Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
લોન આપવામાં આવે છે ને ?
દ્રવ્ય દીક્ષા કમ લાભકારી છે, એમ નહિ માનતા. ગોવિંદ નામના પંડિતે જૈનદર્શનને હરાવવા માટે જ દીક્ષા લીધેલી. પણ અહીં આવ્યા પછી હૃદય બદલાયું, દ્રવ્યદીક્ષા, ભાવદીક્ષામાં બદલાઈ.
૬-૭મું ગુણઠાણું મળે કે ન મળે, પણ ૪થું ગુણઠાણું સમ્યગ્દર્શન મળી જાય તોય સાધુ-જીવન સફળ બની ગયું માનજો.
સમ્યગ્દર્શન માટે આનંદઘનજી જેવો તલસાટ જોઈએ : દિરસણ દિરસણ રટતો જો ફિરું, તો રણરોઝ સમાન...' નારદીય ભક્તિસૂત્રમાં કહ્યું છે :
‘“તસ્મિન્ [પરમાત્મનિ] પ્રેમ-સ્વરૂપા ભક્તિઃ ।''
પ્રભુ પ્રત્યે પ્રેમ વધશે તેમ પ્રભુમાં તન્મયતા વધશે.
આપણે સીધા જ તન્મયતા માટે પ્રયત્ન કરીએ છીએ. પણ એ પહેલાના બે સોપાનને ભૂલી જઈએ છીએ. તન્મયતા પહેલા પ્રેમ અને પવિત્રતા જોઈએ.
પહેલા પ્રભુ પર પ્રેમ કરો.
પ્રેમ થયા પછી પવિત્રતા આવશે.
ત્યાર પછી તન્મયતા આવશે.
સીધા તન્મયતા લેવા જશો તો હાલત ભૂંડી થશે. છાસ લેવા જશો ને દોણી ખોઈ બેસશો. ‘લેને ગઇ પૂત, ખો આઈ ખસમ' જેવી હાલત થશે.
જે લોકો તન્મયતા મેળવવા શ્વાસના નિરીક્ષણમાં જ પડી ગયા, તેઓ ઉભયભ્રષ્ટ બની ગયા છે.
ભગવાન જ્યાં ન હોય તેવી કોઈ સાધનામાં પડતા જ નહિ. * ભગવાનનું નામ, ભગવાનના આગમ, ભગવાનનો સંઘ, ભગવાનના સાત ક્ષેત્રો સર્વત્ર ભગવાન જુઓ.
* કંઇક અંશે કર્યો હળવા થયા હોય ત્યારે જ ભગવાન ગમે.
૪૯૦ × કહ્યું, કલાપૂર્ણસૂરિએ