Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 566
________________ હોય ? વ્યાકરણ શાસ્ત્રીઓ પણ નામ-નામીનો અભેદ માને છે. ઘડો લાવો” એમ બોલો એટલે ઘડો જ આવશે. ભગવાનનું નામ બોલતાં ભગવાન જ આવશે. ભગવાનની મૂર્તિ યાદ કરતાં ભગવાન જ આવશે. આ ઘડીયાળ [હાથમાં ઘડીયાળ બતાવતાં પૂજ્યશ્રીએ કહ્યું અને ઘડીયાળ એ નામ એક ન હોય તો ઘડીયાળ બોલતાં આ યાદ આવશે ? ટપાલ તમે લખી, પણ એડ્રેસ પર નામ લખવાનું ભૂલી ગયા તો ટપાલ પહોંચી જશે ? ગાડીમાં બેઠા પણ ગામનું નામ ભૂલાઈ ગયું તો તમે તે ગામમાં પહોંચી શકશો ? વ્યવહારમાં પણ નામ કેટલું ઉપયોગી છે ? ભાવ તીર્થંકર રૂપે ભગવાન મહાવીરે ૩૦ વર્ષ ઉપકાર કર્યો પણ નામ અને મૂર્તિરૂપે કેટલા વર્ષ ઉપકાર કરશે ? તીર્થંકરો ક્યાં સુધી રહેવાના ? એમના આયુષ્યની મર્યાદા હોય છે. પણ એમનું નામ અને એમની મૂર્તિ સદા રહેવાના. - તીર્થંકરો ભલે બદલાય, નામ પણ ભલે બદલાય પણ યાદ રહે : નામ બે પ્રકારે છે : સામાન્ય અને વિશેષ. વિશેષ નામ ભલે બદલાય, સામાન્ય નામ ક્યાં જશે ? ઋષભદેવ” વિશેષ નામ છે. “અરિહંત' સામાન્ય નામ છે. હવે પ્રસ્તુત પર આવીએ. * અહીં ગ્રન્થકાર કહે છે : જીવનમાં વિનય આવ્યો તો બધું આવ્યું. વિનય ગયો તો બધું ગયું. વિનય ન દેખવાથી જ સ્થૂલભદ્રજીને ભદ્રબાહુસ્વામીજીએ પાઠ આપવાની ના પાડી દીધેલી. વિનય ગયો એટલે અવિનય આવશે. વિનય જો સર્વ ગુણોનો પ્રવેશદ્વાર છે તો અવિનય સર્વ દોષોનો પ્રવેશ દ્વાર છે. માટે જ આ ગ્રંથમાં પ્રથમ દ્વાર “વિનય' છે. વિનય કોનો કરવાનો ? આચાર્યનો. માટે જ આચાર્યના ગુણોનો બીજો અધિકાર આવ્યો. કયો શિષ્ય આચાર્યનો વિનય કરે ? માટે ત્રીજો અધિકાર પાક છે , કલાપૂર્ણસૂરિએ

Loading...

Page Navigation
1 ... 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580