Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 564
________________ આનંદ-કામદેવ જેવા શ્રાવકોની પ્રશંસા કરી છે. એથી કાંઈ ગૌતમ સ્વામી જેવા નારાજ ન થાય. અમે મોટા બેઠા ને નાનાની પ્રશંસા કેમ ? * આ ચારિત્ર કાંઈ એમને એમ મળ્યું હશે ? તમે ગૃહસ્થપણામાં પ્રભુની ભક્તિ કરી જ હશે ! મેં પોતે આ ચારિત્ર માટે કેટલાય વર્ષો સુધી ભગવાન પાસે પ્રાર્થના કરી છે. ત્યારે જ એ પ્રાર્થના ફળી છે. સંસાર આપણને કાંઇ એમને એમ છોડે ? * આજે સવારે પન્નારૂપામાં જવાનું થયું. ત્યાં વ્યાખ્યાન આપવાનું થયું. મેં ત્યાં કહ્યું : ““રખે માનતાઃ ભગવાન ગેરહાજર છે. ભગવાન ભલે મોક્ષમાં ગયા, પરંતુ અત્યારે પણ તેઓ જગતને પવિત્ર બનાવી જ રહ્યા છે, નામ-સ્થાપના આદિ દ્વારા.” * આગમને આગળ રાખ્યું એટલે ભગવાનને આગળ રાખ્યા. ભગવાન આગળ હોય ત્યાં મોહ ડરી જાય. ભગવાનના ભક્તને મોહ કશું જ ન કરી શકે. * નામ એ ભગવાન જ છે. મૂર્તિ એ ભગવાન જ છે. કોઈ ફરક નથી, ભગવાનમાં ને ભગવાનના નામ-મૂર્તિમાં. જો ફરક હોત તો સમવસરણમાં ત્રણ દિશામાં ભગવાનના રૂપ ન હોત. ત્રણ રૂપને લોકો મૂર્તિ તરીકે નહિ, ભગવાન તરીકે જ જુએ છે. - સાક્ષાત ભગવાન વિદ્યમાન હોય ત્યારે પણ ભગવાનના નામ અને મૂર્તિની આરાધના ચાલુ જ હોય. ભગવાન તો હજુ બદલાય, પણ શાશ્વત પ્રતિમા ક્યાં બદલાય છે ? એ તો સદા કાળ માટે છે જ. ભગવાન આદિનાથથી જ નહિ, અનાદિકાળથી નામ પ્રભુ અને મૂર્તિપ્રભુની ઉપાસના ચાલુ છે. જેણે નામમાં ભગવાન જોયા, તેણે સ્થાપનામાં પણ ભગવાન જોયા. જેણે સ્થાપનામાં ભગવાન જોયા, તે આગમમાં પણ ભગવાન જોવાનો. પ્રમાણ આપું ? "नामजिणा जिणनामा, ठवणजिणा पुण जिणिंद पडिमाओ." આ ગાથા આવડે છે ને ? શો અર્થ થાય ? પ૪૪ જે કહ્યું, ક્લાપૂર્ણસૂરિએ

Loading...

Page Navigation
1 ... 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580