Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 565
________________ એવંભૂત નય ભલે એમ માને કે દેશના આપતા ભગવાન, ભગવાન કહેવાય, પણ નૈગમનય તો તીર્થંકર નામકર્મના નિકાચન સમયથી જ ભગવાન માને. * શક્રસ્તવમાં ભગવાનના વિશેષણો છે. તે બધા જ ભગવાનની અલગ-અલગ અચિંત્ય શક્તિઓને જણાવે છે. આ વિશેષણો, આપણે કોઇને આપીએ તેવા માત્ર કહેવા પૂરતા નથી, વાસ્તવિક છે. ‘સર્વવૈવમયાય, સર્વધ્યાનમયાય, સર્વતેનોમયાય ।' શું અદ્ભુત વિશેષણો છે ? “ચતુરશીતિક્ષનીવયોનિપ્રાળનાથાય'' આ વિશેષણથી સમગ્ર જીવરાશિમાં ભગવાન દેખાશે. પછી કોઈની હિંસા કે આશાતના કરવાનું મન નહિ થાય. ભગવાન જો આટલા વ્યાપક હોય તો તેમને કેમ ભૂલી શકાય ? ભગવાનના સ્મરણ અને અનુસંધાનથી જ આપણી ક્રિયા અમૃત ક્રિયા બને. એક કાજો લેવાની પણ ક્રિયા કરો ત્યારે યાદ કરો : આ ક્રિયા મારા ભગવાને કહેલી છે. તો કેવો ભાવ આવે ? ભગવાનને દરેક ક્રિયામાં જોડી દો. તો જ એ ક્રિયા કર્મનિર્જરાકારી બનશે. આપણે ભલે ભગવાનને ભૂલી જઈએ. પણ આપણને મા બાપ જ એવા મળ્યા છે કે જે આપણને ભગવાન યાદ કરાવી દે. દા.ત. નવકારશી પા૨વાની છે. શું કરીશું ? મૂઠી વાળીને નવકાર ગણવા પડશે ને ? નવકારમાં ભગવાન છે. તમે ભલે યાદ ન કરો પણ ગોઠવણ જ એવી થઈ છે કે તમને ભગવાન યાદ આવે જ ; જો થોડોક ઉપયોગ એ ક્રિયાઓ તરફ જાય. * નિક્ષેપ એટલે વસ્તુનું સ્વરૂપ-વસ્તુનો પર્યાય. વસ્તુનું સ્વરૂપ અને વસ્તુનો પર્યાય વસ્તુથી જુદો પડે ? હવે સાંભળો. ભગવાનનું નામ ભગવાનથી શી રીતે અલગ કહ્યું, કલાપૂર્ણસૂરિએ ♦ ૫૪૫

Loading...

Page Navigation
1 ... 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580