી રીતે બની શકો ?
જામનગરમાં કોંગ્રેસી નેતા પ્રેમજીભાઈ સામે જ રહે. તેમને એમાં [અધ્યાત્મસારમાં] ખાસ રસ.
બીજા ચાતુર્માસમાં જામનગર-પાઠશાળામાં] વૈરાગ્ય કલ્પલતા વાંચ્યું. ભુજમાં [વિ.સં. ૨૦૨૨] જ્ઞાનસાર, પછી તો ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂયગડંગ ઇત્યાદિ સૂત્રો પર વ્યાખ્યાન-વાચનાઓ રહ્યા.
વ્યાખ્યાન આપતાં પહેલા એ સૂત્ર જોવું પડે, વિચારવું પડે, લોકભોગ્ય ભાષામાં પીરસવું પડે, એટલે એ સૂત્ર, બોલનારને કેટલું દઢ થઈ જાય ? કેટલો ફાયદો થઈ જાય ?
* ચૈત્યવંદન સૂત્રમાં આવતું એક જગચિંતામણિ સૂત્ર પણ કેટલું અદ્ભુત છે? જગચિંતામણિ સૂત્ર એટલે સ્થાવર-જંગમ તીર્થની ભાવયાત્રા ! કેટલી બધી યાત્રા કરાવી આપી છે આ સૂત્રમાં ?
પ્રતિમામાં સાક્ષાત્ ભગવાનની બુદ્ધિ પેદા ન થાય ત્યાં સુધી તમારા ચૈત્યવંદનમાં પ્રાણ નહિ આવે.
કહ્યું,
ક્લાપૂર્ણસૂરિએ છે ૪૩૩