Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
જ્ઞાન અને વિનય જેટલો વિકસશે તેટલું ચારિત્ર આવશે. માટે ચારિત્ર–ગુણ છઠો અધિકાર મૂક્યો.
આ સૌના ફળરૂપે છેલ્લે સમાધિ મળે માટે સાતમો છેલ્લો અધિકાર “મરણ-ગુણ” મૂક્યો.
છેલ્લે ગ્રન્થકાર કહે છે : આપણે અનાદિકાળથી પુનઃ પુનઃ જન્મ-મરણના ચક્રમાં ફર્યા કરીએ છીએ. હવે એવો પ્રયત્ન કરો કે એ ચક્ર બંધ થઈ જાય. આત્મા સ્વમાં સ્થિર થઈ જાય.
આવતીકાલથી લલિત વિસ્તરાનો સ્વાધ્યાય શરૂ કરીશું. હું એકલો નહિ, આપણે સૌએ સાથે મળીને સ્વાધ્યાય કરવાનો છે.
જે ભગવાન માટે આપણે રોજ સાત વાર ચૈત્યવંદન કરીએ છીએ, એ ભગવાનને સારી રીતે સમજવા હોય તો લલિત વિસ્તરા ગ્રંથ વાંચવો જ રહ્યો.
ભગવાનને જાણો બધું જણાઈ જશે. ભગવાનને હૃદયમાં લાવો. બધા મંગળો આવી જશે. ભગવાન સૌથી ઊંચું મંગળ છે.
પંચ પરમેષ્ઠીથી પંચાચારની શુદ્ધિ અરિહંતના ધ્યાનથી જ્ઞાનાચારની શુદ્ધિ થાય છે. સિદ્ધના ધ્યાનથી દર્શનાચારની શુદ્ધિ થાય છે. આચાર્યની આરાધનાથી ચારિત્રાચારની શુદ્ધિ થાય છે. ઉપાધ્યાયના ધ્યાનથી તપાચારની શુદ્ધિ થાય છે. (સક્ઝાયસમો તવો નત્યિ) સાધુની આરાધનાથી વીર્યાચારની શુદ્ધિ થાય છે. (વર્યાચારની જેમ સાધુ બધે જ વ્યાપ્ત છે.)
પ૪૮ જ કહ્યું,
લાપૂર્ણસૂરિએ