Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
Catalog link: https://jainqq.org/explore/032614/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કહે કલાપૂર્ણસૂરિ-ર (૪૭) કલાપૂર્ણ રિએ) - પં. મુક્તિચન્દ્રવિજય ગણિ – પં. મુનિચન્દ્રવિજય ગણિ Page #2 -------------------------------------------------------------------------- ________________ પશે બે S, SGIपूरिया कहे कलापूर्णमूरि-8 -अनि मुलिविय - ગણિ મુનિચવિષે ક, કલાઈ की मुक्तिचन्द्रविजय पाणि मुनिचन्द्र विजय cथामा कलिकालसर्वज्ञलीहेमचन्द्रसूरिविरचितम् Pict ट्याश्रयमहाकाव्यम् (अन्वयाः नुवाद - प्रपोग - विभूषितम) गा: ! 1-10 आशीर्वाददातार: अध्यात्मयोगिनः पूज्याचार्याः श्रीमविजयकलापूर्णगूरीखरा: पूज्य पं. श्री कलाप्रभविजयजी गणिवराश्य सम्पादकाभुवादको मुनिश्री मुक्तिचन्द्रविजय-पुत्थियादिस्यो जोरदारया मरिरम - પં. મલ્સિયન્દ્રવિજય હા, - , મુનિચક વિજય ગuિ महास-100079 EnteARAN - La अभिधानविस्तापदिनागनालायाः अकारादिक्रमेण ज्ञानगंगा सार्थ-शब्दावली મહોપાધ્યાય શ્રી યશૈવજ્યગણિ પ્રાણીત: * व्याशीर्वादातार * अध्यात्ययोगिनः पूज्यपादाः आचार्याः श्रीविजयकलापूर्णसरीश्वराः माणुरभाषिणः मापाया आचामाः श्रीबिजयकलाप्रभसूरीश्वराश्च | Fortcutangrat यिनित) क्दिनबनवजी गणिश्री मुक्तिचन्द्रविजयः गणिश्री मुनिचन्द्रविजयश्च मनिष SARS NUAniti Page #3 -------------------------------------------------------------------------- ________________ લ સાહિત્ય sorue 9- अविमुन्तिय विषय -मशिनियन पिya पृ. गचित्रा मुक्तिद्रविजयजी पु. मुनिश्री मुनिचंदविजयजी पाय प्रवेश कहिाजराजाचार्ययोमान्द्राविधिता सगजरायो गोलि अभिधानचिन्तामणि-नाममाला पासवान कृपयादा आचार्या श्रीविजयकलापूर्णसूरीश्वराः पाता आचार्य श्रीविजयकलाप्रभसूरीश्वराः कच्छ Salegaयनीविया नियvिa [सम्पादन मुक्तिचन्द्रविजयः गणिश्री मुनिचन्द्रविजयश्च जेन-सट्पः श्री पाणीपर श्वे. म. A CAUSUS जय विजय आशीर्वाद-दार आमोनित ज्या आप श्री शालिभद्र महाकाव्यम भी विजय कलापूर्ण सूरीन्याः पू.मुनिराज श्री मुक्तिचन्द्रविजयजी म.सा. पू.मुनिराज श्री मुनिचन्द्र विजयजी म.सा. Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ કહે કલાપૂર્ણસૂરિ = એ (કહ્યું કલાપૂર્ણસૂરિએ) (અધ્યાત્મયોગી પૂ. આચાર્યશ્રીની સાધનાપૂત વાણી) (પોષ સુદ-૧૪, તા. ૨૦-૦૧-૨૦૦૦, ગુવા થી, અષાઢ વદ-૨, તા. ૧૮-૦૭-૨000, મંગળવાર) વાચના પૂ.આ.શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. - આલંબન પૂજ્યશ્રીના ગુરુ-મંદિરની પ્રતિષ્ઠા, . વિ.સં. ૨૦૬ ૨, મહા વદ ૬, તા. ૧૯-૦૨-૨૦૦૬, રવિવાર, શંખેશ્વર પ્રેરણા પૂ.આ.શ્રી વિજયકલાપ્રભસૂરીશ્વરજી મ.સા. પૂ.પં.શ્રી કલ્પતરુવિજયજી ગણિ અવતરણ-સંપાદન પં. મુક્તિચન્દ્રવિજય ગણિ, પં. મુનિચન્દ્રવિજય ગણિ પ્રકાશન શ્રી કલાપૂર્ણસૂરિ સાધના સ્મારક ટ્રસ્ટ આગમ મંદિરની પાછળ, પોસ્ટ શંખેશ્વર, જિ. પાટણ (ઉ.ગુ), પીન : ૩૮૪ ૨૪૬. શ્રી શાન્તિ જિન આરાધક મંડલ મનફરા, શાન્તિનિકેતન, જી. કચ્છ, તા. ભચાઊ, પીન : ૩૭૦ ૧૪૦. Page #6 -------------------------------------------------------------------------- ________________ જ પુસ્તક : હું કલાપૂર્ણસૂરિશ્વ (પૂ. આચાર્યશ્રીની સાધનાપૂત વાણી) પ્રથમ આવૃત્તિ : ઇ.સ. ૨૦00; વિ.સં. ૨૦૧૬ દ્વિતીય આવૃત્તિ ઃ ઇ.સ. ૨૦૦૬, વિ.સં. ૨૦૬૨ અવતરણ- સંપાદન : પં. મુક્તિચન્દ્રવિજય ગણિ પં. મનિચન્દ્રવિજય ગણિ 0 મૂલ્ય : રૂ. ૧૪૦/0 નકલ : ૧૦00 o સંપર્ક સૂત્ર : ઇ ટી આર. સાવલા POPULAR PLASTIC HOUSE 39, D. N. Road, Sitaram Building, 'B' Block, Near Crowford Market, MUMBAI - 400 001. • Ph. : (022) 23436369, 23436807, 23441141 Mobile : 9821406972 SHANTILAL / CHAMPAK B. DEDHIA 20, Pankaj 'A', Plot No. 171, L.B.S. Marg, Ghatkopar (W), MUMBAI - 400 086. • Ph. : (022) 25101990 CHANDRAKANT J. VORA : Phool Wadi, Bhachau, Kutch (Guj.). Ph. : (02837) 223405 ૪ મુદ્રક : Tejas Printers 403, Vimal Vihar Apartment, 22, Saraswati Society, Nr. Jain Merchant Society, Paldi, AHMEDABAD - 380 007. • Ph. : (079) 26601045 Page #7 -------------------------------------------------------------------------- ________________ છે D) ODDDDD) ( ભા. પુનઃ પ્રકાશન પ્રસંગે... સુવિધાંજન-સ્પર્શથી આખ જ્યાર; અવિદ્યાનું અંધારુ ભારી વિદાર, જુએ તે ક્ષણે યોગીઓ ધ્યાન - તે નિશાત્મા વિષે શ્રીપરાત્મા સહેજ - જ્ઞાનસાર ૧૪૮ ૬ - પદ્યાનુવાદ જ્ઞાનસારમાં આ રીતે આવતા વર્ણન મુજબ જ પૂજયશ્રીનું જીવન હતું, એ સૌ કોઇ સુપેરે જાણે છે. એ મહાયોગી પોતાના હૃદયમાં ભગવાનને જોતા હતા, જ્યારે લોકો તેમનામાં ભગવાનને જોતા હતા. [ આવા સિદ્ધયોગીની વાણી સાંભળવા - વાંચવા લોકો આતુર હોય તે સ્વાભાવિક છે. - પૂજ્યશ્રીની હાજરીમાં જ ‘કહે કલાપૂર્ણસૂરિ' પુસ્તકના ચારેય ભાગો બહાર પડી ગયા હતા, જિજ્ઞાસુ આરાધક લોકો દ્વારા અપ્રતિમ પ્રશંસા પણ પામેલા હતા. છેલ્લા ઘણા સમયથી આરાધકો તરફથી આ પુસ્તકની માંગણી હતી, પણ નકલો ખલાસ થઇ જતાં અમે એ માંગણી સંતોષી શકતા ન હતા. પહેલા ભાગની ત્રણ-ત્રણ આવૃત્તિ બહાર પડવા છતાં લોકોની માંગણી ચાલુ જ હતી. પછીના ત્રણ ભાગો તો બહુ જ દુર્લભ બની ગયા હતા. કારણ કે તેની એક જ આવૃત્તિ બહાર પડેલી હતી. શંખેશ્વર તીર્થ વિ.સં. ૨૦૬ ૨, મહા વદ ૬, તા. ૧૯૦૨-૨૦૦૬ના પૂજયશ્રીના ગુરુ-મંદિરની પ્રતિષ્ઠાના પાવન પ્રસંગને લક્ષમાં લઇને પ્રસ્તુત પુસ્તકના ચારેય ભાગો હિન્દી તથા ગુજરાતીમાં એક સાથે બહાર પાડવામાં આવી રહ્યા છે, તે ખૂબ જ આનંદપ્રદ ઘટના છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથના પુનઃ પ્રકાશન માટે મુખ્ય પ્રેરક પરમ શાસન પ્રભાવક, વર્તમાન સમુદાય-નાયક પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપ્રભસૂરીશ્વરજી મ.સા., વિદ્વધર્ય પૂ. પંન્યાસપ્રવરશ્રી કલ્પતરુવિજયજી ગણિવર તથા પ્રવક્તા પૂ. પંન્યાસપ્રવરશ્રી કીર્તિચંદ્રવિજયજી ગણિવર આદિને અમે વંદન કરીએ છીએ. આ ગ્રંથના ખૂબ જ ચીવટ અને ખંતપૂર્વક અવતરણસંપાદન તથા પુનઃ સંપાદન કરનારા પૂ. પંન્યાસજી શ્રી મુક્તિચંદ્રવિજયજી ગણિવર તથા પૂ. પંન્યાસજીશ્રી મુનિચંદ્ર-વિજયજી ગણિવરનો અમે ખૂબ-ખૂબ આભાર માનીએ છીએ. આ ગ્રંથમાં આર્થિક સહયોગ આપનારા મહાનુભાવોને અમે હાર્દિક ધન્યવાદ આપીએ છીએ. દિવંગત પૂ. મુનિવર્યશ્રી મુક્તાનંદવિજયજીનો પણ આમાં અપૂર્વ સહયોગ રહ્યો છે, જેને યાદ કરતાં અમે ગદ્ગદ્ બની રહ્યા છીએ. | હિન્દી પ્રકાશનમાં આર્થિક સહયોગ આપનાર ફલોદી ચાતુર્માસ સમિતિ તથા ફલોદી નિવાસી (હાલ, ચેન્નઇ) કવરલાલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ચેન્નઇના અન્ય દાતાઓને વિશેષતઃ અભિનંદન આપીએ છીએ. શ્રીયુત ધનજી ગેલા ગાલા પરિવાર (લાકડી) દ્વારા નિર્મિત ગુરુ-મંદિરની પ્રતિષ્ઠાના પાવન પ્રસંગને લક્ષમાં રાખીને પ્રકાશિત થતા આ ગ્રંથ-રત્નોને વાચકોના કર-કમળમાં મૂકતાં અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ. અત્યંત શીઘ્રતાથી ચીવટપૂર્વક ચારેય ભાગોને હિન્દીગુજરાતીમાં છાપી આપનાર તેજસ પ્રિન્ટર્સવાળા તેજસ હસમુખભાઇ શાહ (અમદાવાદ)ને પણ શી રીતે ભૂલી શકાય? - પ્રશકે Page #9 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીની વાણી જિજ્ઞાસુ વર્ગમાં વધુને વધુ પ્રસાર પામે, એવી ભાવનાપૂર્વક પ્રસ્તુત ગ્રંથનું પ્રકાશન કરતાં આનંદ અનુભવીએ છીએ. શ્રી કચ્છ વાગડ સાત ચોવીશી જૈન સમાજ સંચાલિત વેલજી દામજી ભણશાલી યાત્રિક ભુવન, પાલીતાણા. Page #10 -------------------------------------------------------------------------- ________________ સહયોગીઓને ધન્યવાદ ૧ ૨૫ હેમાંજલિ ટ્રસ્ટ સુરેન્દ્રનગર ..... (૧૨૫ શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી આરાધના ભવન શ્રી વાગડ વી.ઓ.શ્વે.મૂ.પૂ. જૈન સંઘ, ગોરેગામ, મુંબઇ.... ૧રપ ભરૂડિયા જૈન સંઘ ભરૂડિયા, કચ્છ-વાગડ. નવજીવન જૈન શ્વે.મૂ.પૂ. સંઘ મુંબઇ-૮ .... .૧ ૨૫. શ્રી વાગડ વી.ઓ.શ્વે.મૂ.પૂ. જૈન સંઘ અંધેરી (વેસ્ટ), મુંબઇ .. Page #11 -------------------------------------------------------------------------- ________________ / મનફરામંડન શ્રી વાસુપૂજ્યસ્વામિને નમઃ || // શ્રી પદ્મ-જીત-હીર-કનક-દેવેન્દ્ર-કંચન-કલાપૂર્ણ કલાપ્રભસૂરિગુરુભ્યો નમઃ | ક પ્રકાશકીય વાગડ સમુદાયની ઉજ્જવલ પરંપરાના વાહકો જ્યોતિર્વિદ્ પૂજ્ય દાદાશ્રી પદ્મવિજયજી, સંયમમર્તિપૂજ્ય દાદાશ્રી જીતવિજયજી, વાત્સલ્યમૂર્તિ પૂજ્ય આચાર્ય શ્રી વિજયકકસૂરિજી, પરમ ક્રિયારુચિ, ઓસવાલ સમાજના ઉદ્ધારક પૂજ્ય આચાર્ય શ્રી વિજય દેવેન્દ્રસૂરિજી આદિ મહાત્માઓના અમારા પર ખૂબ જ ઉપકાર છે. એ ઉજ્જવલ પરંપરાના વાહક પુણ્ય-પુરુષ પૂજ્ય આચાર્ય શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ને જૈન જગતમાં કોણ નહિ જાણતું હોય ? સમગ્ર ભારત વર્ષના જૈનોમાં અભૂતપૂર્વ લોકચાહના પ્રાપ્ત કરનાર પૂજ્ય આચાર્ય શ્રી આજે વાગડ સમુદાયના નાયક તરીકે છે, તેનું અમને ગૌરવ છે. પૂજ્યશ્રીના દર્શનાર્થે સેંકડો લોકો સતત આવતા રહે છે. જેઓ વંદન, વાસક્ષેપ, વાર્તાલાપ, વ્યાખ્યાન-શ્રવણ આદિની ઈચ્છા ધરાવતા હોય છે, પણ એ ઈચ્છા બધાની પૂર્ણ થતી નથી. વ્યાખ્યાન સાંભળવા મળે તો પણ દૂર બેસવાના કારણે તથા પૂજ્યશ્રીનો અવાજ ધીમો હોવાના કારણે બરાબર સાંભળી શકાતું નથી. પૂજ્યશ્રીની વાણીનો લાભ સૌ પામી શકે, એ હેતુથી પ્રસ્તુત પુસ્તક અમારા તરફથી પ્રગટ કરવામાં આવી રહ્યું છે. આનાથી પહેલા “કહે કલાપૂર્ણસૂરિ' (જેમાં વાંકી તીર્થે અપાયેલી વાચનાનો સંગ્રહ હતો. વિ.સં. ૨૦૫૫) નામનું પુસ્તક અને પ્રકાશિત કરી ચૂકયા છીએ. એ પુસ્તકની એટલી માંગણી આવી કે થોડાક જ સમયમાં બધી નકલો ખલાસ થઈ ગઈ. હજુ પણ રોજ માંગણી આવ્યા જ કરે છે. આથી ખ્યાલ આવે છે કે પૂજ્યશ્રીના વિચારો જાણવા લોકો કેટલા આતુર છે? વાંકી તીર્થે ચાતુર્માસ પછી પૂજ્યશ્રી ભરચક કાર્યક્રમમાં વ્યસ્ત રહ્યા. જો કે, પૂજ્યશ્રીની નિશ્રામાં સદા આવા જ ભરચક કાર્યક્રમો રહ્યા કરે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ વાંકીચાતુર્માસ પછી પાલીતાણાસુધીના કાર્યક્રમોની આછેરી ઝલક વિ.સં. ૨૦૧૬ કા.વ. ૧૨-૧૩ ભુજ ખાતે અંજનશલાકા પ્રતિષ્ઠા તથા પારસકુમાર, નીતાબેનની દીક્ષા. કા.વ. ૩૦ માધાપર, પૂ.સા. શ્રી અનંતકિરણાશ્રીજીના વર્ધમાનતપની ૧૦૦ ઓળીનું પારણું. જ મા.સુ. ૩ વાંકી તીર્થે, શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા. જ મા.સુ. ૫ વાંકી તીર્થે, શ્રીમતી પન્નાબેન દિનેશભાઈ રવજી મહેતા આયોજિત ઉપધાન તપની માળ. ૦ મા.વ. ૩ મદ્રા, ઉપાશ્રય - ઉદ્ઘાટન. મા.વ. ૧૧ માંડવી, સા. શ્રી અમીવર્ષાશ્રીજીના વર્ધમાનતપની ૧૦૮ ઓળીનું પારણું. - પો.વ. ૬ નયા અંજાર, પ્રતિષ્ઠા તથા રૂપેશકુમાર, રીટા, રંજન, મમતા, શર્મિષ્ઠા, મંજુલા, તારા, સરલા, હંસા, દર્શના, સુનીતા, દમયંતી આદિ ૧૨ની દીક્ષા (૧ પુરુષ +૧૧ બહેનો) જ પો.વ. ૮ ધમડકા-પ્રતિષ્ઠા. જ મહા સુ. ૬ વાંકી તીર્થે, આચાર્ય-પંચાસ-ગણિ-પદ-પ્રદાન પ્રસંગ. » મહા સુ. ૧૩. ગાંધીધામ, પ્રતિષ્ઠા મહોત્સવ. મહા વ. ર થી | મનફરા, માતૃશ્રી વેજીબેન ગાંગજી લધા દેઢીઆ પરિવાર દ્વારા નિર્મિત મહા વ.૫ ગુરુ-મંદિરમાં પૂ. દાદાશ્રી જીતવિજયજી, પૂ. કનકસૂરિજી તથા પૂ. દેવેન્દ્રસૂરિજી-આ ત્રણ ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા તથા પૂ.સા. શ્રી પ્રભંજનાશ્રીજી, પૂ.સા.શ્રી સૌમ્યજ્યોતિશ્રીજી, પૂ.સા. શ્રી સૌમ્યકીતિશ્રીજીના વર્ધમાનતપની ૧૦૦ ઓળીના પારણા. મહા વ. ૬ થી ી માતૃશ્રી નાંગલબેન મણસી લખધીર કારિયા-પરિવાર આયોજિત મહા વ.પ્ર. ૧૨U મનફરા-કટારિયા છ'રી પાલક સંઘ. મહા.વ. ક્રિ. ૧૨) માતૃશ્રી પાલઈબેન ગેલાભાઈ ગાલા પરિવાર આયોજિત લાકડીયાથી થી ચે.સુ.૫ / પાલીતાણા છ'રી પાલક સંઘ. વાંકી પછી લાકડીયા સુધી કાર્યક્રમોની વ્યસ્તતાના કારણે પૂજ્યશ્રીની વાચનાઓ ખાસ ગોઠવાઈ નથી. અમારા મનફરા ગામમાં પૂજ્યશ્રી પધાર્યા, પણ કાર્યક્રમો એટલા ભરચક હતા કે એક પણ વાચના રહી શકી નથી. પ્રસ્તુત પુસ્તકમાં ચાંદાવિય પયા પર પૂજ્યશ્રીએ આપેલી વાચના સંપૂર્ણપણે (ફા.સુ. ૫ થી અષા. વ.૨) પ્રકાશિત થયેલી છે. જેનું અવતરણ-સંપાદન અમારા ગામના રત્નો પૂજ્ય ગણિશ્રી મુનિચન્દ્રવિજયજી તથા પૂજ્ય ગણિશ્રી ગુલિચન્દ્રવિજયજી દ્વારા થયેલું છે તેનો અમને આનંદ છે. પ્રેસ કોપી કરી આપનાર પૂ. સા. શ્રી કલ્પનાદિતાશ્રીજીનું અમે કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરીએ છીએ. આર્થિક સહાયતા આપનાર તથા ઝડપી મુદ્રણ કરી આપનાર હસમુખભાઈ સી. શાહ પણ ધન્યવાદને પાત્ર છે. - પૂજ્યશ્રીની દુર્લભવાણી સૌ જિજ્ઞાસુઓ અંતઃકરણના ઉમળકાથી વધાવી લેશે એવી અપેક્ષા છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ @હી લીથી પદવીuસંanળી મહાસુદ-૬,તા/૧૧/૨/૨૦૦૦ શુક્વાર Page #14 -------------------------------------------------------------------------- ________________ शुरन्टनागरीध-प्रविशतवाहिमजिति उपाश्रया ध्यानाधारी .4.5, ता/25/3/२०००, रविवार Page #15 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા-ચાતુર્માસ, પ્રવેશની ઝલક જેઠ સુદ-૧૦, ૧૧/ ૬ / 000 વિવાર Page #16 -------------------------------------------------------------------------- ________________ | સરલ સ્વભાવી પૂ. મુનિશ્રી મુકતાનંદવિજયજી મ.સા. જન્મ : વિ.સં. ૧૯૮૯, ફા.વ. ૫, તા. ૧૬-૦૩૧૯૩૩, મનફરા-કચ્છ દીક્ષા : વિ.સં. ૨૦૫૦, વૈ.સ. ૫, તા. ૧૬-૦૫-૧૯૯૪, મદ્રાસ વડી દીક્ષા: વિ.સં. ૨૦૫૦, વૈ.વ.૬, મદ્રાસ કાળ ધર્મ : વિ.સં. ૨૦૬૧, વૈ.સુ.૮, તા. ૧૬-૦૫-૨૦૦૫, મુંબઈ | ઓ ગુરુદેવ! આપ તો અમારા હૃદયના હાર હતા, સર્વસ્વ હતા. ૬૧ વર્ષની ઉંમરે દીક્ષિત બનવા છતાં સરળતા, સમતા, સ્વાશ્રયિતા, સમર્પણશીલતા, આદિ ગુણોથી પોતાના ગુરુ – દાદાગુરુ – ગુરુભાઈ (પૂ. કલાપૂર્ણસૂરિજી – પૂ. કલાપ્રભસૂરિજી, પૂ. પં. મુક્તિચન્દ્રવિજયજી, પૂ.પં. મુનિચન્દ્રવિજયજી) આદિના હૃદયમાં એવા વસ્યા કે વિનયમાં દાખલારૂપ બન્યા. પૂજય આચાર્યશ્રી અનેક વખત વિનય વગેરેમાં આપનું ઉદાહરણ આપતા. (જુઓ, કહે કલાપૂર્ણસૂરિ ૨, ફા.સુ. ૯, ચંદુરનું પ્રવચન) છેલ્લા બે વર્ષ કેન્સરની પીડા હસતે મુખે સહન કરીને આપે સમાધિનો ઉત્કૃષ્ટ આદર્શ આપ્યો છે. સદા આપ સ્વંગથી અમારા પર આશીર્વાદ વરસાવતા રહેશો. આપના ચરણે અગણિત વંદના. ભાનુબેન (સંસારી પત્ની) મહેન્દ્ર, ટીકુ (સંસારી પુત્ર) અમૃતિબેન, નયના (સંસારી પુત્રવધુ) પૂજા, તીર્થ, વિરતિ(પૌત્ર-પૌત્રી) આદિ સાવલા પરિવાર, (મનફરા-કચ્છ) લિ. Page #17 -------------------------------------------------------------------------- ________________ પાદકરી :૦૦ જેના હૃદય-ઘટમાં અધ્યાત્મનો સૂર્ય ઉગી ગયો હોય તેવા યોગીની જીવન ક્રિયા કેવી હોય? વાણી કેવી હોય? વિચારધારા કેવી હોય? એમના અસ્તિત્વનો પ્રભાવ કેવો હોય (? એ જાણવા માટે અધ્યાત્મયોગીશ્રીનું જીવન આદર્શરૂપ છે. Aી પૂજ્યશ્રીની અત્યંત અમૂચ્છિત દશામાં અત્યંત ધીરજ અને અનુદ્વિગ્નપણે થતી પ્રત્યેક ક્રિયાઓ, અંદર કંઈક ઘટયું છે તેની સૂચના આપે છે. ચહેરા પર વર્તાતી સદાની પ્રસન્નતા અંદર છલકાતા આત્મિક આનંદની ઝલક છે. પૂજ્યશ્રીના મુખેથી નીકળતી સહજ વાણી, (જેમાં કોઈ આવેશ નથી, ઉતાવળ નથી, બૂમ-બરાડા નથી કે હાથ આદિના અભિનયો નથી. भुजास्कालनहस्तास्य - विकाराभिनयाः परे। મધ્યાત્મસારવિજ્ઞાસ્તુ વન્યવિવૃક્ષણા: // - અધ્યાત્મસાર) એમની આધ્યાત્મિકતાનો ઈશારો છે. અમે ર૯ વર્ષથી પૂજ્યશ્રીની નિકટમાં છીએ. અમને કદી એ જોવા મળ્યું નથી કે (એમણે કોઈને આંજી નાખવા માટે, કોઈને પ્રભાવિત કરવા માટે, કે પોતાની વિદ્વત્તા બતાવવા માટે એક વાક્યનો પણ પ્રયોગ કર્યો હોય. પૂજ્યશ્રી સહજ ભાવે બોલતા હોય નેિ સભાજનો સ્વયં પ્રભાવિત બની જતા હોય, એ જુદી વાત છે. પણ પૂજ્યશ્રી તરફથી છે એ માટેનો કોઈ જ પ્રયત્ન નથી. મૌલિક ચિંતન કે મૌલિક વિચારો જાણવાની અભિલાષાવાળા આ પુસ્તક વાંચતાં નિરાશ થશે. કારણ કે પૂજ્યશ્રી વારંવાર ભાર આપીને કહેતા રહે છે : અહીં મારું કશું નથી. હું તો માત્ર માધ્યમ છું. બોલાવનાર ભગવાન છે. હું અહીં કશું કહેતો નથી, હું તો માત્ર ભગવાનનું કહેલું તમારી પાસે પહોંચાડું છું. જો કે પૂજ્યશ્રીના પ્રત્યેક વચનો સાધના-પૂત હોય છે, પણ પૂજ્યશ્રી પોતાની અનુભૂતિને - Page #18 -------------------------------------------------------------------------- ________________ જ શાસ્ત્રની પંક્તિઓ સાથે સંવાદી હોય તો જ લોકો સમક્ષ મૂકે છે. માટે જ અહીં ડગલે ને પગલે તમને શાસ્ત્રના આધારો અપાયેલા જોવા મળશે. શાસ્ત્ર-વિરુદ્ધ એક પણ અક્ષર ન બોલાઈ જાય તેની તકેદારી જોવા મળશે. વસ્તુતઃ આવી તકેદારીની પણ જરૂર નથી રહેતી. કારણ કે આવા મહાપુરુષોની મતિ શાસ્ત્રથી એટલી પરિકર્મિત બનેલી હોય છે કે સ્વાભાવિક રીતે જ શાસ્ત્ર-વિરુદ્ધ વચન નીકળતું નથી. આથી મૌલિક ચિંતનની અપેક્ષાવાળા નારાજ થાય તે સ્વાભાવિક છે. કહેવાતું “મૌલિક ચિંતન” પણ ખરેખર “મૌલિક” હોય છે? ક્યાંક વાંચેલા, ક્યાં સાંભળેલા વિચારોને થોડા નવા સંદર્ભમાં કહેવા એટલા માત્રથી “મૌલિકતા” આવી ગઈ ? એક સ્થાને પંખીની પાંખ જોઈ, બીજા સ્થાને ઘડો જોયો. હવે તમે પાંખવાળા ઘડાની વાત કરી કહેવા લાગ્યાઃ આ મારું મૌલિક ચિંતન છે !! ખરેખર આ જગતમાં કાંઈ મૌલિક છે ખરું? પૂજ્યશ્રીના શબ્દોમાં કહીએ તો “અહીં મૌલિક કશું નથી. મૌલિક વિચાર હું આપું છું, એ વિચાર પણ અભિમાનજન્ય છે. બીજ બુદ્ધિના નિધાન ગણધર ભગવંતો પણ ‘ત્તિબેમિ’ કહીને “ભગવાને કહેલું હું તમને કહું છું, અહીં મારું કશું નથી” એમ કહેતા હોય ત્યાં આપણા જેવાનો મૌલિકતાનો દાવો * કેટલો ક્ષુલ્લક ગણાય? જગતમાં અક્ષરો તો છે જ. અક્ષરો મળીને શબ્દો, શબ્દો મળીને વાક્ય, વાક્યો 'ર મળીને ફકરો, ફકરાઓ મળીને પ્રકરણો, પ્રકરણો મળીને ગ્રંથ તૈયાર થયો. આમાં મારું Cશું ? એમ વિચારનાર રચયિતાને અભિમાન શી રીતે આવે ?” - આ પુસ્તક એટલે અમારી નોટ ! પૂજ્યશ્રી બોલતા ગયા તે વખતે જ જે લખાયું તે જ માત્ર થોડાક જ ફેરફાર સાથે અહીં આપવામાં આવ્યું છે. લખતી વખતે થોડોક ભાષાકીય ટચ આપ્યો છે. એટલે અહીં કદાચ ભાષા સંપૂર્ણપણે પૂજ્યશ્રીની ન પણ હોય, પરંતુ ભાવ તો પૂજ્યશ્રીનો જ છે. આવું જ એક પુસ્તક (નામ : કહે, કલાપૂર્ણસૂરિ) મહા સુદ-૬, વિ.સં. ૨૦૧૬માં બહાર પડયું, જેમાં વાંકી તીર્થે અપાયેલી પૂજ્યશ્રીની વાચનાઓનો સાર હતો. એ પુસ્તકની એટલી બધી માંગણી આવી કે ન પૂછો વાત ! આજે પણ એ માંગણી નિરંતર ચાલુ જ છે. આથી જ અમને ખ્યાલ આવ્યો કે પૂજ્યશ્રીના વૈચારિક વિશ્વનો પરિચય પામવા લોકો કેટલા આતુર છે ! વાણીથી જ માણસના વિચારો જણાય છે. પૂજ્યશ્રીના દર્શનાર્થે નિરંતર ધસી આવતી લોકોની અપાર ભીડ અમને ઠેર-ઠેર જોવા મળી છે. કોઈ આયોજન કે કોઈ પ્રચાર ન હોવા છતાં લોકોનો સતત ધસારો, બીજાને તો ઠીક, સદા સાથે રહેનાર અમને પણ આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ઘણી વાર મનમાં થાયઃ સાક્ષાત્ તીર્થકર ભલે જોવા નથી મળ્યા, પણ એમના પુણ્યની કંઈક ઝલક અમને અહીં જોવા મળી, એ પણ અમારું ભાગ્ય છે. ભગવાનનું નિરંતર ધ્યાન ધરનારનું પણ આટલું પુણ્ય હોય તો સાક્ષાત્ ભગવાનનું પુણ્ય કેવું હશે ? અરિહંત પ્રભુ પુણ્યના ભંડાર કહેવાયા છે. એમનું ધ્યાન ધરનાર પણ પુણ્યવાન બને જ, એનું ઉત્તમ ઉદાહરણ પૂજ્યશ્રી છે. પૂજ્યશ્રીનું જીવન, પૂજ્યશ્રીની કમનીય કાયા, નિત્ય નિરંતર પ્રસન્નતાથી છલકાતો ચહેરો – આદિ જોઈને આપણને સિદ્ધયોગીના લક્ષણો યાદ આવે. શાર્ગદરપાતિનામના અજૈન ગ્રંથમાં યોગીના પ્રાથમિક ચિહ્નો આ પ્રમાણે કહ્યા છેઃ अलौल्यमारोग्यमनिष्ठुरत्वं, गन्धः शुभो मूत्रपुरीषमल्पम् । कान्तिः प्रसादः स्वरसौम्यता च, योगप्रवृत्तेः प्रथमं हि चिह्नम् ॥ (સ્કંદપુરાણ, શ્વેતાશ્વતર ઉપનિષદ્ આદિમાં પણ આવો જ શ્લોક છે. આપણા યોગ ગ્રંથોમાં પણ શ્રી હરિભદ્રસૂરિજી દ્વારા આ શ્લોકનું ઉદ્ધરણ થયેલું છે.) અલોલુપતા, આરોગ્ય, કોમળતા, શરીરમાં સુગંધ, મૂત્રાદિની અલ્પતા, શરીર પર ચમકતી આભા, ચહેરા પર પ્રસન્નતા, અવાજમાં સૌમ્યતા - આ બધા યોગીના પ્રાથમિક લક્ષણો છે. આ આઠે-આઠ લક્ષણો પૂજ્યશ્રીમાં આપણને દેખાશે. યોગની સિદ્ધિ થઈ છે કે નહિ? તેની નિશાની કઈ? પોતાને અને બીજાને યોગસિદ્ધિની શી રીતે ખબર પડે ? આપણા આવા પ્રશ્નોના જવાબમાં સ્કંદપુરાણ કહે છે : अनुरागं जनो याति, परोक्षे गुणकीर्तनम् । न बिभ्यति च सत्त्वानि, सिद्धे लक्षणमुच्यते ।। જેને જોઈને લોકો અનુરાગી બની જાય, ગેરહાજરીમાં પણ જેમના ગુણો ગવાયા કરે, જેમનાથી પ્રાણીઓ ડરે નહિ. આ યોગની સિદ્ધિના લક્ષણો છે. યોગશાસ્ત્રના બારમા પ્રકાશમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી કહે છે : अङ्गमृदुत्व - निदानं स्वेदन - मर्दन - विवर्जनेनाऽपि । स्निग्धीकरणमतैलं प्रकाशमानं हि तत्त्वमिदम् ।। अमनस्कतया संजायमानया नाशिते मनःशल्ये । शिथिलीभवति शरीरं छत्रमिव स्तब्धतां त्यक्त्वा ।। યોગશાસ્ત્ર, ૧૨ - ૩૭/૩૮ Page #20 -------------------------------------------------------------------------- ________________ “માલીશ વિના પણ શરીરની કોમળતા, તેલ વિના પણ ચામડીની સ્નિગ્ધતા..... આ અંદર પ્રકાશતા તત્ત્વનું બાહ્ય ચિહ્ન છે. મનનું શલ્ય ટળી જાય, મન સંપૂર્ણ વિલીન બની જાય ત્યારે શરીર અક્કડતા છોડીને, છત્ર જેવું શિથિલ બની જાય છે.” પૂજ્યશ્રીને પ્રત્યક્ષ જોનાર તથા ચરણ- સ્પર્શ કરનારને ખ્યાલ હશે કે ઉપર લખ્યા પ્રમાણે જ પૂજ્યશ્રીની ચમકતી ત્વચા છે, કોમળ કાયા છે, અક્કડાઈ વગરનું અંગ છે. આવા સિદ્ધયોગીના વચનામૃતો સાંભળવા જીવનનો પરમ આનંદ છે. આ આનંદ અન્ય પણ પામો, એવા આશયથી પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરાયું છે. પ્રસ્તુત પુસ્તકમાં મુખ્યતાએ વાંકી ચાતુર્માસ પછી જ્યાં જ્યાં વાચના થઈ અને અમે જ્યાં જ્યાં હાજર રહીને અવતરણ કર્યું તેનું પ્રકાશન કરવામાં આવ્યું છે. વિ.સં. ૨૦૫૬ ફાગણ સુદ-૫ થી ચંદાવિઝા પગના પર શરૂ થયેલી વાચના અષાઢ વદ-૨, વિ.સં. ૨૦૫૬ પાલીતાણામાં પૂર્ણ થયેલી છે. માટે ત્યાં સુધીની વાચના આ પુસ્તકમાં આપેલી છે. પૂજ્યશ્રીના આશય વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો તે બદલ હાર્દિક મિચ્છામિ દુક્કડં યાચીએ છીએ. -ગણિ મુક્તિચન્દ્રવિજય -ગણિ મુનિચન્દ્રવિજય ખીમઈબેન જૈન ધર્મશાળા તળેટી રોડ, પાલીતાણા-૩૬૪ ૨૭૦. જિ. ભાવનગર (ગુજરાત) અષાઢ વદ-૩, બુધવાર, તા. ૧૮-૭-૨OOO Page #21 -------------------------------------------------------------------------- ________________ હ છે. અંજાર. પોષ સુદ-૧૪ ૨૮-૧-૨૦00, ગુરુવાર प्रबोधाय विवेकाय, हिताय प्रशमाय च । सम्यक् तत्त्वोपदेशाय, सतां सूक्तिः प्रवर्तते ॥ * પ્રભુ વીરની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. શું કારણ ? કોઇપણ કાર્ય બધા કારણોની હાજરીથી જ સિદ્ધ થાય. કોઈપણ કાર્ય સિદ્ધ ન થાય ત્યારે નિરાશ ન થતાં વિચારવું : જરૂર કોઈ કારણની ખામી છે. કાળ વિષમ છે.” એમ કહીને છટકી જશો નહિ. કાળને વિષમ બનાવનાર આપણે જ છીએ. આપણો જ વક્ર અને જડ સ્વભાવ છે. | હેમચન્દ્રસૂરિ જેવા તો આ કલિકાલને પણ ધન્યવાદ આપે છે: અલ્પકાળમાં પણ કલિકાલ સાધના સફળ બનાવી દે છે. સયુગમાં તો ક્રોડો વર્ષ સાધનામાં લાગી જતા. આખરે દૃષ્ટિકોણની વાત છે. તમે શુભ દૃષ્ટિકોણ રાખીને ગમે તેવા નઠારા પદાર્થમાંથી પણ શુભ શોધી શકો. જેમ કૃષ્ણ મરેલી કૂતરીમાંથી ધોળા દાંત શોધી કાઢેલા. કલિકાલ પણ મરેલી કાળી કૂતરી છે. એમાંથી ઉઠ્ઠલ દંત-પંક્તિ જેવું કશુંક શોધી કાઢવું જોઇએ. પ્રભુની નિષ્ફળ દેશનાનું પણ સફળ રહસ્ય સર્વ વિરતિ વિના (નોંધઃ “કહ્યું, કલાપૂર્ણસૂરિએ” એટલે જ “કહે કલાપૂર્ણસૂરિ - ૨ કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૧ Page #22 -------------------------------------------------------------------------- ________________ તીર્થની સ્થાપના ન થઈ શકે તે છે. * દીક્ષા લીધી ત્યારે તો વૈરાગ્ય હતો. અત્યારે છે કે એ ઊભરો શમી ગયો ? સાચો વૈરાગ્ય દિન-પ્રતિદિન વધતો જ રહે. દુકાન ખોલો તે દિવસે કમાણી થાય અને પછી ન થાય તે ચાલે ? * મૂર્તિદર્શન, જૈનદર્શન, સમ્યગ્દર્શન, આત્મદર્શન, પ્રભુદર્શન - આ બધા જ દર્શનના પ્રકારો છે. ખરેખર તો આ બધા જ દર્શનો થાય છે ત્યારે એકી સાથે જ થાય છે, * સંતોની વાણી પાંચ હેતુઓથી નીકળતી હોય છે : પ્રબોધ, વિવેક, હિત, પ્રશમ અને સમ્યફ તત્ત્વનો ઉપદેશ. * સન્માર્ગે લઈ જાય તે સન્મતિ, ઉન્માર્ગે લઈ જાય તે દુર્મતિ. * તમારામાં તીવ્ર જિજ્ઞાસા હોય તો યોગ્ય માર્ગ-દર્શક ગુરુ મળે જ. કદાચ કોઈ ગુરુ ન મળે તો પુસ્તક મળે. પુસ્તક ખોલતાં જ તમને જોઈતું હોય તે જ પાનું મળે. * સજ્જનોની વાણી પ્રબોધ માટે હોય છે. પ્રબોધ એને કહેવાય, જે વિવેક જગાડે, સ્વ-પરનો ભેદ જણાવે, દેહ-આત્માની ભિન્નતા જણાવે. આપણે બીજું બધું જાણીએ છીએ; એક માત્ર આત્માને છોડીને. નવ તત્ત્વમાં સૌ પ્રથમ જીવતત્ત્વ મૂક્યું. એ જીવ-તત્ત્વથી જ આપણે દૂર રહીએ તેમ કેમ ચાલે ? * “મૂદે બ્દિ પવે પ્રભુહું મૂઢ છું, પાપી છું. આવું કોણ બોલે છે ? સમર્થ જ્ઞાનીઓ. ને આપણે આપણી જાતને સર્વજ્ઞ માનીએ છીએ ! નવપૂર્વી આર્યરક્ષિત જેવાને પણ જ્ઞાન-દાતા ગુરુએ કહેલું : હજુ તું બિંદુ જેટલું માંડ ભણ્યો છે. સાગર જેટલું બાકી છે. સ્વ-પર બોધ પામવા તત્ત્વજ્ઞાનના ગ્રંથોનો ગહન અભ્યાસ જોઈએ. - કર્મ અને જીવ દૂધ-પાણીની જેમ મળેલા છે. વિવેકી મુનિ - હંસ જ તેને અલગ કરી શકે, એમ ૧૫ મા અષ્ટકમાં ઉપા. યશો ૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #23 -------------------------------------------------------------------------- ________________ વિ. કહે છે. આ ભિન્નતાનું જ્ઞાન કરાવવાની દિશામાં સહાયક ન બને તે સાચું જ્ઞાન ન કહેવાય. સમ્ય પ્રબોધ ન કહેવાય. હિનદિમ લિયા', હિતાહિતfમજ્ઞ: યાં ? હું હિત - અહિતની જાણ બનું, એવી પંચસૂત્રકારની માંગણીમાં વિવેકની જ માંગણી છે. * માપતુષ મુનિને આવડતું'તું તેનાથી તમને વધુ આવડતું હશે. છતાં માપતુષ મુનિ કેમ પામી ગયા ? નહિ ચાલતી મોટર ચાલતી મોટરની સાથે બંધાઈ જાય તો ચાલે કે નહિ ? માષતુષ મુનિની મોટર ગુરુની મોટર સાથે બંધાયેલી હતી. * પોતાનું હિત કરે તે બીજાનું હિત કરે જ. બીજાનું હિત કરે તે પણ પોતાનું હિત કરે જ. સ્વ અને પરનું હિત અલગ નથી. બન્ને એકબીજાથી સંકળાયેલા છે. જે દિવસે પરોપકારનું કામ કરવાનું ન મળે તે દિવસે મજા ન આવે ને ? * હું તો ભૂંગળાના સ્થાને છું. ભૂંગળું બોલતું નથી, કોઈનું બોલેલું માત્ર તમારી સમક્ષ પહોંચાડે છે. હું ભગવાનનું કહેલું માત્ર તમારી પાસે પહોંચાડું છું. અહીં મારું કશું જ નથી. * પોતાના હિતમાં પ્રવૃત્તિ કરે તે આખા જગતના હિતમાં પ્રવૃત્તિ કરે જ. પોતાનું હિત અન્ય હિતથી જુદું નથી જ. કેવળજ્ઞાનીઓએ બતાવેલા અનુષ્ઠાનમાં સ્વ-પર હિત ન હોય એવું બને જ નહિ. * આજે પરિષહો કે ઉપસર્ગો સહવાનું રહ્યું નથી. કામદેવ, આનંદ શ્રાવકની જેમ આપણી પરીક્ષા લેવા કોઈ ઉપસર્ગ કરે તેવું બનતું નથી. કદાચ કોઈ પરીક્ષા કરે તો આપણે ફેલ જ જઈએ. કદાચ એટલે જ કોઇ દેવ નથી આવતો. પણ એ સિવાયનું શકય એટલું કરીએ છીએ ખરા ? * વિવેક દીપક છે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૩ Page #24 -------------------------------------------------------------------------- ________________ અજવાળામાં આપણો પગ ખાડામાં ન જ પડે. વિવેકનું જાગરણ થયેલું હોય તે ઉન્માર્ગે ન જ જઈ શકે. * આપણા નિમિત્તે બીજાને અપ્રીતિ ન થાય એવું વર્તન તે ઔચિત્ય. ભગવાને પેલા કુલપતિની ઝુંપડીનો તરત જ ત્યાગ કરેલો, તે અપ્રીતિ કોઈને ન થાય માટે જ. “હેલા વોટ વિ #ોડું ન દે નૂઠ | ऐसा बैठ कि कोई न कहे ऊठ ॥ પૂ. પં. ભદ્રંકરવિજયજી મ. કહેતા : રસ્તામાં નિર્જીવ ચંડિલ ભૂમિએ બેસવા કરતાં લીલોતરીવાળી જગાએ બેસવું સારું ! આપણા નિમિત્તે કોઈને અપ્રીતિ થાય, શાસનની અપભ્રાજના થાય, એના જેવું બીજું કોઈ પાપ નથી. * “ભગવદ્ ! આપ પાસે રહો છો ત્યાં સુધી દુર્બુદ્ધિ મારી પાસે ફરકતી નથી, પણ જ્યાં હું આપનાથી દૂર થાઊં છું, ત્યાં જ દુબુદ્ધિનું આક્રમણ શરૂ થાય છે ! આપ મને એક પરિચારિકા ન આપી શકો, જે મારી સદા સંભાળ લે ?' ગુરુએ તેને કહ્યું : ૨૪ કલાક તો હું તમારી પાસે ન રહી શકું, પણ સુબુદ્ધિ નામની પરિચારિકા તારી સેવામાં ગોઠવું છું, પણ તારે તેનું સદૈવ માનવું પડશે.” ગુરુએ પરિચારિકા મોકલી તેનું નામ સુબુદ્ધિ ! કાશ ! આ સુબુદ્ધિ આપણને મળી જાય. * મકાન બનાવતાં પહેલા પ્લાન બનાવવું પડે, પછી જ મકાન વ્યવસ્થિત બની શકે. આપણા મુનિ-જીવનનું પ્લાન શું ? પૂર્ણતા મેળવવી તે. પૂર્ણતા એ જ તમારું લક્ષ્ય છે ને ? એ જ તમારો પ્લાન છે ને ? તમે એ ભૂલી ન જાવ માટે જ જ્ઞાનસારના પ્રથમ અષ્ટકમાં પૂર્ણતા પર લખ્યું છે. બાકીના ૩૧ અષ્ટકો એ પૂર્ણતા શી રીતે ૪ જ કહ્યું, ક્લાપૂર્ણસૂરિએ Page #25 -------------------------------------------------------------------------- ________________ મળે ? તેના માર્ગ-દર્શકો છે. * તમારું મન ક્યારેય ચાર ભાવનામાંથી ન ખસે તેટલું કરી લો તો કામ થઈ ગયું સમજો. તમારો કોઈપણ વિચાર મૈત્રી, પ્રમોદ આદિ ભાવના-મૂલક જ હોવો જોઈએ. એનાથી બહારનો નહિ. પરિષદો-ઉપસર્ગો ન સહી શકો કદાચ, પણ આટલું ય ન કરી શકો ? પ્રભુ-જન્મ વખતે આનંદ શા માટે ? * પ્રભુ વીરના જન્મ વખતે આનંદનું કારણ બતાવતાં સૌએ કહ્યું.. જુવાલુકા નદી : મારા કિનારે કેવળજ્ઞાન થશે. કમળો : મારા પર પ્રભુના પગલા પડશે. મેરુ પર્વત ઃ મને પ્રભુના ચરણનો સ્પર્શ થશે. વૃક્ષો : અમને નમસ્કાર કરવા મળશે. વાયુ : અમે અનુકૂળ બનીશું. પંખી : અમે પ્રદક્ષિણા આપીશું. સૂર્ય-ચંદ્ર : અમે મૂળ વિમાને પ્રભુના દર્શન કરવા આવીશું. સૌધર્મેન્દ્ર ઃ હું પાંચ રૂપ કરી તથા બળદ બની પ્રભુનો અભિષેક કરીશ. અમરેન્દ્ર ઃ હું મચ્છ૨ બનીને પ્રભુ-ચરણનું શરણું | સ્વીકારીશ. પૃથ્વી : અમારામાં વર્ષોથી દટાયેલા નિધાનોનો દાન | માટે સદુપયોગ થશે. માનવો : ધર્મતીર્થની સ્થાપના થશે. પશુ-પંખીઓ : અમે પણ ધર્મદશના સાંભળી શકીશું, સમજી શકીશું. કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૫ Page #26 -------------------------------------------------------------------------- ________________ વાંકી - પ્રવેશ મહા સુદ-૧ ૬-૨-૨૦૦૦, રવિવાર * પ્રભુ શ્રીવીરની છત્ર-છાયામાં આપણે સૌ એકઠા થયા છીએ, તે એમની કૃપા મેળવવા માટે. એમની જ કૃપાથી આટલી ધર્મસામગ્રી [મનુષ્ય જન્માદિ] મળેલી છે. * સમ્યગ્દર્શનથી પ્રેમ સમ્યફચારિત્રથી સ્થિરતા પેદા થાય છે. સર્વ જીવો પ્રતિ મૈત્રી, ગુણી પ્રતિ પ્રમોદ, દુઃખી પ્રત્યે કરુણા, નિર્ગુણી પ્રત્યે ઉપેક્ષારૂપ પ્રેમ સર્વત્ર વહેવો જોઇએ. આવા ગુણો ચરમાવર્ત કાળમાં પ્રવેશ થયા વિના મળી શકે નહિ. મૈત્રી, પ્રેમ, દયા આદિ ગુણો પરોપકાર કરાવ્યા વિના ન રહે. પ્રગટે છે આ પ્રેમ જીવમાં, પણ પ્રગટાવે છે ભગવાન. કારણ કે ભગવાન પ્રેમના ભંડાર છે. ભગવાન સિદ્ધ યોગી છે. આથી જ અષ્ટ-પ્રાતિહાર્યાદિ ઋદ્ધિ પ્રગટેલી છે. પ્રેમ અને કરુણા સમ્યકત્વના પાયાના ગુણો છે. અંશરૂપે તો મૈત્રી આદિ દષ્ટિઓમાં પણ એ ગુણો દેખાય છે. ૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #27 -------------------------------------------------------------------------- ________________ * આ માનવ-જન્મ આવા ગુણોની કમાણી કરવા માટે જ છે. તમે મુંબઈ જાવો છો પૈસા કમાવવા માટે ને ? તેમ અહીં [આ જન્મમાં] ગુણની કમાણી કરવાની છે. અહીં આવ્યા પછી દોષો વધાર્યા તો ? મુંબઈ જેવા મહાનગરમાં પણ તમે પૈસા તો ન કમાવ, પણ પૈસે-ટકે ખુવાર જ થયા કરો તો તમારા દુર્ભાગ્યની શી વાત કરવી ? - ગુણો વધે તેમ પવિત્રતા વધે. પવિત્રતા વધે તેમ સ્થિરતા વધે. સિદ્ધોનો પ્રેમ પૂર્ણ બની ગયો આથી જ એમની સ્થિરતા અત્યંત નિચલ બની ગઈ. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પાંચ વ્રતો, ચાર ભાવના વગેરે પ્રભુની તમામ આજ્ઞામાં સર્વ જીવો પ્રત્યે પ્રભુનો ઉછળતો પ્રેમ દેખાશે. 'धर्मकल्पद्रुमस्यैताः मूलं मैत्र्यादि-भावनाः । यै नै ज्ञाता न चाऽभ्यस्ताः, स तेषामतिदुर्लभः ॥" - યોગસાર. પ્રભુમાં આ ચારેય ભાવનાઓ ચિંતનાત્મક નથી રહી, પણ સ્વાભાવિક બની ગઈ છે. ચિંતન કરનારું મન તો વિલીન બની ગયું. હવે મન ક્યાં છે ? પ્રભુ તો મનની પેલે પાર પહોંચી ગયા પ્રભુમાં જે પ્રેમ અને સ્થિરતા આપણે જોઈ શકીએ તો આપણામાં એ ગુણોનું અવતરણ થઈ શકે. * ભગવાનની મૂર્તિ એની એ હોય, પણ આપણી શુદ્ધિ વધતી જાય તેમ તેમ આપણા ભાવો પણ વધતા જાય. * ભગવાન બોલે ? હા. યશોવિજયજી કહે છે : ભ્રમ ભાંગ્યો તવ પ્રભુશું પ્રેમ, વાત કરું મન ખોલીજી; સરળતણે હૈડે જે આવે, તેહ જણાવે બોલીજી...” જે પ્રભુ માટે આપણે ભેખ લીધો, એ પ્રભુ જ આપણને ન કહ્યું કલાપૂર્ણસૂરિએ જ છે Page #28 -------------------------------------------------------------------------- ________________ મળે તો ભેખનો અર્થ શો ? મીરાં આદિને મળી શકતા હોય તો આપણને કેમ ન મળી શકે ? મન રે મનાવ્યા વિણ નવિ મૂકું આવા ઉદ્ગારો એમને એમ નીકળ્યા હશે ? બધું કરીએ છીએ, પણ જીવનમાં ખૂટે શું છે? માત્ર પ્રેમ જ, પરસ્પર પ્રેમ જ ખૂટે છે ને ? તમે પરસ્પર પણ પ્રેમ ન રાખી શકો તો પ્રભુ પર પ્રેમ શી રીતે કરી શકશો ? * ભગવાન વીતરાગ છે એનો અર્થ એ નથી કે ભગવાનમાં પ્રેમ નથી. ભગવાન રાગ-રહિત છે. પ્રેમ-રહિત નથી. દ્વેષ જેટલો રાગ ખરાબ નથી. રાગનું માત્ર રૂપાંતર કરવાની જરૂર છે. ગુણાનુરાગ પ્રગટ્યા પછી જ બીજા ગુણો પ્રગટી શકે છે, એ તો તમે જાણો જ છો ને ? | દર્શન મોહનીયનો ક્ષય થવાથી ભગવાનમાં અનંત પ્રેમ પ્રગટેલો છે. આપણામાં જેટલા અંશે દર્શન મોહનીયનો ક્ષય થાય તેટલા અંશે જીવો પ્રતિ પ્રેમ પ્રગટે. ચારિત્ર મોહનીયની પછી વાત... પહેલા દર્શન મોહનીય પર ફટકો પડવો જોઇએ. પ્રભુના દર્શન કરવા એટલે એમનામાં અનંત પ્રેમના દર્શન કરવા, એમની અનંત સ્થિરતાના દર્શન કરવા. * ભગવાન પોતાની સૌમ્ય મુદ્રા અને વાણીથી આનંદની પ્રભાવના કરી રહ્યા છે. આગમ એટલે ભગવાનની ટેપ થયેલી વાણી. મૂર્તિ એટલે ભગવાનની સૌમ્ય મુદ્રા. એના માધ્યમથી આજે પણ આપણે આનંદ મેળવી શકીએ. પ્રભુના દર્શન કરતાં એમની અનંત પૂજ્યતા, અનંત કરુણા અનંત પ્રેમ ઇત્યાદિના કદી દર્શન થયા ? આ ગુણો આવતાં જ આપણામાં પૂજ્યતા પ્રગટે જ. પૂજ્યતા માટેની પાત્રતા બહારથી નથી આવતી, અંદરથી પ્રગટે છે. ૮ જ કહ્યું ક્લાપૂર્ણસૂરિએ Page #29 -------------------------------------------------------------------------- ________________ * મુનિ ઘેર વહોરવા ગયા ત્યારે પાંજરાના પોપટે પૂછ્યું : હું આ બંધનમાંથી શી રીતે છૂટું ? ગુરુને પૂછતાં તેઓ મૂચ્છિત બની ગયા. પોપટને આ કહેતાં તે સમજી ગયો. [મુનિ કાંઇ સમજયા ન્હોતા, છતાં પોપટ સમજી ગયો.] મૂચ્છિત [મૃતપ્રાય] બનીને તેને મરેલો સમજી પાંજરું ખોલવામાં આવ્યું ને પોપટ ઉડી ગયો. પોપટને ઇચ્છા જાગી, આપણને આ શરીરના પાંજરામાંથી છુટવાની ઇચ્છા જાગી ? પોપટ સમજી ગયો, આપણે સમજ્યા ? ભગવાનની મૂર્તિ પરથી આપણે આવું કાંઈ સમજી શકીશું ? વચનથી ભગવાન ભલે નથી બોલતા, પણ મુદ્રાથી તો બોલે જ છે. કેટલાક જવાબ મૌનથી જ અપાતા હોય છે. દરેક સ્થળે શબ્દો ઉપયોગી નથી હોતા. અક્ષરથી જ્ઞાન થાય તેમ અનક્ષર [ઇશારા આદિ]થી પણ જ્ઞાન થાય. ધ્યાન વિચારમાં અનેક્ષર જ્ઞાનનું પણ એક વલય છે. ભગવાનની મુદ્રા બોધ આપે છે : તમે મારી પાસે આનંદ માંગો છો, પણ મને આ આનંદ સાધનાથી મળ્યો. તમે પણ સાધના કરી આનંદ મેળવી શકો. * વ્યક્તિગત રાગ કહેવાય. રાગ દોષ છે. સમષ્ટિગત પ્રેમ કહેવાય. પ્રેમ ગુણ છે. ખાબોચીયાનું પાણી ગંદું હોય. વ્યક્તિગત રાગ મલિન હોય. વિશાળ સમુદ્ર નિર્મળ હોય. પ્રેમ નિર્મળ હોય. * હમણાં હું મુંબઇ-દહીંસર ગયેલો ત્યારે અપાર માનવમહેરામણ ઉમટેલું. તે વખતે મેં એટલું જ કહેલું : તમે મારા દર્શનાર્થે નથી આવ્યા, પણ મને દર્શન આપવા આવ્યા છો. એમના હૃદયમાં ગુરૂ પ્રત્યેનું બહુમાન છે. તેને નમવાનું છે. * એક પણ માણસ મા વગર, માના પ્રેમ વગર મોટો નહિ થયો હોય. ભગવાન પણ જગદંબા છે. ભગવાનમાં પરમ પ્રેમરૂપ કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૯ Page #30 -------------------------------------------------------------------------- ________________ માતાના દર્શન થવા જોઈએ. ભગવાન, ગુરુ, ધર્મ, પ્રવચન વગેરે માતા છે. માટે જ પ્રવચનમાતા, ધર્મમાતા, ગુરુમાતા વગેરે શબ્દો પ્રયોજાયા છે. ભગવાન આપણને પૂર્ણ દૃષ્ટિથી જુએ છે, પણ આપણે ભગવાનને કઈ દષ્ટિથી જોઈએ છીએ ? ગમે તેટલા દોષોથી ભરેલા હોવા છતાં પ્રભુ આપણને પૂર્ણ પ્રેમરૂપે જુએ છે. એ ઓછી વાત છે ? નયોની અપેક્ષાએ પ્રભુ-દર્શન નૈગમનય : મન, વચન, કાયાની ચંચળતા પૂર્વક માત્ર તમારી આંખોએ પ્રભુમૂર્તિ જોઈ ? તો પણ હું કહીશ કે તમે પ્રભુ-દર્શન કર્યા. સંગ્રહનય : જો તમને સર્વ જીવો સિદ્ધ ભગવંતોના સાધર્મિક બંધુઓ દેખાય તો જ હું ખરા દર્શન માનીશ. વ્યવહારનય : આશાતનારહિત, વંદન-નમસ્કાર સહિત જો તમે પ્રભુ-મુદ્રા જોશો તો જ હું દર્શન માનીશ. ત્રજુસૂત્રનય : સ્થિરતા અને ઉપયોગ પૂર્વકના દર્શનને જ હું ‘દર્શન” તરીકે માન્ય કરું છું. શબ્દ નય : પ્રભુના અનંત ઐશ્વર્યને જોઈ તમારી આત્મ-સંપત્તિને પ્રગટાવવાની ઈચ્છા થઈ હશે તો જ હું ખરા “દર્શન” માનીશ. સમભિરૂઢ નય : તમે કેવળજ્ઞાની બનશો ત્યારે જ સાચા દર્શન કરી શકશો - એમ હું માનું છું. એવંભૂત નય : તમે સિદ્ધ પરમાત્મા બનશો ત્યારે જ ખરેખરા “દર્શન કરી શકશો - એવી મારી માન્યતા છે. – પૂ. આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરિજી લિખિત મિલે મન ભીતર ભગવાન' પુસ્તકના આધારે ૧૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #31 -------------------------------------------------------------------------- ________________ વાંકી મહા સુદ-૨ ૭-૨-૨૦૦૦, સોમવાર * શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘમાં આપણો નંબર પ્રથમ છે એટલે આપણી જવાબદારી વધી જાય છે. એ જવાબદારી પાર પાડવા જીવન ઉચ્ચતમ હોવું જોઇએ, ત્યાગમય, વૈરાગ્યમય અને જયણામય જીવન હોવું જોઈએ, જે જોતાં ચોથો આરો યાદ આવે. અમારું સદ્ભાગ્ય હતું કે અમને એવું જીવન જોવા મળેલું. પૂ. કનકસૂરિજી, પૂ. દેવવિજયજી, પૂ. રત્નાકરવિજયજી વગેરેને જોતાં ચોથો આરો યાદ આવે. ઉપદેશ કરતાં જીવન વધુ અસર કરે. ન બોલે છતાં આચાર ઘણી અસર કરે. પૂ. રામચન્દ્રસૂરિ વ્યાખ્યાન આપી દીક્ષિતો તૈયાર કરે, પણ એમનું પાલન કરે પૂ. પ્રેમસૂરિજી; મૌન રહીને. હજાર શબ્દ બરાબર એક ચિત્ર, એમ કહેવાય છે. ખરેખર આમ કહેવું જોઇએ : હજાર વ્યાખ્યાન બરાબર એક ચારિત્ર. ચારિત્ર પણ સામે દેખાતું ચિત્ર જ છે ને? જીવંત ચિત્ર છે. * અસંગ અનુષ્ઠાન સુધી પહોંચાડનાર પ્રીતિ અનુષ્ઠાન છે. અનાદિકાળથી આપણી પ્રીતિ શરીરાદિ પર છે. હવે તેને પ્રભુ તરફ પરિવર્તિત કરવાની છે. * સર્વ જીવોને આત્મતુલ્ય જોવા તે પ્રેમની નિશાની છે. કહ્યું કલાપૂર્ણસૂરિએ છે ૧૧ Page #32 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણપ્રભુ સર્વને પૂર્ણરૂપે જોઈ રહ્યા છે. બીજાને પૂર્ણરૂપે જેવું તે પ્રેમનું ચિહન છે. આત્મ સમ દર્શન તે પ્રેમનું ચિહ્ન છે. આપણે પૂર્ણ નથી, પણ આત્મસમદર્શન કરી શકીએ. ભલે પૂર્ણરૂપે ન જોઈ શકીએ. * નવો શિષ્યાદિ પરિવાર આપણું બાહ્ય જીવન જોઇને જ શીખવાનો છે. એટલે આપણે જેવા તેમને બનાવવા માંગતા હોઈએ તેવું જીવવાનું શરૂ કરવું જોઇએ. * “ગાત્મવત્ સર્વભૂતેલું યઃ પશ્યતિ ત પશ્યતિ | જે આત્મતુલ્ય નજરે જુએ છે, તે જ સાચા અર્થમાં જુએ છે. બીજા તો છતી આંખે આંધળા છે – એમ જૈનેતર શાસ્ત્રોમાં કહ્યું છે. આ સંદર્ભમાં આપણે દેખતા કે આંધળા ? * વ્યાખ્યાનની સૌ પ્રથમ જવાબદારી આવેલી ૨૦૧૭૨૦૧૮માં જામનગરમાં. ત્યારે અમે પાંચ ઠાણા હતા. ભણવા માટે જ રહેલા. ત્યારે વ્યાખ્યાનનો પ્રસંગ આવી પડ્યો. મેં નક્કી કરેલું હતું : મને જે ગમે તે સંભળાવવું. મને અધ્યાત્મસાર ગમેલું. એના અધિકારો પર મેં વ્યાખ્યાનો શરૂ કર્યા. કથા માટે કુમારપાળ ચરિત્ર પસંદ કર્યું. ત્યાંના મુખ્ય ટ્રસ્ટી પ્રેમચંદભાઈને વ્યાખ્યાન પસંદ પડ્યું ને ચાતુર્માસ રાખી લીધા. ત્યાં વિમલનાથ ભગવાન હતા. પછીના ચાતુર્માસમાં વૈરાગ્ય કલ્પલતા તથા ઉત્તરાધ્યયન વાંચ્યું. સામા પક્ષવાળા [એક તિથિવાળા] હોવા છતાં વિનંતિ કરેલી. આજે આપણું વ્યાખ્યાન માત્ર પરલક્ષી બની ગયું હોય તેમ મને લાગી રહ્યું છે. જીવન કોરું ધાકોર હશે તો વ્યાખ્યાનની કેટલી અસર પડશે ? સમ્યકત્વના તો ઠીક, મિત્રાદષ્ટિના પણ ઠેકાણા હોય તેવું લાગે છે ? આવું બધું ચિંતન પૂ. પં. ભદ્રંકરવિજયજી મહારાજ પાસે ત્રણ વર્ષ રહેવાથી મળેલું. * પાપ-અકરણનો વિચાર પ્રભુ-કૃપાથી જ આવે. એમની કરુણા-દષ્ટિ વગર આ શક્ય જ નથી. ૧૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #33 -------------------------------------------------------------------------- ________________ ચંડકૌશિકનો ભયંકર કોપ આવી કરુણાદષ્ટિથી જ ગયેલો. લગાતાર ૧૫ દિવસ સુધી પ્રભુએ તેના પર કરુણાની વર્ષા કર્યા કરી. પોતાને મારી નાખવા તૈયાર થનારને સાવ શાંત કરીને ગુફામાં મોં રાખીને અનશન કરતો કરી દેવો, એ પ્રભુની શક્તિ કેટલી ? કરુણા કેટલી ? શુભ ભાવને અશુભ ભાવમાં લઈ જતા ઘણા નિમિત્તો છે ને ઘણા પ્રસંગો છે. જ્યારે અશુભ ભાવને શુભ ભાવમાં લઈ જતા નિમિત્તો વિરલ જ છે. * રાગમાં માંગવાનું છે, પ્રેમમાં આપવાનું છે. રાગ અને પ્રેમમાં આ મૌલિક ફરક છે. * પોતાના માટે આપણે ગમે તેટલું કરીએ, પણ બદલામાં કશું આપણે માંગતા નથી. તેમ બીજાને માટે આપણે ગમે તેટલું કરીએ પણ તેના બદલાની ઈચ્છા ન થવી જોઈએ. સ્વ-પરનો ભેદ દૂર થાય, સર્વ જીવોમાં સ્વના દર્શન થાય તો જ આ શક્ય બની શકે. - ૪ એકાદ – બે વર્ષ આપણી પાસે કોઈ ભણતું હોય ને કોઈ ખેંચી લે તો શું વિચારવાનું ? આખરે તો ભગવાનના શાસનને જ એ મળવાનો છે ને ? પણ આ દૃષ્ટિકોણ ખેંચનારે નથી અપનાવવાનો. આવી રીતે ખેંચનારો તો દ્રોહી કહેવાય, માયાવી, દંભી અને પ્રપંચી કહેવાય. * મારા જેવા પતિત, અપૂર્ણ અને પાપીને પણ પ્રભુ જો પૂર્ણદષ્ટિએ જોતા હોય તો મારે બીજા પ્રત્યે કેવી નજરે જોવું જોઈએ ? એ આપણે વિચારવાનું છે. * મા ગમે તેવા મલિન બાળકને નવડાવી ઘોવડાવી ઊછેરે છે. ભગવાન, ગુરુ અને ધર્મ પણ માતાના સ્થાને છે. 'जीयात्पुण्यांगजननी पालनी शोधनी च मे ।' - આપણે ગમે તેવા ગંદા ગોબરા હોઇએ, કર્મથી ખરડાયેલા કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૧૩ Page #34 -------------------------------------------------------------------------- ________________ હોઇએ, પણ ભગવાનરૂપી મા કદી હાલ ઓછો નથી કરતી, નાના બાળકને માનો પ્રેમ ન સમજાય તેમ બાલ્યકાળ [અચરમાવર્ત કાળ]માં આપણને પ્રભુનો પ્રેમ સમજાતો નથી. પ્રભુ નો પ્રેમ અને ઉપકાર સમજાય તો સમજવું ઃ ચરમાવર્તકાળમાં પ્રવેશ થઈ ગયો છે. 'दुःखितेसु दयात्यन्तमद्वेषो गुणवत्सु च ।' આ ચરમાવર્તસ્થના લક્ષણો છે. કેટલીક સાધુ-આચાર સંબંધી વાતો... * શ્રાવકોને આપણે ભક્ષ્ય-અભક્ષ્ય સમજવીએ છીએ તેમ આપણે પણ ભક્ષ્ય-અભક્ષ્ય સમજવું જરૂરી છે. * સાબુદાણા આજકાલ જે બને છે તે પૂર્ણતયા અભક્ષ્ય છે. * બજારનો મેંદો મિાછલીનો પાવડર પણ મિશ્રિત હોઈ શકે.] બિસ્કીટો, ચોકલેટ, પીપર, નાનખટાઈ ન લેવાય. * પૂ. પ્રેમસૂરિજીને જીવનભર ફૂટનો ત્યાગ હતો. ફૂટ તો માંદો ખાય. આપણે તો જાણી જોઈને માંદા પડીએ તેવા છીએ. આજે પણ અમે સાધુઓ ૧૦ તિથિએ લીલોતરી લાવતા નથી. આત્મારામજી મહારાજના કોઈ સાધુ તિથિના દિવસે લીલોતરી લાવ્યા હશે તો રાધનપુરના શ્રાવકે એકાંતમાં સૂચના કરેલી : ગુરુદેવ...! અહીં શ્રાવક પણ ૧૦ તિથિએ લીલોતરી લાવતા નથી. સાધુ જો વહોરશે તો શ્રાવકોનું શું થશે? * પૂજ્ય કનકસૂરિજીના સમયે પાલીતાણામાં ભાતાખાતાનું પણ ન લેવાતું. કોઈ વહોરતું હોય તો તેની ટીકા પણ નહિ કરવાની. કોઈની નિંદા બોલવી નહિ, તેમ સાંભળવી પણ નહિ. * વીરમગામમાં પૂજ્ય પ્રેમસૂરિજી આદિ ૬૦ સાધુઓ સાથે હતા. અમે વિહારમાં આગળ ગયેલા. તે વખતે મેં પહેલી પોરસીનું સંપૂર્ણ પાણી સંભાળેલું. ગોચરી કરતાં પાણીવાળાને વધુ લાભ. એટલે કે પાણી બધાના પેટમાં જાય. વળી વહોરતી વખતે એક જ ઘડો લાવવાનો. ૧૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #35 -------------------------------------------------------------------------- ________________ મહેસાણામાં આપણા કોઈ સાધુ બે ઘડા લાવતા હશે તેને જોઇને એક શ્રાવકે કહેલું : આ કનકસૂરિજીનો સમુદાય ન હોય. * સૂર્યોદય પહેલા પાણી વગેરે ન વહોરાય, એમ કહેવું પડે છે, તે આપણી શરમ છે. * કાળી દ્રાક્ષ બીજ કાઢ્યા વિના ૪૮ મિનિટ પહેલા ન કલ્પે. * ટમેટા માટે મેં એકવાર પૂજ્ય કનકસૂરિજીને પૂછેલું ત્યારે એમણે કહેલું : માંસ જેવા રંગના કારણે એ વર્ષ છે. દાળ-શાકમાં આવી જાય તો ચાલે. * જરીવાલા સ્થાપનાચાર્યની પાટલી, રંગબેરંગી પાટા ભરવા વગેરે વિચારણીય છે. * આપણા વડીલો-ગુરુઓની નિંદા કરનારના વ્યાખ્યાનમાં જવું, વંદનાદિ કરવા વગેરે ઉચિત લાગતું નથી. * વડી દીક્ષાના જોગ તથા વડી દીક્ષા સ્વ-સમુદાયમાં જ કરવી. કોઇમ્બતુર બાજુ હતા ત્યારે એક ગ્રુપે એક બેનને દીક્ષા આપી. દીક્ષા-વડી દીક્ષા જોગ વગેરે બીજા પાસેથી કરાવ્યા. અમે કહેલું : ધ્યાન રાખજો. મોટી જવાબદારી છે. આજે રગડા-ઝગડા શરૂ થઈ ગયા છે. * વ્હીલચેર મેં તો દુઃખપૂર્વક અપનાવી, પણ નિષ્કારણ વ્હીલચેર અપનાવવી બરાબર નથી. * સાંજે માંડલીમાં પ્રતિક્રમણ કરવું. માંડલીમાં કરો છો ને ? સવારે પ્રતિક્રમણ ઊભા-ઊભા કરો છો ? - ત્રિકાલાતીત બની પ્રભુ ભક્તિ કરો ત્રણેય કાળથી મુક્ત થઈ ઈશ્વરને ભજો. ભૂતકાળને યાદ કરશો તો શોકાદિમાં ખુંપી જશો. વર્તમાનને યાદ કરશો તો મોહ-માયામાં ફસાઈ જશો. ભવિષ્યકાળને યાદ કરશો તો ચિંતાના કાદવમાં ખુંપી જશો. કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૫ Page #36 -------------------------------------------------------------------------- ________________ વાંકી મહા સુદ-૫ ૧૦-૨-૨૦૦૦, ગુરુવાર * સાક્ષાત ભગવાન નથી મળ્યા તે પાપોદય, પણ તેમના આગમ-પ્રતિમા મળ્યા તે પુણ્યોદય. * આપણું લક્ષ શું ? પહેલું સૂત્ર નવકાર શીખ્યા એમાં સૌ પ્રથમ આવતું “નમો' એ જ લક્ષ્ય, એ જ ધ્યેય. ચિન્મય તત્ત્વ સાથે એકતા કરાવનાર “નમો” છે. પ્રભુને નમે તે નમનીય બને. પ્રભુને પૂજે તે પૂજનીય બને. પ્રભુને સ્તવે તે સ્તવનીય બને. આ ભગવાન એવા જ છે ? પોતાનું પદ આપનારા છે ! “ નામત મુવનમૂવUT...!” – ભક્તામર આવા સ્વામીને છોડીને ચેતના-શક્તિ બીજે ક્યાંય વપરાય ? વાત કરવી હોય તો આ પ્રભુ સાથે કરો. ધ્યાન કરવું હોય તો આ પ્રભુનું કરો. લક્ષ આંબવું હોય તો બાહ્ય જીવનથી પર બનવું પડશે. * વૃદ્ધો આપણું રક્ષણ કરનાર છે. ૧૬ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ચાતુર્માસ ફલોદી પછી બીજું ચાતુર્માસ રાધનપુર થયું. ત્યારે મેં વૃદ્ધ મુનિને સાથે રાખવાની વિનંતી કરેલી. * પૂ. કનકસૂરિજી પછી સમુદાયની હાલત વેર-વિખેર હતી. વૃદ્ધો જાણતા હશે. તે વખતે મારા પર સમુદાયની જવાબદારી આવી પડી. * પુફખરવરદી. સૂત્રમાં “સુઅસ ભગવઓ' કહીને શ્રતને ભગવાન કહ્યા છે. શ્રુતજ્ઞાન અને ભગવાન અભિન્ન છે. જેમ હું અને મારા વચનો અભિન્ન છે. મારા વચન તમે ન માનો તો તમે મને જ નથી માનતા. કારણ કે હું અને મારા વચન અલગ નથી. * આલોચના સાથે આરાધના પણ લખવી. જેથી મને પૂરો ખ્યાલ આવે. ડોક્ટર પાસે દર્દ ન છૂપાવાય, તેમ ગુરુ પાસે વિરાધના કે આરાધના ન છૂપાવાય. | * પત્રો ખૂબ જ ઓછા લખવા. પૂ. કનકસૂરિજી કહેતા : ધર્મલાભ જ છે. સુખસાતા જ છે. પત્ર શું લખવાના ? * એક મહાત્માએ જીંદગીના ઠેઠ છેવાડે મને લખ્યું : “મેં કદી આલોચના લીધી નથી. હવે ડંખે છે. મને આલોચના આપો. હવે શું આપવી ? અમે લખ્યું ઃ થાય એટલા નવકાર ગણો. સમાધિમાં રહો. તમારી આલોચના પૂરી થઈ ગઈ. બીજું શું લખાય ? જપની નિર્યુક્તિ ઃ “જ” જનમ-જન્મના “પ” પાપો જાય તે પ. કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૧૦ Page #38 -------------------------------------------------------------------------- ________________ વાંકી તીર્થ મહા સુદ-૬ ૧૧-૨-૨૦૦૦, શુક્રવાર પદવી-પ્રસંગ * અનંત ઉપકારી શાસનનાયક ભગવાન મહાવીર દેવની મંગળ નિશ્રામાં ચતુર્વિધ સંઘ સાથે આપણે છ કલાકથી બેઠા છીએ. હજુ કદાચ એકાદ કલાક લાગે. જે આચાર્ય-પદ, પંન્યાસ-પદ, ગણિ-પદ સમારોહમાં આનંદ છે, તે જૈનશાસનનો છે. અહીં જ આ જોવા મળે. વાંકી-તીર્થમાં પ્રવેશથી જ ઉલ્લાસ દેખાતો રહ્યો છે. આ ધરતીનો પ્રભાવ છે. આજે ચતુર્વિધ સંઘનો ભાવોલ્લાસ જોઈને જૈનશાસન જયવંતુ છે, એમ ખ્યાલ આવે છે. * ત્રણે કાળના કલ્પવૃક્ષ ભગવાન છે. ભગવાન કોઈ કાળમાં કે કોઈ ક્ષેત્રમાં પવિત્રતા નથી રેલાવતા એમ નહિ, સર્વત્ર રેલાવે છે. એને લઈને જ આપણું હૃદય નિર્મળ-સ્વચ્છ બન્યું છે. અહીં ભગવાનના કિલ્લામાં અશુભ ભાવનો સ્પર્શ ક્યાંથી ? * અહીંના વિશાળ જિનાલયના રંગમંડપમાં બધા જ સમાઈ જાય, માટે ત્યાં જ પદવી-પ્રસંગ ગોઠવવાની વિચારણા હતી, પરંતુ એ ન થઈ શકયું તો પણ શંખેશ્વર દાદા બાજુમાં જ છે. * શુભ મનોરથ પણ ભગવાનના હાથમાં છે. ૧૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #39 -------------------------------------------------------------------------- ________________ “gોડ ગુમાવ: મવઝાવાવ ]:” એમ ઉપમિતિકાર કહે છે. મનમાં ધસી આવતી શુભ વિચારધારા પ્રભુની સતત કૃપાનું ચિહન છે. | * રસોઈઓ ભલે જમાડે - પીરસે, પણ ભોજનશાળાનો માલિક એ નથી. અમે પણ રસોઇઆના સ્થાને છીએ. આ બધું પ્રભુનું છે. અમે તો પીરસણીયા છીએ. પીરસવાનું પણ સારી રીતે આવડે તોય ઘણું ! * આધોઈ, કટારીયા, ભદ્રેશ્વર નહિ, પણ અહીં વાંકીમાં જ આ પ્રસંગ ગોઠવાયો તે પણ શુભ ઘટના જ છે. આસો વદ-૮ના એક કલાક પહેલા પૂછ્યું હોત તો નિર્ણય બીજે જ આવત, પણ યોગ્ય નિર્ણય કરાવનાર ભગવાન છે ને ? તમે પ્રકૃતિ કહો છો, હું તો પ્રભુ જ કહું છું. મદ્રાસ આદિમાં આવો ભાવોલ્લાસ ક્યાંથી આવત ? કચ્છની ધરતી અમારા પૂર્વજ આચાર્યોની છે. આ ભાવ બીજે ક્યાં જોવા મળત ? ચડાવા બધા જ મોટા ભાગના કચ્છના છે. એક મદ્રાસનો હતો. મહેન્દ્રભાઈ પણ હવે જાપનું અનુષ્ઠાન કરાવ્યું એટલે અમારા આત્મીય થઈ ગયા છે. ક પદવીધરોને મારી ખાસ ભલામણ છે કે કોઇપણ પ્રસંગે નિઃસ્પૃહ બનજો. જો ભગવાનનો સંદેશ લોકોને આપવો હોય તો માંગતા નહિ. પૂ. પં.ભદ્રંકર વિજયજી મ. કહેતા : સામેથી આવે તે વધાવો. ઊભું ન કરો. કોઇપણ ગામમાં ભારરૂપ ન બનો. વાંકીના લોકોને પૂછો : લોકોના ધસારાથી ભાર આવતો હશે, પણ અમારા તરફથી કોઇ ભાર આવ્યો ? પૂ. કનકસૂરિજી મ. અહીંના ગામડામાં રહેતા, પણ કોઈના પર જરાય ભાર નહિ. . * આજનો દિવસ પવિત્ર છે. ભારતના જુદા જુદા ગામો - કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૯ Page #40 -------------------------------------------------------------------------- ________________ તીર્થોમાં પ્રતિષ્ઠા - અંજનશલાકાઓ છે. ૫. કીર્તિચન્દ્ર વિજયજીની નિશ્રામાં શિખરજીમાં અંજનશલાકા છે. આચાર્ય શ્રી અરિહંતસિદ્ધસૂરિજી મ.ની પ્રેરણાથી શિખરજીમાં મંદિર બન્યું છે, પણ અંજન કરાવશે પં. કીર્તિચન્દ્ર વિજયજી. આવા મંગળ મુહૂર્ત આ પદવી થઈ છે. પદને દીપાવજો. સ્વના શ્રેય સાથે સર્વનું શ્રેય કરજો. લોક વ્યવહાર અલગ છે. આત્મ-જાગૃતિ અલગ છે. આત્મજાગૃતિ રાખીને જ લોક વ્યવહાર કરવો. એ કદી ભૂલવું નહિ. ગમે તેટલા માન-અપમાન થાય, નિંદા-સ્તુતિ થાય, પણ બન્નેમાં સમતોલ રહેશે. પ્રેમ-મૈત્રી-કરુણા જાળવી રાખજો. જેમ હું રાખી શક્યો છું. આ પદથી ગૌરવ નથી લેવું, પણ ચતુર્વિધ સંઘના સેવક બનવાનું છે. ચતુર્વિધ સંઘને ભલામણ છે : જે નજરથી મને જુઓ છો તે જ નજરથી નૂતન આચાર્યને જોજો. જે કોઈ શાસન-પ્રભાવક ગણધર ભગવંતો થઈ ગયા છે, તે બધાની શક્તિ આ નૂતન આચાર્યમાં ઊતરો, એવા અહીં વિધિ વિધાનો થયા છે. વિધિ સમયે ઉછળતા એ માત્ર ચોખા નહિ, હૃદયના ઉછળતા ભાવો હતા. વિ. સં. ૨૦૨૯માં ભદ્રેશવરમાં [આચાર્ય-પદ-પ્રસંગે] ચોખા નહિ, પણ હું તેમાં ચતુર્વિધ સંઘના શુભ ભાવો જોતો હતો. જે પદ જેને મળ્યું છે, તે સૌનું તમે સૌ ગૌરવ કરજો. શાસ્ત્ર સ્વાધ્યાય પ્રાણ બનાવજો. વિનય વિદ્યાને, વિદ્યા વિવેકને અને વિવેક વૈરાગ્યને વધારે. તેથી ચારિત્ર સુવાસ વધે ને વીતરાગતા આવે. આ સદ્દગુણો મેળવી તપ-જપ આદિની પ્રેરણા આપી ચતુર્વિધ સંઘને સન્માર્ગે વાળજો. હવે નૂતન આચાર્યને વંદન થશે. | [ નૂતન આ. શ્રી વિજય કલાપ્રભસૂરિજીને પદપ્રદાતા ગુરુદેવ ૨૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #41 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. શ્રી વિજયકલાપૂર્ણસૂરિજીએ વંદન કર્યા ત્યારે નૂતન આચાર્યશ્રીની આંખો અશ્રુભીની બની હતી. મન વંદન લેવા તૈયાર ન્હોતું. ] પૂજ્ય શ્લા આચાર્યશ્રી... મારે આચાર્ય-પદ નહિ, પણ “પદ' મને જોઈએ છે. પદ એટલે ચરણ, પગ ! ચરણ-સેવા જોઇએ છે. અમે પૂજ્યશ્રીના ઉપકારના મહામેરુ નીચે દબાયેલા છીએ, જે યાદ કરતાં આંસુડા સૂકાતા નથી. નાનપણથી જ સંસ્કાર આપવા પૂજ્યશ્રીએ જે તકલીફો ઊઠાવી છે, તે યાદ કરતાં હૃદય ગગદ્ બની જાય છે. ચતુર્વિધ સંઘ સમક્ષ હું કબૂલ કરું છુંપૂજ્યશ્રીના વંદન લેવા માટે હું બિસ્કુલ યોગ્ય નથી. વંદન થઈ ગયા પછી... ફૂલા આચાર્યશ્રીની હિલશિધ્રા : આપણે સૌ સાથે મળીને વૈચારિક આદિ દૃષ્ટિએ પૂજ્યશ્રીના આદેશો શિરસાવંદ્ય કરીએ. નાનો શિશુ માથી જુદો પડીને જાત પર જોખમ ઊભું કરે, તેમ ગુરુથી જુદા પડીને જાત પર જોખમ ઊભું થાય છે. ગુરુદેવનું સતત સાન્નિધ્ય સ્વીકારવા આપણું મન તૈયાર જોઈએ. એકલવ્યે કહ્યું'તું : ““ગુરુની અપાર ભક્તિનું આ ફળ છે. હૃદય-સિંહાસન પર દ્રોણ ગુરુ પ્રતિષ્ઠિત છે. ભલે એ સ્વીકારે કે ન સ્વીકારે.' આવી ગુરુ-ભક્તિ પેદા થાય ત્યારે શું થાય તે તો અનુભવે તે જ જાણે. ફેમિલિ ડૉક્ટર, વકીલ વગેરેની જેમ ફેમિલિ ગુરુ પણ હોવા જોઇએ, જ્યાં જઈને રડી શકાય, બધું કહી શકાય. કલિકાલમાં ભલે ભગવાન નથી, પણ ગુરુ છે. ગુરુમાં ભગવબુદ્ધિ પેદા કરીને ભગવાન જેટલો જ લાભ મેળવી શકીએ. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૨૧ Page #42 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીના અનેક ભક્તો છે. પૂજ્યશ્રીનું સાન્નિધ્ય પામીને નાસ્તિક પણ કેવા આસ્તિક બની જાય ? તે જાણવા જેવું છે. પૂજ્યશ્રી પાસે એક ભાઈએ કહ્યું : નવકાર ગણવો એટલે તકલીફ ઊભી કરવી. પૂજ્યશ્રીએ તેને માત્ર ૧૨ નવકાર ગણવાની બાધા આપી. આજે પાંચ માળા ગણે છે, ને કહે છે : હવે નવકાર નહિ છોડું. આ છે પૂજ્યશ્રીનો સહજ પ્રભાવ ! પૂજ્ય ગુરુદેવશ્રીની ભક્તિથી ભગવાન જરૂર પ્રસન્ન બનશે. ને જીવન સમુક્વલ બનશે. ગુરુદેવે જે પદ પર મને આસીન કર્યો છે, એ પદ માટે હું યોગ્ય બનું – એવી ચતુર્વિધ સંઘ સમક્ષ પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. પૂજય શ્લા પંન્યાસજી શ્રી કષતવિજયજી મ. છ દ્રવ્યોમાં જીવ-અજીવ બે દ્રવ્ય ગતિશીલ છે. છઠું કાળ દ્રવ્ય વિશિષ્ટ રીતે ગતિશીલ છે. કોઈ એને રોકી શકતું નથી. પાણીના પ્રવાહ રોકી શકાય પણ સમયનો પ્રવાહ રોકી શકાતો નથી. સમયથી પર બની શકાય, પણ સમય થંભાવી ન શકાય. સૂર્યોદયથી છ કલાકનો સમય પસાર થઈ ગયો છે, એવો વિચાર કદાચ આવતો હશે, પણ જીવનનો કેટલો સમય પસાર થઈ ગયો છે, તેનો વિચાર નથી આવતો. ગુણ, પૈસા, પદાર્થનો સંગ્રહ થાય છે, પણ સમયનો સંગ્રહ નથી કરી શકાતો. * ગૌતમ એટલે - ભગવાનનું પ્રકૃષ્ટ વચન. [ ગૌ = વાણી, તમ = ઉત્તમ, ગૌતમ = ઉત્તમ વાણી] એ અર્થમાં “મવં યમ મા પમયU !” આ સૂત્રનો અર્થ વિચારવા જેવો છે. * જીવન અમૂલ્ય કે સમય ? સમય એ જ જીવન. ૨૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #43 -------------------------------------------------------------------------- ________________ વહેતા સમયને સાર્થક ન કરીએ તો જીવન નિરર્થક જશે. જીવન-મરણ બંધ થઈ જાય તેવી સાધના કરીએ, એ આપણું લક્ષ્ય હોવું જોઇએ. - દેહ છૂટે તે પહેલા દેહાધ્યાસ છૂટે, આત્મ-પરિણામ નિર્મળ રહે, તેટલી શુભેચ્છાની યાચના કરું છું. હૃદયના પરિણામ નિર્મળ રહે. નિર્મળતા સિવાય કાંઈ કમાવા જેવું નથી. તપ-જ૫ વગેરે પણ નિર્મળતા માટે જ છે. સમતા તો ફળ છે. નિર્મળતા સાધ્ય છે, સમતા નહિ. નિર્મળતા નહિ હોય તો સમતા નહિ આવે. આજે સકળ સંઘ સમક્ષ એક જ પ્રાર્થના છે : નિર્મળ જીવન જીવવામાં શ્રી સંઘ સહાયક બને. શૂવળ મણિ શ્રી પૂર્ણચન્દ્રવિજયજી આવા પ્રભુ-શાસનને પામીને આવા ચતુર્વિધ સંઘ સમક્ષ આવો પ્રસંગ પામીને અપાર આનંદ થાય છે. તીર્થનો, ચતુર્વિધ સંઘનો મહિમા અપરંપાર છે. તીર્થંકરો પણ નમો હિન્દુસ્સ” કહીને તેને નમે છે. જ્યાં સુધી શાસન રહેશે ત્યાં સુધી સંઘ અખંડ રહેશે. ભગવાન મહાવીરની પાટે આવેલા સુધર્માસ્વામી ઇત્યાદિ પરંપરાના આપણા પર ઉપકારો છે. ખરેખર આજે હું શું બોલું ? મારામાં શું છે ? નાની ઉંમર હતી, આ ગુરુદેવે હાથ પકડ્યો. મારી મા ચંદનબેન આજે હયાત નથી. તેમણે જ અપાર વાત્સલ્ય સાથે દીક્ષા માટેની પ્રેરણા આપેલી. * ક્વેલર્સની દુકાનમાં જાવ તો બધું જ ખરીદી ન શકાય. ગંગાનું નીર બધું જ ન મળે. સાગરના બધા જ રત્નો ન મળે, પણ એક રત્ન પણ મળી જાય તો ય કામ થઈ જાય. ગુરુદેવના કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૨૩ Page #44 -------------------------------------------------------------------------- ________________ અનેક ગુણોમાંથી એક ગુણ પણ મળી જાય તોય કામ થઈ જાય. ગુણરત્નોના મહાસાગર પૂજ્યશ્રી પાસે નત મસ્તકે યાચના છે : આજે આપે જે પદ આપ્યું છે, તો તે પદ સાથે યોગ્યતા પણ આપજો. પ્રદક્ષિણા વખતે મને એમ થયું : આ ચોખા નથી, પણ શુભ ભાવો વરસે છે. ચતુર્વિધ સંઘના આશીર્વાદ એ જ અમારું મહત્ત્વપૂર્ણ પરિબળ છે. પદસ્થ જ નહિ, પણ સ્વસ્થ બનીએ. “સ્વમાં વસ, પરથી બસ એટલું બસ..” આ સૂત્રને આત્મસાત્ બનાવીએ. અંતર્મુખી ચેતના પ્રગટ થાય, બહિર્મુખી ચેતના લુપ્ત થાય.... તેવી આજના દિવસે કામના છે. “સૂર્યમુખી દિન મેં ખીલતા હૈ, પર રાતમેં નહીં, ચન્દ્રમુખી રાત મેં ખીલતા હૈ, પર પ્રભાતમેં નહીં; અન્તર્મુખી હર પલ ખીલતા હી રહતા હૈ, ક્યોંકિ ઉસકી પ્રસન્નતા કિસીકે હાથમેં નહીં...' વિરાટ માનવ-સાગર જોઈ અપાર આનંદ થાય છે પણ સાથેસાથે સ્વમાં યોગ્યતાની ખામી પણ દેખાય છે. સંઘ, શાસન, સમુદાયનું ગૌરવ વધે, એવી શક્તિ આ શ્રમણપ્રધાન શ્રી સંઘ પાસે પ્રાર્થ છું. આ જિનશાસનની ગરિમા વધે, જિનશાસનની સેવામાં જીવન લીન બને. વસ્તુપાળની ભાષામાં કહું તો... यन्मयोपार्जितं पुण्यं जिनशासन-सेवया ।। जिनशासन-सेवैव, तेन मेऽस्तु भवे भवे ॥ જિનશાસનની સેવા દ્વારા અર્જિત કરેલા પુણ્યથી ભવે ભવે મને જિનશાસન-સેવા મળે.' * દક્ષિણમાં કેટલાય સંઘોની પદવી માટે વિનંતી હતી, પણ લાભ મળ્યો કચ્છને. ૨૪ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #45 -------------------------------------------------------------------------- ________________ આ સમુદાયનું ગૌરવ વધે, પૂ. કનક-દેવેન્દ્રસૂરિજીના સમુદાયનું ગૌરવ વધે એવી અમારી વૃત્તિ-પ્રવૃત્તિ બને. લૌકિક ડિગ્રી મળે તો અહંકાર વધે પણ આ લોકોત્તર પદથી નમ્રતા વધતી જાય એ જ શુભેચ્છા. સ્વસ્થ, ગુણસ્થ બનીએ એ જ. ... અંતે પ્રભુને પ્રાર્થના છે : હે પ્રભુ ! અમે પદસ્થ બનીએ કે ન બનીએ... પણ અમને ગુણસ્થ બનાવીને આત્મસ્થ જરૂર બનાવજે. નૂતન મણિ શ્રી મુનિચ6ન્દ્રવિજયજી ચરમ તીર્થપતિ વર્તમાન શાસનનાયક ભગવાન શ્રી મહાવીરદેવના ચરણોમાં વંદના. ભગવાન શ્રી મહાવીરદેવની ૭૭મી પાટે બિરાજમાન, પરમ શ્રદ્ધેય, સચ્ચિદાનંદરૂપી, અધ્યાત્મયોગી, પૂજ્ય આચાર્યશ્રીના ચરણોમાં વંદના... મધુરભાષી નૂતન આચાર્ય ગુરુદેવશ્રીના ચરણોમાં વંદના...વિદ્યાદાતા નૂતન પંન્યાસ પ્રવર શ્રી કલ્પતરુ વિજયજી મ.ના ચરણોમાં વંદના... મારી જીવન નૈયાના પરમ સુકાની ગણિવર્ય પૂજ્ય ગુરુદેવશ્રી મુક્તિચન્દ્ર વિજયજી મ.ના ચરણોમાં વંદના. સૂર્યની નજર પડે છે ને સામાન્ય દેખાતું જલબિન્દુ મોતી બનીને ચમકવા માંડે છે. કુંભારની નજર પડે છે ને સામાન્ય દેખાતી માટી, કુંભ બનીને મસ્તકે ચડે છે. શિલ્પીની નજર પડે છે ને સામાન્ય દેખાતો પત્થર પ્રતિમા બનીને મંદિરમાં બિરાજમાન થાય છે. ગુરુની નજર પડે છે ને સામાન્ય દેખાતો શિષ્ય અસામાન્ય બની જાય છે. નહિ તો મનફરા જેવા નાનકડા ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલા મારા માટે શ્રાવકપણે પણ દુર્લભ હોય ત્યાં મુનિપણાની... તેમાં પણ કોઈ પદ-પ્રાપ્તિની તો વાત જ ક્યાં હોય ? - પૂજ્યશ્રીના મુખે ઘણીવાર સાંભળ્યું છે : માતા તેને કહેવાય છે સંતાનને પિતા સાથે જોડી આપે. પિતા તેને કહેવાય જે સંતાનને ગુરુ સાથે જોડી આપે. ગુરુ તેને કહેવાય, જે શાસ્ત્ર સાથે જોડી આપે. શાસ્ત્ર તેને કહેવાય જે ભગવાન સાથે જોડી આપે. ભગવાન કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૨૫ Page #46 -------------------------------------------------------------------------- ________________ તેને કહેવાય જે જગતના સર્વ જીવો સાથે જોડી આપે. મારું પરમ સૌભાગ્ય હતું કે એવી માતા મળી. માતા ભમીબેન ભલે અભણ હતાં, પણ સંસ્કારમૂર્તિ અને ભદ્રમૂર્તિ હતાં. પિતાની ગેરહાજરીમાં તેમણે મને મોટાભાઈ પૂ. મુક્તિચન્દ્ર વિજયજીને સોંપ્યો. પૂ. મુક્તિચન્દ્રવિજયજીની ગૃહસ્થપણામાં ભાવના હતી કે નાના ત્રણે ભાઈઓમાંથી કોઈપણ એક સાથે ચાલે. શાન્તિલાલ, ચંપક અને હું - અમે ત્રણેય દીક્ષા માટે તૈયાર હતા. મોટા ભાઈએ મારી પસંદગી કરી ને હું મુંબઈથી આધોઈ આવી પહોંચ્યો. આમ મોટાભાઇએ મને અધ્યાત્મયોગી પૂજ્ય ગુરુદેવ સાથે જોડી આપ્યો. પૂજ્યશ્રીએ અમને શાસ્ત્ર સાથે જોડવા નિરંતર પ્રયત્ન કર્યો. પૂજ્યશ્રી પરમાત્માના પરમ ભક્ત છે. ભક્તિના પર્યાય તરીકે સર્વત્ર પ્રસિદ્ધ છે. “કલાપૂર્ણસૂરિ એટલે ભક્તિ અને ભક્તિ એટલે કલાપૂર્ણસૂરિ...' એવું જગ-બત્રીસીએ ગવાઈ રહ્યું છે. પૂજ્યશ્રીની ભક્તિ તો સર્વત્ર પ્રસિદ્ધ જ છે, પણ આજે મારે તમને એમનો અપ્રગટ બીજો ગુણ પણ કહેવો છે. પૂજ્યશ્રીનો શાસ્ત્રપ્રેમ અજોડ છે. પૂજ્યશ્રી પ્રભુપ્રેમી છે, એટલા જ શાસ્ત્રપ્રેમી છે, એ વાત બહુ ઓછા લોકો જાણે છે. પૂજ્યશ્રીએ અમને ભણાવવા માટે નિરંતર કાળજી રાખી છે. દીક્ષા લીધી ત્યારે હું સાવ જ નાનો હતો. માત્ર સાડાબાર વર્ષની ઉંમર. તે વખતે પૂજ્યશ્રીએ અમને ભણાવવામાં જે તકેદારી રાખી છે, તે કદી ભૂલી શકાય તેમ નથી. લાકડીઆના પ્રથમ ચાતુર્માસમાં શ્રી ચંપકભાઇ, મનફરાના બીજા ચાતુર્માસમાં પંડિતવર્યશ્રી અમૂલખભાઈ, અંજારના ત્રીજા ચાતુર્માસમાં રસિકભાઈ તથા જયપુરના ચોથા ચાતુર્માસમાં વૈયાકરણ પંડિત શ્રી ચંડીપ્રસાદને ગોઠવી આપ્યા. શ્રુતસ્થવિર પૂજ્ય મુનિશ્રી જંબૂવિજયજી પાસે ધામા, આદરીયાણા, શંખેશ્વર વગેરે સ્થળોએ આગમ વાચના ગોઠવી આપી. ષોડશક, પંચવટુક આદિ પૂ. હરિભદ્રસૂરિજીના ગ્રંથો, પ્રતિમાશતક, અધ્યાત્મસાર આદિ પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના ગ્રંથોની વાચના પૂજ્યશ્રીએ આપી. આજે આટલી ઉંમરે પણ પૂજ્યશ્રી ભગવતીની વાચના અમને આપી જ રહ્યા છે. ૨૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #47 -------------------------------------------------------------------------- ________________ ભગવતીના યોગોદ્વહનના પ્રવેશની પૂર્વ સંધ્યાએ અમે પૂજ્યશ્રીના આશીર્વાદ લેવા ગયા ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું : “ભગવતીના જોગમાં પ્રવેશ કરો છો એ પ્રસંગે હું તમને ગુણોનું અર્જન કરવાનું કહું છું. જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ ગુણોને પ્રાપ્ત કરો. પ્રાપ્ત ગુણોને વધુ ને વધુ નિર્મળ બનાવજો.' પૂજ્યશ્રીના ચરણોમાં પ્રાર્થના છે : એવું જ્ઞાન આપો, જેથી નિરંતર અજ્ઞાનનું ભાન થતું રહે. એવો વૈરાગ્ય આપો, જેમાં અમારી આસક્તિ ઓગળતી જાય. એવી ભક્તિ આપો, જેમાં અહંકારનો પર્વત ચૂર-ચૂર થઈ જાય...” પદ મળે ત્યાં સુધી હજુ વાંધો નહિ. પદ સાથે મદ ભળે ત્યારે વાત ખતરનાક બની જાય છે. અહંકાર કાનમાં ફૂંક મારે છે : હવે તું મોટો બની ગયો, પદવીધર બની ગયો. “તલહટીમેં ખડા હું પર માનતા હૂં કિ શિખર પર ચઢ ગયા હું, જાનતા કુછ ભી નહીં ફિર ભી માનતા હૂં કિ સબ કુછ પઢ ગયા હું, અહંકાર કા ધૂંઆ ઐસા છાયા હૈ કિ કુછ દિખાઈ નહીં દેતા, સબ સે પીછે ખડા હું પર માનતા હૂં કિ સબસે આગે બઢ ગયા હું..” આવો અહંકાર ઓગળી જાય, તેવી પૂજ્યશ્રીને અભ્યર્થના છે. જે પદ મળ્યું છે, તે માટેની યોગ્યતા પણ મળે, એવી પરમ કૃપાળુ પ્રભુને તથા પૂજ્યશ્રી ગુરુદેવને, ચતુર્વિધ સંઘ સમક્ષ પ્રાર્થના છે. આંસુ પ્રભુ-ભક્તિ, કરુણા અને સહાનુભૂતિથી થતા આંસુ પવિત્ર છે. શોક, ક્રોધ અને દંભથી થતા આંસુ અપવિત્ર છે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ ઉ ૨૦ Page #48 -------------------------------------------------------------------------- ________________ માતુશ્રી પાલાઈન ગેલાભાઈ ગાલા દિવારા આયોજિત લાકડીઓથી શંખેશ્વ-સિદ્ધાચલ છરી પાલક સંઘ [ મહા વ. ૧૨ થી ૨.શુપ, એક હજાઢ યાશિs ] સીધાડા ફા.સુદ-૫ ૧૦-૩-૨૦૦૦, શુક્રવાર ચંદાવિજJય પયહા ગ્રંથી પ્રાદંભ.. * ભગવાને જે પદાર્થો કહ્યા, તે પદાર્થોનું વ્યવસ્થિત ગુંફન ગણધરોએ કરેલું છે. ભગવાને ફૂલો વરસાવ્યા તો એ ફૂલોમાંથી ગણધરોએ માળા બનાવી છે. * ૪૫ આગમોમાંના ૧૦ પન્નામાં “ચંદાવિન્ઝય'નું પણ નામ છે. ભગવાનના જેટલા શિષ્યો હતા તે બધાએ પન્ના બનાવેલા. ૧૪ હાર પન્ના હતા. આજે ૧૦ જ બચ્યા છે. [પયન્નાની સંખ્યા થોડી વધુ છે, પણ ૪૫ આગમમાં ૧૦ની જ ગણના છે.] એક વખત વિહાર કરીને સાંતલપુર ગયેલો ત્યારે લિસ્ટમાં ચંદાવિઝય પયન્નાનું નામ વાંચી હૃદય રાજી થયું. માત્ર ૧૭૫ ગાથાનો જ આ ગ્રંથ અદ્દભુત લાગ્યો. પછી રાણકપુરથી નાગેશ્વર છ'રી પાલક સંઘમાં તેની વાચના પણ રાખેલી. ૨૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #49 -------------------------------------------------------------------------- ________________ આમાં મુખ્યતયા વિનયનું વર્ણન છે. * ત્રિપદીના શ્રવણ માત્રથી દ્વાદશાંગીની રચનાની શક્તિ ગણધરોમાં ક્યાંથી પ્રગટી ? ભગવાનના પરમ વિનયથી. ભગવાનને તેમણે મનુષ્યરૂપે નહિ, ભગવાનરૂપે જોયા. * ભદ્રબાહુ સ્વામી જેવા કહે છે ઃ ક્યાં તીર્થંકર અને ગણધરોનું વિશાળ જ્ઞાન ? ક્યાં હું ? એમના સૂત્રો પર છણાવટ કરવાની ઇચ્છા ધરાવનાર હું કોણ ? ભદ્રબાહુ સ્વામીને આમ લાગે છે. જ્યારે આપણને એમ લાગે છે : હું ગુરુથી પણ વધુ જ્ઞાની છું. * કંઠસ્થ કરવા લાયક આ ગ્રંથ છે. શરૂ કરતાં પહેલાં ત્રણ આયંબિલ કરવા પડે. આના પણ જોગ હોય છે. * આ ગ્રંથ એમ સમજાવે છે : જ્ઞાન શીખવાનું નથી, વિનય શીખવાનો છે. આપણે વિનય દ્વારા જ્ઞાન શીખવા માંગીએ છીએ, પણ આ ગ્રંથકાર કહે છે : વિનય માત્ર સાધન નથી, સ્વયં સાધ્ય પણ છે. ભગવાનનો વિનય, ભગવાનની ભક્તિ વગેરે આવી જશે તો ધ્યાન વગેરે પોતાની મેળે આવી જશે. ધ્યાન માટે અલગ પુરુષાર્થ કરવાની જરૂર નહિ પડે. * આ ગ્રંથ મોક્ષમાર્ગનું સૂત્ર છે, મહાર્થ છે, મહાન અર્થવાળું છે. માટે ધ્યાનપૂર્વક સાંભળજો. ૧૦ કિલો દૂધમાંથી ૧ કિલો ઘી મળે. ઘી દૂધનો સાર છે. તેમ આ ગ્રંથ સારભૂત છે. * ગઈકાલે ભગવતીમાં આવ્યું : મોક્ષમાર્ગના મુસાફરની ગતિ રોકનાર ૧૮ પાપસ્થાનકો છે. માટે જ સંથારા પોરસીમાં “મુરવમા-સંસવિઘમૂાડું' વિશેષણ લગાડવામાં આવ્યું છે. એક શબ્દમાં કહેવું હોય તો “પ્રમાદ.” એક “પ્રમાદમાં અઢારેય પાપસ્થાનકો આવી ગયા. કહ્યું કલાપૂર્ણસૂરિએ ક ૨૯ Page #50 -------------------------------------------------------------------------- ________________ * મોક્ષમાર્ગના મુખ્ય પ્રેરક ગુરુ છે. સૌ પ્રથમ એમનો વિનય કરવાનો છે. * ચંદાવિય પયજ્ઞામાં આવતા સાત દ્વારો :૧. વિનય. ' ૨. આચાર્ય - ગુણો. ૩. શિષ્ય - ગુણો. ૪. વિનય - નિગ્રહ. ૫. જ્ઞાનના ગુણો. ૬. ચારિત્ર. ૭. સમાધિ મરણ. વિનય ન હોય તો સમુદાય સાચવી જ ન શકાય. વિનયશિસ્ત વગેરે ખાસ જરૂરી છે. * સાધ્વીજીઓને સંઘ માટે કેટલીક સૂચનાઓ : (i) ૧૧ વાગ્યા પહેલા કાપનું પાણી નહિ લાવવું. (i) રસોડામાં રસોઈઆને કોઈ સૂચના કરવી નહિ. (ii) અંધારામાં રખડવું નહિ. (i) સવારે ૫-૩૦ પહેલા વિહાર કરવો નહિ. હું ચાલતો હતો, [ડોલી નહોતી આવી ત્યારે ] ત્યારે સૂર્યોદય વખતે જ વિહાર થતો. સુરક્ષા માટે પણ આમ કરવું જરૂરી છે. ઘણા એવા પ્રસંગો બન્યા છે. વહેલા ગયા તે વહેલા ઉપર પહોંચી ગયા. ૩૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #51 -------------------------------------------------------------------------- ________________ વારાહી ફા.સુદ-૬ ૧૧-૩-૨૦૦૦, શનિવાર * ભગવાન યોગ-ક્ષેમકર નાથ છે. જગતના જ નહિ, આપણા પણ નાથ છે. કારણ કે આપણે જગતથી બહાર નથી. ગુણોની જરૂર હોય, આવેલા ગુણોના રક્ષણની ચિંતા હોય તો ભગવાનને પકડી લો. કારણ કે અપ્રાપ્ત ગુણોની પ્રાપ્તિ અને પ્રાપ્ત ગુણોની સુરક્ષા જગન્નાથ ભગવાન જ કરી આપે છે. મોક્ષમાં ગયેલા ભગવાન આપણા વૉચમેન શી રીતે બને ? ભગવાનની અનુપસ્થિતિમાં પણ એમનું વૉચમેન તરીકેનું કાર્ય ચાલુ રહે છે; નામ-સ્થાપનાદિ દ્વારા, ધર્મ દ્વારા, ગુરુ દ્વારા. આ બધા જ ભગવાનના જ સ્વરૂપો છે. ભગવાન વિનયની મહત્તા એટલે જ સમજાવે છે. વિનયથી જ અપ્રાપ્ત ગુણો આવે છે, આવેલા હોય તો ટકે છે. વિનયની વૃદ્ધિ માટે જ સાત વાર ચૈત્યવંદનનું વિધાન છે. ડગલે ને પગલે આ સંયમ જીવનમાં વિનય વણાયેલો છે. “કોઇપણ કામ ગુરુને પૂછીને જ કરો.” – એમ શાસ્ત્રકારો કહે છે. હુકમ ન માને તેવા સૈનિકને સેનાપતિ રાખે ? હુકમ ન માને તો સૈનિકને સેનાપતિ ગોળીએ ઊડાવી દે. અહીં કોઈ ગોળીએ નથી કહ્યું કલાપૂર્ણસૂરિએ ૩૧ Page #52 -------------------------------------------------------------------------- ________________ ઊડાવતું, પણ કર્મરાજાનો ગોળીબાર તૈયાર છે. ડૉક્ટર રોગની ખતરનાકતા એટલે બતાવે છે કે દર્દી પરહેજીનું બરાબર પાલન કરે, પથ્યના સેવનપૂર્વક કડવી દવા વગેરે લે. દર્દી જો એમ ન કરે તો એનું જીવન જોખમમાં જ મૂકાઈ જાય. અહીં પણ ડૉક્ટરના સ્થાને ગુરુ છે. એમનું ન માનીએ તો પરલોકમાં તો દુર્ગતિ આદિ ઝીંકાય જ, આ જન્મમાં પણ રોગાદિ આવી શકે. ગુરુ ભલે ઉંમરમાં નાના હોય, અલ્પશ્રુત હોય તો પણ એની આશાતના આપત્તિ નોંતરે છે. સાચા ગુરુને છૂપાવવાથી પેલા યોગીનું કમંડળ આકાશમાંથી નીચે પટકાયેલું. પોતાને ભણાવનાર ચંડાળને ઉપર બેસાડવાથી જ શ્રેણિક અવનામિની - ઉજ્ઞામિની વિદ્યા શીખી શકેલા. આપણે સંયમ-જીવન જીવવું છે, મોક્ષે જવું છે, સાથે અવિનય પણ ચાલુ રાખવો છે ! લાડવા ખાઇને ઉપવાસ કરવો છે ! ગમે તેટલી તપ વગેરેની ઘોર સાધના હોય પણ અવિનય હોય તો બધું જ નકામું. દા.ત. કૂલવાલક. અવિનય કોણ કરે ? સ્તબ્ધ-અભિમાની. ક્રોધ પણ અભિમાનનો જ પ્રકાર છે. અંદર અભિમાન પડેલું હોય તો જ ગુસ્સો આવે. અહંકાર ઘવાય ત્યારે જ ક્રોધ આવે. તમે જે. ‘અપરાધક્ષમાં શોધ: ' અપરાધીને માફી ન આપવી તે ક્રોધ છે. બધા દોષોને પેદા કરનાર અહંકાર છે. બધા ગુણોને પેદા કરનાર નમસ્કાર છે. અહંકાર સંસારનું બીજ છે; નમસ્કાર મુક્તિનું બીજ છે. આપણે ક્યાં રહેવું છે ? મુક્તિમાં કે સંસારમાં ? અહંકાર ન છોડીએ તો મુક્તિની સાધના શી રીતે શરૂ થાય?” કરેમિ ભંતે' માં “સવિષ્ણ' શબ્દ દ્વારા અઢારેય પાપસ્થાનકનો ૩૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #53 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ કરેલો જ છે. “ચંદાવિન્ઝયે વિનય-ગુણે વડો ધન્વો રે...'' એમ વીરવિજયજીએ પૂજામાં ગાયું છે. પૂજામાં આ પંક્તિ વાંચી ત્યારથી જ મનમાં હતું : આ ગ્રન્થ વાંચવો છે. અને સાંતલપુરમાં આની પ્રત ૧૮ વર્ષ પહેલા હાથમાં આવી. વિનય કરો, વિનીત બનો, એટલે હું તમને મોક્ષનું સર્ટિફિકેટ આપવા તૈયાર છું. ગુરુનો પરાભવ કરે તે ડગલે ને પગલે ખુદ જ પરાભવનું સ્થાન બને જ. ભારેકર્મી જીવ જ આવું કરે. બીજાને આવી બુદ્ધિ જ ન સૂઝે. ઉતાવળમાં અવિનીતને દીક્ષા અપાઈ જાય છે. ને પછી સમસ્યાઓ ઊભી થાય છે. પછી એનું કાંઈ ન થઈ શકે. અસાધ્ય દર્દમાટે કુશળ વૈદ્ય પણ શું કરી શકે ? વિનય પ્રાપ્તિ માટે અહંકારનો નાશ કરવો જરૂરી છે. ગુરુથી મારામાં શું વધુ છે ? જ્ઞાન, ધ્યાન, બુદ્ધિ...શું વધુ છે ? એમ જાતને પૂછો. ગુણોથી અપૂર્ણ છીએ તો અભિમાન શાનો ? ગુણોથી પૂર્ણને તો અભિમાન થાય જ નહિ. અહંકારી જ પોતાની પ્રશંસા અને બીજાની નિંદા થાય તેમ પ્રયત્ન કરે. વિનયપૂર્વક ગુરુ પાસેથી જ્ઞાન મેળવો તો યશ-કીર્તિ ફેલાય, તમે વિશ્વાસુ બનો, સ્વીકાર્ય બનો, શ્રદ્ધેય બનો. છેદસૂત્રોમાંનું ઉદાહરણ : બાપ-બેટાએ સાથે દીક્ષા લીધી. બાલ મુનિ અવિનીત અને ઉદ્ધત હોવાના કારણે ગચ્છ-બહાર મૂકાયા. બાપ સારા હતા, પણ પુત્રમુનિના કારણે સૌની સમાધિ માટે બહાર ગયા. બીજા ગચ્છોમાંથી પણ નિર્વાસિત થયા. - બાલમુનિને એક દિવસ વિચાર આવ્યો : અરે રે...! મારો કહ્યું કલાપૂર્ણસૂરિએ છે ૩૩ Page #54 -------------------------------------------------------------------------- ________________ આ તે કેવો સ્વભાવ ? મારા કારણે મારા પિતા મહારાજ કેવા હેરાન થાય છે ? ભગવન્! મેં ખૂબ જ આશાતના કરી. છ મહિના માટે હવે ચાન્સ આપો.' એમ બાલમુનિએ પિતા મુનિને કહેતાં છેલ્લા એક ગચ્છમાં રહ્યા. પછી તેનામાં વિનય આવ્યો, પ્રકૃતિ બદલાઈ. સ્વ-ગચ્છમાં દાખલ કરવામાં આવ્યો. To Live (જીવન) થી Love (પ્રેમ) સુધી જીવન શા માટે ? જીવવા માટે. જીવવું શા માટે ? કંઈક કરવા માટે. કંઈક કરવું શા માટે ? સત્કર્મ કરવા માટે. સત્કર્મ શા માટે ? જીવો સાથે પ્રેમ કરવા માટે. જીવોનો પ્રેમ શા માટે ? ભગવાન સાથે પ્રેમ કરવા માટે. Live (શિવ) અને Love (લવ)માં ફરક કેટલો? 1 અને ૦ નો જ માત્ર ફરક. I એ અહંનું, સ્વાર્થનું પ્રતીક છે. 0 એ શૂન્યનું – અહં રહિતતાનું પ્રતીક છે. તો વિશ્વનું વાસ્તવિક સત્ય આ જ છે કે આઈ(અહં)ને 0 - ઓ (શૂન્ય)માં પરિવર્તિત કરી દો. સ્વાર્થી મટીને પ્રભુપ્રેમી બનો. ૩૪ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #55 -------------------------------------------------------------------------- ________________ રાધનપુર ફા.સુદ-૭ ૧૨-૩-૨000, રવિવાર * જીવન વિનય-પ્રધાન હોવું ઘટે. વિનય વિના વિદ્યા, વિવેક, વિરતિ વગેરે કાંઈ પ્રાપ્ત ન થાય. ધર્મમાં જ નહિ, બીજા ક્ષેત્રોમાં પણ વિનય જોઇએ. વ્યવહારમાં પણ શિસ્તથી જ સફળતા મળે. ન માને તેવા નોકરને કોઇ શેઠ રાખે? અવિનીત, ઉદ્ધત અને હુકમનો અનાદર કરનાર સૈનિક ચાલે ? અવિનીતને વિદ્યા કદાચ મળે ખરી, પણ ફળે નહિ. અવિનીતમાં રહેલા બધા ગુણો, દોષો જ ગણાય ને વિનીતના દોષો પણ ગુણરૂપ ગણાય. શાન્તિ-સમાધિ અને સિદ્ધિ સુધી પહોંચવું હોય તો વિનય શીખો. ગુરુ નહિ, શિષ્ય બનો. શિષ્ય બનવું જ કઠણ છે. એવું આ ગ્રંથમાં ભારપૂર્વક જણાવાયું છે. ગૌતમસ્વામીને ૫૦ હજાર શિષ્યો આ કારણે જ મળ્યા હતા. તેઓ પરમ વિનયી હતી. અવિનીતની વિદ્યા કદી ગુણકારી ન જ બને. ગુરુનો પરાભવ નહિ, પણ પરાભવના વિચારથી પણ એને વિદ્યા ફળે નહિ. માટે જ દુર્વિનીતને વિદ્યા આપવાની અહીં ના પાડી છે. પૂ. હરિભદ્રસૂરિજીએ યોગગ્રંથોમાં લખ્યું છે : કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૩૫ Page #56 -------------------------------------------------------------------------- ________________ અયોગ્યને સૂત્રાદિ નહિ આપતા. યોગિકુળમાં જન્મેલા જ આના અધિકારી છે. અતિસારના રોગીને દૂધપાક ન અપાય. * અહીં વિદ્યા કઈ લેવી ? અવિદ્યાને દૂર કરે તે. અનિત્ય, અપવિત્ર, જડ એવા શરીરને નિત્ય, પવિત્ર, ચેતનરૂપ માનવું તે અવિદ્યા છે. * આત્મગુણોનો નાશ એટલે આત્માનો નાશ. દેહમાં ગાઢ અભેદબુદ્ધિના કારણે આપણને આત્મા કે આત્માના ગુણો કદી યાદ આવતા જ નથી. * પોતાનું નામ આગળ કરતો, ગુરુને પાછળ રાખી દેતો અવિનીત ઋષિઘાતકના લોકમાં [દુર્ગતિમાં] જાય, એમ અહીં જણાવ્યું છે. ગુરુ એટલે આચાર્ય જ નહિ, દીક્ષા શિક્ષા વગેરે આપનારા પણ ગુરુ છે. ગુરુ વિના મને દીક્ષા કોણ આપત ? એની સામે મારાથી શી રીતે બોલાય ? આવા વિચારો સતત સામે રહે તો યોગ્ય શિષ્ય ગુરુની સામે પડી જ ન શકે. આત્માનો ઉદ્ધાર કરવા માંગતા હો [ખરેખર તો એ માટે જ સંયમ જીવન સ્વીકાર્યું છે ને ?] તો કદી ગુરુની અવહેલના નહિ કરતા. ગોશાળાએ ભગવાન પર તેજોલેશ્યા છોડી તેના કારણે કેટલાય ભવો સુધી તે તેજલેશ્યા આદિથી મરશે. ઘણા કહે છે : મારું મન ભણવામાં લાગતું નથી. પણ ક્યાંથી લાગે ? ગુરુના આશીર્વાદ વિના ચિત્ત સંક્લિષ્ટ જ રહેવાનું ! ઘણા તો એવા અવિનીત અને ઉદ્ધત હોય કે ગુરુના દોષો મારી પાસે પણ પ્રકાશે. આવા તો ઘેર જઈ શ્રાવકપણે પાળે તેમાં તેમનું કલ્યાણ છે. * વિદ્યા પણ ભાગ્યશાળીને પામીને જ બળવાન બને. વિનયી જ ભાગ્યશાળી ગણાય. અહીં તો વિનય એ જ મોટું ધન ! એ જેની ૩૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #57 -------------------------------------------------------------------------- ________________ પાસે હોય તે ભાગ્યશાળી ! આઠેય કર્મોનું વિનયન કરે તે વિનય કહેવાય. આપણે ઝૂકીએ એટલે અક્કડાઈથી બંધાયેલા કર્મો ખરતા જાય. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ દરેકમાં વિનય અવિનાભાવે જોડાયેલો છે. વિનય વિના એકેય ફળી શકે નહિ. જિનશાસન વિનયમય છે. વિનય આંતરયુદ્ધનું તીક્ષ્ણ શસ્ત્ર છે. એના વિના શેનાથી તમે કર્મ-શત્રુઓ સામે લડાઈ કરશો ? માટે પહેલા જ્ઞાન નહિ, વિનય શીખો. ગુરુની સામે જવું, આસન પાથરવું, દાંડો લેવો વગેરે વિનય કહેવાય. ભલે ગુરુને આની અપેક્ષા ન હોય, પણ આપણું કર્તવ્ય શું? કુલીન બાળા અસાધારણ પતિને પામીને બળવાન બને તેમ વિનીતને પામીને વિદ્યા બળવાન બને છે. सिक्खाहि ताव विणयं, किं ते विज्जाइ दुव्विणीअस्स । दुस्सिक्खिओ हु विणओ, सुलहा विज्जा विणीअस्स ॥ - ચંદાવિય પન્ના – ૧૧. તું પહેલા વિનય શીખ. તું દુર્વિનીત અને ઉદ્ધત છે તો વિદ્યાથી તારે કામ શું છે ? વિનય શીખવો જ મુશ્કેલ છે. તું જે વિનીત બની જઈશ તો વિદ્યા પોતાની મેળે આવવાની જ છે. વિદ્યા શીખવી મુશ્કેલ નથી, વિનય શીખવો મુશ્કેલ છે – એમ આ ગ્રંથનું હાર્દ છે. ભક્તિ વિનયનો જ પર્યાય છે. ' - ૨૫૦ જેટલા સાધ્વીઓ તમે સાથે છો તો ક્યારેક પફિખ જેવા દિવસે બધા સાથે પ્રતિક્રમણ કરો તો કેવું સુંદર લાગે ? વિનય જેવો કોઈ વશીકરણ મંત્ર નથી. વિનયથી તમે આખું વિશ્વ વશ કરી શકો. . વિનયમાં ધ્યાન અને સમાધિના બીજ પડેલા છે. મોટાઓનો કહ્યું કલાપૂર્ણસૂરિએ છે ૩૦ Page #58 -------------------------------------------------------------------------- ________________ જ નહિ, નાનાઓનો પણ વિનય કરવાનો છે. તમે મોટાને “મFએણ વંદામિ' કરો તો તેઓ પણ તમને “મર્થીએણ વંદામિ' કહે જ ને ? આ નાનાનો વિનય છે. “મર્થીએણ વંદામિ' બોલતાં જ કર્મોનું વિનયન થયું, તેમ માનજો. ઇચ્છાકાર સમાચારી મોટાએ નાના પ્રત્યે કેમ વ્યવહાર કરવો એ શીખવે છે. * સારા સંયોગ મળે તો વિનય પર સંપૂર્ણ સંકલન તૈયાર કરવું છે. * મને કાંઇપણ મળ્યું હોય તો વિનયના કારણે જ. ઇસ્લામ ધર્મની છે જરૂરી વાતો, ૧ તોષા. પાપોનો પશ્ચાત્તાપ. ૨ જહર. ઈચ્છાથી ગરીબી સ્વીકારવી. ૩ સબ્ર. સંતોષ કરવો. ૪ શુક. અલ્લા પ્રત્યે કૃતજ્ઞતા. ૫ રિજાઅ. દમન. ૬ તવક્કલ. અલ્લાની કૃપા પર પૂરો ભરોસો. ૭ રજ. અલ્લાની મરજીને પોતાની મરજી બનાવવી. આ સાતેય વાતો દુષ્કૃત ગ, સુકૃત-અનુમોદના અને શરણાગતિમાં સમાઈ જાય છે – એમ નથી લાગતું ? ૩૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #59 -------------------------------------------------------------------------- ________________ બાપ્પા. ફા.સુદ-૮ ૧૩-૩-૨૦૦૦, સોમવાર * રાધાવેધની જેમ વિદ્યા સાધવાની છે. તે વિનય દ્વારા જ સાધી શકાય. અવિનયના માર્ગે વિના પ્રેરણાએ ચાલી શકાય, પણ અહીં તો પ્રેરણા પછીય ચાલવું મુશ્કેલ છે. રાધાવેધ સાધવા જેટલું મુશ્કેલ છે. * ઉપયોગ શુદ્ધ બને તો જ યોગ શુદ્ધ બની શકે. ઉપયોગ સર્વ જીવો માટેનું સ્વરૂપ-દર્શક લક્ષણ છે. “પરસ્પરોપગ્રહો નીવાનામું |’ આ સર્વ જીવો માટેનું સંબંધ-દર્શક લક્ષણ છે. ઉપયોગ મલિન હોય ત્યારે પરસ્પર ઉપકારની જગ્યાએ અપકાર થાય. શુદ્ધ ઉપયોગ હોય ત્યારે સહજભાવે ઉપકાર થતો જ રહે. * તીર્થકરો આટલા મહાન હોવા છતાં કોઇની પાસે જબરદસ્તીથી ધર્મ કરાવતા નથી. વિનયનો ઉપદેશ અપાય, પણ તેમાં જબરદસ્તી ન થઈ શકે. ધર્મ પરાણે આવી શકતો નથી. * અવિનય કર્મનું બંધન કરાવે. વિનય કર્મનું વિનયન [નાશ]કરાવે. | નવકાર પરમ વિનયરૂપ છે, માટે જ તે સર્વપાપનો નાશ કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૩૯ Page #60 -------------------------------------------------------------------------- ________________ કરનારો અને સર્વનો સાર કહેવાયો છે. * નામ તો હતું વિનયરન, પણ કામ કર્યા અવિનયથી ભરેલા. આ વિનયરને રાત્રે રાજાનું ખૂન કર્યું. એની પાછળ શાસનની અપભ્રાજના રોકવા આચાર્યને પણ આપઘાત કરવો પડ્યો. આચાર્યના પ્રાણ ગયા. તેની જવાબદારી વિનયરત્નની ગણાય. * જ્ઞાન, દર્શનાદિ કરતાં વિનય કેટલો મૂલ્યવાન છે, એ સમજવાનું છે. વિનય વિના જ્ઞાનાદિ કદી સમ્યગૂ બની શકતા નથી. વિનય તો આરાધનાની ઘડીયાળનું મુખ્ય અંગ છે, એના વિના એ નહિ ચાલે. આરાધનારૂપી બગીચાને હરિયાળો રાખનાર વિનયરૂપી કૂવો છે. * વિનય સાધનાનું મૂળ છે, સાધનાનું રહસ્ય છે, સાધનાનું ઐદંપર્ય છે, એમ સાધકને લાગ્યા વિના રહે જ નહિ. હું મારા અનુભવથી આ અધિકારપૂર્વક કહી શકું તેમ છું. વિનય એવી ચાવી છે, જેનાથી બધા જ ગુણોના તાળા ખુલી શકે છે. આ બધી વાતો ભલે મારા અનુભવને મળતી આવે, ભલે સંવાદી હોય, પણ મારા ઘરની નથી. અહીં [ચંદાવિય પન્નામાં જે લખ્યું છે, તેના ઉપરથી જ હું બોલું છું. કાંઈ આડું અવળું હોય, ભૂલ હોય તો મારી છે. “જ્ઞાન વાંચો” એમ ન લખ્યું, “જ્ઞાન શીખો' એમ લખ્યું. શા માટે ? જાતે વાંચી શકાય, પણ શીખી ન શકાય. ગુરુ વિના શીખી ન શકાય. ગુરુ હોય એટલે વિનય કરવો જ પડે. * આઠેય જ્ઞાનાચાર આવે પછી જ સાચા અર્થમાં જ્ઞાન આવી શકે. * “સમર્થ રોય ! મા પમાયg' આ તમે ભણ્યા. પછી પુનરાવર્તન કર્યું. હવે શું કરવાનું ? આ બોલતા રહેવાનું ને પ્રમાદ કરતા રહેવાનું? પોપટ જેવા થવાનું? પોપટની વાર્તા કાલે કરીશ. ૪૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #61 -------------------------------------------------------------------------- ________________ [પછી પોપટની વાર્તા થઈ નથી.] * વધુ ન આવડે તો કાંઈ નહિ, એકાદ શ્લોક પણ ભાવિત બનાવીને જીવન જીવશો તો ખરેખર તમને પરમ પરિતોષનો અનુભવ થશે. * “ભો ફુન્દ્રમૂરે ! સુવપૂર્વ સમાતોગતિ ?' એમ કહીને ભગવાન પણ જો ઔચિત્ય સાચવતા હોય તો આપણે ઔચિત્યથી દૂર શી રીતે જઈ શકીએ ? * ગુરુ પ્રસન્ન થઈને, અંતરના પરિતોષથી આપે તે જ વિદ્યા ફળે, ગુરુની અપ્રસન્નતાપૂર્વકની વિદ્યા કદી જ ફળતી નથી. * સમસ્ત વિદ્યાના દાતા આચાર્ય ગુરુ મળવા મુશ્કેલ ! અને તે ઝીલનાર વિનયી શિષ્ય મુશ્કેલ... ! | ‘શ્રાદ્ધ શ્રોતા સુથર્વવત્તા...!” એમ કહેતા હેમચન્દ્રસૂરિજીએ આ જ વાત કરી છે. * અહીં “શિક્ષક' શબ્દનો અર્થ “ભણાવનાર' નહિ, “ભણનાર' કરવો. મંદકષાયી આવા શિક્ષકો ઘણા દુર્લભ છે. આપણી ઉદ્ધતાઈ કષાયોની ઉગ્રતા સૂચવે છે. તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય – અભાવ” - યશોવિજયજી. અનંતાનુબંધી કષાય ન જાય ત્યાં સુધી ધર્મ ન જ આવે. આપણે અંતરાત્મામાં જોવાનું છે : “કષાયોની માત્રા વધુ છે કે ગુણોની ?' ભક્તિ માપવા માટે દૂધની ઘનતા માપવા લેક્ટોમીટર, વીજળીનું દબાણ માપવા વોલ્ટમીટર, હવાનું દબાણ માટે બેરોમીટર, ગરમી માપવા માટે થર્મોમીટર. તેમ પ્રભુ-ભક્તિ માપવા માટે ચિત્ત પ્રસન્નતા. કહ્યું કલાપૂર્ણસૂરિએ જ Page #62 -------------------------------------------------------------------------- ________________ ચંદુર ફા.સુદ-૯ ૧૪-૩-૨૦૦૦, મંગળવાર * આગમ-વાચનરૂપ સ્વાધ્યાયથી સર્વોત્કૃષ્ટ કર્મ-નિર્જરા થાય છે, આઠેય કર્મો તૂટે છે. સ્વાધ્યાય-રૂપ આત્યંતર તપની પહેલા પ્રાયશ્ચિત્ત, વિનય, વૈિયાવચ્ચ છે. સ્વાધ્યાય શીખવા માટે વિનય આદિ જરૂરી છે. વ્યાવહારિક વિદ્યા પણ વિનય વિના આવી શકતી નથી. અર્જુન જેવી વિદ્યા બીજું કોઇ શીખી શક્યો નહિ. કારણ કે અર્જુન જેવો બીજો કોઈ વિનયી હોતો. શીખતા તો બધા હતા, પણ વિનયની માત્રાના કારણે વિદ્યાની માત્રામાં ફરક પડી ગયો. દુનિયાની બધી જ વિદ્યા કરતાં મોક્ષવિદ્યા સર્વોત્કૃષ્ટ છે. વ્યાવહારિક જગતમાં પણ વિનયની આટલી જરૂર પડે તો મોક્ષવિદ્યામાં કેટલી જરૂર પડે ? ચંદાવિષ્ક્રય પન્ના આખો જ ગ્રન્થ વિનય પ્રધાન છે. એનો સ્વાધ્યાય કરશો તો ચોક્કસ વિનય જીવનમાં ઊતરશે. ગુરુનો વિનય કરવાથી ગુરુના બધા જ ગુણોનું આપણામાં સંક્રમણ થશે. આજ સુધી આપણે આપણામાં દોષોનું જ સંક્રમણ કર્યું છે. કારણ કે દોષોનો જ વિનય કર્યો છે. જે વસ્તુ ગમે તે આપણને મળે. દોષો ગમે તો દોષો મળે. ગુણો ગમે તો ગુણો મળે. ૪૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #63 -------------------------------------------------------------------------- ________________ વિનય ન હોય તો ન ગૃહસ્થ - જીવન શોભે, ન સાધુ-જીવન ! એક પણ અવિનીત આવી જાય તો આપણા ગૃપની શું હાલત થાય ? તેનો આપણને અનુભવ છે. આ બધું જોઈને આપણે નિર્ણય કરી લેવો જોઇએ : મારે તો કોઈનો અવિનય નથી જ કરવો. બીજો અવિનય કરે તે ભલે આપણે ન અટકાવી શકીએ, પણ આપણો અવિનય તો આપણે અટકાવી શકીએને ? ગૃહસ્થો પુરુષાર્થથી ધનની વૃદ્ધિ કરે તો આપણે વિનયથી વિદ્યા આદિ ગુણોની વૃદ્ધિ નહિ કરવાની ? વિનીતની બધા જ પ્રશંસા કરે, અવિનીતની પ્રશંસા કોઈએ કરી હોય તેવું જાણ્યું છે ? આટલું જાણવા છતાં અવિનય કેમ ટળતો નથી ? વિનય કેમ જીવનમાં આવતો નથી ? जाणंता वि विणयं केइ कम्माणुभावदोसेणं । निच्छंति पउंजित्ता, अभिभूया रागदोसेहिं ।।१६।। કેટલાક વિનયને જાણતા હોવા છતાં જીવનમાં ઊતારી શકતા નથી. કર્મસત્તા એટલી પ્રબળ હોય છે કે જીવનમાં ઊતારવાનું મન પણ થતું નથી. * અવિનય, ક્રોધ, માન, માયા, લોભ વગેરે કરીને કોઈ કાર્યમાં સફળતા મેળવીએ ને એ દોષોને વખાણીએ તો સમજી લેજો : આ દોષો કદી જવાના નથી. જન્માંતરમાં પણ સાથે ચાલશે. ભગવાન પાસે ગુણો એકઠા થઈને રહેલા છે. કારણ કે ભગવાને તેનો આદર કર્યો છે. * રાગ-દ્વેષ મિથ્યાત્વના કારણે વધે છે. મિથ્યાત્વના નાશથી ધીરે-ધીરે રાગ-દ્વેષ ઘટતા રહે છે. કારણ કે મિથ્યાત્વથી સમજણ મળે છે : આ રાગ-દ્વેષ જ મારા ભયંકર શત્રુઓ છે, બીજો કોઈ નહિ. શત્રુની એકવાર જાણકારી મળી જાય પછી એની સાથે તમે કદી દોસ્તી ન કરી શકો. . * બુદ્ધિહીન માષતુષ મુનિને કેવળજ્ઞાન મળી ગયું. મહાબુદ્ધિ કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૩ Page #64 -------------------------------------------------------------------------- ________________ માન જમાલિ જન્મ હારી ગયા. તેનું શું કારણ ? માપતુષ પાસે વિનય હતો, જમાલિ પાસે ન્હોતો. * ઇન્દ્રિય-વિજેતાની જ નિર્મળ કીર્તિ ફેલાય. લોલુપી માણસ કીર્તિની આશા રાખી શકે નહિ. * ધન વગરનો માણસ ગરીબ, નિપુણ્યક, ભાગ્યહીન કહેવાય. વિનય વગરનો સાધુ મહાનિખુણ્યક કહેવાય. * પૂર્વજન્મની સાધનાના ફળો આ જન્મમાં આપણે ભોગવી રહ્યા છીએ. પણ હવે આ ભવમાં સાધના નહિ કરીએ તો આગામી જન્મમાં શું થશે ? * ચારેય દુર્લભ ચીને આપણને [માધુરં તુ સદ્ધ, સંગમ ગ વરિષ] મળી છે, એમ વ્યવહારથી કહી શકાય, પણ એનું આપણને મૂલ્ય કેટલું ? * કોઈ અવિનીત, આચાર્યના ગુણો છૂપાવે, આચાર્યની અપકીર્તિ થાય તેવું વર્તે, તે ઋષિઘાતકના લોક નિરક]માં જાય, એમ અહીં લખ્યું છે. મિથ્યાત્વ વિના આવું ન થઈ શકે. મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોટાકોટી સાગરોપમની છે. ઘોર મિથ્યાત્વ જ આવી વિચારણા આપે. * બધી વિદ્યાઓનું મૂળ વિનય છે. બધી વિદ્યાઓના રહસ્યો પામવા હોય તો વિનયને પકડી લો. એક ક્રોડ રૂપિયાનો ચેક કોઈ આપી દે તો એણે શું આપ્યું કહેવાય ? મકાન, દુકાન વગેરે બધું જ આવી ગયું ને ? વિનયમાં પણ બધું જ આવી ગયું. વિશીલ શિષ્યના લઠ્ઠાણી : A. સરળ : દા.ત. મુક્તાનંદ વિજયજી ! એકદમ સરળ. પૂ. દેવેન્દ્રસૂરિજી અત્યંત સરળ હતા. અમે કેટલીયે વાર અનુભવ્યું છે. શ્રાવકોમાં ગાંધીધામવાળા દેવજીભાઈ યાદ આવે. લાખનું કામ બતાવો. તરત જ કરી આપે. એ પણ અત્યંત ૪૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #65 -------------------------------------------------------------------------- ________________ ગુપ્તપણે. B. અપરિગ્રાન્ત : સેવા અને સ્વાધ્યાય કરવામાં કદી થાકે જ નહિ. સ્વાધ્યાયમાં સ્થૂલભદ્ર અને સેવામાં નંદિષેણ યાદ આવી જાય. * વિનયની સિદ્ધિ શી રીતે મેળવવી ? સિદ્ધિ તેને કહેવાય જેમાં ગુણ આવ્યા પછી જાય નહિ. આ બધાનું વર્ણન આ ગ્રંથમાં આગળ આવશે. અમારા આગમનથી તેઓ ભાગી જાય છે.. જંગલમાં જતા કોઈ માણસને ચાર સ્ત્રીઓ મળી. એમના નામો હતા : બુદ્ધિ, લા, હિમ્મત અને તંદુરસ્તી. માણસે પૂછયું : “તમે ક્યાં રહો છો ?' “અમે ચારેય ક્રમશઃ મગજ, આંખ, હૃદય અને પેટમાં રહીએ છીએ.' જવાબ સાંભળીને તે આગળ ચાલ્યો ત્યારે તેને ચાર પુરુષ મળ્યા. તેમના નામ હતા : ક્રોધ, લોભ, ભય અને રોગ. પૂછ્યું : “તમે ક્યાં રહો છો ?' “અમે ચારેય ક્રમશઃ મગજ, આંખ, હૃદય અને પેટમાં રહીએ છીએ.” અરે ! ત્યાં તો પેલી સ્ત્રીઓ રહે છે !” તમારી વાત ખરી... પણ અમારું આગમન થતાં જ તેઓ ઘર છોડીને ભાગી જાય છે.” ક્રોધથી બુદ્ધિ, લોભથી લજ્જા, ભયથી હિંમત અને રોગથી તંદુરસ્તી નષ્ટ થાય છે. ' કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૫ Page #66 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વર ફા.સુદ-૧૦ ૧૫-૩-૨000, બુધવાર. * શાસ્ત્રોમાં વિનય ક્યાં છે? એમ નહિ, વિનય ક્યાં નથી ? એમ પૂછો. દરેક કાર્ય નવકારપૂર્વક શરૂ કરવાનું હોય છે. નવકાર પરમ વિનયરૂપ છે. | નવકારમાં પ્રથમ પદ “નમો’ વિનયને જ કહે છે. “અરિહંતાણં' થી પણ તેનું સ્થાન પ્રથમ છે. ગુણોને તમે આમંત્રણ – પત્રિકા ભલે ગમે તેટલી લખો, પણ તેઓએ મીટિંગમાં નક્કી કર્યું છે કે વિનય હોય તો જ જવું. વિનય નહિ હોય તો એકેય ગુણ નહિ આવે. વિનય વગરના ગુણો ગુણાભાસ કહેવાશે. પોતાની પાસે નહિ હોવા છતાં પોતાના દરેક [૫૦ હજાર] શિષ્યોને કેવળજ્ઞાન આપવાની શક્તિ, ગૌતમ સ્વામીમાં વિનયથી આવી છે. ભગવાનના ૭૦૦ જ સાધુઓને કૈવલ્ય મળ્યું છે, જયારે ગૌતમસ્વામીના બધા ય શિષ્યોને મળ્યું છે. * આપણા સુધી શ્રુતજ્ઞાન પહોંચ્યું તેમાં આપણા તમામ પૂર્વજ મહાત્માઓનો ફાળો છે, હવે આપણા પર મોટી જવાબદારી છે : આપણા અનુગામીઓને આ વારસો પહોચાડવાની. * ૩૬ ૪ ૩૬ = ૧૨૯૬ જ ગુણો આચાર્યમાં છે એવું નહિ માનતા. અહીં કહે છે કે લાખો ગુણો આચાર્યમાં હોય. ૪૬ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #67 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય કેંઘા હોય.... ? A વ્યવહાર માર્ગ-ઉપદેશક. B ઋતરત્નના મહાન સાર્થવાહ [મોટા વેપારી] C પૃથ્વી જેવા સહનશીલ. ગમે તેટલું ખોદો પણ પૃથ્વી કદી ચૂં કરે છે ? ગમે તેટલો ભાર નાખો, પણ કદી ઊંહકારો કરે છે ? તેથી જ તેનું નામ સર્વસહા” છે. આચાર્ય પણ આવા જ સહિષ્ણુ હોય. D ચન્દ્ર જેવા સૌમ્ય. E સાગર જેવા ગંભીર. આથી જ તેઓ આલોચના આપી શકે. ૧૨ વર્ષ સુધી રાહ જોવાનું કહ્યું છે, પણ અગીતાર્થ પાસે આલોચના લેવાની શાસ્ત્ર ના પાડી છે. - દુધર્ષ : વાદી આદિથી અપરાજેય. G કાલજ્ઞઃ કયા સમયે શું કરવું તે જાણે. દેશ, જીવોના ભાવ, દ્રવ્ય વગેરે જાણનારા. કયો માણસ કયા ભાવથી બોલે છે ? તે આચાર્ય જાણે. એના શબ્દોથી એની ભૂમિકાને ઓળખી લે. ઉતાવળીયા ન હોય : આપણે બધા ઊતાવળા છીએ, પણ આચાર્ય ધીરા હોય. આંબો પણ ફળ માટે ટાઈમની અપેક્ષા રાખે તો બીજા કાર્ય એમને એમ કેમ ફળે ? 4 અનુવર્તક : કયા શિષ્યને કઈ રીતે આગળ વધારવો તે જાણનારા હોય. અમને આવા અનુવર્તક ગુણથી યુક્ત પૂ. કનકસૂરિજી, પૂ. પ્રેમસૂરિજી, પૂ. પં. ભદ્રંકરવિજયજી [ભલે આચાર્ય પદ ન સ્વીકાર્યું, પણ ગુણો હતા.] જેવા મહાપુરુષોના સાન્નિધ્યમાં રહેવાનું મળ્યું છે, તે અમારો પુણ્યોદય. • K અમાયી : જરાય માયા ન હોય. કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૪૦ Page #68 -------------------------------------------------------------------------- ________________ L સ્વ-પર આગમના જાણ : દરેક શાસ્ત્રમાં એમની પ્રજ્ઞા ખૂંપી શકતી હોય. M દ્વાદશાંગીને સૂત્ર, અર્થ અને તદુભયથી આત્મસાતું કરનારા.. છ આવશ્યકોમાં પ્રથમ સામાયિક છે. સમસ્ત દ્વાદશાંગીનો સાર સામાયિક છે. સામાયિક પર લાખો શ્લોક પ્રમાણ સાહિત્ય છે. સામાયિકની આટલી મહત્તા સમતાની મહત્તા સૂચિત કરે છે. દીક્ષા વખતે માત્ર સામાયિક પાઠ જ ઉચ્ચરાવવામાં આવે છે. સામાયિક એટલે સાવદ્ય યોગો [૧૮ પાપસ્થાનક] ના ત્યાગપૂર્વક નિરવદ્ય યોગો [સામાયિકાદિનું સેવન. ત્રણેય યોગોમાં સમતા તેનું નામ સામાયિક. કાયા આડીઅવળી ન ચાલવા દઇએ, વચન જેમ તેમ ન બોલીએ, મનમાં દુર્વિકલ્પો પેદા ન થવા દઈએ, તો ત્રણેય યોગોમાં સમતા આવી શકે, તો જ સામાયિક ટકી રહે. * વિનયનું પ્રથમ વર્ણન કર્યું. કારણ કે વિનયથી જ શિષ્ય બની શકાય છે. શિષ્ય બને તે જ ગુરુ બની શકે છે. શાસ્ત્રકાર કહે છે : ગુરુ બનવાની ઉતાવળ નહિ કરતા, શિષ્ય બનવા પ્રયત્ન કરજો. શિષ્ય થયા વિના ગુરુ બની ગયા તો તમે જ સ્વયં તકલીફમાં મૂકાઈ જશો. શિષ્ય બનવા માટે વિનય સૌ પ્રથમ જોઇએ. * અવિનય ઝેર છે. એ દૂર નહિ થાય ત્યાં સુધી આપણા ભાવ-પ્રાણોનું ક્ષણે-ક્ષણે થઈ રહેલું મૃત્યુ અટકશે નહિ. * ત્રણ દિવસ શંખેશ્વરમાં છીએ તો બરાબર ભક્તિ કરો. આ મૂર્તિ નહિ, સાક્ષાત ભગવાન જ છે, એમ માનજો. ભક્તોની પ્રાર્થનાથી જાણે મૂર્તિરૂપે અહીં પધાર્યા છે. ભગવાનની ભાષા સમજીએ તો એ આપણને બોલતા લાગશે. * “આવો.... આવો.... જસોદાના કંત....” એમ તમે ભગવાનને બોલાવો, આમંત્રો છતાં ભગવાન કાંઇ જ પ્રતિભાવ ન આપે, એવું બને ? મેં પ000 અઠમ અહીં થયેલા ત્યારે આ પ્રશ્ન પૂછેલો. જવાબ કાલે કહીશ. ૪૮ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #69 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વર ફા.સુદ-૧૨ ૧૭-૩-૨૦૦૦, શુક્રવાર * ભૂતકાળમાં કદી આ જિનશાસન મળ્યું નથી. મળ્યું હોય તો ફળ્યું નથી, આરાધના કરી નથી. આપણી સાથે રહેનારા અનંતા જીવો પરમપદે જઈ પહોંચ્યા, પણ આપણે ઠેરના ઠેર રહ્યા. કારણકે વિષય – કષાયો જ આપણને મીઠા લાગ્યા. એનું જ સેવન કરતા રહ્યા આપણે. ચારે બાજુ આગ લાગી હોય, નીકળવાનો નગરનો દરવાજો એક જ હોય તે વખતે માણસ કોઈને વધુ પૂછ્યા વિના નીકળવાની કોશીશ કરે. એમાં એક આંધળો હતો. એને કોણ પકડીને લઈ જાય ? એક સજ્જને સલાહ આપી : હું હાથ તો ન પકડી શકું, પણ તમે એક કામ કરો : દિવાલને પકડી-પકડીને ચાલતા રહો. દરવાજે આવતાં જ ખ્યાલ આવી જશે. આંધળો બિચારો નસીબનો ફેટેલો હતો. તેણે એમ કર્યું ખરું, પણ જ્યારે દરવાજો આવ્યો ત્યારે જ તેણે ખરજ કરવા દિવાલ પરથી હાથ લઈ લીધો ને ચાલવાનું ચાલુ રાખ્યું. ફલતઃ દરવાજો છુટી ગયો. આપણે આ આંધળા જેવા નથી ને ? જિનશાસનયુક્ત આ માનવ-ભવનો દરવાજો આવ્યો છે ત્યારે વિષય-કષાયની ચળ નથી આવતી ને ? કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૪૯ Page #70 -------------------------------------------------------------------------- ________________ * ઉપશમશ્રેણિ સુધી ચડેલા ૧૪ પૂર્વીને એવું શું નડતું હશે કે ત્યાંથી પણ ઠેઠ નિગોદે જઈને પહોંચે ? પુસ્તક, ઉપકરણ ઈત્યાદિમાંથી કોઈ સ્થાને સૂક્ષ્મ મમત્વ રહી જતું હશે ને ? જોજો. આપણને ક્યાંય મમત્વ નથી ને? * લહિઅઠા, ગહીઅઠ, પુચ્છિઠા વિશેષણો શ્રાવકોના જ નહિ, સાધ્વીજીના પણ હોય. શા માટે ? આગમોને સાંભળીને એવા બનેલાં હોય. જ્યારે જ્યારે અવસર મળે ત્યારે તત્ત્વપૂર્ણ આગમોના પદાર્થો સાંભળે. અમારા ફલોદીના ફૂલચંદ, દેવચંદ કોચર આદિ આવા શ્રાવકો હતા. મોટા આચાર્યો આવે ત્યારે કર્મસાહિત્ય આદિ પર ચર્ચા ચાલતાં રાતના બાર વાગતા. * ચંડકૌશિકે ભગવાનને બોલાવવા FAX, ફોન દ્વારા ક્યારેય આમંત્રણ ન્હોતું આપ્યું કે આમંત્રણ પત્રિકા હોતી લખી, એ ચાહતો પણ ન્હોતો, છતાં ભગવાન સામે ચડીને ગયા. ભગવાન અનામંત્રિત આગંતુક છે. “મનહૂિત - સહય' ભગવાનનું વિશેષણ છે. સમતા રાખે, સહન કરે અને સહાયતા કરે તે સાધુ કહેવાય. ચંડકૌશિકના આ કથાનકમાંથી બોધપાઠ લઈ આપણે આ રીતે [બીજાના વિષય-કષાયો દૂર કરવાના પ્રયાસમાં] સહાયતા કરવી જોઇએ. * આચાર્ય દીપક સમાન હોય. એક સૂર્યમાંથી હજાર સૂર્ય ન બને. એક દીપમાંથી હજારો દીપ પ્રગટી શકે. કેવળજ્ઞાન સૂર્ય છે, પણ શ્રુતજ્ઞાન દીવો છે. એ બીજાને આપી શકાય. આચાર્યો બીજાને પોતાના જેવા બનાવે. આપણને પૂર્વપુરુષો મળ્યા ન હોત તો આપણે આવા બનત ? આચાર્યો તો ધન્ય છે જ, આચાર્યની સેવા કરનાર પણ ધન્યતાના ભાગી છે. સૂર્ય અસ્ત થઈ જાય પછી પ્રકાશ આપી શક્તો નથી, દીવો પછી પણ આપી શકે. માટે જ અહીં આચાર્યને દીપકની ઉપમા આપવામાં આવી છે. * સૂર્ય અહીં આપણને આથમતો લાગે છે, પણ ખરેખર એ ૫૦ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #71 -------------------------------------------------------------------------- ________________ ક્યારેય આથમતો નથી. અહીં આથમતો સૂરજ ક્યાંક ઊગતો હોય છે. આચાર્ય ભગવંત સૂર્ય જેવા પણ છે. જ્યાં જાય ત્યાં સતત જ્ઞાનપ્રકાશ રેલાવતા રહે છે. આચાર્ય ભગવંતને નમસ્કાર કરવાથી, તેમના પર ભક્તિરાગ કેળવવાથી આ લોકમાં કીર્તિ, પરલોકમાં સદ્ગતિ મળે છે. સ્વર્ગમાં પણ તેની પ્રશંસા થાય છે. ઈન્દ્ર પણ આચાર્ય ભગવંતનો વિનય કરે. વિરતિને પ્રણામ કરીને ઇન્દ્ર સભામાં બેસે.” - પૂ.પં. વીરવિજયજી છઠ, અઠમ, માસક્ષમણ વગેરે કરતા ઉગ્ર સમતાપૂર્વકના તપસ્વીઓ અને ઘોર સાધકો પણ જો ગુરુનો વિનય ન કરે તો તેઓ અનંત સંસારી બને છે, એમ અહીં લખ્યું છે. શા માટે આવું લખ્યું ? આચાર્ય ભગવંત ભલે નાના હોય, અલ્પશ્રુત હોય કે અલ્પ પ્રભાવી હોય, પણ તેમનું ન માનવાથી કે અવિનય કરવાથી આવી પરંપરા ચાલે છે, બીજા પણ એવો જ અવિનય શીખે છે. મિથ્યા પરંપરામાં ચાલનાર કરતાં મિથ્યા પરંપરા પ્રવર્તક મોટો દોષભાગી બને છે. “ન ગુરા નર કોઈ મત મિલો રે, પાપી મિલો હાર; એક નગરા કે ઉપરે રે, લખ પાપોંકા ભાર...' આવું કરનારો અનંત સંસારી બને એમાં શી નવાઈ ? * આંબાનું વૃક્ષ ફળ લાગતાં નમ્ર બને તેમ વિનીત નમ્ર હોય, કૃતજ્ઞ હોય, બીજાના ઉપકારોને જાણનારો હોય. આચાર્યની મનોભાવનાનો જાણનારો હોય. તદનુસાર અનુકૂળ વર્તન કરનારો હોય. આવા વિનીત શિષ્યો હોય તે આચાર્ય જિનશાસનના પ્રભાવક બની શકે, રાજસભામાં છાતી ઠોકીને કહી શકે : નહિ, તમારા રાજકુમારો કરતાં અમારા જૈન સાધુઓ વધુ વિનયી છે. . હું આજે આવું ન કહી શકું. પૂ. કનકસૂરિજી જેવું વચનની કહ્યું કલાપૂર્ણસૂરિએ જ પ૧ Page #72 -------------------------------------------------------------------------- ________________ આદેયતાનું મારું પુણ્ય નથી. હું કહીશ અને સાધ્વીવર્ગ મારું માનશે જ, એવો મને પૂરો ભરોસો નથી. પાદલિપ્તસૂરિજીના આદેશથી જાણતા હોવા છતાં પેલા બાલમુનિ ગંગાનદી કઈ દિશામાં વહે છે ? તે જોવા નીકળેલા. આવા વિનીત શિષ્યો જ ગુરુ પાસેથી જ્ઞાનાદિનો ખજાનો મેળવી શકે. વિનીત શિષ્ય સહનશીલ હોય. ગુરુ આશીર્વાદથી તેનામાં સહનશીલતા પ્રગટે જ. લાંબા વિહારો, કાંટાળો તપતો રસ્તો, ઠેકાણાવગરનું મુકામ,ગોચરી - પાણીની મુશ્કેલી વગેરે દરેક સ્થળે શિષ્ય મેરુ જેવો સહનશીલ હોય. સંસારમાં ધર્મ અને ધર્મમાં સંસાર છાસમાં માખણ હોય તો વાંધો નહિ, પણ માખણમાં છાસ ન જોઈએ. કોલસામાં હીરો આવી જાય તો વાંધો નહિ, પણ હીરા લેતાં કોલસો ન આવવો જોઈએ. સિગારેટ પીતાં-પીતાં પ્રભુને ભજવામાં વાંધો નહિ, પણ પ્રભુ-ભજન કરતાં કરતાં સિગારેટ ન જ જોઈએ. ઝેરમાં ભેળ-સેળ હોય તો વાંધો નહિ, પણ મીઠાઈમાં ઝેરની ભેળ-સેળ ન જ જોઈએ. પાણી પર હોડી હોય તો વાંધો નહિ, પણ હોડીમાં પાણી ન જોઈએ. સંસારમાં પ્રભુ યાદ આવે તો વાંધો નહિ. પ્રભુ-ભક્તિમાં સંસાર યાદ ન આવવો જોઈએ. પર જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #73 -------------------------------------------------------------------------- ________________ પાનવા ફા.સુદ-૧૩ ૧૮-૩-૨૦૦૦, શનિવાર * ગુણ ભલે અરૂપી હોય, પણ ગુણી રૂપી છે. ધર્મ ભલે અરૂપી હોય, પણ ધર્મી રૂપી છે. ગુણ કે ધર્મના દર્શન કરવા હોય તો ગુણી કે ધર્માના દર્શન કરવા પડશે. ગુણીના સત્કાર વિના તમે ગુણોનો સત્કાર કરી શકશો નહિ. * કરવા કરતાં કરાવવાની શક્તિ વધે. તેના કરતાં પણ અનુમોદનાની શક્તિ વધે. કરણ-કરાવણની સીમા છે, પણ અનુમોદનાની કોઇ જ સીમા નથી. માટે જ અનુમોદના કરાયેલો ધર્મ અનંતગુણો બની જાય છે, સાનુબંધ બની તે ભવોભવનો સાથી બની જાય છે. * એક ગુણ એવો બનાવો કે જે સાનુબંધ બને, ભવોભવ સાથે ચાલે. * ગઈ સાલે વલસાડમાં ચૈત્રી ઓળી કરાવેલી ત્યારે એક અજૈન મહાત્માએ વાત કરેલી : ભાગવતમાં ઋષભદેવનું વર્ણન આવે છે. વેદોમાં આદિનાથ આદિનું વર્ણન આવે છે. * અહીં જેટલી પાંજરાપોળો જોવા મળે છે, તેમાં કોઇને કોઇ એક સમર્પિત માણસની સેવા હોય છે. એના વિના પાંજરાપોળ કહ્યું કલાપૂર્ણસૂરિએ જ પ૩ Page #74 -------------------------------------------------------------------------- ________________ ચાલી શકે નહિ. ગૃહસ્થોમાં પણ દયા-દાન આદિ ગુણો આટલા વિકસેલા હોય તો આપણામાં ગુણો કેવા હોવા જોઈએ ? * ૧૪ પૂર્વો મોઢે હોવા જરૂરી નથી, એક પદના આલંબને પણ અનંતા જીવો સમ્યકત્વ પામ્યા છે. ઉપશમ-વિવેક-સંવર આ ત્રણ શબ્દના શ્રવણથી પેલો ચિલાતીપુત્ર સગતિગામી બનેલો. * આજે ચેલા-ચેલી વધી રહ્યા છે તેનું કારણ તેની શરત તમે [ગુરુ] માન્ય રાખો છો તે છે. તમે જેટલી દીક્ષા માટે મહેનત કરો છો, એટલી તેને સમ્યક્ત્વ પમાડવા કરો છો ? સમ્યક્ત્વ જ સંસારમાં ખૂબ દુર્લભ છે. * મધ્યવન - ફર્મ - નિર્નાર્થ પરિવોઢવ્યા: પરિષદ: | માર્ગથી ભ્રષ્ટ ન થવાય તથા કર્મ નિર્જરા માટે પરિષદો સહન કરવાના છે – એમ તત્ત્વાર્થમાં કહ્યું છે. આજ સુધી દુઃખો ઘણા સહન કર્યા છે, પણ રડી-રડીને કર્યા છે. હસતા-હસતા કદી સહન નથી કર્યા. જો એમ કર્યું હોત તો કર્મ મૂળથી ઉખડી જાત. શિષ્ય બનવાની પ્રથમ શરત આ છે : સહનશીલતા. આના સ્થાને આપણે એને સુખશીલ બનાવીએ તો ? આવા સુખ-શીલોને વૃદ્ધો “ખસઠ” [ખ = ખાવું, સ = સૂવું, ઠ = ઠલ્લે જવું કહેતા. વેપાર વિના વેપારીને દિવસ નકામો લાગે, તેમ કર્મ-નિર્જરા વગરનો દિવસ સાધુને નકામો લાગે. ભગવાને બતાવેલા દરેક અનુષ્ઠાનમાં પુણ્ય, સંવર અને નિર્જરા રહેલા જ છે એમ નક્કી માનજો. * મોહ ભલે ગમે તેટલા ધમપછાડા કરે, પણ તોય ધર્મશાસન જયવંતું જ વર્તે છે, વર્તશે. આખરે ધર્મશાસન નફામાં જ છે. દર છ મહિને એક સિદ્ધ, દર મહિને એક સર્વવિરતિ, દર પંદર દિવસે એક દેશવિરતિ, દર સાત દિવસે એક જીવ સમ્યક્ત્વ પામે જ. આ ધર્મશાસનનો વિજય છે. પ૪ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #75 -------------------------------------------------------------------------- ________________ ધર્મ-શાસનનું સંપૂર્ણ પાલન કદાચ આપણે ન કરી શકીએ, પણ શાસનનો આદર બની રહે તો પણ મોટી વાત છે. 'अवलम्ब्येच्छायोगं पूर्णाचारासहिष्णवश्च वयम् । भक्त्या परममुनीनां तदीयपदवीमनुसरामः ॥" - અધ્યાત્મસાર. * શારીરિક સહનશક્તિ તો કદાચ આપણે કેળવી લઈએ, પરંતુ માનસિક સહનશક્તિ કેળવવી કઠણ છે. પોતાની નિંદા વખતે પણ આપણે રાજી થઇએ. સ્વ પ્રશંસા થતી હોય ત્યારે નારાજ થઈએ, એવી માનસિક સ્થિતિ આપણી પ્રગટે ત્યારે સમજવું : હવે માનસિક શક્તિ પુષ્ટ બની છે. દરેક સ્થિતિ મુનિ સ્વીકારે : માન કે અપમાન, નિંદા કે સ્તુતિ, જીવન કે મરણ. મુનિ મરણને પણ મહોત્સવ માને. એક દિવસ આવશે જ : આ શરીર આદિ બધું જ છોડીને ચાલ્યા જવું પડશે જ. ભાડાનું આ બધું છે. છોડવું જ પડશે ને ? પણ તેના પર આસક્તિ નહિ હોય તો છોડતી વખતે જરાય દર્દ નહિ થાય. * “મરિષ્ઠ મુહંતુટું શિષ્ય અલ્પ ઇચ્છાવાળો ને સંતોષી હોય. એક વખતે સૌરાષ્ટ્રમાં માંગરોળ પાસે એક ગામમાં ૩૨ કિ.મી.ના વિહાર પછી માત્ર અર્ધી જ ગોચરી મળેલી. ખરો આનંદ આવેલો. પૂ. કમળવિજયજીએ પરોપકારી માણસને પકડી એક દુકાનમાં ઊતારો કરાવ્યો. પૂ. કમળવિજયજી વહોરવા ગયા. લુખાસુખા રોટલા અને છાશ વહોરી લાવેલા. આ પ્રસંગ આજે પણ યાદ આવે ને સહનશીલતા તથા સંતોષ માટે હૃદય પરિતોષ અનુભવે છે. કોની ક્યારે મુખ્યતા ? ઔદયિક ભાવની ઘટનામાં ઉપાદાનની મુખ્યતા માનો. ઔપશમિક, ક્ષાયિક, લાયોપથમિકમાં પુષ્ટ નિમિત્ત (પ્રભુ) ની મુખ્યતા માનો. કહ્યું કલાપૂર્ણસૂરિએ જ પપ Page #76 -------------------------------------------------------------------------- ________________ કચોલીયા ફા.વદ-ર ૨ ૨-૩-૨000, બુધવાર * ભગવાન માત્ર કલ્યાણના કારણ જ નહિ, સ્વયં પણ કલ્યાણરૂપ છે. “પરમwત્તાના, પરમઋત્તાપદે ભગવાન માત્ર વર્ણનથી જ નહિ, ચિંતન અને કલ્પનાથી પણ પર છે. ભગવાનનું શરણું સ્વીકારો, ‘ત્વમેવ સર મને' બોલો, એટલે ભગવાને હાથ પકડી જ લીધો, એમ સમજી લો. ભગવાન “નાથ” છે. નાથ માત્ર ઔપચારિક નથી, પણ યોગ + ક્ષેમ કરનાર સાચા અર્થમાં નાથ છે. ભગવાનને નાથ કોણે કહ્યા છે? બીજબુદ્ધિના નિધાન ગણધર ભગવંતોએ. અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગી બનાવનાર ગણધરો જ્યારે આવા વિશેષણોપૂર્વક ભગવાનની સ્તુતિ કરે, એટલે એમાં જરૂર કંઈક તથ્ય હોવું જોઇએ. * ભગવાનના ગુણો ગાવાથી આપણને શો લાભ ? ભગવાનના જે જે ગુણો ગાઈએ, તે તે ગુણો આપણામાં આવતા જાય. “જિન-ઉત્તમ ગુણ આવતાં, ગુણ આવે નિજ અંગ...' - પદ્મવિજયજી જે ગુણની ખામી જણાતી હોય, તે તે ગુણોનું ગાન કરતા જાવ. પ૬ એ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #77 -------------------------------------------------------------------------- ________________ * ભગવાનની ગેરહાજરીમાં ગુરુ જ ભગવાન રૂપ છે, એમ લાગવું જોઈએ. માટે જ “ઈચ્છકારી ભગવન્!' વગેરેમાં ગુરુ માટે “ભગવાન” શબ્દ પ્રયોજ્યો છે. આપણે એને પૂજ્યવાચી શબ્દ ગણીને અવગણી દઈએ છીએ. પણ ગુરુમાં ભગવબુદ્ધિ જગાડવા માટે આ છે, એવું આપણે કદી વિચારતા નથી. * આપણી ઉદ્ધતાઈનો આપણને કદી ખ્યાલ આવતો નથી. એ તો ગુરુ જ બતાવી શકે. મોટા ડૉક્ટર પણ પોતાના દર્દની દવા પોતે જ ન કરે, બીજા પાસેથી જ કરાવે. આજે પણ હું આલોચના બીજા આચાર્ય ભગવંત પાસેથી લઉં છું. * આજે ધ્યાનના નામે ઘણી શિબિરો થાય છે, પણ તે સફળ ત્યારે જ થશે, જ્યારે ભગવાન કેન્દ્ર સ્થાને હશે ! * બાળકને મા પર હોય છે તેમ ભક્તને ભગવાન પર વિશ્વાસ હોય છે : ભગવાન મારી પાસે જ છે. * આજે પણ હું બોલવા બેસું ત્યારે કાંઈ નક્કી નથી હોતું : શું બોલીશ? ભગવાન બોલાવે તેમ બોલતો રહું છું, એવો અનુભવ ઘણીવાર થાય છે. “પ્રભુ-પદ વળગ્યા તે રહ્યા તાજા...” દેશો તો તુમહી ભલું...' વગેરે મારી પ્રિય પંક્તિઓ છે. ઠોઠ રહેવું સારું, પણ ભગવાન સિવાય બીજે ક્યાંયથી મારે કશું જ જોઇતું નથી, આવો આજે પણ મારો દઢ વિશ્વાસ છે. * ત્રણ ગારવમાં ઋદ્ધિગારવ સૌથી ખતરનાક છે. કારણ કે એ મિથ્યાત્વજન્ય છે. એ એવી ઈચ્છા જન્માવે છે : “હું ગુરુથી પણ આગળ જાઉં....!' આપણને મળેલી લબ્ધિ-સિદ્ધિઓનો પ્રયોગ પોતાની મહત્ત્વાકાંક્ષા સંતોષવા કરીએ તો સમજવું : અંદર ઊંડે - ઊંડે મિથ્યાત્વ છે. મિથ્યાત્વ હોય ત્યાં અહંકાર, માયા-કપટ વગેરે અનેક દોષો હોય. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ પ૦ Page #78 -------------------------------------------------------------------------- ________________ * ઔદયિક ભાવમાં જીવીએ છીએ. તેમાંથી આપણે ક્ષાયોપથમિક ભાવમાં આવવાનું છે. અંતે ક્ષાયિકભાવમાં ઠરવાનું * વિનીત વિનયની સાથે સ્વાધ્યાય પણ કરે. પણ વૃદ્ધાદિની સેવાની ઉપેક્ષા સ્વાધ્યાયના નામે ન કરે. * પૂ. પંન્યાસજી મ. કહેતા : સાગરજી મ. પાસે બીજા સમુદાયના સાધ્વીજીએ દીક્ષા માટે ઉપધિની માંગણી કરેલી. સાગરજી મહારાજે તરત જ આપેલી. એ કાળમાં પરોપકાર વગેરે ગુણો સ્વાભાવિક હતા. આપણો જન્મ જ એવા કાળમાં થયો છે કે પરોપકાર બુદ્ધિ ઓછી રહે, એમ માનીને બેસી નથી રહેવાનું, પણ એ ગુણ કેળવવા ખૂબ જ પ્રયત્ન કરવાનો છે. * સહજમળનું જોર હશે, ત્યાં સુધી કર્મ ઓછા થશે તો પણ ફરી કર્મો વધી જશે. સહજમળ એટલે કર્મ-બંધનની યોગ્યતા ! ઘણા લોકો ધ્યાન-શિબિરમાં જઈને કહે છે : અમારા કર્મો ઓછા થઈ ગયા ! કર્મો ઓછા થાય, પણ સહજમળ ન ઘટે, તો શા કામનું ? ભગવાનની ઉપાસના વિના સહજમળ ન ઘટે. વિનય ન વધે, ભક્તિ ન પ્રગટે તો સમજવું : સહજમાનો હાસ થયો નથી. સહજમળનો હ્રાસ તથાભવ્યતાના પરિપાકથી થાય છે. તે ચારની શરણાગતિથી થાય છે. શરણાગતિ એટલે જ ભક્તિ ! સગુણોની ભેટ ભગવાન દ્વારા જ મળે, એ મારા અનુભવથી હું અધિકારપૂર્વક કહી શકું. ભક્તિ વિના આવેલો વિનય શી રીતે પરખાય ? હું વિનયી છું” આવો ભાવ પણ અહંકારજન્ય છે. ૫૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #79 -------------------------------------------------------------------------- ________________ ખેરવા ફા. વદ-૩ ૨૩-૩-૨૦૦૦, ગુરુવાર * ભગવાન પર ભક્તિ વધે, શાસ્ત્ર પર બહુમાન વધે તેમતેમ વૈરાગ્ય દઢ બને. વૈરાગ્ય વિના આચાર-પાલન થઈ શકતું નથી. શરૂઆતમાં વૈરાગ્ય દુ:ખગર્ભિત પણ હોઈ શકે, પણ હવે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય બનવું જોઈએ. આમ કરનાર વિનય છે, એમ અનંતજ્ઞાનીઓએ કહ્યું છે. સંયમ-જીવનમાં વૈરાગ્ય જેટલો દઢ, સંયમ-જીવન એટલું દઢ ! વિનયથી વિદ્યા, વિદ્યાથી વિવેક, વિવેકથી વૈરાગ્ય, વૈરાગ્યથી વિરતિ, વિરતિથી વીતરાગતા વીતરાગતાથી વિદેહમુક્તિ મળશે. * શિષ્ય બન્યા વિના જે ગુરુ બની જાય, તે ગુરુ, શિષ્ય કરતાં પણ વધારે ગુનેગાર છે. અમારા પરિચિત ડૉક્ટર કહેતા : ડૉક્ટરની પરીક્ષામાં જો ઘાલમેલ કરવામાં આવે તો મરો દર્દીનો થાય ! માંડલમાં પહેલા ગયેલા ત્યારે સાંભળેલું : એક ડૉક્ટર પર ત્રણ લાખ રૂપીયાનો કેસ થયેલો. તાવમાં ઇજેકશન આપતાં દર્દીનું મૃત્યુ થયેલું. અણઘડ ડૉક્ટર સમાજને નુકશાન કરે તેના કરતાં અનેકગણું નુકશાન યોગ્યતા વિનાના ગુરુ કરે. જિમ જિમ બહુશ્રુત બહુ જન સમ્મત, બહુ શિષ્ય પરિવરિયો; કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૫૯ Page #80 -------------------------------------------------------------------------- ________________ તિમ તિમ જિનશાસનનો વયરી, જો નવિ નિશ્ચય ધરીયો...” પૂ. યશોવિજયજીની આ ટકોર કેટલી વેધક છે ? અમે પણ એમાં આવી ગયા. * જે સૈનિક સ્વરક્ષા ન કરી શકે તે દેશરક્ષા શી રીતે કરી શકશે ? એવો સૈનિક સેનાપતિ બની જાય તો દેશને રડવાનો અવસર આવે. શિષ્ય બન્યા વિનાના ગુરુ શાસન માટે આવા જ નુકશાનકર્તા બને. * તમે ગમે તેટલા ન્યાય - વ્યાકરણાદિ ભણો, પણ જે આચાર્ય વગેરે દસેયની વેયાવચ્ચમાં ઉપેક્ષા કરો તો ભણવાનો કોઈ અર્થ નથી. વિદ્વાન અને વક્તા બન્યા પછી વેયાવચ્ચ ભૂલવાની નથી. * આપણા વડીલોએ આપણા સમુદાયની કેવી છાપ ઊભી કરી છે ? તે તો જુઓ. આજે જ રાજકોટથી વિનંતી આવી છે : “અમને આપના જ સમુદાયના સાધ્વીજીઓ જોઈએ...” કોણ તૈયાર થશે ? અમે ભચાઉ રહેવા આવેલા, પણ પૂજ્યશ્રીની ઇચ્છા જાણીને અમે ગાંધીધામ ગયેલા. હું કોઈને ઓર્ડર નહિ કરું ! મારે પણ “ઈચ્છાકાર' સમાચારી સાચવવાની હોય. મારે તમારા હૃદયમાં ઈચ્છા કરાવવાની હોય, પોલીસની જેમ હુકમ કરવાનો ન હોય. પૂ. કનકસૂરિજીનો આ જમાનો નથી રહ્યો. એમને ગયે ૩૭ વર્ષ થયા. દર દસ વર્ષે જમાનો બદલાતો જાય છે. ખૂબ જ ઝડપથી બધું બદલાઈ રહ્યું છે. આવડી ઊંમરમાં પણ ત્રણ પાઠ પૂ. કનકસૂરિજી સ્વયં આપતા, છતાં એમની ઇચ્છાને માન આપીને હું ગાંધીધામ ગયો. આખરે આશીર્વાદ કામ લાગે. * જેની પાસે દીક્ષા લીધી, જેને ગુરુ તરીકે સ્વીકાર્યા, એના અવર્ણવાદ બોલવા એના જેવી નિર્ગુણતા બીજી એકેય નથી. સુવિનીત ૬૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #81 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય સ્વગુરુની કીર્તિ વધારે. આવા સુયોગ્ય શિષ્યની કીર્તિ સ્વયં પ્રસરે. કમ સે કમ આટલું નક્કી કરજો : જે આ વેષ લીધો છે, તેની ક્યાંય નિંદા ન થાય, પણ પ્રશંસા જ થાય, એવું જ વર્તન હું કરીશ. મારા નિમિત્તે શાસનની નિંદા થાય તેના જેવું કોઇ બીજું પાપ નથી. શાસનની પ્રશંસા થાય તેના જેવું કોઈ બીજું પુણ્ય નથી. એ વાત હું સતત યાદ રાખીશ. લોકોમાં મિથ્યાત્વની વૃદ્ધિ થાય, તેના જેવું બીજું પાપ કર્યું ? પાંચ વર્ષના લિંગ અને પાંચ પરમેષ્ઠી ઔદાર્યઃ અરિહંતોમાં પ્રકૃષ્ટપણે રહેલું છે. સર્વ જીવોને તારવાની કરુણાપૂર્ણ ઉદાર ભાવનાથી તેઓ ભગવાન બન્યા છે. દાક્ષિણ્ય : સિદ્ધોમાં ઉત્કૃષ્ટપણે રહેલું છે. તેઓ જગતના સર્વ જીવોને પૂર્ણ સ્વરૂપે જોઈ રહ્યા છે. કેટલું દાક્ષિણ્ય ? પાપ જુગુપ્સા : આચાર્ય ભગવંતોમાં જબરદસ્ત પાપ જુગુપ્સા રહેલી છે. આથી જ તેઓ આચારના પાલન અને ઉપદેશ દ્વારા જગતને પાપથી બચાવે છે. નિર્મલ બોધ : ઉપાધ્યાય ભગવંતોમાં ઉત્કૃષ્ટ રૂપે હોય છે. તેઓ સ્વયં આગમના જાણકાર અને બીજાને પણ પોતાના જેવા બનાવતા હોય છે. લોકપ્રિયતા : સજ્જન લોકોમાં સાધુઓ સદા પ્રિય હોય છે. સાધુઓને લોકપ્રિયતા સ્વાભાવિક રીતે જ મળેલી છે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૧ Page #82 -------------------------------------------------------------------------- ________________ વણા ફા. વદ-૪ ૨૪-૩-૨૦૦૦, શુક્રવાર हंतूण सव्वमाणं सीसो होऊण ताव सिक्खाहि । सीसस्स हुँति सीसा, न हुति सीसा असीसस्स ॥४३।। - ચંદાવિન્ઝય પયના * સર્વોત્કૃષ્ટ દુર્લભ ચીજો આપણને મળી છે. એનો સદુપયોગ કરીએ તો કામ થઈ જાય. આ જન્મમાં નહિ, તો ૨-૪ કે ૭-૮ ભવમાં કામ થઇ જાય. * આ ચંદાવિઝય પન્ના ગ્રંથમાં અત્યારે જ સાધનામાં સહાયક બને તેવા સદ્ગુણોને પ્રાપ્ત કરવાની વાત છે. આપણને વગર મહેનતે આ ચારિત્ર મળી ગયું છે એ વાત ખરી, પણ આ તો દ્રવ્ય ચારિત્ર છે. ભાવ ચારિત્ર તો આત્મગુણો દ્વારા આવે, વિનયાદિથી આવે. સફેદ કપડા, સારો દાંડો, ચમકતો ઓઘો - આવા સાફ-શુદ્ધ વેષથી સાધુપણું મળી જશે, એવું રખે માનતા. અરે ! દ્રવ્યથી ઉત્કૃષ્ટ ક્રિયા હોવા છતાં ભાવચારિત્ર ન હોય એવુંય બને. * મોક્ષની ઇચ્છા છે – એમ કહેવા છતાં તેની સાધના જ ન કરીએ તો આપણી મોક્ષેચ્છા સાચી ગણાય ખરી ? શત્રુંજય જવાની ઇચ્છા છે – એમ બોલનારો તે તરફ ક્યારેય ડગલું ય ન ભરે તો ૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #83 -------------------------------------------------------------------------- ________________ એ ઇચ્છા સાચી કહેવાય ? કોટા બુંદીના લોકો જેવી ભાવના ન ચાલે. મોક્ષનું પ્રણિધાન એટલે મોક્ષ માટેનો દઢ સંકલ્પ. એવો સંકલ્પ આવ્યા પછી જ પ્રવૃત્તિ આદિ આશયો આવે છે. દ્રવ્ય ક્રિયાઓ કારણ છે, કાર્ય નથી. કાર્ય તો આપણી અંદર પેદા થતો ભાવ છે - એ કદી ભૂલવું નહિ. * ભાવથી શિષ્ય ક્યારે બનાય ? આપણી અહંતા, આપણું સંપૂર્ણ વ્યક્તિત્વ ગુરુના ચરણે ધરી દઈએ ત્યારે ! અહંતાના સંપૂર્ણ સમર્પણ વિના શિષ્યત્વ પ્રગટી શકે નહિ. આપણે વ્યવહારથી શિષ્ય જરૂર બન્યા છીએ, પણ “અહંતા” અકબંધ રાખી છે. શિષ્યત્વનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગૌતમસ્વામી છે. અહીં “હંતુ સવ્વમા'માં “સર્વ' શબ્દ લખ્યો છે. એનો અર્થ થાય છે : સર્વ પ્રકારના માનનો ત્યાગ કરીને જ શિષ્યત્વ મેળવી શકાય છે. સાચો શિષ્ય બને તે જ સાચો ગુરુ બની શકે. મન-વચનઆદિનું સંપૂર્ણ સમર્પણ કરી શકે તે જ શિષ્ય બની શકે. આપણે મન-વચન આદિ સંપૂર્ણ અકબંધ રાખીને શિષ્ય બનવા માંગીએ છીએ. જો કે, અમે પોતે જ આવા છીએ. પ્રશ્ન : આમાંના કોઈ સાચા શિષ્ય નથી ? ઉત્તર : હું પોતે સાચો શિષ્ય નથી બન્યો તો બીજાની શી વાત કરું ? મેં પોતે મારા ગુરુની ક્યાં કેટલી સેવા કરી છે ? આ મારો દૃષ્ટિકોણ છે. એ દૃષ્ટિકોણ તમે ન લઈ શકો. મારું કોઈ ન માને તો હું આવું વિચારું છું. આ રીતે વિચારવાથી મન સમતામાં રમમાણ રહે છે. બીજું કાંઈ યાદ ન રહે તો “સબે નવા મ્યવસ’ એ યાદ કરી લેવું. મારી વાતથી બધા જ વિનીત બની જશે, આજ્ઞાંકિત બની જશે. એવી જો મારી અપેક્ષા હોય તો તે વધુ પડતી છે. સંભવ છે : મારી વાત કોઈ જ ન સ્વીકારે. આમ છતાં મારો સમતાભાવ અખંડિત રહે તે દૃષ્ટિકોણ મારે અપનાવવો રહ્યો. કહ્યું કલાપૂર્ણસૂરિએ ૧ ૬૩ Page #84 -------------------------------------------------------------------------- ________________ * સમર્પિત શિષ્ય કડવા વચનથી નારાજ ન બને અને મીઠા વચનોથી અભિમાન ન કરે : ““હું જ ગુરુજીને પ્રિય છું. મારી વાત ગુરુજી માને જ.” આ વિચાર પણ ઉદ્ધતાઈના ઘરનો છે. * ગુરુ પાસેથી ૭ વાર વાચના લેવી જોઇએ. ૭ વાર સંભળાય પછી જ એ પદાર્થ ભાવિત બને, ઘટ્ટ બને. પહેલા વિના પુસ્તકે માત્ર વાચના દ્વારા આ રીતે ચાલતું. ઘણીવાર એકનું એક સ્તવન વારંવાર બોલું છું. ઘણાને થશેઃ એકનું એક સ્તવન શા માટે? પણ જેમ જેમ એ શબ્દો ઘૂંટતા જઇએ તેમ તેમ કર્તાનો ભાવ વધુ ને વધુ સ્પર્શતો જાય. શબ્દો, કર્તાના ભાવોના વાહક છે. * શિષ્ય કેવો હોય ? જાતિ-કુલ-રૂપ-યૌવન-વીર્ય, સમત્વ, સત્ત્વથી યુક્ત, મૂદુ-ભાષી, અપિશુન [ચાડી-ચુગલી નહિ કરનારો], અશઠ, નમ્ર, અલોભી, અખંડ અંગવાળો, અનુકૂળ, સ્નિગ્ધ અને પુષ્ટ શરીરવાળો, ગંભીરઉન્નત નાસિકાવાળો, દીર્ધદષ્ટિવાળો, વિશાળ આંખોવાળો, જિનશાસનનો અનુરાગી, ગુરુ-મુખ તરફ જોનારો [એમનો આશય સમજનારો] ધીર, શ્રદ્ધાળુ, વિકારરહિત, વિનયપ્રધાન, કાલજ્ઞ, દેશg, સમયજ્ઞ, શીલ-રૂપ-વિનયનો જાણ, લોભ-ભય-મોહ રહિત, નિદ્રા પરિષહ વિજેતા. [ - ચંદાવિય પન્ના ૪૫ થી ૪૮]. અહીં રૂપવાન શિષ્ય શા માટે ? રૂપવાન શાસન પ્રભાવક બની શકે. કાણા - લંગડા વગેરે અપલક્ષણા કહ્યા છે. ઘણા મૂદુ બોલે, પણ આવું પાછું કરતા રહે, દાઢમાં બોલે. માટે કહ્યું : ચાડી-ચુગલી નહિ કરનારો. ભજન અને ભોજન ભોજન નીરસ તો ભજન સ-રસ ભોજન સ-રસ તો ભજન નીરસ જ છે કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #85 -------------------------------------------------------------------------- ________________ બાકરથલી ફા. વદ-૫ ૨૫-૩-૨૦૦૦, શનિવાર * ભગવાનના ચતુર્વિધ સંઘનો આંકડો સાંભળીને લાગે : આટલો જ આંકડો કેમ ? પણ આ બધા નૈશ્ચયિક [ સ્વ – ગુણઠાણે રહેલા ] સમજવા. વળી, ભગવાનથી પ્રતિબોધિત સમજવા. એમના શિષ્યો દ્વારા પ્રતિબોધિત હોય તે અલગ. * જ્યાં સુધી ક્ષાયિકભાવ ન મળે ત્યાં સુધી ક્ષાયોપથમિક ભાવોની વૃદ્ધિ થવી જોઇએ. અપુનબંધક બન્યા પછી જ એમ થઈ શકે. આની પ્રતીતિ શી ? બાહ્ય કોઈ પદાર્થ વિના જ એને અંદરથી આસ્વાદ આવતો રહે છે. પૂ. હરિભદ્રસૂરિજીના ગ્રંથો વાંચતાં લાગે : ૪-૫ કે ૬ ગુણસ્થાનકની વાત છોડો, અપુનબંધક અવસ્થા પણ ઘણી દુર્લભ છે. આપણા વેષ પર નહિ, અંતરંગ પરિણામો પર આપણી સગતિદુર્ગતિ આધારિત છે. * દીક્ષા લેવી એટલે મોહ સામે ખુલ્લું યુદ્ધ છેડવું ! એમાં જરા ગાફેલ રહ્યા કે ગયા ! * સેવા અને વિનય એવા ગુણો છે જેનાથી વગર મહેનતે સમ્યગુ-દર્શન, સમ્યગૂ જ્ઞાન આદિ મળે છે. સમ્યફ ચારિત્ર સમ્યમ્ જ્ઞાનને આધીન છે. સમ્યગૂ જ્ઞાન ગુરુને આધીન છે. ગુરુ વિનયને કહ્યું કલાપૂર્ણસૂરિએ ૫ Page #86 -------------------------------------------------------------------------- ________________ આધીન છે. એટલું નક્કી કરો : ભાવ-ચારિત્ર મેળવ્યા વિના મરવું નથી.' એટલે કે ગમે તે ભોગે ચારિત્ર મેળવવું જ છે. તો જ જીવન સફળ બનશે. * સ્નિગ્ધ - ઉપચિત શરીરવાળો મોટાભાગે ગુણીયલ હોય. શ્રીપાળ કોઢગ્રસ્ત હોવા છતાં આવા જ લક્ષણોથી પૂ. મુનિચન્દ્રસૂરિ તેને ઓળખી ગયેલા. ગંભીર અને ઊંચું નાક એની સરળતા જણાવે છે. * જિનશાસનના અનુરાગીને દેવ-ગુરુ પોતાના લાગે : મારા ગુરુ ! મારા ભગવાન ! મારો ધર્મ... ! એમ હૃદય પોકારતું હોય. * મંદિરમાં ભગવાન તરફ દૃષ્ટિ રહે તેમ વાચનાદિમાં દષ્ટિ ગુરુ તરફ હોવી જોઈએ. ગુરુ તરફ જેવાથી જ એમનો આશય ખ્યાલમાં આવી શકે. | * ધર્મ ક્યારે પાળવો ? એમ પૂછતા હો તો હું પૂછીશ : ભોજન ક્યારે લેવું? પાણી ક્યારે પીવું? અરે..શ્વાસ ક્યારે લેવો ? એનો નિયમ ખરો ? ધર્મ આપણો શ્વાસ બનવો જોઇએ. * નિર્વિકલ્પ દશા : આત્માનું (ઘરનું) ઘર. [ શુકલ ધ્યાન.]. શુભ વિકલ્પ : મિત્રનું ઘર. [ધર્મધ્યાન.] અશુભ વિકલ્પ : શત્રુનું ઘર. [આર્તધ્યાન.] દુષ્ટ વિચાર : શેતાનનું ઘર. રિૌદ્ર ધ્યાન.] - એમ પૂ. પં. ભદ્રંકરવિજયજી મ. કહેતા. * વધુ પરિચય કરવાથી સંકલ્પ-વિકલ્પો વધતા રહે છે. આથી યોગસારમાં વધુ પરિચય કરવાની ના પાડી છે. * મુકામમાંથી ક્યાંય બહાર જવાનું હોય ત્યારે ગુરુજીને પૂછવાનું : “હું જિનાલયાદિ જાઉં છું.” આજે આ પદ્ધતિ લુપ્તપ્રાય થઈ ગઈ દેખાય છે. . દેવેન્દ્ર કદ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #87 -------------------------------------------------------------------------- ________________ સૂરિજીને અમે જોયા છે. કોઈ ન હોય તો પણ વાપરતી વખતે બોલે : વાપરું ! * આત્મા નિત્ય છે. શરીર ઉપકરણાદિ બધું જ અનિત્ય છે. જ્ઞાન, વિનયાદિ ગુણો નિત્ય છે. ગુણો એટલા વફાદાર છે કે એકવાર તમે આત્મસાત કરો તો જન્માંતરમાં પણ સાથ ન છોડે. જગતમાં કોઈ તમારું નથી. એક માત્ર ગુણો જ તમારા છે. એની ઉપાસના કેમ ન કરવી ? - ગૃહસ્થપણામાં મને યાદ નથી કે કદી મા-બાપનું ન માન્યું હોય કે શિક્ષકોનું ન માન્યું હોય કે કદી કોઈનું અપમાન કર્યું હોય. કાકાને ત્યાં મકાન બનાવતી વખતે ચૂનાની ભઠ્ઠી જોઈને બાળપણમાં થયેલું : સંસારમાં રહીને આવા પાપો કરવાના ? આવો સંસાર ન જ જોઈએ. [ ભગવાનની કૃપાથી મોટા થયા પછી પણ ઘર કે દુકાનની મરામત કરાવવાનો અવસર નથી આવ્યો.] આ ગુણો ક્યાંથી આવ્યા ? ક્યાંય હું શીખવા ન્હોતો ગયો. પૂર્વજન્મના સંસ્કારો જ માનવા પડે. હેમંતાદિ તુરૂપ કાળને જાણે તે કાલજ્ઞ. પ્રસંગ, સંયોગ અને અવસરને જાણે તે સમયજ્ઞ. * શિષ્યમાં આ બીજા બધા જ ગુણો હોય, પણ ગર્વ હોય તો એવા શિષ્યનો સંગ્રહ કરતા નહિ. •••• તો થાય ખોરાક સાથે પાણી મળે તો પચે. તન સાથે મન મળે તો સાધના થાય. પ્રકૃતિ સાથે પુરુષ મળે તો સંસાર મંડાય. કૃષ્ણ સાથે જો અર્જુન મળે તો મહાભારત જીતાય. જ્ઞાન સાથે જો ભક્તિ (શ્રદ્ધા) મળે તો મોક્ષ થાય. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ છે Page #88 -------------------------------------------------------------------------- ________________ સુરેન્દ્રનગર ફા. વદ૨૬-૩-૨૦૦૦, રવિવાર [ કેશુભાઈ પટેલ, દીપચંદ ગાડ શ્રેણીભાઈ, ધીરૂભાઈ શાહ, કશ, વાચાચંદ છેડા, પ્રકાશ ઝવેઠી, હુંશીભાઈ (અમક્ષGશવાળા) વગેરે હેમાંલિ પૌષધશાળાના ઉદ્દઘાટનમાં લયા સંઘના દર્શનાર્થે આવેલા. ] * ભગવાનનું એક વાક્ય પણ આપણા જીવનને અજવાળી દે, જે એને જીવનમાં ઊતારી દઈએ, એને હૃદયમાં ભાવિત બનાવીએ. એક વાક્યને વારંવાર ધુંટો. એના રહસ્યો તમને સમજાશે, જે બીજાને નહિ સમજાય. | * શિષ્યમાં બે ગુણ તો હોવી જ જોઇએ : વિનય અને વૈરાગ્ય. વાવવા લાયક ભૂમિ કેવી છે ? તેની ખેડૂતને તરત જ ખબર પડી જાય છે. વિનયી હોય તે જ આગમ-શ્રવણમાં રુચિ દાખવી શકે. સાચો વિનય હોય ત્યાં સરળતા હોય. ખોટો વિનય હોય ત્યાં દંભ અને કપટ હોય. આવો શિષ્ય દેખાવ ખૂબ જ કરે. આથી લખ્યું ઃ આર્જવગુણથી યુક્ત હોય. * આજે વાચના રહી શકે તેમ ન્હોતું, પણ વચ્ચે ગેપ પડી જાય તે ઠીક નહિ, માટે ખાસ રાખી છે. રેલ્વેના પાટામાં થોડો ગેપ પડી જાય તો ટ્રેન ચાલી શકે ? આવા કટોકટીના સમયમાં વાચના ૨૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #89 -------------------------------------------------------------------------- ________________ રાખી છે તો ગ્રહણ કરજો. વિનય જીવનમાં આવશે તો તમે બીજા ચંદનબાળા બનશો. * વિનીત શિષ્ય સમગ્ર જિનશાસનની શોભા છે; ભલે એ વિદ્વાન ન હોય ! રસાળ ભૂમિમાં ખેડૂત વાવણી ન ચૂકે તેમ વિનીતમાં ગુરુ જ્ઞાન-દાન ન ચૂકે. * ભિખારી દાણા-દાણા વીણીને એકઠું કરે, તેમ મેં જ્ઞાન એકઠું કર્યું છે, બધાની પાસે જઈ જઈને. જ્યાં-જ્યાંથી મળ્યું, ત્યાંત્યાંથી લેતો ગયો. * વિનયહીન પુત્ર હોય તો પણ તેને વાચના ન આપી શકાય; ભલે એ બીજા સેંકડો ગુણોથી યુક્ત હોય, એમ અહીં લખ્યું છે. [ગાથા-પ૧]. * ગુરુને શાસ્ત્રકાર ટોકતાં કહે છે : એમ આડેધડ દીક્ષા ન આપો. પૂરી પરીક્ષા કરીને જ આગળ વધો. અયોગ્યને દીક્ષા આપવામાં ખૂબ જ જોખમ છે. શિષ્ય ઓછા હોય તો ચલાવી લેજો, પણ અયોગ્યને દીક્ષા આપવાની ચેષ્ટા નહિ કરતા. | * વિનય-ગુણની સિદ્ધિ શિષ્યમાં થયેલી હોવી જોઈએ. કલ્પતરુ વિજયજીને રાત્રે માત્ર માટે ઊઠાડું, ફરી કલાક પછી ફરી ઊઠાડું તો પણ કદી મનમાં ન લાવે કે વારંવાર કેમ ઊઠાડે છે ? આ વિનયગુણની સિદ્ધિ છે. ભક્તિ માટે શું જોઈએ ? તપસ્વી બનવા શરીરની શક્તિ અપેક્ષિત છે. જ્ઞાની બનવા બુદ્ધિની શક્તિ અપેક્ષિત છે. દાની બનવા ધનની શક્તિ અપેક્ષિત છે. પણ ભક્ત બનવા નિરપેક્ષ બનવું અપેક્ષિત છે. કોઈ પણ શક્તિ પર મગદૂર બનેલો માણસ કદી પણ “ભક્ત” બની શક્તો નથી. કહ્યું કલાપૂર્ણસૂરિએ છે ક૯. Page #90 -------------------------------------------------------------------------- ________________ સમલા ફા. વદ-૭ ૨૭-૩-૨૦૦૦, સોમવાર * બધા ગુણો બીજી તરફ ને વિનય એક તરફ રહે તો પણ વિનય ચડી જાય. વિનય એટલે ભક્તિ ! વિનય એટલે નમસ્કાર ! વિનય એટલે વેયાવચ્ચ ! વિનય એટલે ગુણાનુરાગ ! આજ સુધી આપણે વિષયોનો, સાંસારિક પદાર્થોનો વિનય કર્યો જ છે. વેપારીઓ કેટલાનો વિનય કરે છે? ગરજ પડ્યે ગધેડાને પણ બાપ બનાવે ! સેવકના ભવમાં રાજાનો, નોકરના ભાવમાં શેઠનો, સૈનિકના ભવમાં સેનાપતિનો ઘણો વિનય સાચવ્યો છે. પણ લોકોત્તર વિનય કદી મેળવ્યો નથી. અહીં કહે છે કે - લૌકિકમાં પણ વિનય વિના સફળતા ન મળે તો લોકોત્તર દુનિયામાં તો વિનય વિના સફળતા મળે જ ક્યાંથી ? વિનો મુદ્દાર' વિનય મોક્ષનું દ્વાર છે. વિનયમાં સર્વ ગુણોનો સંગ્રહ છે. દેવ-વંદન, ગુરુ-વંદન વગેરેમાં આવતો વંદન શબ્દ વિનયનો જ વાચક છે. “બાયાસ્ત મૂહું વિમો’ વિનય માત્ર આચારનું જ નહિ, મોક્ષનું દ્વાર છે. મોક્ષનું દ્વાર શા માટે ? વિનય સ્વયં મોક્ષરૂપ છે, એમ પણ કહી શકાય. “ઋવિMો મોવો’ એમ શાસ્ત્રમાં કહ્યું છે. ૦૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #91 -------------------------------------------------------------------------- ________________ * કોઈપણ કાર્યમાં પ્રવૃત્તિશીલ બનો એટલે વિઘ્ન આવવાના જ. એમાં પણ શુભકાર્યમાં ખાસ વિપ્ન આવે. તમે વિનય શરૂ કરો એટલે વિઘ્નો આવવાના જ. એ વિઘ્નો પાર કરીને જો તમે વિનયની સિદ્ધિ મેળવી લો તો વિનયનો નિગ્રહ થઈ ગયો કહેવાય. ક્ષમા વિગેરે ગુણના નિગ્રહ માટે પણ આવું જ સમજવું. - આવા વિનયને કદી છોડતા નહિ. જે ક્ષણે તમે વિનય છોડો છો, એ જ ક્ષણે મોક્ષનો માર્ગ છોડી દો છો, એટલું નક્કી માનજો. અવિનયથી ભરેલો બધો જ સમય આપણને સતત ઉન્માર્ગે લઈ જાય છે, એટલું ધ્યાનમાં રહે. * આ કાળમાં આપણી બુદ્ધિ ઓછી છે. ભણવાનું ખૂબ છે. પૂરું ભણી શકાતું નથી. ભણાયેલું હોય તે યાદ રહેતું નથી. તો પછી કર્મની નિર્જરા શી રીતે થશે ? - એમ ચિંતા નહિ કરતા. અલ્પશ્રુતવાળો પણ વિનય દ્વારા કર્મની વિપુલ નિર્જરા કરી શકે છે. ચંડરુદ્રાચાર્યના શિષ્ય અને માષતુષ મુનિ આના ઉદાહરણ છે. માથે દાંડા પડ્યા છતાં ચંડરુદ્રાચાર્યના શિષ્ય વિનયગુણ છોડ્યો નહિ. આ વિનયગુણની સિદ્ધિ થઇ કહેવાય. આ જન્મમાં ભલે તે માટેની સાધના નથી દેખાતી, પણ તેઓ પૂર્વજન્મમાં તેઓ ચોક્કસ સાધના કરીને આવ્યા હશે ! * ગુરુ શિષ્યના દોષો જાણે છતાં કહી શકે નહિ. કહે તો મીઠા શબ્દોમાં જ કહે, આવી સ્થિતિ શિષ્યમાં વિનયની ગેરહાજરી કહે છે. વિનય કરવામાં સૌથી વધુ કષ્ટ, કાયા, વચનને નહિ, પણ મનને પડે છે. મનમાં ઠાંસી ઠાંસીને જે અહં ભરેલો છે, તેના પર ચોટ લાગે છે. અવિનયનો અભ્યાસ અનાદિનો છે. એના કુસંસ્કારો જલ્દી ન જાય, માટે વિનય દ્વારા અવિનયના સંસ્કારો જીતવાના છે. * પૂ. દેવચન્દ્રજીએ સાત ઉત્સર્ગ ભાવ - સેવા અને સાત અપવાદ ભાવ સેવા બતાવી છે. અહીં અપવાદનો અર્થ કારણ અને ઉત્સર્ગનો કાર્ય અર્થ કરવો. કહ્યું કલાપૂર્ણસૂરિએ ૦૧ Page #92 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાની પણ આ રીતે ઉત્સર્ગ ભાવસેવાથી સિદ્ધોનો વિનય કરે છે. ૧૪મા ગુણઠાણે રહેલા અયોગી કેવળી પણ એવંભૂત નયથી ઉત્સર્ગ ભાવસેવા કરે છે. આ પદાર્થો બૃહત્કલ્પભાષ્યના છે. - એમ પૂ. દેવચન્દ્રજી કહે છે. * * દૂધમાં રહેલું પાણી “દૂધ' કહેવાય. તેમ પ્રભુના ધ્યાનમાં રહેલાને “પ્રભુ' કહેવાય, અમુક અપેક્ષાએ. * લીધેલી પ્રતિજ્ઞાનું યથાવત્ પાલન ન કરીએ તો લગભગ ચારેય અદત્ત લાગે. દા. ત. હિંસા કરી. ભગવાને ના પાડી છે માટે તીર્થકર અદત્ત, ગુરુએ ના પાડી છે માટે ગુરુ અદત્ત, માલિકે રજા નથી આપી માટે સ્વામી અદત્ત, જીવે સ્વયં મારવાની રજા નથી આપી માટે જીવ અદત્ત. - આમ ચારેય અદત્ત લાગે. પાંચ નમસ્કાર (૧) પ્રહાસ નમસ્કાર ઃ મજાકથી કે ઈર્ષાથી નમસ્કાર કરવા તે. (૨) વિનય-નમસ્કાર ઃ માતા-પિતાદિને વિનયથી નમવું. (૩) પ્રેમ નમસ્કાર : મિત્રાદિને પ્રેમથી નમવું. (૪) પ્રભુ નમસ્કારઃ સત્તાદિના કારણે રાજદિને નમવું. (૫) ભાવ નમસ્કાર : મોક્ષ માટે દેવ-ગુરુ આદિને નમવું. ૦૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #93 -------------------------------------------------------------------------- ________________ સિયાણી તીર્થ ફા. વદ-૮ ૨૮-૩-૨૦૦૦, મંગળવાર * હદય ભક્ત બને ત્યારે મૂર્તિ તથા આગમમાં ભગવાન દેખાય. જિનાગમ તો બોલતા ભગવાન છે. આવો આદર જાગી જાય તો સમજી લેવું : ભવસાગર તરવામાં હવે કોઈ વિલંબ નથી. * શસ્ત્ર અને શાસ્ત્રનો ફરક સમજી લેવા જેવો છે. શસ્ત્ર બીજા માટે જ હોય છે; પોતાના પર પ્રહાર કરવા નહિ. શાસ્ત્ર સદા પોતાના માટે જ હોય છે, બીજાના દોષ જોવા નહિ. પણ આપણે ઉછું કરીએ છીએ. આરીસાથી બીજાનું રૂપ જેવા પ્રયત્ન કરીએ છીએ. આગમ આરીસો છે. “આગમ આરીસો જોવતાં રે લોલ, દૂર દીઠું છે શિવપુર શહેર જો...' – પં. વીરવિજય. * અહીં [ચંદાવિન્ઝય પયન્સામાં આપવામાં આવેલા બધા જ ગુણો પૂ. પં. ભદ્રંકર વિજયજીમાં સાક્ષાત્ દેખાતા. પૂ. કનકદેવેન્દ્રસૂરિજીમાં પણ આવું દેખાતું. કારણ કે એમણે વિનયગણ સિદ્ધ કરેલો હતો. જ્યારે આપણે બધાએ અવિનય સિદ્ધ કરેલો છે. અનાદિકાળના સંસ્કાર છે ને ? માન વધુ તેમ અવિનય વધુ ! અભિમાન વધુ તેમ ગુસ્સો વધુ ! અભિમાન પડદા પાછળ રહીને કામ કરે છે, ક્રોધને આગળ કરે છે. * શ્રુતજ્ઞાનમાં કુશળ હોય. હેતુ-કારણ અને વિધિનો જાણકાર કહ્યું. કલાપૂર્ણસૂરિએ ૦૩ Page #94 -------------------------------------------------------------------------- ________________ હોય, છતાં જો તે અવિનીત અને ગૌરવયુક્ત હોય તો તેની અહીં કોઈ કિંમત નથી. વિનય વિના કોઈ ગુણ ન શોભે. બધા જ ગુણો એકડા વગરના મીંડા સમજવા. જ્ઞાન અને ચારિત્ર વિનયથી જ શોભે. વિનયથી સમ્યગ્દર્શન મળે એમ કહેવા કરતાં વિનય સ્વયં સમ્યગુ દર્શન છે, એમ કહીએ તો પણ વાંધો નથી. વિનય ભક્તિરૂપ છે. ભક્તિ સમ્યગ્દર્શન છે. ભગવાનના સાક્ષાત દર્શન કરાવવાની આંખ ગુરુ પાસે છે. ગુરુ વિનયથી જ મળી શકે, ફળી શકે. યોગશાસ્ત્રનો ૧૨મો પ્રકાશ વાંચી જુઓ. સદ્દગુરુની કરુણાનું વર્ણન જોવા મળશે. * વિનય વિના તપ નિયમ આદિ મોક્ષપ્રદ બની શક્તા નથી. * એક બાજુ ૧૪ પૂર્વી છે, ને બીજી બાજુ એક આત્માને જાણનારો છે. આત્માને જાણનારો, ૧૪ પૂર્વી જેટલી જ કર્મ-નિર્જરા કરી શકે. બન્ને શ્રુતકેવળી ગણાય. ૧૪ પૂર્વી ભેદ નથી ને આત્મજ્ઞાની અભેદ નયથી શ્રુતકેવળી ગણાય. સમયસારના આ પદાર્થો ખોટા નથી. પણ એના અધિકારી અપ્રમત્ત મુનિ છે. * પાટણમાં લાલ વર્ણના પ્રતિમા જોઈ મેં પૂછ્યું : શું આ વાસુપૂજ્ય સ્વામી ભગવાન છે ? પૂજારી બોલ્યો : નહિ મહારાજ ! આ લાલ રંગ તો પડદાના કારણે દેખાય છે. પડદો હટાવતાં જ સ્ફટિક રત્નની પ્રતિમા ઝળકી ઊઠી. આપણો આત્મા પણ શુદ્ધ સ્ફટિક જેવો જ છે. કર્મના પડદાના કારણે તે રાગ-દ્વેષી લાગે છે. * વર્ષો પહેલા ૧૮ રૂપીયે તોલો સોનું એક ભાઈએ ખરીદું. આજે તે વેંચે તો કેટલા રૂપીયા મળે ? કેટલો ભાવ ગણાય ? તે જ રીતે નાનપણમાં ગોખેલા પ્રકરણ ગ્રંથો સિસ્તામાં મળેલા કહેવાય ને ?] મોટી ઉંમરમાં લાખો-કરોડો કરતાં પણ મૂલ્યવાન બની રહે છે. કારણ કે પરિપકવ ઉંમરમાં તેના રહસ્યો સમજાય છે. રહસ્યો સમજાતાં તેનું મૂલ્ય સમજાય છે. * તમને સુધારવા હોય ત્યારે હું તમને અવિનય વગેરે તમારા દોષો કહું છું, તમારો ઉત્સાહ વધારવા માંગતો હોઉં ત્યારે હું તમને સિદ્ધના સાધર્મિક બંધુ કહું છું. જે વખતે જે જરૂરી લાગે તે કહું. જ છે કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #95 -------------------------------------------------------------------------- ________________ લીંબડી ફા. વદ-૯ ૨૯-૩-૨૦૦૦, બુધવાર * ધર્માચાર્યો ઉપદેશ આપે, માર્ગ બતાવે પણ જીવમાં લાયકાત જ ન હોય તો ? દીપક પ્રકાશ આપે, પણ આંખ જ ન હોય તો ? આ ગ્રંથ આપણને લાયકાત મેળવવાનું કહે છે, વિનયની આંખ મેળવી લેવાનું કહે છે. જ પ્રભુ ના ધ્યાનથી મોક્ષ મળે એ ખરું, પણ ધ્યાન માટેની પાત્રતા પણ જોઇએ ને ? એ પાત્રતા પણ વિનયથી જ આવે છે. * માટી પોતાની મેળે ઘડો ન બની શકે, પત્થર પોતાની મેળે મૂર્તિ ન બની શકે, તેમ જીવ, ભગવાન વિના પોતાની મેળે ભગવાન ન બની શકે. પત્થર ખાણમાં રહેલો હતો. તેમ આપણે નિગોદમાં રહેલા હતા. ખાણમાંથી બહાર નીકળવાથી માંડીને પત્થર પર શિલ્પી દ્વારા અનેક પ્રક્રિયા થઈ ત્યારે તે મૂર્તિરૂપ બન્યો. તેમ આપણે નિગોદમાંથી બહાર આવ્યા ને ઠેઠ માનવ-ભવ સુધી પહોંચ્યા તેમાં ભગવાન દ્વારા થયેલી કૃપારૂપી પ્રક્રિયા જ કારણ છે. મરુદેવી માતા પોતાની મેળે કેવળજ્ઞાન પામી ગયાં, એમ નહિ માનતા. જો એમ હોત તો પહેલા જ કેવળજ્ઞાન મળી જવું જોઈતું હતું. પણ ભગવાન મળ્યા પછી જ કેવળજ્ઞાન થયું. એક હજાર વર્ષ સુધી ઋષભ... ઋષભ... જાપ જપતા રહ્યાં. કહ્યું કલાપૂર્ણસૂરિએ ૦૫ Page #96 -------------------------------------------------------------------------- ________________ [ભલે એ પુત્રરૂપે જપતા રહ્યાં... પણ આખરે હતા તો ભગવાન જ ને ?] એથી પણ નિર્જરા થઈ હશે ને? વિરહની વેદના સહી હતી. પ્રભુ સાથે પ્રત્યેક સંબંધ જોડી શકાય. પુત્રનો સંબંધ પણ જોડી શકાય. ૧૪ સ્વપ્નના દર્શનથી, મેરુ પર અભિષેકથી મરુદેવીને એટલી તો ખબર જ હતી કે મારો ઋષભ ભગવાન થવાનો છે. પુત્ર પ્રભુને ખોળામાં લઈ બેઠેલાં માતા સ્નેહદષ્ટિપૂર્વક અવલોકન કરે છે તેવું જ ધ્યાનવિચારમાં માતૃ-વલયનું ધ્યાન આવે છે તેમાં આ જ વાત સૂચિત થાય છે. * યોગ્યતા પણ ભગવાન જ આપે છે, એમ માનીને તમે પ્રભુને પોકારો. - * પ્રભુની મહત્તા દર્શાવતો લલિતવિસ્તરા જેવો બીજો એકેય ગ્રંથ નથી. ખાસ વાંચો. “ર વત: ન પરત: પવિત્સાશાવેવ !” સ્વથી પણ નહિ, પરથી પણ નહિ, ભગવાન પાસેથી જ અભયચક્ષુ-માર્ગાદિની પ્રાપ્તિ થાય, એમ તેમાં ભારપૂર્વક લખ્યું છે. * તપ તો જ સફળ બને, જો સાથે ક્ષમા હોય. નિયમ તો જ સફળ બને, જે સાથે વિનય હોય. ગુણ તો જ પ્રશંસા પામશે, જો વિનય હશે. વિનય નહિ હોય તો તપ, નિયમ કે દુનિયાના બધા જ ગુણો મળીને પણ તમને મોક્ષમાં મોકલી આપશે, એવું રખે માનતા ! માટે જ બધા જ તીર્થંકરોએ વિનયનો જ ઉપદેશ આપ્યો છે. બીજી વાત પછી કરી છે, પહેલી જ વાત વિનયની. ઉત્તરાધ્યયનનું પહેલું જ અધ્યયન વિનય છે. અરે કોઈપણ કામ શરૂ કરવું હોય તો નવકાર ગણવો પડે છે. નવકાર વિનયરૂપ છે. બીજ ન વાવ્યું તો ? ભણો, ગણો, તપ કરો પણ હૃદયમાં જો અનંત (પ્રભુ) પ્રત્યે પ્રેમ નથી પ્રગટ્યો તો બધું જ વ્યર્થ છે. કોઈ ખેડૂત ખેતરમાં માટી ખોદે, ખેડે, જમીન સમતલ કરે, પાણી સિંચે પણ બીજ ન વાવે તો ? ૦૬ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #97 -------------------------------------------------------------------------- ________________ સચાણા ફા. વદ-૧૦ ૩૦-૩-૨૦00, ગુરુવાર ★ जो विणओ तं नाणं जं नाणं सो हु वुच्चइ विणओ । विणएण लहइ नाणं नाणेण विजाणइ विणयं ॥६२।। * વિનય જ જ્ઞાન છે અને જ્ઞાન જ વિનય છે. બન્ને અભિન્ન છે. અલગ માનવાની જરૂર નથી. કારણ કે વિનયથી જ જ્ઞાન મળે અને જ્ઞાનથી જ વિનય જણાય. દૂધ અને પાણી હંસ દ્વારા કે ગરમ કરવા દ્વારા હજુ જુદા થઈ શકે, પણ દૂધ અને સાકરને તમે કઈ રીતે અલગ કરી શકશો ? વિનય અને જ્ઞાનનો સંબંધ દૂધ અને સાકર જેવો છે, જેને તમે અલગ કરી શકો નહિ. * ઘણી વખત એમ થાય : આખો દિવસ વિનય કરતા રહીએ તો ભણવાનું ક્યારે ? અહીં સમાધાન મળે છે : વિનય જ્ઞાનથી અલગ નથી. જ્ઞાન મેળવવું હોય તો પણ વિનય છોડતા નહિ ને જ્ઞાન મળી ગયું હોય તો પણ વિનય છોડતા નહિ. વિનય છોડશો તો જ્ઞાન ગયું જ સમજે. * સિદ્ધોને વિનય ખરો ? વિનય તેમના સ્વભાવમાં વણાઈ ગયો. કેવળજ્ઞાન વિનયનું જ ફળ છે. બીજમાંથી વૃક્ષ બની ગયું કહ્યું કલાપૂર્ણસૂરિએ ક oo Page #98 -------------------------------------------------------------------------- ________________ એટલે બીજ નષ્ટ થઈ ગયું એમ નહિ માનતા, બીજ સ્વયં વૃક્ષ બની ગયું. એમ અહીં વિનય સ્વયં કેવળજ્ઞાનાદિ રૂપે પરિવર્તિત બની ગયો. મન-વચન-કાયાથી તો આપણે સંસારી વિનય કરીએ, પણ તેઓ તો આત્માથી સૌનો વિનય કરે. અમે આચાર્યો, તમે વંદન કરો તો પણ તમને અમારા જેવા ન ગણીએ, પણ સિદ્ધો તો કોઈ નમે કે ન નમે, સૌને પોતાના રૂપે જુએ છે. સર્વ જીવોને પૂર્ણરૂપે જુએ છે. આ વિનય નથી ? મહાવીર સ્વામીનો વિનય વધુ કે ગૌતમ સ્વામીનો વધુ ? મહાવીર સ્વામીએ જગતના સર્વ જીવોનો વિનય કર્યો છે. આથી જ તેઓ ભગવાન બની શક્યા છે. ગૌતમ સ્વામીને તો હજુ વિનયનું ફળ મળવાનું બાકી છે, જ્યારે મહાવીર દેવને વિનયનું ફળ મળી ગયું છે. * આચારાંગના લોકસાર અધ્યયનમાં લોકનો સાર ચારિત્ર બતાવેલો છે. કારણ કે તેમાં દર્શન અને જ્ઞાન બને આવી ગયેલા છે. એ જ સાચું ચારિત્ર કહેવાય. પરંતુ એ ચારિત્રનો સાર પણ વિનય છે. આથી જ વિનયહીન મુનિની પ્રશંસા કોઈ મહર્ષિએ કદી કરી નથી. * વિનય ઓછો તેટલા પ્રમાણમાં શ્રદ્ધા અને સંવેગ ઓછા સમજવા. શ્રદ્ધા સંવેગની વૃદ્ધિ વિનયની વૃદ્ધિ સાથે જોડાયેલી છે. મંદ શ્રદ્ધાવાળો ચારિત્રની આરાધના શી રીતે કરી શકે ? વિનયની વૃદ્ધિથી ગુણની વૃદ્ધિ. અવિનયની વૃદ્ધિથી દોષોની વૃદ્ધિ થશે. ગુરુના વિનયથી તેમનામાં રહેલા ગુણોનો વિનય થાય છે. ગુણોનો વિનય થતાં જ એ ગુણો આપણામાં આવવા માંડે છે. જીવાત્મા અને પરમાત્મા રાગાદિ વિજેતા પરમાત્મા રાગાદિથી વિજિત જીવાત્મા. ૦૮ એ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #99 -------------------------------------------------------------------------- ________________ ધંધુકા ફા. વદ-૧૧ ૩૧-૩-૨૦00, શુક્રવાર * જ્ઞાન પ્રયત્નથી મળી શકે, પણ વિનયાદિ ગુણો એમ માત્ર પ્રયત્નથી ન મળી શકે. એમાં ભગવદનુગ્રહ જોઇએ. * ભગવાન મહાવીર પછી આર્ય મહાગિરિએ આર્ય સુહસ્તિ સાથે સૌ પ્રથમ ગોચરી - વ્યવહાર બંધ કરેલો. આર્ય સુહસ્તિને પ્રભાવના પસંદ હતી, આર્ય મહાગિરિને સંયમ. * વિનયાદિ ગુણો ઓછા હોય તે બની શકે, પણ “તે ગુણો મારામાં ઓછા છે. પ્રભુ- કૃપાથી તે મારે પામવા જ છે.” એવો ભાવ પણ પેદા ન થાય, એ કેમ ચાલે ? તમને તમારો અવિનય ખટકે, પોતાના દ્વારા ગુરુને થતી હેરાનગતિ ખટકે તો પણ મારી મહેનત સફળ છે. * વધુ કદાચ ન ભણી શકો, પણ રોજ માત્ર ૨૦ માળા ગણો ને કાયોત્સર્ગમાં ધ્યાન પરોવો તો પણ તમે આરાધક બની શકો. તમે ખૂબ જ ભણેલા હો પણ વિનય ન હોય તો તેનો કોઈ જ મતલબ નથી. આંધળા પાસે અબજે દીવા પણ હોય...પણ શો લાભ ? એક આંધળો, દીવો લઈને નીકળ્યો. દેખતાએ કારણ પૂછ્યું ત્યારે કહ્યું : ““તમારા જેવા દેખતા મારા પર અથડાઈ ન પડે માટે કહ્યું કલાપૂર્ણસૂરિએ છ ૦૯ Page #100 -------------------------------------------------------------------------- ________________ દીવો રાખ્યો છે !” આંધળો ભલે દીવો રાખીને એમ સંતોષ માને, પણ વાસ્તવિક્તાં એ દીવો રાખવા દ્વારા પણ જોઈ શકે ? * ગભારામાં જઈને સાધ્વીઓ દર્શન કરે તે ઉચિત નથી. આ આશાતના છે. જઘન્યથી નવ અને ઉત્કૃષ્ટથી ૬૦ હાથનો અવગ્રહ રાખવાનો છે. પહેલા હું પણ જતો હતો, પણ પછી મારું જોઈ બીજા પણ આ પરંપરા ચલાવશે, એમ વિચારીને મેં બંધ કર્યું. આપણું શરીર અશુદ્ધ હોય તેથી આશાતના થાય. મંદિરની જેમ ગુરુ આદિની પણ આશાતના ટાળવી જોઈએ. અવિનય અને આશાતનામાં ફરક છે. અવિનય કરતાં આશાતના ભયંકર છે. અવિનય એટલે કદાચ તમે ભક્તિ ન કરો તે, પણ આશાતના એટલે ગુરુને નુકશાન થાય, એવું કંઈ પણ કરવું તે. * જ્ઞાન ગુરુને આધીન છે. ગુરુ વિનયને આધીન છે. યોગોદ્વહન એટલે વિનયની જ પ્રક્રિયા ! એટલે જ યોગોદ્વહન વિના જ્ઞાન ગ્રહણ કરી શકાતું નથી. જ્ઞાન પર નહિ, શાસ્ત્રમાં વિનય પર મહત્ત્વ અપાયું છે. * વિનયથી જ્ઞાનની રુચિ વધવી જોઈએ. વળી, જ્ઞાન-વૃદ્ધિ દ્વારા વિનય-વૃદ્ધિ થતી જ રહેવી જોઈએ. વિનય દ્વારા સાધ્ય જ્ઞાન છે. વિનીત થઈ ગયો છું. જ્ઞાનની શી જરૂર છે ?” એમ માનીને જ્ઞાન ભણવાનું બંધ કરવાનો વિચાર જ અવિનયને સૂચિત કરે છે. માષતષ મુનિ ભલે ભણ્યા ન્હોતા, પણ ભણવા માટેનો પ્રયત્ન તો ચાલુ જ હતો. વિનય... વિનય... અને વિનયની જ મેં વાત કરી, એનો અર્થ એ નથી કે જ્ઞાન ભણવું જ નહિ. ઘણા એવા પણ હશે : જેમણે પુસ્તકો અભરાઈએ ચડાવી દીધા છે. ૮૦ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #101 -------------------------------------------------------------------------- ________________ તગડી-પરબડી ફા. વદ-૧૨ ૧-૪-૨૦૦૦, શનિવાર ગાથા- ૬૮ - જ્ઞાનગુણ. * સ્વાધ્યાય સાધુનું જીવન છે, અમૃત-ભોજન છે. આહાર વિના શરીર ન ટકે, તેમ સ્વાધ્યાય વિના આત્માના ભાવપ્રાણો ન ટકે. સ્વાધ્યાય જેવો બીજો કોઈ તપ નથી. કર્મ નિર્જરાના ઉપાયોમાં આ શ્રેષ્ઠ ઉપાય છે. જિનાગમ પર બહુમાન જગ્યું તે પ્રભુ-ભક્ત બની ગયો, સમજવો. કારણ કે ભગવાન અને ભગવાનના આગમ જુદા નથી. આવો ભક્ત, સમવસરણમાં બેઠેલો શ્રોતા જેટલો આનંદ માણી શકે, તેટલો જ આનંદ સ્વાધ્યાય કરતાં, આગમ વાંચતાં માણી શકે. * જ્ઞાનનું મહત્ત્વ પહેલા એટલા માટે ન બતાવ્યું કે એથી શિષ્ય સૌ પ્રથમ જ્ઞાન જ ભણવા લાગી જાય. પણ વિધિ વિના જ્ઞાન ગ્રહણ કરવામાં આવે તો ખતરો છે. માટે જ વિનય પ્રથમ બતાવ્યો. વિનય એટલે સમ્યગૂ દર્શન. એના વિનાનું જ્ઞાન અજ્ઞાન જ કહેવાય. જેનાથી આત્માનું અહિત થાય તેને જ્ઞાન કહેવાય જ કેમ ? જેનાથી બીજાની નિંદા કરવાનું મન થાય, જેનાથી અભિમાન વધે એ જ્ઞાનને જ્ઞાન શી રીતે કહેવાય ? કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૮૧ Page #102 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનના આઠ આચારોમાં સૂત્ર, અર્થ અને તદુભય સૌથી છેલ્લે મૂક્યા, પણ કાલ, વિનય, બહુમાન, ઉપધાન અને અનિદ્ભવ પ્રથમ મૂક્યા. કારણ કે કાલાદિ પાંચેય જુદા-જુદા દૃષ્ટિકોણથી વિનયને જ જણાવે છે. કાલે જ ભણવું, અકાળે નહિ ભણવું, એ શ્રુતનો વિનય જ છે. બાકીના ૪માં તો વિનય સ્પષ્ટ દેખાય જ છે. * નિશીથ ચૂર્ણિમાં કહ્યું છે : જ્ઞાનનો આઠમો આચાર તિદુભય] ચારિત્રરૂપ છે. એટલે કે જેવું જાણ્યું તેવું જીવવાનું છે. આને જ પ્રત્યાખ્યાન પરિજ્ઞા કહેવાય. જ્ઞપરિજ્ઞા દ્વારા જાણવાનું છે. પ્રત્યાખ્યાન પરિજ્ઞા દ્વારા જીવનમાં ઊતારવાનું છે. તે ધન્ય છે જેમણે જ્ઞાનને જીવનમાં ઊતાર્યું છે, એમ અહીં ગ્રંથકાર કહે છે. * જ્ઞાન વગેરે બધું જ છોડીને એકલા વિનયને જ વળગી રહેનારાને જૈનશાસન પાખંડી કહે છે. ૩૬૩ પાખંડીઓમાં વિનયવાદીઓ પણ હતા. તેઓ બધાનો વિનય કરતા હતા; કૂતરાકાગડા વગેરે દરેકનો. વિનય દ્વારા જ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત કરવાના છે. વિનય નિઃસ્પૃહપણે કરવો જોઇએ. એમાં કામના ભળે તો દૂષિત બને. વિનયરને વિનય ઘણો કર્યો, પણ અંદર સ્પૃહા હતી, દિંભ હતો. આથી જ એ અનંતાનુબંધી માયા સ્વરૂપ બન્યો. * એક સુવાક્ય પણ હું ન વાંચુ તો આજે પણ મન આડાઅવળા પાટે ચડી જાય. રોજ-રોજ ભોજનની જરૂર પડે તેમ રોજરોજ અભિનવ જ્ઞાનની જરૂર પડે. આપણી બુદ્ધિ ઘણી કમજોર છે. ભણેલું, શીખેલું સતત ભૂલતા રહીએ છીએ. માટે જ જ્ઞાન માટે સતત પુરુષાર્થ કરતા રહેવાનો છે જ્ઞાનાવરણીય કર્મ ધ્રુવોદયી, ધ્રુવબંધી અને ધ્રુવસત્તાવાળું છે. આપણે ન ભણીએ ત્યારે પણ સતત જ્ઞાનાવરણીયનું બંધન ચાલુ જ છે. આપણે ઊંઘી જઇએ, પણ જ્ઞાનાવરણીય નથી ઊંઘતું ! * જ્ઞાનથી જ નવતત્ત્વો જાણી શકાય. માટે જ જ્ઞાન ચારિત્રનો હેતુ બની શકે. જ્ઞાનસારમાં કહ્યું છે : જે જ્ઞાનથી હીરા અને પત્થરને જાણી ૮૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #103 -------------------------------------------------------------------------- ________________ ન શકો તે હીરાનું જ્ઞાન, જ્ઞાન જ નથી. જે જ્ઞાનથી દોષ-નિવૃત્તિ અને ગુણમાં-પ્રવૃત્તિ ન થાય તે જ્ઞાન જ ન કહેવાય. એ આંખ શા કામની જે હોવા છતાં પગ ખાડામાં પડે કે કાંટામાં પડે ? જ્ઞાનનું ફળ આત્માનુભૂતિ. આત્માનુભૂતિનું ફળ મોક્ષ છે. દોષ અને ગુણ બને જ્ઞાનથી જણાય. કાંટા અને ફૂલ બને આંખથી જણાય. પણ આંખ જોયા પછી ઉદાસીન નથી રહેતી. કાંટાથી દૂર રહે છે. ફૂલને સ્વીકારે છે. આપણું જ્ઞાન આવું ખરું ? બીજાના નહિ, આપણા દોષો જોવાના છે. પોતાના નહિ, પણ બીજાના ગુણો જેવાના છે, પણ આપણે ઉછું કરીએ છીએ. બીજાને જોવા માટે આપણી પાસે હજાર આંખ છે, પણ પોતાને જોવા માટે એક પણ આંખ નથી. ઘરમાં સાપનું દર દેખાય તો કોઈ તેને કાઢ્યા વિના રહે ? દોષો જ દર છે. આપણને દેખાય છતાં ન કાઢીએ તો શું સમજવું ? ભગવાને સર્વ જીવો સાથે મૈત્રી કરવાનું કહ્યું. આપણે દોષો સાથે મૈત્રી કરી બેઠા ! | દોષો સામે યુદ્ધે ચડવું જ પડશે. આજ સુધી મોહરાજાએ સામેથી કોઈને આત્માનો ખજાનો આપ્યો હોય તેવું બન્યું નથી. જેઓ અંગે ચડ્યા, તેઓ જ જીત્યા છે. * ભગવાનના ગુણો અનંતાનંત છે, એમ સમજીને ચકિત થવાની જરૂર નથી. આપણી અંદર પણ અનંતાનંત ગુણો પડેલા જ છે. માત્ર ઢંકાયેલા છે, એટલો જ ફરક. જ્ઞાન-દર્શન અનંત છે, વળી તુજ ચરણ અનંત; એમ દાનાદિ અનંત ક્ષાયિકભાવે થયા, ગુણ અનંતાનંત. આવિરભાવથી તુજ સયલગુણ માહરે, પ્રચ્છન્નભાવથી જોય...'' – પદ્મવિજય. “ભગવન્! મારા પણ એ ગુણો પ્રગટ હો” એમ ભગવાનને પ્રાર્થો. કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૮૩ Page #104 -------------------------------------------------------------------------- ________________ બરવાળા ફા. વદ-૧૩ ૨-૪-૨૦૦૦, રવિવાર ચંદાવિષ્ક્રય પન્ના ગાથા – ૭૨. * પાપ-અકરણ-નિયમનો વિચાર ભગવાનની કૃપા વિના આવી શકતો નથી, એમ હરિભદ્રસૂરિજી કહે છે. જ્યારે જ્યારે પાપ નહિ કરવાનું તમને મન થાય કે તેવો તમે સંકલ્પ કરો ત્યારે માનો કે ભગવાનની કૃપા મારા પર વરસી રહી છે. ભગવાનની કૃપાને સૌ પ્રથમ આગળ ધરવી જોઇએ. આથી ભગવાનની કૃપા-શક્તિનો આપણને ખ્યાલ આવે છે. * માત્ર વીશસ્થાનક તપ કરવાથી તીર્થંકર નામકર્મ નથી બંધાઈ જતું, પણ ભગવાન સાથે સમાપત્તિ થવાથી અને જગતના સર્વ જીવો સાથે એકતા થવાથી જ બંધાય છે. બાકી ૪૦૦ ઉપવાસ તો અભવ્યો પણ કરી શકે. પણ એમ તીર્થંકર પદ સસ્તું નથી. | * ભગવાન પર પ્રેમ હોય તો ભગવાનના નામ અને મૂર્તિ પર પ્રેમ હોવો જોઈએ. આપણને ભગવાનના નામ પર વધુ પ્રેમ કે આપણા નામ પર વધુ ? ભગવાનની મૂર્તિ પર વધુ પ્રેમ કે આપણા ફોટા પર વધુ ? આપણા નામ અને રૂપનો મોહ ખતમ કરવો હોય તો પ્રભુ-નામ અને પ્રભુમૂર્તિના આલંબન વિના ઉદ્ધાર નથી. ૮૪ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #105 -------------------------------------------------------------------------- ________________ * અંગ-અગ્ર-સ્તોત્ર અને પ્રતિપત્તિ [આજ્ઞાપાલન] આ ચાર પ્રકારની પૂજા છે. પ્રતિપત્તિ પૂજા સીધી નથી આવતી. એ પહેલા અંગ-અગ્ન-આદિ પૂજાની ભૂમિકામાંથી પસાર થવું જોઇએ. * મારા સુવાક્યો છે, એમ ગ્રન્થકાર નથી કહેતા. ત્તિબેમિ’ કહીને બધું ભગવાન પર નાખે છે. બધું ભગવાનનું છે. હું સુવાક્ય આપનાર કોણ ? માટી હતી જ. એમાંથી મેં ઘડાનો આકાર આપ્યો. આમાં મારું શું ? કુંભાર આમ કહે છે. અક્ષરો દુનિયામાં હતા જ. અક્ષરોમાંથી શબ્દ, પદ, વાક્ય, શ્લોક, પ્રકરણ આદિ થઇને ગ્રંથ બન્યો. એમાં મારું શું ? ગ્રન્થકાર કહે છે. આમ - ગ્રન્થકાર પણ આમ કહેતા હોય તો આપણે કઇ વાડીના મૂળા ? * વ્યક્તિ પર કરેલો રાગ આગ છે, જે આપણા આત્મગુણના બાગને બાળીને ખાખ કરે છે. ભગવાન પર કરેલો રાગ બાગ છે, જેમાં આત્મગુણોના ગુલાબ ખીલી ઊઠે છે. * ભગવતીમાં હમણાં પુદ્ગલોની વાત આવે છે.આ વાંચતાં એમ થાય : કેવું આ સર્વજ્ઞનું અદ્ભુત દર્શન છે ? આ બધી પુદ્ગલની માયા છે. જીવનું આમાં કાંઇ જ નથી. કેટલાક પુદ્ગલો વિજ્રસા [સ્વાભાવિક] થી કેટલાક પ્રયોગથી તો કેટલા મિશ્રપણે રચાય છે. જીવ આ પુદ્ગલની રચનાથી સંપૂર્ણ ન્યારો છે. * જ્ઞાન વિના ક્રિયા કે ક્રિયા વિના જ્ઞાન વ્યર્થ છે. ક્રિયાવાન્ જ્ઞાની જ આ સંસાર-સમુદ્ર તરી શકે. [ ગાથા ૭૨.] તરવાની ક્રિયા જાણનારો મોટો તરવૈયો પણ દરિયામાં હાથપગ ન હલાવે તો ડૂબી મરે. મોટો જ્ઞાની પણ ક્રિયાને તદ્દન છોડી દે તો તરી ન શકે. - * વેપારી પોતાની કમાણી વેપારમાં લગાડીને વધુ ને વધુ ધનવાન થવા પ્રયત્ન કરે, તેમ આપણે પણ જ્ઞાનની મૂડી દ્વારા કહ્યું, કલાપૂર્ણસૂરિએ મ Page #106 -------------------------------------------------------------------------- ________________ વધુને વધુ ગુણવાન બનવાનું છે. * “પુણ્યોદયથી મળતું સુખ પણ આત્મસુખને રોકનારું છે' એમ જ્ઞાનીઓ માને છે. માટે જ અનુકૂળતામાં જ્ઞાની રાચે નહિ. માટે જ “હા, સાતામાં છું ન બોલાય. ઘણીવાર એવું બોલતાં તે જ દિવસે તબિયત બગડી છે. “દેવ-ગુરુ પસાય” એમ બોલાય. અનુકૂળતા વખતે વધુ સાવધ રહેવાનું છે. તે વખતે આસક્તિથી જીવ વધુ કર્મ બાંધે છે. ' * અજ્ઞાન અને અસંયમના કારણે જીવે આજ સુધી ખૂબ જ શુભાશુભ કર્મ બાંધ્યા છે. જ્ઞાની ક્રિયાથી એ કર્મોને ખપાવી દે છે. અજ્ઞાનમાં દર્શનમોહનીય અને અસંયમમાં ચારિત્ર મોહનીય આવી ગયા. * ૫-૧૦ કિ.મી. દૂર હોય તો પણ આપણે ચાલીને જિનાલયમાં દર્શન કરવા જઈએ છીએ, તો આપણી અંદર જ રહેલા પરમાત્વદેવના દર્શન કરવા કાંઇ પ્રયત્ન ન કરવો ? અંદર રહેલા આત્માનું દર્શન કોણ નથી કરવા દેતું ? આપણી અંદર રહેલો દર્શન મોહ (મિથ્યાત્વ). જ્ઞાનીઓ તે મોહને હટાવવાનું કહે છે. દર્શન મોહ, પ્રભુનું દર્શન કરવા દેતો નથી. ચારિત્ર મોહ પ્રભુનું મિલન કરવા દેતો નથી. તેઓ ઝેરનાં બી વાવે છે આર્યભૂમિ, ઉત્તમકુળ, સત્સંગ આદિ પ્રાપ્ત કરીને જેઓ ઠંડી-ગરમી સહન કરતા ચાતક પક્ષીની જેમ ભગવાનનું સ્મરણ કરે છે, તે ચતુર છે, બીજ તો સોનાના હળમાં કામધેનુને જોડીને ઝેરનાં બી વાવી રહ્યા છે. ૮૬ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #107 -------------------------------------------------------------------------- ________________ રંગપુર. ફા. વદ-૧૪ ૩-૪-૨૦૦૦, સોમવાર * કેટલાક ગ્રન્થો વિસ્તૃત હોય અને કેટલાક સંક્ષિપ્ત પણ હોય. કારણ કે બન્ને પ્રકારની રુચિવાળા જીવો હોય છે. વિસ્તાર રુચિવાળા માટે વિસ્તૃત અને સંક્ષેપ-રુચિવાળા માટે સંક્ષિપ્ત ગ્રન્થો ઉપયોગી બનતા હોય છે. ક્યારેક સંક્ષિપ્ત એકાદ ગ્રન્થ તો ઠીક એકાદ શ્લોક પણ જીવનનું અમૂલ્ય પાથેય બની રહે છે. મહાબલ [ મલયાસુંદરી) ને માત્ર એક શ્લોકના પ્રભાવે જીવનભર આશ્વાસન અને પ્રેરણા મળતા રહ્યા હતા. * આપણા આત્મામાં બે શક્તિ છે : જ્ઞાતૃત્વ શક્તિ અને કર્તુત્વ-શક્તિ. જ્ઞાન અને વીર્ય શક્તિ. આ બન્ને શક્તિ પ્રગટે અને નિર્મળ થાય તો જ આત્માનું કલ્યાણ થાય. બન્ને શક્તિઓનો સમકક્ષી વિકાસ થવો જોઇએ. એકાંગી વિકાસ ન ચાલે. ગાયે ભુજમાં ધક્કો લગાડ્યો ત્યારે મારા એક પગે ચાલવાનું બંધ કર્યું. એક પગ બરાબર હોવા છતાં ચાલી શકાય નહિ. ચાલવા માટે બે પગ જોઇએ. મોક્ષ માર્ગે ચાલવા પણ જ્ઞાન અને ક્રિયા બને જોઈએ. એકની પણ બાદબાકી કરીએ તો મોક્ષ-માર્ગે ચાલી શકાય નહિ. કહ્યું કલાપૂર્ણસૂરિએ ૮૦ Page #108 -------------------------------------------------------------------------- ________________ સંસારના માર્ગે પણ આપણે આ જ્ઞાન અને ક્રિયાની શક્તિથી જ ચાલીએ છીએ. આત્મ-શુદ્ધિ કરનારી આપણી શક્તિઓને આપણે જ કર્મ-બંધન કરનારી બનાવીએ છીએ. એથી સંસારનું સર્જન થાય છે. * “હું કર્તા પરભાવનો, ઈમ જિમ જિમ જાણે; તિમ તિમ અજ્ઞાની પડે, નિજ કર્મને ઘાણે.” હું વક્તા છું, લેખક છું, શિષ્યોને તૈયાર કરનાર છું, એવો વિચાર પણ પરભાવનો જ છે. આવા વિચારો હશે ત્યાં સુધી કર્મની ઘાણીમાં પીલાવાનું જ છે. * પૂ. પ્રેમસૂરિજી મ.ને ખાદિમ-સ્વાદિમની જીવનભર પ્રતિજ્ઞા હતી. તેમણે જીવનમાં કદી ફળ, મેવો આદિ વાપર્યા નથી. માત્ર સ્વાદ ખાતર ફળોના રસો વહોરતા હોઇએ તો છકાયની દયા ક્યાં ગઈ ? “અહો ! અહો ! સાધુજી સમતાના દરિયા.' આ સઝાય સાંભળી છે ને ? સ્કંધક મુનિની જીવતાં ચામડી ઊતરડાઈ હતી. આવા મહાન મુનિ પર કર્મસત્તાએ અન્યાય કર્યો છે, એમ નહિ માનતા. પૂર્વજન્મમાં એમણે માત્ર નાની જ ભૂલ કરેલી. કોઠીંબડાની અખંડ છાલ ઊતારતાં અભિમાન કરેલું. એ જ કોઠીંબડાનો જીવ રાજા બન્યો ને પેલો સ્કંધક મુનિ બન્યો. નાનકડી ભૂલની સજા આવી હોઈ શકે તો આપણી બેસુમાર ભૂલો માટે શું વીતશે ? તેની કલ્પના તો કરો. ગરમી લાગતી હોય તો છાશ પી શકાય. ફળોના રસ જરૂરી નથી. * શસ્ત્ર વિના યોદ્ધો અને યોદ્ધા વિના શસ્ત્ર નકામા છે, તેમ જ્ઞાન વિના ચારિત્ર અને ચારિત્ર વિના જ્ઞાન નકામું છે. [ ગાથા - ૭પ.] * દર્શનહીનને જ્ઞાન ન હોય. જ્ઞાનહીનને ચારિત્ર-ગુણો ન ૮૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #109 -------------------------------------------------------------------------- ________________ હોય. ગુણહીનને મોક્ષ ન મળે. મોક્ષહીનને સુખ ન મળે. [ગાથા૭૫.] * આપણા આ જીવનના કે પૂર્વ જીવનના અપરાધ વિના આપણું કોઇ જ કશું જ બગાડી શકતું નથી. આટલી શ્રદ્ધા પ્રતિપળ રહેવી જોઇએ. * ગુણોની વૃદ્ધિ કર્યા વિના, ગુણોને ક્ષાયિક બનાવ્યા વિના મોક્ષ મળી જશે, એમ રખે માનતા ! કર્મોએ આપણા ગુણો દબાવી દીધા છે. * આત્મિક સુખનો અંશ પણ અમૃત તુલ્ય છે, જે સંસારના સમગ્ર ચક્રવર્તીઓના સુખથી ચડીયાતું છે, એમ જણો. આવું જાણનારા મુનિઓ સંસારના સુખને દુઃખ અને દુઃખને સુખરૂપ જાણે છે. यदा दुःखं सुखत्वेन, दुःखत्वेन सुखं यदा । मुनि र्वेत्ति तदा तस्य, मोक्षलक्ष्मीः स्वयंवरा । – યોગસાર. * સીમંધર સ્વામીને આપણે પ્રાર્થના કરીએ ને તેઓ આવી જાય ત્યારે આતુરતાપૂર્વક દર્શન કરીએ કે “સમય નથી' એમ કહી દઈએ ? આપણી અંદર આત્મદેવ બિરાજમાન છે, સદા રહેલા જ છે, એના દર્શનની કદી ઈચ્છા થાય છે ? કયું કર્મ નડે છે જે ઇચ્છા પણ પેદા કરવા દેતું નથી ? દર્શન મોહનીય કર્મ. ભગવાન આપણી અંદર જ બેઠા છે, પણ આપણે રુચિહીન છીએ. દર્શનની ઇચ્છા થાય તે સમ્યગ્દર્શન, જાણકારી મળે તે સમ્યગુજ્ઞાન, એ પ્રભુ સાથે મિલન થાય તે સમ્યફારિત્ર. ચારિત્ર મોહનીય પ્રભુના મિલનને અટકાવે છે. અંદર રહેલા પ્રભુની ઈચ્છા પેદા કરાવવા જ જ્ઞાનીઓ આપણને બહાર રહેલા કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૮૯ Page #110 -------------------------------------------------------------------------- ________________ જિનાલયના દર્શન કરવાનું કહે છે. એટલે જ પ્રભુ-દર્શન આત્મદર્શનની કળા ગણાય. ૩00 જેટલી અહીં સંખ્યા છે. તેમાંથી કોઈને પણ ઝંખના જાગશે તો માર્ગદર્શન મળી શકશે. એના માટે પૂ. દેવચન્દ્રજીના સ્તવનો વગેરે સાહિત્ય ખાસ જોવા ભલામણ છે. દા. ત. “અજ કુલ ગત કેસરી લહેરે, નિજપદ સિંહ નિહાળ; તિમ પ્રભુ-ભક્ત ભવિ લહેરે, આતમ-શક્તિ સંભાળ.' સિંહશિશુને સિંહત્વની યાદ કોણ અપાવે ? બકરા, ઘેટા, ભરવાડ કે સિંહ? મોહ ભરવાડ છે. કર્મો ઘેટા બકરા છે. ભગવાન સિંહ છે. સિંહની ગર્જનાથી બકરા ભાગે તેમ આત્માની ગર્જનાથી કર્મો ભાગે. અંદર રહેલો આત્મદેવ પ્રગટ થાય. અહંકાર અને આત્મવિશ્વાસ, અહંકાર અને આત્મવિશ્વાસ વચ્ચેની સૂક્ષ્મ ભેદરેખા સમજે. રાવણ, દુર્યોધન, હિટલર કે ધવલ જેવો (બીજાને મારી નાખવાના આશયવાળો અને હુંકારથી ભરેલો) વિશ્વાસ આત્મવિશ્વાસ ન કહેવાય, પણ અહંકાર કહેવાય. પુણિઓ, અભયકુમાર, ચંપા શ્રાવિકા કે કપર્દી મંત્રી જેવો નમ્રતાયુક્ત આત્મવિશ્વાસ જોઈએ, જે એમ મનાવે કે અનંત શક્તિના સ્વામી પ્રભુ મારી સાથે છે. ૯૦ જે કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #111 -------------------------------------------------------------------------- ________________ વલભીપુર ફા. વદ-0)) ૪-૪-૨૦૦૦, મંગળવાર. * આજે પરમ રહસ્યભૂત શ્લોક આવ્યો છે. વૈ.સુ.૨ના ૭૭મું વર્ષ બેસશે ને આ શ્લોક પણ ૭૭મો છે. जं नाणं तं करणं, जं करणं पवयणस्स सो सारो । जो पवयणस्स सारो, सो परमत्थत्ति नायव्वो ॥७७॥ જે જ્ઞાન છે તે ચારિત્ર છે. જે ચારિત્ર છે તે પ્રવચનનો સાર છે, પરમાર્થ છે. | * પૂ. પં. ભદ્રંકરવિજયજી મ.ને નવકાર પર અતૂટ શ્રદ્ધા. ત્રણ વર્ષ એમની સાથે રહેવાનું બન્યું. કોઈપણ શ્લોકનું પરમ રહસ્ય તરત જ એમને હસ્તગત થઈ જતું. આટલા બધા આગમો આપણે ક્યારે વાંચવાના ? એના કરતાં એક નવકારને ભાવિત બનાવીએ તો કામ થઈ જાય. એમ પૂ. પં. ભદ્રંકર વિજયજીએ વિચારીને એક નવકારને પકડી રાખેલો. તમને કોઈ સ્તવન કે શ્લોક ગમે તો તેને પકડી રાખો, તેના પર ચિંતન કર્યા કરો તો નવું-નવું જ મળ્યા જ કરશે. પીપરને ૬૪ પ્રહર સુધી [ ૮ દિવસ સુધી ] ઘુંટવામાં આવે તો તેની ગરમી વધી જાય. ઘુંટતા જાવ તેમ પીપરની શક્તિ વધતી જાય. તેમ શ્લોકની શક્તિ પણ વધતી જાય; જે એના પર ચિંતન કહ્યું, કલાપૂર્ણસૂરિએ કે ૯૧ Page #112 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવે. ૭૭મો આ શ્લોક પકડવા જેવો છે; જો હૃદયથી ગમતો હોય. * મેં સુરેન્દ્રનગરમાં વિશેષાવશ્યક ભાષ્ય શરૂ કર્યું. વઢવાણમાં ૫. અમુલખભાઈ પાસે પૂરું કર્યું. ' વિશેષાવશ્યક ભાષ્ય અને આવશ્યક નિર્યુક્તિ આગમોનો સાર છે. નંદીસૂત્ર અને અનુયોગદ્વાર આગમોની ચાવી છે, પણ કઈ ચાવી ક્યાં લગાડવી ? તે ગુરુદેવના હાથમાં છે. * જે ગૃપનો વડીલ વિનીત નહિ હોય તે પોતાના શિષ્યો વિનીત બને તેવી આશા રાખી શકે નહિ. આજના આચાર્ય, ગઈકાલના વિનીત શિષ્ય હતા. * પદવી માંગીને ન મળે, ગુરુકૃપાથી મળે. તમે સાચા શિષ્ય બનો એટલે સ્વયં સાચા ગુરુ બનશો. ઘણા એવા પણ હોય છે, જેઓ જાતે પદવી મેળવી લે છે. આ અવિનયની પરાકાષ્ઠા છે. | * ફળ ન લાગે તે જ્ઞાન વાંઝિયું કહેવાય. માટે જ અહીં લખે છે : “જે જ્ઞાન છે તે જ ચારિત્ર છે. ચારિત્ર જ પ્રવચનનો સાર છે, પ્રવચનનો પરમાર્થ છે, પરમ સાર છે. * અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ [અસિઆઉસા] નમસ્કરણીય છે. એને તમે નમસ્કાર કર્યો એટલે તમારામાં વિનય આવ્યો. એ વિનય જ આગળ જતાં જ્ઞાન અને ચારિત્રમાં રૂપાંતર પામે. | * ભગવાનના દરબારમાં મારા-તારાનો કોઈ ભેદ નથી. બધાને ભગવાન પૂર્ણરૂપે જુએ છે. જે ભાવથી એમની આજ્ઞા માને તેનું ભગવાન કલ્યાણ કરે જ. જમાલિ આશ્રિત હતો છતાં તેની ઉપેક્ષા કરી. દઢપ્રહારી આદિ હિંસક હતા છતાં તેમને તાર્યા. ગોશાળાની તેજલેશ્યાથી ભગવાને સુનક્ષત્ર, સર્વાનુભૂતિને ન બચાવ્યા, ગોશાળાને વેશ્યાયન તાપથી બચાવેલો. શા માટે ? આવા પ્રસંગો કહે છે : ભગવાનને ત્યાં મારા-તારાનો કોઈ ભેદ નથી. ભગવાન કેવળજ્ઞાનથી જાણતા હતા : ગુરુ બહુમાનથી બન્નેની ૯૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #113 -------------------------------------------------------------------------- ________________ સદ્દગતિ થવાની જ છે. વળી, આયુષ્ય પણ પૂરું થવાની તૈયારી જ ભગવાનની ગતિ સાચે જ અગમ્ય હોય છે. એટલે સમજાયું ને ? મોક્ષમાં વિલંબ આપણા તરફથી થાય છે, ભગવાન તરફથી નહિ. ભગવાનની આજ્ઞા તમે કેવી શીઘ્રતાથી પાળો છો... તેના પર મોક્ષ-પ્રાપ્તિનો આધાર છે. ભગવાનની આજ્ઞા શી છે ? ચિત્તને સ્ફટિક જેવું નિર્મળ બનાવવું તે ભગવાનની આજ્ઞા છે. “આજ્ઞા તુ નિર્મરું વિત્ત, કર્તવ્ય ટિોપમન્ !' – યોગસાર. કપડાને એકદમ સફેદ બનાવવાની કળા તમને હસ્તગત છે, તેમ મનને એકદમ સફેદ બનાવવાની કળા હસ્તગત કરવી છે ? એ શી રીતે બને ? જ્ઞાન-દર્શનાદિ ગુણોને સદૈવ પોષતા રહો. રાગદ્વેષાદિ ભાવો કાઢતા રહો. આટલું કરશો તો ચિત્ત સ્ફટિક જેવું નિર્મળ બનતું જ જશે. જ્ઞાન-સાબુ, દર્શન-પાણી અને ચારિત્ર- ઘસવાની ક્રિયા છે. રાગ-દ્વેષાદિ મેલું પાણી છે, જે સફાઈ કરતાં નીકળી રહ્યું છે. વસ્ત્રો એકવાર ધોવાયા પછી ફરી મેલાં થાય છે. આપણું મન ફરી મેલું ન બને તે જોવાનું છે. મેલું થઈ જાય તો ફરી સફાઈ કરવાની છે. ગધેડો નાહીને ફરી ધૂળમાં આળોટે તેમ નહિ કરતા. * જ્ઞાનનું ફળ સમતા છે. સમતાના આધારે સાધના જણાય છે. ચારિત્રનું નામ સામાયિક [સમતા છે. एतावत्येव तस्याज्ञा, कर्मद्रुमकुठारिका । समस्त-द्वादशांगार्था, सारभूताऽतिदुर्लभा ॥ – યોગસાર સમતાની પ્રતિજ્ઞા લઈને પણ જો આપણે તેને અભરાઈએ ચડાવી દઇએ તો ? વારંવાર વિષમતામાં આળોટતા રહીએ તો ? કહ્યું કલાપૂર્ણસૂરિએ ૯૩ Page #114 -------------------------------------------------------------------------- ________________ * ચારિત્રનો સાર આત્માનુભૂતિ ! આ જ ચારિત્રનો પરમાર્થ છે. * હું ક્યારેય એક મિનિટ પણ ન બગાડું. વ્હીલચેરમાં પણ સમયનો ઉપયોગ કરતો જ રહ્યું. કારણ કે મારી ઉંમર મોટી છે. સમય બગાડવો મને ન પાલવે. * હું આનંદઘનજી આદિના સ્તવનો રોજ ક્રમશઃ બોલતો જ રહું છું. શા માટે ? ખૂબ જ ભાવિત બને માટે. ગમે તેટલું મોડું થાય તો પણ ન છોડું. આવી ટેક હોવી જ જોઈએ. તો જ કાંઈક હાથમાં આવે. નવની દોસ્તી અખંડ છે ! નવનો આંકડો મહા ચમત્કારી છે, અખંડ છે નવને ગમે તે અંકની સાથે ગુણો, એ અખંડ જ રહેશે. દા.ત. ૯ × ૨ = ૧૮ (૧+૮ = ૯), ૯ × ૩ = ૨૭ (૨+૭=૯) કોઈ પણ સંખ્યાનો સરવાળો કરીને તેમાંથી તેટલી રકમ બાદ કરતાં નવનો આંકડો જ આવશે. દા.ત. ૨૩, ૨+૩ = ૫, ૨૩-૫=૧૮, ૧+૮ = ૯. સિદ્ધચક્રમાં નવ પદો છે. નવ લોકાત્તિક દેવ છે. નવ રૈવેયક છે. નવ પુણ્ય છે. નવ વાડો છે. નવ મંગળ છે. નવ નિધાન છે. આવી ઉત્તમ વસ્તુઓ નવ સંખ્યામાં છે. નવની દોસ્તી એટલે સજ્જનની દોસ્તી... જે કદી તૂટે જ નહિ, સદા અખંડ રહે. આઠ (કર્મ)ની દોસ્તી એટલે દુર્જનની દોસ્તી... જે ખંડિત થતી જ જાય. દા. ત. ૮૪૧ = ૮, ૮૪૨=૧૬, ૧+ =૭. ૮૪૩=૨૪, ૨+૪=૪. જુઓ સંખ્યા ઘટતી જાય છે ને ? નવ કહે છે કે તમે નવપદ સાથે દોસ્તી કરો. મારી દોસ્તી અખંડ રહેશે.... ઠેઠ મુક્તિ સુધી અખંડ....! ૯૪ જ કહ્યું ક્લાપૂર્ણસૂરિએ Page #115 -------------------------------------------------------------------------- ________________ નવાગામ, પાલડી. ચૈત્ર સુદ-૧ ૫-૪-૨૦૦૦, બુધવાર ગાથા-૭૯ 'नाणेण होइ करणं करणेण नाणं फासियं होइ । दुण्हंपि समाओगे, होइ विसोही चरित्तस्स ॥ * ધર્મનો પ્રવેશ શી રીતે જણાય ? दुःखितेषु दयाऽत्यन्तमद्वेषो गुणवत्सु च । औचित्यं सर्वत्रैवाविशेषतः । દુઃખી પર દયા, ગુણી પર અદ્વેષ, સર્વત્ર ઔચિત્ય આદિ દ્વારા જણાય. જ્યાં સુધી ચરમાવર્સમાં પ્રવેશ નથી થતો ત્યાં સુધી ધર્મ શબ્દ પણ ગમતો નથી. ચરમાવર્ત પણ ઘણો લાંબો છે. એમાં પણ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ [૭૦ કોડાકોડિ] જ્યારે માત્ર એક જ કોડાકોડિ સાગરોપમાં આવી જાય ત્યારે ધર્મ ગમે. ઘણા જીવો ચરમાવર્તમાં પણ ઉત્કૃષ્ટ સ્થિતિ ઘણીવાર બાંધે. તેઓ ધર્મ માટે અયોગ્ય છે. કેટલાક જીવો બે જ વાર બાંધે, તેને દ્વિબેંધક કહેવાય. કેટલાક જીવો એક જ વાર બાંધે તેને સકુબંધક કહેવાય. કેટલાક જીવો એકવાર પણ ન બાંધે તેને અપુનબંધક કહેવાય. કેટલાક એનાથી પણ આગળ વધીને ત્રણ કરણ કરીને સમ્યમ્ દર્શન પામે. કહ્યું કલાપૂર્ણસૂરિએ ૫ Page #116 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્ગદર્શન મળે ત્યારે જ સાચા અર્થમાં ધર્મનો પ્રવેશ થયો ગણાય. * ધ્યાનની સ્થિતિ [ એક સરખી ધ્યાનની ધારા ] ભલે ૪૮ મિનિટ જ રહેતી હોય, પણ શુભ અધ્યવસાયો તો ૨૪ કલાક રહી શકે. જેના આવા શુભ અધ્યવસાયો રહે તે જ સાચા સાધુ કહેવાય. માટે જ પંચસૂત્રમાં સાધુ માટે લખ્યું : “જ્ઞાન્સિયા-સંય !'' એ ક્યારે આવે ? “સંતબીરસિયા |’ આશય પ્રશાંત, ગંભીર બને ત્યારે. આમ પંચસૂત્રમાં સાધુના વિશેષણો કારણ-કાર્યભાવે સંકળાયેલા છે. * આપણને સ્વાર્થ ગમે કે પરાર્થ વધુ ગમે ? ભોજન પાણી વગેરેમાં પોતાની ચિંતા વધુ કે બીજાની ચિંતા વધુ ? સાધુને તો માત્ર પરોપકાર-નિરત કહ્યા છે, પણ તીર્થકરોને પરોપકાર વ્યસની કહ્યા છે. આવી પરાર્થવૃત્તિ આવે, આશય પ્રશાંત અને ગંભીર બને, સાવદ્ય-યોગથી વિરતિ આવે, પંચાચારમાં દઢતા આવે, કમળ જેવું નિર્લેપ જીવન બને, પછી જ વિશુદ્ધ અધ્યવસાયોની ધારા પેદા થાય. * જ્ઞાનથી ચારિત્ર અને ચારિત્રથી જ્ઞાન ભાવિત બનેલું હોવું જોઈએ, સ્પર્શેલું હોવું જોઈએ. સ્પર્શ એટલે જ્ઞાનનો અનુભવ થવો ! આવું થાય ત્યારે જ આત્મિક આનંદ પ્રગટે. ભગવતીમાં જે બાર માસ પર્યાયવાળા સાધુઓનો આનંદ અનુત્તરવાસી દેવોને પણ ઓળંગી જાય તેમ લખ્યું છે, તે આવા આત્માનંદી સાધુ સમજવા. આવી ભૂમિકા શી રીતે આવે ? સ્વભાવમાં મગ્નતા રાખવાથી આવે. * જ્ઞાનથી ધ્યાન અલગ નથી. બન્નેનો અભેદ છે. જ્ઞાન જ તીક્ષ્ણ બનીને ધ્યાન બની જાય છે. જ્ઞાનની વિશાળતા થતી જાય તેમ તેમ ધ્યાનની વિશાળતા વધતી જાય. ધ્યાનવિચાર વાંચતાં સમજાયું કે કર્મગ્રંથમાં આવતા ભાંગાઓ પણ ધ્યાનમાં ઉપયોગી છે. લોકો કહે છે : જૈન દર્શનમાં ધ્યાન નથી, પણ હું કહું છું કે અહી ધ્યાન છે તે બીજે ક્યાંય નથી. એક વાત સમજી લો કે ધ્યાન ૯૬ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #117 -------------------------------------------------------------------------- ________________ એટલે માત્ર એકાગ્રતા નથી, નિર્મળતાપૂર્વકની એકાગ્રતા ધ્યાન છે. પ્રશ્ન : ધ્યાનની વિધિ શીખવાડો. ઉત્તર : ધ્યાન માટે સમય કોને છે ? છાપા વાંચનારાઓને, વાતો કરનારાને, ભક્તોના ટોળામાં રહેનારાને વખત છે ? ધ્યાન માટેની પૂર્વભૂમિકા તૈયાર કરો, ભગવાનની અનન્યભાવથી ભક્તિ કરો, શરણાગતિ સ્વીકારો. પછી ધ્યાન પોતાની મેળે આવશે. ધ્યાન કરવાથી થતું નથી, પ્રભુ-કૃપાથી સ્વયં અવતરે છે. આપણે માત્ર પૂર્વભૂમિકા તૈયાર કરી શકીએ. ઊંઘ પ્રયત્નપૂર્વક લાવી શકાતી નથી, આપણે માત્ર ઊંઘ માટેની પૂર્વભૂમિકા તૈયાર કરવાની છે. આખરે ધ્યાન કોનું થશે ! જે પ્રકારની જીવનચર્યા હશે તેનું થશે. પદ્માસન લગાવી, બિંદુ કલા વગેરેનું ધ્યાન હું શીખવતો નથી. એ તો માત્ર ધારણાના પ્રકારો છે. ખરેખર જીવન નિર્મળ બને, પ્રભુ-ભક્તિથી રંગાઈ જાય, ત્યારે પ્રતિક્રમણના સૂત્રો વગેરે પણ ધ્યાનરૂપ બની જાય. એટલે જ મને પ્રતિક્રમણના સૂત્રો વગેરેમાં આટલી વાર લાગે છે. એટલો આનંદ આવે કે મન ત્યાં જ રમમાણ થઈ જાય. * રોગની દવા ત્યારે ને ત્યારે જ ન થાય, થોડો કાળક્ષેપ થવો જોઇએ. આ જ વાત ક્રોધાદિના આવેશની છે. આથી જ હું બે ઝગડતા હોય ત્યારે તરત જ વચ્ચે નથી પડતો. તમને એમ થતું હશે : મહારાજ કેમ નથી બોલતા ? પણ હું આવેશ શમે તેની રાહ જોઉં છું. આવેશ વખતે કાંઈ પણ કહેવામાં આવે તે વ્યર્થ છે. શરૂઆતમાં જથ્થાબંધ કર્મો ઉદયમાં આવતા હોય છે. કર્મનો નિષેક એવા પ્રકારનો હોય છે. * ભગવાનની ભક્તિ તો હું કદી જ છોડવાનો નથી. આ ભક્તિને હું ભવાંતરમાં પણ સાથે લઈ જવા માંગું છું. * શુકલધ્યાનનો પૂર્વાર્ધ કેવળજ્ઞાન આપે છે ને ઉત્તરાર્ધ અયોગી ગુણઠાણે લઈ જઈ મોક્ષ આપે છે. કેવળજ્ઞાન અને મોક્ષ પણ ધ્યાન વગર ન મળી શકતા હોય તો બીજા [૪-૫-ક વગેરે] ગુણઠાણા કહ્યું કલાપૂર્ણસૂરિએ લ૦ Page #118 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન વિના શી રીતે મળી શકે ? અત્યારના આપણા ગુણઠાણા માત્ર વ્યવહારથી સમજવા. નાટકમાં નટ રાજા બને કે લડાઈ જીતે, તેથી કાંઇ સાચા અર્થમાં વિજેતા રાજા બની શક્તો નથી, તેમ માત્ર વસ્ત્રો પહેરવાથી વાસ્તવિક ગુણઠાણું આવી શક્યું નથી. * સં. ૨૦૨૫માં અમદાવાદ ચોમાસું. વડીલ પૂ. દેવેન્દ્રસૂરિજી હતા એટલે વસતિની જવાબદારી ન્હોતી. પૂ.પં.મુક્તિવિજયજી મ. [ પાછળથી આચાર્ય ] ત્યાં ચાતુર્માસ હતા. સવારે વ્યાખ્યાન આપી, એકાસણું કરી હું ત્યાં ભણવા પહોંચી જતો. ઘણીવાર તો ૩-૪ કે - કલાક પણ ત્યાં જ રહી જતો. ઘણીવાર તો તેઓ સ્વયં લેવા મારી સામે આવતા. આમ ઘણાની પાસે ગયો છું, એકઠું કર્યું છે. એ બધા મહાત્માઓનો ઉપકાર છે. સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ: તત્ત્વાર્થના આ પ્રથમ સૂત્રમાં નવકાર છૂપાયેલો છે. ચાલો, આપણે શોધીએ. “માર્ગઃ પદથી અરિહંત (‘મગ્ગો’ અરિહંતનું વિશેષણ છે.) મોક્ષથી સિદ્ધ ભગવંતો “ચારિત્ર'થી આચાર પાલક-પ્રચારક આચાર્ય ભગવંતો “જ્ઞાન”થી જ્ઞાનદાતા ઉપાધ્યાય ભગવંતો ‘દર્શન'થી શ્રદ્ધાપૂર્વક સંસાર ત્યાગ કરતા મુનિઓ સમ્યથી ભક્તિપૂર્વકનો નમસ્કાર (નમક) સૂચિત થાય છે. ૯૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #119 -------------------------------------------------------------------------- ________________ રાજેન્દ્રધામ. ચૈત્ર સુદ-૨ દ-૪-૨૦૦૦, ગુરુવાર * આપણું કામ થઈ ગયું એટલે પત્યું! આપણે એમ માનીએ. પણ ભગવાન જગતના સર્વ જીવો પરમ સુખ ન પામે ત્યાં સુધી કામને અધૂરું માને. કારણ કે તેઓ સર્વાત્મવ્યાપી છે. સર્વ જીવોના દુઃખનું સંવેદન એમણે સ્વમાં કર્યું છે. આ દુઃખોનું સંવેદન આપણે પણ કરીએ, આપણે પણ સર્વમાં સ્વને જોવાની દષ્ટિ કેળવીએ, એ માટે જ છજીવનિકાયાદિનું દશવૈકાલિક, જીવવિચાર આદિ દ્વારા પરિજ્ઞાન આપવામાં આવે છે. દશવૈકાલિકમાં એક સરસ શ્લોક આવે છે ? _ 'सव्वभूयप्पभूयस्स सम्मं भूआई पासओ । पिहिआसवस्स दंतस्स पावं कम्मं न बंधइ ॥' સર્વ જીવોને આત્મ સમાન ગણનાર, જીવોને સમ્યમ્ રીતે જોનાર, આશ્રવ રોકનાર અને દમન કરનાર સાધકને પાપકર્મ બંધાતા નથી. * નવકારમાં ૧૪ પૂર્વનો સાર આવી ગયો માટે બીજા કોઈ સૂત્રની જરૂર નથી, એવું નથી. નવકાર જીવનમાં ઊતારવા સમતા જોઈએ. સમતા સામાયિકમાટે “કરેમિ ભંતે' સૂત્ર છે. નવકારના ૬૮ અક્ષરો ઉલ્ટાવો ૮૬ થશે. કરેમિ ભંતે સૂત્રના ૮૬ અક્ષરો છે. કહ્યું ક્લાપૂર્ણસૂરિએ ૯ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૬ + ૮ = ૧૪. ૮+૬ = ૧૪. નવકાર ૧૪ પૂર્વનો સાર છે તો કરેમિ ભંતે ૧૪ પૂર્વનો સંક્ષેપ છે. દૂધમાંથી ઘી બને તે દૂધનો સાર છે, માવો બને તે સંક્ષેપ છે. સાર અને સંક્ષેપમાં આ ફરક છે. * આપણું વચન ક્યારેક કોઈના દ્વારા આદેય ન બને તો સમજવું : આપણો તેની સાથે ઋણાનુબંધ નથી. તે માટે ખોટી હાયવોય ન કરતાં કર્મની વિચિત્ર પરિસ્થિતિ વિચારવી. ભગવાનની વાત ન માનત, પણ પેલા ખેડુતે ગૌતમ સ્વામીની વાત માની. ભગવાનને જોઈને તો પેલો ભાગી જ ગયેલો. કારણ કે સિંહના ભવના સંસ્કારો હજુ સુધી ચાલુ હતા. ત્રિપૃષ્ઠના ભવમાં ભગવાને સિંહને ચીરેલો. ત્યારે ગૌતમ સ્વામીનો જીવ સારથિ હતો. ભગવાનને પણ કર્મો ન છોડે તો આપણને છોડશે ? * नाणं पयासगं सोहओ तवो, संजमो य गुत्तिकरो । तिण्डंपि समाओगे मोक्खो जिणसासणे भणिओ ॥८०॥ જ્ઞાન પ્રકાશક છે. તપ શુદ્ધિ કરનાર છે. સંયમ ગુપ્તિ કરનાર છે. ત્રણેયના યોગથી જ મોક્ષ મળી શકે. બંધ અંધારીયા મકાનમાં પહેલા અજવાળું કરવાનું હોય [જ્ઞાન] પછી ઝાડૂથી સફાઈ કરવાની હોય [૫] બહારથી આંધી આવતી રોકવા બારી બંધ કરવાની હોય [સંયમ] આત્મઘરની શુદ્ધિ આ જ રીતે થઈ શકે. * આત્મઘરની શુદ્ધિમાં સૌ પ્રથમ જ્ઞાનનો પ્રકાશ જોઈએ. બહુશ્રુત જ્ઞાની ગીતાર્થ ચન્દ્ર જેવા હોય છે, જેમનું મુખ જોવા લોકો ઉત્સુક રહે છે. ચન્દ્રમાંથી ચાંદની નીકળે તેમ બહુશ્રુતના મુખમાંથી જિનવચન નીકળે છે. * ઘણા શ્લોકો મેં કંઠસ્થ કરેલા છે. અભિધાન ચિંતામણિના ચુંટેલા ૮૦૦ શ્લોક કંઠસ્થ કર્યા છે, વ્યાકરણ, હૈમ લઘુ પ્રક્રિયા, ધાતુપાઠ વગેરે કંઠસ્થ કર્યા છે. ન્યાયના અભ્યાસ માટે પણ બે વર્ષ કાઢ્યા. પ્રમાણનય તત્ત્વાલોકાલંકાર અવચૂરિ સાથે કંઠસ્થ કર્યો. પછી રત્નાકરાવતારિકા વાંચી. ષદર્શન સમુચ્ચય, સ્યાદ્વાદમંજરી પણ વાંચેલી છે. પછી આગમોમાં પ્રવેશ કર્યો. ૧૦૦ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #121 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથો ભલે કંઠસ્થ કર્યા, પણ ટક્યા તે જ, જેના અર્થો સમજયા, ભાવિત બનાવ્યા કે જેનું પુનઃ પુન : પુનરાવર્તન કર્યું. આમાંના મોટા ભાગના શ્લોકો વિસ્મૃત થઈ ગયા છે. હા, દેવચન્દ્રજી આદિની ત્રણ ચોવીશી આજે પણ કંઠસ્થ છે, વાચનામાં કે વ્યાખ્યાનમાં જે સમજાવું છું તે શ્લોક કંઠસ્થ છે. ટૂંકમાં એટલું જ કે જે બીજાને આપીએ તે જ ટકે. * વિનિયોગથી જ ગુણો ટકે. સમતા માટે હું કહું છતાં તમારામાં સમતા ન આવે તો મારે સમજવું : મારામાં સમતાની સિદ્ધિ થઈ નથી. સિદ્ધિનો આ જ નિયમ છે : બીજામાં આપણે ઊતારી શકીએ. * ગૃહસ્થોને આપણે કહીએ છીએ : નામનાની કામના ન જોઈએ. તો આપણને આ ઉપદેશ ન લાગે ? આપણને નામનાની કામના હોય તો શું સમજવું ? * કચરામાં પડેલી દોરા વગરની સોય મળે નહિ, ખોવાઈ જાય. તેમ સૂત્ર વિનાના અર્થો મગજમાંથી ખોવાઈ જાય છે, એમ શાસ્ત્ર કહે છે. [ ગાથા - ૮૩. ] * આ હું નથી બોલતો. ભગવાન જ બોલે છે. બોલનાર હું કોણ ? જે ભગવાન આ બોલાવે છે, તે ભગવાનના જ ચરણોમાં આ બધું સમર્પિત કરું છું. • વિદેશ પ્રવાસે જતા રાજા પાસેથી પ્રથમ ત્રણ રાણીઓએ ઝાંઝર, કડું અને હાર મંગાવ્યા. ચોથી : “મને તો આપની જ જરૂર છે. બીજું કાંઈ ન જોઈએ.” ત્રણને તેટલું જ મળ્યું. ચોથીને રાજા મળ્યા, એટલે કે બધું જ મળ્યું. તમે પ્રભુ પાસેથી માંગશો કે પ્રભુને જ માંગશો ? મોટી માંગણીમાં નાની માંગણીઓ સમાઈ જાય છે, તે ભૂલશો નહિ. કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૦૧ Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રભાત મસાલા. ચૈત્ર સુદ-૩ ૭-૪-૨૦૦૦, શુક્રવાર ગાથા-૮૪. * ગિરિરાજની ગોદમાં આવી પહોંચ્યા છીએ. નજર સામે જ દેખાય છે. મંદિરનું શિખર પણ દેખાય છે. ગિરિરાજ જેમ દેખાય છે તેમ સિદ્ધો દેખાવા જોઈએ. આ ગિરિરાજ સિદ્ધોનો મૂર્તિમાન પિંડ છે, એમ લાગવું જોઇએ. * જીવ પર દ્રવ્ય, ક્ષેત્રાદિની અસર પડે છે. જીવની પુદ્ગલો પર ને પુગલોની જીવ પર અસર પડતી જ હોય છે. આ વિશ્વનો નિયમ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવને આશ્રયીને જ કર્મો ઉદયમાં આવે છે. અત્યારે બધાને ઉધરસ આવી રહી છે, તેનું કારણ મરચાના પુદ્ગલો છે. ભલે એ દેખાતા નથી, પણ ઉધરસાદિથી એ જણાય છે. સરોવર પાસેથી પસાર થઈએ તો ઠંડક મળે, ભઠી પાસેથી ગરમી મળે, કોલસા પાસેથી કાળાશ મળે, તેમ નિમિત્તો દ્વારા આત્માને તેવું-તેવું શુભાશુભ મળતું રહે છે. * કલિકાલસર્વજ્ઞ પૂ. હેમચન્દ્રસૂરિજીનું મૃત્યુ આકસ્મિક થયેલું. તેમની ગોચરી માટે ગયેલા સાધુના પાત્રામાં રસ્તામાં મળેલા એક બાવાજીએ નખથી લાડવામાં ઝેર દાખલ કરી દીધેલું. બાવાજીનો ૧૦૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #123 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશ હતો : આચાર્યશ્રીના, મસ્તકમાં રહેલો મણિ મેળવવાનો. | માટે જ મિથ્યાત્વી આદિ સાથે આલાપાદિ કરવાનું વર્ય ગણાયું છે. સમ્યકત્વમાં અતિચાર લાગે, તેમ ક્યારેક આવી દુર્ઘટના પણ થઈ શકે. | * વિનય જ્ઞાનને લાવ્યા વિના ન જ રહે. જ્ઞાન ચારિત્ર લાવ્યા વિના ન રહે. વિનય જ આગળ વધીને જ્ઞાન અને જ્ઞાન જ આગળ વધીને ચારિત્ર બની જાય છે, એમ કહું તો પણ ખોટું નથી. “જ્ઞાનની તીક્ષણતા ચરણ તેહ...” – એમ પૂ. દેવચન્દ્રજીએ કહ્યું છે. * ભૂખ વિના ભોજન ન મળે, ન પચે, તેમ આત્માનંદની અનુભૂતિની પણ રુચિ જોઈએ. રુચિનું નામ જ સમ્યમ્ દર્શન છે. આત્માનંદની અનુભૂતિ તે ચારિત્ર છે. અત્યારે મળેલા ઓઘો-મુહપત્તી વગેરે ઉપકરણો માત્ર બાહ્ય સાધનો છે. થાળી, વાટકા, રોટલી વગેરે બધું જ હોય, પણ અંદર ભૂખ ન હોય તો શું કામનું ? ધર્મ સામગ્રી સામે જ પડી હોવા છતાં અંદર તેની રુચિ ન હોય તો શું કામનું ? * દોરા વગરની સોયની જેમ સૂત્ર વગરનું જ્ઞાન ખોવાતાં વાર નથી લાગતી. જ્ઞાન ગયા પછી ધીરે-ધીરે બધું જ જતું રહે છે. કારણ કે જ્ઞાન બધાનો મૂલાધાર છે. ભુવનભાનુ કેવલીનો આત્મા એક યુગમાં ૧૪ પૂર્વી હતો, પણ જ્ઞાન ભૂલીને, કેટલાય કાળ સુધી સંસારમાં રખડ્યો. જ્ઞાન જતાં મિથ્યાત્વને આવતાં વાર કેટલી ? ગુરુને જવાબ આપ્યો એટલામાં મિથ્યાત્વ આવી ગયું ? હા. દેવ-ગુરુની સામે થવું એટલે એમનાથી પોતાને અધિક માનવા. આમ માનવું મિથ્યાત્વ જ શીખવે છે ને ? * એકવાર આવેલા ગુણો જતા નહિ રહે, એવું નહિ માનતા. ક્ષાયિકભાવના ગુણો ન થાય ત્યાં સુધી જરાય ગાફેલ રહેવા જેવું નથી. કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૦૩ Page #124 -------------------------------------------------------------------------- ________________ * અજ્ઞાનનું જ્ઞાન કરાવે તે જ સાચું જ્ઞાન ! ૧૪ પૂર્વી પણ કહે : આજે ખબર પડી આટલું વિશાળ જ્ઞાન છે ! આથી પહેલા હું અજ્ઞાન હતો. હજુ પણ જ્ઞાન કેટલું બધું બાકી છે ? ૧૪ પૂર્વી પણ આવું વિચારે ત્યારે આપણે કોણ? સારી સ્તુતિ કે સારી સઝાય બોલતાં પણ આપણે કૂદવા લાગીએ છીએ ! ખાબોચીયાના દેડકા છીએ આપણે ! આપણામાં અહંકારનું એકછત્રી રાજ્ય છે. એને નિરખતાં નહિ શીખીએ ત્યાં સુધી આરાધક બનવું મુશ્કેલ છે. * હવે આપણે પાલીતાણા જઈએ છીએ. દોષિત આહારનો ખ્યાલ રાખજો. પૂ. કનકસૂરિજીના સમયમાં કેળા, પપૈયા કે કેરી સિવાય કોઈ ફળો અમે જોયા નથી. ફળ મોટા ભાગે દોષિત હોય છે. * નાના આગળ બેસે મોટા સાધ્વીજી પાછળ બેસે આ કેવું ? વાચનાઓ સાંભળીને આ જ વિનય શીખ્યા ? * પૂ. મુક્તિચન્દ્રસૂરિજીએ પૂ. કનકસૂરિજીને પૂછ્યું : આપના સાધુઓને આપ ભાતાખાતામાંથી વહોરવાની શા માટે ના પાડો છો ? ભાતાખાતાનું તો નિર્દોષ છે. “ભાતાખાતાનું નિર્દોષ છે એ વાત સાચી, પણ એ લાડવા જો ગમી જાય તો પાલીતાણા છૂટે નહિ.' પૂ. કનકસૂરિજીએ સહજતાથી જવાબ આપેલો. ફૂટ તો ખરેખર બંધ કરવા જેવા છે. [બાધા અપાઇ.] + દીક્ષા પહેલા મને એકસણાની ટેવ નહિ, પણ અહીં આવ્યા પછી બધા મહાત્માઓના એકાસણા જોયા. મેં અભિગ્રહ જ લીધો : આજીવન એકસણા કરવા. તબિયત સારી હતી ત્યાં સુધી એકાસણા જ કર્યા. ચાહે ઉપવાસનું પારણું હોય કે અઠાઇનું. ૧૦૪ જ કહ્યું ક્લાપૂર્ણસૂરિએ Page #125 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા ખીમઈબેન ઘર્મશાળા ચૈત્ર સુદ-૫ ૯-૪-૨૦૦૦, રવિવાર * કર્મ પુદ્ગલોમાં શક્તિ હોય છે, તેમ આપણે માનીએ છીએ, પણ તીર્થમાં શક્તિ છે, તેમ માનીએ છીએ ખરા ? તીર્થ હોય છે ત્યાં સુધી તીર્થંકરની શક્તિ તીર્થમાં કામ કરતી હોય છે. તીર્થ દ્વારા હજુ ભગવાન મહાવીર દેવની શક્તિ સાડા અઢાર હાર વર્ષ સુધી કામ કરશે. કર્મની શક્તિ કામ કરે છે, તેમ કર્મમુક્ત આત્માઓની શક્તિ પણ કામ કરે છે, એ વાત હજુ આપણે સમજ્યા નથી. કર્મગ્રન્થ દ્વારા કર્મોની શક્તિ સમજાઇ, પણ હજુ ભક્તિ-શાસ્ત્ર દ્વારા પરમ આત્માની શક્તિ સમજાઈ નથી. પંચસૂત્રમાં લખ્યું : “૩ મે પુસા સપુનો ...૧૨૫ ગુણ ત્ત રિહંતાફલાન્થ' મારી આ અનુમોદના પરમ શક્તિયુક્ત અરિહંત આદિના પ્રભાવથી સફળ બનો. “આદિ' શબ્દથી સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પણ લેવાના છે. એમની ભૂમિકા પ્રમાણે એમની શક્તિ પણ આપણામાં કામ કરે છે, એમ માનવું રહ્યું. * * નવકારશી વખતે જ રોજ ભૂખ લાગે, પણ આજે યાત્રા કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૧૦૫ Page #126 -------------------------------------------------------------------------- ________________ કર્યા પછી ૧૨-૩૦ વાગ્યા છતાં ભૂખનું કોઈ જ સંવેદન નહિ . આવો પ્રભુનો પ્રભાવ પ્રત્યક્ષ દેખાય છતાં હું જાહેર ન કરું તો ગુનેગાર ગણાઉં. * અંદર બેઠેલો સિદ્ધ સ્વરૂપી આત્મા જાગેલો ન હોય ત્યાં સુધી સિદ્ધ ગિરિરાજની સ્પર્શનાનો અનુભવ નહિ થાય. જો એમ થતું હોત તો ડોલીવાળાઓનું સૌ પ્રથમ કામ થઈ જાય. * સંગ્રહનયથી આપણે સિદ્ધ છીએ એ વાત ખરી, પણ વ્યવહારમાં આ ન ચાલે. ઘાસમાં ઘી છે, એ વાત ખરી, પણ ઘાસને કાપો કે બાળો તો ઘી મળે ખરું? એટલે જ આ કક્ષામાં તમે તમારી જાતને સિદ્ધ માની લો ને “સોડહં' ની સાધના પકડીને ભગવાનને છોડી દો તો ચાલે ? સાધનાના પ્રારંભ માટે સૌ પ્રથમ ભગવાન જોઇએ. “સોડહં” નહિ, “દાસોડહંની સાધના જોઇએ. સંગ્રહનયથી સિદ્ધ છીએ, એટલું જાણીને બેસી નથી રહેવાનું, પણ એવંભૂત નયથી સિદ્ધ બનવાની ભાવના રાખવાની છે. ઘાસ ગાય ખાય, દૂધ આપે, પછી ઘી બને, તેમ અહીં પણ ખૂબ-ખૂબ સાધના પછી સિદ્ધત્વ પ્રગટાવવાનું છે. સંગ્રહનયથી સિદ્ધત્વ અંદર પડેલું છે, એટલી જાણ થાય તેથી હતાશા ખરી જાય, એટલું જ લેવાનું છે, આળસુ નથી બનવાનું ! હું સિદ્ધ જ છું, પછી સાધનાની જરૂર શી? એમ માનીને બેસી નથી રહેવાનું. સંગ્રહનયની વાત પાત્રને આશા-ઉત્સાહથી ભરી દે, અપાત્રને આળસથી ભરી દે. ઘાસમાં દૂધ છે તે સમુચિત શક્તિથી, [ શક્તિ બે પ્રકારે : સમુચિત શક્તિ અને ઓઘ શક્તિ ] પણ વ્યવહારમાં દૂધની જગ્યાએ તમે કોઈને ઘાસ આપો તો ન ચાલે. આપણું સિદ્ધત્વ વ્યવહારમાં ચાલે તેવું નથી. * ચાલનારો કેટલા કિ.મી.ચાલ્યો, તે જાણીને સંતોષ માને : આટલું ચાલ્યા, હવે આટલું જ બાકી. વેપારી કેટલા રૂપીયા કમાયો તે જાણીને સંતોષ માને : આટલા રૂપીયા કમાયા, હવે આટલા ૧૦૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #127 -------------------------------------------------------------------------- ________________ બાકી. તેમ આપણને સંતોષ ખરો ? : આટલા ગુણો મેળવ્યા, હવે આટલા બાકી. એટલા ગુણો તો મેળવી જ લો, જેથી સંતોષ થાય : હવે તો મોક્ષ મળી જ જશે. આજે જે ગુણો આપણી પાસે છે, એનાથી મોક્ષ મળી જશે, એવો આત્મવિશ્વાસ ખરો ? સાત નયો આપણા માઈલસ્ટોન છે. તે આપણામાં ક્રમશ : કેટલું સિદ્ધત્વ પ્રકટ્યું છે તે બતાવનારા છે. સંગ્રહનયથી આપણને ભાળ મળે છે : અંદર પરમ તત્ત્વનો ખાનો છૂપાયેલો છે. તમને ખબર પડી જાય કે અંદર ખાનો છે તો તમે બેસી રહો કે ખોદ-કામ શરૂ કરો ? હમણાં વઢવાણમાં એક ભાઈએ સ્વપ્ન સંકેત અનુસાર નીચે જિનાલય છે, એમ સમજીને ઘરમાં ખોદવાનું શરૂ કર્યું છે. ' સ્વપ્ન તો કદાચ કલ્પનાજન્ય પણ હોઈ શકે, ખોટું પણ હોઈ શકે, આપણી અંદર સિદ્ધત્વનો ખજાનો પડ્યો છે, એમાં કોઈ કલ્પના નથી, વાસ્તવિક્તા છે. * “કરણ”માં વીર્યશક્તિનું પ્રાબલ્ય હોય છે. એટલી વીર્યશક્તિ હોય છે કે ક્ષણે-ક્ષણે આત્મા કેટલાય કર્મોની નિર્જરા કરતો રહે છે. વીર્ય, પરાક્રમ, ઉત્સાહ, સામર્થ્ય, શક્તિ આ બધા આત્મશક્તિના ઉલ્લાસના પ્રકારો છે. એ બધાથી કર્મો અલગ-અલગ પ્રકારે નષ્ટ થાય છે. આ બધાનું વર્ણન ધ્યાન-વિચારમાં કરેલું છે. દા.ત. ઉત્સાહથી કર્મો ઊંચે ઊછળે છે ને પછી પટકાઈને ખરી પડે છે. સુથાર લાકડું કાપે, ધોબી કપડા ધુએ, બધાની પદ્ધતિ અલગ તેમ અહીં પણ વીર્ય, પરાક્રમ આદિની પદ્ધતિ અલગ-અલગ છે. કર્મ સાહિત્ય પહેલા મને શુષ્ક લાગતું હતું, પણ ધ્યાન-વિચાર વાંચ્યા પછી કર્મ-સાહિત્યને જોવાની દૃષ્ટિ જ બદલાઇ ગઇ. કર્મસાહિત્યમાં પણ ધ્યાનના બીજો પડેલા છે, તે ધ્યાન-વિચાર દ્વારા સમજાયું. ધ્યાન-વિચાર ગ્રંથ ૧૦ વર્ષ પહેલા બહાર પડ્યો છે. કેટલાયે વાંચ્યો ? કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૦૦ Page #128 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન-શક્તિને જાણ્યા વિના, આચર્યા વિના આપણે કઈ રીતે સાધક બનવા માંગીએ છીએ, એ જ સમજાતું નથી. આજે દાદાની યાત્રા કરીને આવ્યો છું. જે ભાવો સ્ફર્યા છે, તે કહી રહ્યો છું. કહેવામાં જરા પણ કંજુસાઈ કરતો નથી. શ્રાવકો ધ્યાન-વિચાર પર વાચના રાખવા વિનંતી કરે છે, તમને મન થયું ? શ્રાવકો આજે જીવદયા માટે કરોડો રૂપીયા એકઠા કરવાનું વિચારે છે. શા માટે ? દુકાળમાં જીવો મરી રહ્યા છે, તે શી રીતે જોઈ શકાય ? શ્રાવકોનું હૃદય આટલું કોમળ હોય તો આપણુ કેવું હોવું જોઈએ? દુઃખી જીવોનું દુઃખ જોઈ હૃદય દ્રવી બની ઊઠે છે ખરું? * કેવું છે આપણું જીવન ? આખો દિવસ વાતો. વાતે-વાતે ગુસ્સો ! અવિનય, ઉદ્ધતાઈનો પાર નહિ. ગુણનો છાંટો નહિ, છતાં અહંનો પાર નહિ. રાગ-દ્વેષે ભર્યો મોહબૈરી નડ્યો, લોકની રીતમાં ઘણુંય મા'તો, તાર હો તાર પ્રભુ...! '' - પૂ. દેવચન્દ્રજી. મ.નું આ સ્તવન ભાવથી ભગવાન પાસે ગાજો. એમાં સ્વ-દુષ્કૃત ગહની દષ્ટિ મળશે. ભગવાન પાસે બાળક બનીને બધું જણાવી દો. આપણે તો એમ માનીએ : આ બધું શ્રાવકો માટે છે, આપણને ક્યાં ક્રોધાદિ કે વિષયાદિ સતાવે છે ? મોટી ભૂલ છે આ આપણી. જે કાંઈ પણ ક્રિયાકાંડ કરીએ છીએ તે લોક ઉપચારથી કરીએ છીએ કે આત્માથી કરીએ છીએ? કદીક આત્મ-નિરીક્ષણ કરી જોજો. આદર્યો આચારણ લોક ઉપચારથી શાસ્ત્ર- અભ્યાસ પણ કાંઈ કીધો; ' શુદ્ધ શ્રદ્ધા અને આત્માના આલંબન વિના આપણી ક્રિયા શી રીતે મોક્ષદાયી બનશે ? * તમે સૌ પ્રથમ તમારા જ સૂતેલા આત્માને જગાડો. એ જાગી જાય પછી જ બીજાને જગાડવા પ્રયત્ન કરજો. આપણે તો ૧૦૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #129 -------------------------------------------------------------------------- ________________ અત્યારે સૂતેલા છીએ ને બીજાને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. * સંસારનો વ્યુચ્છેદ શુદ્ધ ધર્મથી જ થાય, એમ પંચસૂત્રમાં લખ્યું છે. ધર્મ તો શુદ્ધ જ હોય ને ? એમ આપણે માની લઇએ છીએ. આચરણ દ્વારા ધર્મને શુદ્ધ બનાવવાનો છે. મિથ્યાત્વને ગાળીને જ ધર્મ શુદ્ધ બની શકે. “અંદર રહેલું સિદ્ધત્વ જ મારે પ્રગટ કરવું છે, બીજું કશું જ મારે જોઇતું નથી.” આવી ભાવના હોય તો જ ધર્મ શુદ્ધ બની શકે. ધર્મ દ્વારા કીતિ આદિ ભૌતિક પદાર્થો પણ પામવાની ઇચ્છા હોય તો સમજવું ઃ ધર્મ હજુ શુદ્ધ બન્યો નથી. - ભગવાન જેવું ઉત્તમ નિમિત્ત પામીને પણ જે આપણો આત્મા શુદ્ધ ન બને તો થઈ રહ્યું ! પૂ. દેવન્ચન્દ્રજી મ.ની આ વેદના આપણી વેદના બની જાય તો કેટલું સારું ? આ બધું હું બીજાને જોવા નથી શીખવાડતો, જાતને જોવા માટે જ કહું છું. ફરી ફરીને આ વાત હું ભારપૂર્વક કહેવા માંગું છું. પ્રભુને પામવાના ચાર સોપાન પ્રીતિયોગ : પ્રભુ પ્રત્યે અનન્ય પ્રેમ કેળવવો. ભક્તિયોગ : સર્વસ્વ સમર્પણની ભૂમિકાએ પહોંચવું. વચનયોગ : પ્રભુ-આજ્ઞાને જીવન-પ્રાણ સમજી તેનું પાલન કરવું. અસંગયોગ : ઉપરના ત્રણેય યોગના ક્રમિક અને સતત અભ્યાસથી એક એવી અવસ્થા આવે છે કે જેમાં આત્મા સર્વ સંગથી નિર્લેપ બની અનુભવ ગમ્ય અપરિમેય આનંદ પામવા લાગે છે. – પૂ.આ.વિ.કલાપૂર્ણસૂરીશ્વરજી લિખિત મિલે મન ભીતર ભગવાન' પુસ્તકમાંથી કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૦૯ Page #130 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા ચૈત્ર સુદ-૬ ૧૦-૪-૨૦૦૦, સોમવાર લાકડીયા નિવાસી વેલજી મલકચંદ કુબડીઆ પરિવાર આયોજિત ચૈત્રી ઓળી. ૪00 આરાધકો, ખીમઈબેન ધર્મશાળા * તીર્થકર ભગવંતોએ પૂર્વ જન્મમાં આત્માને શાસનથી એવો ભાવિત કરેલો હોય છે, એના કારણે તીર્થંકરના જન્મમાં આવો પ્રભાવ દેખાય છે. બીજા જીવો પણ ભાવિત થાય, પણ તીર્થંકરની કક્ષાએ ન પહોંચી શકે. રત્નો તો બીજા પણ હોય, પણ ચિંતામણિની તોલે ન આવી શકે. ખાણમાં પડેલા ચિંતામણિને સામાન્ય જન ન ઓળખી શકે, પણ ઝવેરી ઓળખી શકે. તે વખતે પણ તેમાં ચિંતામણિપણું રહેલું જ હોય છે. તેમ ભગવાનમાં પણ હંમેશ માટે પરાર્થતા-પરાર્થ વ્યસનિતા રહેલી જ હોય છે : ‘સામેતે પરાર્થવ્યસનિન: ' નિગોદમાંથી બહાર નીકળતાં જ તીર્થંકરનો આત્મા પત્થર બને તો ચિંતામણિ બને, વનસ્પતિ બને તો પુંડરીક કમળ બને, કલ્પવૃક્ષ બને, જ્યાંથી સહજભાવે પરોપકાર થતો જ રહે. ભગવાનમાં આ લાયકાત સહજપણે હોય. * વ્યાખ્યાનમાંથી આપણે ચિત્તની નિર્મળતા પ્રમાણે જ મેળવી ૧૧૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #131 -------------------------------------------------------------------------- ________________ શકીએ. નિર્મળતા પ્રમાણે યોગ્યતા પ્રગટે. યોગ્યતા પ્રમાણે ધર્મ મળે. * નવપદની શાશ્વતી ઓળીનો આજે પ્રથમ દિવસ છે. ગળથુંથીથી જ આપણને આવા અનુષ્ઠાનો પ્રતિ પ્રેમ હોય છે. આત્મા નવપદમય ન બને ત્યાં સુધી પુનઃ પુનઃ આ ઓળી કરતા રહેવાનું છે. માટે જ આ ઓળી દર છ મહિને આવતી જાય છે ને કહેતી જાય છે : હું આવી ગઇ છું. હજુ તમે નવપદમય બન્યા નથી. * નવપદમાં મુખ્ય અરિહંત-પદ છે. બાકીના આઠેય પદો અરિહંતને જ આભારી છે. કોઈપણ યંત્ર-મંત્રાદિમાં અરિહંત જ કેન્દ્રસ્થાને હોય છે. શા માટે ? અરિહંતમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યનો ખજાનો છે તેમ તેઓમાં પુણ્યનો ખજાનો પણ છે. જેનાથી ઘણા લોકો આકર્ષિત થઈ ધર્મના રાગી બને છે. * આપણો ભક્તિનો રંગ કેવો ? હળદરીયો કે ચોળમજીઠનો? તડકો લાગતાં જ ઊડી જાય તે હળદરીયો રંગ ! થોડીક જ પ્રતિકૂળતા આવતાં ચાલ્યો જાય તે હળદરીયો ધર્મ ! * તમે કયા ભરોસે બેઠા છો ? ભારતની જેમ આરીસાભુવનમાં બેઠા-બેઠા કે મરુદેવીની જેમ હાથી પર બેઠા-બેઠા કેવળજ્ઞાન મળી જશે, એમ માનો છો ? મુમુક્ષુપણામાં હજુએ નિયમો હતા, અહીં આવ્યા પછી બધા નિયમો અભરાઇએ મૂકી દેવાના ? હવે કોઈ જ જરૂર નથી ? દીક્ષા મળી ગઈ એટલે પતી ગયું ? દીક્ષા લીધા પછી વૈરાગ્યનો રંગ વધી રહ્યો છે કે ઘટી રહ્યો છે ? * અષ્ટ પ્રાતિહાર્યાદિની સમૃદ્ધિ સાધનાનું ફળ છે, કાર્ય છે. ભગવાનની આ ઋદ્ધિ પણ પ્રસિદ્ધિ આદિ માટે નહિ, પણ વિશ્વોપકાર માટે જ હોય છે. * જ્યારે જે વખતે જે સંયોગો મળે તે વખતે સમતા [ચિત્તની સ્વસ્થતા] ટકાવી રાખવી તે મોટી કળા છે, જે તીર્થકરના જીવનમાં સિદ્ધ થઈ ગયેલી દેખાય. કહ્યું, કલાપૂર્ણસૂરિએ * ૧૧૧ Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ ભલે બીજી બધી જ અનુકૂળતા કરી આપે, પણ કર્મ તો ત્યારે પણ નિર્દયતાપૂર્વક હુમલો કરે. એને જરાય દયા નહિ. તે વખતે પણ ચિત્તનું બેલેન્સ નહિ ગુમાવવું તે સમતા છે. * ખીર ખાતા-ખાતાં, ગુરુ-ગુણ સાંભળતાં સાંભળતાં, ગુરુને જોતાં-જોતાં તાપસોને કેવળજ્ઞાન મળી ગયું. કેવળજ્ઞાન સસ્તુ કે મોંઘું? એ જ ભગવાન મહાવીરને કેવળજ્ઞાન મેળવવા કેટલી મુશ્કેલી સહેવી પડી? મા શીરો બનાવવાની મહેનત કરે. બાળકે માત્ર ખાવાનો જ હોય. ભગવાન જગતની મા છે. તેઓ મહેનત કરીને મેળવે તે શિષ્યોને ક્ષણવારમાં મળી જાય. સીધે-સીધા આગમમાંથી તમે કશું નહિ મેળવી શકો, ગુરુ દ્વારા થોડીવારમાં મેળવી શકશો. સેંકડો પુસ્તકો વાંચતાં ન મળે તે ગુરુ બે મિનિટમાં બતાવી આપે. નાના બાળકને શીરો ખાવામાં મજા ન આવે, રમવામાં મજા આવે. રમતમાંથી ઊઠાડીને પરાણે મા શીરો ખવડાવે છે. ગુરુ પણ તેમ શિષ્યોને પરાણે પણ તત્ત્વ પીરસે છે. * હીન કાળ છે. હીન કાળના કારણે જીવોનું પુણ્ય પણ હીન છે. પુણ્યહીન જીવોને સદ્દગુરુનો સમાગમ પણ ખૂબ જ દુર્લભ છે. સદ્દગુરુના નામે બિચારા ક્યારેક દાદા ભગવાનને, રજનીશને કે બીજા કોઈને પકડી બેસે છે. કુગુમાં સુગુરુની બુદ્ધિ કરી બેસે છે. * “નવપદમાં આપણો આત્મા છે. આત્મામાં નવપદ છે.' આ વાત સાંભળી છે, પણ કદી તેના પર ઊંડાણથી વિચાર્યું નથી : મારા આત્મામાં નવપદ છે તો ક્યાં છે ? આત્મામાં જ અરિહંત, સિદ્ધ આદિ રહેલા છે, તેને માત્ર પ્રગટ કરવાની જરૂર છે. * દુનિયામાં કોઈને ન હોય તેવી વસ્તુ જે છે, તે અતિશય ! ભગવાન આવા અતિશયાદિથી યુક્ત છે. આવા ભગવાન એવી શક્તિ ધરાવે છે કે જ્યાં તમે ઝૂક્યા કે તરત જ પાપો બળી ગયા, સમજો. * પ્રીતિ-અનુષ્ઠાન કોને કહેવાય ? જ્યારે જ્યારે બીજા કોઈપણ અનુષ્ઠાનો હોય ત્યારે ત્યારે તે તે છોડીને અરિહંત આવતાં જ તેમાં ૧૧૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #133 -------------------------------------------------------------------------- ________________ જાય તે પ્રીતિ આવે? ફોન કંદર સૂચવે છે. મન લાગી જાય તે પ્રીતિ અનુષ્ઠાન. જ્યાં રુચિ હોય ત્યાં ઊંઘ આવે ? ફોન દ્વારા તમે મહત્ત્વની વાત સાંભળતા હો ત્યારે ઊંઘ આવે ? ઊંઘ અનાદરને સૂચવે છે. ઈચ્છા ન હોવા છતાં ઊંઘ આવી જાય છે તે વાત ખરી, પણ તે માટે સાવધાની તો રાખવી જોઈએ ને ? સાવધાની પ્રબળ હોય તો ઊંઘ શાની આવે ? * ભગવાન જન્મજાત યોગી છે. યમ-નિયમાદિનું પાલન કર્યા વિના જ પ્રભુને સહજ રીતે યોગ સિદ્ધ થયેલો હોય છે. જન્મ થતાં જ પ્રભુને ત્રણેય ભુવનના ઈન્દ્રો અભિષેક કરે, પ્રણામ કરે, છતાં પ્રભુ ત્યારે પણ અલિપ્ત હોય. માન-સન્માનથી ફૂલાઈ ન જાય. * “આંગી સારી છે.” એમ તમે કહો છો, પણ “ભગવાન સારા છે.” એમ લાગે છે ? આંગીના દર્શનાર્થે જાવ છો કે ભગવાનના દર્શનાર્થે ? જો કે આંગીનું દર્શન પણ અંતે તો ભગવાનના દર્શન તરફ જ લઈ જાય છે. કારણ કે આંગી પણ આખરે કોની ? ભગવાનની જ ને ? * આદિનાથ ભગવાન વજનાભ ચક્રવર્તીના ભવમાં દીક્ષિત બની ૧૪ પૂર્વ ભણેલા. તે જ્ઞાન સર્વાર્થસિદ્ધમાં લઈ ગયેલા ને ભગવાનના ભવમાં પણ હતું. આ જ્ઞાનના આધારે જ ભગવાને લોક-શિક્ષણ આપેલું. ભગવાનને એમાં દોષ ન લાગે. કારણ કે ભગવાન ત્યારે રાજા તરીકે છે. લૌકિક વ્યવહારમાં કુશળ બન્યા વિના લોકોત્તર વિદ્યામાં કુશળ બની શકાય નહિ. ' * શ્રાવક-શ્રાવિકા વહોરાવવા વગેરેમાં પોતાની મર્યાદા ચૂકતા નથી તો આપણાથી આપણી મર્યાદા કેમ ચૂકાય ? સંઘનું આપણા પર ઋણ ખરું ને ? એ ઋણનો કદી ખ્યાલ રહે છે ? * છ કાય જીવ એટલે ભગવાનનો પરિવાર ! ભગવાન કહે કહ્યું કલાપૂર્ણસૂરિએ ૧૧૩ Page #134 -------------------------------------------------------------------------- ________________ છે : મેં આ બધાને પોતાનો પરિવાર માન્યો છે, તેમ તમારે પણ માનવાનો છે. એનો દેહ બીજો છે, એટલા માત્રથી એને પારકા ન માની શકાય. આવી શિક્ષા આપનારા અરિહંતોએ બીજાને પણ છે જીવનિકાયના પ્રેમી બનાવ્યા. * અરિહંત ભગવાન મહાગોપ છે, મહામાહણ છે, નિર્યામક અને સાર્થવાહ છે. અથવા તો એમને કોની ઉપમા આપવી ? આકાશ કોના જેટલું ? આકાશ જેટલું ! રામ-રાવણનું યુદ્ધ કોના જેવું ? રામરાવણ જેવું ! ભગવાન કોના જેવા ? ભગવાન જેવા ! “ઓમ”માં જેન પ્રવચન અ” એટલે વિષ્ણુ. વિષ્ણુ “ધ્રૌવ્ય'ના પ્રતીક છે. “ઉ” એટલે ઉમાપતિ-શંકર. શંકર “વ્યય ના પ્રતીક “મ” એટલે બ્રહ્મા. બ્રહ્મા “ઉત્પાદ'ના પ્રતીક છે. અ + 9 + મ = ઓમ્ કારમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય રૂપ ત્રિપદી છૂપાયેલી છે અને ત્રિપદીમાં સંપૂર્ણ દ્વાદશાંગી છૂપાયેલી છે. આથી જ કહી શકાય કે કારમાં સંપૂર્ણ જૈન-પ્રવચન બીજરૂપે છૂપાયેલું છે. (अकारो वासुदेवः स्यात्, उकारस्तु महेश्वरः । मकारः प्रजापतिः स्यात्, त्रिदेव ॐ प्रयुज्यते ॥) ૧૧૪ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #135 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા ચૈત્ર સુદ-૮ ૧૧-૪-૨૦૦૦, મંગળવાર. * જેનું ચિંતન-ધ્યાન અને ભાવન કરીએ, આપણું ચિત્ત તે આકારને ધારણ કરે છે. 'चिन्तास्थिरतापूर्वकः शुभाऽध्यवसायो ध्यानम् ।' “ધ્યાનવિચાર' નું આ સૂત્ર છે. એમાં ધ્યાનની પરિભાષા વ્યક્ત થયેલી છે. ધ્યાનની પૂર્વે ચિંતન જોઇએ. જેનું ચિંતન કરીએ તેનું જ ધ્યાન થઈ શકે. જે ભગવાનના આશ્રયે આપણે આવ્યા, એ ભગવાન આપણને દુર્ગતિમાં મોકલે ? સંભવ જ નથી. પણ આપણે ભગવાન અને ભગવાનના અનુષ્ઠાનોમાં કદી ધ્યાન પરોવતા જ નથી. ધ્યાન પરોવ્યું ન હોય તો સાચા અર્થમાં આશ્રય લીધો છે, એમ કહેવાય જ નહિ. અરિહંતો કરતાં શ્રેષ્ઠ ધ્યાન બીજું એકેય નથી. * પંચ પરમેષ્ઠી આદિના કાઉસ્સગ્ગ, ખમાસમણા આદિ કરવાથી આપણું ચિત્ત તેમાં તન્મય બને છે. માટે જ ઓળીમાં આવી વિધિ રાખવામાં આવી છે. - મને તો બચપણથી જ, ૮ વર્ષનો હતો ત્યારથી જ નવપદની કહ્યું, કલાપૂર્ણસૂરિએ ફ ૧૧૫ Page #136 -------------------------------------------------------------------------- ________________ ઢાળો વગેરે સાંભળવા મળી; સાંભળતાં સાંભળતાં જ કંઠસ્થ થઈ ગઈ. આ મારો પુણ્યોદય હતો. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એ પંચ પરમેષ્ઠીના નહિ, આપણા જ ગુણો છે. આપણો જ એ ભાવિ પર્યાય છે. * ૨૫ વર્ષ પહેલા પૂ. પંન્યાસજી મ. પાસે તમારી જેમ નોટ લઈને હું જતો, પણ લખાય નહિ, એટલે લખવું છોડી, ધ્યાનથી સાંભળવા લાગ્યો. સાંભળીને એ પદાર્થો ભાવિત બનાવવા પ્રયત્ન કરતો. વાણી એની એ હોય, પણ અનુભવથી નીકળેલ શબ્દો અલગ જ અસર ઉપજાવે. પૂ. પંન્યાસજી મ.ની વાણી સાધના-પૂત હતી. ૫. વીરવિજયજીના શબ્દો પણ હૃદયને ઝંકૃત કરે તેવા છે. કારણ કે સાધના દ્વારા નીકળેલા છે. “દોય શિખાનો દીવડો રે....” કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપ બે શિખાનો દીપક સમગ્ર બ્રહ્માંડમાં અજવાળું ફેલાવે છે.” આ કલ્પના કેટલી સુંદર છે ? કેવલી જ્યારે સમુદ્યાત કરે ત્યારે ૪થા સમયે એમનો આત્મા સર્વ લોવ્યાપી બને. આપણે પણ ત્યારે લોકાકાશમાં જ હતા ને? એમના સ્પર્શથી આપણો આત્મા પવિત્ર બની રહ્યો છે. એવી કલ્પના કેટલી સુંદર લાગે છે ? આવા સર્વવ્યાપી પ્રભુને પણ ભક્ત પોતાના હૃદયમાં સમાવી શકે છે : ‘લઘુ પણ હું તુમ મન નવિ માવું રે, જગગુરુ તુમને દિલમાં લાવું રે; કુણને દીજે શાબાશી રે, કહો શ્રી સુવિધિ નિણંદ વિમાસી રે.” – પૂ. યશોવિજયજી. * ભગવાનની વાણીમાં જેને વિશ્વાસ હોય તેને તો આનંદ આવે જ, પણ જેને વિશ્વાસ ન હોય તેને પણ આનંદ આવે, એટલી મધુર હોય, સાંભળનાર ભૂખ-થાક-તરસ બધું જ ભૂલી જાય. ૧૧૬ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #137 -------------------------------------------------------------------------- ________________ * જગતમાં જેટલી ચીજો આનંદ આપનારી છે, તે સૌમાં નવપદ સૌથી શ્રેષ્ઠ છે. જેઓ પણ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ બન્યા છે. તેઓ તેમના ધ્યાનથી જ બન્યા છે, એ નક્કી માનજે. અરિહંતો સ્વયં પણ ૨૦ કે ૨૦માંથી કોઈ એકાદ પદની સમાપરિપૂર્વક સાધના કરે છે. આજ સુધી કોઈ એવા અરિહંત બન્યા નથી, જેમણે આવું ધ્યાન ન કર્યું હોય ને અરિહંત બન્યા હોય. માત્રા અને પરમ માત્રા- ધ્યાન અરિહંત બનાવનાર છે. પરમપદ ધ્યાન પંચપરમેષ્ઠી બનાવનાર છે. જે ધ્યાનથી અરિહંતપદ મેળવી શકાય, એ ધ્યાન ભગવાને છૂપું નથી રાખ્યું. શાસ્ત્રોમાં બધું બતાવ્યું છે. ધ્યાનવિચાર ગ્રંથ આ દૃષ્ટિએ અજોડ છે, વાંચવા જેવો છે. ધ્યાનવિચાર પર લખ્યું - આમ તો લખાય નહિ, પણ આજે લાગે છે : ભગવાને મારી પાસેથી લખાવ્યું. રાણકપુરના શિલ્પમાં ધ્યાન-વિચારના પ્રાયઃ બધા જ ધ્યાનો કંડારાયેલા છે. ૨૪ માતાઓ સાથે રહેલા બાળક તીર્થંકરની પરસ્પર [માતા અને પુત્રી દષ્ટિ મળી રહેલી છે, તેવા શિલ્પો રાણકપુર, શંખેશ્વર વગેરેમાં છે. ધ્યાનવિચારમાં આ ધ્યાનનું પણ વર્ણન છે. આવા શિલ્પોથી ઘણી વખત તીર્થોનું રક્ષણ પણ થયું છે. ૧૪ સ્વપ્નના શિલ્પના કારણે કાપરડાજી તીર્થ પૂ. નેમિસૂરિજીએ બચાવી લીધું. જૈનેતરોએ એના પર પોતાનો દાવો કરેલો. ૧૪ સ્વપ્ન તો જૈનદર્શન સિવાય બીજે હોય નહિ. આ દલીલથી જૈનેતરોના હાથ હેઠા પડ્યા. | * પુષ્પરાવર્ત મેઘ એકવાર વરસે, પછી વર્ષો સુધી જમીનમાંથી પાક આવ્યા કરે. તેમ તીર્થંકરની વાણી હજારો વર્ષો સુધી પ્રભાવશાળી બની રહે. અત્યારે પણ એ વાણી પોતાનો પ્રભાવ વિસ્તારી જ રહી કહ્યું કલાપૂર્ણસૂરિએ ૧૧૦ Page #138 -------------------------------------------------------------------------- ________________ છે. સાડા અઢાર હજાર વર્ષ સુધી હજુ પ્રભાવ રહેશે. | * ભગવાન પાસે આપણે અનન્ય ભાવથી જઈએ અને પ્રાર્થીએ : ભગવન ! આપ જ સર્વસ્વ છો. માતા, પિતા, બંધુ-બધું જ આપ છો. આપના સિવાય કોઇનો આધાર નથી. તો જ ભગવાન તરફથી આપણને પ્રતિભાવ મળે. આપણે અનન્ય ભાવથી કદી ભગવાનની શરણાગતિ સ્વીકારી નથી. * તીર્થંકરનું સમ્યકત્વ “વરબોધિ' [ભલે એ ક્ષાયોપથમિક હોય] કહેવાય, ચારિત્ર “વરચારિત્ર” કહેવાય. * ક્યાં મારા ભોગ લાગ્યા કે મેં દીક્ષા લીધી ? આના કરતાં ઘરમાં રહ્યો હોત તો !' આવા વિચારો દીક્ષિતોને પણ આવી શકે. આ મોહનું તોફાન છે. આવા તોફાન વખતે ભગવાનને યાદ કરજો. તેઓ કર્ણધાર બનીને આવશે. તમારી જીવન નૈયાને ડૂબવા નહિ દે. “તપ-જ૫ મોહ મહા તોફાને, નાવ ન ચાલે માને રે; પણ મુજ નવિ ભય હાથો હાથે, તારે તે છે સાથે રે.” * “ભગવાન હાજર નથી.” એવી આપણી માન્યતા જડમૂળથી કાઢવી પડશે. ભગવાન ભલે અહીં નથી, પણ ભગવાનની શક્તિ તો જગતમાં કામ કરી જ રહી છે. સૂર્ય ભલે આકાશમાં છે, પ્રકાશ તો અહીં જ છે ને ? સિદ્ધો ભલે ઉપર છે, પણ એમની કૃપા તો અહીં વરસે છે જ. માત્ર તે અનુભવમાં આવવી જોઈએ. * ભગવાન જગતના સાર્થવાહ છે. સાર્થથી તમે છુટા ન પડો તો મોક્ષ સુધીની જવાબદારી ભગવાનની છે. * જો અત્યારે તમે ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હશો તો ચોક્કસ તમારું મન અરિહંતમય બન્યું હશે. તમારો ઉપયોગ અરિહંતમય બન્યો, એ જ અરિહંતનું ધ્યાન. એક નય તો ત્યાં સુધી કહે છે : અરિહંતના ઉપયોગમાં રહેતો આત્મા જ સ્વયં અરિહંત છે. અરિહંત-પદ ધ્યાતો થકો અહીં અભેદ ધ્યાનની વાત છે, ૧૧૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #139 -------------------------------------------------------------------------- ________________ વચ્ચેની અહંકારની દિવાલ તૂટી જાય તો અરિહંત ને આપણે એક જ છીએ. આપણે માનીએ છીએ : હું એટલે શરીર. ભગવાન માને છે ? જગતના સર્વ જીવોમાં હું છું. ભગવાનની વિરાટ ચેતના છે. આપણી વામન. જો આપણી વામન ચેતના વિરાટમાં ભળી જાય તો? પાણીનું ટીપું સાગરમાં ભળે તો ટીપું સ્વયં સમુદ્ર બની જાય. આપણો અહં ઓગળી જાય છે, જ્યારે આપણે પ્રભુમાં એકાકાર બની જઈએ છીએ. પછી આપણું અસ્તિત્વ રહેતું જ નથી. “જબ તું થા તબ મેં નહિ, મેં થા તબ પ્રભુ નાંય; પ્રેમગલી અતિ સાંકરી, તા મેં દો ન સમાય.” – કબીર. આધુનિક યુગની સાત ગેરસમજ (૧) ટેકનોલોજીથી કુદરતને નાથી શકાશે. (૨) માણસને પશુ જ ગણો, જેથી તેના ભૌતિક આનંદની અમર્યાદ ઝંખના સંતોષવામાં કોઈ બાધા નહિ. (૩) માણસ પશુ છે માટે યંત્ર છે. (અલબત્ત જીવતું યંત્ર) (૪) માણસમાં કામવૃત્તિ જ મુખ્ય છે, એટલે તેને સંતોષવી એ જ મુખ્ય કાર્ય છે - ફ્રોઈડ (૫) પ્રકૃતિને ગુલામ કરી તેનો ગમે તેટલો ઉપભોગ કરી શકાય. (૬) હવે માણસ ટેકનોલોજીની આડપેદાશ છે. માટે તેને વળી તત્ત્વજ્ઞાન કેવું ? (૭) ભગવાન મરી પરવાર્યો છે. ફાવે તેમ જીવો. કહ્યું ક્લાપૂર્ણસૂરિએ ૧૧૯ Page #140 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા. ચૈત્ર સુદ-૯ ૧૨-૪-૨૦00, બુધવાર * અતિ દુર્લભ ચારિત્ર-રત્ન આપણને અનાયાસે જ મળી ગયું છે, તો એવો પ્રયત્ન કરીએ, અંદર રહેલો આત્મદેવ પ્રકટ થઈ જાય. ભવસાગરમાં ડૂબતા માટે ચારિત્ર જહાજ તુલ્ય છે. જહાજમાંથી કૂદીને દરિયામાં જાતે જ ડૂબી જનારો જહાજને દોષિત ઠરાવી શકે નહિ. ચારિત્ર નહિ પાળીને દુર્ગતિનો ભોગ બનનારો ચારિત્રને દોષિત ઠરાવી શકે નહિ. * જે સંતોષ આદિનાથના દરબારમાં જવાથી થાય તે અહીં ન થાય, માટે જ આપણે કષ્ટ સહીને પણ ઉપર જઈએ છીએ. આ “દાદા” આપણી અંદર પણ બિરાજમાન છે. એને મેળવવા ગમે તેટલા કષ્ટ પડે, તો પણ ત્યાં જવાનું છોડવું ન જોઈએ. ભગવાનને અંતર્યામી કહ્યા છે. [અન્તર્યામી સુણ અલવેસર” એ સ્તવન આપણે બોલીએ જ છીએ.] અન્તર્યામી એટલે શું ? સૌના ઘટમાં, અંતરમાં બિરાજી રહે તે અંતર્યામી કહેવાય. આ અંતર્યામીને આપણે મળવું છે. નવપદની આરાધના દ્વારા આ જ કરવાનું છે. પ્રશ્ન : અરિહંતને પામવાની પ્રક્રિયા શી ? ૧૨૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #141 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર : બીજી પ્રક્રિયાની પછી વાત ! પણ મુખ્ય વાત છે ? અરિહંત પર પ્રેમ પ્રગટાવો ! પ્રભુ મળે તો પ્રેમથી મળે. પ્રેમ ન હોય તો કોઈ પ્રક્રિયાથી કશો દહાડો ન વળે. જુઓ...પૂ. ઉપા. યશોવિજયજી કહે છે : પ્રગટ્યો પૂરણ રાગ મેરે પ્રભુ શું.” અક્ષય-પદ દીયે પ્રેમ જે, પ્રભુનું તે અનુભવ રૂપ રે...' પ્રભુનો પ્રેમ એટલે એમના ગુણોનો પ્રેમ.... ને આગળ વધીને કહું તો આપણા જ આત્માના ગુણોનો પ્રેમ ! અનાદિકાળથી પગલાદિના પ્રેમને તોડી પ્રભુ સાથે પ્રેમ જોડવો, એ જ સૌથી પહેલું ચરણ છે. પ્રેમીનો પત્ર, અક્ષર કે નામ સાંભળતાં – વાંચતાં બીજો પ્રેમી કેટલો રાજી થાય ? તેમ પ્રભુનું નામ, આગમ આદિ સાંભળતાં જ જો તમે રાજી-રાજી થઈ જતા હો તો તમે ધ્યાનના અધિકારી છો, અરિહંતની કૃપાના પાત્ર છો. તમે પ્રભુ સાથે પ્રેમ કરવા માંગતા હો તો પૂ. યશોવિજયજી, પૂ. દેવચન્દ્રજી, પૂ. આનંદઘનજીની ચોવીશી તથા પૂ. માનવિજયજીની પણ ચોવીશી પાકી કરો. પદ્મ-રૂપ વિજયજી પણ એ જ પરંપરાના છે. પૂ. વીરવિજયજીની કૃતિ પણ હૃદયંગમ છે. જેને રુચિ હોય, તેને ક્યાંકથી મળી જ જાય ! મને તો આ નવપદોની ઢાળોમાંથી પણ અત્યારે પણ મળી રહ્યું છે. તમારા માધ્યમથી ભગવાન જાણે મને જ આપી રહ્યા છે, એમ મને લાગે છે. * સ્તવનો તો પ્રભુ સાથે કરવાની વાતો છે, એમ પછી પ્રિભુ સાથે પ્રેમ થયા પછી ] લાગશે. એક સ્તવનના પુસ્તકનું નામ “પ્રભુ સાથે એકાંતમાં કરવાની વાતો' રાખવામાં આવેલું. નામ વિચિત્ર લાગશે, પણ ખરું છે. સ્તવનો એ પ્રભુ સાથે કરવાની વાતો જ છે. * જેને આત્માનો સાચા અર્થમાં અનુભવ થયો હોય તે કદી પ્રભુનો વિરોધી ન હોઈ શકે, તેને ક્રિયાકાંડ આદિ અનાવશ્યક ન કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૨૧ Page #142 -------------------------------------------------------------------------- ________________ લાગે. કોલેજના વિદ્યાર્થી કદી બાળપોથી કે પેલી કે બીજીનો વિરોધી ન હોય. ભુજમાં એક ભાઈ આવેલા. મારી પાસે રહેલું જ્ઞાનસારનું પુસ્તક જોઈને તેમણે કહ્યું : આ જ્ઞાનસારનો પહેલા મેં ખૂબ અભ્યાસ કર્યો. હવે જરૂરી નથી લાગતું. એનાથી આગળની ભૂમિકા મળી ગઈ છે. એ ભાઈ વિપશ્યનાની શિબિરમાં ગયેલા. આને આત્માનુભૂતિનો ભ્રમ કહેવાય. સાચી અનુભૂતિ આવી ન હોય. * પૂ. આનંદઘનજીને પ્રભુ-દર્શનની તલસાટ લાગી હતી : દરિસણ... દરિસણ રટતો જો ફિરું તો રણરોઝ સમાન...” આ પંક્તિમાં એમની પ્રભુ-વિરહની વેદના દેખાઈ રહી છે. પ્રભુના વિરહ વિના પ્રભુ મિલન કદી ન થાય. આપણને પ્રભુનો વિરહ કદી લાગે છે ? * સંસ્કૃત – પ્રાકૃત આદિનો અભ્યાસ છૂટી જતાં પૂર્વાચાર્યો સાથેનો સંપૂર્ણ સંબંધ છુટી ગયો. આથી આપણે સાધનાથી દૂર થઈ ગયા. ખાઈ, પીને મજા કરવી, આને સાધુ-જીવન કહેવાય ? તમને આ બરાબર લાગે છે ? પ્રશ્ન : પ્રભુનો પ્રેમ પ્રયત્નથી પ્રગટે કે સહજપણે પ્રગટે ? ઉત્તર : બન્ને પ્રકારે પ્રભુનો પ્રેમ પ્રકટે : “ નિધિમાલ્ વા ? સહજપણે અને પ્રયત્નથી પણ પ્રગટે. સમ્ય દર્શન એ પ્રભુ-પ્રેમ જ છે. અનુમોદનાની અને આશ્વાસનની ભાષામાં કહું તો તમને બધાને પ્રભુ-પ્રેમ પ્રગટેલો જ છે. જે ન પ્રગટેલો હોત તો અહીં આવ્યા જ ન હોત, મને સાંભળતા જ ન હોત. પણ હજુ એ પ્રેમ પૂરો નથી. પ્રભુ એટલે આખરે તો આપણો જ આત્મા ! પ્રભુ-પ્રેમ એટલે આપણા જ આત્માનો પ્રેમ ! * પ્રભુ જેટલી આપણી ચિંતા રાખે છે, તેટલી આપણે સ્વયં પણ આપણી ચિંતા નથી રાખતા. આગળ વધીને કહું તો, ગુરુને જેટલી ચિંતા છે, તેટલી આપણને ખુદને આપણી ચિંતા નથી. ૧૨૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #143 -------------------------------------------------------------------------- ________________ ચંડકૌશિકને પોતાના ગુસ્સાની ક્યાં ચિંતા હતી ? ભગવાન મહાવીર દેવને હતી. * પ્રભુ પર પ્રેમ છે કે નહિ ? એની નિશાની કઈ ? બીજા, બીજા [ શરીર, શિષ્ય, ઉપધિ, મકાન વગેરે ] પદાર્થો પર પ્રેમ વધુ કે પ્રભુ પર પ્રેમ વધુ ? એમ મનને પૂછી લેજો. - પ્રભુ પર જેવો પ્રેમ હોય તેવો પ્રેમ બીજા કોઈ પદાર્થમાં ન હોય, તે જ પ્રીતિ અનુષ્ઠાન કહેવાય. પ્રીતિ અનુષ્ઠાન મજબૂત થયા પછી જ ભક્તિ, વચન અને અસંગયોગ પ્રગટી શકે. વચનનું આરાધન આપણામાં [ હું પણ સાથે ] નથી દેખાતું તેનું કારણ પ્રભુ-પ્રેમની આપણામાં ખામી છે. પ્રભુ-પ્રેમ માટે પ્રયત્ન કરવાનો ઉપાય આ છે : બીજી બીજી વસ્તુઓ પરથી પ્રેમ ઘટાડતા જવું ! * આત્મા કોણ ? આપણી અંદર રહેલા જ્ઞાન, શ્રદ્ધા, ક્રિયા વગેરે ગુણો એ જ આત્મા છે. આત્મા, ગુણો દ્વારા જણાય. વિશ્વાસ રાખો (૧) ભગવાનની ભક્તિ પર. (૨) આત્માની શક્તિ પર. (૩) શુદ્ધ આચારની અભિવ્યક્તિ પર. સ્ટે વો પાંવ.... ટૂટે વો પાંવ જિસકો ન તેરી તલાશ હો, ફૂટે વો આંખ જિસકો ન હો જુસ્તજૂ તેરી; વો ઘર હો બેચિરાગ જહાં તેરી જૂ ન હો, વો દિલ હો દાગ જિસમેં ન હો આરજૂ તેરી. – મુનશી દુર્ગાસહાય કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૨૩ Page #144 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા ચૈત્ર સુદ-૧૦ ૧૩-૪-૨૦૦૦, ગુરુવાર * જેમના સ્મરણ માત્રથી પણ આપણું સુખ વધતુ જાય તે વર્ધમાન સ્વામી... ! જેટલો પ્રભાવ તેમનો તેટલો જ પ્રભાવ તેમના નામનો પણ છે. નામ-નામીનો અભેદ છે. અત્યારે આપણી પાસે સાક્ષાત ભગવાન નથી, ભગવાનનું નામ, મૂર્તિ અને આગમ વગેરે જ છે. આપણું હૃદય ભક્ત બને તો આ બધાના માધ્યમથી પણ પ્રભુ સાથે સંબંધ જોડી શકે. मन्त्रमूर्तिं समादाय, देवदेवः स्वयं जिनः । सर्वज्ञः सर्वगः शान्तः, सोऽयं साक्षाद् व्यवस्थितः ॥ પારણામાં રડતું બાળક શાંત થઈ જાય છે, જ્યારે મા દોરીથી પારણું હલાવે છે. ' નામની અને મૂર્તિની દોરીથી આપણે પણ ભગવાન સાથે સંબંધ બાંધી શકીએ છીએ, એવી શ્રદ્ધા આજે પણ ચતુર્વિધ સંઘમાં છે. આથી જ હજારો માણસો અહીં આવે છે. શ્રદ્ધા વિણ કુણ ઈહાં આવે રે...?' * પ્રભુનું દર્શન એટલે વિશ્વ-દર્શન, આત્મ દર્શન, સમ્યમ્ દર્શન...! આ દર્શન પણ મળી જાય તોય બેડો પાર ! ભલે દર્શન ન મળ્યું હોય, માત્ર એની પિપાસા જાગે તો પણ ૧૨૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #145 -------------------------------------------------------------------------- ________________ ઘણું છે. તરસ્યો માણસ મરવાની અણી પર હોય, પાણી વિના તરફડતો હોય... ત્યારે પાણી માટે કેવો પોકારે? એ રીતે જો આપણે પ્રભુને પોકારીએ તો પ્રભુ મળે જ. પણ આટલી તડપન ક્યાં છે ? નક્કી કરો : પ્રભુ દર્શન વિના મરવું નથી જ. આવું પ્રણિધાન હશે તો પણ કામ થઈ જશે. પ્રણિધાન એટલે દઢ સંકલ્પ ! દઢ સંકલ્પ હોય ત્યાં પ્રવૃત્તિ થાય જ. વિષ્ણજય પણ થઈને જ રહે. મુખ્ય સવાલ છે : પ્રણિધાનનો, દઢ સંકલ્પનો ! આપણો સંકલ્પ જ ઢીલો હોય તો સિદ્ધિ ન જ મળે. * ““હું જ્ઞાની થયો. હું જાતે જ ભણ્યો. મેં જ મારા શ્રમથી આ બધું ઊભું કર્યું.” ભક્તની આવી ભાષા ન હોય. એ તો પ્રત્યેક પ્રસંગે ભગવાનને યાદ કરે જ. જૈનદર્શન ભલે ઈશ્વરકર્તુત્વ નથી માનતું, છતાં ભક્તિ માને છે, કૃપા પદાર્થને માને છે. આ પદાર્થો બરાબર સમજવા હોય તો “લલિત વિસ્તરા” ગ્રન્થ જરૂર વાંચજો. ભક્તિ શું ચીજ છે ? તે સમજાશે. * સાપને જો ઘરમાં ન રખાય તો આત્મામાં દોષો શી રીતે રખાય ? સાપ તો એક જન્મના જ પ્રાણ લે. પાપ તો ભવ-ભવના પ્રાણ લઈ લે. આવા પાપો ભલે અનાદિકાળના હોય. એને કાર્યો જ છૂટકો ! એના માટે “શરણાગત વત્સલ ન બનાય. અઢાર પાપ માટે સંથારાપોરસીમાં શું બોલીએ છીએ ? “મુવશ્વમથાલંસ - વિમૂગાડું” મોક્ષ માર્ગમાં વિઘ્ન કરનારા આ ૧૮ પાપો જ છે. આ પાપને આપણે મિત્રો માની લીધા ! ભગવાને એમને ઓળખી લીધા ને પાપો પ્રત્યે ક્રૂર બનીને તૂટી પડ્યા. ભગવાન “પુરુષસિંહ' છે. આ વિશેષણમાં ભગવાનનું સિંહત્વ આ જ રીતે ઘટાવ્યું છે. બીજાના પાપો જોવા આપણે સહસ્રલોચન છીએ, પોતાના પાપો જોવા આપણે એકાક્ષ પણ નથી, સાવ જ આંધળા છીએ. બીજાના અછતા પાપ પણ દેખાય છે, પોતાના છતા પાપ પણ દેખાતા નથી ! આ દોષમાંથી ભગવાન જ બચાવી શકે ! કહ્યું કલાપૂર્ણસૂરિએ જે ૧૨૫ Page #146 -------------------------------------------------------------------------- ________________ માટે જ આરાધનાના ત્રણ સૂત્રમાં દુષ્કૃત-ગ, સુકૃતઅનુમોદના અને “શરણાગતિ' ગોઠવેલા છે. દોષ આપણા આત્માને મલિન બનાવે છે. ગુણો આપણા આત્માને નિર્મળ બનાવે છે. દા.ત. ક્રોધનો આવેશ હોય છે ત્યારે ચિત્ત ડહોળાયેલું હોય ક્ષમા હોય છે ત્યારે ચિત્ત પ્રસન્ન હોય છે. ગુણ હંમેશા ચિત્તને પ્રસન્ન અને પ્રશાંત જ બનાવે છે. દોષ હંમેશા ચિત્તને સંક્લિષ્ટ, ભયભીત અને ચંચળ જ બનાવે. આવો પ્રત્યક્ષ અનુભવ હોવા છતાં ગુણ માટે પ્રયત્ન ન કરીએ તો થઈ રહ્યું ! * દુન્યવી કોઈપણ સુખ, દુઃખથી મિશ્રિત જ હોય, માટે જ જ્ઞાનીઓ એને સુખ ન કહેતાં, દુઃખનું જ બીજું નામ કહે છે. વિષમિશ્રિત ભોજનને ભોજન કેમ કહેવાય ? એને તો વિષ જ કહેવું પડે. બેડી ચાહે સોનાની હોય કે લોઢાની. બંધનમાં કોઈ ફરક નથી પડતો. પુણ્યથી મળતું સુખ પણ દુઃખની જેમ બંધનરૂપ જ છે. દુઃખ તો હજુ સારું, ભગવાનને યાદ તો કરાવે, પણ સુખ તો ભગવાન તો ઠીક પડોશીને પણ ભૂલાવી દે. સંપૂર્ણ આત્મસુખ સિદ્ધ ભગવંતોને પ્રાપ્ત થયેલું છે. એમને સાચા સુખના સમ્રાટું કહી શકાય. * ગુણ-પર્યાયમાં શો ફરક ? સમાવિનો ગુI: ' “માવિનઃ પર્યાય: I' સદા સાથે હોય તે ગુણ. ક્રમે ક્રમે આવે તે પર્યાય ! ભગવાનના દરેક ગુણો શક્તિરૂપે આપણી અંદર પણ પડેલા જ છે. ભગવાનમાં એ વ્યક્તિરૂપે છે. શક્તિરૂપે રહેલા ગુણો વ્યક્તિરૂપે કરવા એ જ સાધનાનો સાર છે. એકની રકમ રોકડ છે. બીજાની રકમ ઉધારીમાં છે. સિદ્ધોનું ઐશ્વર્યા રોકડું છે. આપણું ૧૨૬ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #147 -------------------------------------------------------------------------- ________________ ઉધારીમાં ફસાઈ ગયેલું છે. કર્મસત્તાએ એ ઐશ્વર્ય દબાવી દીધું છે. પાંચ ઇન્દ્રિયોના સુખ ખાતર આપણે આત્માનું સંપૂર્ણ સુખ મોહ-રાજાને ત્યાં ગીરવે મૂકી દીધું છે. એક દિવસના આનંદ માટે અનંતગણું દુઃખ સ્વીકારી લીધું ! “gરૂદ્ર ! ફિર દરરોજ રોના !' * આપણી અંદર ઐશ્વર્ય પડેલું છે, એ વાત ભૂલી જઇએ છીએ, માટે જ આપણે દીન-હીન બની જઈએ છીએ. | * પાંચ પ્રતિક્રમણ જરૂરી છે તેમ સાત નય, સપ્ત ભંગી, દ્રવ્ય-ક્ષેત્રાદિ, સ્યાદ્વાદ વગેરેનું જ્ઞાન પણ જરૂરી છે. આથી આપણી શ્રદ્ધા વધે. ભગવાન પર પ્રેમ વધે. જૈનદર્શન પામ્યા પછી પણ સ્યાદ્વાદ શૈલી ન સમજીએ તો આપણે કેવા કહેવાઇએ ? * સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવથી સિદ્ધોની સંપત્તિ પ્રગટ છે, સાધુ એ સંપત્તિ પર શ્રદ્ધા ધરાવી સાધના કરે છે. સિદ્ધ અને સાધુમાં આટલો ફરક છે. માટે જ સાધુના મનરૂપી માનસરોવરમાં હંસરૂપે રમી રહેલા સિદ્ધોને અહીં પ્રણામ કરવામાં આવ્યા છે. સ્વદ્રવ્યાદિને સમજવા તો અલગ પાઠ જ જોઈએ. અત્યારે આપણે શ્રોતા જ છીએ, વિદ્યાર્થી નથી બન્યા. વિદ્યાર્થી બનવામાં પાઠ પાકો કરવો પડે. * આપણામાં આઠેય કર્મો છે. એ શું કામ કરે છે ? નવરા તો બેસે નહિ. એમનું કામ છે : આપણા આઠેય ગુણોને રોકવાનું ! આપણે કર્મોને તો યાદ રાખ્યા, પણ ગુણોને ભૂલી ગયા. કર્મો ગણતા રહ્યા, પણ ગુણ અંદર પડેલા છે, તે ભૂલી ગયા. આપણા ગુણો અંદર પડેલા છે, પણ ઢંકાયેલા છે, એમને પ્રગટ કરવા હોય તો જેમના પ્રગટ થયેલા છે, એમનું શરણું લેવું પડે ! પ્રભુને ધ્યેયરૂપે બોલાવવા પડે. . “તમે ધ્યેયરૂપે ધ્યાને આવો, શુભવીર પ્રભુ કરુણા લાવો.” કહ્યું કલાપૂર્ણસૂરિએ જે ૧૨૦ Page #148 -------------------------------------------------------------------------- ________________ આપણે શરીરનું ધ્યાન ધરીએ છીએ, પણ સિદ્ધ ભગવાનનું નથી ધરતા ! સિદ્ધોને મળવાના બે ઉપાય : (૧) આઠ કર્મથી મુક્ત થઈને સિદ્ધ બનવું. (૨) ધ્યાનમાં ધ્યેયરૂપે સિદ્ધને લાવવા. એ પણ ન બને તો ત્રીજો ઉપાય : (૩) જેઓ સિદ્ધોને ધ્યેયરૂપે બનાવીને ધ્યાન ધરે છે, તેમનું શરણું પકડી લેવું. આસન સ્થિરા યોગની આઠ દૃષ્ટિ આઠ દૃષ્ટિ આઠ દોષ આઠ ગુણ આઠ યોગના અંગ મિત્રો ખેદ અદ્વેષ યમ તારા ઉગ જિજ્ઞાસા નિયમ બિલા ક્ષેપ શુશ્રુષા દીપ્રા ઉત્થાન શ્રવણ પ્રાણાયામ બ્રાન્તિ બોધ પ્રત્યાહાર અભ્યદય મીમાંસા ધારણા સંગ પ્રતિપત્તિ ધ્યાન પરા આસંગ પ્રવૃત્તિ સમાધિ યોગની આઠ દષ્ટિ પ્રાપ્ત થતાં ક્રમશઃ આઠ દોષ ટળે છે. આઠ ગુણ અને આઠ યોગના અંગ મળે છે. – યોગદષ્ટિ સમુચ્ચય કાન્તા પ્રભા ૧૨૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #149 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા ચૈત્ર સુદ-૧૧ ૧૪-૪-૨૦૦૦, શુક્રવાર * શાશ્વતગિરિની છાયામાં શાશ્વત ઓળીનો પ્રસંગ ! ખરેખર અભુત સમન્વય થયો છે; ઉત્તમ પદાર્થોનો ! આપણું ધ્યાન જો નવપદમાં લાગી જાય તો કામ થઈ જાય. બીજી આરાધનામાં શ્રાવકો હકદાર ન પણ હોય, પરંતુ નવપદની આરાધનાનો હકદાર ચતુર્વિધ સંઘ છે. નવપદના આલંબનથી આત્માના શુદ્ધ સ્વરૂપ સુધી પહોંચવાનું છે. * દિવસમાં ૪ વાર સઝાય ૭ વાર ચૈત્યવંદન પ્રત્યેક સાધુસાધ્વીજી માટે ફરજિયાત છે. આ જ ધ્યાનની પૂર્વભૂમિકા છે. * પોતાની જ અનુકૂળતાનો વિચાર તે આર્તધ્યાન. તે નિમિત્તે બીજાને પીડા આપવાનો વિચાર તે રૌદ્રધ્યાન છે. જેણે શ્રાવક-જીવનમાં જયણાપૂર્વક પાલન નથી કર્યું, તે અહીં આવીને જયણા પાળશે, એમ માનશો નહિ. માત્ર બુદ્ધિ નહિ જોતા, મુમુક્ષુમાં આરાધક ભાવ, દયાભાવ કેટલો છે ? તે જોશો. * કોઈ ગ્રાહક તમારી દુકાનના માલની પ્રશંસા જ કર્યા કરે, જરાય ખરીદે નહિ, તેને દુકાનદાર કહેશે : “તારે માલ લેવો છે કેટલો ? તે બોલને ! ભગવાનના આપણે ગુણ-ગાન ગાઈએ છીએ. ભગવાન કહે કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૨૯ Page #150 -------------------------------------------------------------------------- ________________ છે ? તારે કેટલા ગુણ જોઈએ છે, તે વાત કર. ભગવાન પોતાના ભક્તને કાયમ ભક્ત નથી રાખવા માંગતા, ભગવાન બનાવવા માંગે છે. * સામાયિકમાં રહેલા શેઠનું ધ્યાન જોડામાં હતું આથી નવોઢા પુત્રવધૂએ કહી દીધું : શેઠજી મોચીવાડે ગયા છે. આપણું મન હોય છે, ત્યાં આપણે હોઇએ છીએ. જો એ મનને અરિહંતમાં જોડી દઈએ તો અમુક અપેક્ષાએ અરિહંત બની જઇએ. આપણું ધ્યાન આખો દિવસ શરીરમાં જ પ્રાય: હોય છે. પણ આ શરીર તો ભાડાનું મકાન છે. એને અહીં જ છોડીને જવાનું છે. આપણું સ્વરૂપ તો ઉપયોગમય છે. જ્યાં જ્યાં ઉપયોગ ત્યાં ત્યાં આત્મા ! જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં ઉપયોગ ! ઉપયોગ અને આત્મા અભિન્ન છે, બન્નેની અભિન્ન વ્યાપ્તિ છે. જ્યાં ધૂમાડો હોય ત્યાં આગ હોય પણ આગ હોય ત્યાં ધૂમાડો ન પણ હોય, પણ અહીં એવું નથી, બન્ને એકબીજા વિના હોઇ જ ન શકે. સિદ્ધપદ * સંસારી જીવ બીજી ગતિમાં જાય છે ત્યારે કાર્પણ – તૈજસ શરીર સાથે હોય છે. કેદીને બીજી કેદમાં લઈ જવામાં આવે ત્યારે સાથે મજબૂત ચોકીદાર હોય ને ! તેમ અહીં પણ કાર્મણ-તૈજસ ચોકીદાર છે. જીવ ક્યાંય છટકે નહિ ! પણ જીવ જ્યારે મોક્ષમાં જાય ત્યારે સાથે કામણ-તૈજસ વગેરે કાંઈ જ હોતું નથી. શુદ્ધ આત્મા મોક્ષે પહોંચી જાય છે. સંસારની કેદમાંથી ત્યારે છૂટકારો થાય. ૧૪મા ગુણઠાણે પહોંચ્યા સિવાય કોઈ જીવ સિદ્ધિગતિએ જઈ ન શકે. ૧૪મું ગુણઠાણું એક લીફટ જ સમજી લો, જેના પર બેસનારો સીધો જ લોકાગ્રભાગે પહોંચી જાય. | * પૂર્વપ્રયોગ, ગતિપરિણામ, બંધન છેદ અને અસંગ આ ચાર ઉદાહરણો આત્મા લોકાગ્રભાગે શી રીતે પહોંચે છે ? તે સમજાવવા દર્શાવવામાં આવ્યા છે. ૧૩૦ જ કહ્યું ક્લાપૂર્ણસૂરિએ Page #151 -------------------------------------------------------------------------- ________________ * હંમેશ જંગલમાં રહેનારો ભીલ જેમ નગરનું વર્ણન ન કરી શકે, તેમ જ્ઞાનીઓ જાણવા છતાં સિદ્ધોના સુખનું વર્ણન કરી શકે નહિ. * સિદ્ધોનું વિશેષ વર્ણન જાણવા “સિદ્ધ પ્રાભૃત' ગ્રંથ વાંચજો. એમાં ૧૪ માર્ગણાઓ દ્વારા સિદ્ધોનું વર્ણન કરેલું છે. મલયગિરિ મહારાજે પોતાની ટીકામાં “સિદ્ધ પ્રાભૃત' ગ્રન્થનું ઉદ્ધરણ કરેલું છે. એના પર અમે કંઈક લખ્યું છે, પણ આ કાળમાં આવું વાંચનારો વર્ગ વિરલ છે. એટલે પ્રગટ કરવાનું મુલતવી રાખ્યું છે. પૂ. દેવચન્દ્રજી મહારાજે પણ સિદ્ધાંતોના દાખલા આપવા પૂર્વક ઘણા સ્તવનોમાં સિદ્ધોનું વર્ણન કર્યું છે. પૂ. દેવચન્દ્રજી આગમના અભ્યાસી હતા, સાથે પ્રભુના ભક્ત પણ હતા. * સંસાર એટલે ઉપાધિ ! દિવસ ઉગે ને કોઈ ને કોઈ ચિંતા ! ઉપાધિ ! ટેન્શન વગેરે ઊભા જ હોય. [ હું પણ સાથે છું.] આવી બધી ઉપાધિથી રહિત એક માત્ર સિદ્ધો છે. મોટા તરીકે આપણું નામ જેટલું જાહેર થાય તેમ તેમ ઉપાધિ વધે. પદ-નામ વગેરે ઉપાધિના કારણો છે. ઉપાધિ વધે તેવા પદનામ પાછળ જીંદગી પૂરી કરી નાખીએ, તે મોટી કરુણતા છે. * સંગ્રહ નયથી સર્વ જીવો, ઋજુ સૂત્ર નયથી સિદ્ધના ઉપયોગમાં રહેલા જીવો, શબ્દનયથી સમ્યગ્દષ્ટિ આદિ જીવો, સમભિરૂઢથી કેવળજ્ઞાની જીવો, એવંભૂતથી સિદ્ધશિલામાં ગયેલા જીવો સિદ્ધ છે. શબ્દનય આપણને સિદ્ધ કહે તેવું જીવન તો આપણું હોવું જ જોઇએ. * કોઈ રાજા-મહારાજા કહે : “તમે મારા જેવા જ છો. બેસી જવ મારી સાથે સિંહાસનમાં !” તો આપણને કેટલો આનંદ થાય ! ભગવાન આપણને એમ જ કહે છે : “તમે મારા જેવા જ છો. આવી જાવ મારી સાથે.” કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૧૩૧ Page #152 -------------------------------------------------------------------------- ________________ * આગળ બેસવાની જેટલી પડાપડી કરો છો, તેટલી જ પડાપડી - તેટલી જ ઉતાવળ જો સાંભળેલું જીવનમાં ઉતારવા માટે કરો તો કામ થઈ જાય. * “કમ ખાના, ગમ ખાના, નમ જાના....' આ ત્રણ વાત યાદ રાખજે. ઘણી આપત્તિઓથી બચી જશો. છ સ્થાનોમાં છ આવશ્યક (૧) આત્મા છે ? પ્રત્યાખ્યાન મારું નથી તેનો ત્યાગ. પચ્ચકખાણ ત્યારે જ લેવાય, જ્યારે શેષ બચી રહેલી વસ્તુ (આત્મા)ની શ્રદ્ધા હોય. (૨) આત્મા નિત્ય છે : કાયોત્સર્ગ : કાયાના ઉત્સર્ગ (ત્યાગ) પછી બચે છે તે નિત્ય છે. (૩) આત્મા કર્મનો કર્તા છે : પ્રતિક્રમણ : પાપથી પાછા હટવું. પોતે કરેલા કર્મ ભોગવવા જ પડે છે. માટે પ્રતિક્રમણ દ્વારા પાપથી પાછા પોતાને જ ફરવું પડે. (૪) આત્મા કર્મનો ભોક્તા છે : ગુરુ-વંદન જેમ ગુરુ ભગવંત પોતાના સ્વરૂપના ભોક્તા છે, તેમ તે જ વંદન, વંદન કરનારને સ્વરૂપનું ભોક્તાપણું આપે. અથવા ગુરુવંદન કર્મના ભોગવટામાંથી છુટકારો આપે. (૫) મોક્ષ છે ઃ ચતુર્વિશતિસ્તવ (લોગસ્સ) : સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ = સિદ્ધો મને મોક્ષ આપે. સિદ્ધને નમસ્કાર તો જ થઈ શકે જો મોક્ષ હોય. (૬) મોક્ષનો ઉપાય છે : સામાયિક = સમતા : સમતાથી કર્મનો ક્ષય, કર્મક્ષયથી નિર્જરા. નિર્જરાથી મોક્ષ. સમતા એ મોક્ષનો ઉપાય છે. ૧૩૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #153 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા ચૈત્ર સુદ-૧૨ ૧૫-૪-૨૦00, શનિવાર * આવતી કાલે ભગવાન મહાવીરદેવનો જન્મ-કલ્યાણક દિવસ છે. આવતી કાલે આપણે એમના અનંત ઉપકારોને યાદ કરીશું, પણ સાચું સન્માન ત્યારે જ ગણાશે, જ્યારે આપણે એમનો ઉપદેશ જીવનમાં ઊતારીશું. * બ્રહ્મચારી આત્માનું વસ્ત્ર ઓઢવા મળી જાય તો એની દઢતા, પવિત્રતા આપણને મળે એવી આપણને શ્રદ્ધા છે, અનુભવ છે. કારણ કે એમના પવિત્ર પરમાણુઓનો એમાં સંચય થયેલો હોય છે. તેમ સિદ્ધ ભગવંતોએ પોતાના આત્મા દ્વારા પવિત્ર બનાવેલા કર્મ-પુગલો ક્યાં ગયા ? એ પવિત્ર પુદ્ગલો છે કે સર્વત્ર ફેલાઈ જાય, પણ જે ભૂમિ પર નિર્વાણ થાય ત્યાં તો એકદમ ઘટ્ટ થઈને રહે. માટે જ સિદ્ધાચલની આ ભૂમિ પવિત્ર ગણાઇ છે. * રસોઈઓ રસોઈ બનાવે તે જમવા કે જમાડવા માટે, ફેંકવા માટે નહિ. શાસ્ત્રકારોએ આ બધા પદાર્થો સમ્યગુ જીવવા માટે પીરસ્યા છે, માત્ર જાણવા કે અહંકાર વધારવા નહિ. રસોઈ તો બીજા દિવસે બગડી જાય, પણ આ શાસ્ત્ર પદાર્થો તો બગડ્યા વિના હજારો વર્ષોથી છે ને હજારો વર્ષો સુધી રહેવાના. તે આપણને ક્યાં શાસ્ત્રોની પડી છે ? અષ્ટપ્રવચન માતા આવડી કહ્યું, લાપૂર્ણસૂરિએ જ ૧૩૩ Page #154 -------------------------------------------------------------------------- ________________ ગઇ. ગોચરી-પાણી-સંથારો વગેરે આવડી ગયું, પછી ભણવાની જરૂર શી ? એમ આપણે માની લીધું. શ્રાવકો પણ માત્ર પંડિત થવા જ ભણે છે. આત્માના લક્ષપૂર્વક ભણનારા કેટલા ?' “દ્રવ્યક્રિયારુચિ જીવડા રે, ભાવધર્મ રુચિ હીન; ઉપદેશક પણ તેહવા રે, શું કરે લોક નવીન ?” - પૂ. દેવચન્દ્રજી. સારામાં સારું ભોજન હોય, પણ અંદર રુચિ ન હોય તો ? સારામાં સારું તત્ત્વ હોય પણ અંદર પ્રેમ ન હોય તો ? આચાર્ય-પઠ * લાકડીઆ [ વિ. સં. ૨૦૨૮] માં ૧૦ પન્નાની વાચના હતી. સમાધિ-પન્નામાં સૌ પ્રથમ કહ્યું : તે પૂજ્ય આચાર્યોને નમસ્કાર હો, જેઓ અરૂપી સિદ્ધોને આપણને અહીં બતાવે છે. નહિ તો કોણ બતાવે આ પદાર્થો ? અરિહંતોએ માર્ગ બતાવ્યો, પણ અહીં સુધી એ માર્ગને પહોંચાડનાર કોણ ? પૂ. આચાર્ય ભગવંતો. આચાર્યોમાં ગુણ કેટલા? માત્ર ૩૬ નહિ. માત્ર ૩૬ ૪ ૩૬ = ૧૨૯૬ પણ નહિ. તેને લાખો ક્રોડોવાર તમે ગણો તેટલા ગુણો આચાર્યમાં છે,એમ ચંદાવિઝય પયજ્ઞામાં આવ્યું. * અરિહંત, સિદ્ધને નમસ્કાર કરવા જેટલું જ ફળ આચાર્યને નમસ્કાર કરવામાં છે. * પૂ. મલવાદીસૂરિજીનું નામ જ એવું હતું કે સાંભળતાં જ કુવાદીઓ ભાગી જતા. માટે જ કહ્યું : “પૂરી દૂરીવશુરાહા' * નવે નવ પદો આખરે આત્માને જાણવા, પામવા માટે જ છે, એ કદી ભૂલવું નહિ. અરિહંતોને પૂજા નથી જોઈતી. આચાર્યોને તમારા વંદન નથી જોઈતા, પણ તેઓ તમને પોતાના જેવા બનાવવા માંગે છે. માટે જ આટલો ઉપદેશ છે. ૧૩૪ જે કહ્યું, ક્લાપૂર્ણસૂરિએ Page #155 -------------------------------------------------------------------------- ________________ * પૂ. કનકસૂરિજી, પૂ. દેવેન્દ્રસૂરિજી વગેરે તથા પૂ. પ્રેમસૂરિજી જેવાની અમને નિશ્રા મળી, તે અમારું અહોભાગ્ય. પૂ. દેવેન્દ્રસૂરિજી પછી અમને પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મ.ની નિશ્રા મળી. ઘણા તો જુદા થવા જ ચેલાઓ શોધતા હોય. સમુદાય અને ગીતાર્થ-નિશ્રા સંયમ માટે ખૂબ જ ઉપકારી છે. વૃદ્ધ પુરુષ તો એ માટે ખૂબ જ ઉપકારી છે. * પૂ. કનકસૂરિજી મ. દેખાવમાં સાદા લાગે, પણ જ્યારે શાસ્ત્રોના પદાર્થો કહે, ત્યારે ભલભલા છક્ક થઇ જાય. એમનું મૌન, એમની અલ્પ વાણી સૌને પોતાના બનાવી લે તેવા હતા. આણંદજી પંડિતજી ઘણીવાર એમની પાસે આવતા ને કલાકો સુધી બોલતા. ભલભલા એમની વાણીથી પ્રભાવિત થઇ જતા, પણ પૂ. કનકસૂરિજી તેમનાથી જરાય પ્રભાવિત થયા વિના માત્ર એક જ વાક્યમાં જવાબ આપી દેતા : ‘અમે પૂ. બાપજી મ.ને અનુસરીએ છીએ. ,, પેલા પંડિતજી સહિત અમે સૌ પૂજ્યશ્રીનો સંક્ષિપ્ત ઉત્તર સાંભળી સ્તબ્ધ થઈ જતા. * આચાર્ય ભગવંત ભવ્યોને દેશ-કાલ પ્રમાણે દેશના આપે. એ પણ શાસ્ત્ર-અવિરુદ્ધ અને સાપેક્ષ હોય. આચાર્ય ભગવંત સદા અપ્રમત્ત હોય, વચનસિદ્ધ હોય. * આચાર્ય ભગવંત ગણપતિ, મુનિપતિ કહેવાય. આચાર્ય ભગવંત ચિદાનંદ રસાસ્વાદનું સદા પાન કરે. તેથી પરભાવથી નિષ્કામ રહે ચિદાનંદ રસાસ્વાદ વિના પરભાવનો રસ કદી છૂટતો નથી. ‘ભઈ મગનતા તુમ ગુણ રસ કી, કુણ કંચન કુણ દારા ?’ ભગવાનમાં મગ્નતા અનુભવનારને શું સોનું ? શું સ્ત્રી ? આવો ચિદાનંદ રસાસ્વાદ પૂ. આચાર્ય ભગવંત એકલા ન ભોગવે, બીજાને પણ આમંત્રે. કેરીની જેમ આ રસાસ્વાદની બાધા નથી લીધી ને ? કહ્યું, કલાપૂર્ણસૂરિએ ક ૧૩૫ Page #156 -------------------------------------------------------------------------- ________________ કેરીની બાધા સારી. આ બાધા સારી નહિ. દુનિયાની વાતો કરતાં કેવા વિચારો આવે ? આવા તત્ત્વો પર વાતો કરો તો ચિંતન કેવું નિર્મળ બને ? * નિષ્કામ નહિ બનો ત્યાં સુધી નિષ્કામ આત્માની અનુભૂતિ નહિ થાય. બાહ્ય આચારની સાથે અંદરનો આત્માનો આસ્વાદ ન હોય તો આચાર્ય માટે પણ શિષ્યાદિ પરિવાર બોજરૂપ છે. જિમ જિમ બહુશ્રુત બહુ જન સંમત, બહુ શિષ્ય પરિવરીયો; તિમ તિમ જિનશાસનનો વયરી, જો નવિ નિશ્ચય ધરીયો...” – પૂ. ઉપા. યશોવિજયજી. ચિઘન આત્મા સાધ્ય છે. એ ભૂલાઈ જાય તો આપણી સંયમયાત્રા આપણને ક્યાં લઈ જશે ? વિહારમાં જે ગામ જવાનું હોય એ ગામ જ ભૂલાઈ જાય, રસ્તો ચૂકી જવાય તો ક્યાં પહોંચીએ ? અહીં આત્માનંદનો રસાસ્વાદ ભૂલાઈ ગયો હોય તેમ નથી લાગતું ? મારા શબ્દો ચોંટ લગાડનારા નથી ને ? પણ શું થાય ? સાચી વાત તો કહેવી જ પડે. * નિષ્કામ બનવાથી જ નિર્મળ બનાય. આત્માનુભૂતિની, દેવ-ગુરુની કામના સારી, પણ ભૌતિક કામનાથી પર થઈને નિષ્કામ થવાનું છે. ત્રણેય ગારવથી [મૃદ્ધિથી] નિષ્કામ થવાનું છે. જો મુહપત્તીના બોલ સારી રીતે યાદ કરીએ તો પણ એમાંથી માર્ગ મળી રહે. આખો માર્ગ એ બોલોમાં સમાયેલો છે, એમ કહું તો પણ ચાલે ! નિષ્કામ બન્યા વિના નિર્મળતા નહિ આવે. પરસ્પૃદા મહાદુઃવમ્' આ સૂત્ર યાદ રાખો. * ચાલ્યા વિના મંઝિલ ન આવે, તેમ જ્ઞાન-દર્શનાદિમાં પ્રવૃત્તિ કર્યા વિના, તેમાં વિર્યશક્તિ જોડ્યા વિના આત્મા નહિ મળે. * સંવર અને સમાધિથી યુક્ત, ઉપાધિથી મુક્ત, બારેય પ્રકારના તપથી યુક્ત પૂ. આચાર્ય ભગવંતને વંદના કરીએ ! ૧૩૬ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #157 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા ચૈત્ર સુદ-૧૩ ૧૬-૪-૨૦૦૦, રવિવાર * જ્યારે પણ મોક્ષ થવાનો ત્યારે પંચ પરમેષ્ઠીની ઉપાસના દ્વારા જ્ઞાનાદિની પૂર્ણતાવડે જ થવાનો ! મોક્ષાભિલાષી આપણે બન્યા હોઈએ, મુક્ત બનવાની ઈચ્છાવાળા મુમુક્ષુ [ મુક્ત થવાની ઇચ્છાવાળો હોય તે જ મુમુક્ષુ કહેવાય.] હોઇએ તો પંચ પરમેષ્ઠીની ઉપાસના અને રત્નત્રયીની સાધનામાં લાગી જ જવું જોઇએ. જે કારણથી કર્મ બંધાયા છે, તેનાથી વિપરીત કારણોના સેવનથી મોક્ષ-માર્ગે આગળ વધાય છે. મિથ્યાત્વાદિ કર્મબંધનના કારણ છે, તો સમ્યકત્વ, વિરતિ [ચારિત્ર] વગેરે કર્મ-નિર્જરા અને સંવરના કારણો છે. * પંચાચાર મુક્તિનો માર્ગ છે. એ માર્ગ બતાવે તે આચાર્ય ! આચાર્યને નમવાથી આચાર પાળવાની અને પળાવવાની શક્તિ પ્રગટે આવા આચાર્યોના દર્શન માત્રથી, નામ-શ્રવણ માત્રથી લોકો અનેક જન્મોના પાપો ખપાવે. * આચાર્યને શ્રી સંઘનો આટલો ભાર હોય તો ટાઇમ શી રીતે મળે ? ટાઈમ બગાડનારા છાપાઓ, વિકથાઓ, ઈત્યાદિથી આચાર્ય દૂર જ રહે. સદા અપ્રમત્ત રહે. મન અકલુષિત રાખે. કહ્યું. લાપૂર્ણસૂરિએ છે ૧૩૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ માયાનું નામ ન હોય તેથી મન નિર્મળ હોય. * આચાર્ય ગચ્છનાયક છે એટલે નિશ્ચિત મુનિઓની સારણા, વારણાદિ કરે. એમ કરવાનો તેમને હક્ક છે. પૂ. કનકસૂરિજી “ભાન નથી?” આટલું બોલે એ તેમની સૌથી કડક શિક્ષા હતી. * જિનેશ્વર ભગવાન રૂપી સૂર્ય અને કેવળીરૂપી ચન્દ્ર નથી હોતા ત્યારે આચાર્ય દીપક બનીને આવે છે ને આપણું જીવન અજવાળે છે. આ વિષમકાળમાં સૂર્ય-ચન્દ્ર નથી. આપણે દીપકથી ચલાવવાનું છે. દીપક મળે તે પણ અહોભાગ્ય ! | * પુર્વ મU મિથુન ” “મિથુગા' એટલે સામે રહેલા ભગવાનની સ્તુતિ ! ભગવાન દૂર હોવા છતાં, સાત રાજલોક દૂર હોવા છતાં સામે રહેલા શી રીતે ? આપણી સામે તો દિવાલ છે, છત છે, ભગવાન ક્યાં છે ? પણ થોભો ! આપણે ચામડાની આંખથી ચાલનારા નથી. “સાધવ શાસ્ત્રક્ષs: ” સાધુની આંખ શાસ્ત્ર છે. એ શાસ્ત્ર કબાટમાં પડ્યું રહે કે સાથે હોય ? ચામડાની આંખ તો મોતીયો, ઝામર આદિથી બંધ પણ થઈ જાય, માણસ અંધ પણ થઈ જાય, પણ શ્રદ્ધાની આંખ સદા આપણી પાસે જ રહે, જે આપણે એને સંભાળી રાખીએ. શ્રદ્ધાની આંખ કે શાસ્ત્ર આંખ બંને એક જ છે. અલગ નથી. આંખને આપનારા ભગવાન છે : “વવરવુથાપ’ | આપણી ઝંખના પ્રબળ બની હોય ત્યારે ભગવાન ચક્ષુ આપે. પછી માર્ગ આપે. પહેલા આંખ પછી માર્ગ આપે. પહેલા માર્ગ આપે પણ આંખ ન હોય તો ચાલવું શી રીતે ? પછી શરણ આપે. રસ્તામાં ગભરાઈ જવાની કોઈ જરૂર નથી. ભગવાન કહે છે કે, હું તારી સાથે છું. મોહના કોઈ લૂંટારા તને લૂંટી નહિ શકે. ભગવાન ભલે દૂર રહ્યા, પણ શ્રદ્ધાની આંખથી ભક્તમાટે સામે જ છે. માટે જ ‘મથુ' કહ્યું. વળી, ભગવાન કેવળજ્ઞાન રૂપે સર્વત્ર વ્યાપક છે જ. ૧૩૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #159 -------------------------------------------------------------------------- ________________ આવું માનીને આરાધના કરીએ તો જ કર્મ ખપે. તું મજ હૃદય-ગિરિમાં વસે...” પ્રભુ જો આપણા હૃદયની ગિરિ-ગુફામાં રહે તો મોહના હાથી આદિ આપણને પજવી શકે નહિ. ભગવાન હૃદયમાં પધાર્યા પછી ભક્ત કહે છે : ભગવન્! શું આપે કાંઈ કામણ કર્યું છે ? અમારું મન ચોરી લીધું છે ? કાંઇ વાંધો નહિ. અમે પણ ઓછા નથી. અમે પણ કામણ કરીશું. અમે પણ આપને હૃદયમાં એવા વસાવીશું કે આપ છટકી નહિ શકો. જૈનેતર સંત સૂરદાસ ખાડામાં પડ્યા. કોઈ ઊગારવા આવ્યું. સૂરદાસ સમજેલા કે એ ભગવાન જ છે. તેથી એમનો હાથ જોરથી પકડી રાખેલો. પણ ભગવાન તો ભાગી ગયા. સૂરદાસ બોલી ઊઠ્યા : “બાંહ છુડા કે જાત હો, નિર્બળ અને મોહિ; હૃદય છુડા કે જાવ તો મર્દ બખાનું તોહિ.” ભક્તની આ શક્તિ છે, એ ભગવાનને હૃદયમાં પકડી શકે છે. હૃદયમાં વિષય-કષાય ભરેલા હોય ત્યાં સુધી સંક્લેશ હોય છે. ભગવાન હોય ત્યાં સુધી પ્રસન્નતા હોય છે. * ભક્તને મન પ્રભુનું આગમન એ જ નવનિધાન છે. એને બીજી કોઈ તમન્ના જ નથી. * ભગવાનમાં માત્ર વીતરાગતા જ છે, એવું નહિ માનતા. અનંત જ્ઞાન, દર્શન, વાત્સલ્ય, અનંત કરુણા આદિ ગુણો પણ પ્રગટેલા જ છે. ભક્તિ કરતી વખતે એમની અનંત કરુણા આપણી નજર સમક્ષ રહેવી જોઈએ. * અન્યદર્શનીઓમાં બીજું કાંઈ બચ્યું નથી, માત્ર પ્રભુ-નામકીર્તન બચ્યું છે. પ્રભુશ્રી આદિનાથ ભગવાનની સાથે ચાર હજારે દીક્ષા લીધી. પણ પછી તાપસ બની ગયા, પ્રભુનું નામ-કીર્તન કરતા રહ્યા. કચ્છ કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૧૩૯ Page #160 -------------------------------------------------------------------------- ________________ મહાકચ્છ દ્વારા એ નામ-કીર્તનની પરંપરા ચાલતી રહી હશે ! એ નામ-કીર્તન પર અનેક ગ્રંથો રચાયા છે. એના દ્વારા પણ તેઓ પ્રભુના માર્ગે આગળ વધે છે. | * પ્રભુ-નામનું સ્તવન [લોગસ્સ] બનાવીને ગણધરોએ દૂર રહેલા ભગવાનને સામે લાવી દીધા છે. માટે જ એમાં લખ્યું : 'अभिथुआ' કાઉસ્સગ શા માટે કરવાનો? “પાવા ના નિધાયાર્દીિI' પાપ કર્મોના નિઘતન માટે. આપણે કાઉસ્સગ્નમાં લોગસ્સ ગણીએ છીએ, માટે નક્કી થાય છે ? લોગસ્સમાં પાપ ખપાવવાની શક્તિ છે. માટે જ એનું બીજું નામ “સમાધિ સૂત્ર' છે, જે ઠેઠ નિર્વિકલ્પ દશા સુધી પહોંચાડી શકે. * “જય વિયરાય શું છે? ભગવાન સામે જ છે, એમ માનીને જ આ પ્રાર્થના સૂત્ર બનાવવામાં આવ્યું છે : “હે વીતરાગ ! તું જય પામ.” જાણે સામે જ રહેલા હોય તેમ સંબોધન કર્યું છે. કરેમિ ભંતે' માં “સંત” શબ્દથી ભગવાનને સંબોધ્યા છે. ભગવાન તો આપણને જોઈ જ રહ્યા છે. માત્ર આપણે તેમનામાં ઉપયોગ જોડવાનો છે. “હે ભગવન્દૂર રહેલો હું આપને નમું છું. નમતા એવા મને આપ જુઓ...” એમ ઈન્દ્ર મહારાજા ભગવાનને સ્તુતિ કરતાં કહે છે. * જે ગુણોની ખામી લાગતી હોય... દા. ત. ગુસ્સો, આવેશ આવી જતો હોય, બીજા કોઈ દોષો સતાવતા હોય, તેના નિવારણ માટે અને ગુણો માટે પ્રભુને પ્રાર્થો. ભગવાન કાંઈ કંજૂસ નથી કે તમને કાંઈ જ ન આપે. ૧૪૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #161 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા ચૈત્ર સુદ-૧૪ ૧૭-૪-૨૦00, સોમવાર પૂ. દેવેન્દ્રસૂરિજી મ.ની સ્વર્ગારોહણ તિથિ. * શાસનની આરાધના એટલે નવપદની આરાધના. નવપદની આરાધના એટલે શાસનની આરાધના. બન્ને અભિન્ન છે. * આજે ચારિત્ર-પદનો દિવસ છે. સંસાર-સાગરથી પાર ઊતરવા ચારિત્ર સિવાય બીજું કોઈ જહાજ નથી. ચારિત્ર સાર્થક તો જ બને જો તેની પૃષ્ઠભૂમિકામાં સમ્યગ્દર્શન અને સમ્યગુજ્ઞાનનું બળ હોય. એ ન હોય તો ચારિત્રનું કલેવર રહે, પણ પ્રાણ ન રહે. નિષ્ણાણ ચારિત્રની કોઈ કિંમત નથી. સંયમી કોમળ પણ હોય ને કઠોર પણ હોય. બીજા પ્રત્યે કોમળ, પણ જાત પ્રત્યે કઠોર હોય. આવું સંયમ પાળનારા આજ સુધી અનંતા આત્માઓ થયા છે, થાય છે ને થશે. મહાવિદેહમાં અત્યારે ૨૦ વિહરમાન ભગવાન છે. એકેક ભગવાન પાસે ૧૦૦ ક્રોડ સાધુ વિદ્યમાન છે. ૨૦ અબજ સાધુ મહાવિદેહમાં વર્તમાનમાં છે. કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૪૧ Page #162 -------------------------------------------------------------------------- ________________ * સંયમીઓ યાદ આવતાં વર્તમાનમાં થઈ ગયેલા પૂ. દેવેન્દ્રસૂરિજી યાદ આવે. અમારા નિકટના ઉપકારી છે. નિકટના ઉપકારી વધુ યાદ આવે. ઓળી કરાવનાર ધીરૂભાઈ પરિવાર જે ગામના છે, તે જ લાકડીઆ ગામના તેઓ વતની હતા. માતા મૂળીબેન અને પિતા લીલાધરભાઇના આ સંતાનનું નામ ગોપાળભાઈ હતું. લાકડીઆમાં અભ્યાસ કર્યા પછી ધાર્મિક અભ્યાસ માટે મહેસાણા પાઠશાળામાં અભ્યાસ કરવા ગયા. * અસંખ્ય દેવો જેને મેળવવા તલસી રહેલા છે, એ માનવભવ પામીને પણ જો ચારિત્ર લેવાનું મન આપણને ન થાય તો સમજવું : પુણ્યની મોટી ખામી છે. ગોપાળભાઈને આ વાત, પૂ. જીતવિજયજી મ.ના સંપર્કથી બરાબર સમાયેલી હતી. * મહેસાણામાં અભ્યાસ પછી દીક્ષાની ભાવનાપૂર્વક સામખીયારી, મનફરા, આધોઈ ઈત્યાદિ સ્થળોએ ધાર્મિક શિક્ષક તરીકે કામ કરીને ઓશવાળ સમાજને ધાર્મિક શિક્ષણ આપવાનું ભગીરથ કામ કર્યું. * માતાના એકના એક દીકરા હોવાથી દીક્ષા માટે જલ્દી રજા મળી નહિ. * પુત્ર પરથી મમત્વ હટાવી શાસનમાં મમત્વ લગાડે, તેવી માતાઓ ધન્ય છે. “મારા કુટુંબમાંથી એક રત્ન તો જૈન શાસનને મળવું જ જોઇએ.'' આવી ભાવનાવાળી માતાઓના કારણે આ વર્ષે અમને બે સાધુઓ મળ્યા. * લાકડીઆમાં બે ચાતુર્માસ કર્યા છે : સં. ૨૦૧૨, તથા ૨૦૨૮. પહેલું ચાતુર્માસ તો ખાસ ભણવાના [પૂ.પં.મુક્તિવિજયજી મ.પાસે ] ઇરાદે જ કરેલું. * ગોપાળભાઈનું સગપણ થયેલું હતું, પણ પછી વાગ્દત્તાને ચુંદડી ઓઢાડીને સગપણ ફોક કરેલું. પણ માની રજા હજુ મળી નહોતી. માતાના મંગળ આશીર્વાદ ૧૪૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #163 -------------------------------------------------------------------------- ________________ વિના લીધેલી દીક્ષા સફળ ન થાય. આવા કોઈ વિચારે તેમણે ઘણા વર્ષો સુધી વાટ જોઈ. ૩૬ વર્ષની ઉંમર થઇ ત્યારે આધોઈમાં એક બેનનો ઠપકો સાંભળવા મળ્યો. આધોઈમાં સાંજે પ્રતિક્રમણ પછી બેનોની પરસ્પરની વાતચીતમાં એક બેન બોલી ઊઠ્યા : ““આ માવડીઓ શું દીક્ષા લેવાનો ?” આટલા જ વાક્ય તેઓ સંયમ લેવા એકદમ ઉત્સુક થઈ ગયા. ૧૯૮૩માં પૂ. કનકસૂરિજી મ. પાસે દીક્ષા લઈ તેઓ મુનિ શ્રી દીપવિજયજી તરીકે પ્રસિદ્ધ થયા. * તેમને સ્તવનો – સજ્જાયો ખૂબ જ કંઠસ્થ હતા. લોકો તે સાંભળવા પડાપડી કરતા. એમના વ્યાખ્યાનમાં તે જમાનામાં વિદ્યાશાળા આખી ભરાઈ જતી. વ્યાખ્યાનમાં એમની સ્મૃતિ - શક્તિના અજબ-ગજબના ચમકારા જોવા મળતા. સમય તો એક સેકન્ડ પણ ન બગાડે. ચંડિલ-માત્રુ જતાં – આવતાં પણ સ્વાધ્યાય ચાલુ. ચૌદસનો ઉપવાસ તો જીવનમાં કદી નથી છોડ્યો. ઓપરેશન વગેરેમાં પણ નહિ. ફલતઃ ચૌદસે જ એમને સમાધિ આપી. અમે એ દિવસે ઉપવાસ ન કરવા ઘણું સમજાવ્યું, પણ ઉપવાસ ન મૂક્યો તે ન જ મૂક્યો. તપનો આટલો પ્રેમ હતો. ચાનું નામ નહિ ! રોજ એકાસણા ! આ તો અમારા સમુદાયની પરંપરા હતી. પૂ. દર્શનવિજયજી પણ એમની સાથે ઉપવાસ - આયંબિલ આદિ કરી લેતા. આઠમના દિવસે એમની પાસે એકાસણાનું પચ્ચખાણ લેતાં શરમ આવે. એમનો એક પ્રિય હો, જે પૂ. જીતવિજયજી મ. પાસેથી શીખેલા હતા ? નીચી નજરે ચાલતાં, ત્રણ ગુણ મોટા થાય; કાંટો ટળે દયા પળે, પગ પણ નવિ ખરડાય...” આના કારણે એમની ડોક જ ઝૂકી ગયેલી. બ્રહ્મચર્યની કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૪૩ Page #164 -------------------------------------------------------------------------- ________________ નવવાડોનું ઉત્કૃષ્ટ પાલન કરતા. | કચ્છ છોડીને બહાર જવાની એમની મુદ્દલ ઇચ્છા નહિ. છતાં લાભાલાભ જોઈ નવસારી [વિ.સં.૨૦૨૬] ચાતુર્માસ કર્યું. પાટ પરથી પડી જતાં ફ્રેકચર થયું. જેના કારણે છેલ્લા બે વર્ષ પાટ પર જ રહેવું પડ્યું. ઓપરેશનની અમે ના પાડી છતાં, નાનાલાલ ઘેલાભાઈના અતિ આગ્રહથી ઓપરેશન કરાવેલું. વિ.સં. ૨૦૨૯માં હું રાધનપુર દીક્ષા આપવા ગયેલો. પાછા વળતાં રસ્તામાં ચૈત્રીની ઓળી માટે ખૂબ જ વિનંતીઓ થઇ, પણ અમે ન સ્વીકારી, ઓળી પહેલા અમે આધોઈ આવી પહોંચ્યા. ચૈત્ર સુદ-૧૪ના તેઓશ્રીનો સ્વર્ગવાસ થઈ ગયો. તેઓ તો ગયા, પણ લાકડીઆમાંથી હવે કોણ તૈયાર થશે ? એમના ભત્રીજા કાન્તિલાલ દીક્ષિત બને તેમ હતા. આજે પંડિત તરીકે કલકત્તામાં છે, બ્રહ્મચારી છે, પણ દીક્ષા લઈ શક્યા નથી. ઓળી કરાવનાર કુબડીયા પરિવારમાંથી કોઈ તૈયાર થશે ? એક બહેન તથા એક ભાણેજ તો દીક્ષિત બન્યા છે. હવે એમના માર્ગે બીજા કોઈ આવશે ? સ્વ. પૂજ્યશ્રીનો ભક્તિયોગ પણ પ્રબળ હતો. આઠમ-ચૌદશના દિવસે નવા-નવા દેરાસરોમાં તેઓ ખાસ દર્શન કરવા જતા. અહીં પાલીતાણામાં ઘણા દેરાસર છે. આ નિયમનું પાલન કરજો. એક ચૈત્યવંદન સંઘ તરફથી પણ કરવું જોઈએ. ખામણામાં આ વાત આવે છે ને ? આ વાત મને આજે દાદાના દરબારમાં ખાસ યાદ આવી. જો કે, હું ચતુર્વિધ સંઘ તરફથી બધાને યાદ કરવાપૂર્વક દર્શન કરું છું. તમારાવતી મેં દર્શન કર્યા તો હવે તેની અનુમોદના કરજો. | નાના મુનિ પણ દર્શન કરી આવ્યા હોય તો મોટા આચાર્ય પણ તેની અનુમોદના કરે. ‘અદમવિ વંદાજે રૂાડું !' અનુમોદનાથી પુણ્યનો ગુણાકાર થતો જાય છે. - હરિભદ્રસૂરિ ત “શ્રાવક પ્રજ્ઞપ્તિમાં આ વાતનો ઉલ્લેખ છે. ૧૪૪ જે કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #165 -------------------------------------------------------------------------- ________________ આ બધું જીવનમાં ઉતારવા માટે છે. નવી પેઢીને આ વાતની કોઈ ખબર નથી. * પર્વતિથિએ નવા નવા દેરાસરોએ જવાની ટેવ, એમના કારણે અમારામાં પડી. * એક વખત પૂ. પં. ભદ્રંકર વિજયજી મ.એ કહ્યું : વિશેષાવશ્યક ભાષ્ય, નમસ્કાર નિયુક્તિમાં નવકારનું અદૂભુત વર્ણન વાંચીને થયું : ઓહ ! નવકાર આવો મહાન છે ! બધા સૂત્રો તો આપણે ક્યારે ભાવિત બનાવવાના ? એક નવકાર તો ભાવિત બનાવીએ ! નવકારને આત્મસાત્ કરનાર ભેદનયથી શ્રુતકેવળી કહેવાય. અભેદનયથી ૧૪ પૂર્વી શ્રુતકેવળી કહેવાય. * અત્યારે પૂ. દેવેન્દ્રસૂરિજીના ગુણાનુવાદ કર્યા, નવપદની ઢાળમાં જેની અનુપ્રેક્ષા કરીએ છીએ, તેવા ગુણોના એ સ્વામી હતા. * ઉત્તમ આલંબન મળવાથી, માહાભ્ય સાંભળવા મળવાથી અરિહંત, આચાર્ય આદિ પ્રત્યે આપણો આદર વધે છે. આદર વધતાં તેમના ગુણો આપણામાં સંક્રાન્ત થાય છે. સિદ્ધચક્રપૂજનમાં વિધિકાર જેમ આચાર્ય આદિની પૂજા કરે, પણ ઘણીવાર વંદન કરવા ન આવે, તેવું આપણે અહીં નથી કરવું. * અરિહંતાદિનું સ્વરૂપ સાંભળીને, પછી એ પદો આપણામાં ચિંતવવા જોઈએ. એમ થતાં આપણો આત્મા સ્વયં નવપદ બની જાય. પાણી જેવો સ્વભાવ છે, ધ્યાનનો. જ્યાં જાય તેવો આકાર પકડી લે. દૂધમાં પાણી નાખો તો પાણી દૂધ જેવું બની જાય. આમાં દૂધની શક્તિ કે પાણીની શક્તિ ? બન્નેની શક્તિ ! દૂધની જગ્યાએ પાણીને ગટરમાં નાખો તો ? દૂધમાં પાણીની જગ્યાએ પેટ્રોલ નાખો તો ? આપણે સૌ કર્મની સાથે દૂધ- પાણીની જેમ ભળેલા છીએ, કહ્યું કલાપૂર્ણસૂરિએ જે ૧૪૫ Page #166 -------------------------------------------------------------------------- ________________ આમાં કર્મની શક્તિ કે આત્માની ? જીવમાં ક્ષીર-નીરરૂપે પદાર્થ સાથે ભળવાની શક્તિ છે. હંસની ચાંચ દૂધ-પાણીને અલગ કરી શકે. નવપદનું ધ્યાન કર્મ-જીવને અલગ કરી શકે. કર્મ સાથે મળી જવાની શક્તિ હોય તો પ્રભુની સાથે મળી જવાની શક્તિ ન હોય તેમ શી રીતે બની શકે? કર્મ સાથે મળવાની શક્તિ તે સહજમળ છે. પ્રભુ સાથે મળવાની શક્તિ તે ધ્યાન છે. ઘણા પદાર્થો દિહાદિ] સાથે આપણે મળ્યા છીએ, પણ પ્રભુ સાથે કદી મળ્યા નથી. પ્રભુ સાથે મળવાની શક્તિ તથાભવ્યતાના પરિપાકથી મળે છે. તથાભવ્યતાનો પરિપાક કર્મ સાથે મળવાની શક્તિ તોડે, પ્રભુ સાથે જોડે. તથાભવ્યતાના પરિપાક પ્રમાણે આપણે પ્રભુને મળી શકીએ. પાણી દૂધ સાથે રહે ત્યાં સુધી તે દૂધ જ કહેવાય. અપેક્ષાએ જીવ પ્રભુ સાથે રહે ત્યાં સુધી તે પ્રભુ જ કહેવાય. ઉપાધ્યાય પદ : * ઉપાધ્યાય સૂત્રથી, આચાર્ય અર્થથી ભણાવે. ઉપાધ્યાય ભલે આચાર્ય નથી, પણ આચાર્યને અને ગણને સતત સહાયક બનતા રહે છે. રાજાના મંત્રી સમજી લો. ઉપાધ્યાય, આચાર્ય પાસે બાળક જેવા વિનીત બનીને ગ્રહણ કરે છે ને સાધુઓને આપે છે. ૫ x ૫ = ૨૫. ૨૫ X ૨૫ = ૬૨૫. આટલા ગુણોના ધારક ઉપાધ્યાય છે. કવાદી હાથીને હટાવવામાં ઉપાધ્યાય સિંહ સમાન છે. ગચ્છને ચલાવવામાં ઉપાધ્યાય તંભભૂત છે. | | ઉપાધ્યાય એટલે ચિત્કોશ ! જ્ઞાનનો ખજાનો ! ઉપાધ્યાય નવ ૧૪૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ. Page #167 -------------------------------------------------------------------------- ________________ પ્રકારની બ્રહ્મગુપ્તિથી ગુપ્ત હોય, T સ્યાદ્વાદશૈલીથી તત્ત્વોપદેશ આપનારા હોય, | રાજહંસની જેમ આત્મ-સરોવરમાં મગ્ન હોય. D વૃષભની જેમ ગચ્છનો ભાર ઉપાડનાર હોય. * વૃષભ જેવા સાધુઓથી સમુદાય શોભે. પૂ. પ્રેમસૂરિજીની સાથે વિહારમાં અમે જોયું. ૫૫-૬૦ ઠાણા હતા. રસ્તામાં ગામડામાંથી વૃષભ સાધુઓ રોટલા + ગોળ વહોરી લાવતા. અહીં તો ચારમાંથી પાંચ ઘડા લાવવાના હોય તો મોઢું ચડે. ખરેખર તો વ્યવસ્થાપકને કહી રાખવું જોઈએ : કંઈ પણ ખૂટે તો મને કહી દેવું ! બીજો કોઈ કામ નહિ કરે તો ....? એમ એની દયા વિચારવાની જરૂર નથી. મારું શું કર્તવ્ય છે ? તે જોવાનું છે. સાત ચક્રોના ધ્યાનનું ફળ મૂલાધારના ધ્યાનથી વાસના જાય, પ્રાકૃતિક ચેતનાનું ઉત્થાન થાય. સ્વાધિષ્ઠાનના ધ્યાનથી ભય, દ્વેષ, ખેદ જાય, અભય-અદ્વેષ-અખેદ પ્રગટે. મણિપૂરના ધ્યાનથી સંશય-વિચાર જાય, શ્રદ્ધા-વિવેક પ્રગટે. અનાહતના ધ્યાનથી સંકલ્પ-વિકલ્પ જાય, પ્રેમ પ્રગટે. વિશુદ્ધિચક્રના ધ્યાનથી મૂર્છા જાય, અદ્વૈત પ્રગટે. આજ્ઞાચક્રના ધ્યાનથી અહં-મમ ાય, નાહં ન મગજન્ય આનંદ પ્રગટે. સહસ્ત્રારના ધ્યાનથી શિવ-શક્તિનું મિલન થાય. કહ્યું કલાપૂર્ણસૂરિએ ૧૪૦ Page #168 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા ચૈત્ર વદ-૧ ૧૯-૪-૨૦૦૦, બુધવાર * દ્વાદશ - અંગ સક્ઝાય કરે છે. તીર્થનો ઉદેશ છે : મિથ્યાત્વીઓ મંદ મિથ્યાત્વી બને તેઓ ક્રમશઃ અપુનબંધક, સમ્યત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, કેવળજ્ઞાન, મોક્ષ આદિ પામે. | તીર્થ હંમેશાં જીતમાં છે. મોહ હંમેશા હારમાં છે. છ મહિને ઓછામાં ઓછો એક જીવ મોક્ષમાં અવશ્ય જાય. એક મહિને સર્વવિરતિ, ૧૫ દિવસમાં દેશવિરતિ અને ૭ દિવસમાં સમ્યત્વ પામે જ. આ ક્રમ અનાદિકાળથી ચાલુ છે. * ઉપાધ્યાય પાંચેય પ્રકારના સ્વાધ્યાયમાં સદા રમમાણ હોય. બારેય અંગ રટી-રટીને કંઠસ્થ હોય. આપણા જીવનમાં સ્વાધ્યાય કેટલો ? પ્રમાદ આપણા સમયને ખાઈ રહ્યો છે, તેમ લાગે છે ? મોક્ષ થવાનો છે, એમ જાણનારા તીર્થકર આદિ માટે તપ આદિ જરૂરી તો આપણા માટે કાંઇ જરૂરી નહિ? મોક્ષ એમને એમ મળી જશે? મોક્ષની ભૂખ લાગી છે ? ભૂખ લાગી હોય તેવો માણસ ભોજનની તપાસ કરે જ. તરસ્યો પાણી માટે તપાસ કરે જ. મોક્ષ માટેના ઉપાયો [જ્ઞાનાદિ માટે આપણે પ્રયત્ન નથી કરતા એનો ૧૪૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #169 -------------------------------------------------------------------------- ________________ અર્થ એ કે મોક્ષની રુચિ નથી. * મોક્ષ આપણી અંદર છે, ભગવાન આપણી અંદર બેઠા છે, પણ એ પામવાની તીવ્ર તાલાવેલી ન હોય ત્યાં સુધી એના દર્શન શી રીતે થઇ શકે ? દર્શન ન મળે એ બને, પણ એ માટે આપણને કાંઇ ખટકે નહિ, વિરહ લાગે નહિ, એ કેમ ચાલે? વિરહના અનુપાતમાં જ દર્શન મળશે. જેટલા પ્રમાણમાં વિરહ અનુભવશો તેટલા પ્રમાણમાં દર્શન કરી શકશો. જેટલી ભૂખ અનુભવશો તેટલું ભોજન પચાવી શકશો. * પ્રશ્ન : ““પારગ-ધારગ તાસ.' અહીં પહેલા “ધારકને પછી “પારક’ જોઈએ ને ? ઉત્તરઃ નહિ, જે છે તે બરાબર છે. કોઈપણ ગ્રન્થ પૂરો કર્યા પછી તમે એના પારક [ પાર પામી ગયેલા ] કહેવાઓ, પણ પછી શું કરવાનું ? એ ગ્રંથ ભૂલી જવાનો ? નહિ, એને ધારણ કરી રાખવાનો છે. આથી જ પહેલા પારગ અને પછી ધારગ. ઉપાધ્યાય ભગવંત બાર અંગના પારગ અને ધારગ હોય. આપણે પારગ-ધારગ બન્યા વિના જ આગળ વધ્યા કરીએ છીએ એટલે જ બધી ગરબડો થયા કરે છે. પાંચ પ્રતિક્રમણના સૂત્રોમાં પણ આપણે પારગ-ધારગ બન્યા ? સૂત્ર, અર્થ અને તદુભયથી એ સૂત્રો આત્મસાતુ થવા જોઈએ. પૂ. હરિભદ્રસૂરિના શબ્દોમાં કહું તો ઋત, ચિંતા અને ઠેઠ ભાવનાજ્ઞાન સુધી પહોંચી જવું જોઈએ. શ્રુતજ્ઞાન પાણી જેવું, ચિંતાજ્ઞાન દૂધ જેવું છે. ભાવના જ્ઞાન અમૃત જેવું છે. * આદાન-પ્રદાન બંધ થઈ જવાથી, વિનિયોગ બંધ થઈ જવાથી ધ્યાનાદિની ઘણી પરંપરાઓ બંધ થઈ ગઈ છે. હવે એ પરંપરા શી રીતે મેળવવી ? માટે જ બુદ્ધિમાનનું એ કામ છે : પોતાને જે ઉત્તમ પરંપરા મળી છે, તે આગળ ચલાવે, વાચનાદિ દ્વારા વિનિયોગ કરે. વિનિયોગ કરવાની જેનામાં શક્તિ હોય, તે બીજું બધું છોડીને કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૪૯ Page #170 -------------------------------------------------------------------------- ________________ એ જ કામ કરે. પાણી, ગોચરી વગેરેના કામ બીજા કરે, વિનિયોગનું કામ વિશિષ્ટ બુદ્ધિમાન સંભાળે, એમ સામાચારી પ્રકરણમાં પૂ. ઉપા. યશોવિજયજીએ લખ્યું છે. માટે જ વિનિયોગ માટે ના પાડતા ભદ્રબાહુસ્વામીને શ્રી સંઘે આગ્રહ કરીને સમજાવ્યા હતા. તમે પોતે જ ભણેલા હો, પછી પંડિત આદિની શી જરૂર પડે ? તમે સ્વયં ન ભણાવી શકો ? યુવાન સાધ્વીને યુવાન પંડિત પાસે મોકલવામાં જોખમો પણ છે, એનો ખ્યાલ કરજો. * અરિહંતને નમસ્કાર માર્ગ મેળવવા માટે. સિદ્ધોને નમસ્કાર અવિનાશીપદ મેળવવા માટે. આચાર્યોને નમસ્કાર આચારમાં નિષ્ણાત બનવા માટે, ઉપાધ્યાયોને નમસ્કાર વિનય માટે અથવા વિનિયોગ શક્તિ મેળવવા માટે, અને સાધુને નમસ્કાર સહાયતા ગુણ મેળવવા માટે છે. આટલા નમસ્કાર કર્યા, આપણે કેટલા ગુણો મેળવ્યા ? કેટલા ગુણ મેળવવાની ઝંખના જાગી ? * આ નિર્યુક્તિના પદાર્થો છે. ઉપયોગપૂર્વક પડિલેહણ કરતાં કે ઇરિયાવહિય ઇત્યાદિ કરતાં આજ સુધી અનંતા જીવો મોક્ષે ગયા છે. ઉપાધ્યાયમાં રહેલા બીજા ગુણો મળે કે ન મળે એક વિનયગુણ મળી જાય તોય કામ થઇ જાય. આપણી ચાલતી વાચના [ચંદાવિજ્ઝય પયત્ના પરની] માં વિનય જ મુખ્ય છે. પાંચ પદોના વર્ણન પછી એ જ વાચના ચાલશે. * પૂ. પં. ભદ્રંકરવિજયજી મ. બે કલાકમાં કેટલુંય બોલી જતા. શરૂઆતમાં હું લખવા પ્રયત્ન કરતો. હું લખું એ પહેલા તો તેઓ ક્યાંય પહોંચી જતા. પછી થયું : લખવાથી કામ નહિ થાય. બસ, તેમને આદરપૂર્વક સાંભળીએ. એમના પર કેળવેલા આદરથી પણ કામ થઇ જશે. ૧૫૦ × કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #171 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય પંન્યાસજીશ્રી પાસે ત્રણ વર્ષ રહેવાનું થયું. ઘણું-ઘણું જાણવા મળ્યું. * વિનય-ગુણ ઉપાધ્યાયમાં સિદ્ધ થયેલો હોય છે. જેમને જે ગુણ સિદ્ધ થઈ ગયો હોય, તેની સેવાથી, તેમના નમસ્કારથી પણ આપણને તે ગુણ મળી શકે, એમ પૂ. હરિભદ્રસૂરિજી કહે છે. * ઉપાધ્યાય ભગવંતની શિક્ષણ-શક્તિ એટલી પાવરફૂલ હોય કે પત્થર જેવા મૂરખ શિષ્યમાં પણ જ્ઞાનના અંકુરા ઉગાડી શકે. “મૂરખ શિષ્ય નિપાઈ જે પ્રભુ, પહાણને પલ્લવ આણે.” * ઉપાધ્યાય રાજકુમાર છે, ભાવિ રાજા છે. એટલે કે ભાવિ આચાર્ય છે. ઉપાધ્યાયની વાણી મધુર અને શીતલ હોય છે. તાપથી સંતપ્ત હોઈએ ત્યારે ચંદન મળે તો ? આજના જેવું ચંદન નહીં, પણ બાવના ચંદન મળે તો ? બાવના ચંદન એટલે બાવન મણ ઉકળતા તેલમાં ચંદનનો એક નાનો ટૂકડો મૂકવામાં આવે તો પણ એ શીતલ બની જાય, માટે જ એ બાવના ચંદન કહેવાય. તેમ સંસારના તાપથી તપેલા જીવોને એવી મધુરવાણીથી ભીંજવે કે એના બધા જ અહિત-તાપ ટળી જાય. પ્રશ્ન : તપમાં સ્વાધ્યાય આવી જવા છતાં “તપ સક્ઝાયે રત સદા” એમ કેમ લખ્યું ? ઉત્તર : સ્વાધ્યાયની મુખ્યતા બતાવવા માટે. સ્વાધ્યાય ઉપાધ્યાયનો શ્વાસ હોય. * સૂત્ર અધૂરું મૂકી દઈએ તો પાર ન પહોંચી શકીએ. ઉપાધ્યાય ભગવંત પાર પહોંચેલા હોય, એટલે જ તેઓ “પારગ” કહેવાય. વળી તેને ધારણ કરનાર તેઓ “ધારગ” પણ છે. પારગધારગ બને તે જ ધ્યાતા બને. પૂ. ઉપા. યશોવિજયજીએ ઉપાધ્યાયનો એક અર્થ આ પણ કર્યો છે : ઉપ = સમીપમાં .. આ = ચારે બાજુથી કહ્યું ક્લાપૂર્ણસૂરિએ જ ૧૫૧ Page #172 -------------------------------------------------------------------------- ________________ ધ્યાય = સૂત્રાર્થનું ધ્યાન ચિંતન કરે તે. [ ઉપ + આ + ધ્યાય = ઉપાધ્યાય.] ઉપાધ્યાય. * ઉપાધ્યાય ભગવંત ‘જગબંધવ - જગભ્રાતા' છે. - બંધુ કરતાં ભાઇ વિશેષ છે. સંકટમાં બીજા બધા ખસી જાય, ત્યારે પણ ભાઇ પાસે રહે છે. ઉપાધ્યાય ભગવંત જગતના બંધુ જ નથી, ભાઇ [ભ્રાતા] પણ છે. સાધુપ * ગોચરીમાં મનગમતી વસ્તુ મંગાવીએને ? અહીં તો બધા જ ગુણો મનગમતા છે. એકેય ગુણ છોડવા જેવો નથી. હું એ પીરસી રહ્યો છું. તમે એ ગુણ લેશો ને ? * સાધુ ભગવંતમાં દયા અને દમ જોરદાર હોય. પોતાના નિમિત્તે કોઇપણ જીવને કાંઇ પણ પીડા થાય તો તેમનું હૈયું દ્રવી ઊઠે. આવા હૃદયમાં જ દયા પ્રકટે. દયાનું પાલન અજિતેન્દ્રિય ન કરી શકે, માટે પછીનો ગુણ છે ઃ દમ. * સાકરનો એક દાણો એવો ન હોય, જેમાં મીઠાશ ન હોય. તેમ એક સાધુ એવો ન હોય, જેમાં સમિતિ - ગુપ્તિ ન હોય. સમિતિગુપ્તિ ન હોય તો સમજવું : આપણે સાધુ નથી. મીઠાશ ન હોય તો સમજવું : આ સાકરનો દાણો નથી, મીઠાનો દાણો હોઇ શકે ! આપણે આવા સાધુ બનવાનું છે. ન બન્યા હોઇએ તો પોતાના આત્માને એ રીતે શીખામણ આપવાની છે. શુદ્ધ દયાના પાલન માટે તો આપણે સાધુપણું સ્વીકાર્યું છે. એ દયા જ આપણા હૃદયમાં ન હોય તો સાધુપણું ક્યાં રહ્યું ? દરેક પ્રવૃત્તિ કરતાં વિચારો : હું સમિતિ-ગુપ્તિનું ખંડન નથી કરતો ને ? દયા- ધર્મથી ચુત નથી થતો ને ? * સમિતિના પાલનમાં કચાશ હોય તો ગુપ્તિનું પાલન સમ્યગ્ ન બની શકે. ઘણા મારી પાસે આવે છે ને કહે છે : મૌનની પ્રતિજ્ઞા આપો. ૧૫૨ ♦ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #173 -------------------------------------------------------------------------- ________________ શાની પ્રતિજ્ઞા ? ખાલી મૌન રહેવાનું ? મૌન રહીને કરશો શું ? અબોલા રાખનારા પણ મૌન હોય છે. માત્ર મૌનની થોડી કિંમત છે ? વૃક્ષો અને પત્થરો પણ મૌન છે. એવું મૌન તો એકેન્દ્રિયમાં ઘણુંય પાળ્યું છે. પૂ. ઉપા. મ. કહે છે : આપણા યોગોની પુદ્ગલમાં પ્રવૃત્તિ ન થવા દેવી તે ઉત્કૃષ્ટ મૌન છે. ચાર શરણનો ચાર કષાય ટાળવા માટેનો સંદેશ અરિહંત ઃ ક્રોધને છોડી ક્ષમાશીલ બનો. જુઓ. મેં મારા જીવનમાં દુશ્મનો તરફ પણ ક્રોધ કર્યો નથી. સિદ્ધ : માન છોડી નમ્ર બનો. નાનાને પણ બહુમાન ભાવથી જુઓ. હું નિગોદના જીવને પણ મારો સાધર્મિકબંધુ ગણું છે. સાધુ ? માયા છોડી સરળ બનો. સરળ હોય છે તે જ સાધુ બને છે ને તેની જ શુદ્ધિ થાય છે. ધર્મ : લોભ છોડી સંતોષી બનો. હું જ પરલોકમાં ચાલનાર વાસ્તવિક ધન છું. મને જે અપનાવશે તે સંતોષી બનશે. કહ્યું, લાપૂર્ણસૂરિએ જ ૧૫૩ Page #174 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા ચૈત્ર વદ-૨ ૨૦-૪-૨૦00, ગુરુવાર * રોગ, શોક, આધિ, ઉપાધિઓને નિવારણ કરવાનું સામર્થ્ય સિદ્ધચક્રમાં છે. જિનશાસન સિદ્ધચક્રમય છે. માટે જ સિદ્ધચક્રને વર્ષમાં બે વાર યાદ કરીએ જ છીએ. નાનકડા પણ ગામમાં આયંબિલની ઓળીઓ થાય. ત્યાં ગવાતી પૂજાની ઢાળો વગેરે કેટલી રહસ્યપૂર્ણ છે ? તે પર આપણે વિચારણા કરી રહ્યા છીએ. | * પરભવમાં આપણે કેવા બનવાનું છે ? તેની ઝલક આ ભવમાં આપણને મળે છે. કાળીયો કસાઈ નરકમાં જવાનો હતો. એટલે તેને અંત સમયમાં વિષ્ઠાનો લેપ, કાંટાની શયા વગેરે જ ગમવા માંડેલું. નરકની આછેરી આ ઝલક હતી. આપણા આગામી ભવની ઝલક અહીં ક્વી દેખાય છે ? કઈ સંજ્ઞા વધુ જોર કરે છે ? ક્યો કષાય વધુ છે? આહાર સંજ્ઞા વધુ રહેતી હોય તો તિર્યંચગતિની ઝલક સમજવી. મૈથુન સંજ્ઞા માનવીની, ભય સંજ્ઞા નરકની, પરિગ્રહ સંજ્ઞા દેવગતિની ઝલક કહે છે. પણ એની પાછળ રૌદ્રધ્યાન જોડાઈ જાય તો ગતિ બદલાઈ જાય, પરિગ્રહ સંજ્ઞામાં આસક્ત મમ્મણ અને મૈથુન સંજ્ઞામાં આસક્ત બ્રહ્મદત્ત ૭મી નરકે ગયા છે. સંજ્ઞા એટલે ગાઢ આસક્તિ ! ઊંડા સંસ્કાર ! પ્રભુની કૃપાથી ૧૫૪ જે કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #175 -------------------------------------------------------------------------- ________________ જ એનાથી મુક્ત બની શકાય. સિદ્ધચક્રની આરાધના સંજ્ઞાની પક્કડમાંથી છૂટવા માટે જ છે. સિદ્ધચક્રમાં સાધ્ય, સાધક અને સાધના બધું જ છે. અરિહંત, સિદ્ધ સાધ્ય છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સાધક છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ સાધના છે. આપણું પરંપર સાધ્ય અરિહંત, સિદ્ધ ભલે હોય, પણ વર્તમાનમાં સાધુપણું અનંતર સાધ્ય છે. સાચું સાધુપણું આવી જાય તો સાચા સાધક બની શકીએ. સાચો સાધક બને તે સાધ્ય મેળવે સમતા, સહાયતા ને સહનશીલતા દ્વારા સાચું સાધુપણું આવી શકે. તમારામાં આ ત્રણેય છે ને ? મને તો લાગે છે કે છે. તમારામાં કેવી સમતા છે ? કેવા શાંત બેઠા છો ? પરસ્પર કેટલી સહાયતા કરો છો ? કોઇપણ નવો વાચના માટે આવ્યો એટલે તરત જ જગ્યા કરી આપો છો. બીજા સમુદાયવાળાને તો તરત જ આગળ બેસાડો છો. સહન કરીને પણ બીજાને આગળ કરો છો. મારું આ બધું ખોટું નથી ને ? * દુનિયાના બધા જ જીવોને સમજાવવું સહેલું છે, એક માત્ર પોતાના આત્માને સમજાવવું મુશ્કેલ છે. દીવો બીજાને પ્રકાશ આપે, પણ તેની નીચે જ અંધારું ! દૂર પર્વત બળતો દેખાય છે, પણ પગ નીચે આગ દેખાતી નથી. હજારોને તારવાની શક્તિ હોવા છતાં સ્વ-આત્માને ન તારી શકીએ તો શા કામનું ? બધાનું પેટ ભરાઈ જાય, પણ પોતાનું જ પેટ ન ભરાય તો ? * સંસારના દાવાદળને શમાવવામાં સમર્થ એક માત્ર જૈન પ્રવચન છે. સાધુ એ શમાવી શકે. કારણ કે એમને જૈન પ્રવચન મળ્યું છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી કહે છે કે તેમને અમે અંજલિબદ્ધ પ્રણામ કરીએ છીએ, તેમની અમે ઉપાસના કરીએ છીએ, કહ્યું કલાપૂર્ણસૂરિએ છે ૧પપ Page #176 -------------------------------------------------------------------------- ________________ જેમણે પોતાના આત્માને જૈન પ્રવચનોથી ભાવિત બનાવ્યો છે. સાધુ જ આ વિષય-કષાયમય દાવાનલને શમાવી શકે છે. પ્રશ્ન : વિષય-કષાય બન્નેમાંથી ભયંકર કોણ ? ઉત્તર : વિષય વધુ ભયંકર. વિષયની - કામનાની પૂર્તિ નહિ થવાથી જ જીવ કષાયમાં સરકી પડે છે. “ને અને તે મૂઢટાળે, जे मूलठाणे से गुणे" – આચારાંગ સૂત્ર * આપણે આ બધું સાંભળીએ છીએ ખરા, પણ સાધના પછી પર મૂલતવી રાખીએ છીએ. ભૂખ અને તરસ શમાવવા આહાર-પાણી માટે કેવી ઉતાવળ કરીએ છીએ ? તેવી શોધ, સાધના માટે કદી કરી ? * ચૈત્રી ઓળી અહીં પૂર્ણ થઇ. અહીં જ રહેવાનું એટલે અહીંથી જ ગોચરી - પાણી લેવા, એવું નહિ કરતા. ૨૦ વર્ષ પહેલા તો અમે ઠેઠ ગામમાંથી ગોચરી લાવતા હતા. * મુનિ એટલે કરુણાસિબ્ધ ! દીક્ષા લીધી ત્યારથી કુટુંબ ભલે છોડ્યું, પણ આખા વિશ્વને કુટુંબ બનાવ્યું. કોઈની સાથે કાંઈ લેવા-દેવા નહિ, “હું મારું કરું,” એવી વૃત્તિ ન ચાલે. સર્વજીવો સાથે કરુણાપૂર્ણ જીવન જીવવાનું છે. સર્વ જીવો સાથે કરુણાપૂર્ણ જીવન ! નિરંતન કરે આત્મામાં રમણ... ! એનું નામ શ્રમણ...! * કોઈ શક્તિ કે લબ્ધિ પ્રગટેલી હોય, લોકો બિરૂદાવલી બોલાવતા હોય, પણ મુનિ તેનાથી ફૂલાઈ ન જાય. અંતરથી નિર્લેપ રહે. આ બધી ઢાળો કંઠસ્થ કરશો તો કમ સે કમ એટલો ખ્યાલ આવશે : મારે કેવા બનવું છે ? આ ઢાળોમાં આપણા શુદ્ધ સાધુ જીવનનો નકશો છે. અહીં જેવી કરણી હશે, તેવી ગતિ, પરલોકમાં મળશે. ૧૫૬ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #177 -------------------------------------------------------------------------- ________________ બને મુનિ એક સમાન દેવલોકમાં ગયા. પણ એક ઇન્દ્ર જેવો - સામાનિક દેવ બન્યો. જ્યારે બીજો અલ્પઋદ્ધિવાળો સેવક દેવ [કિલ્બીષિક બન્યો. આનું કારણ શું ? સાધનામાં તફાવત ! આપણી હીન સાધના ઉચ્ચગતિમાં લઇ જશે, એવા ભ્રમમાં રહેશો નહિ. * સતત શુભધ્યાન કદાચ આપણે ન રાખી શકીએ, પણ સતત શુભ લેશ્યા જરૂર રાખી શકીએ. ધ્યાન તો અન્તર્મુહૂર્ત સુધી જ રહે, પણ લેશ્યા સતત રહે. ધ્યાન ચાર જ છે. જ્યારે લેશ્યા છ છે. અશુભધ્યાનથી અશુભ લેશ્યા પ્રબળ બને. શુભ ધ્યાનથી શુભ લેશ્યા પ્રબળ બને. ધ્યાન દ્વારા શુભ લેશ્યાને પ્રબળ બનાવવાની છે. શુભ ધ્યાન અને શુભ લેગ્યામાં પ્રયત્ન નહિ કરીએ તો અશુભ ધ્યાન અને અશુભ લેશ્યા તો ચાલુ જ છે. લેશ્યા ૧૩મા ગુણઠાણે જાય, પણ ધ્યાન ૧૪મા ગુણઠાણા સુધી રહે. * ઋષાયા સાર્વત્તિ, યવક્ષાજ્યાદ્રિતાડિતાઃ | तावदात्मैव शुद्धोऽयं भजते परमात्मताम् ॥ - યોગસાર ક્ષમા આદિથી કષાયાદિને જેમ જેમ હટાવતા જાવ તેમ તેમ ધ્યાન અને લેણ્યા શુભ થતા જાય. ક્ષમા વગેરે વધતા જાય તેમ તેમ ક્રોધાધિ હટતા જાય, વીર યોદ્ધો બાણોનો મારો ચલાવતો જાય ને શત્રુસૈન્ય ખસતું જાય તેમ. ભગવાનનું પ્રતિબિંબ તમારા મન પર પડે, પણ ક્યારે ? મલિન નહિ, નિર્મળ મન પર પડે. મનને શુભ્ર બનાવવા કષાયાદિ હટાવવા જરૂરી છે. આપણે કષાયોને હટાવવા પ્રયત્ન કરીએ, પણ કષાયો એમ આપણને શાના છોડે ? ફરી તેઓ એકઠા થઈને હુમલો કરે. ચેતના કહ્યું કલાપૂર્ણસૂરિએ જે ૧૫૦ Page #178 -------------------------------------------------------------------------- ________________ હારી જાય, અંદર પડેલું પ્રભુનું પ્રતિબિંબ ધૂંધળું બની જાય, જતું રહે. માટે જ કષાયોનો સંપૂર્ણ ક્ષય ન થાય ત્યાં સુધી ભરોસો કરવા જેવો નથી. * “તપ-તેજ દીપે, કર્મ જીપે, નૈવ છીપે પર ભણી.” તપના તેજથી દીપતા મુનિ કર્મને જીતી શકે. તપ વિના કર્મો - કષાયો જીતી શકાય તેમ નથી. આવા મુનિ સંસારમાં ક્યારેય લલચાતા નથી. સાધુપણું મળી જ ગયું છે, મુંડન કરી જ નાખ્યું છે તો આવા સાચા મુનિ શા માટે ન બનવું ? * “બાહ્યતપની મારે કોઈ જરૂર નથી. મને આત્મા મળી ગયો છે. એવું વિચારી વ્યવહાર કદી છોડતા નહિ. નહિ તો ઉભયભ્રષ્ટ બની જવાશે. નિશ્ચય મળશે નહિ ને વ્યવહાર ચાલ્યો જશે. નિશ્ચયદષ્ટિ હૃદયમાં ધરવાની છે. વ્યવહાર દૃષ્ટિ આચરણમાં લાવવાની છે. તો જ મુક્તિના મુસાફર બની શકાશે. “નિશ્ચય દષ્ટિ હૃદયે ધરીજી, જે પાળે વ્યવહાર; પુણ્યવંત તે પામશેજી, ભવ-સમુદ્રનો પાર * “જિમ તરફૂલે.” ભમરો ફૂલને જરાય પીડા ન થાય, તેમ રસ ચૂસે તેમ મુનિ ગોચરી વહોરે. કોઇને લાગે જ નહિ કે મહારાજ મારે ત્યાંથી વહોરી ગયા. કદાચ આવા ક્ષેત્રમાં આવી નિર્દોષ ગોચરી શક્ય ન હોય તોય યથાશક્ય દોષોનો પરિહાર કરવો જોઈએ. | * તિથિના દિવસે કેળામાં ઓછો દોષ હોવા છતાં મગ આદિ વપરાય છે, તેમાં આસક્તિ ન થાય તે કારણ છે. તે જ રીતે ભાતાખાતાનું નિર્દોષ હોવા છતાં આસક્તિના કારણે પૂ. કનકસૂરિજી ૧૫૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #179 -------------------------------------------------------------------------- ________________ વર્જિત ગણાવતા. * “હે છ જવનિકાયના જીવો ! આજથી હું તમને પીડા આપીશ નહિ, અપાવીશ નહિ. પીડાકારકને અનુમોદીશ નહિ.” આવી પ્રતિજ્ઞા સભા વચ્ચે લઇને આપણે સાધુ બન્યા છીએ. હવે જો છ જીવ નિકાય પ્રતિ આપણી દયા ચાલી ગઈ તો આપણી પાસે રહ્યું શું ? કરુણા તો આપણું ધન છે. એ ગઈ એટલે આપણે નિર્ધન બની ગયા. પૂ. ઉપા. મ.ના ચાબખા સાંભળવા જેવા છે : “નિર્દય હૃદય છકાયમાં, જે મુનિ વસે પ્રવર્તે રે; ગૃહીયતિ લિંગથી બાહિરા, તે નિર્ધન ગતિ વર્તે રે.' * સાધુઓ સ્વયં તીર્થરૂપ છે. તીર્થની જેમ લોકો સાધુઓના દર્શન કરવા આવે છે. “ધૂનાં વર્શ પુષ્ય, તીર્થમૂતા દિ સાધવઃ ' આવા સાધુઓને નમન કરવાનું મન ક્યારે થાય ? પૂર્વના કોઈ પુણ્ય જાગ્યા હોય તો જ. * “સોનાણી પરે પરીક્ષા દિસે.” સોનાને જેમ જેમ તપાવો તેમ તેમ વધુને વધુ ચમકે, સાધુની તમે પરીક્ષા કરો તો વધુને વધુ નિખરે. આવા સાધુઓ આ કાળમાં ન દેખાય તો દેશ-કાળ પ્રમાણે સાધના કરતાં સાધુઓમાં ગૌતમસ્વામીનું દર્શન કરજો. * “અપ્રમત્ત જે નિત્ય રહે.” જે નિત્ય અપ્રમત્ત રહે, અનુકૂળતામાં હરખાય નહિ, પ્રતિકૂળતામાં કરમાય નહિ, એવો આપણો આત્મા જ નૈશ્ચયિક દષ્ટિએ સાધુ છે. કહ્યું કલાપૂર્ણસૂરિએ ક ૧૫૯ Page #180 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા ચૈત્ર વદ-૩ ૨૧-૪-૨૦૦૦, શુક્રવાર સ્થાન : શ્રીમતી નાંગલબેન મણસી લખધીર કારિયા મનફરા, હોલ ખીમઈબેન ધર્મશાળા વાચના : ચંદાવિન્ઝય પન્ના परमत्थंमि सुदिट्टे, अविणठेसु तव संजयगुणेसु । लब्भइ गई विसिट्ठा, सरीर-सारे विनठेवि ॥८५।। * આ શાસનને પામીને કેટલાક આત્માઓ તે જ ભવે મોક્ષમાં પહોંચી ગયા. કેટલાક મોક્ષની યાત્રા પર નીકળી પડ્યા. રસ્તામાં દેવ-મનુષ્યાદિ ગતિમાં વિસામો લેવા બેઠા. મુક્તિમાર્ગે ચાલનારા જીવોની આ વિશિષ્ટતા હોય છે. પૂર્વમાં સાધના કરેલી હોય, અને ન કરેલી હોય, બન્નેના સંસ્કારમાં ફરક પડી જવાનો. કોઈ શીઘગતિએ મોક્ષમાર્ગે ચાલે, કોઈ મંદગતિએ ચાલે, આંબાના ઝાડ પર કેરી ખાવા પોપટ પણ જાય, કીડી પણ જાય. બને પાસે પોત-પોતાની ગતિ છે. મોક્ષમાર્ગે કોઈ કીડી વેગે ચાલે કોઈ પક્ષી વેગે ચાલે. પણ બન્નેનું પ્રણિધાન સિંકલ્પ] દઢ હોવું જોઈએ. પ્રણિધાનમાં કચાશ હોય તો કદી પણ ધ્યેય મળી શકે નહિ. * ભગવાન શરીર રૂપે ભલે અનુપસ્થિત છે, પણ આત્મારૂપે ૧૬૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #181 -------------------------------------------------------------------------- ________________ તો સિદ્ધશિલામાં છે જ. ત્યાંથી પણ ઉપકારની હેલી વરસાવી જ રહ્યા છે. સૂર્ય ભલે દૂર હોય, પણ પ્રકાશરૂપે અહીં જ છે ને ? ભગવાન ભલે દૂર હોય, પણ પ્રભાવરૂપે અહીં જ છે. તમારા હૃદયમાં ભાવ હોય તો ભગવાન દૂર નથી. ભાવને ક્ષેત્રની દૂરી નડતી નથી. ભગવાન ક્યાં છે તે ન પૂછો. તમે ક્યાં છો તે પૂછો. જમાલિ નજીક હતો. સુલસા દૂર હતી. છતાં જમાલિ માટે ભગવાન દૂર હતા. સુલસા માટે ભગવાન નજીક હતા. આપણે ભગવાનની શક્તિ ઓળખી શકતા નથી. કારણ કે આપણી ભૂમિકા નિર્મળ બની નથી. ભૂમિકા નિર્મળ બને તો ભક્તામર જેવા સ્તોત્રોમાંથી પણ ભગવાનનો પ્રભાવ પડે-પદે જોવા મળે. ટેલીફોન જેવા જડ પદાર્થો દ્વારા પણ જે દૂર રહેલા માણસો સાથે સંબંધ જોડી શકાતો હોય તો ભક્તિદ્વારા કેમ ન જોડાય ? દીપક પોતાનો પ્રકાશ બીજાને આપી શકે છે. એક દીવામાંથી હજારો દીવા પ્રગટે છે. તો ભગવાન બીજાને ભગવાન કેમ ન બનાવી શકે ? પણ એક શરત : કોડિયું, તેલ, વાટ તૈયાર જોઇએ. વધુમાં કોડિયાએ બળતા દીપકની પાસે જવું જોઈએ, ઝૂકવું જોઈએ. ઝૂકે નહિ તો કામ ન થાય, મારી પાસે કોડિયું છે, તેલ છે, વાટ, છે, હવે મારે કોઈ પાસે જવાની શી જરૂર છે ? ઝૂકવું શા માટે ? આમ માનીને કોડિયું દીવા પાસે ન જાય, ન ઝૂકે તો જ્યોત કદી પણ પામી શકે નહિ. - * પાંચ જ્ઞાનમાં શ્રેષ્ઠ જ્ઞાન કયું? કેવળજ્ઞાન વિના મોક્ષ ન થાય, માટે એ મહાન છે, પણ એ કેવળજ્ઞાન મળે શી રીતે ? એના માટે શ્રુતજ્ઞાન જોઇએ. શ્રુતજ્ઞાનની એક વિશેષતા છે. એનું આદાનપ્રદાન થઈ શકે. કેવળજ્ઞાનનું આદાન-પ્રદાન ન થઈ શકે. * આગમોનું લીસ્ટ પફિખસૂત્રમાં બોલીએ છીએ તે માત્ર બોલવા માટે કે વાંચવા માટે ? ગોચરીમાં માત્ર નામો ગણી જઈએ કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૧૦૧ Page #182 -------------------------------------------------------------------------- ________________ તો ચાલે ? * આપણી ગતિ કીડીની કે પોપટની ? પ્રશ્ન : ગતિ ચાલુ થઈ ગઈ તોય મોટી વાત છે. ઉત્તર : ગતિ ચાલુ થઈ જ ગઈ છે. તો જ તમે દીક્ષા લીધી છે. એમને એમ ઘર-સંસાર છોડીને તો નથી જ આવ્યા. * મને થાક નથી લાગતો. હું ભગવાનનો સેવક બનીને બોલું છું. તમારામાંથી એક પણ ન સમજે તો પણ હું નિરાશ ન થાઉં. કારણ કે હું તો લાભમાં જ છું. “બ્રુવતોડનુહબુદ્ધય વસ્તુસ્તુ પછાત્તતો. દિત| '” અનુગ્રહ બુદ્ધિથી બોલનારને એકાંતે લાભ જ છે, એમ કહેતા ઉમાસ્વાતિ મહારાજનો અમને સધીયારો છે. * આપણે જો દિવસમાં મનને ૩૦ મિનિટ પણ સંકલેશ રહિત બનાવી શકીએ તો એ ૩૦ મિનિટ પણ મુક્તિ માર્ગ તરફનું પ્રયાણ બની રહેશે. રોજ ઊંચા-ઊંચા પગથીયા ચડીને દાદાની યાત્રાએ જઈએ છીએ તો આટલી સાધના નહિ કરીએ ? આપણે સિદ્ધિ માંગીએ છીએ, પણ સાધના નથી માંગતા. સાધના વિના સિદ્ધિ શી રીતે મળે? તૃપ્તિ માંગીએ પણ ભોજન ન માંગીએ તો ? ભોજન વિના તૃપ્તિ થવાની? * આપણી મન-વચન-કાયાની પ્રવૃત્તિ કમ સે કમ આપણાથી તો અજ્ઞાત નથી જ. આપણી જાત માટે તો કમ સે કમ આપણે સર્વજ્ઞ જ છીએ. એનું બરાબર નિરીક્ષણ કરીએ ને એને દિશા આપતા રહીએ તો પણ કામ થઈ જાય. આત્મ-નિરીક્ષણ એક દર્પણ છે, જેમાં પોતાની જાતને જોવાની છે. આગમ દ્વારા પણ આત્મનિરીક્ષણ કરવાનું છે. તો જ સાચી દિશા દેખાશે. કોઈ માન-સન્માન વધારે આપે તો ફૂલાઈ નહિ જતાં. આત્મનિરીક્ષણના આ આરીસામાં તમારામાં રહેલા ડાઘા જોતા રહેશો તો તમે ફૂલણજી નહિ બની શકો. કોઈ નિંદા કરે તો નારાજ પણ નહિ બની શકો. ૧૬૨ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #183 -------------------------------------------------------------------------- ________________ * ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂળ, છ છેદગ્રંથ, દસ પન્ના , નંદી અને અનુયોગ - આ ૪૫ આગમ છે. દસ પન્નામાં ચંદાવિઝય પયત્નો પણ આગમ છે. નાનકડો આ ગ્રંથ આપણે કંઠસ્થ ન કરી શકીએ ? કંઠસ્થ કરીએ તો એ આરીસાનું કામ કરશે. * ભગવાનના કહેલા એક શ્લોકમાં, અરે એક નવકારમાં આખો મોક્ષમાર્ગ છૂપાયેલો છે, જે આપણે એને આત્મસાત્ બનાવીએ. “વુડ્ઝ યુન્ન વંડોલિમા !” આટલા વાક્યથી ચંડકૌશિક પ્રતિબોધ પામેલો. 'समयं गोयम मा पमायए.' આટલું પણ વાક્ય યાદ રહી જાય, પ્રતિપળે, તો કામ થઈ જય. * ગુણની દૃષ્ટિએ શ્રેષ્ઠ વળજ્ઞાન. શ્રુતજ્ઞાનનું પણ લક્ષ્ય છે : કેવળજ્ઞાન. પણ શ્રુતજ્ઞાન કારણ છે. કેવળજ્ઞાન કાર્ય છે. વજન કારણ પર આપવાનું હોય. કારણ આવશે તો કાર્ય ક્યાં જવાનું ? ભોજન આવશે તો તૃપ્તિ ક્યાં જવાની ? શ્રુતજ્ઞાન આવશે તો કેવળજ્ઞાન ક્યાં જવાનું ? શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને તાણી લાવશે. શ્રુતજ્ઞાન વિના કોઈ કેવળજ્ઞાન પામી શકે નહિ. મરુદેવી માતા પણ ૪ થા ગુણઠાણે સમ્યગ્દર્શન પામ્યા ત્યારે શ્રુતજ્ઞાન મળ્યું જ હતું. કેવળજ્ઞાન પછી જ મળ્યું. * સમ્યગદષ્ટિ માટે તો કરાન, વેદ, મહાભારત, રામાયણ વગેરે મિથ્યાશ્વત પણ સમ્યગુ બની જાય. દષ્ટિમાં “સમ્યગુ” આવવું એ જ મુખ્ય વાત છે. જ્ઞાનના એકાવન ખમાસમણમાં મિથ્યાશ્રુતને પણ ખમાસમણું આપ્યું છે. એમાં રહેલું ‘મિથ્યાત્વ” ત્યાજ્ય છે, જ્ઞાન નહિ. * ૧૪ પૂર્વીને જ કેવળજ્ઞાન થાય, એવું ખરું ? માલતુષ મુનિ પણ કેવળજ્ઞાન મેળવી શકે અને ચૌદપૂર્વી પણ નિગોદમાં જઈ શકે. માટે જ કહું છું : જ્ઞાન ભલે થોડું હોય, પણ ભાવિત બનેલું કહ્યું કલાપૂર્ણસૂરિએ ૧૪૩ Page #184 -------------------------------------------------------------------------- ________________ હોવું જોઇએ. * મરુદેવી માતાની અનિત્ય ભાવના ઊંડાણથી સમજવા જેવી છે. બધું અનિત્ય છે તો નિત્ય કોણ ? નિત્યતત્ત્વ અંદર હોવું જ જોઈએ. એ નિત્ય આત્મતત્ત્વ પામવાની તીવ્ર તાલાવેલી જ તેમને કેવળજ્ઞાન તરફ દોરી ગઈ. પ્રભુને જોઈ તેમને પોતાની અંદર રહેલા નિત્ય પ્રભુ દેખાયા. * એક બાજુ ૧૪ પૂર્વનું જ્ઞાન ને બીજી બાજુ ભાવિત બનેલું માત્ર અષ્ટપ્રવચન માતાનું જ્ઞાન-બને સમાન કહ્યા છે. આવી બધી વાતોનો અવળો અર્થ લઈને ભણવાનું બંધ નહિ કરી દેતા. ભાવના જ્ઞાન પણ ક્યારે આવે ? એની પૂર્વ ભૂમિકામાં ચિંતાજ્ઞાન જોઈએ. એ પણ ક્યારે આવે ? એની પૂર્વભૂમિકામાં શ્રુતજ્ઞાન જોઇએ. માટે જ શ્રુતજ્ઞાન પર આટલું મહત્ત્વ આપવામાં આવે છે. * ચંદાવિય પન્નામાં વિનય, શિષ્ય, આચાર્ય (ગુરુ) આદિનું વર્ણન કર્યું. હવે જ્ઞાનદ્વાર ચાલે છે. આત્માને ઓળખાવનાર જ્ઞાન છે. તમે શરીર નથી, જડ નથી તમે જ્ઞાનમય આત્મા છો. શરીર બળી જશે, જ્ઞાન નહિ બળે. * ભગવાનના દ્રવ્ય, ગુણ-પર્યાયના ચિંતન વિના શુદ્ધ આત્મદ્રવ્યનું, ગુણ-પર્યાયનું ચિંતન આવી શકે નહિ. જન્મથી જ બકરાના ટોળામાં રહેલો સિંહ, બીજા સિંહને જોયા વિના કે તેના ચિત્રને જોયા વિના પોતાનું સિંહપણું કઈ રીતે જાણી શકે ? કેટલાક પોતાનું શુદ્ધ આત્મદ્રવ્ય “કરણ' [બીજના ઉપદેશ) થી જાણે. કેટલાક “ભવન'થી સિહજપણે જાણે. જોકે “ભવન'માં પણ પૂર્વભવમાં ઉપદેશ કારણ તો ખરું જ. * તમે હૃદયમાં માત્ર આરાધકભાવ પ્રગટાવો. પછીની જવાબદારી ભગવાનની. તમે માત્ર સાર્થમાં જોડાઈ જાવ, સંપૂર્ણ સમર્પિત બની જાવ. પછી મુક્તિપુરીમાં લઈ જવાની જવાબદારી સાર્થવાહરૂપ ભગવાનની છે. * જગતમાં વ્યાધિ છે તો તેને મટાડનારી દવા પણ છે. રાગ ૧૬૪ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #185 -------------------------------------------------------------------------- ________________ દ્વેષાદિ વ્યાધિ છે તો તેને મટાડવાના ઉપાયો ધર્માનુષ્ઠાનો પણ છે. ઊંટ વૈદ્ય પાસે નહિ, પણ નિપુણ વૈદ પાસે આપણે ઇલાજ કરાવતા હોઇએ છીએ. અહીં દેવ-ગુરુ પણ ભવ-રોગને મટાડનારા નિપુણ વૈદ છે. ડૉકટર કે વૈદ પૂછે : શરીરે કેમ છે? તમે સ્વસ્થ હો તો કહો : બહુ સારું છે. હવે હું તમને પૂછું છું : તમારા આત્માને કેમ છે ? કોઈ અંતરંગ રોગ સતાવતો નથી ને ? જીવલેણ અંતરંગ રોગના ઇલાજ કરનાર ભગવાન જગતના ધવંતરી વૈદ છે. ચિંતાનું કોઈ કારણ નથી. આગમોના અભ્યાસથી ગુરુ પણ ઇલાજ જાણે છે. શરીરનો ઈલાજ કરાવવા તરત જ દોડી જતા આપણે આત્માનો ઇલાજ કરાવવા તદ્દન ઉદાસીન રહીએ, એ કેવું ? * “જ્ઞાન વિના પશુ સારિખા, જાણો ઇણ સંસાર; જ્ઞાન આરાધનથી લડો, શિવપદ સુખ શ્રીકાર.” જ્ઞાન પંચમીના ચૈત્યવંદનમાં આ બોલો છો ત્યારે પોતાનામાં જ્ઞાનની દરિદ્રતા દેખાય છે ? જ્ઞાન-દારિત્ર્યના કારણે પોતાની જાત પશુ જેવી લાગે છે ? જ્ઞાનમાં કચાશ હશે તો ચારિત્રમાં પણ કચાશ આવવાની જ. મોહરાજાની ચુંગાલમાંથી છૂટવાની આ તક જો ચૂકી ગયા તો ફરી ક્યાં આ તક મળવાની ? ઊંટ વૈદ બરાબર ચિકિત્સા કરી શકે નહિ, તેમ અગીતાર્થ, અજ્ઞાની આત્મા ચારિત્ર-શુદ્ધિ કરી શકે નહિ. ચારિત્ર મહાન છે, મુક્તિ મેળવી આપનાર છે. સમ્ય દર્શન મહાન છે, મુક્તિ મેળવી આપનાર છે, એ બરાબર પણ એને લાવી આપનાર જ્ઞાન છે, એ કેમ ભૂલાય ? આપણે જ્ઞાનમય હોવા છતાં આજે જડમય બની ગયા છીએ. આ ભ્રાન્તિને દૂર કરનાર જ્ઞાન છે, જ્ઞાનદાતા ગુરુ છે. કહ્યું કલાપૂર્ણસૂરિએ ૧૫ Page #186 -------------------------------------------------------------------------- ________________ “અજ્ઞાનતિમિરાન્ધાનાં, જ્ઞાનાંકન શાયા | નેત્રમુર્તિ વેન, તસ્મ શ્રીગુરવે નમ: \” સૂતેલો માણસ પોતાની મેળે ઉઠી શકતો નથી, કોઈ જગાડનાર જોઈએ. ગુરુ જગાડનારા છે. “ના સુખદ જાત્રે ' જાગવાના આ માનવ જીવનમાં સૂવાનું નથી. ક્યાં જાગવાનું છે ? જાગેલા જ છીએ; એમ નહિ માનતા. આંખો ખુલ્લી હોય તે જાગૃતિ ન કહેવાય. જ્ઞાનદશામાં જાગવાનું છે. પરમ જાગૃતિમાં, નિર્વિકલ્પ દશામાં પ્રભુના દર્શન થાય છે. મોહરાજ આપણને ઊંઘાડે છે. મત્ત બનાવે છે. જ્ઞાનદશામાં જાગી ન જઇએ માટે ભૌતિક આકર્ષણો આપીને લલચાવે છે. * “ગુરુ કરતાં મને ઘણું આવડે છે.” આવો વિચાર આવે ત્યારે શ્રી નવિજય વિબુધ પય-સેવક, વાચક જસ કહે સાચુંજી...' એ પંક્તિ યાદ કરજો. આવું જ બોલી શકે, હૃદયથી માની શકે, તેને જ જ્ઞાન પચ્યું છે, એમ જાણો. માનવ જે.... બોલાવ્યે શાન્ત થાય કહ્યું ક્ષમાવાન થાય પ્રસંગે વૈર્યવાન થાય જરૂરીયાતે વિશાળ થાય ભૂમિકાએ સંયમી થાય વિચાર્યું સંસ્કારી થાય ઔચિત્યે સાત્વિક થાય અધિકારે પ્રૌઢ થાય ચારિત્ર્યબળે સૌનો વિશ્વાસુ થાય તો જીવન નંદનવન બને. ૧૬ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #187 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા ચૈત્ર વદ-પ્ર.૪ ૨૨-૪-૨૦૦૦, શનિવાર * પ્રભુના માર્ગે ચાલવા ત્રણ બાબતો જીવનમાં લાવવી જરૂરી છે : શ્રદ્ધા, જાણકારી અને ઉદ્યમ. આને જ આપણે જૈન પરિભાષામાં રત્નત્રયી કહીએ છીએ. રત્નત્રયી જ મોક્ષ-માર્ગ છે. પ્રભુ કે પ્રભુનો માર્ગ અત્યાર સુધી આપણને મળ્યો નથી. એનું કારણ મુખ્યતાએ શ્રદ્ધાની ખામી છે. પ્રભુમાં પ્રભુતા ન દેખાઈ. માર્ગમાં માર્ગ ન દેખાયો. મોક્ષ શી રીતે મળે ? જ્ઞાનાદિ આપણા ભાવપ્રાણ છે. એની ઉપેક્ષા કરીએ તો શી રીતે ચાલે ? ભાવપ્રાણના કારણે જ દ્રવ્યપ્રાણ મળેલા છે. ભાવપ્રાણરૂપ આત્મા ચાલ્યો જાય તો દ્રવ્યપ્રાણની કોઈ કિંમત ખરી ? પ્રભુમાં પ્રભુતા ન દેખાય, શ્રદ્ધા ન જામે, ત્યાં સુધી મોક્ષમાર્ગ કદી ઉઘડવાનો નથી. “તમેવ સત્રે નીયં ને બિ િપ ' એટલું બોલવા માત્રથી શ્રદ્ધા નથી આવતી. શ્રદ્ધા કદી શાબ્દિક નથી હોતી, હાર્દિક હોય છે. શ્રદ્ધાનો જન્મ હૃદયની ભૂમિ પર થાય છે. શ્રદ્ધા દ્વારા આપણે પ્રભુમાં રહેલી પ્રભુતા જાણી શકીએ, તારકતા જાણી શકીએ. પ્રભુમાં પ્રભુતા દેખાવી એ જ સમ્યગુદર્શન છે. * હરિભદ્રસૂરિજી યોગદષ્ટિ સમુચ્ચયમાં કહે છે : આપણે સાચી રીતે જીવ ક્યારે કહેવાઈએ ? જ્ઞાનાદિ ગુણોને જાણીએ ત્યારે ! કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૦ Page #188 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદૃષ્ટિમાં જીવ આવે ત્યારે જ પહેલું ગુણઠાણું યથાર્થ ગણાય. એ પહેલાનું ગુણઠાણું માત્ર નામનું હોય. એ રીતે જીવ ક્યારે કહેવાઇએ ? અંદરના ગુણો જાણીએ ત્યારે. એના પહેલા તો નામના જીવ ! બાકી જડના ભાંઇ ! * આ ગ્રન્થ ભારપૂર્વક કહે છે ઃ મહેરબાની કરીને તમે ગુરુ બનવાનો પ્રયત્ન નહિ કરતા, શિષ્ય બનવાનો જ પ્રયત્ન કરજો. આમ કરશો તો જ વિનય આવશે. વિનય આવશે તો બીજું બધું પોતાની મેળે આવશે. વિનય જ પાત્રતા આપે છે. * ‘વિનય-નિગ્રહ' શબ્દનો પ્રયોગ આ ગ્રંથમાં થયો છે. વિનય-નિગ્રહ એટલે વિનય પરનો કાબુ ! ઘોડેસવારનો ઘોડા પર કાબુ હોય તેમ આપણો વિનય પર કાબુ હોવો જોઇએ. આને જ ‘વિનય-નિગ્રહ' કહેવાય. કુશળ ઘોડેસવાર પાસેથી ઘોડો ન છુટે તેમ વિનયનો નિગ્રહ કરનારની પાસેથી વિનય ન છુટવો જોઇએ. * ૪૫ આગમ જેમ આગમ કહેવાય, તેમ તેમના પરની ટીકા-ચૂર્ણિ આદિ પણ આગમ જ છે. ટીકા, ચૂર્ણિ તો આગમના અંગ છે. અંગને છોડીને તમે પુરુષને શી રીતે માની શકો ? પૂ. આનંદઘનજી કહે છે : ‘ચૂર્ણિ, ભાષ્ય, સૂત્ર નિર્યુક્તિ, વૃત્તિ-પરંપર અનુભવ રે; સમય-પુરુષના અંગ કહ્યા એ, જે છેદે તે દુર્ભવ્ય રે...' જે લોકો [સ્થાનકવાસીઓ] ટીકા વગેરેને નથી માનતા તેમના માટે આવું લખ્યું છે. આગળ વધીને કહું તો હરિભદ્રસૂરિજીના ગ્રંથો પણ આગમ કહેવાય. કારણ કે તેઓ આગમ-પુરુષ હતા. આગમને જીવનમાં તેમણે પચાવેલું. ઉપા. યશોવિજયજી મ. કહે છે : હરિભદ્રસૂરિજીના યોગગ્રંથો વિના તમે આગમના રહસ્યો પામી શકો નહિ. * વિનય-નિગ્રહ એટલે વિનય-ગુણ એવો આત્મસાત્ થયેલો હોય કે ઉંઘમાં પણ વિનય જાય નહિ. આવો વિનીત શિષ્ય ગુરુની આજ્ઞા માની સાપને પણ પકડવા જાય, ગુરૂ આજ્ઞાથી સચ્ચિત્ત પણ ૧૬૮ ૨ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #189 -------------------------------------------------------------------------- ________________ વહોરી આવે, ગુરુ દિવસને રાત કહે તો પણ “તહરિ' કહે. ખાસ કરીને છેદ ગ્રંથો વંચાવતાં પહેલાં શિષ્ય પરિણત, અપરિણત કે અતિપરિણત છે ? તે જાણવા ગુરુ આવી પરીક્ષા કરતા હોય છે. * પાંચ પ્રતિક્રમણ [આવશ્યક સૂત્રો] પૂરેપૂરા અર્થ સહિત આવડે છે ? કેટલાને બરાબર આવડતા હશે ? - પ્રકાશ વગરનો દીવો કાર્યકારી ન બને તેમ અર્થ વિના સૂત્ર કાર્યકારી ન બની શકે. માટે એ તરફ દુર્લક્ષ સેવીએ તે બરાબર નથી. * શ્રદ્ધા સિમ્યગૂ દર્શન], જાણકારી [જ્ઞાન] કે ઉદ્યમ [ચારિત્ર] માં જેટલો ઓછો પ્રયત્ન તેટલી આપણી મોક્ષની ઈચ્છા ઓછી છે, એમ માનવું. ઉપાયમાં પ્રયત્ન ઓછો તેમ ઉપેયની ઇચ્છા ઓછી જ માનવી રહી. ધીમે ચાલવાનો અર્થ જ એ કે મંઝિલે પહોંચવાની ઉતાવળ નથી. * આપણા પૂ. ઉપા. યશોવિજયજી મ. કહે છે : જિહાં લગે આતમ તત્ત્વનું, લક્ષણ નવિ જાણ્યું; તિહાં લગે ગુણઠાણું ભલું કિમ આવે તાણ્યું ?' નરસૈયો કહે છે : “જિહાં લગે આતમાતત્ત્વ ચિન્યો નહિ; તિહાં લગે સાધના સર્વ જૂઠી.” આ આત્માને ક્યારે જાણીશું? ક્યારે એમાં રમમાણ બનીશું? રત્નત્રયી આત્મામાં જવા માટે જ છે. * કોઈ ગૃહસ્થ કમાણી કરીને લાવેલા પૈસા એમને એમ મૂકી ન દે, ખોવાઈ જાય તેમ ન રાખે. આપણે જ્ઞાનની મૂડી એ રીતે સંભાળીએ છીએ ? કે એ બધું ભૂલાઈ ગયું ? આજે કેટલું કંઠસ્થ છે? આપણે કરવા ટાઈમે કરી લઈએ. પછી એક બાજુ મૂકી દઈએ છીએ. સંસ્કૃત ભણનારાઓને પૂછો : સ્વાધ્યાય હવે અભરાઈએ નથી કહ્યું ક્લાપૂર્ણસૂરિએ જ ૧૦૯ Page #190 -------------------------------------------------------------------------- ________________ મૂકી દીધો ને ? ભણેલું કદાચ યાદ હોય તો અભિમાન નહિ કરવું. જ્ઞાન , અભિમાન કરવા માટે નથી; અભિમાનને ગાળવા માટે છે. અભિમાન કરવા ગયા તો જે છે તે પણ ચાલ્યું જશે. જે પણ ચીજનું અભિમાન થાય, તે વસ્તુ આપણી પાસેથી ચાલી જશે. પ્રકૃતિનો આ સનાતન નિયમ છે. * મદ્રાસમાં તો એવી સ્થિતિ થઇ ગયેલી કે લગભગ અંતકાળ નજીક ! મુહપત્તીના બોલ પણ ભૂલાઈ ગયેલા ! તે વખતે એવી આશા શી રીતે રાખી શકાય કે બચી જઈશ ને ગુજરાતમાં આવીને આમ વાચના પણ આપીશ? પણ તે વખતે ભગવાને મને બચાવ્યો. બીજા કોઇ શું કરી શકે? ભગવાન વિના કોનો સહારો ? માતાપિતા વગેરે બધું જ ભગવાન જ છે, એમ માનજો. માટે જ સિદ્ધસેન દિવાકરસૂરિજી ભગવાન સાથે માતા-પિતા આદિનો સંબંધ જોડવાનું કહે છે. એ અવસ્થામાં મારું જ લખેલું [જ્ઞાનસાર આદિ] મને જ કામ લાગતું. * સ્વદર્શનમાં નિષ્ણાત થઈ શ્રદ્ધાવાનું બન્યા પછી જ પર દર્શનમાં નિષ્ણાત થવાનો પ્રયત્ન કરવો કે બીજું વાંચવું. એ વિના આડું અવળું વાંચવા ગયા તો મૂળ માર્ગથી ભ્રષ્ટ બની જશો. * આપણો મોક્ષ અટકેલો છે, પણ ભરતક્ષેત્રમાંથી મોક્ષ અટકેલો છે, એવું નહિ માનતા. મહાવિદેહમાંથી અપહરણ કરાયેલા કોઈ મુનિનો અહીંથી અત્યારે પણ મોક્ષ થઈ શકે, એમ સિદ્ધપ્રાભૃતમાં લખેલું છે. મોક્ષમાટે મનુષ્યલોક જોઇએ. મનુષ્યલોકથી બહાર મોક્ષે ન જઈ શકાય. * તપ, ક્રિયા આદિની શક્તિ હોવા છતાં તે ગોપવવી, એટલે આપણા જ હાથે આપણી મોક્ષગતિ ધીમી કરવી. * કેટલીક વસ્તુઓ વારંવાર આવ્યા કરે તો કંટાળવું નહિ, એ ભાવિત બનાવવા માટે આવે છે, એમ માનજો. નવકાર કેટલીવાર ગણવા ? કરેમિ ભંતે કેટલીવાર બોલવું ? કમ સે કમ નવ વાર. ૧૦૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #191 -------------------------------------------------------------------------- ________________ એ સૂત્રો ભાવિત બનાવવાના છે. * પાંચેય પ્રકારનો સ્વાધ્યાય એક પ્રકારનો તપ છે. સ્વાધ્યાય તો એવો તપ છે જેની તોલે બીજો કોઇ તપ આવ્યો નથી ને આવશે નહિ. * સ્વાધ્યાયનો ૪થો પ્રકાર ‘અનુપ્રેક્ષા' છે. અનુપ્રેક્ષા એટલે કવિની ઉત્પ્રેક્ષા નહિ. જે ભણ્યા છો, તેની જ પ્રેક્ષા કરવાની છે. એવી અનુપ્રેક્ષા સર્વ કોઇ કરી શકે. એના માટે મહાન પ્રતિભાશાળી હોવું જરૂરી નથી. * આજે તમારી પાસે બુદ્ધિ વધુ હોય તો માનજો ઃ પૂર્વજીવનમાં જ્ઞાન સાધના જોરદાર કરેલી છે. હવે એ બુદ્ધિને ક્યાં લગાડવાની ? અહીં તો કહે છે : બુદ્ધિ ઘણી હોય કે થોડી પણ જ્ઞાનનો પ્રયત્ન ચાલુ જ રાખો. [ગાથા – ૯૦] જ્ઞાન જ એવી મૂડી છે, જેને આપણે પરલોકમાં પણ સાથે લઇ જઇ શકીએ. આપણી ઉપધિ, શરીર વગેરે બધું જ અહીં જ રહી જવાનું છે, એ તો ખબર છે ને ? * પાસેની ઓરડીમાં કોઇ માંદું હોય, તો પણ આપણે ન જઇએ. પણ આપણા ભગવાન કેવા ? ચંડકોસિઆને ત્યાં વગર બોલાવ્યે ગયા. ભગવાનને ચંડકોસિયો ભયંકર રીતે બીમાર લાગ્યો. આથી જ સહજ પરોપકારી સ્વભાવના કારણે ભગવાન ત્યાં ગયા. ભગવાન ચંડકૌશિકના કોઇ સગા ન્હોતા, પૂર્વભવનો પણ કોઇ સંબંધ હોય, તેમ પણ સાંભળવા મળ્યું નથી. છતાં ભગવાન ગયા. બીજો કોઇ સંબંધ હોય કે ન હોય, જીવત્વનો તો સંબંધ છે જ ને ? * એક વખતે તમે ચૂંટાઇને ઊંચા પદે પહોંચી જાવ, પણ ત્યાં ગયા પછી એશ આરામ જ કરો, પ્રજાના કોઇ કામ ન કરો તો પ્રજા ફરી તમને ચૂંટીને મોકલે ? પાંચમા પરમેષ્ઠીના ઊંચે પદે આપણે બધા પહોંચેલા છીએ. હવે જો અહીં કામ ન કરીએ તો ફરી આ બધું મળવાનું ? જે વસ્તુનો સદુપયોગ ન કરીએ, કુદરત એ વસ્તુ ફરી આપણને આપતી કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૨ ૧૦૧ Page #192 -------------------------------------------------------------------------- ________________ નથી. આ કુદરતી નિયમ બરાબર સમજી લેજો. * આપણી અંદર બુદ્ધિ કદાચ અલ્પ હોય તોય પ્રયત્ન તો ન જ છોડવો જોઈએ. બુદ્ધિ આપણા હાથમાં નથી, પણ પ્રયત્ન તો હાથમાં છે. પ્રયત્ન ચાલુ રાખો. પોતાની મેળે જ્ઞાન વધશે. કદાચ ન વધે તોય શું ? તમારો પ્રયત્ન નકામો તો નથી જ. કદાચ તમે આખા દિવસમાં એક ગાથા, અરે અર્ધી ગાથા પણ કરી શકતા હો તો પણ પ્રયત્ન છોડતા નહિ, એમ આ ગ્રન્થકાર કહે છે. * તમે જ્ઞાનમાં પુરુષાર્થ કરો છો, સ્વાધ્યાય કરતા રહો છો ત્યારે ક્ષણે-ક્ષણે ઢગલે-ઢગલા કર્મોને ખપાવતા રહો છો, એ ભૂલતા નહિ. [ગાથા-૯૧.] બહુ કોડી વરસે ખપે, કર્મ અજ્ઞાને જેહ; જ્ઞાની શ્વાસોચ્છવાસમાં, કરે કર્મનો છેહ... જ્ઞાનનો આ મહિમા જાણ્યા પછી તમારે જ્ઞાની બનવું કે અજ્ઞાની? તે પસંદ કરી લેજો. પુસ્તક વિચારોના યુદ્ધમાં પુસ્તકો શસ્ત્ર છે. – બર્નાર્ડ શૉ કોટ જૂનો પહેરો પણ પુસ્તક નવું ખરીદો. - થરો તમારી પાસે બે રૂપીઆ હોય તો એકથી રોટલી અને બીજાથી પુસ્તક ખરીદો. રોટલી જીવન આપે છે, તો સુંદર પુસ્તક જીવન જીવવાની કળા આપે છે. હું નરકમાં પણ સુંદર પુસ્તકોનું સ્વાગત કરીશ. કારણકે તેમાં એવી તાકાત છે કે એ ક્યાં હશે ત્યાં સ્વયં સ્વર્ગ બની જશે. – લોકમાન્ય તિલક ૧૦૨ જ કહ્યું ક્લાપૂર્ણસૂરિએ Page #193 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા ચૈત્ર વદ-દ્વિ-૪ ૨૩-૪-૨૦૦૦, રવિવાર * ૪૫ આગમમાંથી અત્યારે આપણે ચંદાવિન્ઝય પયન્નાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. મુક્તિનો માર્ગ રત્નત્રયીમાં છે. એ મેળવવા માટે દેવ-ગુરુ અને ધર્મ છે. આને તત્ત્વત્રયી કહેવાય. રત્નત્રયી મેળવવા તત્ત્વત્રયી જોઈએ. બને ત્રયીમાં ઉપાદાન અને નિમિત્ત બને કારણો રહેલા છે. તત્ત્વત્રયી દિવ-ગુરુ-ધર્મ માં નિમિત્ત અને રત્નત્રયી [જ્ઞાનાદિ ગુણો દરેકમાં પ્રછન્ન રૂપે છે જ.] માં ઉપાદાન કારણ રહેલું છે. આપણી રત્નત્રયીનું પુખકારણ તત્ત્વત્રયી છે. આવી આપણી દિઢ શ્રદ્ધા હોવી જોઈએ. * દેવ-ગુરુની ભક્તિ વિના ખરું જ્ઞાન જીવનમાં આવતું નથી. માટે જ ભક્તિ વિના આવેલું જ્ઞાન, મિથ્યાજ્ઞાન કહેવાય છે, અજ્ઞાન કહેવાય છે. * સૌ પ્રથમ આપણને નવકાર મળ્યો. આ નવકારમાં તત્ત્વત્રથી અને રત્નત્રયી બને છે. બને ત્રયીનો વિનય પણ નવકારમાં છે. * અનુપ્રેક્ષામાં અર્થની વિચારણા કરવાની છે. એટલે કે તેમાં કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૦૩ Page #194 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ ભેળવવાનો છે. ઉપયોગ વિનાની કોઈપણ ક્રિયા દ્રવ્યક્રિયા જ રહે. ક્રિયાનું ફળ દેખાતું નથી તેનું કારણ ભાવક્રિયાનો અભાવ છે. ભાવક્રિયા ઉપયોગ વિના મળતી નથી. આ મુખ્ય ઉપયોગ જ આપણો ગેરહાજર રહે છે. કાલિક, ઉત્કાલિક વગેરે બધા જ સૂત્રોમાં આવશ્યક સૂત્રો મુખ્ય છે. એના પર અનુશીલન કરીએ તો ? બધા સૂત્રોનું અનુશીલન કરવાનું છે. પફખીસૂત્રમાં શું લખ્યું છે ? આગમોના નામોલ્લેખ સાથે આપણે બોલીએ છીએ : [સંતોષવ] ૧૫ દિવસની અંદર વુિં ન પઢિયું, પરિટ્ટિ न पुच्छि પાઠ, પુનરાવર્તન, પૃચ્છા, અનુપ્રેક્ષા, અનુપાલન આ બધા સૂત્રોનું કરવાનું છે. આપણે કરીએ છીએ ? * પં. વજસેન વિજયજી રોજ પાઠ લેવા આવે છે. એમના બાલ મુનિ જિનભદ્રવિજયજીએ આજે પૂછ્યું : નામ લેતાં ભગવાન સામે શી રીતે આવી જાય ? મેં કહ્યું : અમૃતી [મીઠાઈ] નું નામ લેતાં જ તે તમારી સામે માનસ ચિત્રરૂપે આવી જાય છે ને ? તેમ ભક્ત પણ ભગવાનનું નામ લેતાં જ ભગવાનને સામે જ જુએ છે. * મન-વચન-કાયાને એવી તાલીમ આપો, એવી ટેવ પડાવો કે તે ભગવન્મય બની જાય. જેવી ટેવ પડાવીએ તેવી પડે. બૂરી ટેવ પડી શકતી હોય તો સારી ટેવ શા માટે ન પડે ? મન-વચન-કાયા આખરે નોકર છે. આપણે શેઠ છીએ. આપણે ધારીએ તેવી ટ્રેનીંગ તેમને આપી શકીએ. પણ આપણે આપણું સ્વામિત્વ ભૂલી ગયા છીએ. આથી જ આપણે દેવાળું કાઢયું છે. નોકર શેઠ બની જાય ત્યાં દેવાળું જ કાય ને ? ૧૦૪ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #195 -------------------------------------------------------------------------- ________________ મન-વચન-કાયાના યોગો ભગવાનને આધીન રાખીએ છીએ કે મોહને આધીન રાખીએ છીએ ? આ વેષ લીધો છે તે મોહની ચુંગાલમાંથી છૂટવા ને પ્રભુમય બનવા લીધો છે, તે તો ખ્યાલ છે ને ? * બુદ્ધિના બળે સંસારી માણસો લાખો રૂપીયા કમાઈ શકે છે. બુદ્ધિ વગરના મજૂરો તનતોડ મહેનત કરવા છતાં કમાઈ શકતો નથી. બુદ્ધિનો ફરક છે ને ? અહીં પણ જ્ઞાન વધુ તેમ કર્મની નિર્જરા રૂપ કમાણી વધુ. જ્ઞાન ઓછું તો નિર્જરા પણ ઓછી ! * બીજબુદ્ધિના નિધાન, ત્રિપદી માત્રથી દ્વાદશાંગી બનાવનાર ગણધરોને દરરોજ સ્વાધ્યાય, પુનરાવર્તન ઈત્યાદિ કરવાની જરૂર શી ? એમને પણ પુનરાવર્તન જરૂર હોય તો આપણને નહીં ? પુનરાવર્તનથી અનુપ્રેક્ષા માટેની પૂર્વભૂમિકા તૈયાર થાય છે. અનુપ્રેક્ષાથી અખૂટ આગમના અર્થો ફુરે છે. અધ્યયનના પર્યાયવાચી શબ્દોમાં એક અદ્ભુત શબ્દ છે : કવી. ખૂટે નહિ તે અખીણ, અક્ષણ. અનુપ્રેક્ષાથી એટલા અર્થો સ્લરે કે કદી ખૂટે નહિ, ક્યાંય સમાય નહિ. આવી અનુપ્રેક્ષા આદિથી પરિકર્મિતતા આવ્યા પછી જ કેવળજ્ઞાન સુધી પહોંચી શકાય. જ્ઞાન સૂક્ષ્મ બને તો જ ગ્રંથિભેદ શક્ય બને. કોઈપણ “કરણ” એ સમાધિ જ છે. કરણથી ગ્રંથિભેદ થાય. આગળ-આગળના કારણો આગળ-આગળની સમાધિ આપતા જાય. જ્ઞાન વધુને વધુ ને સૂક્ષ્મ બનતું જાય. * આટલો બધો સ્વાધ્યાય ક્યારે કરીએ ? ઉંમર મોટી થઈ ગઈ, એમના માટે ઉપાય બતાવે છે : [બીજાએ આ ફાવતું નહિ કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૦૫ Page #196 -------------------------------------------------------------------------- ________________ પકડવું.] કોઈ એકાદ પદથી પણ જો તમારો સંવેગ વધતો હોય, અંદર . ચોટ લાગતી હોય, તો એ પદ જ તમારું સાચું જ્ઞાન છે. એ પદને બરાબર પકડી રાખો. [ગાથા-૯૩.] એક પદ પણ એના માટે દ્વાદશાંગીનો સાર બની જાય. ચિલાતીપુત્ર માટે ઉપશમ, વિવેક, સંવર આ ત્રણ જ શબ્દ, માષતુષ મુનિ માટે માત્ર બે જ વાક્ય, આત્મ-કલ્યાણના કારણ બન્યા હતા. તમે નવકારને પણ પકડી શકો. જ્ઞાનસારાદિ ગ્રંથોના કોઈ એકાદ શ્લોકને પણ પકડી શકો. દા.ત. “સ્વદ્રવ્ય //પર્યાય - વ વર્ષો પ૨ISન્યથા | તિ વત્તાત્મ સન્તુષ્ટિ - પૃષ્ટિ જ્ઞનસ્થિતિર્મુ : ” “સ્વદ્રવ્ય, સ્વગુણ અને સ્વ પર્યાયની ચર્યા જ શ્રેષ્ઠ છે.” આ જ સર્વ જ્ઞાનનો સાર છે.” - જ્ઞાનસાર પણ માત્ર શાબ્દિક જ્ઞાન ન ચાલે. એ હૃદયથી ભાવિત થવું જોઈએ. ગોચરીમાં માત્ર ભોજનના નામ નથી ગણાવતા, એનું પાલન કરીએ છીએ. એટલે કે આરોગીએ છીએ. એક વાક્ય પણ જો ભાવિત બનીને હૃદયમાં પ્રતિષ્ઠિત બને તો એ જીવનભર માટે દીવાદાંડીરૂપ બની જાય. ગુરુ બની જાય, ભટકતા જીવનને સન્માર્ગે વાળનાર બની જાય. સમયે ગોમ મા પમાયા !” આવું વાક્ય પણ દીવાદાંડીરૂપ બની શકે. હું મારો જ અનુભવ કહું. “પ્રીતલડી બંધાણી રે....” આ સ્તવન હું માંડવી [ વિ. સં. ૨૦૪૨] થી ૧૪ વર્ષથી લગાતાર બોલું છું. દિવસમાં ત્રણથી ચાર વાર બોલું છું. જેમ જેમ બોલું છું તેમ તેમ નવા ને નવા ભાવો સ્ફરતા જાય છે. વૈદ પીપર જેમ જેમ ઘુંટે તેમ તેમ તેની તાકાત વધતી જાય, ૧૦૬ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #197 -------------------------------------------------------------------------- ________________ તેમ આપણે રટતા જઈએ તેમ તેમ એ પંક્તિ, એ વાક્યની તાકાત વધતી જાય. પછી એ દઢતમ બનેલા જ્ઞાનથી મોહની જાળ ભેદાઈ જય. આવું જો ન થઈ શકતું હોય તો માલતુષ મુનિને કેવળજ્ઞાન મળત નહિ. “મા રુષ, મા તુષ” માત્ર આ બે વાક્ય દ્વારા તેમણે વળજ્ઞાન મેળવી લીધું. આ બે વાક્ય આવડે છે ને ? કે શીખવાડું ? પણ આ પાઠ પોપટ-પાઠ ન જોઇએ. “ક્રોધ ન કરવો; ક્ષમા રાખવી.' આટલો પાઠ ન આવડતાં દ્રોણાચાર્યે યુધિષ્ઠિરને થપ્પડ મારી. યુધિષ્ઠિર તરત જ બોલી ઊઠ્યો : “હવે પાઠ આવડી ગયો. કેમકે આપે થપ્પડ મારી છતાં મને ગુસ્સો નથી આવ્યો.” પાઠ આ રીતે પાકો કરવાનો છે, અક્ષરથી નહિ, આચરણથી પાકો કરવાનો છે. દ્રોણાચાર્યને તો એક યુધિષ્ઠિર મળ્યો. અહીં કોઈ “યુધિષ્ઠિર' મળશે ? પ્રદર્શક જ્ઞાનથી આપણે અંજાઈ ગયેલા છીએ. પ્રદર્શક નહિ, આપણું જ્ઞાન પ્રવર્તક હોવું જોઇએ. * જ્ઞાન પ્રકાશરૂપ છે. જ્ઞાનનું મહત્ત્વ હજુ આપણે સમજવા નથી. ક્રિયામાં જેટલો સમય આપીએ છીએ, તેટલો જ્ઞાન માટે નથી આપતા. માત્ર આટલું જ યાદ રાખો : મારો આત્મા નિત્ય છે. બીજું બધું અનિત્ય છે. “यः पश्येन्नित्यमात्मानमनित्यं परसङ्गमम् ।। छलं लब्धुं न शक्नोति, तस्य मोहमलिम्लुचः ॥" આવું જ્ઞાન દઢ બની જાય તો શરીરમાં કોઈ રોગ આવે કે કોઈ વસ્તુ ખોવાઈ જાય કે કોઈનું મૃત્યુ થઈ જાય, તો પણ આપણે સ્વભાવમાંથી ચલિત ન બની શકીએ. મારી ચેતના મારી સાથે છે. કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૦૦ Page #198 -------------------------------------------------------------------------- ________________ મારો નિત્ય આત્મા મારી સાથે છે. આટલું સતત યાદ રહે તો કોઈપણ પ્રસંગ આપણું શું બગાડી શકે ? મહાબલ-મલયાનું જીવન વાંચ્યું છે ? કેટ-કેટલા કષ્ટો એમના જીવનમાં આવ્યા ? છતાં માત્ર એક શ્લોકના બળથી તેઓ કોઈપણ પ્રસંગે હિંમત હાર્યા નથી. મરણાંત કષ્ટ વખતે તમને દ્વાદશાંગી કામ નહિ આવે, મોટા શ્રતધરોને પણ કામ ન આવે. તે વખતે તો ભાવિત બનેલું એક પદ જ કામ લાગે. પણ તમે ઉછું નહિ કરતા : આ તો મૃત્યુના સમયની વાત છે ને ? ત્યારે જોઈ લઈશું. એક પદને યાદ કરી લઈશું. પણ જીવતે જીવ કાંઈ ભાવિત ન કર્યું તો છેલ્લે શું યાદ આવવાનું ? સંથારા પોરસી શું છે ? અંતિમ સમયની આરાધનાનું ભાથું છે. એકેક શ્લોકમાં અણમોલ ખજાનો છે. “ોડ૬ નલ્થિ છે વહોરું ” આ એક ગાથા પર કદીક તો શાંતિથી વિચારો. પણ તમે તો પંજાબના મેલની જેમ ફટાફટ બોલી જાવ છો. પછી હાથમાં શું આવે ? હું એકલો છું તો શું દીન બનવાનું? નહિ, હું શાશ્વત આત્મા છું. જ્ઞાન-દર્શનથી યુક્ત છું. મારે દીનતા શાની ? મને કોઈ કહે : “આપ બહુ દૂબળા થઈ ગયા. થાકી ગયા.' તો હું મને દૂબળો ન માનું, મને થાકેલો ન માનું. એને જે દેખાય છે, તે બોલે છે. મને જે દેખાય છે તેમાં હું રમું છું. જે શ્લોક, જે પદ તમારા હૃદયને ઝંકૃત કરતું હોય, તમારા હૃદયમાં સંવેગ-વૈરાગ્યની ધારા વહાવતું હોય, તેને ભાવિત બનાવવા પ્રયત્ન કરજો, એટલું જ મારે કહેવું છે. * સોયને ખોવી ન હોય તો દોરો જોઈએ. તેમ આત્માને ખોવો ન હોય તો પરમાત્મા જોઈએ. આ પરમાત્માને તમે કદી ભૂલતા નહિ. પરમાત્માને ભૂલશો તો આત્મા પણ ભૂલાઈ જશે. ૧૦૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #199 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા ચૈત્ર વદ-૫ ૨૪-૪-૨૦૦૦, સોમવાર * જે તત્ત્વો ભગવાન પાસેથી ગણધરોને મળ્યા તે આપણા જેવાને પણ ઉપયોગી થાય માટે તેમણે સૂત્રરૂપે રચના કરી. એકેક સૂત્ર રત્નનો દાબડો, રત્નની પેટી ગણાય. માટે જ દ્વાદશાંગીને ગણિપિટક કહેવાય છે. ગણિપિટક એટલે ગણિની પેટી. ગણિ એટલે ગણધર ! આચાર્ય ! રત્ન તો ઠીક ચિંતામણિ રત્નથી પણ આ સૂત્રો અધિક મૂલ્યવાન છે, જે આ જ ભવને નહિ, પરલોકને પણ સુધારી આપે. ચિંતામણિ રત્ન આવું કરી શકે ? * જ્યાં સુધી નવું ભણવાની શક્તિ હોય ત્યાં સુધી તેનો ઉપયોગ કરશો તો જ્ઞાનશક્તિ વધશે. ઉપયોગ નહિ કરો તો વગર પ્રયને અજ્ઞાનશક્તિ વધ્યા જ કરવાની. ક્ષમાશક્તિ વધારવા પ્રયત્ન નહિ કરો તો ક્રોધશક્તિ વગર પ્રયત્ન વધતી જ રહેવાની છે. આંતરિક ગુણો માટે પ્રામાણિક પ્રયત્ન કરતા રહીશું તો શાંતિ, સમાધિ વગેરે મૂલ્યવાન ચીજો મળતી રહેવાની. * ચારિત્રનું પાલન કરવું એટલે ક્ષમાદિ દસ યતિ ધર્માદિનું પાલન કરવું, પાંચ મહાવ્રત, અષ્ટ પ્રવચન માતાનું પાલન કરવું. કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૦૯ Page #200 -------------------------------------------------------------------------- ________________ આના ફળરૂપે આત્મ રમણતારૂપ સમાધિ મળે. - સમાધિ સુધી જવા માટે ઉત્કટ આત્મશક્તિ જરૂરી છે. આપણી આત્મશક્તિ દબાયેલી છે. ચારિત્રનું પાલન કરવાથી આત્મશક્તિ પ્રગટ થાય છે. * . સમાધિમાં રમમાણ યોગી, કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રસૂરિજીની જેમ બોલી ઊઠે : મોક્ષગતું ISતુ | મોક્ષ થાવ કે ન થાવ ! ઉપા. યશોવિજયજીની જેમ બોલી ઊઠે : “મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી !' * કર્મસાહિત્ય આદિનો અભ્યાસ, આ માટે જ કરવાનો છે. કર્મ કેવી રીતે બંધાય ? તેનાથી શી રીતે છૂટાય ? એ બધું જાણીએ તો એને દૂર કરવા પ્રયત્નશીલ બનાય ને ? માત્ર કર્મપ્રકૃતિઓ ગણવા માટે કર્મગ્રંથો નથી ભણાવ્યા, પણ કર્મના હુમલા રોકવા [સંવર કરવા ]અને કર્મ પર સામેથી હુમલા કરીને તેને ખતમ નિર્જરા] કરવા જણાવ્યા છે. નિર્જરા તપથી થાય છે. તપના બાર ભેદોમાં સૌથી પાવરફૂલ સ્વાધ્યાય કહ્યો છે. આપણને કાયોત્સર્ગ-ધ્યાન પાવરફૂલ લાગે, પરંતુ એને પણ પાવરફૂલ બનાવનાર સ્વાધ્યાય જ છે. બાકીના વિનય, વેયાવચ્ચ એના સાધનો છે. વડીલોના વિનયવેયાવચ્ચ વગેરે વિના સ્વાધ્યાય આવી જશે, એવી ભ્રમણામાં રહેતા નહિ. બાહ્ય તપ ન હોય તો વિનય - વેયાવચ્ચ આદિ આવ્યંતર તપ આવી જશે, એવી ભ્રમણામાં પણ રહેશો નહિ. એકાસણામાં જેટલો સમય મળે તેટલો નવકારશીમાં મળે ? તમે જ વિચારો. ખાવા-પીવામાં લાવવામાં ને લુણા સાફ કરવામાં જ દિવસ પૂરો થઈ જાય. પછી ભણવાનું ક્યારે ! બાહ્ય તપ વિના આત્યંતર તપ આવે જ નહિ. આ અનુભવની ચીજ છે. અટ્ટમ, ઉપવાસ આદિ કરી જુઓ. સાધનામાં આનંદ વધતો જણાશે. દાદાની યાત્રા ખાઈ-પીને કરો કે ખાલી પેટે કરો ? એક ૧૮૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #201 -------------------------------------------------------------------------- ________________ વખત ખાઈ-પીને કરો એટલે ખબર પડી જશે. જે દિવસે ખાવા-પીવાનું ન હોય તે દિવસે સ્વાભાવિક રીતે જ આત્મ શક્તિ વૃદ્ધિગત હોય. માટે જ ઉપવાસ ઘરનું ઘર આયંબિલ મિત્રનું ઘર વિગઈ શત્રુનું ઘર ગણાયું છે. * લશ્કરના જવાનોને ટ્રેનીંગ અપાય છે : કેવી રીતે શત્રુ પર હુમલા કરવા ? કેવી રીતે શત્રુના હુમલા ખાળવા ? તે રીતે અહીં પણ બાહ્ય-આત્યંતર તપ દ્વારા કર્મોની સામે લડાઈ કરવાની તાલીમ અપાય છે. જો વહેલામાં વહેલું મોક્ષે જવું હોય તો આ તાલીમ લેવી જ રહી. બની શકે તો ત્રણ જ ભવમાં મોક્ષે જજો. મધ્યમ રીતે પાંચ ભવમાં મોક્ષે જજો. તે પણ ન બને તો આઠ ભવમાં મોક્ષે જજો. પણ આઠથી વધુ ભવ નહિ કરતા. બહુ થયું. બહુ સંસારમાં ભમ્યા. આ રીતે આરાધના કરનાર ત્રણ જ ભવમાં મોક્ષે જાય, એમ શાસ્ત્રકાર અહીં ફરમાવે છે. [ગાથા-૯૮] જ્ઞાનની વાત પૂરી થઈ. હવે ચારિત્રની વાત શાસ્ત્રકાર કહે છે. ચારિત્રની આરાધના સુખપૂર્વક કરી શકીએ માટે જ શ્રી સંઘ આપણને આટલી સુવિધા કરી આપે છે. આટલા હોલ વગેરેમાં રહેવાનું ભાડું કેટલું આવે ? તે પૂછી લેજો. ચારિત્ર ગુણ મેળવવો હોય તો સૌ પ્રથમ હૃદયપૂર્વક તેની [ચારિત્ર ગુણની] પ્રશંસા થવી જોઇએ. ધન્ય છે ચારિત્ર ! ધન્ય છે ચારિત્ર પાળનારા ! એમ હૃદયમાં શુભ ભાવોની ઉર્મિ ઊઠવી જોઈએ. કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૮૧ Page #202 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પણ તમને ધન્યવાદ આપે, જો તમે ધર્મ તરફ એકાદ ડગલું પણ ભરો ! * અહીં દાદા એમને એમ દર્શન નથી આપતા. પૂરી પરીક્ષા લઈને જ આપે. ૧ કલાક જવામાં ને ૧ કલાક આવવામાં લાગે. આટલી મહેનત પછી ભગવાનના દર્શન મળતા હોય ત્યાં હૃદય કેવું નાચે ? ભગવાનની શાંત રસભરી મૂર્તિ જોઈ હૃદય નાચી ઊઠે છે ને ? ભગવાન પાસે હૃદય ઠાલવો. અત્યંત સરળ બની હૃદયની વાત કરજો. ભગવાન બોલવા તૈયાર હોય છે, બોલી જ રહ્યા હોય છે, પણ ભગવાનની ભાષા આપણે સમજતા નથી. મને તો ઘણીવાર અનુભવ થાય છે. ભક્તિ પરમ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે ભગવાનનું મૌલિક દર્શન થાય. ભગવાન મળવા માંગતા હોય, ભેટવા માંગતા હોય તેવું લાગે, પણ આ માટે તમારી પાસે ભક્તનું હૃદય જોઈએ. તાર્કિક હૃદયનું અહીં કામ નથી. તમે રોજ દાદા પાસે જાવ છો, રોજ કંઈક તો માંગતા જ જજો. “ભગવન્! મને ક્રોધ સતાવે છે. માયા સતાવે છે.” વગેરે પ્રાર્થના કરો. એ પ્રાર્થનામાં જેટલા વધુ આંસુ આવશે તેટલી વધુ કર્મ-નિર્જરા થશે. * જેટલી આપણી દુનિયામાં નિંદા-ટીકા થાય, તેટલી વધુ કર્મ-નિર્જરા થશે. * ““સ્વપ્રશંસા સાંભળીને નારાજ થાય, સ્વ નિંદા સાંભળીને રાજી થાય.” આવી મનઃ સ્થિતિ થાય ત્યારે સમજવું : હવે સાધના જામી છે. એમ અધ્યાત્મ કલ્પદ્રુમમાં મુનિસુંદરસૂરિજીએ કહ્યું છે. * જીવલેણ ઉપસર્ગો કરનાર પ્રત્યે પણ ક્ષમા રાખનાર પૂર્વર્ષિઓ યાદ આવે તો ગુનેગાર તરફ કદી ગુસ્સો નહિ આવે ! * બહારનું યુદ્ધ તો ક્યારેક જ આવે. એ યુદ્ધ ન થાય એમાં જ ભલું છે. પણ આપણું અંતરંગ યુધ્ધ સતત ચાલુ છે. ક્રોધ, માન, માયાદિના સંસ્કારો સામે સતત આપણે લડતા રહેવાનું છે ને વિજેતા ૧૮૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #203 -------------------------------------------------------------------------- ________________ બનતા રહેવાનું છે. હારીને બેસી જવાનું નથી. * સિદ્ધાચલ પર પૂ. આત્મારામજી મ. સ્વનિંદા કરતાં કહે છે : અબ તો પાર ભયે હમ સાધો શ્રી સિદ્ધાચલ દર્શ કરી; જ્ઞાનહીન ગુણ-રહિત વિરોધી, લંપટ ધીઠ કષાયી ખરો; તુમ બિન તારક કોઈ ન દિસે, જયો જગદીશ્વર સિદ્ધગિરો.” કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી કહે છે : “ત્વગ્નતામૃતપાનોત્થા, રૂત: શોર્મયઃ | પત્તિ માં નાથ, પરમાનન્દ - સમ્પવાનું !” "इतश्चानादि - संस्कार - मूर्छितो मूर्छयत्यलम्; રાવિષાવેજો, હતાશ: વરવા વિમ્ ?” હે પ્રભુ ! એક તરફ તારું શાસન મને ઉપર ખેંચે છે તો બીજી તરફ અનાદિના રાગાદિના સંસ્કારો મને નીચે ખેંચી રહ્યા છે. પ્રભુ ! હું શું કરું ? क्षणं सक्तः क्षणं मुक्तः, क्षणं क्रुद्धः क्षणं क्षमी । मोहाद्यैः क्रीडयैवाहं ! कारितः कपिचापलम् । ક્યારેક આસક્ત ! કયારેક અનાસક્ત ! ક્યારેક કુદ્ધ ! ક્યારેક શાન્ત ! મારા મનની સ્થિતિ મને જ સમજતી નથી. આપના જેવા નાથ મળ્યા, છતાં મારી આવી સ્થિતિ ? અમુક તો એવા અધમ પાપો કર્યા છે કે કહેતાં જીભ ઉપડતી નથી. આવા મહાન જ્ઞાની આચાર્ય પણ આવું કેમ કહેતા હશે ? આ પણ આરાધનાનો એક પ્રકાર છે. કર્મ બાંધવાની યોગ્યતા તે સહજમળ. કર્મ તોડવાની યોગ્યતા તે તથાભવ્યતા. તથાભવ્યતાનો પરિપાક કરવા માટેના ત્રણ [શરણાગતિ, દુષ્કૃત - ગોં, અને સુકૃત – અનુમોદના ] ઉપાયોમાં દુષ્કૃત ગહ પણ એક ઉપાય છે. તમે તથાભવ્યતાનો પરિપાક [દુષ્કૃત-ગર્ણાદિ કરવાનો પ્રયત્ન કરો તો તમારો મોક્ષ રોકવાની કોઈનામાં તાકાત નથી. કહ્યું કલાપૂર્ણસૂરિએ જે ૧૮૩ Page #204 -------------------------------------------------------------------------- ________________ ઇરિયાવહિયં શું છે? સ્વ દુષ્કૃતની ગહ છે. ““હે જીવ માબાપ ! તમારી કોઈ વિરાધના કરી હોય તો મને ક્ષમા આપો.' ઇરિયાવહિયમાં આવો ભાવ છે. આપણા અનુષ્ઠાનોમાં ડગલે ને પગલે આ ત્રણ [શરણાગતિદુષ્કૃત-ગર્દી, સુકૃત અનુમોદના] પદાર્થો વણાયેલા જ છે. બીજે ક્યાંય આપણે આપણી ગુપ્ત પાપભરી વાતો ન કરી શકીએ, કદાચ ગુરુ પાસે પણ ન કરી શકીએ, પણ ભગવાન પાસે તો કરી શકીએ ને ? ભગવાન પાસે દુષ્કૃત-ગહ જરૂર કરજો. * અહીં શાસ્ત્રકાર સૌ પ્રથમ ચારિત્ર-પાલકની અનુમોદના કરવાનું કહે છે : જેઓ માતા-પિતા આદિ સર્વ સંબંધો છોડીને જિનોપદિષ્ટ ધર્મનું પાલન કરે છે તે ધન્ય છે ! ચારિત્રના યોગો જ એવા છે કે અહીં માત્ર કમાણી જ કમાણી જ છે. વાણિયો કદી ખોટનો ધંધો ન કરે. જે દિવસે પ્રસન્નતા વધે તે દિવસ કમાણીનો સમજવો. અપ્રસન્નતા, સંકલેશ વધે તે ખોટનો દિવસ સમજવો. * ગુણ સમૃદ્ધ ચારિત્રવાન આત્મા મરણાન્ત કચ્છમાં પણ ઉદ્વિગ્ન ન થાય, તે મામૂલી રોગમાં ઉદ્વિગ્ન થાય ? ઈચ્છીએ કે ન ઇચ્છીએ, માંગીએ કે ન માંગીએ, પણ મૃત્યુ કાંઈ અટકવાનું નથી. એક પણ એવી વ્યક્તિ નથી જે મરી નથી. મરણ સુનિશ્ચિત છે. પણ એ મરણ એવી રીતે થાય, સમાધિપૂર્વક અને આરાધનાપૂર્વક થાય કે મરણ પણ મહોત્સવરૂપ બની જાય. મૃત્યુનું મૃત્યુ થઈ જાય. [ગાથા-૧૦૧] ભીખારીને ચિંતામણિ મળી જાય, તેમ આપણને આ ચારિત્ર મળી ગયું છે, એમ માનજો. પણ આપણને એવું કદી લાગતું નથી. છ અબજની વર્તમાન વસતિમાં માત્ર દસેક હજાર [બધા જ ફિરકાના મળીને] સાધુ-સાધ્વી છે. વસતિના અનુપાતમાં જોઈએ તો આટામાં લુણ જેટલી પણ આપણી સંખ્યા નથી. દસેક હજારમાં પણ સાચા સાધુ કેટલા ? યોગસારકારની ૧૮૪ જ કહ્યું ક્લાપૂર્ણસૂરિએ. Page #205 -------------------------------------------------------------------------- ________________ ભાષામાં કહું તો : “દ્વિત્રા ' બે-ત્રણ જ એવા તત્ત્વજ્ઞ પુરુષો હશે ! આપણો નંબર એ બે-ત્રણમાં લાગે, માટે મારો આ પ્રયાસ છે. આ ચારિત્રની દુર્લભતા ક્યારેય સમજાય છે ? જગતમાં કોઈ એવી જગ્યા નથી, જ્યાં અનંતીવાર આપણે જન્મ-મરણ કર્યા ન હોય. આવા આ સંસારમાં ચારિત્ર માત્ર અહીં જ મળ્યું છે. આવા ચારિત્રરત્નને પામીને જે પોતાના આત્માને મોક્ષમાર્ગમાં જોડી શકતો નથી તે ખરેખર દયનીય છે, કરુણાસ્પદ છે. એની પુણ્યહીનતા વર્ણવવા કોઈ શબ્દો નથી. [ગાથા-૧૦૨]. * ચારિત્ર ધર્મમાં સીદવું એટલે જહાજમાં બેસીને કાણા કરવા! જહાજમાં બેસીને કાણા કરનારા આપણે સંસાર-સમુદ્રને શી રીતે તરી જવા માંગીએ છીએ ? એ સમજાતું નથી.. પુસ્તક-પ્રેમ અબ્રાહમ લિંકન, બર્નાર્ડ શો, ટાગોર વગેરે સ્કૂલમાં બહુ ભણ્યા ન્હોતા, ડાર્વિન, વિલિયમ સ્કૉટ, ન્યૂટન, એડીસન, આઈન્સ્ટાઈન વગેરે સ્કૂલમાં ઢબુના ઢ હતા. નેપોલિયન ૪૨મા નંબરે હતો, પણ આ બધાએ પુસ્તકોના અધ્યયન દ્વારા અભુત યોગ્યતા મેળવી હતી. નેપોલિયન અને સિકંદર જેવા તો લડાઈ વખતે પણ પુસ્તકો વાંચતા હતા. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ રૂઝવેલ્ટ મુલાકાત વખતે પણ સમય મળતાં પુસ્તક વાંચવાનું છોડતા નહિ. એક મુલાકાતી જાય અને બીજો આવે ત્યાં સુધીના સાવ થોડાક સમયનો પણ તેઓ આ રીતે સદુપયોગ કરી લેતા હતા. કહ્યું કલાપૂર્ણસૂરિએ ૧૮૫ Page #206 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા ચૈત્ર વદ-૬ ૨૫-૪-૨૦૦૦, મંગળવાર * તીર્થની હયાતી રહે ત્યાં સુધી જીવોને પ્રભુનો માર્ગ મળે માટે ગણધરોએ પ્રભુના વચનોને સૂત્ર રૂપે ગુંથ્યા. આપણી ન્યૂનતા દેખાય તે માટે આ આગમો છે. આગમ દર્પણ છે. એ દર્પણમાં આપણો આત્મા જોવાનો છે. ને તેની મલિનતા દૂર કરવાની છે. શરીર તો આત્માનું ઘર છે. આપણે તો જ્ઞાનાદિમય છીએ. દર્પણમાં શરીર દેખાય, પણ આગમમાં જ્ઞાનાદિમય આત્મા દેખાય; જો જોતાં આવડે. આપણું મૂળ સ્વરૂપ યાદ આવે માટે આ આગમો છે. આત્મા દેખાતો નથી પણ જ્ઞાનાદિ ગુણો તો દેખાય છે ને ? ગુણોને નિર્મળ અને પુષ્ટ બનાવવા પ્રયત્ન કરશો તો આત્મા નિર્મળ અને પુષ્ટ બનવાનો જ. ગુણ ગુણી વિના ક્યાંય રહેતા નથી. જ્ઞાનાદિની આરાધના કરવા માટે જ આ સાધુપણાનો બધો જ સમય છે. સાધુપણું અનુકૂળતા ભોગવવા માટે નથી. જ્ઞાનાદિની વૃદ્ધિ માટે છે. અનુકૂળતા જ જોઈતી હોત તો ઘરમાં આનાથી વધુ અનુકૂળતા મળત, પણ આપણે તો જાણી-જોઇને કષ્ટ ઊભું કર્યું છે, જ્ઞાનાદિને પુષ્ટ અને નિર્મળ બનાવવાનો સંકલ્પ કર્યો છે. એ સંકલ્પ ૧૮૬ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #207 -------------------------------------------------------------------------- ________________ વિસરાઈ નથી ગયોને ? બસમાં ઊભા રહેલા વેપારનું ટેન્શન લઈને ફરતા ગૃહસ્થો દુઃખમાં હોવા છતાં પોતાને દુઃખી માનતા નથી. સામે લાભ દેખાય છે ને ? તેમ જ્ઞાનાદિ માટે આપણે થોડી તકલીફ નહિ ઊઠાવીએ ? * જે ચારિત્રને સ્વીકારવા ચક્રવર્તી પણ પોતાની છ ખંડની દ્ધિ તણખલાની જેમ ફેંકી દે, એ ચારિત્ર આપણને મળ્યું છે. એની ખુમારી કેવી હોવી જોઈએ ? ચારિત્ર આવું મૂલ્યવાન છે. ત્રણ ભુવનના રાજા ભગવાને મને આપ્યું છે, એમ તમને લાગે છે ? ઇન્દ્ર સહિત બધા દેવો ચારિત્રધરને વંદે છે, એ ચારિત્રનું શું વર્ણન કરવું ? વિરતિધરને પ્રણામ કર્યા પછી જ ઈન્દ્ર પોતાની સભા શરૂ કરે છે. ભવ-ભ્રમણના ચક્રને ચીરી નાખનારા ચારિત્રને પામીને આપણે પ્રમાદમાં પડ્યા રહીશું ? ગૃહસ્થોને, જો પૈસા મળતા હોય તો તકલીફો તકલીફરૂપે ન લાગે તો કર્મ-નિર્જરાકારી આ ચારિત્રઅનુષ્ઠાનમાં આપણને તકલીફ લાગશે ? આ વિશ્વમાં ચારિત્ર સુધી પહોંચનારા કેટલા ? વિશ્વમાં સૌથી થોડા માનવો છે. તેમાંય થોડા આર્યો છે. એમાં પણ થોડા જૈનો છે. એમાંય થોડા સાધુઓ છે. એમાંય થોડા તાત્વિક સાધુઓ છે. થોડા આર્ય અનાર્ય જનમાં, જૈન આર્યમાં થોડા; તેમાં પણ પરિણત જન થોડા, શ્રમણ અલ્પ બહુ મુંડા...” – ઉપા. યશોવિજયજી મ. આવી દુર્લભ સાધુતા માટે તકેદારી કેટલી ? દેવો પણ જે સુખને ન પામી શકે, એવું સુખ આ જ ભવમાં સાધુ મેળવી શકે, આ ઓછી વાત છે ? પણ એક વાતનો ખ્યાલ છે ? તમારી પાસે જો લાખો-કરોડો રૂપિયા આવી ગયા હોય ને ગુંડાઓને ખબર પડી જાય તો શું કરે ? તમને રસ્તા વગેરેમાં ક્યાંક લૂંટી જ લે. ચારિત્રરૂપી ચિંતામણિ જેવી મૂલ્યવાન ચીજ મળી ગયા પછી મોહરાજા નામનો ગુંડો તમને કહ્યું કલાપૂર્ણસૂરિએ છે ૧૮૦ Page #208 -------------------------------------------------------------------------- ________________ શાનો છોડે ? તમને લૂંટવા એ પોતાના સાથીદારોને મોકલવાનો જ. તમારે આ ગુંડાઓથી બચવાનું છે. આ ગુંડા બહારથી નથી આવતા, અંદરથી જ આવે છે. આવા અવસરે તમે એકદમ જાગૃત થઈ જજો. તમારા પોતાના શુદ્ધ-સ્વરૂપને યાદ કરજો. રાગાદિ ભાવો વિભાવ-દશા છે, સ્વભાવ-દશા નથી એ કદી ભૂલવાનું નથી. - રાગાદિના તોફાન વખતે શરીરની તાકાત કામ ન લાગે, આત્મ-શક્તિ કામ લાગે. હોઇ શકે કે તમે શરીરથી દૂબળા હો ! પણ તેથી શું થયું ? એક કહેવત છે : ‘જાડા જોઇને ડરવું નહિ. દૂબળા જોઇને સામે થવું નહિ.' એટલે શરીર જાડું હોય કે પાતળું હોય તેની બહુ ચિંતા નહિ કરતા. ગોળીઓ ખાઇને વજન નહિ વધારતા. અંદર આત્મશક્તિ જોઇએ, ધૃતિ જોઇએ. જેનામાં ધૃતિ હોય તે જ મોહના તોફાનથી બચી શકે. ધૃતિ આત્મશક્તિ છે. * આપણે અત્યારે લાલચમાં કહીએ છીએ : ‘સંયમ ઘણું સરળ છે. આવી જાવ. કાંઇ વાંધો નથી.' આ ખોટું છે. એને સમજાવો : ‘સંયમ ઘણું તકલીફવાળું છે, લોઢાના ચણા ચાવવા જેટલું કઠણ છે. હિંમત હોય તો જ આવજો.' અમને આવું જ સમજાવવામાં આવેલું. તમે જો સંયમ સરળ છે એવી વાતો કરીને કોઇને દીક્ષા આપશો તો એ અહીં થોડી જ પ્રતિકૂળતામાં નાસીપાશ થઇ જશે. પોચટોનું અહીં કામ નથી. - સંયમ તો યોગ્યને જ અપાય. યોગ્યને સંયમ આપવાથી લાભ છે, તેમ અયોગ્યને સંયમ આપવાથી ગેરલાભ પણ એટલો જ છે, એ ભૂલવાનું નથી. * આપણે ‘સાતલાખ' નથી બોલતા એટલે આપણે એમ માની લીધું : આપણે તો અઢારેય પાપથી છૂટી ગયા. આપણને જરૂર ૧૮૮ ૨ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #209 -------------------------------------------------------------------------- ________________ નહિ.' જો જરૂર ન હોત તો સંથારા પોરસીમાં અઢારેય પાપ છોડવાની વાત શા માટે લખી ? ગૃહસ્થોને પ્રાકૃત ન સમજાય માટે સાત લાખ છે. આપણને સંથારા પોરસીમાં આ ચીજ આવી જાય છે માટે આપણે સાત લાખ બોલતા નથી. બાકી, એની જરૂર નથી અથવા એનાથી પર થઇ ગયા છીએ, એમ નહિ માનતા. સંથારા પોરસીમાં તો ખાસ લખ્યું : આ અઢાર પાપસ્થાનક મોક્ષમાર્ગના સંસર્ગમાં વિઘ્નભૂત છે. ‘“મુલ્લુમન-મંસા-વિશ્વમૂત્રારૂં II’” વળી, ‘સર્વાં સાવનં નોનું પવ્વસ્વામિ ।' એમ તો બોલીએ જ છીએ. સર્વ સાવદ્ય યોગના ત્યાગમાં ક્યું પાપ બાકી રહ્યું ? * ચારિત્રમાં આવતી શિથિલતા દૂર કરવી હોય તો ધૃતિ વધારો. ધૃતિ વધશે તો શિથિલતા દૂર થશે. એ થશે તો મોક્ષ મળશે. બોલો, મોક્ષ જોઇએ છે ? સાધ્વી સભા : હાજી. અત્યારે તો મોટી ઓડી જોઇએ છે. મોક્ષ ક્યાં જોઇએ છે ? જે વસ્તુની તડપન ન હોય તે વસ્તુ કદી મળે નહિ. મોક્ષ નથી મળ્યો. કારણ કે તડપન ન્હોતી. મોક્ષ નથી મળતો કારણ કે તડપન નથી. તડપન હોય તો મોક્ષના ઉપાયો [ રત્નત્રયી ] માં પ્રવૃત્તિ કરતાં કોણ રોકે છે ? જોરદાર ભૂખ લાગે તો માણસ ભોજન મેળવવા પ્રયત્ન કરે જ. * કષાયો વગેરે દોષો કૂતરા જેવા છે. કૂતરા વગર બોલાવ્યે આવી જાય. લાકડીથી હાંકી કાઢો તોય ફરીથી આવી જાય. સાદડીમાં તો એક મહારાજના પાત્રામાંથી કૂતરો લાડવો ઊઠાવી ગયેલો. કૂતરાને તો હજુ આપણે હટાવીએ છીએ, પણ કષાયોને તો આપણે આમંત્રણ આપીને બોલાવીએ છીએ. એની મીઠી-મીઠી મહેમાનગતિ કરીએ છીએ. પછી મહેમાન [કષાય] શાના જાય ? કહ્યું, કલાપૂર્ણસૂરિએ * ૧૯૯ Page #210 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રની વાત કરતાં વચ્ચે કષાયો ક્યાં આવ્યા ? કષાયની સાથે ચારિત્રનો સંબંધ છે. જેમ જેમ કષાય ઘટતા જાય તેમ તેમ ચારિત્ર આવતું જાય. અનંતાનુબંધી કષાય જાય તો જ સમ્યક્ત્વ મળે. અપ્રત્યાખ્યાની કષાય જાય તો જ દેશવિરતિ ચારિત્ર મળે. પ્રત્યાખ્યાની કષાય જાય તો જ સર્વવિરતિ ચારિત્ર મળે. સંજ્વલન કષાય જાય તો જ યથાખ્યાત ચારિત્ર મળે. આ તો આપણે જાણીએ છીએ ને ? કષાય દૂર કરવા શું કરવું ? જેમના જેમનામાં તમને જે જે કષાયની મંદતા જોવા મળે તેની તેની તમે ખૂબ ખૂબ અનુમોદના કરતા જાવ. તેમને નમન કરતા જાવ. કષાયમુક્ત પ્રભુને નમન કરતા જાવ. જે ગુણને તમે નમો એ ગુણ તમારામાં આવી જ જાય. આ નિયમ છે. * ક્રોધ કેમ આવે છે ? અભિમાનના કારણે. અહંકારને ટક્કર લાગે એટલે જ ક્રોધ આવે. તમે તમારી માનસિક વૃત્તિનું બરાબર નિરીક્ષણ ક૨શો તો આ વાત તરત સમજાઇ જશે. ક્રોધ અને માનનું ગાઢ બંધન છે. માયા અને લોભનું ગાઢ બંધન છે. ઘરમાં ક્યાંક ક્યારેક દેખાતા સાપ, વીંછીને તરત જ દૂર કરનારા આપણે કષાયોને દૂર કરતા નથી એનો અર્થ એટલો જ કે આપણને કષાયો સાપ જેવા લાગ્યા નથી. મોક્ષ મેળવવો’ એ જેમ ધ્યેય રાખ્યો છે, તેમ કષાયાદિ ભાવોથી મુક્ત બનવું, એ પણ ધ્યેય હોવો જોઇએ. કષાયથી મુક્તિ થશે, પછી જ પેલી મુક્તિ મળશે ને ? “ગાય-મુક્તિ: મુિક્તિ-રેવ ।” કષાય-મુક્તિ થતાં, ઉપરનો મોક્ષ તો મળશે ત્યારે મળશે, પણ તમને અહીં જ મોક્ષનું સુખ મળશે. પ્રશમનું સુખ એટલું જોરદાર હોય છે કે એને વર્ણવવા શબ્દો ટૂંકા પડે. ૧૯૦ × કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #211 -------------------------------------------------------------------------- ________________ કષાયો ચિત્તને ચકડોળે ચડાવે છે, ચિત્તને વ્યાકુળ અને વ્યગ્ર બનાવે છે. વ્યાકુળ અને વ્યગ્ર ચિત્તમાં સુખ આવી શકે એમ તમે કલ્પના કરી શકો છો ? આ ભવમાં પણ સુખી બનવું હોય તો પણ કષાયોને કાત્યે જ છુટકો છે. * આવું અતિશય દુર્લભ ચારિત્ર મળ્યા પછી પણ જો એની વિરાધના થાય તો તમારી હાલત પેલા માણસ જેવી થાય, જેનું વહાણ તૂટી ગયું છે ને દરિયામાં ડૂબી રહ્યો છે. એ માણસ બીજા કોઈની ભૂલથી નહિ, પોતાની જ ભૂલથી ડૂબી રહ્યો છે. એણે જાતે જ વહાણમાં કાણા કર્યા હતા. આપણે ચારિત્રના જહાજમાં કાણા નથી કરતા ને ? અતિચાર લગાડવા એટલે ચારિત્રના જહાજમાં કાણા પાડવા. [ગાથા-૧૦૫] હવે નક્કી કરો : મારે કાણા નથી પાડવા. નિરતિચાર ચારિત્ર પાળવું છે. નિરતિચાર ચારિત્ર પાળનારો ચારિત્રરૂપી જહાજમાં બેસીને આનંદપૂર્વક સંસાર સાગરના પેલા કિનારે પહોંચી જાય છે. એક ભાઈ ૧૫-૧૬ જણ સાથે પરદેશમાં શોખ ખાતર નાવડીમાં બેઠા ને સમુદ્રમાં ભયંકર તોફાન આવ્યું. નાવ ડૂબવાની તૈયારીમાં. મનમાં થયું ? નકામાં આપણે આવો શોખ કર્યો. પણ હવે શું થાય ? નવકાર ગણવા શરૂ કર્યા. નવકારના પ્રભાવથી તે જ વખતે બીજી નાવ બચાવવા આવી પહોંચી અને તેઓ બચી ગયા. સામખીયાળીના નરસી જસા સાવલાએ પોતાનો આ અનુભવ અમને કહેલો. ખેર, આપણી નાવડી તો સલામત છે ને ? જીવન નૈયા હાલક-ડોલક લાગે ત્યારે પ્રભુને યાદ કરજો. પ્રભુ જ જીવન-નૈયાના ખેવૈયા બની શકે તેમ છે. પૂ. ઉપા. યશોવિજયજી કહે છે : “તપ-જપ મોહ મહાતોફાને, નાવ ન ચાલે માને રે; પણ મુજ નવિ ભય હાથોહાથે, તારે તે છે સાથે રે....' કઇ કલાપૂર્ણસૂરિએ જ ૧૯૧ Page #212 -------------------------------------------------------------------------- ________________ * ક્યારેક અપમાનનો પ્રસંગ આવે, ક્રોધ ભભૂકી ઊઠવાની તૈયારીમાં હોય ત્યારે વિચારજો : જેનું અપમાન થઈ રહ્યું છે, તે હું નથી. હું [આત્મા] છું. અનામી છું. મારા નામને કોઈ ગાળો આપે તો મને શું ? આ નામ તો મારા ફઈબાએ કે ગુરુદેવે સોંપેલું છે. એની સાથે મારે શો સંબંધ ? આવી વિચારણાથી આપણે કેટલા સંકલેશથી બચી જઇએ ? મનમાં ક્રોધ માન સાવ જ ન આવે એવું તો ન બની શકે. મને પણ ક્યારેક આવી જાય, પણ કમ સે કમ એટલું નક્કી કરો : તમારો ક્રોધ કે તમારું અભિમાન વાણી દ્વારા બહાર ન આવે. - મનમાં જ આવશે તો માત્ર તમને જ નુકશાન કરશે, પણ વચનમાં કષાયો આવશે તો બીજાને પણ નુકશાન કરશે. આપણે બળ્યા તો કદાચ ભલે બળ્યા, પણ બીજાને શા માટે બાળવા ? મારા સાત અજ્ઞાન (૧) હું સર્વોપરિ ચૈતન્યનો અંશ છું, તે હું જાણતો નથી. (૨) હું અહંમાં પુરાયેલ છું, તે હું જાણતો નથી. (૩) મને નામ-રૂપ ખૂબ ગમે છે, પણ વસ્તુતઃ તે જ દુ:ખ-દાયી છે, તે હું જાણતો નથી. (૪) દૃશ્યમાન જગત જ મને સાચું લાગે છે. (૫) અદશ્યમાન વિશ્વ કેવું હશે ? તેનો હું કદી વિચાર કરતો નથી. (૬) હું શરીર છું – એ જ ખ્યાલમાં હું રાચતો રહું છું. (૭) જગતના જીવોની સાથે મારો સંબંધ હું જુદો માનું છું. ૧૯૨ ♦ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #213 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા ચૈત્ર વદ-૭ ૨-૪-૨૦૦૦, બુધવાર * આપણા માટે નહિ, જગતના સર્વ જીવો માટે માનવ-ભવ દુર્લભ છે. આ માનવ-જીવન બધાને જોઈએ છે. બધા એને ઝંખે છે. સીટ થોડી છે. મેમ્બર ઘણા છે. તેઉવા સિવાય] બધાય દંડકોમાંથી જીવ મનુષ્ય થઈ શકે. અને મનુષ્ય બધા જ દંડકોમાં જઈ શકે. દુનિયાના કિંમતી પદાર્થો કામકુંભ, ચિંતામણિ આદિ એક તરફ મૂકો ને એક તરફ માનવભવ મૂકો. માનવ-ભવ ચડી જશે. અસંખ્યાત દેવો તલસી રહ્યા છે કે અમને ક્યારે માનવ-ભવ મળે ? ક્યારે અમે સાધુ બનીએ ? સાધુઓને તેઓ રોજ વંદે છે, સ્મરે છે. આપણને આવા સાધુપણાની કિંમત ખરી ? * અરિહંતોને વંદન કરવાથી પાપ કપાય તેમ સાધુને વંદન કરવાથી પણ પાપ કપાય. અરિહંત, સિદ્ધ, આચાર્ય કે ઉપાધ્યાય, સાધુ બન્યા વિના બની શકાતું નથી. દીક્ષિત તીર્થંકર સાધુ જ કહેવાય. અરિહંત પણ પહેલા સાધુ બને છે, પછી જ તીર્થંકર બની શકે છે. આવું સાધુપણું મેળવીને આપણે પ્રમાદમાં પડ્યા રહીશું ? મનુષ્યપણું મળવું, એમાં પણ બોધિ મળવી, એમાં પણ સાધુપણું કહ્યું, કલાપૂર્ણ રિએ જ ૧૯૩ Page #214 -------------------------------------------------------------------------- ________________ મળવું કેટલું દુર્લભ છે ? એ નિરંતર વિચારો. માનવ-જીવન મળ્યા પછી બોધિ મળવી કાંઇ સહેલી નથી. એ માટે ગણધરોને પણ ભગવાન પાસે માંગણી કરવી પડે છે : 'आरूग्ग बोहिलाभं समाहिवरमुत्तमं दिंतु ।' પ્રશ્ન ઃ ગણધરો તો સમ્યગ્દષ્ટ જ હોય પછી બોધિમાટે પ્રાર્થના શા માટે ? ઉત્તર ઃ મળેલી બોધિ વધુ નિર્મળ બને માટે. મળેલી બોધિને ખોઇને નિગોદમાં પહોંચનારા પણ અનંતા જીવો છે. આવેલી બોધિ, સમ્યક્ત્વ જઇ પણ શકે. ક્ષાયિકભાવ ન આવે ત્યાં સુધી ભરોસો ન રાખી શકાય. આપણા અત્યારના ગુણો ક્ષાયોપશમિક ભાવના છે. કાચના વાસણની જેમ એમને સંભાળવા જરૂરી છે. * દૂર રહેલા દશ્યોને T.V. દ્વારા તમે અહીં જોઇ શકો છો, તેમ દૂર રહેલા ભગવાનને નામ-મૂર્તિ આદિ દ્વારા તમે અહીં જોઈ શકો. માત્ર તમારી પાસે શ્રદ્ધાની આંખ જોઇએ. ‘વિનય ન છોડવો. ગુરુને ઓળવવા નહિ. કૃતઘ્ન બનવું નહિ.'' આટલું અવશ્ય ધ્યાનમાં રાખજો. જે ગુરુએ આ રજોહરણ આપ્યું એ ગુરુના અનંત ઉપકાર સદા નજર સમક્ષ રાખજો. * પુણ્યના માલિક ભગવાન છે, આપણે નહિ. જ્યારે પણ આપણે પુણ્ય બાંધ્યું હશે ત્યારે કેવી રીતે બાંધ્યું હશે ? અરિહંતોએ કહેલા કોઇક સુકૃતનું જાણ્યે-અજાણ્યે આચરણ કરતાં જ પુણ્ય બાંધ્યું હશે ને ? એ પુણ્ય પર આપણી માલિકી ન કરાય. પુણ્ય ભગવાનનું છે તો તેના દ્વારા મળેલું ભગવાનને સમર્પિત કરો. આ કૃતજ્ઞતા છે. * ખૂબ આળસ, ખૂબ ભૂખ, ખૂબ જ ખાવાની ઇચ્છા, ખૂબ જ પીવાની ઈચ્છા થતી હોય તો સમજવું : મારો આત્મા તિર્યંચ ગતિમાંથી આવ્યો છે. ખૂબ જ આવેશ, લડાઇ-ઝગડો કરતાં વિલંબ નહિ, ગાળો બોલતાં વિચાર નહિ, કોઇ અપકૃત્યની શરમ નહિ, વાતે વાતે વાંકું ૧૯૪ * કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #215 -------------------------------------------------------------------------- ________________ પાડવામાં વાંધો નહિ. અધમાઈની પરાકાષ્ઠા, ગુરુની સામે તો ખાસ બોલવું, આ લક્ષણો નરકમાંથી આવ્યાના છે. * ડાકણ, સાપણ, શંખિણી કે એવા કોઈ અપશબ્દોનો પ્રયોગ તમે બીજા પ્રત્યે કરશો તો યાદ રાખજો : તમારે જ એવા બનવું પડશે. ભવાંતરમાં તમને જીભ નહિ મળે. આ જીભ દ્વારા સારા શબ્દો, ભગવાનના ગુણ-ગાન ગાઈને અઢળક પુણ્ય ઉપાર્જી શકાય, એના સ્થાને તમે જે જીભનો દુરુપયોગ કરો તો તમે એવા મૂર્ખ ઠરી રહ્યા છો, જે ચંદનના લાકડાથી કોલસા પાડી રહ્યો છે, અને એ કોલસા દ્વારા જાતને કાળી કરી રહ્યો છે. * કપડાદિમાં રંગ-બેરંગી દોરા નાખવા. વગેરેમાં ટાઇમ શા માટે બગાડવો ? તમે બીજા સમુદાયના હો તો પણ મારી ભલામણ છે કે આમાં ટાઈમ નહિ બગાડતા. આમાં આપણું સાધુપણું શોભતું નથી. * જીભ દ્વારા કદી કઠોર શબ્દોનો પ્રયોગ નહિ કરતા. તમારા જેવા કઠોર શબ્દોનો પ્રયોગ ગુરુ તો કરી શકે નહિ. એમ કરે તો ટોળું ભેગું થાય. ગુરુને તો લોક-લાજ હોય ને ? આથી પેલાને ડબ્બલ પાવર ચડે : હં... ગુરુને કન્ટ્રોલમાં રાખવાનો સારો ઉપાય મળી ગયો ! આ ભયંકર કક્ષાનો ગુરુદ્રોહ છે, જે નરકે લઈ જાય. નરકમાં જવું હોય તે જ આવા કાળા કામ કરે. * આ જીવન આ રીતે વેડફવા માટે છે ? જીવનનો કિંમતી સમય કઈ રીતે વાપરો છો ? સમજી લો કે જીવનનો કોઈ ભરોસો નથી. વધુમાં વધુ તમે કેટલું જીવવાના ? ૧૦૦ વર્ષ ? મને ૭૦ થયા. ૧૦૦ વર્ષ આયુષ્ય હોય તો પણ ૨૪ વર્ષ જ બાકી રહ્યા. પણ સો વર્ષ કેટલા જીવે છે ? નેવું વર્ષ તો ખખડી જવાય. ૧૪ વર્ષ તો હદ થઈ ગઈ ! બે વાર તો જતો જતો બચી ગયો છું. એક વખત આધોઈ [વિ.સં. ૨૦૧૬] માં ને બીજી વખત મદ્રાસ [વિ. સં. ૨૦૫૦] માં. જીવનનો શો ભરોસો છે ? જીવન તો પરપોટો છે. એ ક્યારે પણ ફૂટી જઈ શકે છે. કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૫ Page #216 -------------------------------------------------------------------------- ________________ * અર્ણિકાપુત્રાચાર્ય જેવા પુણ્યશાળી ચરમશરીરીને કેવી અવસ્થામાં કેવળજ્ઞાન મળ્યું ? ત્રિશૂળ પર વીંધાઈ જતી અવસ્થામાં ! આવા પુણ્યશાળીની આવી હાલત ? કર્મને કોઈની શરમ નથી. કર્મનો આવો ઉદય આવશે ત્યારે આપણે સહન કરી શકીશું? કેવળજ્ઞાનીને પણ કર્મ ન છોડે. કેવળી ભગવાન મહાવીર દેવ પર પણ તેજોવેશ્યાનો ઉપસર્ગ આવી શક્તો હોય તો આપણે કઈ વાડીના મૂળા ? માટે જ કર્મના બંધન વખતે સાવધાન થવાનું છે : બંધ સમય ચિત્ત ચેતીયે રે, ઉદયે શો સંતાપ ?” કર્મ-ઉદય વખતે આપણે પરાધીન છીએ, તીર્થંકર પણ પરાધીન છે. તે વખતે ગમે તેટલી ચીસાચીસ કરીએ, કાંઇ નહિ વળે, પણ કર્મ-બંધનમાં આપણે સ્વતંત્ર છીએ. કર્મ કેવા બાંધવા તે તમારા હાથમાં છે. કર્મ કેવા ભોગવવા તે તમારા હાથમાં નથી. આ માનવ-જીવન કર્મને કાપવા માટે છે, વધારવા માટે નહિ. * અનંતા માનવ-જીવન આપણા નકામા ગયા. કારણ કે માનવ જીવન મળ્યા પછી બોધિ મળી નથી. માટે જ ૧૨ ભાવનામાં બોધિ દુર્લભ નામની એક ભાવના મૂકવામાં આવી છે. સાધુપણા પહેલા બોધિની વાત એટલા માટે મૂકી કે બોધિ સહિતનું સાધુપણું જ સફળ બની શકે. બોધિ વગરના સાધુપણાને શું કરવાનું ? એ તો અભવ્યને પણ મળી શકે. * જે વસ્તુનો અનાદર કરશો તે વસ્તુ તમને બીજીવાર નહિ મળે. તપ-ગુણનો અનાદર કરશો તો તપ નહિ કરી શકો. જ્ઞાનનો અનાદર કરશો તો જ્ઞાન નહિ ભણી શકો. એમ બધા જ ગુણોનું સમજી લેવું. ગુણો મળ્યા પછી પણ નમ્ર બનવાનું છે. જો નમ્ર ન બન્યા તો એ ગુણો પણ બીજીવાર નહિ મળવાના. * અહંકાર ખૂબ જ ખતરનાક છે. અહંકાર સ્વ-ઉત્કર્ષ અને પર-અપકર્ષ બે ચીજ શીખવાડે છે. ૧૯૬ છે કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #217 -------------------------------------------------------------------------- ________________ એક થોય, સ્તવન કે સક્ઝાય સારી બોલીએ તો પણ આપણે ફૂલાઈ જઈએ, એટલા આપણે તુચ્છ છીએ. પર-અપકર્ષથી નિંદાનો જન્મ થાય છે. સ્વ-ઉત્કર્ષથી ડંફાસનો જન્મ થાય છે. કોનાથી આપણે ઊંચા છીએ ? કોણ આપણાથી નીચું છે ? બધા જ જીવો સરખા છે, સિદ્ધોના સાધર્મિકો છે. - જ્ઞાનસારનો પહેલો શ્લોક કંઠસ્થ છે ને ? “જેન્દ્ર શ્રી તુવન્નેન.” પૂર્ણ આત્માઓ પણ જો સૌને પૂર્ણરૂપે જોઈ રહ્યા હોય તો કોઈને અપૂર્ણ જોવાનો આપણને શો અધિકાર ? એક જ મુદ્દાને આગળ ધરીને જે જીવની તમે નિંદા કરો છો, તેનાથી સૌથી મોટું નુકશાન કયું? એના બીજા બધા ગુણોને તમે ઢાંકી દો છો. ફલતઃ એ ગુણો તમારામાં આવી શકતા નથી. | માટે જ જ્ઞાનીઓ કહે છે : બીજાના ગુણો જોઈ રાજી થાવ. પોતાનો થોડો પણ દોષ જોઈ જાતને હીન માનો. ગુણવાન આત્માઓનો અનાદર કરવાથી જ આપણે ભૂતકાળમાં બોધિ-દુર્લભ બન્યા છીએ. હજુ ક્યાં સુધી બોધિદુર્લભ બનવું છે ? દેવોનો પણ અનાદર કરવાનો નથી. કોઈપણ જીવનો અનાદર કરવાનો નથી. પગામ સાયમાં શું બોલો છો ? હેવા માસાયUIT - તેવી માસાયTIS...” આગળ વધીને “વ્યTITમૂસળીવ સત્તા માસીયUTIU ” બધા જ જીવોનો અનાદર ટાળવાનો છે. પ્રશ્ન : વિરાધના - આશાતનામાં શો ફરક ? ઉત્તર : વિરાધના ટાળી શકાય. આશાતના તો તમને ચારે બાજુથી તોડી નાખે. વિરાધના જીવોની થાય. આશાતના વડીલોની, ગુણીયલની થાય. ગુણીયલની આશાતના ખૂબ જ ભયંકર છે. ગુણીયલની આશાતના થવાથી આપણે બોધિદુર્લભ બનીએ છીએ. કૂલવાલક મુનિ આશાતનાથી જ સંસારમાં ડૂબી ગયો. વિરાધનાથી તો હજુ છૂટી શકાય, આશાતનાથી છૂટવું મુશ્કેલ છે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૧૦૦ Page #218 -------------------------------------------------------------------------- ________________ આપણું સંસાર-પરિભ્રમણ આશાતનાથી થયું છે. પાણી વગેરેની વિરાધના કરનારા અતિમુક્તક છૂટી શક્યા છે, પણ ભગવાનની અને ગુરુની આશાતના કરનારા ગોશાળા અને કૂલવાલક વગેરેનું છૂટવું મુશ્કેલ છે. “તીરથની આશાતના નવિ કરીએ....” પૂજાની આ ઢાળમાં આશાતનાના ફળો વાંચ્યા છે ને ? તીર્થ બે પ્રકારના છે. : સ્થાવર અને જંગમ. બન્નેની આશાતનાથી બચવાનું છે. આરાધના કરતા રહીએ, પણ આશાતનાય કરતા રહીએ તો આપણું ઠેકાણું ક્યારે પડવાનું ? બીજા માને કે ન માને, બીજા આપણા હાથમાં નથી. જાત આપણા હાથમાં છે. એને સુધારી શકાય. બીજાને મનાવવા આપણું પુણ્ય જોઈએ, તેનું પણ સુધરવાનું પુણ્ય જોઈએ. એ બધું આપણા હાથમાં નથી. પૂ. રત્નાકરવિજયજી અમારા દીક્ષા-દાતા હતા. ફલોદીમાં ઓઘો અને વાસક્ષેપ એમને આપેલા. પૂ. રત્નાકરવિજયજી એવા ખપી હતા, એવા આરાધક હતા કે કદાચ એમની જોડ બીજે જોવા ન મળે. પૂ. રત્નાકરવિજયજીની એક વાત કહું ? ક્યારેક એ કાઉસ્સગ્ન કરતા, ક્યારેક ભગવાનના ફોટા સમક્ષ ત્રાટક કરતા. એમ કરતાં ક્યારેક ઊંઘ આવી જાય તો જાતે જ પોતાને લાફો લગાવી દેતા : તને ઊંઘ આવે છે ? લે લેતો જા. આવું તમે જાતે કરી શકશો ? બીજો તો કોણ તમને લાફો મારી શકે ? એ કામ તમે જ કરી શકો. તમે નહિ કરો તો બીજો કોઈ નહિ કરી શકે. આ જીવનમાં આપણને સાધુપણું તો મળી ગયું છે, પણ બોધિ મળી છે ? દેહાધ્યાસ ટળ્યો છે ? આ બધા પ્રશ્નો જાતને પૂછી લેજો. પોતાની જાતને તમે પોતે જ સુધારી શકશો, બીજા કોઈની તાકાત નથી. ૧૯૮ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #219 -------------------------------------------------------------------------- ________________ અત્યારે આપણે દેહને આત્મારૂપે જોઇએ છીએ, જે મિથ્યાત્વને સૂચિત કરે છે. અંદર મિથ્યાત્વનો એક પણ કણ પડ્યો હોય ત્યાં સુધી દેહમાં આત્મ-બુદ્ધિ ટળતી નથી. સાત પ્રકૃતિઓ જ્યારે નબળી પડે, સમ્યકત્વ ગુણ પ્રગટે ત્યારે દેહાધ્યાસ ટળે છે. હતાશ નહિ થતા. આ ચીજ ન મળી હોય તો મેળવવા ઉદ્યત બનજો. આ બધું હું તમને હતાશ બનાવવા નથી કહેતો, ઉત્સાહી બનીને સાધના માર્ગે આગળ વધો એ માટે કહું છું. ક્ષમા તમારી ભૂલોની કોઈ ઉદારતાથી માફી આપી દે, એવું તમે ઈચ્છો છો ને ? તો તમે બીજાની ભૂલોને માફ કરતાં શા માટે અચકાઓ છો ? મનુષ્યનું આભૂષણ રૂપ છે. રૂપનું આભૂષણ ગુણ છે. ગુણનું આભૂષણ જ્ઞાન છે અને જ્ઞાનનું આભૂષણ ક્ષમા છે. ક્રોધની આગથી જીવન રેગિસ્તાન બને છે. ક્ષમાના અમૃતથી જીવન વસંત બને છે. તમારે જીવનને કેવું બનાવવું છે ? ક્રોધની આગને ઠારનારું ક્ષમાનું શસ્ત્ર જેના હાથમાં છે, તેનો હંમેશા જય થતો જ રહે છે. ક્ષમાશીલને પરાજિત કરવાની તાકાત કોની છે ? કહ્યું ક્લાપૂર્ણસૂરિએ જ ૧૯ Page #220 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા ચૈત્ર વદ-૮ ૨૭-૪-૨૦00, ગુરુવાર * પ્રભુનું જ્ઞાનામૃત પીએ તે અજરામર બની જાય. જિનવચન તો અમૃત છે જ, પણ તે પર માત્ર આદર કરો તો પણ કામ થઈ જાય. "जइ इच्छह परमपयं, अहवा कित्तिं सुवित्थडं भुवणे । ता तेलुक्कुद्धरणे जिणवयणे आयरं कुणह ॥" જિન-વચનનો આદર તેના પાલન તરફ લઈ જાય છે. જિન-વચનથી આપણને સમજાય છે કે મળેલી સામગ્રી કેટલી દુર્લભ છે ! દુર્લભ ૧૫ વસ્તુઓમાંથી ૧૨ વસ્તુઓ તો વ્યવહારથી મળી ગઈ છે, માત્ર ત્રણ જ બાકી છે : ક્ષપકશ્રેણિ, કેવળજ્ઞાન અને મોક્ષ ! દ્રવ્યથી પણ જૈનકુળમાં જન્મ પામે, તે કેટલી પુણ્યાઇ કહેવાય? જિન-વચનની શ્રદ્ધા, અને શ્રાવકપણું પણ દુર્લભ ગણાય, તો સાધુપણાની વાત જ શી કરવી ? * કોઈ માણસ મળેલી મીઠાઈ રાખી મૂકતો નથી, આસ્વાદ માણે છે. સાધુપણું પણ માણવા માટે છે. મીઠાઈનો સ્વાદ તો માણીએ છીએ, સાચા સાધુપણાનો સ્વાદ જ્યારે માણીશું ? સાધુપણાના આસ્વાદની ઝંખના પણ જાગે તોય કામ થઈ જાય. ૨૦૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #221 -------------------------------------------------------------------------- ________________ * શરીર તો આત્માનું ઘર છે. ઘરમાં રહેનાર આત્મા છે. એ આત્મા અંગેની કોઈ રુચિ જાગી ? એ માટેની રુચિ અધ્યાત્મસાધનાનું પહેલું ડગલું છે. આ રુચિને જ આપણે સમ્યગ્દર્શન કહીએ છીએ. જડની રુચિ ઘટ્યા વિના આત્મરુચિ જાગતી નથી. પ્રભુ સ્વયં આપણને સચ્ચિદાનંદમય રૂપે જુએ છે. જો આપણું સ્વરૂપ સચ્ચિદાનંદમય રૂપે હોય જ નહિ તો શી રીતે જુએ ? સંસારી જીવો તો વિષય-કષાયથી, કર્મોથી, ક્લેશો અને સંક્લેશોથી ભરેલા છે. એવા જીવોને સચ્ચિદાનંદરૂપ જોવા ભ્રમણા નથી ? નહિ, પૂ.ઉપા. યશોવિજયજી મ. કહે છે : ગમે તેવા સંસારી જીવો દેખાતા હોય તો પણ સત્તાએ સર્વ જીવો સિદ્ધ સ્વરૂપી જ છે. પણ પોતાને સિદ્ધ સ્વરૂપી જાણીને અભિમાની થઈ જવાની જરૂર નથી : હું તો સિદ્ધ સ્વરૂપી છું. નિશ્વનય કહે છે : તમે સિદ્ધ સ્વરૂપી છો. વ્યવહારનય કહે છે ઃ તમે સંસારી છો. નિરાશા આવી જાય ત્યારે નિશ્ચયનય યાદ કરવો. અભિમાન આવી જાય ત્યારે વ્યવહારનય યાદ કરવો. * મનુષ્ય જન્મ કર્મબંધન માટે નથી વખાણ્યો. મનુષ્ય સાતમી નરકે પણ જાય, પણ તે કારણે એ પ્રશંસનીય નથી. મનુષ્ય કર્મક્ષય કરી શકે છે માટે જ તેનો જન્મ વખણાયો છે. * મોટાભાઈ પાસે જીદ્દ કરીને કંડરીકે દીક્ષા લીધી. એક હજાર વર્ષ સુધી પાળી, પણ છેલ્લે રસનાની આસક્તિએ તેમને પકડ્યા. અનુકૂળતા છોડવી ખૂબ જ મુશ્કેલ છે. પાલીતાણામાં અનુકૂળતા પકડી ન લે તે જોજો. અનુકૂળતાનો રાગ ખતરનાક છે. એમના એવા પરિણામ બગડ્યા કે તે સ્થાન છોડવા તૈયાર જ ન થયા. આખરે ઉત્પ્રવ્રુજિત બની રાજા બન્યા. નાનાભાઈ પુંડરીક રાજામાંથી શ્રમણ બન્યા. કહ્યું, કલાપૂર્ણસૂરિએ ક ૨૦૧ Page #222 -------------------------------------------------------------------------- ________________ માનવ-જીવન એમાં પણ શ્રમણપણું પામીને પણ કંડરીક સાતમી નરકે ગયા. આપણે એવા બનવું છે? ઊંચી ભૂમિકામાં આવ્યા પછી પતન ન થાય તે ખાસ જોવાનું છે. “ઊંચે હુએ તો ક્યા હુઆ ? જૈસે પેડ ખજૂર; પંથી કો છાયા નહીં, ફલ લાગે સો દૂર.” * જ્ઞાન કે દર્શનને ચારિત્રથી અલગ નહિ કરતા. દર્શન અને જ્ઞાનનું મિશ્રણ જ સમ્યફ ચારિત્ર કહેવાય. દર્શન-જ્ઞાન વગરનું ચારિત્ર સાચા અર્થમાં ચારિત્ર કહેવાય જ નહિ. જ્ઞાનદશા જે આકરી, તે ચરણ વિચારો; નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો...” દર્શન યુક્ત જ્ઞાન તીક્ષ્ણ બને છે ત્યારે એ સ્વયં ચારિત્ર બની જાય છે. પૂ. ઉપા. યશોવિજયજી મ. પામેલા પુરુષ હતા. પોતે જે પામ્યા તે બીજા પણ પામે તેવા ઉદેશથી તેમણે ૧૨૫, ૧૫૦, ૩૫૦ વગેરે ગાથાઓના સ્તવનો બનાવ્યા. એમને ચિંતા હતી : મને મળ્યું તો મારા અનુગામીઓને શા માટે ન મળે ? બાપને ચિંતા હોય છે : મેં તો આ સંપત્તિ મેળવી છે. મારા આ પુત્રો સંપત્તિ સંભાળી શકશે ને ? એ માટે એ અનેક ઉપાયો વિચારે છે. ઉપા. યશોવિજયજીએ પણ પોતાને મળેલો સાધુપણાનો આનંદ બીજાને પણ મળે માટે જ આ કૃતિઓ બનાવી છે. * આપણા ભવભ્રમણનું મૂળ કારણ અજ્ઞાન છે. અજ્ઞાનના કારણે આપણે જાણતા જ નથી : મારું સ્વરૂપ કેવું છે ? કોણે પચાવી પાડ્યું છે ? કર્મસત્તાએ આપણું સમગ્ર ઐશ્વર્ય પચાવી પાડ્યું છે - આ વસ્તુ આપણે જાણતા નથી, માટે જ સંસારમાં ભમીએ છીએ. કરોડપતિના પુત્ર હોવા છતાં રોડપતિ બનીને ફરીએ છીએ ! જે વસ્તુનું જ્ઞાન જ ન થાય, તે મેળવવા જીવ પ્રયત્ન શી રીતે કરે ? માટે જ અજ્ઞાન સર્વ દુઃખનું મૂળ કહેવાયું છે. માત્માSજ્ઞાનમવું દુઃરવમ્ !'” બધું જ દુઃખ આત્માના ૨૦૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #223 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાનમાંથી પેદા થયેલું છે. * કર્મની ચુંગાળમાંથી મુક્ત બનવાનો માર્ગ આ છે : મિથ્યાત્વ નહિ, સમ્યક્ત્વ, અવિરતિ નહિ, વિરતિ, પ્રમાદ નહિ, અપ્રમાદ. કષાય નહિ, અકષાય. અશુભ યોગો નહિ, શુભ યોગોમાં પ્રવૃત્તિ. આમ કરીશું તો જ કર્મોમાંથી મુક્તિ મળી શકશે, દબાયેલું ઐશ્વર્ય મેળવી શકાશે. પંચાચારમાં પહેલો જ દર્શનાચાર કે ચારિત્રાચાર નહિ, પણ જ્ઞાનાચાર છે, તે જ્ઞાનની મુખ્યતા કહે છે. જ્ઞાનાચારના પાલનથી આપણું જ્ઞાન સ્થિર અને સુદઢ રહે. જ્ઞાનના આઠેય આચાર જીવનમાં વણાયેલા છે ને ? શિક્ષક પાઠ આપે ને વિદ્યાર્થી બીજા દિવસે તે યાદ કરીને સંભળાવે. અહીં તમે પાઠ યાદ કરો છો ? આઠેય આચારો જ્ઞાનને વધારનારા છે, એ ભૂલશો નહિ. * સમ્યકત્વ પૂર્વે ત્રણ કરણ કરવા પડે. “કરણ” એટલે સમાધિ. કરણ વખતે આત્મશક્તિ એટલી વધે કે કદી ન તૂટેલી રાગદ્વેષની ગાંઠ ત્યારે તૂટી જાય. અચરમ યથાપ્રવૃત્તિ કરણ તો અભવ્યને પણ હોય, મહત્ત્વની વાત છે : ચરમ યથાપ્રવૃત્તિકરણની. ચરમ યથાપ્રવૃત્તિકરણની સાબિતી શી ? તેને હવે રાગ-દ્વેષના તીવ્ર ભાવો ન થાય. શરીરમાં આત્મબુદ્ધિ ટળતી જાય. શરીરમાંથી આત્મબુદ્ધિ હજુ મારી પણ ટળી નથી. હા, એ માટેનો પ્રયત્ન ચાલુ છે. પ્રભુને રોજ પ્રાર્થના કરું છું. અપવિત્ર, અનિત્ય, અને અશુચિ શરીરમાં પવિત્રતા, નિત્યતા અને શુચિતાની બુદ્ધિ કરવી એ જ અવિદ્યા છે, અવિવેક છે. વિવેક દ્વારા જ આ અવિદ્યા તોડી શકાય. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૨૦૩ Page #224 -------------------------------------------------------------------------- ________________ શરીર અને આત્માનું ભેદજ્ઞાન ન થયું હોય તો નિરાશ નથી થવાનું, પણ એ માટે પ્રયત્ન કરવાનો છે. એ માટે તો આપણે દાદાની શીતળ છાયામાં એકઠા થયા છીએ. મળશે તો અહીંથી મળશે. દાદાનું દર્શન સુલભ નથી, એ માટે ચડવું પડે છે. પ્રભુને મેળવવા હોય તો આ જ રીતે ગુણઠાણાઓમાંથી પસાર થવું પડે છે. હિંગળાજના હડા વગેરેથી આપણે કદી પાછા ફરતા નથી, પણ ગ્રન્થિભેદ કરતા કેટલીયેવાર પાછા ફર્યા છીએ. * કેટલીકવાર શાસનપ્રભાવનાના નામે, શાસ્ત્રજ્ઞાનના નામે કે બીજા કોઈ નામે અહંકારને જ પોપ્યો છે. આત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સંભવ છે કે બીજ ગુણો પણ તારી ન શકે. માટે જ પૂ. ઉપા. યશોવિજયજીએ કહ્યું છે : “જિમ જિમ બહુશ્રુત બહુજન સમ્મત, બહુ શિષ્ય પરિવરીયો ; તિમ તિમ જિનશાસનનો વૈરી, જો નવિ નિશ્ચય ધરીયો.” * આ આદિનાથ દાદા, દર્શન આપવા માટે જ છે. દેવ, દર્શન નહિ આપે તો બીજું કોણ આપશે ? સાધુપણું મળી ગયું, એટલે સમ્યગું દર્શન મળી જ ગયું છે, એવી ભ્રમણામાં રહેતા નહિ. પ્રભુ-દર્શન માટેની તડપન તમે આનંદઘનજીના સ્તવનોમાં જોઈ શકો છો. આનંદઘનજીના સ્તવનોમાં સંપૂર્ણ સાધનાક્રમ છે, ક્રમશઃ ૧૪ ગુણસ્થાનકો છે, એમ પ્રભુદાસ બેચરદાસ પારેખે લખ્યું છે. પ્રથમ સ્તવનમાં પ્રભુનો પ્રેમ, પ્રભુની લગની, બીજામાં પ્રભુના માર્ગની ખોજ આદિ સ્પષ્ટ દેખાય છે. ઠેઠ ૧૩મા સ્તવનમાં સમ્યગદર્શનની પ્રાપ્તિ છે. * નરસૈયો હોય કે મીરાં હોય કે ગમે તે હોય, જે નામે પણ પ્રભુને પ્રેમપૂર્વક ચાહતા હોય તેમને આખરે પ્રભુ-દર્શન થવાના જ. બધી જ નદીઓ આખરે સમુદ્રને મળે છે, તેમ બધા જ પ્રભુના નમસ્કારો વીતરાગ પ્રભુ તરફ લઈ જાય છે. * મિત્રાદષ્ટિમાં પ્રવેશ થતાં આત્મિક આનંદની ઝલક શરૂ ૨૦૪ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #225 -------------------------------------------------------------------------- ________________ થઈ જાય છે. ભલે એ ઘાસના તણખાની જેમ જલ્દી ચાલી જાય, પણ છે એ આત્માનું સુખ ! અત્યાર સુધી આપણે બાહ્ય પદાર્થોમાં સુખ માનતા આવ્યા છીએ. મિત્રાદષ્ટિમાં પ્રવેશ થતાં જ આત્માનંદની ઝલક શરૂ થઈ જાય છે. આત્માનો આનંદ તો અંદર જ પડેલો છે. અંદર આનંદનો નિરવધિ સાગર ઊછળી રહ્યો છે, પણ પ્રદેશ પ્રદેશે લાગેલી અનંત કાર્મણ-વર્ગણાઓએ એ સુખ રોકી રાખ્યું છે. કેવળજ્ઞાન આપણા સૌની અંદર પડેલું જ છે. જ્ઞાનની તરતમતા દ્વારા આપણને એની પ્રતીતિ પણ થયા કરે છે. જ્ઞાનાવરણીય કર્મની જરૂર જ એટલે પડી. કારણ કે અંદર અનંત જ્ઞાન બેઠું છે. એ જ્ઞાન પ્રગટ ન થઈ જાય તેની તકેદારી જ્ઞાનાવરણીય કર્મ રાખી રહ્યું છે. “ભગવન્! આપ પ્રસન્ન થાઓ.. માટે હું તમારે દ્વાર આવ્યો છું. પ્રભુ ! પ્રસન્ન થાઓ.” આમ ભક્ત કહે છે. ભગવાન કહે છે : ““તું પ્રસન્ન થા, એટલે હું પ્રસન્ન જ છું.” ન્યાયની ભાષામાં અને અન્યોન્યાશ્રય દોષ કહેવાય. તું પ્રસન્ન થા તો હું થાઉં !' ઓલો કહે કે પહેલા તે પછી હું. ઘણીવાર જોઈએ છીએ ને ? ઘણા કહેતા હોય છે : “તું દીક્ષા લે પછી હું.” પેલો પણ કહે : “પહેલા તું, પછી હું.” કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી કહે છે : “હે પ્રભુ ! આ અન્યોન્યાશ્રય દોષ આપ જ ટાળો.” “અન્યોન્યાશ્રયે મિખ્યિ પ્રસીદ્ર વન્ મયિ !'' પ્રભુને પ્રસન્ન કરવાની વિનંતી માત્ર હેમચન્દ્રસૂરિજી જ નહિ, ગણધરો પણ કહે છે : “તિસ્થયરી કે પક્ષીયંતુ '' ઓ ભગવંતો ! મારા પર પ્રસન્ન બનો. ભગવાન કદી એમને એમ પ્રસન્ન નથી બનતા, એમને એમ કહ્યું કલાપૂર્ણસૂરિએ કે ૨૦૫ Page #226 -------------------------------------------------------------------------- ________________ દર્શન નથી આપતા. એ માટે ઉત્કટ અભિલાષા, અદમ્ય ઝંખના જોઈએ. આગળ વધીને કહું તો આંખમાં આંસુ જોઈએ. ' બાળક બનવાનું આપણે ભૂલી ગયા છીએ. બાળક હતા ત્યારે રડતા ને મા આવતી, હવે તો મોટા બની ગયા ને ? હવે રડાય ? પ્રભુ માટે રડો. પ્રભુ દોડતા આવશે. મા દોડતી આવે તો ભગવાન દોડતા ન આવે ? ભગવાન તો જગતની મા છે. તું વીતરાગ થઈને છૂટી જાય એ ન ચાલે. હું એમ તને છોડવાનો નથી. એમ માનવિજયજી ભગવાનને કહે તો આપણે ન કહી શકીએ ? પાંચ ક્ષમા ઉપકાર ક્ષમા ઃ માતા-પિતા, શેઠ વગેરે ઉપકારી છે, એમ સમજી તેમનું સહન કરવું તે. અપકાર ક્ષમા : જે હું ક્રોધ કરીશ તો સામેવાળો મારો લોથ વાળી નાખે તેવો બલિષ્ઠ છે. માટે તેની સામે ક્ષમા રાખવામાં જ મા છે - એમ વિચારીને સહન કરવું તે. વિપાક ક્ષમા : જો હું ગુસ્સો કરીશ તો મને જ નુકસાન થવાનું છે. સમાજમાં ‘ક્રોધી” તરીકેની છાપ પડશે. પરલોકમાં દુર્ગતિમાં જવું પડશે - એમ વિચારીને સહન કરવું તે. વચન ક્ષમા ઃ મારા પ્રભુની આજ્ઞા છે કે ક્ષમા રાખવી. આજ્ઞામાં બીજે કશો વિચાર હોય જ નહિ. આવા વિચાર પૂર્વક રાખવામાં આવતી ક્ષમા. સ્વભાવ ક્ષમા : ક્ષમા એ તો મારો ધર્મ છે, સ્વભાવ છે. એને હું કઈ રીતે છોડી શકું ? શું ચંદનને કોઈ કાપે, ઘસે કે બાળે છતાં તે કદી સુગંધ રેલાવવાનું કામ છોડી દે છે ? સુવાસ ચંદનનો સ્વભાવ છે. ક્ષમા મારો સ્વભાવ છે. આવી ભાવનાથી રહેતી સહજ ક્ષમા. ૨૦૬ જ કહ્યું, ક્લાપૂર્ણસૂરિએ Page #227 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા ચૈત્ર વદ-૯ ૨૮-૪-૨૦૦૦, શુક્રવાર * પ્રભુ કથિત માર્ગ એટલે રત્નત્રયી. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર આ મોક્ષ માર્ગ છે. સગર્શન જ્ઞાનવારિત્રાણિ મોક્ષમા : | - તત્ત્વાર્થનું આ પ્રથમ સૂત્ર છે. વારિત્રા”િ માં બહુવચન, મામાં એકવચન એમ શા માટે ? ત્રણેય મળીને જ મોક્ષમાર્ગ બની શકે, એમ જણાવવા માટે. એકલી શ્રદ્ધા કે એકલું જ્ઞાન કે એકલું ચારિત્ર તમને મોક્ષે ન લઈ જઈ શકે. * સિદ્ધપ્રાભૂતમાં લખ્યું છે કે - મહાવિદેહ ક્ષેત્રમાં જન્મેલા. અપહૃત આત્માનો ભરતક્ષેત્રમાંથી પણ મોક્ષ થઈ શકે. ભરતક્ષેત્રમાંથી જ નહિ, અઢીદ્વીપના દરેક ક્ષેત્રમાંથી આ રીતે મોક્ષ થઈ શકે. આવી રીતે મોક્ષ ન થાય તો સિદ્ધશિલાનો દરેક અંશ અનંત આત્માઓથી શી રીતે પરિપૂર્ણ બને ? એ અપેક્ષાએ સંપૂર્ણ અઢીદ્વીપ તીર્થ છે, જ્યાંના દરેક કણમાંથી અનંત અનંત આત્માઓ મોક્ષે ગયા છે. સિદ્ધાચલ એટલે મહાન તીર્થ છે કે બીજા કરતાં અહીંથી અનંતગણા વધુ આત્માઓ મોક્ષે ગયા છે. હિમાલયના કેટલાક યોગીઓ જ્યારે નવકાર બોલતા હોય, કહ્યું કલાપૂર્ણસૂરિએ જે ૨૦૦ Page #228 -------------------------------------------------------------------------- ________________ જૈન પરિભાષામાં વાત કરતા હોય ત્યારે વિચાર આવે : આ અપહૃત આત્માઓ તો નહિ હોય ! * આટલા વર્ષોથી આપણે મોક્ષની સાધના કરીએ છીએ ને છતાં જીવન્મુક્તિનો અંશ પણ માણવા ન મળે તો ક્યાં ખૂટે છે ? એનો વિચાર કેમ નથી આવતો ? ચાલવા છતાં મુકામ ન આવે, દવા લેવા છતાં દર્દ ન મટે, ત્યારે કારણ પૂછનારા આપણે મોક્ષ માટે પૂછતા નથી. સાધનાની કમાણી ક્યાં જાય છે ? “આંધળી દળે ને કૂતરા ખાય.” એવું થતું નથી ને ? અનીતિના રૂપિયાથી પેલા નૈગમ વાણિયાએ ઘેબર તો બનાવ્યા, પણ જ્યારે એ ઘેબર જમાઈ જમી ગયો, પોતાને કશું ન મળ્યું ત્યારે તેની જ્ઞાનદશા જાગી. વાણિયાની જ્ઞાનદશા આટલી નાનકડી ઘટનાથી જાગતી હોય તો આપણી જ્ઞાનદશા કેમ નથી જાગતી ? - સાધુપણું પ્રાપ્ત થયા પછી જ્ઞાન-દશા ઘણી દુર્લભ છે. આ ગ્રન્થ કહે છે : સામનસ વિ છે, નામાનો યા કુન્દ્રહો હોર્ | સાધુપણું મળ્યા પછી પણ જ્ઞાનની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે. ભગવાન પાસે રોજ બોલીએ છીએઃ “ભવોભવ તુમ ચરણોની સેવા” ભવોભવની વાત પછી. હું કહું છું : આ ભવનું તો કરો. આ જન્મમાં મળી શકે તેવા જ્ઞાનાદિ માટે તો પ્રયત્ન કરો. મોક્ષ માટે આપણને ઉતાવળ કેમ નથી ? વાચનામાં સીટ મેળવવાની પડાપડી છે, પણ મોક્ષ સાધના માટેની પડાપડી ખરી ? હમણાં પેઢીના માણસો કહેવા આવેલા : મહારાજ ! દર ચોમાસામાં અહીં તળેટીએ તકલીફ પડે છે. આગળ આવનારા વા કલાક સુધી ખાલી કરે નહિ. એટલે પાછળવાળા હેરાન થાય. મને આ પરથી બીજો વિચાર આવ્યો કે આપણે મોક્ષે જઈ મનુષ્યની સીટ ખાલી કરતા નથી એટલે આપણી પાછળ રહેલા જીવો હેરાન થઈ રહ્યા છે. એમનું હૃદય કહી રહ્યું છે : હટો..હો...હો... અમારા માટે જગ્યા કરો. આપણે મોક્ષમાં જઈએ તો પાછળવાળા માટે જગ્યા થાય ૨૦૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #229 -------------------------------------------------------------------------- ________________ ને ? પણ આપણને ક્યાં ઉતાવળ છે ? શ્રાવકપણામાં પણ જેટલા નિયમો પાળતા હતા તેટલા અહીં પાળો છો ? સામાયિકમાં રહેલા શ્રાવકને તમે વાતો કરવાની કે સૂવાની છૂટ આપો ? આપણે સ્વયં સામાયિકમાં હતા ત્યારે આમ કરતા હતા ? જો નહિ તો હવે સાધુપણામાં એ કામો શી રીતે થઈ શકે ? માટે જ સાધુપણામાં સ્વાધ્યાયને જોરદાર મહત્ત્વ આપવામાં આવ્યું છે. સ્વાધ્યાય ચાલુ રાખવાથી જ સમતાભાવ પ્રગટ થઈ શકે છે. * ચંદનને બાળો, ઘસો કે કાપો પણ એ પોતાની સુગંધ છોડે ? સુવાસ ચંદનનો સ્વભાવ છે. આપણી સમતા આવી બનાવી જોઈએ. બાકી નામની સમતા શા કામની ? વંદન કરનારા શ્રાવકો આપણને ક્ષમાશ્રમણ [‘ચ્છામિ વમાસમm.” “હમમ એટલે ક્ષમાશ્રમણ.] કહે છે. ખરેખર આપણે ક્ષમાશ્રમણ છીએ ? ઘણાનું નામ શાન્તિવિજયજી, ક્ષમાવિજયજી હોય છે. નામ પાછળ સંકેત હોય છે : એવા ગુણો મેળવવા માટેનો. નામ સારું હોય પણ ગુણ ન હોય તો ? પં. મુક્તિવિજયજી મ. [લાકડીયા, સં. ૨૦૧૨] ઘણીવાર એક વાર્તા કહેતા : એક બાવાનું નામ શીતલદાસ હતું. અત્યંત શાંત સ્વભાવી તરીકે પ્રસિદ્ધિ, પણ એક છોકરાને વિશ્વાસ ન બેઠો. એ પરીક્ષાર્થે ગયો. વારંવાર પૂછવા લાગ્યો : બાબાજી ! બાબાજી ! આપકા નામ ક્યા ? એક-બે વાર બાવાજીએ શાન્તિથી જવાબ આપ્યો : બચ્ચા ! મેરા નામ શીતલદાસ હૈ ! પણ વારંવાર પૂછાતાં પેલાનું મગજ ફાટ્યું. હાથમાં ચીપિયો લઈને દોડયા. પેલા છોકરાએ જતાં જતાં કહ્યું : બાબાજી ! અબ આપકા નામ શીતલદાસ નહિ, ક્રોધદાસ હૈ ! સારું છે આપણી કોઈ પરીક્ષા કહ્યું કલાપૂર્ણસૂરિએ ૨૦૯ Page #230 -------------------------------------------------------------------------- ________________ નથી લેતું. કદાચ કોઈ પરીક્ષા લે તો આપણે પાસ થઈ જઈએ ખરા? આત્માનું લક્ષણ ઉપયોગ રાખ્યું, સમતા નહિ. શા માટે ? સમતા સદાકાળ નથી હોતી. એને સાધના દ્વારા પ્રગટાવવી પડે છે. આ સામાયિક સમતા પ્રગટાવવા માટે છે. * ધન્ય શાસન ! ધન્ય સાધના ! એવો અહોભાવ પણ હૃદયમાંથી ઊઠે તો પણ આપણું કામ થઈ જાય. આ શાસનની અપભ્રાજના થાય, એવું આપણાથી શી રીતે થઈ શકે ? અમદાવાદની હાલત જાણો છો ને ? સાધ્વીજીઓને કોઈ પોતાની સોસાયટીમાં રાખવા તૈયાર નથી. ફરીયાદ છે : ગંદવાડ બહુ કરે. એક તો જગ્યા આપીએ ને ઉપરથી ગંદવાડ સહવો ? આવો વિચાર સ્વાભાવિક રીતે લોકોને આવી જાય. તમે આ ધર્મશાળાને ગંદી બનાવો તો બીજીવાર ઊતરવા મળે? સંઘોમાં અમને ઘણીવાર અનુભવ થયો છે : એક વખત સંઘને ઉતરવા સ્કૂલ આપ્યા પછી બીજીવાર આપતા નથી. કારણ આ જ છે. આપણે એક ડગલાથી બે ડગલા આગળ જવા તૈયાર નથી. સામાન્ય માનવીય સભ્યતા પણ શીખ્યા નથી તો લોકોત્તર જૈન શાસનની આરાધના શી રીતે કરી શકીશું ? આપણા નિમિત્તે જૈન શાસનની અપભ્રાજના થાય, કોઈને સાધુ-સાધ્વી પ્રત્યે દુર્ગાછા જાગે, એના જેવું બીજું કોઈ પાપ નથી. * હૃદયમાં સમતા દ્વારા જેટલો મૈત્રીભાવ વિકસિત થયો હોય તેટલી અંતરમાં મધુરતા અનુભવાય છે. લીમડામાં મીઠાશ ખરી ? લીમડાની ચટણી કોઈ બનાવે તો તમે વાપરો ? કષાયો આવા કડવા હોય છે, છતાં આપણે કષાયો કરતા રહીએ છીએ, એ કેટલું આશ્ચર્ય છે ? ૨૧૦ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #231 -------------------------------------------------------------------------- ________________ કષાયોના નાશ માટે જ ચાર મૈત્રી આદિ ભાવો છે. મૈત્રી આદિ ભાવોના અભ્યાસથી જીવનમાં કટુતાના સ્થાને મધુરતા આવે મૈત્રીથી ક્રોધ, પ્રમોદથી માન, કરુણાથી માયા અને મધ્યસ્થતાથી લોભ કષાયને જીતી શકાય * પ્રથમ સામાયિક છે : સામ. મધુર પરિણામ પ્રગટે. બીજું સામાયિક છે ઃ સમ. તુલા પરિણામ પ્રગટે. ત્રીજું સામાયિક છે : સમ્મ. તન્મય પરિણામ પ્રગટે. આ બધું વિવેચન જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણે કરેલું છે. પૂ. પં. ભદ્રંકરવિજયજી એ આ બધા પદાર્થો આપેલા. એ વાંચીએ ત્યારે હૃદય નાચી ઊઠે. સમ એટલે રાગ-દ્વેષના પ્રસંગોમાં સમતા રાખવી. ચિત્તને દરેક પ્રસંગે સમતોલ રાખવું. આ પદાર્થ ભાવિત કરવા હોય તો પૂ. આનંદઘનજી રચિત શ્રી શાન્તિનાથજીનું સ્તવન પાર્ક કરજો. માન-અપમાન ચિત્ત સમગણે, સમ ગણે કનક-પાષાણ રે; વંદક-નિંદક સમ ગણે, ઈસ્યો હોય તે જાણ રે.” ચિત્તને જરાય વિષમ ન થવા દેવું તે સમ સામાયિક છે. આવો સાધક પ્રશંસા સાંભળતાં ખસે, પોતાની નિંદા સાંભળતાં રાજી થાય. એ માને : ઘઉંમાંથી કાંકરા કાઢનારો તો મોટો ઉપકારી છે. એના પર ગુસ્સે થવાનો કોઈ સવાલ જ નથી. નિંદક નિયરે રાખીએ...” આ જ અર્થમાં કહેવાયું છે. આપણું લેબલ “ક્ષમાશ્રમણ”નું છે, પણ અંદર માલ “સમતા”નો છે ખરો ? ઉપર આકર્ષક પેકીંગ હોય ને અંદર માલ ન હોય તો તમે શું કહો ? સમતા વગરના આપણને લોકો શું કહેશે ? - માધ્યચ્ય ભાવથી સમતાની સુવાસ આવે છે. કહ્યું કલાપૂર્ણસૂરિએ છે ૨૧૧ Page #232 -------------------------------------------------------------------------- ________________ * ભગવાન એવા ભોળા નથી કે તરત જ મળી જાય. એના માટે ખૂબ તડપન, ખૂબ જ લગન જોઈએ. જુઓ આનંદઘનજી કહે છે : દોડતા દોડતા દોડતા દોડયો, જેતી મનની રે દોડ; પ્રેમ પ્રતીત વિચારો ટુંકડે, ગુરુ-ગમ લેજે રે જોડ...” પછી લાગે છે : પ્રભુ તો આ રહ્યા. અત્યાર સુધી હું પ્રભુને દૂર માનતો હતો, પણ તેઓ તો મારા ઘટમાં જ બિરાજમાન હતા. ચોપડી વાંચીને કોઈ વૈદ ન બને, તેમ ગુરુ વિના કોઈ પ્રભુને પામી ન શકે. માટે જ કહ્યું : “ગુરુગમ લેજો રે જોડી * સમતા પરિણામી સાધુને શું માટી ને શું સોનું ? [કોઈ રૂપિયાની થેલી મૂકી જાય ને કહે : મહારાજ ! થોડીવાર સંભાળજો. તો અમે ના કહીએ.] શું નિંદા કે શું સ્તુતિ ? આગળ વધીને શું સંસાર કે શું મોક્ષ ? બધું જ સમાન દેખાય. * યસ્ય દષ્ટિ: શ્રવૃષ્ટિ: નિ: શમસુધારિ: | तस्मै नमः शुभज्ञान - ध्यानमग्नाय योगिने । – જ્ઞાનસાર સંતની દષ્ટિ ! જાણે કરુણાની વૃષ્ટિ ! સંતની વાણી જાણે સમતા-અમૃતનું ઝરણું ! આવા સંતો જ્ઞાન-ધ્યાનમાં સદા મગ્ન હોય. ભગવાનના સાધુ પણ આવા હોય તો ભગવાન કેવા હશે? આપણે ભગવાનના આવા સાચા સાધુ બનવું છે – એવો મનોરથ તો આપણે સેવીએ. * અત્યારે દાદાની યાત્રાઓ કરીએ છીએ તે સમ્યક્ત્વને નિર્મળ કરવાની ઉત્કૃષ્ટ ક્રિયા છે. સાધુને ચારિત્ર મળવા છતાં તીર્થયાત્રા કરવાનું વિધાન છે. સમ્યકત્વ મળી ગયું હોવા છતાં તેને વધુ નિર્મળ બનાવવા આમ કરવું જરૂરી છે. ૨૧૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #233 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા ચૈત્ર વદ-૧૦ ૨૯-૪-૨૦૦૦, શનિવાર * પ્રભુ-વચનો અમૃત છે, જે આપણને શાશ્વત-પદ આપે છે. પ્રભુના નામ, દર્શન, આગમ, શુદ્ધાત્મદ્રવ્ય-ચિંતન, કેવળજ્ઞાન ધ્યાન આદિથી આપણામાં પવિત્રતાનો સંચાર થાય છે. પાણીની જેમ પ્રભુ જગતને નિર્મળ બનાવવાનું કામ કરતા રહે છે. પ્રભુ પવિત્ર હોવાથી એમનું ધ્યાન આપણામાં પવિત્રતા લાવે છે. ચંદન શીતલ છે. એનો લેપ આપણામાં શીતલતા લાવે. પાણી ઠંડું છે. એનું પાન આપણામાં ઠંડક લાવે. પુગલનો પણ આટલો પ્રભાવ હોય તો ભગવાનનો કેમ ન હોય ? * પગલના પરમાણુઓ [કર્મના અણુ વગેરે ] માં પણ કેટલી એકતા છે ? તેઓ કેવું કેવું નિર્માણ કરે છે ? શરીર, સ્વર, પુણ્ય-પાપનો સમય વગેરે કર્મના અણુમાં ફિટ થઈ જાય છે. આ કેવું આશ્ચર્ય છે ? કર્મનું, પુગલનું આ વ્યવસ્થિત આયોજન છે; જીવને સંસારમાં જકડી રાખવાનું ! એ આયોજનને ઊંધું પાડવાનું કામ આ સાધના દ્વારા કરવાનું છે. * વિહારમાં ધીરે ચાલીએ તો ઠંડા પહોરે ન પહોંચી શકીએ. મોક્ષની સાધનામાં વિલંબ કરીશું તો મોક્ષે જલ્દી નહિ પહોંચાય. પ્રશ્ન : આપના જેવો વેગ અમારામાં કેમ નથી આવતો ? કહ્યું કલાપૂર્ણસૂરિએ કે ૨૧૩ Page #234 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ઃ કોનો વેગ વધુ છે? એનો નિર્ણય પ્રભુ સિવાય કોણ કરશે ? અમે આચાર્ય, તમે શ્રાવક, એનો અર્થ એ નથી કે અમે જ મોક્ષે જલ્દી પહોંચી જઈએ. હેમચન્દ્રસૂરિ આચાર્ય હોવા છતાં, કુમારપાળ તેમનાથી પહેલા મોક્ષે જશે. ધર્મનાથ ભગવાનની સભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો : સૌથી પ્રથમ મોક્ષે કોણ જશે ? ભગવાને કહ્યું : ઉંદર ! કેટલાય કેવળીઓ, આચાર્યો, ઉપાધ્યાયો વગેરે બેઠા હોવા છતાં પ્રથમ મોક્ષગામીનું પદ ઉંદર મેળવી ગયો. કોણ પહેલા મોક્ષમાં જશે ? કોની સાધના વેગવાળી છે ? તેનો નિર્ણય પ્રભુના કેવળજ્ઞાનમાં હોય તે જ સાચો ! મોક્ષમાર્ગમાં વેગ વધારવાની વાત જવા દઇએ. સૌ પ્રથમ આપણે એ વિચારવાનું છે કે મોક્ષ-માર્ગમાં પ્રવેશ તો થઈ ગયો છે ને ? પ્રવેશ જ ન થયો હોય તો વેગ શી રીતે આવે ? ખોટે માર્ગે હોઈએ ને વેગ વધી જાય તો પણ શો ફાયદો ? માર્ગે ચાલતા હોઇએ ને ફરી-ફરીને એ જ માઇલ સ્ટોન આવતા હોય તો ? તો સમજવું કે કાં આપણે ખોટા છીએ ? કાં માર્ગમાં કાંઈક ગરબડ છે ! એમ અહીં પણ સમજવું. * પ્રભુનો સ્વભાવ છે : સેવકના દુઃખ દૂર કરવાનો ! ચંદન ઠંડક આપે. અગ્નિ ગરમી આપે. પુદ્ગલોમાં પણ આવી શક્તિ હોય તો ભગવાનમાં શક્તિ ન હોય એ બને જ શી રીતે ? “ચંદન શીતલતા ઉપજાવે, અગ્નિ તે શીત મિટાવે ; સેવકના તિમ દુઃખ ગમાવે, પ્રભુ-ગુણ પ્રેમ સ્વભાવે.” | * પૂર્ણ ગુણવાળા ભગવાન પણ જે અભિમાન ન કરતા હોય તો આપણા જેવા અપૂર્ણને તો અભિમાન કરવાનો અધિકાર જ ક્યાં છે ? ભલે આપણને કોઈ ગમે તેવા વિશેષણોથી નવાજે, છાપામાં ફોટો આપે કે ગમે તે કરે, પણ આપણી વાસ્તવિક્તામાં તેથી કેટલો ૨૧૪ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #235 -------------------------------------------------------------------------- ________________ ફરક પડવાનો ? * જીવન જીવવા માટે આવશ્યક શું ? ખોરાક, રહેઠાણ, કપડા, પાણી અને હવા ! આ બધી ચીજો ક્રમશઃ વધુ ને વધુ આવશ્યક છે. એ વિના જીવન ન ચાલે ખરું ને ? ધર્મ-સાધનામાં પણ છે આવશ્યક [આવશ્યક એટલે અત્યંત જરૂરી] છે : સામાયિક, ચઉવિસત્થો, વાંદણા, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ન અને પચ્ચક્ખાણ. કપડા, રહેઠાણ વિના હજુ ચાલે, પણ હવા વિના ચાલે ? હવાના સ્થાને અહીં સામાયિક છે. સામાયિક (સમતા) વિના સાધનામાં પ્રાણ નથી આવતો. * રાજુલ નારી રે સારી મતિ ધરી, અવલંવ્યા અરિહંતોજી; ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સધે આનંદ અનંતોજી. રાજુલે વીતરાગીનો સંગ કર્યો. અરિહંતનું આલંબન લીધું. પરિણામ શું આવ્યું ? ઉત્તમ પદ પામ્યા, ઉત્તમના આલંબનથી ઉત્તમતા વધે જ. પ્રભુ આવા મહિમાવંત છે. એમનો મહિમા સમજવા શક્રસ્તવનો પાઠ કરવા જેવો છે. એમાંના વિશેષણો માત્ર પ્રભુ-મહિમાને જ બતાવનારા નથી, પણ પ્રભુ-ઉપકારને પણ બતાવનારા છે. પ્રભુની આ ઉપકાર સંપદા છે. પ્રભુનું આવું સ્વરૂપ જાણવાથી આપણને એ અનન્ય શરણ લાગે છે, પ્રભુના ચારિત્ર તરફ અનન્ય પ્રેમ જાગે છે. પ્રભુના ઉપકાર પ્રત્યે હૃદય ઝુકી જાય છે. “પ્રભુ-ઉપકાર ગુણે ભર્યા, મન અવગુણ એક ન સમાય રે;” પણ આવા ઉપકારી પ્રભુ યાદ આવે છે ? શરીર યાદ આવે છે, પણ પ્રભુ યાદ આવે છે ? શરીર માટે ગમે તેટલા દોષો સેવવા તૈયાર છીએ, પણ પ્રભુ માટે કાંઈ જ કરવા તૈયાર નથી. * પ્રભુ તો આપણને તારવા નિરંતર તૈયાર છે. પ્રભુ કરુણાની હેલી વરસાવી રહ્યા છે. સૂર્યની જેમ તેમની કરુણાનો પ્રકાશ સર્વત્ર ફેલાઈ રહ્યો છે. જરૂર છે માત્ર આપણે સન્મુખ બનીએ તેની. કહ્યું કલાપૂર્ણસૂરિએ છે ૨૧૫ Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ-ભક્તોએ પ્રભુનું આ સ્વરૂપ છુપાવ્યું નથી. બીજા પણ આ પ્રભુની સંપદા પામે, પ્રભુના રાગી બને, માટે પોતાની કૃતિઓમાં આ બધું ઠાલલી દીધું છે. જ્યાં સુધી આપણે ગુણ-પૂર્ણ ન બનીએ ત્યાં સુધી પ્રભુને છોડવા નથી. આટલો સંકલ્પ કરી લો. હું પોતે વિચારું : મારામાં સમતાની કેટલી ખામી છે ? જ્યારે મન વિષમતાથી ભરાઈ જાય. સમતા ચાલી જાય ત્યારે હું પ્રભુને યાદ કરું છું. મારામાં સમતા જો આવી તકલાદી હોય તો હું પ્રભુને શી રીતે છોડી શકું ? પ્રભુનું નામ લેતાં જ ભક્તને પ્રભુનું સ્મરણ થઈ આવે, ઉપકારોની હેલી યાદ આવે. હૃદય ગદ્ગદ્ બની જાય. ભક્ત નિર્ભય છે ઃ મને શાની ચિંતા ? પ્રભુ જો મારા હૃદયમાં છે તો મોહરાજાની શી તાકાત કે અંદર ઘુસી શકે ? : ‘તુજ મિલ્યે સ્થિરતા લહું' પ્રભુ ! આપ મળો છો ને મારું ચિત્ત સ્થિર બને છે. બાળકની જેમ ભક્ત ભગવાનમાં માતાનું રૂપ જુએ છે : પ્રભુ આપ જાવ છો ને હું મા વગરના બાળક જેવો નિરાધાર બની જાઉં છું ! પ્રભુ આપ નજીક છો તો જગતની બધી જ ઋદ્ધિ નજીક છે. આપ જાવ છો તો બધું જ જતું રહે છે. પ્રભુ ! તમને ભલે અનેક ભક્તો હોય. પણ મારે તો તું એક જ છે. હા, આપને સમય ન હોય તો બીજાનું સરનામું આપો : જે મને આપના જેવી શાન્તિ આપી શકે. પણ આપના જેવું બીજું છે જ કોણ ? ભક્ત હૃદયની આવી શબ્દ વગરની પ્રાર્થના હૃદયમાંથી સતત વહેતી રહે છે. * સમ્યક્ત્વ અને ચારિત્ર - બન્નેમાંથી એક જ પસંદ કરવાનું કોઈ કહે તો તમે શું પસંદ કરો ? ચારિત્રને પસંદ કરજો. કારણ કે ચારિત્રમાં સમક્તિ આવી જ જાય. સમક્તિ વગરનું ‘ચારિત્ર' ચારિત્ર જ ન કહેવાય. ૨૧૬ ♦ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #237 -------------------------------------------------------------------------- ________________ મુક્તિ પ્રમાણમાં સમક્તિ અને ચારિત્ર અને જરૂરી છે. ચારિત્ર, સમક્તિ સહિત હોય તો જ મુક્તિ-પ્રાપક બને છે. મળી ગયેલું ચારિત્ર કેટલું નિર્મળ બન્યું છે ? તેનું સતત નિરીક્ષણ કરતા રહેજે. ચારિત્રને બગાડનારા કષાયો છે. સૌ પ્રથમ એને ઉદયમાં આવવા જ ન દો. ઉદયમાં આવી જાય તો પશ્ચાત્તાપ દ્વારા નિષ્ફળ બનાવી દો. ચારિત્ર-શુદ્ધિનો આ ઉપાય છે. જિન-ભક્તિ, ગુરુ-સેવા, સાધુઓની વેયાવચ્ચ, સ્વાધ્યાયતત્પરતા વગેરે ચારિત્ર-શુદ્ધિ માટેના અનન્ય પરિબળો છે. સ્વાધ્યાય કરનારા ઘણા સેવામાં કરાય છે. “આમ સેવા કરતા રહીએ તો ભણવાનું ક્યારે ?” આમ વિચારીને સેવાથી દૂર રહેનારા સમજી લે કે આવો લુખો સ્વાધ્યાય તમારું કલ્યાણ નહિ કરે. જ્ઞાન કદાચ ફળે કે ન ફળે, પણ સેવા તો ફળે જ ફળે. માટે જ વેયાવચ્ચને અપ્રતિપાતી ગુણ કહ્યો છે. સંઘ તરફથી આપણે સેવા લેતા રહીએ [શ્રાવક સંઘ આપણી કેટલી ભક્તિ કરે છે તે વિચાર્યું ?] ને વડીલોની સેવા ન કરીએ તે તમને બરાબર લાગે છે ? વૃદ્ધોની સેવા તો અમૃત છે. એનાથી અનેક ગુણોની વૃદ્ધિ થાય છે. આપણે ક્યારેય ઘરડા નહિ થઈએ? ઘરડા થઈશું ત્યારે આપણી કોઈ સેવા નહિ કરે તે ગમશે ? તો આ વૃદ્ધોની સેવા આપણે નહિ કરવાની ? કોઈની સેવા કરવી નહિ ને બધાની સેવા લેવા ઇચ્છવું એ કયા ઘરનો ન્યાય ? વૃદ્ધોની જગ્યાએ તમારી, જાતને કલ્પનાથી ગોઠવી જુઓ. તો તમને બધું સમજાઈ જશે. ““હું ઘરડો થઈ ગયો છું. મારી કોઈ સેવા કરતું નથી.' એવી કલ્પના તમે કરો. તે વખતે તમારા હૃદયનું કંપન જુઓ. મારી આવી દશા થાય તે મને નથી ગમતું તો બીજાની દશા મને ગમે છે, તે સારું છે ?- એમ જાતને પૂછતા રહો. . * ક્યારેક ચારિત્રના પરિણામ ટકે તેવા ન હોય ત્યારે પણ શ્રદ્ધા તો ટકાવી જ રાખો. શ્રદ્ધા - સમક્તિ હશે તો ચારિત્ર કહ્યું કલાપૂર્ણસૂરિએ ૨૧૦ Page #238 -------------------------------------------------------------------------- ________________ આવશે જ. પણ ચારિત્ર [માત્ર વેષ ] હોય ને સમક્તિ નહિ હોય તો તેવું ચારિત્ર મોક્ષ નહિ આપે. सिज्झति चरणरहिआ, दंसण - रहिआ न सिज्झति । ચારિત્ર [સાધુ-વેષ] વગરના ભરતાદિ કેવળજ્ઞાન પામ્યા છે, પણ સમક્તિ વગરના કેવળજ્ઞાન પામ્યા હોય તેવું આજ સુધી બન્યું નથી. * જીવનભર પણ તમે ક્ષમા રાખી હોય તો પણ એ ભરોસામાં નહિ રહેતા કે આ ક્ષમા હવે જવાની જ નથી. થોડીક જ તક મળી ને આપણે ગાફેલ રહ્યા તો ક્રોધ ભભૂકી ઊઠવાની પૂરી સંભાવના છે. કારણ કે આપણા ગુણો ક્ષાયિક નથી, ક્ષાયોપશમિક છે. ક્ષાયોપમિક ગુણો એટલે કાચની બરણી ! કાચની બરણીને સાચવો નહિ તો તૂટતાં વાર શી ? યથાખ્યાત ચારિત્રમાં [૧૧મા ગુણઠાણે] આવી ગયેલા ૧૪ પૂર્વી પણ પડી શક્તા હોય..ઠેઠ મિથ્યાત્વ સુધી પહોંચીને નિગોદમાં ચાલ્યા જતા હોય તો આપણી સાધના તો સાવ જ તકલાદી છે. आरूढाः प्रशमश्रेणिं, श्रुतकेवलिनोऽपि च । भ्राम्यन्तेऽनन्तसंसार महो दुष्टेन कर्मणा ॥ જ્ઞાનસાર શશીકાન્તભાઈ : કર્મસત્તાને તોડવાનો અણુબોમ્બ બનાવી આપો, સાહેબ ! પૂજ્યશ્રી ઃ ભગવાને બનાવી જ આપ્યો છે. તીક્ષ્ણ ધ્યાનયોગ એ જ અણુબોમ્બ છે. ગાંડા બાવળીયા જોયા છે ને ? ગમે તેટલા કાપો, પણ પાછા ઊગતા જ રહે ! - કર્મો પણ ગાંડા બાવળ જેવા જ છે. ઉ૫૨-ઉપરથી કાપતા રહેશો ત્યાં સુધી ફરી ફરી ઊગતા જ રહેશે. કર્મને જડમૂળથી ઉખેડી નાખવા હોય તો ધ્યાનની તીવ્ર આગ જોઈશે. * તમે તમારા ગુરુને જેટલી શાંતિ આપશો તેટલી શાંતિ તમને મળશે જ. વિપરીત રૂપે કહું તો અશાંતિ આપશો તો અશાંતિ મળશે. આંબો વાવશો તો આંબો ને બાવળ વાવશો તો બાવળ મળશે. પ્રકૃતિનો આ સીધો હિસાબ છે. ૨૧૮ * કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #239 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા ચૈત્ર વદ-૧૧ ૩૦-૪-૨૦૦૦, રવિવાર * સમ્યગ્દર્શન - સમ્યજ્ઞાન - સમ્યફચારિત્ર ત્રણે મળી મોક્ષમાર્ગ બને છે. આ ત્રણેની આરાધના કરીએ ત્યારે મોક્ષ મળે. તો મારા જીવનમાં સમ્યમ્ દર્શન છે ? સમ્યગૂ જ્ઞાન છે? તે જુઓ. સમ્યગૂ દર્શન ન આવે ત્યાં સુધી જ્ઞાન એ અજ્ઞાન છે કારણ સમ્યગુ દર્શન વગરનું જ્ઞાન આત્માના દોષોની નિવૃત્તિ નથી કરતું. આત્માને પ્રેરણા આપે એ જ્ઞાન. આજ સુધી આપણો અનંતો કાલ નિષ્ફળ ગયો. કારણ આ માર્ગ મળ્યો નથી. * જ્ઞાન વિનયથી જ આવે. વિનય શીખી જશો તો જ્ઞાન આવશે જ. જેટલા અંશમાં વિનયની ખામી તેટલી જ્ઞાનમાં ખામી. ગૌતમ સ્વામીમાં પૂર્ણ વિનય હતો. તેમના શિષ્યો પણ કેટલા વિનયી હતા ? ગુરુ આપણી યોગ્યતા પ્રમાણે જ મળે. યોગ્યતા હશે તો આ જન્મમાં પણ સગુરુ મળી જાય. સદ્દગુરુ મળે પણ હું એને માનું નહીં તો ? માટે જ આપણે જયવીયરાયમાં બોલીએ છીએ કે સદૂગુરુનો યોગ થાઓ ને તેમના વચનને હું તહત્તિ કહીને વધાવું. જે ગુરુના વચનને તહત્તિ કરે છે તે ભગવાનના વચનને પણ તહત્તિ કરે છે. કેમકે ગુરુ અને ભગવાન અલગ નથી. કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૨૧૯ Page #240 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રમાં સ્થિરતા ગુરુની કૃપાથી આવે છે. આગમમાં લખ્યું છે કે તમે જો આત્મકલ્યાણ ઇચ્છતા હો તો કોઈ દિવસ પણ ગુરુકુળને છોડતા નહિ. ધન્ય છે જે જીવનભર ગુરુકુળમાં રહી ગુરુના વચનને પાળે છે. જે ગુરુ મળ્યા હોય, તેમના વચનને પાળીએ તો અવશ્ય કલ્યાણ થાય. પહેલા ગુરુ મળ્યા હશે પણ તેમનું વચન પાળ્યું નથી. માટે જ કલ્યાણ નથી થયું. ભોમિયો રસ્તો બતાવે ને ઠેઠ મુકામ સુધી પહોંચાડે તેમ ભવાટવીમાં ભટકતા જીવને ગુરુ મુક્તિ સુધી પહોંચાડે છે. પણ ગુરુનું માનવું પડે. ભોમિયો કહે આમ ચાલવાનું ને તમે તે વખતે કહો કે હું તો આમ જ ચાલું તો શું થાય ? રખડવું પડે ને ? પહોંચતા મોડું થાય ને ? ભોમિયો સમજવે : મહારાજ સાહેબ ! આ રસ્તે જવા જેવું નથી. કાંટા આવશે પણ આપણે ના પાડીએ. તેમ ગુરુ કહે તેમ કરીએ છીએ ખરા ? ધન્ય છે તે, જે ગુરુના દિલમાં શિષ્ય વસી જાય. એટલા વિનયાદિ ગુણો કેળવ્યા હોય જેને ગુરુ પણ યાદ કરે છે તે ભાગ્યશાળી ક્યાં ગયો ? * આ પન્નામાં આખો પાયો એવો મજબૂત બતાવ્યો કે, આપણી જ્ઞાન-દર્શન-ચારિત્ર તરફ ગતિ થાય. શેરડીના કયા ભાગમાં મીઠાશ નથી ? ગોળના ક્યા કણોમાં મીઠાશ નથી? આ જિનવચનનો કયો ભાગ મધુર અને ગુણકારી નથી ? જેના એક એક વાક્યમાં મીઠાશ હોય એમ જાણ્યા પછી એનો સ્વાધ્યાય કર્યા વગર રહો ? મીઠાશમાં સાકરની તોલે કોઈ નથી તેમ આખાય વિશ્વમાં જિનવચન જેવું મીઠું કોઈ નથી. મોડા કે વહેલા અટવી પાર કરવી હોય તો ભોમિયાના કહ્યા પ્રમાણે જ ચાલવું પડે. તેમ આ સંસાર અટવી પાર કરવા જિનવચન માનવું જ પડે. “મરજી પ્રમાણે જ કરું” આ મોહપાતંત્ર્ય છે. એનો નિગ્રહ થાય તો જ ગુરુ પારતંત્ર્ય આવે. આગમના અભ્યાસી બનેલા પણ ગુરુની નિશ્રામાં ન રહ્યા તેવા કેટલાય આત્માઓ ફેંકાઈ ગયા છે. ચૌદપૂર્વી પણ અનંત સંસારી ૨૨૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #241 -------------------------------------------------------------------------- ________________ બની ગયા છે. ગોશાળો પણ છેલ્લે કહેશે કે ગુરુની આશાતના મેં કરી તો આટલું હું રખડ્યો. આધોઈમાં ચોમાસાનો પ્રવેશ હતો. [વિ.સં.૨૦૨૭] ત્યારે પૂ. દર્શનવિજયજી બપોરના બે વાગ્યા સુધી આવ્યા નહિ. ચિંતા થઈ. તપાસ કરાવી તો દર્શન વિ.મ.ઘરાણાના પાદરેથી દિશાભ્રમના કારણે પાછા લાકડીયા પહોંચી ગયા હતા. લાકડીઆથી જ અમે વિહાર કર્યો હતો. જ્યાંથી નીકળેલા ત્યાં જ પહોંચી ગયા. આપણે પણ દરેક જન્મમાં આવું જ કર્યું છે. જાણકારની સલાહ માની નહીં સ્વચ્છંદમતિથી ચાલ્યા જ કર્યું. તો ઘાંચીના બળદની જેમ ત્યાં ને ત્યાં જ રહ્યા. માટે જીવનમાં ગુરુનું વચન ઉલ્લંઘવા જેવું નથી. ગુમાં જ્ઞાન ઓછું હોય તો પણ તેમના પ્રત્યેની શ્રદ્ધા ફળદાયી બને. પૂ. ઉપાયશોવિજયજી મ. જ્ઞાની કે એમના ગુરુ જ્ઞાની હતા ? છતાં જુઓ તો ખરા ? પાંચ કડીનું સ્તવન હશે તોય તેમાં પોતાના ગુરુનું નામ તેમણે લખ્યું છે. આવો ભાવ આપણો છે ? | * આ ગ્રંથના કેટલા વખાણ કરવા ? આ ગ્રંથનો સંકલ્પ છે : આપણને મોક્ષે પહોંચાડવા ! ચારિત્ર મળી જ ગયું છે તો હવે તેને વિશુદ્ધ શા માટે ન બનાવવું ? * પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિમાં સતત ઉપયોગ વગર આ અષ્ટ પ્રવચન માતા પળાતી નથી. પ્રવચનમાતા ન હોત તો પ્રવચનની ઉત્પત્તિ ન હોત. પ્રવચનમાતા ન હોય તો ચારિત્રની ઉત્પત્તિ ન થાય. માતા વગર પુત્રની ઉત્પત્તિ થાય ? પુત્ર મોટો થાય ? માટે જ આનું નામ અષ્ટ પ્રવચન માતા આપ્યું. જેના જીવનમાં આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ નથી તેના જીવનમાં સંયમ શી રીતે હોઈ શકે ? સંયમની વિશુદ્ધિ મેળવવી ક્યાંથી ? અષ્ટ પ્રવચન માતા પાસેથી. માતાએ પુત્રને જન્મ આપી દીધો. પણ તેને સંભાળનાર જ ન કહ્યું ક્લાપૂર્ણસૂરિએ ૨૨૧ Page #242 -------------------------------------------------------------------------- ________________ હોય તો ? નાનપણમાં માતા પુત્રને અનાજ ન આપે, પણ સ્તનપાન કરાવે. બહારનું દૂધ પણ ન આપે. આપણે બધા માની ગોદ ખૂંદીને આવ્યા છીએ. જેને માતા પ્રત્યે આટલો પ્રેમ છે તે માતાની ઉપેક્ષા કરે ? કરે તો તેની પ્રસિદ્ધિ જગતમાં થાય ? વિકાસ થાય ? તો પછી ચારિત્રરૂપી રત્ન આપનાર એવી માતાને આપણે ભૂલી જઈએ ? હરિભદ્રસૂરિજીએ યોગ ગ્રંથોમાં કહ્યું છે કે આત્મસંપ્રેષણ એ પણ એક યોગ છે. વચન અનુસાર તત્ત્વનું ચિંતન કરવું એ યોગનો પ્રારંભ છે. ગુરુ ભક્તિના પ્રભાવે તેમણે ૧૪૪૪ ગ્રંથો રચ્યા જે સંઘનું યોગક્ષેમ કરી શકે એવા ગ્રંથો છે. આવા મહાન વિદ્વાનની પણ સમિતિ ગુપ્તિ કેવી ? નિશ્ચય વ્યવહાર ઉભયમાં નિષ્ણાત. નિશ્ચય સાપેક્ષ વ્યવહાર એમની એક એક પંક્તિમાં હોય. વ્યવહારની આરાધના વિના નિશ્ચય ન મળે. આવેલી આરાધના તેના વગર ન ટકે. વ્યવહાર ચારિત્રની ઉપેક્ષા કરીએ છીએ માટે આત્મ રમણતા રૂપ નિશ્ચય ચારિત્ર આપણને મળતું નથી. ધ્યાનસમાધિની વાતો કદાચ ન આવડે, પણ ચિંતા ન કરો. સમિતિગુપ્તિનું પાલન બરાબર કરો. તો એમાં પણ ધ્યાન વિગેરે આવી જ જાય છે. સમિતિ પ્રવૃત્તિ પ્રધાન છે, તેમાં જયણાપૂર્વકની ક્રિયા મુખ્ય છે. ગુપ્તિ નિવૃત્તિ પ્રધાન છે. જો કે, ગુપ્તિ પ્રવૃત્તિ ને નિવૃત્તિ બને સ્વરૂપ છે. ભાષા સમિતિ બરાબર પાળી તો વચનગુપ્તિ આવવાની જ. એના ફળરૂપે મનોગુપ્તિ પણ આવવાની જ. * ગોચરીમાં દોષો લગાડીને લાવ્યા એટલે પ્રમાદ આવે જ. એક આચાર્ય ભગવંતે પોતાના વિનીત-અપ્રમાદી શિષ્યને બપોરના વખતે ૨-૩ કલાક સુધી ઉઘેલા જોઈ વિચાર્યું ઃ ક્યારેય નહીં ને આજે આ પ્રમાદ કેમ ? જગાડીને પૂછ્યું : વહોરવા ક્યાં ગયા હતા ? રોજ જાઉં છું ત્યાં !' નવી વસ્તુ લાવ્યા હતા ?' ૨૨૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #243 -------------------------------------------------------------------------- ________________ “આજ સુગંધી ચોખા લાવ્યો હતો.” સાંજના પ્રતિક્રમણમાં શ્રાવક આવ્યા તો પૂછયું : તમારા ઘરે સુગંધી ચોખા ક્યાંથી આવ્યા ? ગુરુ મહારાજ આગળ જુઠું શી રીતે બોલાય ? તેણે કહ્યું : “આજ દેરાસર ગયો હતો કોઈ યાત્રિકે સુગંધી ચોખાથી સાથીયો કર્યો. એનાથી ૪-૫ ગણા ચોખા નાખી દઈશ. એમ વિચારી તે ચોખા ઘેર લઈ આવ્યો. રાંધ્યા. વહોરાવ્યા.” ગુરુ મહારાજ : ગજબ થઈ ગયો ! આવું કરાય ? ગુરુએ તેને પ્રાયશ્ચિત્ત આપ્યું ને શિષ્યને ઉલ્ટી કરાવી. આપણા જીવનમાં આવું બને છે ખરું ? ઉન્માદ જાગે – ખરાબ વિચારો આવે એ ક્યાંથી ? જેટલા દોષો લગાડીએ એમાંથી આવે. * અષ્ટ પ્રવચન માતાની ઢાળો કેવી સરસ છે ? એના પર મેં આધોઈમાં વાચના આપેલી. સમિતિ-ગુપ્તિ સાથે જે રાગ-દ્વેષ નથી કરતો તેની વિશુદ્ધિ થાય છે. પૂરી વિશુદ્ધિ ન થાય છતાં પણ વિશુદ્ધિના સંસ્કારો પડશે તો આવતા જન્મમાં પણ તે સંસ્કારો સાથે આવશે. * ગુણોનું સંક્રમણ થાય છે. આપણા આચાર્યદેવ પૂ. કનકસૂરિજી મ. વિશુદ્ધ ચારિત્ર પાળતા માટે આપણને એવું વિશુદ્ધ ચારિત્ર પાળવાનું મન થાય છે. પોતે તો બોલવામાં જયણા રાખે પણ સામેની વ્યક્તિ વાતો કરે તો તે પણ જયણા રાખે. આવા મહાત્મા ચારિત્ર શું છે તે પોતાના જીવન દ્વારા બતાવે. * પ્રવચન માતા વિષે સાંભળવા મળે – વાંચવા મળે ત્યારે ખબર પડે કે પ્રવચન માતાનું આટલું મૂલ્ય છે ! ચારિત્રાચાર શું ચીજ છે ? પ્રણિધાન યોગથી યુક્ત છે. પ્રણિધાન એ આશય છે. પિાંચ આશયો છે.] આશય મનનો વ્યાપાર છે ને યોગ મન-વચન-કાયાની પ્રવૃત્તિ છે. પાંચ આશય બતાવ્યા છે તેમાં પ્રણિધાન એટલે દઢ સંકલ્પ. આ સમિતિ-ગુપ્તિનું પાલન મારે કરવું જ છે. તેમાં જેટલી કચાશ તેટલી ચારિત્રમાં કચાશ આવું પ્રણિધાન હોય તો જ પ્રવૃત્તિ થાય. પ્રણિધાન યુક્ત ચારિત્રાચાર કહ્યું કલાપૂર્ણસૂરિએ ૨૨૩ Page #244 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. ક્ષણ પણ પ્રણિધાન ન જવું જોઈએ. પ્રણિધાન જેટલું દઢ તેટલી ઉન્નતિ દઢ. ૧૫-૨૦ કિ.મી.નો વિહાર હોય તો કઈ ઝડપથી ચાલો ? ને નાનો વિહાર હોય તો કેવી ઝડપે ચાલો ? નિર્ણય કરીને ચાલો ને ? આ નિર્ણય તે જ પ્રણિધાન છે. આ બધી બાબત અહીં લગાડો. - વિહારનો નિર્ણય કરી પછી વચ્ચે ક્યાંય રોકાવ ખરા ? દૃઢ સંકલ્પ હોય તો સમિતિ-ગુપ્તિમાં પ્રમાદ થાય ? આ વાચનાના શ્રવણથી દઢ સંકલ્પ કરો કે હું હવે આ સમિતિ-ગુપ્તિનું દઢ પાલન કરીશ. ત્રણ પ્રકારના બોર્ડ (આજના) ઓફીસ પર ? નો એમીશન વિધાઉટ પરમીશન વિદ્યાલય પર ઃ નો એમીશન વિધાઉટ ડોનેશન સાધનાધામ પર ઃ નો એમીશન વિધાઉટ ડીવોશન. પાંચ મુક્તિ (૧) સાલોક્ય : ભગવાન સમાન લોકની પ્રાપ્તિ (૨) સાષ્ટિ : ભગવાન સમાન ઐશ્વર્યની પ્રાપ્તિ. (૩) સામીપ્ય : ભગવાનની નજીક સ્થાનની પ્રાપ્તિ. (૪) સારૂપ્ય : ભગવાન સમાન સ્વરૂપની પ્રાપ્તિ. (૫) સાયુજ્ય ઃ ભગવાનમાં લયની પ્રાપ્તિ. – ભાગવત ૩/૨૯/૧૩ ક્યારે કોની આરાધના ? તપોવૃદ્ધિ માટે વર્ધમાન સ્વામી – આદિનાથ શાન્તિ માટે શાન્તિનાથ બ્રહ્મચર્ય માટે નેમિનાથ વિઘ્ન વિદારણ માટે પાર્શ્વનાથ ૨૨૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #245 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા ચૈત્ર વદ-૧૨ ૧-૫-૨000, સોમવાર * પ્રભુ ભલે મોક્ષે ગયા પણ તેમનું તીર્થ અહીં છે. તેથી મુક્તિનો માર્ગ જાણવા-આચરવા મળે છે. મહાપુરુષોની પરિણતિ જોઈને થાય કે મારે પણ આ માર્ગે ચાલવા જેવું છે. રસ્તામાં પણ જે માર્ગે આપણે જતા હોઈએ તે જ માર્ગે બીજા પણ લોકો જતા હોય તો આપણે કેટલા નિર્ભય રહીએ ? આ મુક્તિમાર્ગમાં ચાલતાં અનેક મહાપુરુષો આપણને હિંમત આપે છે. રસ્તે ચાલીને તે મહાપુરુષો બતાવે છે કે આવો ! આ માર્ગે આવો ! * પ્રભુ સાથે પ્રેમ સંબંધ બાંધીએ તો જરૂર એને મળવાનું મન થાય. વ્યવહારમાં પણ પ્રિયપાત્ર દૂર હોય તો પણ આપણે તેના પર પત્ર લખીએ. સમાચાર મંગાવીએ પણ પ્રભુ સાથે પ્રેમ બાંધ્યો છે ? પ્રભુ સાથે પ્રેમ બાંધવાની એ જ નિશાની કે તેમના માર્ગે ચાલવાનું મન થાય. * આજે પરોપકાર શીખવવો પડે છે. પહેલાના જમાનામાં તો સ્વાભાવિક રીતે જ જીવનમાં જ પરોપકાર હતો. જૈન સંઘમાં જ નહિ, દરેક કોમમાં માનવ માત્રમાં પરોપકાર હતો. ખેતરમાં ખેડૂત કહ્યું કલાપૂર્ણસૂરિએ ૨૨૫ Page #246 -------------------------------------------------------------------------- ________________ પણ પાણીની તરસ લાગે તો પાણી નહિ, શેરડીનો રસ પીવડાવતો. આજે પણ ઘણાય કૂતરાને રોટલા-પક્ષીને ચણ-ગરીબોને અનાજ આપે છે. તેમાં લાખો રૂપિયા વાપરે છે. પરોપકાર એ મારું જ કામ છે. મારી ચિંતા મને છે. તેમ જીવ માત્રની મારે ચિંતા કરવાની છે. કમ સે કમ સમુદાયની તો કરું.” આવી ભાવના સૌને જાગે તો એક પણ સમસ્યા ઊભી ન થાય. શરીરના કોઈપણ ભાગમાં દુ:ખે તો તરત જ ડૉક્ટર બોલાવી ઇલાજ કરાવો છો. શરીરની ચિંતા કરો છો તેમ સંયમ એ તમારો દેહ છે. તેને કોઈ ઘા ન લાગે - ચોટ ન લાગે - મલિન ન બને તેની કાળજી રાખવી જોઈએ. * જીવો ૪ પ્રકારના ચારિત્ર લેતી વખતે શૂરવીર પણ પછી કાય૨. ચારિત્ર લેતી વખતે કાયર પણ પછી શૂરવીર. ચારિત્ર લેતી વખતે શૂરવીર અને પાળતી વખતે પણ શૂરવીર. ચારિત્ર લેતી વખતે કાયર અને પાળતી વખતે પણ કાય૨. આપણે કેવા ? = * મનથી - વચનથી - કાયાથી કોઈપણ જીવની હિંસા નહિ કરું. નહિ કરાવું, નહિ અનુમોદું. આ કરેમિ ભંતેની આપણે પ્રતિજ્ઞા લીધી છે તેમાં કચાશ આવે ખરી ? કચાશ આવે તો આપણને ચોટ લાગે છે ? બે મલ્લો કુસ્તી કરતા હતા. કેટલાય દિવસો સુધી તેમનું એ યુદ્ધ ચાલ્યું. એમાં આખો દિવસ યુદ્ધ કરી તે મલ્લો પોતાના મુકામમાં જતા ત્યારે તેમની સેવા કરનારાઓ પૂછતા કે તમને ક્યાં વાગ્યું છે ? કયા ભાગમાં ઘા વાગ્યો છે ? એક મલ્લ બધું બતાવતો તેથી તેના સેવકો તે તે જગ્યાએ તેને માલીશ મલમપટ્ટા વગેરે કરી આપતા. જેથી ફરીથી શરીરમાં સ્ફૂર્તિ આવી જાય. પણ જો તે વખતે મલ્લ પોતાના સેવકને શરીરના ઘા વિગેરે કાંઇ બતાવે જ - ♦ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #247 -------------------------------------------------------------------------- ________________ નહિ ને મને તો કાંઈ જ નથી થયું, હું તો બહાદુર છું, શક્તિશાળી છું, એમ કહી દે તો તેના શરીરમાં સ્કૂર્તિ આવે ? અભિમાનમાં રહી જેણે ન કહ્યું તેની હાર થઈ. તેમ ચારિત્રમાં પણ અતિચાર લાગે તો તરત ગુરુ પાસે બધું જણાવી પ્રાયશ્ચિત લઈ લેવું જોઈએ. * ચારિત્ર ઉપર આટલો બધો ભાર શા માટે ? મુક્તિના શાશ્વત સુખની ઈચ્છા હોય તો ચારિત્ર પાળવું જ પડે. ચારિત્ર આ ભવમાં પણ જીવન્મુક્તિનો આનંદ આપે છે. દેવોને તથા ચક્રવર્તીને પણ જે ન મળે તે આનંદ આ ચારિત્રમાં મળે છે. જ્ઞાનસારમાં સાધુના આનંદ માટે “તેજોલેશ્યા” શબ્દનો પ્રયોગ થયેલો છે. તેજોલેશ્યા એટલે આત્મિક સુખની અનુભૂતિ. પોતાને જ એની ખબર પડે પણ બીજાને એના તેજ ઉપરથી અને જીવન વ્યવહારથી ખબર પડે. આત્મતત્ત્વનો સ્પર્શ ચારિત્રવાન આત્મા કરે. સમ્યગુ જ્ઞાનવાળો જાણકારી મેળવી શકે. સમ્યગુ દર્શનીને શ્રદ્ધા થાય પણ ચારિત્રવાનું જ તેનો અનુભવ કરે. * જ્ઞાન-દર્શન-ચારિત્ર એ મુક્તિનો માર્ગ છે. જેટલી જ્ઞાનદર્શન – ચારિત્ર મેળવવામાં ખામી તેટલી આત્માના વિકાસમાં ખામી. જેટલી જ્ઞાન મેળવવામાં ખામી તેટલી દર્શનમાં ખામી. આત્મા એ જ દર્શન, દર્શન એ જ આત્મા. આત્મા એ જ ચારિત્ર, ચારિત્ર એ જ આત્મા. વસ્તુ ને વસ્તુનું નામ જુદા પડતા જ નથી. વસ્ત્ર ને વસ્ત્રની શ્વેતતા જુદી ન પડે. ગુણ-ગુણીનો અભેદ છે. તેમ જ્ઞાન-દર્શનચારિત્રથી આત્માને જુદો ન પાડી શકો. જડમાં આ ન મળે. જીવમાત્રમાં આ હોય તેમ જીવ સિવાય ક્યાય ન હોય. આપણી જે પ્રવૃત્તિ છે તે જ્ઞાન દર્શન માટેની જ છે ને ? આત્માના કલ્યાણની જ છે ને ? સામાયિક ચારિત્રને એવું પાળવું જોઈએ કે જે તમને મુક્તિ અપાવે. કદાચ મુક્તિ ન અપાવે તો ય મુક્તિના સુખો અહીંયા જ અપાવે. કહ્યું કલાપૂર્ણસૂરિએ ૨૨૦ Page #248 -------------------------------------------------------------------------- ________________ “મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી.” ભક્તિમાં એવું સુખ અનુભવાય કે એમાં જ મુક્તિ લાગે. પ્રભુ મહાવીરને ગૌતમ કહે છે કે, “મારો મોક્ષ ક્યારે ?' ભગવાન કહે છે : “મારો રાગ છોડ.” પણ કેવળજ્ઞાન માટે પ્રભુની ભક્તિ છોડવી પડે એ ગૌતમને પરવડતું નથી. ગૌતમ સ્વામીએ પ્રભુની ભક્તિ માટે કેવળજ્ઞાનને જતું કર્યું, પણ પ્રભુ ગૌતમસ્વામીને કેવળજ્ઞાન આપ્યા વગર ગયા ? આ ભક્તિથી જ ગૌતમને કેવળજ્ઞાન થશે એમ પણ પ્રભુ જાણતા હતા. માટે જ દેવશર્માને પ્રતિબોધ કરવા પ્રભુએ મોકલ્યા. કોકવાર થાય કે આપણો જન્મ મહાવિદેહમાં કેમ ન થયો ? પણ જો આ જ પરિણતિમાં આપણો મહાવિદેહમાં જન્મ થયો હોત તો ત્યાં સાક્ષાત્ ભગવાનની ઘોર આશાતના કરત. ને આશાતનામાં મહા ભયંકર પાપ બાંધત. માટે જ આપણો જન્મ આ ભરતમાં થયો છે. ભારતમાં જન્મ થયો એ ભગવાન દ્વારા આપણી પરીક્ષા છે : મારા વિરહમાં તે ભક્તિ કરે છે કે નહિ ! પ્રભુના વિરહમાં પણ જો આપણે સારું ચારિત્ર પાળીશું તો પછી મહાવિદેહમાં નંબર લાગી જશે. આ કાળમાં મોક્ષ નથી, પણ મોક્ષમાર્ગ તો છે ને ! ભલે મહાવિદેહ થઈને ત્યાં જવાનું હોય. ટિકિટ રીઝર્વ કરાવી દો. સીધી ગાડી ન મળે તો પણ જંકશન આવે ત્યાં આપણે ઉતરવું નહિ પડે. એ ડબ્બો જ ત્યાં જોડાઈ જશે. ભગવાન તમને જુએ છે કે નહિ ? ૨૪ કલાક જુએ છે કે થોડાક જ કલાક ? એનાથી કાંઈ ન છુપાવી શકો. ભગવાન મને સતત જોઈ રહ્યા છે. એવો ભાવ રહે તો ક્યારેય અકાર્ય થાય ? ક્ષીરકદંબક ગુરુએ ત્રણેયને કહ્યું : આ કૂકડાને મારજો, પણ કોઈ ન જુએ ત્યાં. પાપ કરવાની છૂટ પણ કોઈ ન જુએ ત્યાં. નારદને લાગ્યું : મને ભગવાન જોઈ રહ્યા છે. મારાથી કૂકડો શી ૨૨૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #249 -------------------------------------------------------------------------- ________________ રીતે મારી શકાય ? બીજા બેને આ વિચાર ન આવ્યો. હવે તમને કેટલા જુએ છે ? અનંતા-સિદ્ધો વીશ વિહરમાન, ૨ ક્રોડ કેવળીઓ-આ બધા જુએ છે. તો આપણે કેવી પ્રવૃત્તિ કરીશું ? આપણે નારદ જેવા ? કે બીજા બે વિદ્યાર્થી જેવા ? * આ ચારિત્ર બરાબર પાળીએ તો મોક્ષનું સર્ટિફિકેટ મળી ગયું કહેવાય. તમને દીક્ષા-વડીદીક્ષા-જોગ કરાવ્યા એટલે ભગવાન તરફથી સર્ટિફિકેટ આપ્યું કહેવાય. સમ્યગદર્શન મળ્યું એટલે તમે મોક્ષના અધિકારી બની ગયા. સંઘમાં કોઈ પોતાનો પાસ ખોઈ નાખે તો જમાડે નહિ. પ્રભાવના પણ ન આપે. આપણે સમ્યગ્રદર્શનનું સર્ટિફિકેટ ખોઈ નાખીશું તો મોક્ષ નહિ મળે. માટે જ કહું છું : આને સંભાળજો. મળેલા મહાવ્રતોને બરાબર સાચવજો. રોહિણીની જેમ બીજાને પણ આપજો. પાંચ સમિતિ - ત્રણ ગુપ્તિનું પાલન અણીશુદ્ધ કરો તો આ ચારિત્ર રૂપી પાસ બરાબર સચવાશે. * કુમારપાળ મહારાજાએ ભૂતકાળમાં માંસ ખાધેલું. એક વખત ઘેબરનું ભોજન કરતા'તા ને એમાં માંસ જેવો સ્વાદ આવ્યો. અને ચમક્યા : મને કેમ આ યાદ આવ્યું ? ને રડીને ગુરુ મહારાજને કહ્યું કે મને કેમ યાદ આવ્યું ? ઘેબરમાં માંસની સ્મૃતિ થઇ એનું પ્રાયશ્ચિત્ત આપો. હેમચન્દ્રસૂરિજીએ પ્રાયશ્ચિત્તમાં ૩૨ દેરાસર બંધાવવાનું કહ્યું. અને ૩૨ દાંતોને સજા તરીકે યોગશાસ્ત્રના ૧૨. અને વીતરાગસ્તોત્રના ૨૦ પ્રકાશનો રોજ સ્વાધ્યાય કરવાનું કહ્યું. મયં દ્વિનિ = ગંદી - ગલીચ ચીજો છોડી દીધી હોય તો પણ યાદ આવે. તો અત્યારે એ મારો પાપી આત્મા નથી. અત્યારે તો હું ભગવાનનો સાધુ છું. થઈ ગયેલા પાપોની નિંદા કરું છું. જે વખતે તેની સ્મૃતિ થઈ જાય તે જ ઘડીએ નિંદા કરવાની છે. આપણને આ ભગવાને કેવું શસ્ત્ર આપ્યું ? ભૂલ થઈ જાય પણ ભૂલ થતાં પશ્ચાત્તાપ કરી પ્રાયશ્ચિત્ત કરો તો પાપથી છૂટી શકો. એ ન કરો તો ભવભ્રમણ થાય. “દુષ્યનું સંવરેનિ' પાપમય અતીતની નિંદા કરવાની છે તેમ કહ્યું, કલાપૂર્ણસૂરિએ ક ૨૨૯ Page #250 -------------------------------------------------------------------------- ________________ પાપમય વર્તમાન ચિત્તનો સંવર કરવાનો છે ને ભવિષ્યનું પચ્ચખાણ લેવાનું છે. ભૂતની નિંદા, વર્તમાનનો સંવર અને ભવિષ્યનું પ્રત્યાખ્યાન કરવાનું છે. નાળિએર દ્રાક્ષ : નાળીએરભાઈ ! સાંભળો. આ વિશ્વમાં જેટલા ફળો છે એમાં કાંઈને કાંઈ તો ફેંકવા લાયક હોય જ છે. જેમકે કેરીના ગોટલા-છોંતરા, કેળાની છાલ, સફરજનમાં પણ થોડાક બી... પણ હું જ આ જગતમાં એવું ફળ છું કે જેનો એક પણ ભાગ ફેંકવો પડતો નથી. બાળક-બૂઢા બધા આનંદથી મારો આસ્વાદ માણી શકે છે અને ઓ નાળીએર ! તારું તે કાંઈ જીવન છે ? ઉપર કેવી બાવા જેવી જટા છે. અંદર કેવી હાડકા જેવી કઠણ કાચલી છે ? અને અંદર થોડુંક જ કામ આવે તેવું હોય છે. તારા જેવાનું વિશ્વમાં અસ્તિત્વ જ ન હોય તો કેટલું સારૂં ?” - ઊંચી ખાનદાનીવાળો નાળીયેર બોલ્યો : બહેન દ્રાક્ષ ! તને શી ખબર છે ? સાચી વાત સમજ તો ખરી. હું આસન, વાસન (વસ્ત્રો અને પ્રાશનમાં કામ આવું છું. મારી જટાથી સુંદર આસન બને છે, દોરડા બને છે. મારી ખોપરીથી પ્યાલા આદિ બને છે અને હું ખાવામાં અને પીવામાં બન્નેમાં કામ લાગું છું. મારા તેલની કેટલીયે સુંદર મીઠાઈઓ બને છે. માણસોના વાળને મારું તેલ સુગંધી બનાવે છે. મારી મહત્તાનું મૂલ્યાંકન તું ક્યાંથી કરી શકે ? આખરે તો તું દારૂની જનેતા છે ને ? તારામાં ઉન્મત્ત બકવાસ સિવાય શું હોઈ શકે ? ૨૩૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #251 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા ચૈત્ર વદ-૧૩ ૨-૫-૨૦૦૦, મંગળવાર * અનંત કરુણાના સાગર, શ્રી વીપ્રભુએ કર્મથી જકડાયેલા જીવોને આ સંસારમાં જરાય સુખ નથી એમ બતાવ્યું છે. સંસારમાં સુખ શોધવું એટલે રણભૂમિમાં પાણીની શોધ કરવી ! મૃગતૃષ્ણામાં પાણીની શોધ કરવી ! : હરણ દૂર દૂર જુએ છે : કેટલું પાણી ! હું ત્યાં જઈશ ને મારી તૃષા છીપાવીશ. ખૂબ દોડે પણ પાણી ન મળે. હજુ કદાચ થોડે દૂર હશે – એમ વિચારી દોડે પણ પાણી ન મળે. તેમ વિષયો આપણને - ખૂબ દોડાવે છે, પણ સુખ નથી આપતા. * સંસારનો સ્વભાવ દુઃખમય છે તેમ ધર્મનો સ્વભાવ સુખમય છે. આ જીવોને આનંદ આપવા માટે જ પ્રભુનો અવતાર છે. ‘જગાનંદો’ પ્રભુનું જ વિશેષણ છે. રાગ-દ્વેષ હોય ત્યાં સુધી કેવળજ્ઞાન થતું નથી. આ રાગ-દ્વેષ જ આપણા આત્માને મલિન બનાવે છે. રાગ-દ્વેષ જ આપણા આનંદને રોકે છે. સમિતિ-ગુપ્તિના પાલન સાથે રાગ-દ્વેષ છોડો તો જ ચારિત્ર શુદ્ધ બને. મલિનતા દૂર કરી આનંદ સુખને પ્રકટ કરવાની કલા પ્રભુ શીખવાડે છે. * યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં આચાર પાલન કેમ કરવું ? કહ્યું, કલાપૂર્ણસૂરિએ * ૩૧ Page #252 -------------------------------------------------------------------------- ________________ પાંચ મહાવ્રતો-અણુવ્રતો વગેરે અંગે વિસ્તારથી જણાવ્યું છે. આચારશુદ્ધિ, વિચારશુદ્ધિનો પાયો છે. આચારશુદ્ધિ થાય તો જ આત્મશુદ્ધિ થાય. આત્મશુદ્ધિ થતાં પ્રભુ-દર્શનની ઝંખના જાગે. ઝંખના જેમ જેમ તીવ્ર બને તેમ તેમ આત્મશુદ્ધિ વધુ ને વધુ થતી જાય. શ્રી આનંદઘનજીએ કહ્યું છે : અભિનંદન જિન દરિસણ તલસીએ...” જેને પ્યાસ લાગી હોય તે માણસ પાણીની શોધમાં શું શું ન કરે ? વિહારમાં પાણીની તરસ કેવી લાગે છે ? તેવી ભગવાનના દર્શનની તરસ લાગી છે ? ભગવાનના દર્શનની તરસ તે જ સમ્યગદર્શન છે. સંસારના સુખો વિષ લાગે. આજ સમ્યગદર્શન છે. વિષયો વિષ કરતાં ભયંકર લાગે તોજ આપણે સાચા અર્થમાં સમ્યકત્વી કહેવાઈએ. વિષય-વિરક્તિ એ જ ભવનિર્વેદ. પણ આ નિર્વેદ શાથી થાય ? પ્રભુની કૃપાથી થાય. "होउ ममं तुह प्पभावओ भयवं भव-निव्वेओ." ચારિત્રને વિશુદ્ધ કરવું હોય તો પ્રભુને આગળ રાખો. ભગવાનનો અનાદર નહીં જ કરીએ. આટલું નક્કી કરી જ દો. ભગવાનનો અનાદર ન થાય તેવું જીવન જીવવું એ જ સંયમનો સાર છે. ભગવાનની આજ્ઞાનો અનાદર એટલે ભગવાનનો અનાદર. ભગવાનનું નામ, ભગવાનના ગુણો સાંભળતાં હર્ષ થાય તે આદરનું ચિન્હ છે. ચતુર્વિધ સંઘના કોઈપણ સભ્યનો અનાદર તે ભગવાનનો અનાદર છે. ભગવાનનો અનાદર તે સર્વ જીવરાશિનો અનાદર છે. જેવી રક્ષા તમે તમારી કરો છો તેવી સકલ જીવરાશિની રક્ષા કરવાની. એ જ સામાયિક છે. સાધુને પણ આવો અભેદભાવ જીવરાશિ સાથે હોય તો પ્રભુને તો કેવો અભેદભાવ જીવરાશિ સાથે હશે ? કોઈપણ એક જીવને દુઃખ આપીએ એટલે પ્રભુને દુઃખ આપ્યું કહેવાય. પ્રજાના કોઈપણ સભ્યનું અપમાન તે રાજાનું અપમાન ૨૩૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #253 -------------------------------------------------------------------------- ________________ કહેવાય. કોઈપણ જીવનું અપમાન તે ભગવાનનું અપમાન કહેવાય. “બોસમાવિષqભાવ ” અજિત શાંતિમાંનું આ પ્રભુનું વિશેષણ સર્વ જીવરાશિ સાથે પ્રભુના અભેદભાવને બતાવનારું છે. પ્રભુએ જે આજ્ઞા કરી તે ન પાળીએ તો પ્રભુનો અનાદર થાય. - આ તીર્થની સ્થાપના ભગવાને કરી. માટે જ આ શાસન પ્રભુનું કહેવાય. તમે અત્યારે જે ઓરડીમાં રહો છો તે ઓરડી તમારી કહેવાય, તમારા શિષ્યો - તમારા કહેવાય, તો ભગવાને જેને શ્રાવક-શ્રાવિકા-સાધુ-સાધ્વી તરીકે સ્થાપ્યા તે ભગવાનના ન કહેવાય ? એટલે સંઘનો અનાદર તે ભગવાનનો જ અનાદર થયો. ભવભ્રમણનું મૂળ કારણ કોઈ હોય તો પ્રભુનો અનાદર છે. માટે જ પગામસાયમાં ૩૩ આશાતનાઓ બતાવી છે. સર્વ જીવરાશિની પણ આશાતના બતાવી છે. ગુરુની આશાતના એ મારા ભગવાનની આશાતના છે, એમ લાગે છે ? ભગવાન પ્રત્યે બહુમાન થવાથી ભવનિર્વેદ આવે. ભગવાન પ્રત્યે બહુમાન થયા વગર કોઈ જીવને કોઈ ગુણ ન મળે. માટે જ બધા જ ગુણોના દાતા ભગવાન છે, એમ માનજે. પ્રશ્ન થશે કે, ગુણો તો અમે પેદા કર્યા એ ભગવાને આપ્યા શી રીતે કહેવાય ? ભોજનની ક્રિયા ભલે તમે કરી પણ ભોજનમાં ભૂખ મટાડવાની શક્તિ ન હોય તો ? પત્થર ખાવ તો ભૂખ મટે ? તેમ ભગવાન હતા તો બહુમાન થયું ને ? બહુમાન ભલે આપણા આત્મામાં થયું પણ ભગવાન ન હોત તો થાત ? ભગવાન ન હોત તો ગુણો આવત ? * આપણે ચારિત્ર તો લઈ લીધું છે, પણ એમાં આનંદ કેમ નથી આવતો ? પ્રભુ-ભક્તિરૂપ તેનો ઉપાય બરાબર જાણતા નથી માટે આનંદ નથી આવતો. જેટલી પ્રભુની ભક્તિ વધે તેટલી શ્રદ્ધા વધે, આત્માનુભૂતિનું દ્વાર ખુલે. કહ્યું કલાપૂર્ણસૂરિએ ૨૩૩ Page #254 -------------------------------------------------------------------------- ________________ પ્રભુની ભક્તિ કરવાથી સમતા આવે. સમતાનું બીજું નામ સામાયિક છે. ને યોગમાં તે સમતાનું નામ સમાપત્તિ છે. સમાપત્તિ એટલે પ્રભુ સાથે સંપૂર્ણ એકતા. ક્યાં આપણે ભૂલ કરી ? આવેલા ચારિત્રમાં આનંદ તો નથી આવતો, પણ આનંદ નથી આવતો તેનું દુ:ખ પણ નથી. ઘડીયાળ ખોવાઈ ગઈ હોય તો તરત ચિંતા થાય. તેના ઉપાયો કરીએ પણ....સમતા ખોવાઈ ગઈ હોય તો તેની ચિંતા ખરી ? સમતા, સમાધિને રોકનારા વિષયો-કષાયો છે. અનુકૂળ વિષયો મળે ને રાગ થાય છે. પ્રતિકૂળ વિષયો આવે તો દ્વેષ થાય છે. દાળ તો લાવ્યા પણ પાણી-ફોતરા અલગ છે. બનાવનાર ઉપર દ્વેષ આવે. સારી દાળ હોય તો રાગ થાય. આવા રાગ-દ્વેષ ન આવે તે સમતા કહેવાય. ને ઈન્દ્રિયોનો જય કર્યો હોય તો કષાય ન આવે. મનને ચંચળ બનાવનાર આ વિષય-કષાય જ છે. સારી રીતે સમિતિ પાળવાથી પાંચ ઈન્દ્રિયોનો જય થાય ને ગુપ્તિને પાળવાથી મનનો જય થાય. ભગવાન ક્યાં છે ? ફૂલની પાંખડીઓમાં સુગંધ રહેલી છે, તેમ હું (ભગવાન) શાસ્ત્ર-પંક્તિઓમાં રહેલો છું. જેઓ મને મળવા ઈચ્છે છે, તેઓ મને શાસ્ત્રમાં જુએ. ભગવાન આવે તો... બુદ્ધિમાં ભગવાન આવે તો સમ્યજ્ઞાન મળે. હૃદયમાં ભગવાન આવે તો સમ્યગું દર્શન મળે. હાથમાં (કાયામાં) ભગવાન આવે તો સમ્યફચારિત્ર મળે. ૨૩૪ કહ્યું ક્લાપૂર્ણસૂરિએ Page #255 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા ચૈત્ર વદ-૧૪ ૩-૫-૨૦૦૦, બુધવાર * આત્માના ગુણો કર્મોથી દબાયેલા છે તે એમને એમ પ્રગટતા નથી. ઘઉં છોડ પર પાકે તેમ રોટલી છોડ પર પાકતી નથી. તેના માટે પુરુષાર્થ કરવો પડે છે તેમ ગુણોને પણ પ્રગટ કરવા માટે પુરુષાર્થ કરવો પડે. ગુણો ક્યાંય ગયા નથી. આપણી અંદર જ પડ્યા છે. બેંક--બેલેન્સ મોજુદ છે. આપણને તેની જરૂરિયાત લાગી નથી. જેને જરૂર લાગી તે મહાત્માઓએ તેનો ઉપયોગ કર્યો. આપણી પાસે આટલો આનંદનો અને ગુણોનો ખજાનો છે છતાં પુરુષાર્થ કેમ નથી કરતા ? શું અરિહંતનું એ વચન ખોટું છે કે આત્મામાં જ પૂર્ણગુણોનો ખજાનો છે ? - ભગવાન પોતાના જેવું જ સ્વરૂપ બધા જીવોનું જોઈ રહ્યા છે. આપણી પાસે જ ખજાનો છે છતાં કેમ પ્રયત્ન નથી થતો ? સાંભળ્યું કે પૈસા અહીંથી મળી શકે તેમ છે, પછી તમે રહો ખરા ? તેમ આ વાત સાંભળવા છતાં એ આનંદ અનુભવવાનો વિચાર કેમ નથી આવતો ? સ્વામી દરિસણ સમો નિમિત્ત લઈ નિર્મળો, જો ઉપાદાન એ શુચિ ન થાશે.” પ્રભુ ! તારું શાસન પામ્યા પછી પણ તમારા જેવો જ મારો કહ્યું, કલાપૂર્ણસૂરિએ ક ૨૩૫ Page #256 -------------------------------------------------------------------------- ________________ આનંદ છે એમ જાણ્યા પછી પણ તે મેળવવાનું મન કેમ નથી થતું ? શું ખામી છે મારામાં ? નિર્મલ ને પુષ્ટ નિમિત્ત આપનું મળ્યું છે. આત્માનું એકાંતે હિતકારી, આલોક ને પરલોકમાંય હિતકારી એવું શાસન મળ્યું છે. છતાં કેમ તેમાં પુરુષાર્થ નથી થતો ? કે દેવ-ગુરુધર્મની આરાધના નથી થતી ? શું મારો જીવ અભવ્યનો હશે કે દુર્ભવ્યનો હશે ? અભવ્યનો જીવ તો મોક્ષે જવાની ઘસીને ના જ પાડે. દુર્ભવ્ય કહે કે આવવું તો છે પણ અત્યારે નહિ. * આ કાળે મોક્ષ નથી, ચારિત્રની વિશુદ્ધિ નથી એવું સંઘયણ આજે નથી. તે બધું કબૂલ – પણ કમ સે કમ પ્રભુના દર્શન તો કરી શકીએ ને ? સ્પષ્ટતર - સ્પષ્ટતમ દર્શન કરવાની તમન્ના જાગી છે ? જે પરમાત્મા મોક્ષમાં છે, મહાવિદેહમાં છે, કેવળી ભગવાનના સદેહે છે તે જ પરમાત્મા મારા દેહમાં, સકલ આત્મપ્રદેશે રહેલા છે. એવું જાણ્યા પછી તમે એના દર્શન માટે તમન્ના નહિ સેવો ? * તમારા પૈસા બેંકમાં જમા હોય, ને તમે અહીં ચેક લખી બેંકમાં મોકલાવો તો કેશીયરને પૈસા આપવા જ પડે. તેમ તમારી આત્મસંપત્તિ તમને મળે જ. તમે એના હકદાર છો. * આરિતા આગળ જઈને ઊભા રહો, તો તમારો ફેસ એ જ ક્ષણે દેખાય તેવી રીતે નિર્મલ બનેલા ચિત્તમાં તે જ વખતે પ્રભુના દર્શન થાય. આરિસામાં તો હજુ પ્રતિબિંબ છે. અહીંયા સાક્ષાત દર્શન પ્રભુના થાય. આરિસો નિર્મલ ન હોય તો પ્રતિબિંબ નિર્મલ ન પડે તેમ ચિત્ત નિર્મલ ન હોય તો પ્રભુ ચિત્તમાં ન આવે. હવે નિર્મલ બનવાનો પુરુષાર્થ જ કરવાનો છે. આ ક્યારે બને ? મલિનતાને દૂર કોણ કરે ? નિર્મલતા કોણ લાવે ? સમતાથી ચિત્ત નિર્મલ બને. ચારિત્રવાને જ આ ચીજ મળે. ચારિત્રમાં નિર્મલતા કષાયના જયથી મળે. આપણી ખામી ક્યાં છે ૨૩૬ જે કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #257 -------------------------------------------------------------------------- ________________ તે જોઈ લો. નિર્મલતાને રોકનાર, મલિનતાને લાવનાર આ કષાયો છે, જેને આપણે છોડતા નથી. ગુરુ મહારાજને, ગુરુભાઈઓને, ગુરુ બહેનોને છોડી દઈએ છીએ. પણ આ કષાયોને આપણે છોડતા નથી. ઉપકારી કોણ લાગે છે ? આ કષાયો કે ગુરુ મહારાજ ? જમાલિએ પોતાના જ ગુરુ ભગવાન મહાવીરને અહંના કારણે છોડી દીધા. ગૌતમસ્વામીને તેમના ૫૦,૦૦૦ શિષ્યો ને, પોતાના ૭૦૦ શિષ્યોને કેવળજ્ઞાન થઈ ગયું, પણ જમાલિ જે નિકટનો સગો હતો પણ માનના કારણે રહી ગયો. માનમાં લોભ પણ ખરો ને ? લોભ માત્ર ધનનો નથી હોતો, મોટાઈ વગેરેનો પણ લોભ હોય છે. આપણે આવી ભૂલો કેટલી કરી ? કેટલીવાર પાછા પડ્યા ? કષાયો કારમા છે જે ભલભલાને પછાડે. ચડેલાને પણ પછાડે. કષાય ઓછા થાય તો સમતા પ્રગટે. આત્મશુદ્ધિ થાય. આત્માની શુદ્ધિ કરનાર સમતા જેટલી વધારે તેટલું પ્રભુનું દર્શન જી. અનંતાનુબંધી કષાયનો નિગ્રહ કરી, મનનો જય કરી પ્રાપ્ત કરેલા સમ્યગ્રદર્શનની જેટલી શુદ્ધિ તેટલા પ્રમાણમાં પ્રભુદર્શન થાય. મા કામ કરતી હોય પણ હાલરડું ગાય – હીંચકો હલાવે, ને બાળકને ખબર પડે કે મા મારી પાસે જ છે. તેમ ચિત્તમાં નિર્મલતા આવે એટલે ખબર પડે કે પ્રભુ પાસે જ છે. જે બાળક માતા વગર રહી ન શકે તેને આવો અનુભવ થાય. આપણે બધા “મોટા” થઈ ગયા માટે માએ ચિંતા મૂકી દીધી. આપણે વિશ્વાસ આપ્યો માને કે અમારી સંભાળ નહીં રાખો તો ચાલશે. માટે જવાબદારીથી મુક્ત બનાવ્યા પણ આપણી સ્થિતિ એવી છે ? જવાબદારી વહન કરી શકીએ એવા છીએ ? ગુરુની ક્યાં સુધી સેવા કરવી ? જ્યાં સુધી શિષ્ય પોતે ક્ષાયિકભાવનો પ્રકાશ ન પામે ત્યાં સુધી. પછી તો છોડે ને ? નહિ. ૧૫00 તાપસ કેવળી થઈ ગયા પછી કહી ન દે કે અમે જઈએ છીએ. શાસનની મર્યાદા જુઓ ! કેવળી બનેલા શિષ્યો પણ છદ્મસ્થ કહ્યું કલાપૂર્ણસૂરિએ ૨૩૦ Page #258 -------------------------------------------------------------------------- ________________ ગુરુને ન કહે કે મને તમારાથી વધારે જ્ઞાન છે. ગુરુ મહારાજ કેટલા ઉપકારી કે “પોતાની પાસે કેવળજ્ઞાન નથી ને મને આપ્યું છે.” આવો દૃષ્ટિકોણ “તમારાથી હું મોટો એવો ભાવ આવવા જ ના દે. જો કે, આ તો આપણી દૃષ્ટિએ વિચારણા છે. બાકી, કેવળજ્ઞાનીને વિચારણા કેવી ? * દેવ-ગુરુના ગુણો પ્રત્યે પ્રેમ-આદર વધારે તેટલો આત્મગુણોનો પ્રકાશ વધારે. વિકલ્પ કરીને જાતે ધ્યાન કરી શકો પણ નિર્વિકલ્પ દશા તો દેવ-ગુરુની કૃપાથી જ આવે. * માર્ગ મળ્યો છે – માર્ગ બતાવનારા મળ્યા છે તો શા માટે પ્રમાદ ? ભક્તની ઈચ્છા હું મરી જઈશ પછી મારું શરીર માટી તો બની જ જવાનું છે. હે પ્રભુ મારી એવી ઈચ્છા છે કે એ માટીમાંથી ઉત્પન્ન થયેલ વૃક્ષ દ્વારા કોઈ સુથાર આપના ચરણની પાદુકા બનાવે. આમ મને જો તારા ચરણમાં રહેવાનું મળશે તો હું મારી જાતને જગતમાં સૌથી સૌભાગ્યશાળી માનીશ. – ગંગાધર ૨૩૮ જ કહ્યું ક્લાપૂર્ણસૂરિએ Page #259 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા ચૈત્ર વદ-૩૦ ૪-૫-૨૦૦૦, ગુરુવાર * અનંત ગુણોના ભંડાર પ્રભુ મહાવીર દેવે વિશ્વના કલ્યાણ માટે તીર્થ પ્રવર્તાવ્યું. જે તીર્થ દ્વારા સ્વયં તીર્થંકર બન્યા તે તીર્થનો પ્રભુ ઉપકાર માને. પોતાની સાધનાના ફલરૂપે તીર્થંકર થયા. તીર્થ સ્થાપ્યું. મારા બધા આત્મબંધુઓનો મારા પર ઉપકાર છે. તેનો બદલો વાળવા આ તીર્થની સ્થાપના જરૂરી છે, એમ પ્રભુ તીર્થંકર નામકર્મ ખપાવે છે. પ્રભુ સંયમધર્મને એવો આત્મસાત્ બનાવે કે જે એમને બીજા જન્મમાં એવી શક્તિ આપે કે તેમના ઉપદેશથી અન્ય પણ તીર્થંકર - ગણધર કે કેવળજ્ઞાની બની શકે. આ સર્વોત્કૃષ્ટ વિનિયોગ કહેવાય. આવી શક્તિ તીર્થકરને જ મળે, બીજાને નહિ. બીજા નંબરમાં ગણધરોને મળે. આવી શક્તિ કેમ મળી ? પૂર્વભવોમાં એવા એવા મનોરથોની સાથે પ્રયત્નો કર્યા. મોક્ષમાર્ગનો આ સંઘ છે. આ સંઘમાં આપણે સભ્ય છીએ કે કેમ? જે આત્મા સમ્યગ્રદર્શન પામ્યો હોય, શ્રત સામાયિક, સમ્યકત્વ સામાયિક પામ્યો હોય તે ભગવાનના સંઘનો સભ્ય કહેવાય. આ સર્ટીફિકેટ છે તમારી પાસે ? ભાવચારિત્ર ન આવે ત્યાં સુધી ન ચાલે. આપણી પાત્રતા ઉપર આ ચારિત્ર આપણને મહાપુરુષોએ કહ્યું કલાપૂર્ણસૂરિએ ૨૩૯ Page #260 -------------------------------------------------------------------------- ________________ આપ્યું છે. જિંદગીના છેડા સુધી આ ગુણઠાણાને સ્પર્શે તેવો ભાવ પેદા ન થાય તો શું કામનું ? * પ્રભુએ એવી સાધના કરી કે તે ધર્મ તેમને આત્મસાત બની ગયો. ધર્મ ઉપર પ્રભુની માલિકી થઈ ગઈ. જેમ ચક્રવર્તીને નગરો-ગામડા બધા આધીન થઈ જાય તેમ પ્રભુને ત્રણેલોક અરે, સર્વ ગુણો આધીન થઈ ગયા. લલિતવિસ્તરા' ગ્રંથ વાંચતાં આ પદાર્થો સવિશેષ સમજાશે. “સુલસા આદિ ૯ જણને ભગવાને તીર્થંકર પદ આપ્યું” આમ પં. વીરવિજયજીએ કહ્યું છે તે બરાબર છે ? સુલસાદિક નવ જણને જિન-પદ દીધું રે...” – વીરવિજયજી. આ નવને પ્રભુએ તીર્થંકરપદ આપ્યું કે તેઓ પોતાની સાધનાથી પામ્યા ? બીજા કેમ ન પામ્યા ? ને તે નવ જ કેમ પામ્યા ? તે નવનો પ્રકૃષ્ટ યોગ હતો માટે. વળી તે નવ ને પણ પહેલા કેમ તીર્થંકર નામ ન મળ્યું ને પ્રભુની હાજરીમાં જ કેમ નિકાચિત થયું ? એ વિચારશો તો પ્રભુની મુખ્યતા સમજાશે. ઈન્દ્રભૂતિ આદિમાં ગણધરપદની યોગ્યતા હોય તો જે વખતે યજ્ઞ કર્યો ત્યારે ગણધરપદ કેમ ન પામ્યા ? તમને ઉપાદાન મુખ્ય દેખાતું હશે. મને પ્રભુ મુખ્ય દેખાય છે. ભૂખ હોવા છતાં ભોજનની સામગ્રી ન હોય તો શું કરો ? ભૂખ ભાંગે ? ભોજનની સામગ્રીનો ઉપકાર માનો કે નહિ ? તેમ ગમે તેટલા જીવ યોગ્ય હોય પણ સામે પમાડનાર ન હોય તો શું કરે ? કોડિયામાં તેલ-વાટ બધું જ છે, પણ પ્રકાશિત ક્યારે થાય ? આટલી યોગ્યતા હોવા છતાં જલતી જ્યોતમાં તેને મેળવવામાં ન આવે ત્યાં સુધી પ્રકાશ આવતો નથી. પ્રભુ સન્મુખ ન બનીએ ત્યાં સુધી આપણે પ્રભુમય બની શકતા નથી. ભગવાન કાંઈ કરતા નથી. આપણો ઉદ્યમ કામ કરે છે. એવું ૨૪૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #261 -------------------------------------------------------------------------- ________________ માનશો તો ભક્ત કદી નહિ બની શકો. ૧૧ ગણધરોની તૈયારી ન હતી પણ સમવસરણમાં ગયા ને કામ થઈ ગયું. હવે કહેશો ને કે ગણધરપદનું દાન ભગવાને કર્યું. આપણા જેવા રખડતા રહ્યા. | * ભગવાનના સાધુ કરતા સાધ્વીજીઓની સંખ્યા વધારે. ૩૬000. તેનું શું કારણ ? જાણો છો ? બહેનોમાં કોમળતા વધારે હોય છે. કોમળ હૃદય સમર્પિત બની શકે છે. સમર્પણ જ સ્ત્રીઓને મુક્તિ સુધી પહોંચાડે છે. ભગવાન મહાવીરના સાધુઓ તો ૭૦૦ જ મોક્ષે ગયા, પણ સાધ્વીજીઓ ૧૪૦૦ મોક્ષમાં ગઈ, એનું કારણ કદાચ આ જ હશે. સહનશક્તિનું રહસ્ય... તમારામાં આટલી બધી સહનશક્તિ ક્યાંથી આવી? ઉપર, નીચે અને વચ્ચે જોવાથી.” “એટલે ?' “ઉપર જોઉં છું ત્યારે મોક્ષ યાદ આવે છે. નીચે જોઉં છું ત્યારે ધરતી દેખાય છે ને હું વિચારું છું. મારે કેટલા ફૂટ જમીન જોઈએ ? નાહક ઝગડા શાના ? અને આસપાસ જોઉં છું તો તે લોકો દેખાય છે, જેઓ મારાથી પણ વધુ દુઃખો સહન કરી રહ્યા છે. આ છે મારી સહન શક્તિનું રહસ્ય !' કહ્યું કલાપૂર્ણસૂરિએ ક ૨૪૧ Page #262 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા વૈશાખ સુદ-૧+૨ ૫-૫-૨૦૦૦, શુક્રવાર जह अनियमियतुरए, अयाणमाणो नरो समारूढो । इच्छेइ पराणीयं अइक्कंतु जो अकयजोगो ॥११७।। (૭) મરણ-ગુણ. * તીર્થમાં તાકત છે : નવા તીર્થકરને પેદા કરવાની. માટે જ તીર્થંકર સ્વયં તીર્થને પ્રણામ કરે છે : “મો તિસ્થસ ’ જગતને એ બતાવે છે : મારા કરતાં પણ આ તીર્થ વધુ પૂજનીય અને નમનીય મોહનું જોર હટવાથી તીર્થ પર બહમાન આવે. મોહ વધે તેમ તીર્થ પર બહુમાન ઘટે. તીર્થનો આદર આપણને આગળ વધીને સકલ જીવો પર આદર કરાવે. પ્રભુ સાથેનો અભેદ તો જ થઈ શકે : જે સકલ જીવ સાથે અભેદ થાય. પ્રભુ કહે છે : મારો પરિવાર ઘણો મોટો છે. માત્ર ૧૪ હજાર સાધુ, ૩૬ હજાર સાધ્વીજી કે ૧ લાખ ૨૯ હજાર શ્રાવકો કે ત્રણ લાખથી અધિક શ્રાવિકાઓ એટલો જ પરિવાર નથી. સમગ્ર જીવરાશિ મારો પરિવાર છે. એકપણ જીવનું અપમાન કર્યું એટલે પ્રભુનું અપમાન થયું ૨૪ર એ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #263 -------------------------------------------------------------------------- ________________ સમજે. પ્રભુએ જેમને પોતાના માન્યા, એમને આપણાથી પરાયા કેમ માની શકાય ? એટલે તો આપણે દીક્ષા લીધી છે. દીક્ષા લેવી એટલે છ જવનિકાય પ્રત્યે પ્રેમ કેળવવો ! પ્રભુ સાથેનો અભેદભાવ તો જ ઉલ્લસિત બને. આપણે પ્રભુને એકલા જ સમજી બેઠા. પણ પ્રભુનો પરિવાર ઘણો મોટો છે. પ્રભુ આવે તો પરિવાર સાથે જ આવે, એકલા કદી જ ન આવે. આ રીતે જે પરિવાર સહિત પ્રભુને હૃદયમાં પ્રતિષ્ઠિત કરે તેનું સમાધિ-મૃત્યુ નિશ્ચિત છે. * દુર્ગતિમાંથી સગતિમાં આવ્યા, આટલી ધર્મસામગ્રી મળી, એમાં તમે તમારો પુરુષાર્થ કારણ છે - એમ નહિ માનતા. આ બધું પ્રભુ ના પ્રભાવે જ મળેલું છે. નજર સમક્ષ પ્રભુનો પ્રભાવ હોવા છતાં ઈન્કાર કરવો તે પ્રત્યક્ષ સૂર્યનો ઇન્કાર કરવા બરાબર છે. લાખો આંધળા પણ સૂર્યનો ઈન્કાર કરે તો પણ દેખતો સૂર્યને માનશે જ. લાખો નાસ્તિકો પ્રભુનો ઈન્કાર કરશે તો પણ ભક્ત તો પ્રભુને માનશે જ. * આજે તમે સૌ દાદાની યાત્રા કરીને આવ્યા ને ? આજે શું જોયું ? અપાર ભીડ ! મારા દાદાનો કેવો પ્રભાવ કે લોકો દૂર-દૂરથી ખેંચાઈને આવે છે ! પણ દાદા તો એવા જ છે : નિરંજન - નિરાકાર ! ભક્તોની ભીડથી એ ખુશ નથી થતા કે કોઈ ન આવે તો નારાજ નથી થતા. * જેવા ભાવો આ સિદ્ધગિરિમાં ઉત્પન્ન થાય, તેવા બીજ ક્યાંય ન થાય, એ વાત માત્ર સાધકને સમજાય. એ માટે સાધકનું હૃદય જોઈએ. * મરુદેવી માતા પ્રભુના આલંબનથી જ મોક્ષે ગયેલાં. શરૂઆતનું રુદન, ભક્તિમાં બદલાયું. પછી તો પ્રભુનું વીતરાગપણું અને વિરાટપણું દેખાયું. * કેવળજ્ઞાન પ્રભુમાં પ્રગટ છે. બીજા જીવોમાં પ્રચ્છન્ન છે. કેવળજ્ઞાન એટલે સકલ જીવોમાં રહેલી આનંદમયી સત્તા ! પ્રભુ એ સત્તાનું સર્વમાં દર્શન કરતા રહે છે, આપણે નથી કરતા. કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૨૪૩ Page #264 -------------------------------------------------------------------------- ________________ * કર્મની દૃષ્ટિએ જુઓ તો જગત વિષમ છે. આત્મ-દષ્ટિએ જુઓ તો જગત સચ્ચિદાનંદમય છે. સિદ્ધગિરિમાં આવીને આત્મદષ્ટિ કેળવવાની છે. કર્મ-દષ્ટિથી વિષમતા ઘણીવાર જોઈ. હવે સચ્ચિદાનંદમય જગત જોવાનું છે. ભગવાન આપણને સચ્ચિદાનંદમયરૂપે જુએ છે, પણ આપણે જ આપણને સચ્ચિદાનંદમય રૂપે નથી જોતા ! આપણા ખજાનાની આપણને જ ખબર નથી ! . * ગૌતમ સ્વામીને કદી વિચાર નથી આવ્યો : બીજા બધા કૈવલ્ય પામી ગયા. હું રહી ગયો. પણ હંમેશા વિચારતા : પ્રભુની મૂડી એ મારી જ મૂડી છે ને ! મારે શી ચિંતા ? સમર્પિત પુત્રને વિશ્વાસ હોય છે : બાપની મૂડી તે મારી જ મૂડી છે. સમર્પિત શિષ્યને પણ વિશ્વાસ હોય છે : ગુરુની મૂડી તે મારી જ મૂડી છે. તમને આવો વિશ્વાસ છે ? પ્રભુના ખરા ભક્તને આવો વિશ્વાસ હોય છે. * શ્રાવકો પ્રભુ પાસે નૈવેદ્યાદિ લઈ જાય, તમે પ્રભુ પાસે શું લઈને જાવ છો ? ભક્તિનું ભેટયું લઈને પ્રભુ પાસે જવાનું છે ! સામાન્ય શ્રીમંતના ઘેર તમે જાવ તો પણ તે સાવ ખાલી હાથે તમને પાછા ન મોકલે. તો ભગવાન તમને ખાલી હાથે શી રીતે મોકલે ? તમે ભક્તિનું ભેટશું આપો એટલે પ્રભુ તરફથી સમક્તિની ભેટ મળે જ. - ભક્તિ વધતી જાય તેમ તેમ આત્માની શક્તિ વધતી જાય, આત્મા સાથે એકતા વધતી જાય. ભક્તિ વધે તેમ આત્માનુભૂતિની શક્તિ વધે. આત્માનુભૂતિ થઈ ગઈ હોય તો વધુ નિર્મળ બને, આટલું તમે નોંધી રાખજો. ક્રોડો રત્નોના માલિક શેઠ બહારગામ ગયેલા. ત્યારે ઉતાવળીયા પુત્રોએ રત્નો વેંચી માર્યા ! પાણીના ભાવે વેચી માર્યા ! પિતા ખિન્ન થઈ ગયા ! ૨૪૪ જે કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #265 -------------------------------------------------------------------------- ________________ ક્રોડો રત્નોને કાચના ભાવે વેંચનારા પુત્રો જેવા જ આપણે છીએ. ભક્તિ કરી શકાય તેવા આ જીવનમાં માત્ર શક્તિ એકઠી કરતા રહીએ છીએ. થોડી સામગ્રી એકઠી કરતા રહીએ છીએ. પ્રભુ બની શકાય એવા જીવનમાં માત્ર બે-પાંચ લાખ રૂપિયામાં સંતુષ્ટ બની જઈએ છીએ. * સૌ પ્રથમ બાલ્યાવસ્થામાં અહીં યાત્રા કરેલી, ત્યારે કશું જાણતો ન્હોતો. દાદાને જોઈ ‘વાહ વાહ' બોલી ઊઠેલો. પણ બીજરૂપે રહેલા એ જ સંસ્કારો આજે કામ લાગે છે. દાદા પાસે આવીને કોઈ ભક્ત ‘વાહ....વાહ.. .દાદા' બોલે. [વધારે તો સમય ક્યાં ? દર્શનાર્થી ઘણા હોય.] એટલા માત્રથી એનું કામ થઈ ગયું સમજો. કારણ કે ‘વાહ' બોલતાં જ એણે દાદાના બધા જ ગુણોની અનુમોદના કરી લીધી. * સભ્ય મળ્યાની નિશાની શી ? પ્રભુ-મૂર્તિ દેખાતાં જ પ્રભુ સામે હોય તેમ દેખાય ! આગળ વધીને આત્મામાં પણ પ્રભુ દેખાય ! આમ સમ્યક્ત્વથી દૂર-દૂર રહેલા પ્રભુ નજીક નજીક લાગે. દૂર રહેલા ભગવાનને નજીક લાવી આપે તેનું નામ સમ્યગ્ દર્શન ! ભગવાન ભલે સાતરાલોક દૂર હોય, પણ ભક્તને મન અહીં જ છે, સામે જ છે, હૃદયમાં જ છે, સમ્યક્ત્વી બનવું એટલે ભક્ત બનવું ! અહીં તો દાદા માત્ર પર્વત પર છે, પણ મોક્ષમાં ગયેલા ભગવાન તો સાત રાજલોક દૂર છે. ઈન્ટર્નેટ, FAX, ઈમેલ, ફોન ઇત્યાદિ દ્વારા તમે દૂર અમેરિકામાં રહેલા માણસ સાથે પણ સંપર્ક સાધી શકો છો, તેમ કિત દ્વારા તમે દૂર રહેલા ભગવાન સાથે સંપર્ક સાધી શકો. ‘સાત રાજ અળગા જઈ બેઠા, પણ ભગતે અમ મનમાંહિ પેઠા'' મનમાં ભગવાન શી રીતે આવ્યા ? ભક્તિના માધ્યમથી ! ધ્યાનના માધ્યમથી ! ભક્તિ-ધ્યાન-જ્ઞાન વગેરે જેટલા પ્રબળ બને તેટલા ભગવાન કહ્યું, કલાપૂર્ણસૂરિએ * ૨૪૫ Page #266 -------------------------------------------------------------------------- ________________ પાસે જણાય. * હૃદય સરળ અને સ્વચ્છ બનતાં જ પ્રભુનું ત્યાં પ્રતિબિંબ પડવા લાગે છે. પણ પ્રભુ માટે ફુરસદ કોને છે ? ભક્તો માટે ટાઈમ ફાળવતા આપણે ભગવાનને જ ભૂલી ગયા ! ભગવાન કોના માટે ? ડોસાઓ માટે ? ખરું ને ? અમે ભગવાનને યાદ કરતા રહીએ.. કારણ કે ૭૬ વર્ષ થયા. આજે ૭૭મું બેઠું ! મારે તો હવે પ્રભુને મેળવવા છે, એમ માનીને ભક્તિ કરતો રહું. તમારે તો નિરાંત છે. ઘણું જીવવાનું છે ને ? પણ, સમજી લો. આયુષ્યનો કોઈ ભરોસો નથી. કોઇપણ ઉંમરમાં જમ ત્રાટકી શકે છે. માટે એક ક્ષણ પણ પ્રભુને ભૂલવા જેવા નથી. * મનોગુપ્તિના ત્રણ સોપાન. (૧) વિમુવા - વસ્પના - નાતમ્ : સામ સામાયિક કલ્પનાની જાળમાંથી મનને મુક્ત કરવું. મૈત્રીની મધુરતા. समत्वे सुप्रतिष्ठितम् : સમ સામાયિક મનને સમતામાં પ્રતિષ્ઠિત કરવું. તુલા પરિણામ. आत्मारामं मनस्तज्ज्ञैः : સમ્મ સામાયિક મનને આત્મામાં લીન કરવું. તન્મય પરિણામ. मनोगुप्तिरुदाहृता ॥ આવું મન જ આત્મા સાથે મળી શકે, પરમાત્મા સાથે મળી શકે. ત્રણ સોપાન પસાર કર્યા પછી જ નિર્વિકલ્પ દશામાં પ્રભુ મળે. * સિદ્ધયોગીના લક્ષણો : શરીર હળવું ફૂલ લાગે, શરીર સંપૂર્ણ શિથિલ થઈ જાય, વગર માલીશે સ્નિગ્ધ લાગે, આંખમાંથી અશ્રુધારા વહે. * પ્રભુની ચેતના સાથે આપણી ચેતના રંગાઈ જાય, પછી શું બાકી રહે ? (૨) ૨૪૬ એ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #267 -------------------------------------------------------------------------- ________________ પ્રભુની ચેતના સાથે પોતાની ચેતના રમાડવી તે ઉત્કૃષ્ટ પ્રભુપૂજ છે. કાયા, વચન, મન તો પ્રભુને સોંપ્યા, પણ જ્ઞાનાદિ ભાવો પણ પ્રભુને સોંપી દેવા તે પૂજા છે. પણ આપણી લોભી વૃત્તિ છે. “મારું મારા બાપનું, તારામાં મારો અર્ધો ભાગ” ની વૃત્તિવાળા આપણે પ્રભુને કાંઈ સમર્પિત કરતા નથી. હા, પ્રભુ પાસે મેળવવા મથીએ છીએ ખરા ! પ્રભુને કાંઈ આપવું નથી ને બધું જ મેળવી લેવું છે. આપ્યા વિના શી રીતે મળે ? * તમને મળેલા જ્ઞાનાદિ બીજાને આપો તો જ તમને એ ગુણો આગામી જન્મમાં મળશે. જેટલું તમે બીજાને આપો તેટલું તમારું નિશ્ચિતરૂપે સુરક્ષિત રહે. * ગુણો મેળવવા આટલું કરો : ૧૫-૨૦ દિવસ માટે ક્ષમાનો પ્રયોગ કરો. ગમે તેટલું થઈ જાય, ગુસ્સો કરવો જ નહિ. ૨૦ દિવસ તમે ક્ષમા માટે ફાળવો. ક્ષમા આત્મસાત બની જાય પછી નમ્રતા, સરળતા, સંતોષ વગેરે એકેક ગુણ લેતા જાવ ને પૂરી તાકાતથી એ ગુણને જીવનમાં ઉતારવા મથો. ૨૦ દિવસ પ્રયોગ કરી જુઓ. * કાંઈ જ જોઈતું નથી. કોઈ જ વસ્તુનો ખપ નથી. વસ્તુ ભલે ગમે તેટલી આકર્ષક હોય, પણ મારે નથી જોઈતી. આનાથી તમારું સત્ત્વ ખૂબ જ વધશે. આ ગુણો જ આપણી સાચી મૂડી છે. ગુણોની પ્રાપ્તિ માટેનો મુખ્ય રાજમાર્ગ પ્રભુ-કૃપા છે. પ્રભુ ગુણના ભંડાર છે. એમના શરણે જવાંથી ગુણો આવે જ. * આપણો સાચો જન્મદિવસ દીક્ષા-દિવસ છે, જ્યારે અધ્યાત્મનો માર્ગ મળ્યો. આજે તો ભૌતિક શરીરનો જન્મ-દિવસ છે. આજના દિવસે ઇચ્છું : આ શરીર દ્વારા વધુ ને વધુ સાધના કરું - સાધના કરતા અન્યને સહાયતા કરું અને યથાશક્ય શાસન-સેવા કરતો રહું. કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૨૪૦ Page #268 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા વૈશાખ સુદ-૩ દ-૫-૨૦૦૦, શનિવાર * ચંદાવિઝયમાં સાધુ-જીવનની કળા બતાવેલી છે. ચારિત્રની પૂર્ણ વિશુદ્ધિ હોય તો આ જ જન્મમાં મોક્ષ મળે. ચારિત્રની વિશુદ્ધિ જેટલી દૂર તેટલો મોક્ષ પણ દૂર ! જ્ઞાન-દર્શનથી યુક્ત ચારિત્ર જ સાચું ચારિત્ર કહેવાય, એ વાત અનેકવાર સમજાવી ચૂક્યો છું. જ્યારે જ્યારે “ચારિત્ર' શબ્દનો પ્રયોગ આવે ત્યારે આવો અર્થ સમજવો. શિરાના દરેક અંશમાં સાકર, ઘી અને લોટ વ્યાપ્ત છે. ત્રણેય એક થઈ જાય ત્યારે જ શિરો બને તેમ જ્ઞાન-દર્શન-ચારિત્ર ત્રણેય એકરૂપ બને ત્યારે જ મોક્ષમાર્ગ બને. દર્શન-જ્ઞાન રહિત ચારિત્ર આપણે ઘણીવાર પાળ્યું.આ ભવમાં પણ એવું ચારિત્ર નથી ને ? એવી શંકા પણ આપણે રાખીએ તો આત્મ-નિરીક્ષણ કરવાનું મન થાય. આત્મ-નિરીક્ષણ વધે તો સાચા ગુણો ક્યારેક આવી શકે. ખામી જ ન સમજાય તો તે દૂર કરવાનું મન ક્યાંથી થાય ? ચારિત્રને પુષ્ટ બનાવનાર દર્શન-જ્ઞાન છે, એમ લાગ્યા કરે તો કોઈ વિહિત અનુષ્ઠાનમાં આપણે પ્રમાદ ન કરી શકીએ. બીજાના ગુણોની પ્રશંસા કરવી, પ્રભુભક્તિ કરવી વગેરે ૨૪૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #269 -------------------------------------------------------------------------- ________________ દર્શનાચાર, ભણવું વગેરે જ્ઞાનાચાર. સમિતિ-ગુપ્તિ આદિ ચારિત્રાચાર * આપણા બધા જ અનુષ્ઠાનોનો સમાવેશ દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં થઈ જાય છે. દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં જેનો સમાવેશ ન થાય તે સાધુનો આચાર નથી, એમ પણ કહી શકાય. | * અન્ય ધર્મીમાં રહેલા ગુણોની પણ અનુમોદના કરવાની હોય તો સાધુઓના ગુણોની અનુમોદના કરવા અંગે કહેવાનું જ શું? જો આપણે નજર સામે દેખાતા ગુણીની અનુમોદના ન કરીએ તો અતિચાર લાગે. અતિચારમાં શું બોલીએ છીએ ? - “સંઘમાંહિ ગુણવંતતણી અનુપબૃહણા કીધી.” ભગવાન જેવા ભગવાન પણ સુલસા, આનંદ, કામદેવ જેવાની પ્રશંસા કરતા હોય તો આપણે નહિ કરવાની ? પોસહ પારતાં શું બોલો છો ? “નાર પસંસç મયવં વઢવયત્ત મહાવીરો !” અનુમોદના મન-વચન-કાયાથી થઈ શકે. ઉપબૃહણા વચનથી થઈ શકે. જો તમે સંઘમાં દેખાતા ગુણીને ધન્યવાદ નથી આપતા તો દોષી ઠરો છો. આ વિહિત અનુષ્ઠાન છે. વિહિત એટલે ભગવાને કહેલું. જે અનુષ્ઠાન કરતાં ભગવાનનું સ્મરણ રહે તે અનુષ્ઠાન પણ મહાન બની જાય. ભગવાન સાથેનું જોડાણ હોય તો તે અનુષ્ઠાન નબળું શી રીતે હોય ? કેવું અનુષ્ઠાન ? કેવા સૂત્રો ? મારા ભગવાને બતાવેલા ! આવા ગદ્ગદ્ ભાવથી કરાયેલા અનુષ્ઠાનો કેવળજ્ઞાન પણ આપી શકે. ચાહે કાજો કાઢવાનું અનુષ્ઠાન હોય કે ઇરિયાવહિયં કરવાનું અનુષ્ઠાન હોય ! અઈમુત્તા આ જ ઇરિયાવહિયંથી કેવળજ્ઞાન પામેલાને ? * વ્યાજ લઈને પૈસા આપતો વેપારી દાની ન કહેવાય, તો કોઈ બદલાની ભાવનાથી બીજ મુનિઓનું કરાતું કાર્ય સેવા” શી કહ્યું ક્લાપૂર્ણસૂરિએ ૨૪૯ Page #270 -------------------------------------------------------------------------- ________________ રીતે કહેવાય? * આપણા આત્માની આપણને જેટલી ચિંતા નથી તેટલી...અરે...તેથી પણ વધુ પ્રભુને છે. માટે જ તેઓ કરુણાસાગર છે. એમણે બતાવેલી ક્રિયા હૃદયપૂર્વક કરીએ તો કલ્યાણ થાય જ, મૃત્યુમાં સમાધિ મળે જ. મૃત્યુમાં સમાધિ તો જોઈએ છે ને? પરલોકનો ડર લાગે છે? આપણી ક્રિયાઓ પરથી તો એમ જ લાગે : જાણે આપણે પરલોકથી સંપૂર્ણ નિરપેક્ષ છીએ. મરણ વખતે વેદના, વ્યાધિ વગેરેની પૂરી સંભાવના છે. જો શરીરને બરાબર કર્યું ન હોય તો મોટા આચાર્યો પણ સમાધિમાં થાપ ખાઈ જાય. ભારેકર્મીને કદી સમાધિ ન મળે. આ બધા અનુષ્ઠાનો આપણને હળુકર્મી બનાવવા માટે છે. કર્મનું બંધન થોડું પણ ન થાય, બંધાયેલા કર્મની નિર્જરા થયા કરે. તેવી કાળજી ભગવાનના દરેક અનુષ્ઠાનોમાં છે. ઈરિયાવહિયંમાં શું બોલીએ છીએ ? तस्स उत्तरीकरणेणं पायच्छित्तकरणेणं विसोही करणेणं विसल्लीकरणेणं पावाणं कम्माणं निग्घायणट्ठाए । પાપ કર્મોને દૂર કરવા ઈરિયાવહિયે આદિ સર્વ અનુષ્ઠાનો કરવાના છે. * આજે વર્ષીતપના પારણાનો દિવસ છે. ભગવાનને ૪૦૦ દિવસ સુધી અન્ન-પાણી ન મળ્યા, તેમાં કર્મ કારણ હતું. ભગવાનને પણ કર્મ ન છોડે તો આપણને શી રીતે છોડે ? જે રીતે કર્મ બાંધીએ તે રીતે ઉદયમાં આવે. ખાવામાં અંતરાય કરો તો ખાવાનું ન મળે. તપમાં અંતરાય કરો તો તપ ન કરી શકો. દાનમાં અંતરાય કરો તો દાન ન કરી શકો. ૨૫૦ જ કહ્યું ક્લાપૂર્ણસૂરિએ Page #271 -------------------------------------------------------------------------- ________________ દીક્ષામાં અંતરાય કરો તો દીક્ષા ન મળે. તપ, સ્વાધ્યાય, ધ્યાન, લોચ, વિહાર વગેરે અનુષ્ઠાનો આવી રીતે બંધાયેલા કર્મોની નિર્જરા માટે છે, આવી અવિહડ શ્રદ્ધા હોવી જોઈએ. તે પાપ કર્મો ઉદયમાં આવે તો તો સમતાપૂર્વક ભોગવવાના છે જ, પણ ઉદયમાં ન આવે તો પણ જબરદસ્તીથી ઉદયમાં લાવવાના છે. કર્મોને જબરદસ્તીથી ઉદયમાં લાવવા તેને ઉદીરણા કહેવાય છે. લોચ વગેરેથી પાપોની ઉદીરણા થાય છે. કર્મોનો કદી વિચાર આવે છે ? ઘણા તો એવા મૂઢ હોય કે કર્મો તો ઠીક મૃત્યુ પણ યાદ નથી આવતું ! બાપાનું રાજ હોય તેમ વર્તન કરે છે. જાણે મૃત્યુ આવવાનું જ નથી ! મૃત્યુ વખતે વિદ્વત્તા, પ્રવચનો, ચેલાઓ, ભક્તો, જ્ઞાનમંદિરો, પુસ્તકો વગેરે કોઈ નહિ બચાવી શકે. આ લોકની કેટલી ચિંતા કરીએ છીએ ? આ ચીજ જોઈએ, તે ચીજ જોઈએ, લાવો... લાવો... લાવો... પણ પરલોકમાં જેની જરૂર છે, તે વસ્તુને કદી યાદ કરી કે નહિ ? સાધુ તો સદા મૃત્યુ માટે તૈયાર હોય. મૃત્યુથી ડરે નહિ. મોતને મૂઠીમાં લઈને ફરે. જે યોદ્ધાએ કદી યુદ્ધની તૈયારી કરી નથી, ઘોડાને કેળવણી આપી નથી, ઘોડા પર કોઈ નિયંત્રણ જમાવ્યું નથી, આવો માણસ માત્ર પોતાની કે ઘોડાની તાકાત પર મુસ્તાક રહીને લડવા પહોંચી જાય તો તે યુદ્ધમાં જીતી શકે ? મૃત્યુની પૂર્વ તૈયારી વિના આપણે શી રીતે મૃત્યુંજયી બની શકીશું ? મૃત્યુંજયી બનવું એટલે સમાધિપૂર્વક મૃત્યુ પ્રાપ્ત કરવું. આ ગ્રન્થમાં લખ્યું છે : જેણે પરિષહો સહ્યા નથી, તપ કર્યો નથી, રોજ ત્રણ ટાઈમ ખાવાનું જ કામ કર્યું છે. એ સાધુ તીવ્ર વેદનાઓ વચ્ચે સમાધિ નહિ જાળવી શકે. [ગાથા – ૧૧૯] કષ્ટ પડે એટલે વિહાર બંધ ! કષ્ટ પડે એટલે તપ બંધ ! કહ્યું કલાપૂર્ણસૂરિએ ૨૫૧ Page #272 -------------------------------------------------------------------------- ________________ કષ્ટ પડે એટલે કોઈપણ કષ્ટકારી અનુષ્ઠાનથી દૂર ભાગનારા આના પર વિચારે. મરણ વખતે અસમાધિ થઈ તો શું થશે ? આર્તધ્યાન ! આર્તધ્યાનમાં એક જ વિચાર હોય : મારું આ શરીર કેમ બચે ? ડૉક્ટર બોલાવો. વૈદો બોલાવો. બાટલા ચડાવો. ગાડીમાં લઈ જાવ. આજે આ વ્યવહાર થઈ ગયો છે. ન કરવામાં આવે તો લોકો કહે : મહારાજને મારી નાખ્યા ! આ બધાથી બચવા જેવું છે. આર્તધ્યાનથી અસમાધિ...! અસમાધિથી દુર્ગતિ ...! એકવાર દુર્ગતિમાં ગયા પછી ક્યાં ઠેકાણું પડવાનું ? ખીણમાં પડી ગયેલો માણસ કદાચ બચી શકે, સમુદ્રમાં ડૂબી ગયેલો માણસ કદાચ કિનારે આવી શકે, પણ દુર્ગતિની ખીણમાં ગબડી પડેલા માટે સદ્ગતિના શિખર પર પહોંચવું મુશ્કેલ છે. એક મૃત્યુનો વિચાર રોજ આવે તો અપ્રમત્ત દશા આવતાં વાર ન લાગે. મને પોતાને મૃત્યુની નિકટતાનો બે વાર અનુભવ થયેલો છે ? ૨૦૧૬માં તથા ૨૦૫૦માં ! તપ, જપ, ધ્યાન, સેવા, પરિષહ આદિ દ્વારા જેણે પોતાના આત્માને અત્યંત ભાવિત બનાવ્યો છે, તેના માટે સમાધિ સુલભ બીજાને સમાધિ આપો તો તમને સમાધિ મળશે. અત્યારે ગુરુને જ્યારે તમારી સેવાની ખાસ જરૂર છે, ત્યારે તમે અળગા રહો તો સમાધિની કામના છોડી દેજો. સેવાથી સમાધિ મળશે. પૂ. ગુરુદેવ મણિવિજયજીની આજ્ઞા સ્વીકારી નૂતન મુનિ શ્રી સિદ્ધિવિજયજી [પૂ. સિદ્ધિસૂરિજી- પૂ. બાપજી. મ.] અન્ય સમુદાયના રત્નસાગરજી મહારાજની સેવા કરવા સુરત ગયેલા. પર જ કહ્યું ક્લાપૂર્ણસૂરિએ Page #273 -------------------------------------------------------------------------- ________________ એ જ વર્ષે પૂ. પં. મણિવિજયજી મ. સ્વર્ગવાસી બન્યા, પણ સેવા નિષ્ફળ ગઈ ? આગળ વધતાં પૂ. સિદ્ધિસૂરિજી તરીકે સકલ સંઘમાં માન્ય બન્યા. જેમણે જેમણે સેવા કરી છે, એવા મહાત્માઓને તમે જોજો : એમને કોઈ ને કોઈ સેવા કરનારા મળી જ રહેતા હશે. ભલે એમના કોઈ શિષ્ય ન હોય. " આ કાયાને તમે જેટલી સેવામાં વાપરશો તેટલી દવા ઓછી લેવી પડશે, ડૉક્ટર પાસે નહિ જવું પડે. સેવાથી પરિશ્રમ વધે. પરિશ્રમથી રોગ દૂર ભાગે. સેવાથી સૌથી મોટો લાભ વિષય-કષાયની વૃત્તિ પર ફટકો લાગે તે છે. વિષય-કષાયની વૃત્તિ અને પ્રવૃત્તિ બંધ થાય તે માટે જ ભગવાનની આજ્ઞા છે. * આર્તધ્યાન વખતે તિર્યંચ ગતિનું રૌદ્ર ધ્યાન વખતે નરક ગતિનું આયુષ્ય બંધાય છે તે ખ્યાલ છે ને ? ધર્મ ધ્યાનથી સદ્ગતિ અને શુકલ ધ્યાનથી સિદ્ધિગતિ મળે છે. આ પાંચ ગતિમાંથી કઈ ગતિમાં આપણે જવું છે ? કઈ ટિકિટ જોઈએ છે ? પાંચેય ગતિની ટિકિટ મેં બતાવી દીધી. વગર ટિકિટે મુસાફરી કરવાનો વિચાર નથી ને ? અહીં પોપાબાઈના રાજ નથી. ટિકિટ વિના મુસાફરી થઈ શકતી નથી. પાંચમી ગતિની ટિકિટ હમણાં બંધ છે. કાઉસગ્ન : માનસશાસ્ત્રીઓ માને છે કે મસ્તકના ૧૦ ભાગમાંથી ૧ ભાગ જાગૃત છે, ૯ ભાગ સુપ્ત છે. કાયોત્સર્ગથી સુષુપ્ત શક્તિ જાગૃત થાય છે. કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૨૫૩ Page #274 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા વૈશાખ સુદ-૪ ૭-૫-૨૦૦૦, રવિવાર * આપણા નામનું વિસ્મરણ કરાવનાર પ્રભુનું નામ છે. આપણા રૂપને ભૂલાવનાર પ્રભુનું રૂપ છે. મુખમાં પ્રભુનું નામ આવી જાય, નયનોમાં પ્રભુની મૂર્તિ વસી જાય તો બધી વિડંબના ઓછી થઈ જાય. * પાંચ પરમેષ્ઠીને નમન કર્યા પછી નવપદમાં કોને નમન કરવાનું ? દર્શન આદિ બધા પાંચ પરમેષ્ઠીમાં આવી ગયા, છતાં પણ જેનામાં પણ સમ્યગુદર્શન આદિ ગુણ છે તે સહુને પણ નમસ્કાર કરવાના છે. આચાર્ય ભગવંત પણ, જ્યારે સાધ્વીજી વંદન કરે ત્યારે મઘૂએણ વંદામિ કહે. કેમ ? તે તો નાના છે ને ? નાના છે તો શું થઈ ગયું? ગુણો તો છે ને ? તેને નમસ્કાર કરવાના છે. બહુમાન એ ગુણોને લાવવાનું દ્વાર છે. ગુણને મેળવવા માટે જેનામાં એ ગુણ છે તેને પ્રણામ કરો. તેની માળા ગણો. વીશસ્થાનક શું છે ? એક-એક ગુણ માટે કાઉસ્સગ-માળા વગેરે છે. શા માટે ? તે ગુણ પામવો છે માટે. તેમાં સાધુ પદ આવે કે નહિ ? તમારી [સાધુની] આરાધનાથી જીવો તીર્થંકર બને ને તમે રહી જાવ? ગુણો દેખાય ત્યાં નમસ્કાર કરો. ગુણોને નમસ્કાર તેની ઝંખનાને કહે છે. જેને તમે નમો છો એ તમને ગમે છે, એ ૨૫૪ જે કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #275 -------------------------------------------------------------------------- ________________ નક્કી છે. દોષો વગર બોલાવ્યું આવે. ગુણો ઉત્તમ છે. માટે તેને આમંત્રણ આપી બોલાવવા પડે. * જેટલી ગુણોની પુષ્ટિ એટલો આપણો આત્મા પુષ્ટ. ગુણોના બદલે દોષોને વધાર્યા તો આત્મા પણ દોષવાળો બનવાનો. * પોતાના નામની જેમ મેં યોગસારને પાકું કર્યું છે. મરણ વખતે એ જ સાથે આવશે. તમે બધા પાસે હશો તો પણ સાથે નહીં આવો. ભાવિત બનેલું જ્ઞાન જ સાથે આવશે. વણાઈ ગયેલા ગુણો જ સાથે આવશે. આપણે બધા કોના ભરોસે છીએ ? આગ લાગશે ત્યારે કૂવો ખોદી શું ? જેણે જ્ઞાનનો અભ્યાસ નથી કર્યો, શરીરને કહ્યું નથી, તેને સમાધિ મળવી મુશ્કેલ છે. જન્મથી અનંતગણી વેદના મરણ વખતે હોય. એવી વેદનામાં પણ આત્માને ભાવિત બનાવેલો હોય તો સમાધિ ટકે. - શરીર સાથે અભેદ સંબંધ બાંધ્યો માટે વેદના થાય છે. છ મહિને લોચ કરાવો છો. શા માટે ? વેદના વખતે સમાધિ રહે માટે. મુનિ પ્રતિકૂળતાને વેઠી અસાતાને ખપાવે. આપણે સહન નહિ કરીને સુખશીલ બનીને શાતા વેદનીય ખપાવીએ છીએ. * હાથીના ભવમાં મેઘકુમારે સસલાને બચાવ્યો. તો તે ક્યાં પહોંચ્યો ? પોતાના માટે મેદાન સાફ કર્યું પણ આગ લાગતાં નિર્ભય જગ્યાની શોધ બધા પશુ-પંખીઓ કરે. હાથીએ બધાને જગ્યા આપી. આપણે હોઈએ તો ? જગ્યા આપીએ ? કોને જગ્યા ન આપી હાથીએ ? ખરજ ખણીને પગ મૂકતાં પહેલા હાથીએ નીચે જોયું. તમે પહેલાં પગ મૂકો કે નજર મૂકો ? ઈર્યાસમિતિનું પાલન હાથી પણ કરે અને તમે નહિ? ને જોયું તો સસલાનું બચ્ચું ! તે ખસેડી શકાય કે નહિ ? તમે ટ્રેનમાં બેઠા હો ને પછી સંડાસ ગયા હો ને તમારી કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૨૫૫ Page #276 -------------------------------------------------------------------------- ________________ જગ્યાએ બીજો કોઈ બેસી જાય તો ? ઉઠાડો કે એનો ઉપકાર માનો કે મને લાભ આપ્યો ? એને ન ઉઠાડવાની સજ્જનતા રાખી શકો ? તમારા આસન ઉપર બીજા બેસે ત્યારે તમને શું થાય ? જેટલો દેહ સાથે અભેદભાવ કેળવ્યો છે તેટલો જીવ સાથે અભેદભાવ નથી કેળવ્યો. માટે જ સૌજન્યપૂર્ણ વ્યવહાર નથી કરી શકતા. મારે આશ્રિત આવેલાને કોઈ તકલીફ ન થાય એમ વિચારી હાથીએ સસલાના પ્રાણ બચાવી લીધા. અઢી દિવસ પગ ઉંચો રાખ્યો. તો સસલાના કારણે હાથીને શું મળ્યું ? તે તમે જાણો જ છો. ધ્યાન માટે આઠ અંગો ધ્યાન કરવા ઈચ્છનારે આ આઠ અંગોને બરાબર જાણવા જોઈએ. (૧) ધ્યાતા ઃ ઈન્દ્રિય અને મનનો નિગ્રહ કરનાર આત્મા. (૨) ધ્યાન ઃ જેનું ધ્યાન ધરવાનું છે તેમાં લીનતા. (૩) ફળ : સંવર અને નિર્જરા રૂપ. (૪) ધ્યેય : ઈષ્ટ દેવ આદિ. (૫) યસ્ય : ધ્યાનનો સ્વામી. (૬) યત્ર : ધ્યાનનું ક્ષેત્ર. (૭) યદા ઃ ધ્યાનનો સમય. (૮) યથા : ધ્યાનની વિધિ. – તત્ત્વાનુશાસન - ૩૭ ૨૫ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #277 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા વૈશાખ સુદ-૫ ૮-૫-૨૦00, સોમવાર * આપણે સંસારી જીવ છીએ એટલે મરણ વગર છૂટકો નથી. તો કમોતે મરવું ? કે સમાધિથી મરવું ? મરણ વખતે જેની સાથે જન્મથી સંબંધ છે તે દેહ સુદ્ધાનો ત્યાગ કરવાનો છે. પહેલેથી એવું જીવન જીવવું કે મરણ કાલે સમાધિ મળે. સામે ચાલીને કષ્ટો ઊભા કરવાથી મૃત્યુ સમયે સમાધિ રહી શકશે. * ચારિત્રમાં દોષો લગાડ્યા એટલે નાવમાં કાણું પાડ્યું. આપણું જહાજ સાગરમાં ચાલે છે કે કિનારે પહોંચી ગયું ? સાગરમાં તરતા જહાજમાં કાણા પડે તો પોતે તો ડૂબે જ, પરંતુ જહાજમાં જે બેઠા હોય તે બધા પણ ડૂબે. આપણે જેટલા દોષો લગાડીએ એ જોઈ બીજા પણ એ દોષો લગાડે. શાસ્ત્રીય ભાષામાં તેને અનવસ્થા દોષ કહેવાય. ને તમે જો ઉત્તમ ચારિત્ર પાળો તો તે જોઈ બીજા પણ તેવું પાળે તો ઉત્તમ પરંપરા ચાલે. આપણને કેવા ઉત્તમ ગુરુ મળ્યા કે તે જોઈને પણ ચારિત્ર શીખાય. તપ દ્વારા શરીરને કહ્યું નથી. ધ્યાનથી મનને કહ્યું નથી તો અંતિમ સમયે તે તોફાની ઘોડા રૂપી ઈન્દ્રિયો આત્માને બાધા કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૨૫૦ Page #278 -------------------------------------------------------------------------- ________________ પહોંચાડે આ લાવ તે લાવ -આવી ઈન્દ્રિયોની લાલસા સતાવે. ઈન્દ્રિયજય અને કષાયજય સંકળાયેલા છે. ઈન્દ્રિયોનો જય ન કરો તો કષાયો થવાના ને કષાયો થાય એટલે સંકલ્પ - વિકલ્પ થવાના. તેનું કામ જ એ.છે. માટે અત્યારથી જ સાવધાન થઈ જવા જેવું છે. આપણી તપાસ આપણે જાતે કરવાની છે. કોઈ ઉત્તમ ચીજનો ૨સ એવો ખરો કે મને એના વગર ન ચાલે ? એવું આત્માને કદી પૂછ્યું છે ? પ્રભુ ભક્તિનો રસ છે ? આગમનો રસ છે ? આટલી કક્ષાએ પહોંચ્યા પછી બીજો હીન રસ રાખીએ તો દુર્ગતિમાં જવું પડે. * આપણા આત્માને જય અપાવનાર બીજું કોઈ નથી, આપણું જ સત્ત્વ છે. બીજું કાંઈ યાદ ન ૨હે તો દુષ્કૃતગર્હ આદિ ત્રણ યાદ રાખજો. દરરોજ ત્રણ વખત દુષ્કૃતગહ આદિ કરવા જ. મનની વ્યાકુળતા દૂર ન થાય ત્યાં સુધી આ કરવાનું. * શરીરના ત્રણ દોષ છે : વાત, પિત્ત અને કફ. આત્માના ત્રણ દોષ છે : રાગ, દ્વેષ અને મોહ. તેનું નિવારણ ત્રણથી થાય ઃ શરણાગતિ, દુષ્કૃતગહ અને સુકૃત-અનુમોદના. રાગ કરો તો સુકૃતોનો કરો . સુકૃત - અનુમોદના. દ્વેષ કરો તો દોષો પર કરો. દુષ્કૃત ગાઁ. મોહ કરો તો ભગવાનનો કરો. શરણાગતિ. હરડે, બહેડા અને આમળાના મિશ્રણથી ત્રિફળારૂપ ઔષધ બને તેમ આ ત્રણના મિશ્રણથી ભાવ-ઔષધ બને છે. * રાગ કરતાં અપેક્ષાએ દ્વેષ વધુ ખતરનાક છે. કારણ કે દ્વેષ હંમેશા જીવો પર જ થાય છે. જીવ પરનો દ્વેષ અંતતોગત્વા પ્રભુ પરનો દ્વેષ છે. ૨૫૮ ♦ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #279 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા વૈશાખ સુદ- ૯-૫-૨૦00, મંગળવાર * મરણ કોઈ રીતે અટકતું નથી, એનો સામનો થતો નથી. એ અનિવાર્ય છે, પણ એને સુધારી શકાય. મરણ એનું જ સુધરે, જેનું જીવન સુધરે. અત્યારથી સમાધિ આપતાં શીખશો, થોડા થોડા કષ્ટો સહન કરતાં રહેશો, દરેક પરિસ્થિતિમાં મન-વચન-કાયાને સમ રાખતા શીખશો- તો છેલ્લે સમાધિ આવશે. * જડ હોવા છતાં ચંદન પોતાનો સ્વભાવ [શીતલતા]મૂકે નહિ, તો મુનિ પોતાનો સ્વભાવ મૂકે ? આવી સમતા સુધી પહોંચવાની આપણી તૈયારી ન હોય તો પણ અત્યારે થોડો થોડો તેનો અભ્યાસ કરવાનો છે. જો સમતા મેળવવા પ્રયાસ નહીં કરીએ તો ભવભ્રમણ વધી જશે. આપણને ખબર નથી કે, ત્રસકાયમાં આવ્યાને દલા વર્ષ થયા ? પણ જ્ઞાનીએ ચાન્સ આપ્યો કે ૨૦૦૦ સાગરોપમમાં તમે મોક્ષે પહોંચી જાવ. જે એ કામ ન કર્યું તો ફરી એકેન્દ્રિયમાં જવું પડશે. યોગસારમાં લખ્યું છે કે કેવળજ્ઞાન સમતા વગર નહીં જ મળે. ચાહે આ જન્મમાં મેળવો કે ગમે ત્યારે મેળવો, પણ સમતા વગર નહીં મળે. આગમનું જ્ઞાન હોવા છતાં ઇન્દ્રિયોનો રસ હોય તો પણ સમતા નહીં મળે. પણ જેણે ઈન્દ્રિયોનો, કષાયોનો અને મનનો જય કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૨૫૯ Page #280 -------------------------------------------------------------------------- ________________ કર્યો છે તેવા મુનિને સંયમ અને મરણ બન્નેમાં સમાધિ મળે. પછી તેનું મરણ પણ મહોત્સવ રૂપ બની જાય. દીક્ષા લેતી વખતે મહોત્સવ કેમ કર્યો ? અમારા ઘરમાંથી બધું છોડીને ત્યાગના માર્ગે જાય છે માટે. તો મરણ વખતે તો માયામમતા-ઉપકરણ-પરિવાર અને શરીરનો પણ ત્યાગ કરવાનો છે. તો પછી શા માટે તેને મહોત્સવ રૂપ ન બનાવીએ ? મુનિ પોતે જ પોતાના મૃત્યુને મહોત્સવ બનાવે. * પાંચ ઈન્દ્રિયોની અનુકૂળતામાં જેને રસ છે તેને જ્યારે ઘોર પરિષહ આવે છે ત્યારે વ્યાકુળતા ઉત્પન્ન થાય છે. આત્માને મુંઝવણ થાય છે. કારણ કે કાયાને કસી નથી. જીવનમાં તેનો અભ્યાસ કર્યા વગર તે ચીજ આત્મસાત્ થતી નથી. બીજું બધું ભૂલાઈ જાય, અહીં જ રહી જાય પણ વાસિત થયેલા સંસ્કારો જોડે આવશે. માટે જ તે સંસ્કારોને દૃઢ બનાવવા જોઈએ. શરીરને કસવાનો જેને અભ્યાસ છે તે એનાથી એવો બલવાન થઈ જાય કે મોહરાજાના સુભટો આવે તો પણ તે ડરે નહીં. * આપણને જે ગુણો ખૂટતા હોય તે ગુણની અનુમોદના કરવાથી તે ગુણ મળી જાય. જેનામાં જે ગુણ દેખાય તેના પર બહુમાન જાગે તો તે ગુણ આપણામાં આવવા લાગે. અત્યાર સુધી આપણામાં દોષો કેમ ભરાઈ ગયા ? તે કેમ જતા નથી ? તેને અંતરનો આવકાર આપ્યો, તેની પ્રશંસા કરી માટે. પહેલા ગુણ નથી આવતા, ગુણની પ્રશંસા આવે છે. પહેલા ધર્મ નથી આવતો, ધર્મની પ્રશંસા આવે છે. ખેતરમાં પાક પહેલા નથી આવતો, પહેલા બી વાવવા પડે છે. યોગ ધર્મ તે સાધનાનું અંતિમ ફળ છે. પણ જેની યોગ સાધના જોઈ આપણે આનંદ પામીએ તે તેનું બીજ છે. ‘જ્ઞાનીના બહુમાનથી રે જ્ઞાનતણું બહુમાન.’ જેમ જેમ ગોખીએ તેમ તેમ જ્ઞાન વધે એ તો સાંભળ્યું, પણ આ ગુણો ક્યાંથી આવ્યા ? જેમ જેમ તમે પંચ પરમેષ્ઠીની, ગુણીની સેવા કરો આદર બહુમાન કરો તેમ તેમ ગુણો આવશે. ૨૬૦ × કહ્યું, કલાપૂર્ણસૂરિએ - Page #281 -------------------------------------------------------------------------- ________________ ' એક ગુણીની સેવા કરો, તેને નમસ્કાર કરો તો જગતમાં રહેલા સર્વ ગુણીને નમસ્કાર થાય. તેની સેવાનો લાભ મળે. માટે જ એક તીર્થંકરનું અપમાન કરો તો બધા તીર્થંકરનું અપમાન થાય. એક ગુરુનું અપમાન થાય તો સર્વ ગુરુનું અપમાન થાય. પર્લાયમાંથી એક કાયની વિરાધના કરો તો બધા કાયની વિરાધના થાય. ભૂતકાળમાં આ રીતે ઘણા કર્મો બાંધ્યા - હવે એને છોડવા છે. તો ભલે હમણા જ્ઞાન ઓછું આવડે, પણ કમ સે કમ બહુમાન તો રાખી શકો ને ? ગુણનો પ્રવેશ કરાવવો હોય તો એનું દ્વાર છે : ગુણોનું બહુમાન. * સમ્યગ દર્શન ભગવાનને – ગુરુને પોતાના માને છે. આપણે ભગવાનને, ગુરુને પોતાના માનીએ ? ભગવાન તો બધાના છે. મારા નહિ-એવું માનો છો ? આ વસ્તુ બધાની છે. એમ કહીએ તો તમને મમતા જાગે ? આ વસ્તુ મારી છે કહો તો ક્વી મમતા જાગે ? * ભગવાને જેને છોડ્યા તેને આપણે પકડી લીધા છે. ભગવાને જેને છોડ્યા તેનો હવે આપણે સંગ્રહ કરીએ ? - જ્યારે કોઈ વસ્તુ લેવાનું મન થાય ત્યારે વિચારો : મારા પ્રભુએ આ વસ્તુ લીધી'તી ? જ્યારે ક્રોધ આવવાનો હોય ત્યારે વિચારજો : મારા પ્રભુએ ક્રોધનો સ્વીકાર ર્યો છે કે ત્યાગ કર્યો છે? * જ્ઞાની મુનિએ એક ખેડૂતને પ્રતિજ્ઞા આપી : “મન કહે તેમ નહિ કરવાનું.’ તેને ભૂખ, તરસ, તડકો લાગવા માંડ્યા છતાં તેણે ખાધું-પીધું નહિ કે તે છાંયડામાં ગયો નહિ. કારણ કે મન કહે તેમ કરવાનું નથી. ઊભો હતો છતાં બેઠો નહિ. કારણ કે મન કહે તેમ કરવાનું નથી. આમ તેને ધ્યાન લાગી ગયું. મનનું નહિ માનવાનો દઢ સંકલ્પ તેને મનની પેલે પાર લઈ ગયો. થોડીવારમાં તેને કેવળજ્ઞાન થઈ ગયું. “ભગવાને કહ્યું છે તેમ મારે કરવાનું” આટલો સંકલ્પ આપણે કરી લઈએ તો બેડો પાર થઈ જાય. કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૨૦૧ Page #282 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા વૈશાખ સુદ-૧૨ ૧૫-૫-૨૦૦૦, સોમવાર [ પૂજયશ્રી ગાઝિયાધાજ પધાર્યા હતા આથી પાલીલાણામાં પાંચ દિવસ વાચતા બંધ હી હતી. ] * જિનાગમ - જિનમૂર્તિને ભગવતુલ્ય માનીને આરાધના કરીએ તો મહાવિદેહક્ષેત્રના સાધકો જેવા જ આપણે બની શકીએ. મહાવિદેહમાંથી પણ કાંઈ બધા જ મોક્ષે જવાના નથી. ત્યાં પણ ૭મી નરકે જનારા છે, અનંત સંસારમાં ભ્રમણ કરનારા છે. કયા ક્ષેત્રમાં આપણો જન્મ થયો તે એટલું મહત્ત્વનું નથી, જેટલી આપણી સાધના મહત્ત્વની છે. * ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુગલાસ્તિકાય, પૃથ્વી, પાણી, વનસ્પતિ, વાયુ વગેરે તમામ સતત ઉપકાર કરી રહ્યા છે. આપણે કદી વિચારતા નથી : હું કોઈના પર ઉપકાર કરી રહ્યો છું કે નહિ ? ઉપકાર ન કરું તો કાંઈ નહિ, અપકાર તો નથી કરતો ને ? અપકાર કરવાનું ફળ જ આ સંસાર-ભ્રમણ છે. આપણું કામ એક જ રહ્યું છે : થાય તેટલો અપકાર કરવો ! પુદ્ગલો પણ મન, વચન, કાયા, શ્વાસ-વગેરેમાં સતત ઉપકાર કરી જ રહ્યા છે. મનન કરનારું મન (યાદ રહે : મનોવર્ગણા ૨૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #283 -------------------------------------------------------------------------- ________________ પુગલ છે.] ન મળે ત્યાં સુધી મોક્ષ મળે ? જીવનો પણ પરસ્પર ઉપકાર છે જ. માત્ર એ તરફ આપણી દષ્ટિ જવી જોઈએ. જડ પુદ્ગલ પણ ઉપકાર કરતા હોય તો આપણે તો ચેતન છીએ. આપણે ઉપકાર કરીએ તો પણ ગર્વિત નથી થવાનું! ઉપકાર કરીએ તો જ ઋણમુક્ત બની શકીએ. આ સિવાય અનંત ત્રણમાંથી મુક્ત થવાનો અન્ય કોઇ જ માર્ગ નથી. આ માનવ-જીવનમાં સંયમ જીવન પામીને જ આપણે ત્રણમુક્ત બની શકીએ. કારણ કે આ સંયમ જીવનમાં કોઈ જીવને સતાવવાનો નથી, પીડવાનો નથી. આવું જીવન અહીં જ શક્ય છે. કોઈ દેવાળીયા માણસને કોર્ટ શું સજા ફરમાવે ? આપણે પણ દેવાળીયા છીએ. કર્મસત્તા એનો બદલો લીધા વિના રહેનાર નથી. ઋણ મુક્તિની દૃષ્ટિ સતત નજર સમક્ષ રાખીએ તો કદી અહંકાર ન આવે, કૃતજ્ઞતા ન આવે, ઋણથી મસ્તક સતત ઝૂકેલું રહે. * પરહિત વિના આત્માનું હિત શક્ય જ નથી. પરોપકાર વિના સ્વોપકાર શક્ય નથી. ખરેખર તો પરોપકાર અને સ્વોપકારનો ભેદ આપણી દૃષ્ટિએ છે. જ્ઞાનીની નજરે તો સ્વ-પરનો કોઈ ભેદ જ નથી. આપણે પ્રભુની પૂજા કરીએ છીએ એટલે પરની પૂજા નથી કરતા, પણ “પરમ”ની પૂજા કરીએ છીએ અને એ “પરમ” આપણામાં જ છૂપાયેલું છે. એમના જેવા ન બનીએ ત્યાં સુધી પ્રભુની પૂજા કરતા રહેવાનું છે. “જલ્દીથી સિદ્ધ બનો.” એ જ જ્ઞાનીઓની આજ્ઞા છે. મંદિરમાં રહેલી પ્રતિમા મૂકપણે આ જ સંદેશો સતત આપી રહી છે. આપણે આ સંદેશો સાંભળતા નથી, આ જ તકલીફ છે. જો આ સંદેશો સંભળાય તો પ્રભુના અનંત ગુણો યાદ આવવા લાગે, હૃદય પ્રભુ કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૨૩ Page #284 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યે ઝૂકી પડે. પ્રભુ કેટલા કરુણાસાગર છે ? કેટલા તારવાની બુદ્ધિવાળા છે ? ચંડકૌશિકને ફરી દુર્ભાવ ન આવે માટે ભગવાન મહાવીર તે જ અટવીમાં ૧૫ દિવસ સુધી રહેલા. કેટલી કરુણા ? * સાકરના ઢગલામાંથી કોઇ પણ દાણો મીઠાશ વિનાનો નથી, તેમ જિનાગમની કોઇપણ પંક્તિ આત્મહિત વિનાની નથી. મીઠાના ઢગલામાંથી કોઈપણ દાણો ચાખો તો તે ખારો જ હશે, લીમડાનું કોઈપણ પાન કડવું જ હશે. કેટલાક લીમડા જેવા કડવા. કેટલાક મીઠા જેવા ખારા. કેટલાક સાકર જેવા મધુર હોય છે. આપણે કેવા ? સંસારના વિષયો લીમડા જેવા કડવા છે. ઊંટને કડવો લીમડો પણ મીઠો લાગે, તેમ ભવાભિનંદીને કડવા વિષયો પણ મીઠા લાગે. કષાયો મીઠા જેવા ખારા છે. સંસાર-રાગીને એ પણ મીઠા લાગે છે. જિન-વચન સાકર જેવું મધુર છે. વિષય-કષાય આપણને ખારા, કડવા ને કઠોર બનાવે છે. જિનવચન આપણને મધુર બનાવે છે. * બધા દ્રવ્યોથી જીવ જુદો છે. કારણ કે એના લક્ષણો જુદા છે. પણ આપણે જ્ઞાનાદિ લક્ષણો ભૂલી ગયા એટલે જ દુઃખી બની ગયા. શરીરને જ ‘હું' માની બેઠા. એના સુખે સુખી અને એના દુઃખે દુ:ખી બની બેઠા. ફલતઃ જડ તો ન બન્યા, પણ જડ જેવા જરૂર બની ગયા. સવાસો ગાથાનું સ્તવન વાંચો. પ્રભુની પ્રાર્થનાના માધ્યમથી કેવા પદાર્થો ગોઠવ્યા છે : ‘જિહાં લગે આતમ દ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્યું; તિહાં લગે ગુણઠાણું ભલું, કિમ આવે તાણ્યું ?...'' ૨૬૪ ♦ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #285 -------------------------------------------------------------------------- ________________ બીજા સ્થળે જુઓ : હું એનો એ માહરો, એ હું એવી બુદ્ધિ; ચેતન જડતા અનુભવે, ન વિમાસે શુદ્ધિ.' આત્મા કરતાં પણ વધુ પ્રધાનતા શરીરને આપી દીધી. સાચું કહેજો : ૨૪ કલાકમાં આત્મા ક્યારે યાદ આવે છે ? મારું માથું દુઃખે છે, પેટ દુઃખે છે, પગ દુખે છે, મને રહેવાની જગ્યા બરાબર મળી નથી, મારા ખોખા હજુ નથી આવ્યા. આખો દિવસ બસ આ જ વિચારણા....? આત્મા ક્યારે યાદ આવે ? યાદ આવે તો એક માત્ર પ્રભુ ભક્તિ વખતે...! શરીરની કાળજી રાખીએ તેટલી કાળજી આત્માની રાખીએ તો સમતા-સમાધિ દૂર નથી. “અહો ! અહો ! સાધુજી સમતાના દરિયા...' તમે સમતાના સરોવર છો ને ? કોઇ એવી આશાએ આવે તો આશા સંતોષી શકે ? આ સ્થિતિ કેમ ચલાવી શકાય ? સિહ બકરાની જેમ બે-બેં કરતો રહે એ કેમ સહી શકાય ? આત્મા જડ જેવો બની જાય તે કેમ ચલાવી શકાય ? આત્માને યાદ કરીને ભેદ જ્ઞાન પ્રાપ્ત નહિ કર્યું હોય તો મૃત્યુ વખતે સમાધિ નહિ રહે - એમ ચંદાવિઝય ગ્રંથ કહે છે. ભેદજ્ઞાન થઈ ગયું તો સમજી લો : દેવાલયમાં રહેલા દેવ દેહાલયમાં આવી ગયા. ભેદજ્ઞાન વિના પરિષહોને સહી નહિ શકીએ. ભેદજ્ઞાની શરીરના મૃત્યુથી ડરતો નથી. શરીર પડે તો પડવા દો. ડર શાનો? શરીર બીજું મળશે. ન મળે તો મોક્ષ મળશે. મૃત્યુથી ડર શાનો ? મૃત્યુ વખતે સમાધિ રાખવી ખૂબ-ખૂબ કઠણ છે. રાધાવેધ સાધવા જેવી કઠણ છે. “ચન્દ્રાવેધ્યક’નો આ જ અર્થ થાય. જેણે પહેલા શરીરને, મનને કસ્યા હોય તે જ આ રાધાવેધ સાધી શકે. ભેદજ્ઞાનીને અંતિમ સમયે ગમે તેટલી વેદના હોય, પણ તે કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૨૫ Page #286 -------------------------------------------------------------------------- ________________ વ્યાકુળ ન બને. મૃત્યુ માટે કોઈ ટાઇમ નથી, એ ક્યારે પણ આવી શકે. એ આવતાં પહેલા તાર, PHONE કે FAX કરતું નથી. ૨૪ કલાકમાંથી ગમે ત્યારે આવી શકે.છે. માટે જ ચોવીશે કલાક તૈયાર રહેવાનું છે. રોગ કે ઘડપણ ન આવે તે બની શકે, પણ મૃત્યુ ન આવે તે બની શકે ? જે આવવાનું જ છે, તેનાથી શું ડરવાનું ? શું રડવાનું ? એ માટે તો સંપૂર્ણ સજ્જ બનીને ટ્ટાર ઊભા રહેવાનું છે. શાસ્ત્રકારોએ જીવવું કેમ ? તે બતાવ્યું તેમ મરવું કેમ ? તે પણ શીખવાડ્યું છે. મોટા ભાગે જીવન સારું હોય તેનું મૃત્યુ સારું જ થવાનું. પણ તોય ભરોસામાં ન રહેવું. સદા સાવધ રહેનારો જ મૃત્યુને જીતી શકે છે. નિદાન વગરનો, શલ્ય વગરનો આત્મા જ મૃત્યુને જીતી શકે. જો તમે પ્રાર્થો : મને સ્વર્ગ મળે કે રાજ્ય મળે.’ તો તમે મૃત્યુ સમયે હારી જશો. જો હૃદયમાં શલ્ય પડ્યું હશે તો હારી જશો. જો કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થાન કે કાળમાં આસક્તિ હશે તો તમે હારી જશો. નાની પણ આસક્તિ તમને ડૂબાડી દેશે. પ્રભુ સિવાય કાંઈ યાદ રાખવા જેવું નથી, જોવા જેવું નથી, સાથે લઈ જવા જેવું નથી. પ્રભુનો સંબંધ એવો ગાઢ બનાવો કે એ ભવાંતરમાં પણ સાથે ચાલે. પ્રભુ જ માતા-પિતા-નેતા-દેવ-ગુરુ વગેરે છે. એમ હૃદયથી સ્વીકારો. તમે સમર્પિત થશો તો પ્રભુ અવશ્ય રક્ષણ કરશે. મા પોતાના બાળકને ન ભૂલે તો ભગવાન ભક્તને શી રીતે ભૂલી શકે ? આ શરણાગતિનું કવચ પહેરીને તમે મૃત્યુના રણ-મેદાનમાં કૂદી પડો. જીત અવશ્ય તમારી છે. પીનોઢું પાપ પંòન, हीनोऽहं गुणसम्पदा 1 दीनोऽहं तावकीनोऽहं मीनोऽहं त्वद्गुणाम्बुधौ ॥” પ્રભુ ! હું ભલે પાપના કાદવથી પીન છું, ગુણથી હીન છું ૨૬૬ * કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #287 -------------------------------------------------------------------------- ________________ અને દીન છું તો પણ તારો છું. તારા ગુણના સાગરમાં મીન છું - એમ પ્રભુને પ્રાર્થીને શરણાગતિને મજબૂત બનાવો. રાધાવેધ સાધવા વર્ષો સુધી સાધના કરવી પડે, સતત અભ્યાસ કરતા રહીને સાવધાન રહેવું પડે. અર્જુન જ એક માત્ર રાધાવેધ કરી શક્યો તેનું કારણ તેનો પૂર્વ અભ્યાસ હતો. અહીં પણ મૃત્યુ વખતે સમતાનો પૂર્વ અભ્યાસ હોય તો જ સમાધિ રહી શકે. ••• અને ભૂત પકડાઈ ગયું ! હઠીસિંહ પટેલ સવારના પહોરમાં પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યા હતા. પોતાના લાંબા પડછાયાને ભૂત સમજી તેને પકડવા દોડવા લાગ્યા. પણ આ “ભૂત” તો આગળ ને આગળ ! પકડાય જ નહિ ! “આ ભૂત જબરૂં” પટેલ બબડી ઊઠ્યો. દૂરથી આ દશ્ય જોઈ રહેલા, પટેલની મૂર્ખતા પર હસી રહેલા સહજાનંદ સ્વામી (સ્વામિનારાયણ પંથના પ્રવર્તક) એ કહ્યું : પટેલ ! ઈ “ભૂત” એમ તમારા હાથમાં નહિ આવે. તમે એમ કરો. પૂર્વ દિશા તરફ ચાલવા માંડો. પછી જુઓ કે ઈ “ભૂત” તમારો દાસ બનીને તમારી પાછળ-પાછળ ફરે છે કે નહિ ? તેમ કરતાં “ભૂત” પાછળ ચાલવા લાગ્યું. પટેલ રાજીરેડ થઈ ગયા ! ખરી વાત છે. જે માણસ તૃષ્ણાને પીઠ આપીને ચાલે છે, તેની પાછળ-પાછળ પડછાયાની જેમ લક્ષ્મી ચાલતી આવે છે. કહ્યું કલાપૂર્ણસૂરિએ ૨૦૦ Page #288 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા વૈશાખ સુદ-૧૩ ૧૬-૫-૨૦૦૦, મંગળવાર * જગતમાં જેટલા ઈષ્ટ સંબંધો [માતા આદિના] છે, તે બધા જ ભગવાનમાં ઘટે. હેમચન્દ્રસૂરિજી કહે છે : ‘ત્વમસન્વન્ધવાન્ધવઃ ।' ભગવાન સંબંધ વગરના બંધુ છે. માગ્યા વગર આપનારા છે. અણબોલાવ્યે બોલાવનારા છે. આથી જ પ્રકૃતિ તેમને તીર્થંકરના સર્વોચ્ચ પદ પર બેસાડે છે. એમની ઈચ્છા હોય કે ન હોય. તીર્થંકર પદ સત્તાની લાલસાથી ભગવાને નથી મેળવ્યું, પણ ૫૨મ કરુણા-રસથી તીર્થંકર પદ તેમને મળ્યું છે. પરોપકારને એમણે આટલો ભાવિત બનાવ્યો કે તે તેમના અંગે અંગમાં વણાઈ ગયો. હરિભદ્રસૂરિજી જેવા તો કહે છે : સામેતે પરાર્થવ્યસનિનઃ । પ્રભુ હંમેશ માટે [સમ્યગ્દર્શન પહેલા પણ] પરોપકાર-વ્યસની હોય. નિગોદમાં પણ એ ગુણ પડેલો હોય, ભલે એ વ્યક્ત ન થતો હોય, પણ અંદર પડેલો હોય. જેમ ખાણમાં રહેલો હીરો માટી જેવો જ પડ્યો હોય, કોઈને ખબર પણ ન પડે કે આ હીરો હશે, તેમ ભગવાન નિગોદમાં હોય ત્યારે પણ તેમનું પરોપકારરૂપ આભિજાત્ય ગુમાવતા નથી. બહાર આવે ત્યારે માત્ર વ્યક્ત થાય છે. * તીર્થ એટલે તીર્થંકરની હેડ ઓફિસ. આપણે એમાં રહેલા કાર્યકર્તાઓ છીએ. જિનશાસન પામેલા એક આત્માનો સમાગમ થયો એટલે પતી ૨૬૮ ૨ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #289 -------------------------------------------------------------------------- ________________ ગયું. એ આત્માનું કલ્યાણ થાય જ. અનાર્ય દેશના આદ્રકુમારે અભયકુમાર સાથે સંબંધ બાંધ્યો એટલે આદ્રકુમારનું કામ થઈ ગયું. મયણાનો સંબંધ થયો ને કુષ્ઠી શ્રીપાળ મહાન શ્રીપાળ બન્યો. મયણાને માતાનો, ગુરુ મુનિચન્દ્રસૂરિજીનો સંબંધ થયો ને તે સમ્યકત્વી બની. | જિનશાસનને પામેલાનો સંબંધ થાય ને તેનું કલ્યાણ ન થાય એવું બને જ નહિ. * ચાર પ્રકારના સર્વજ્ઞો... (૧) સર્વજ્ઞ. (૨) શ્રુતકેવળી. (૩) ભગવાને કહેલા તત્ત્વો પર શ્રદ્ધા રાખનાર. (૪) ભગવાને કહેલા તત્ત્વો પર શ્રદ્ધા રાખી તે પ્રમાણે આચરણ કરનાર. આ અપેક્ષાએ કંદમૂળનો ત્યાગ કરનાર પણ સર્વજ્ઞ કહેવાય. * ભગવાનના શાસનમાં આપણે પ્રવેશ્યા એટલે એનો એ અર્થ થયો કે હવે મોહની ગુલામી નહિ રહે. પ્રભુ, પ્રભુ-શાસન, પ્રભુનું આગમ મળી ગયા પછી ચિંતા શાની ? કર્મસત્તાનો ડર શાને ? પ્રભુપ્રેમીને વિશ્વાસ હોય : હવે આ બાપડા કર્મો શું કરવાના ? * સંયતના દસ ધર્મ છે, ક્ષમાદિ ૧૦ ધર્મ. તેની સાથે અસંયતના ક્રોધાદિ ૧૦ અધર્મ છે. ૧૦ યતિધર્મ ૧૦ અયતિધર્મ ક્ષાન્તિ ક્રોધ માર્દવા માન . આર્જવ માયા મુક્તિ લોભ કહ્યું કલાપૂર્ણસૂરિએ જે ૬૯ Page #290 -------------------------------------------------------------------------- ________________ સંયમ અસંયમ સત્ય અસત્ય શૌચ અપવિત્રતા આકિંચન્ય પરિગ્રહ બ્રહ્મચર્ય અબ્રહ્મ. * મૃત્યુને તે જ જીતી શકે, જેણે વ્રતની વિરાધના ન કરી હોય. કદાચ વિરાધના થયેલી હોય તો આલોચનાથી શુદ્ધિ કરી લેજો; જો મૃત્યુ સમયે સમાધિ પ્રાપ્ત કરવી હોય. લક્ષ્મણા સાધ્વીજી થોડાક જ શલ્યના કારણે કેટલાય કાળ સુધી સંસારમાં ભટક્યા છે, તે આપણે જાણીએ છીએ. આપણે કોઈને કહેતા તો નથી, પરંતુ સ્વીકાર પણ કરતા નથી. આપણા શલ્યોનો ઉદ્ધાર શી રીતે થશે ? સમાધિ-મરણ માટે નિઃશલ્યતા ખાસ જોઈએ. આરાધના પુણ્યને પુષ્ટ બનાવે. વિરાધના પુણ્યને નબળું બનાવે. * સંયમની સુવાસ મળતાં જ લોકો ઝૂકતા આવશે. લોકો તમારું વક્નત્વ કે પાંડિત્ય નહિ જુએ, પણ સંયમ જોશે. તમારી પાસે નિર્મળ સંયમનું સરોવર જોશે તો લોકો પિપાસુ બનીને દોડતા આવશે. એ માટે કોઈ જાહેરાતની જરૂર નહિ પડે. માત્ર તમારા દર્શનથી, નામ-શ્રવણથી કે પત્ર દ્વારા માર્ગદર્શન માત્રથી સાધક આત્મા ઝુમી ઊઠશે. પૂ. પં. ભદ્રંકર વિ.મ. પત્ર દ્વારા અનેક જિજ્ઞાસુઓને માર્ગદર્શન આપતા. મને પણ પત્ર દ્વારા અનેક વખત માર્ગદર્શન આપ્યું વિ.સં. ૨૦૨૫, અમદાવાદ-વિદ્યાશાળા પૂ. દેવેન્દ્રસૂરિજી વિદ્યમાન હતા. વ્યાખ્યાન આદિની જવાબદારી મારા પર હતી. રવિવારે બે વાર વ્યાખ્યાન રહેતું. ત્યારે પૂ.પં. ભદ્રંકર વિજયજી મહારાજે લખેલું : આટલો પરિશ્રમ [એક દિવસમાં બે વ્યાખ્યાન ૨૦૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #291 -------------------------------------------------------------------------- ________________ આપવાનો] લેવાની જરૂરી નથી. આપણો ભ્રમ હોય છે ? વધુ બોલીશું તો વધુ લોકો પામશે. તમારા જીવનમાં હશે તો જ શ્રોતાના હૃદયમાં અસર પડશે. ગોળ ખાતા સંન્યાસીએ પેલા છોકરાને ત્યારે જ પ્રતિજ્ઞા આપી જ્યારે તેમણે પોતે ગોળનો ત્યાગ કર્યો. “હું જ ગોળ ખાતો હોઉં તો બીજાને તેના ત્યાગ માટે શી રીતે કહી શકું ?' ત્યારથી મેં નક્કી કર્યું ઃ કદી બે વ્યાખ્યાન ન આપવા. ત્યારથી જાહેર વ્યાખ્યાન પણ છોડ્યા. * માત્ર પ્રભાવક નહિ, આરાધક બનવું છે આપણે. પૂ. પંન્યાસજી મ. ખાસ પૂછતા : તમારે શું બનવું છે ? પ્રભાવક કે આરાધક ? ગીતાર્થ અને આરાધક બનવાની સલાહ આપતા. આખરે આરાધક જ જીતે છે, પ્રભુ-ભક્ત જ જીતે છે, એમ તેઓ સમજવતા. બીજા ભલે ગમે તે બને કે ગમે તે કરે, પણ મેં તો આરાધક બનવાનું જ લક્ષ્ય રાખ્યું. બોલો, મને કાંઈ નુકશાન થયું ? * ચિંતામણિ રત્ન કરતાં પણ અધિક મૂલ્યવાન આપણું નિર્મળ મન છે. એને કદી મલિન ન બનવા દો. આરાધનાનો આ જ સાર _ 'चित्तरत्नमसंक्लिष्टमान्तरं धनमुच्यते ।' * એક રાજાના પાંચસોય કુમારો જ્યારે રાધાવેધ સાધવામાં નિષ્ફળ ગયા ત્યારે મંત્રીએ ગુપ્ત રીતે ઉછેરેલા પુત્રને બહાર કાઢીને કહ્યું ઃ નિરાશ થવાની જરૂર નથી. રાજન ! હજુ આશાનું એક કિરણ છે. એ પુત્ર રાધાવેધ સાધવા ઊભો થયો ત્યારે ૨૨ તોફાની રાજકુમારો તથા ખુલ્લી તલવારો લઈને ઉભેલા બે સુભટો તેમાં વિઘ્ન નાખવા તૈયાર થયા, પણ તેણે રાધાવેધ સાધ્યો જ. | બે સુભટો તે રાગ-દ્વેષ ને ૨૨ જણ તે ૨૨ પરિષહો. તેમનાથી ચલિત થયા વિના આપણે સમાધિ-મૃત્યુને સાધવાનું છે. કહ્યું કલાપૂર્ણસૂરિએ ૨૦૧ Page #292 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-મૃત્યુને સાધવું રાધાવેધ જેટલું કઠિન છે. ખરેખર તો રાધાવેધથી પણ કઠિન છે. * ક્ષમા ગુણ તો આવ્યો, પણ સાથે મૂદુતા ન આવી તો ક્ષમાનું પણ અભિમાન આવશે : હું કેવો ક્ષમાશીલ ? આ અહંકાર આઠ ફણાવાળો સાપ છે. જાતિ, લાભ આદિ આઠ મદસ્થાનો એ આઠ ફણા છે. મૃદુતાને સહજ બનાવવા ઋજુતા જોઈશે. આમ દસેય યતિધર્મના ક્રમમાં રહસ્ય છે. બધા ગુણો જોઈતા હોય તો એક ભગવાનને પકડી લો. ભગવાન આવશે તો કોઈ દોષ ઊભો નહિ રહે. બધા જ ગુણો આવી મળશે. પ્રભુ આપણા બન્યા એટલે પ્રભુના ગુણો આપણા જ બન્યા. સિંહ જ્યાં હોય ત્યાં બીજા પ્રાણી આવી શકે ? પ્રભુ જે હૃદયમાં હોય ત્યાં દોષો આવી શકે ? તમે માત્ર પ્રભુ-ભક્ત બની જુઓ. આ કાળમાં આ જ એક માત્ર આધાર છે. બાકી કોઈ તેવા તપ, જપ કે બીજી કોઈ અનુષ્ઠાનો આપણે કરી શકીએ તેમ નથી. કમ સે કમ મારા માટે તો અત્યારે પ્રભુ જ એક માત્ર આધાર છે. સાચી રીતે પ્રભુ-ભક્તિ થાય તો દોષ રહે જ નહિ. “પ્રભુ-ઉપકાર ગુણે ભર્યા, મન અવગુણ એક ન માય રે.” બધા જ દોષોને દફનાવનાર એક માત્ર પ્રભુ છે – એમ મહોયશોવિજયજી જેવા અનુભવીઓને સમજાયું છે. આપણને આ ક્યારે સમજાશે ? જ્યારે સમજાશે ત્યારે જ સાધના શરૂ થશે. * પ્રભુની સ્તવનાથી પ્રસન્નતા મળે જ મળે. આ સ્પષ્ટ વાત છે. 'अभ्यर्चनादर्हतां मनःप्रसादस्ततः समाधिश्च । ततोऽपि निःश्रेयसमतो हि तत्पूजनं न्याय्यम् ।' - તત્ત્વાર્થ કારિકા, ઉમાસ્વામિજી. ૨૦૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #293 -------------------------------------------------------------------------- ________________ કોઈ પાગલ, ઘ૨માં સાપો અને વિંછીઓને ભેગા કરતો રહે ને કહે કે મારા ઘરમાં નિર્ભયતા નથી... તેવાને શું કહેવું ? આપણે આવા જ છીએ. ક્રોધાદિ દોષરૂપી સાપ-વિષ્ણુઓનો સંગ્રહ કરતા રહીએ છીએ ને વળી પ્રસન્નતા માટે, નિર્ભયતા માટે ઈચ્છા રાખીએ છીએ. આ શી રીતે બની શકે ? દુઃખ દુઃખ આગ છે. તમે કથીર છો કે કંચન ? દુઃખ શિલ્પી છે. તમે માટી છો કે પત્થર ? દુઃખ ધરતી છે. તમે બી છો કે કાંકરા ? દુઃખ કુંભાર છે. તમે રેતી છો કે માટી ? જો તમે સુવર્ણ છો તો દુઃખની આગથી તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. આગથી કથીર ડરે... કંચનને શાનો ડર ? તમે જો આરસના પત્થર છો તો દુઃખના શિલ્પીથી ડરવાની કોઈ જરૂર નથી. ટાંકણાથી માટીનું ઢેકું ડરે, આરસને શાનો ડર ? તમે જો બી છો તો દુઃખની ધરતીમાં પ્રવેશથી ડરવાની કોઈ જરૂર નથી. કારણ કે ધરતીમાં પડેલો કાંકરો અંદરને અંદર પડ્યો રહે.... પણ બી તો ઘેઘૂર વૃક્ષ બનીને બહાર આવે ! તમે જો માટી છો તો દુઃખના કુંભારથી ડરવાની કોઈ જરૂર નથી... એ તમારામાંથી નવી-નવી ડીઝાઈનના ઘડા બનાવશે ! કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૨૩ Page #294 -------------------------------------------------------------------------- ________________ * % ) પાલીતાણા વૈશાખ સુદ-૧૪ ૧૭-૫-૨૦૦૦, બુધવાર * સકલ જગતના હિતસ્વી ભગવાને સુખના માર્ગ તરીકે મોક્ષનો માર્ગ બતાવ્યો છે. આ ધર્મનો આધાર લે તે દુર્ગતિમાં ન જાય. સમતા [સામાયિક ધર્મનો સાર છે. ચિંતામણિ મળતાં જ દરિદ્રતાનો ભય જાય તેમ ધર્મરત્ન મળતાં સંસારનો ભય નષ્ટ થઈ જાય છે. ધર્મ સ્વયં સુખમય છે, બીજાને સુખમય બનાવનાર છે. અધર્મ સ્વયં પીડાય છે, બીજાને પીડાયુક્ત બનાવનાર છે. અધર્મનું ફળ કોઈને ગમતું નથી. ધર્મનું ફળ કોઈને ગમતું નથી, એવું નથી. પણ આશ્ચર્યની વાત છે. જીવ ધર્મ કરતો નથી, અધર્મથી હટતો નથી. સુખનો અર્થી સુિખ ધર્મથી જ મળે છે.] હોવા છતાં જીવ ધર્મ આચરતો નથી. હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ જ ખરાબ છે, એવું નથી, ક્રોધાદિ તેનાથી પણ ખરાબ છે. વસ્તુતઃ ક્રોધાદિથી જ હિંસાદિની ઉત્પત્તિ થાય છે. ૨૦૪ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #295 -------------------------------------------------------------------------- ________________ ક્રોધથી હિંસા માનથી જૂઠ માયાથી ચોરી લોભથી અબ્રહ્મ અને પરિગ્રહના પાપો ફૂલે-ફળે છે. ભગવાન કહે છે : મેં આ ધર્મનું વિધિપૂર્વક પાલન કર્યું છે ને હું આ સ્થિતિ પર આવ્યો છું. તમે પણ એનું પાલન કરી જુઓ. ધર્મ દુર્ગતિથી બચાવે. ધર્મ સદ્ગતિમાં સ્થાપિત કરે. અંતે સ્વભાવમાં સ્થિર કરે. આત્માને હવે કહી દો : હવે હું ધર્મનું એવું પાલન કરીશ કે હે આત્મન્ ! તને કદી દુર્ગતિમાં નહિ મોકલું, સદ્ગતિ અને સિદ્ધિગતિમાં તને મોકલીને જ જંપીશ. હાથમાં આવેલો આ ધર્મ ખોવાઈ ન જાય તે માટે સાવધ રહેજો. હાથમાં આવેલું ચિંતામણિ રત્ન ખોવાઈ જાય તો ? કોઈ મૂર્ખતાથી દરિયામાં નાખી દે કે કાગડા ઉડાડવા ફેંકી દે તો ? ચિંતામણિ રત્ન બીજી વાર મળે ? ચિંતામણિ રત્ન કદાચ બીજીવાર મળી જાય, પણ ખોવાયેલો ધર્મ બીજીવાર મળે તેનો કોઈ ભરોસો નથી. * તમે જે ધર્મમાં છો, ત્યાંથી હજુ વધુ ને વધુ આગળ વધવાની ભાવના તમારા હૃદયમાં હોવી જ જોઈએ. તો જ તમે જ્યાં છો ત્યાં પણ ટકી શકો. સમ્યક્ત્વી હો તો દેશિવરતિ ઝંખો. દેશવિરત હો તો સર્વવિરતિ ઝંખો. સર્વવિરત હો તો સિદ્ધિગતિ ઝંખો. ગિરિરાજની યાત્રાએ જતાં તમે ક્યાં સુધી ચાલો ? રસ્તામાં ઘણુંય આવે, પણ જ્યાં સુધી દાદાનો દરબાર ન આવે ત્યાં સુધી કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૨૦૧ Page #296 -------------------------------------------------------------------------- ________________ તમે ક્યાંય વચ્ચે બેસતા નથી, તેમ સિદ્ધિગતિ ન મળે ત્યાં સુધી ક્યાંય જંપ વાળીને બેસવાનું નથી. આ માર્ગે જતાં કષાયો, વિષયો, પરિષહો વગેરે અનેકને જીતતા જવાનું છે. વિષય-કષાય હોય છે ત્યાં એકાગ્રતા નથી હોતી. મન ચંચળ રહે છે. ચંચળ મનમાં સાધના જામતી નથી. ચંચળતાનું મૂળ આસક્તિ છે. કોઈક વસ્તુ કે વ્યક્તિ પર આસક્તિ હશે કે ક્યાંક દ્વેષ હશે તો મન સતત ખળભળાટ અનુભવતું હશે. તમે આત્મસંપ્રેષણ કરશો તો આ સ્પષ્ટ દેખાશે. ચંચળતાનું મૂળ ગમા-અણગમામાં પડેલું છે. ગમા અને અણગમા જેટલા ઓછા, મનની ચંચળતા તેટલી ઓછી. આ ગમે આ ન ગમે. આ ફાવે આ ન ફાવે. આ ચાલે આ ન ચાલે. આ બધા રાગ-દ્વેષના તોફાન છે, એમ આત્મસંપ્રેષણથી સમજાશે. રાગ-દ્વેષ ઘટે તેમ ગુણો વધે. ગુણો વધે તેમ પ્રસન્નતા વધે. પ્રસન્નતાનો સંબંધ ગુણો સાથે છે. અપ્રસન્નતાનો સંબંધ દોષો સાથે છે. કષાયાદિ દોષો આપણામાં પડેલા જ છે. કષાયાદિ દોષોનો અત્યારે જય કરી શકીએ, પણ ક્ષય ન કરી શકીએ, આથી જ આ દોષો ભારેલા અગ્નિ જેવા છે. એના ભરોસે રહેવા જેવું નથી. દોષોનો ક્ષય નથી થયો. ક્ષય થાય તો ક્ષાયિક ગુણો મળે. પણ આપણા ગુણો તો ક્ષાયોપથમિક ભાવના છે. માટે જ એના ભરોસે રહેવા જેવું નહિ. સાધનામાં અવિરત સાવધાની જરૂરી છે. * આજે પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મ.ની સ્વર્ગારોહણ તિથિ છે. પૂરા વિશ વર્ષ થયા. [સ્વર્ગવાસઃ વિ. સં. ૨૦૩૬, વૈ.સુદ-૧૪] ૨૦૬ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #297 -------------------------------------------------------------------------- ________________ બાર નવકાર ગણો. એમના ખાસ બાર નવકાર હતા. બાર નવકારનો પ્રચાર એમણે જ કરેલો છે. [બધાએ બાશ નવકાશ યા.] એમની થોડી પ્રસાદી આરોગીએ. તમારામાંથી ઘણાએ પૂ. પં.મ.ને જોયા હશે, સાંભળ્યા હશે. મને એમની સાથે ત્રણ ચાતુર્માસનો લાભ મળ્યો. શેષકાળમાં પણ લાભ મળ્યો. જિનશાસનના જ્ઞાતા જ નહિ, પણ અનુભવી આ મહાપુરુષની છાયા મેળવવા બીજું બધું ગૌણ કર્યું. એમની પાસે રહેવાથી અનેકાનેક લાભ મળ્યા. વર્ષો સુધી ગ્રંથોના ગ્રંથો વાંચવાથી મળે તે સહજમાં એમની પાસેથી મળી જતું. આટલી સાધના વચ્ચે પણ આશ્રિતોના યોગ-ક્ષેમની ચિંતા, સંઘના કલ્યાણ અંગેની ચિંતા, જિજ્ઞાસુઓને પ્રત્યક્ષ અને પરોક્ષ [પત્ર દ્વારા] માર્ગ-દર્શન, સુવિશાળ વાંચન, વાંચન પછી નોટમાં લખાણ, સતત નવકારની અનુપ્રેક્ષા વગેરે એમની ઊડીને આંખે વળગે તેવી વિશેષતાઓ હતી. - એક નોટ મને પણ આપેલી. મેં હજુ પણ એ સાચવી રાખી છે. તેમાં ક્રોધ-નિવારણની કળા દર્શાવી છે. તમારે જોઈએ છે ? ચાલો, આપણે એમનું ચિંતન વાગોળીએ : ક્રોધનો આવેશ આવે ત્યારે શું કરવું ? ક્રોધ કરીને ઘણીવાર આપણે આનંદ અનુભવીએ છીએ. ક્રોધ કર્યો માટે કામ થયું – આમ ઘણીવાર માનીએ છીએ. આ જ મિથ્યાત્વ છે. ભગવાને જેનું નિવારણ કરવાં કહ્યું, તેને જ પ્રોત્સાહન આપીશું ? ક્રોધનો આવેશ આવે ત્યારે ભગવાનનું નામ લેજો. નામ લેતાં જ ભગવાન આવશે. ભગવાન આવે ત્યાં ક્રોધનો શેતાન ઊભો જ ન રહી શકે. ક્રોધ શાથી ઉત્પન્ન થાય છે ? તે જુઓ. - આપણી કામના પૂર્ણ ન થવાથી ક્રોધ આવે છે. કહ્યું કલાપૂર્ણસૂરિએ છે ૨૦૦ Page #298 -------------------------------------------------------------------------- ________________ આપણને બે રૂમ જોઈતા'તા એક જ મળ્યું. ભલામણ કરી તોય ટાઈમસર બોક્ષ આવ્યું નહિ. ઈષ્ટ ગોચરી મળી નહિ. સમયસર મળી નહિ. શિષ્ય કહેલું માન્યું નહિ. હવે વિચારો : - આ કામના શાથી થઈ ? અજ્ઞાનના કારણે. આત્માના અજ્ઞાનમાંથી જ કામનાઓ જન્મે છે. અજ્ઞાન શાથી ઉત્પન્ન થાય ? અવિવેકથી ઉત્પન્ન થાય. વિવેકથી અજ્ઞાન જાય. જ્ઞાનથી કામના જાય. કામના જતાં ક્રોધ પણ જાય. મારું નામ બીજા કોઈએ આપેલું છે, એ નશ્વર નામ માટે કોઈ ગમે તેમ બોલે તેમાં મારે આટલો ગુસ્સો શા માટે કરવાનો ? દેખાય છે તે શરીર છે. આત્મા છે તે દેખાતો નથી. આ જ્ઞાન આપણને વિવેક આપે છે. હું – મારું' આ મોહનો મંત્ર છે. તેને આપણે “હું શરીર નથી, મારું આ બહારનું કશું નથી”. એ પ્રતિમંત્રથી જીતવાનો છે. આ વિવેક ભગવાન, ગુરુ અને શાસ્ત્રથી મળે છે. સાધુમાં ક્ષમા આદિ હોય, અવિવેક ક્યાંથી હોય ? હોય તો અઢાર હજાર શીલાંગમાંના અંગોનો ભંગ થાય. * ક્રોધનો આવેશ આવે ત્યારે શું કરવું ? (i) આવેશ આવે છે એ જણાતાં જ એ સ્થાન છોડી દેવું. (i) એ વ્યક્તિ અને એ વાત ભૂલી જવી, ભૂલવા પ્રયત્ન કરવો. ન ભૂલાય તો મનને બીજે ઢાળવા પ્રયત્ન કરવો. ૨૦૮ જ કહ્યું ક્લાપૂર્ણસૂરિએ Page #299 -------------------------------------------------------------------------- ________________ એમના દૃષ્ટિકોણને એમની દષ્ટિએ મૂલવવા પ્રયત્ન કરવો. (ii) વાતને બીજો વળાંક આપવો. () અંદર ખળભળાટ હોય ત્યારે આંખો બંધ કરી અંદર જોવા પ્રયત્ન કરવો, એમ કરતાં પણ ન જાય તો મનને (૫) બીજા વિચારોમાં લગાડી દેવું. (vi) આમ છતાં આવેશ ન જાય તો ક્રોધના કડવા ફળ વિચારવા. જેના ફળ કડવા હોય તેવું કૃત્ય શા માટે કરવું? (vi) સંતો-અરિહંતો કેવા શાંત હોય છે ? એમની પ્રશાંત વાહિતા આપણામાં કેમ ન અવતરે ? ભગવાન સદા શાંત સ્વરૂપી છે. આ સ્વરૂપ ભગવાન ભક્તને જ બતાવે છે. “ભગવાન રૂપ બદલાવે છે.” એમ ઘણાને લાગે છે. ખરેખર તો ભગવાન રૂપ નથી બદલતા, આપણા ચિત્તના પરિણામો બદલાય છે. પરિણામો બદલાતાં પ્રભુ બદલાયેલા લાગે છે. - ક્રોધ વખતે તમે ફોટો નહિ પડાવતા. નહિ તો લોકો સમજશે ? આ માણસ નહિ, ભૂત છે. ક્રોધ વખતે આરીસામાં જોજો. ભૂત જેવું મુખ તમને નહિ જ ગમે. એટલે તમે શાંત થઈ જશો. જે પ્રશાંત મહાપુરુષોને તમે જોયા હોય, પૂ. કનકસૂરિજી, પૂ. દેવેન્દ્રસૂરિજી વગેરેને યાદ કરો. (vii) ક્રોધ મોહનીયના કારણે આ ક્રોધ આવ્યો છે. હવે જો ક્રોધ કરીશું તો વધુ ને વધુ ક્રોધ-મોહનીય કર્મ બંધાશે. આમ વિચારવું. (i) જો એને નહિ અટકાવીએ તો એની શૃંખલા ગુણસેનઅગ્નિશર્મા વગેરેની જેમ કેટલાય ભવો સુધી ચાલશે. આવેશમાં જો તમે જવાબ આપશો તો સામાવાળાને તે તીરની જેમ ખૂંપી જશે ને તેના હૃદયમાં વેરની વાવણી થશે. કહ્યું કલાપૂર્ણસૂરિએ ક ૨૦૯ Page #300 -------------------------------------------------------------------------- ________________ આવેશમાં બોલાયેલા મારા શબ્દો કેવી અસર ઉપજાવશે. બોલતાં પહેલા આ ખાસ વિચારો. () ક્રોધ મારી જ શાંતિનો શત્રુ છે. શત્રુને હું મારા આત્મપ્રદેશોમાં સ્થાન શી રીતે આપી શકું? બીજા ભલે આપે, હું શી રીતે આપી શકું? ક્રોધ એટલે બીજું કાંઈ નહિ, કામનાનું રૂપાંતર જ છે. ઊંડેઊંડે પડેલી વાસના ક્રોધરૂપે પ્રગટે છે. ક્રોધથી સ્મૃતિ-શક્તિ નષ્ટ થાય છે. જે માણસો જેટલા આવેશવાળા હશે તેટલા તેઓ સ્મૃતિ-શક્તિમાં મંદ હશે. તમે જોજો. બુદ્ધિ-સ્મૃતિનો નાશ થશે તો સાધના શી રીતે કરી શકીશું? ક્રોધને જીતવાના શસ્ત્રો ક્ષમા-મૈત્રી વગેરે છે. સામાવાળા પર પણ તમારો મૈત્રીભાવ અખંડ રહે તે અંગે સાવધાની રાખો. સફળતાના સૂત્રો ઝગડો થાય તેવું બોલવું નહિ. પેટ બગડે તેવું ખાવું નહિ. લોભ થાય તેવું કમાવું નહિ. દેવું થાય તેવું ખર્ચવું નહિ. મન બગડે તેવું વિચારવું નહિ. જીવન બગડે તેવું આચરવું નહિ. આવડે તેટલું બોલવું નહિ. દેખીએ તેટલું માંગવું નહિ. સાંભળીએ તેટલું માનવું નહિ. હસાય તેટલું હસવું નહિ. ૨૮૦ જ કહ્યું ક્લાપૂર્ણસૂરિએ Page #301 -------------------------------------------------------------------------- ________________ હસ્તગિરિ વૈશાખ વદ-ર ૨૦-૫-૨૦૦૦, શનિવાર સવારે ૧૦-૩૦ [B.E. જશ્ન લુક મળાશગુડી - આયોજિત શત્રુંજય ડેમથી પાલીતાણા છશી પાલશ સંઘ. ૨૭૦ યાશિ8. ૧.વ.૧ થી ૧.વ.૬] * ભગવાનનું સ્વરૂપ, ઉપકારો વગેરેનો પરિચય આપણા જેવા બાળ જીવોને સમજાય માટે સ્તુતિ, સ્તવનાદિ રચાયા છે. ભગવાનનો ઉપકાર સમજાયા પછી થોડો-ઘણો પણ અન્ય જીવો પર ઉપકાર કરતા રહેવાથી જ ઋણ-મુક્ત બની શકાય છે. અત્યાર સુધી આપણા જીવે બીજાના ઉપકારો લેવાનું જ ચાલુ રાખ્યું છે, ઋણ ચૂકવવાનું તો શીખ્યા જ નથી. વાયુ, પાણી, વનસ્પતિ, પૃથ્વી વગેરેનો પ્રતિપળ કેટલો બધો ઉપકાર થઈ રહ્યો છે ? તે અંગે કદી વિચાર કર્યો ? અપકાયના અસંખ્ય જીવો બલિદાન આપે છે ત્યારે આપણી તરસ છિપે છે. વાયુકાયના અસંખ્ય જીવો પોતાના પ્રાણોની આહુતિ આપે ત્યારે જ આપણે શ્વાસ લઈ શકીએ છીએ. આ બધાનું આપણા પર કોઈ જ ઋણ નહિ ? એ ત્રણ ચૂકવવા આપણે શું કર્યું છે ? ભાવિમાં શું કરવા ધારીએ છીએ ? કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૨૮૧ Page #302 -------------------------------------------------------------------------- ________________ અહીં સિાધુપણામાં] આવ્યા પછી આ છકાયના જીવોને સંપૂર્ણ અભયદાન આપવાનું છે જીવોના ઋણમાંથી મુક્ત થવાનો આ એક જ માર્ગ છે. તમે [પં. વજસેન વિ., ચન્દ્રસેન વિ. વગેરે) અને અમે, આપણે બધા એક જ છીએ. પૂ. દાદાશ્રી મણિવિજયજી મ.માં બધા ભેગા થઈ જઈએ છીએ. તેમ જગતના સર્વ જીવોરૂપે આપણે એક છીએ. જગતના જીવો પોતાનો પરિવાર લાગે. ત્યારે જ ઋણના ભારથી દૂર થઈ શકાય. * જીવના એક-બે-ત્રણ એમ અનેક ભેદો છે. એક - ચેતનાની અપેક્ષાએ. બે - સિદ્ધ - સંસારીની અપેક્ષાએ. ત્રણ – ત્રણ વેદની અપેક્ષાએ. ચાર - ચાર ગતિની અપેક્ષાએ. પાંચ - પાંચ ઈન્દ્રિયોની અપેક્ષાએ છે. આ બધા ભેદો – પ્રભેદો યાવત્ ૫૬૩ ભેદો પણ આપણામાંથી સૌને યાદ હશે, પણ ભેદો જાણીને બેસી નથી જવાનું, પણ સૌ જીવો સાથે અભેદ ભાવ કેળવવાનો છે ભેદો અભેદ શીખવા માટે * પ્રશ્ન ઃ સભામાં શ્રીમંતને આગળ બેસાડાય, તેમ નવકારમાં અરિહંત શ્રીમંત છે, એમને પહેલા બેસાડ્યા, સિદ્ધ આઠેય કર્મોથી મુક્ત હોવા છતાં બીજા ક્રમે બેસાડ્યા. આ પક્ષપાત નથી ? ઉત્તર : પક્ષપાત નથી, પણ અરિહંતોમાં પરોપકારની મુખ્યતા છે, માટે. સિદ્ધો આનાથી નારાજ નહિ થાય. [જો કે તેમને નારાજગીનો સવાલ નથી. પણ આ તો આપણી ભાષાની વાત છે.] પ્રત્યુત રાજી જ થશે. કારણ કે સંસારમાંથી કાઢીને જીવોને સિદ્ધિગતિએ મોકલવાનું કામ અરિહંતો સતત કરતા જ રહ્યા છે. અરિહંતો જ ન હોત તો મોક્ષ-માર્ગ કોણ બતાવત ? મોક્ષ ૮૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #303 -------------------------------------------------------------------------- ________________ માર્ગ જ ન હોત તો સિદ્ધો કોણ બનશે ? માટે જ અરિહંતો વચ્ચે બિરાજમાન છે. * ધોબીનું કામ એક જ છે : કપડા સાફ કરવાનું. તીર્થંકરોનું કામ એક જ છે : જગતને સાફ કરવાનું. અપવિત્ર જીવોને પવિત્ર બનાવવાનું ! નામ, આકાર, દ્રવ્ય અને ભાવથી ભગવાન સર્વત્ર સર્વદા પવિત્રતાનો સંચાર જગતમાં કરતા રહે છે. શ્રી હેમચન્દ્રસૂરિજીએ કહ્યું છે : “नामाऽऽकृतिद्रव्यभावैः पुनतस्त्रिजगज्जनम् ।" * લોગસ્સ [બીજું નામ : નામસ્તવ) થી નામ અરિહંત. અરિહંત ચેઈઆણં” થી સ્થાપના અરિહંત જે અ અઈઆ સિદ્ધા” થી દ્રવ્ય અરિહંત સવનૂર્ણ સવદરિસિણ” થી ભાવ અરિહંતની સ્તુતિ થયેલી છે. મનગમતી ચીજ સાંભળતાં જ હૃદય નાચવા લાગે છે ને? તેમ પ્રભુનું નામ સાંભળતાં જ હૃદય નાચે છે ? ન નાચતું હોય તો સમજવું ઃ હજુ પ્રભુ ગમ્યા નથી. પ્રભુ ગમે તેને પ્રભુના નામ-મૂર્તિ વગેરે પણ ગમે જ. “મારો સાધુ સંસાર છોડી સંયમજીવન જીવે ને પછી કાંઈ ન મેળવે એમ કેમ ચાલે ?' એવી ભગવાનની કરુણા છે. આથી જ એમણે શાસ્ત્રની રચના કરી છે. અહીંથી માંડીને મોક્ષ સુધી જેટલા પણ ગુણો જોઈતા હોય તે બધા જ આ શાસનમાંથી મળી શકશે, એવી શાસ્ત્રકારો ગેરંટી આપે છે. ભગવાન જગતના નાથ છે તો આપણા નાથ કેમ ન હોય ? નાથ એમને જ કહેવાય, જે અપ્રાપ્ય ભૂમિકા મેળવી આપે ને પ્રાપ્ત ભૂમિકાને વધુ સ્થિર બનાવી આપે. આ ભગવાન સાથે માતા-પિતા, બંધુ વગેરે કરતાં પણ ગાઢ કહું કલાપૂરિએ જ ૨૮૩ Page #304 -------------------------------------------------------------------------- ________________ સંબંધ થઈ જવો જોઈએ. “તું ગતિ તું મતિ આશરો...' આવા શબ્દો ક્યારે નીકળ્યા હશે ? અંદર પ્રભુ-પ્રેમ અસ્થિમજ્જાવત્ બન્યો હશે ત્યારે ને ? નિદ્રામાં પણ પ્રભુ યાદ આવે, એમના ઉપકારો યાદ આવે ત્યારે સમજવું : હવે મને પ્રભુ-પ્રેમનો રંગ લાગ્યો છે. ઊંઘમાં પડખું બદલાવતા ઘાથી પૂજનારા આચાર્યના હૃદયમાં પ્રભુ રમી રહ્યા હતા. પ્રભુ અને પ્રભુની આજ્ઞા અલગ નથી. * ભગવન્! આ નિગોદ સાથે કે એકેન્દ્રિય વગેરે જીવો સાથે અમારે શું લેવા-દેવા ? એ જીવોને અમારે શું લાગે-વળગે ? આવો પ્રશ્ન ભગવાનને પૂછો તો ભગવાન કહે : આ બધા જીવો સાથે તમારે કાંઈ લાગે-વળગે નહિ એમ ન માનો. સકલ જીવો સાથે તમારો સંબંધ છે. જીવાસ્તિકાય રૂપે બધા જ જીવો એક છે. જીવ + અસ્તિ + કાય - આ ત્રણ શબ્દોથી જીવાસ્તિકાય શબ્દ બનેલો છે. જીવ એટલે જીવો, અસ્તિ એટલે પ્રદેશો, કાય એટલે સમૂહ. કાળના પ્રદેશો નથી, ક્ષણ છે, પણ બે ક્ષણ કદી એકી સાથે મળી શકતી નથી. એક સમય ાય. પછી જ બીજો આવે. અસંખ્ય સમયો એકઠા ન થઈ શકે. જ્યારે જીવો વગેરેના પ્રદેશો સમૂહમાં મળી શકે છે. જીવાસ્તિકાયમાં અનંત જીવોના અનંત આત્મ-પ્રદેશો છે. એમાંથી એક પણ પ્રદેશ ઓછો હોય ત્યાં સુધી જીવાસ્તિકાય ન કહેવાય. એક પૈસો પણ ઓછો હોય ત્યાં સુધી રૂપિયો ન જ કહેવાય. ૯૯ પૈસા જ કહેવાય. સમગ્ર જીવાસ્તિકાય સાથે કેવો વ્યવહાર કરવો? એ જ સાધુજીવનમાં સમજવાનું છે. ખબર પડે છે... (૧) આચારથી કુલની (૩) સંભ્રમથી સ્નેહની (૨) શરીરથી ભોજનની (૪) ભાષાથી દેશની ૨૮૪ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #305 -------------------------------------------------------------------------- ________________ હસ્તગિરિ વૈશાખ વદ-૩ ૨૧-૫-૨૦૦૦ * ત્રણે કાળના સ્વરૂપને જાણનારા ભગવાને સૌનું કલ્યાણ થાય તેવો માર્ગ બતાવ્યો છે. એ માટે લાયકાત જોઈએ. પણ કહું... એ લાયકાત પણ પ્રભુ જ આપે. * પ્રભુ પર પ્રેમ પ્રગટ્યો જ્યારે કહેવાય ? એમના વચનો, એમનું નામ, એમની મૂર્તિ જોતાં હૃદય નાચી ઊઠે ત્યારે. પ્રભુનું નામ લઈ ભવ્યાત્માઓ આનંદ પામે. આનંદ આપણા હૃદયમાં પેદા થયો એ ખરું, પણ એ આનંદ આપ્યો કોણે? ભગવાને. પાણીમાં તરસ છીપાવવાની શક્તિ છે. પાણી સિવાય પેટ્રોલ પીઓ તો તરસ છીપે ? થોરનું દૂધ પીઓ તો તરસ છીપે ? તરસ છીપી એમાં તમે જ નહિ, પાણી પણ કારણ છે, એમ લાગે છે? આપણા આનંદનું પરમ કારણ ભગવાન છે, એમ લાગે છે ? * ભગવાન નામાદિ ચારેયથી સર્વકાળે ને સર્વક્ષેત્રે સર્વ જગતને પાવન બનાવી રહ્યા છે. અમુક જ ક્ષેત્રમાં નહિ, સર્વત્ર. અમુક જ સમયે [ભગવાન વિદ્યમાન હોય ત્યારે જ નહિ નહિ, સર્વ સમયે. આ ધ્યાનથી વાંચજો. ભગવાનની ભગવત્તા કેટલી સક્રિય છે ? એ સમજાશે. હેમચન્દ્રસૂરિજી જેવા એમને એમ ન લખે : “નામISSત્કૃતિદ્રવ્યમાં: '' પવિત્ર આપણે બનીએ છીએ. એ ખરું, પણ પવિત્ર બનાવે કહ્યું કલાપૂર્ણસૂરિએ ૨૮૫ Page #306 -------------------------------------------------------------------------- ________________ છે કોણ ? માત્ર આપણા ભાવો ? પણ આ શુભ ભાવો પણ ભગવાન જ આપે છે એ ક્યારેય સમજાયું ? તમે ભગવાનની મુખ્યતા સ્વીકારો, તો જ ભગવાનમાં તમને સર્વસ્વ દેખાય ને તો જ તમે સાચા અર્થમાં સમર્પણ ભાવ પેદા કરી શકો. નામ-સ્થાપના આદિ દ્વારા ભૂમિકા તૈયાર કરવાની છે. ભૂમિકા તૈયાર થયા પછી ભાવ ભગવાન મળશે. એમ જ માનો કે આપણને અહીં પરીક્ષા માટે મોકલવામાં આવ્યા છે : અહીં નામ-સ્થાપના આદિની કેવી આરાધના કરીએ છીએ? એ આરાધનાના પ્રભાવે જ આપણને ભાવ ભગવાનની પ્રાપ્તિ થશે. નામ, મૂર્તિ વગેરે ભગવાનની બ્રાન્ચો છે, શાખાઓ છે. ભાવ ભગવાન મુખ્ય ઑફિસ છે. મુખ્ય ઑફિસમાં દાખલ થવું હોય તો બ્રાન્ચમાં અરજી કરવી પડે છે, એ ખ્યાલ છે ને ? * નારક વેદનામાં સબડે છે. દેવો સુખમાં મસ્ત છે. તિર્યંચો પીડામાં કણસે છે. હવે માણસો જ એક માત્ર એવા છે, જે ધર્મ આરાધી શકે. આ જીવન આપણને મળ્યું છે એમાં પણ કેટલા વર્ષો ગયા ? હવે કેટલા રહ્યા ? મારું પોતાનું કહું તો ૭૬ વર્ષ ગયા. હવે કેટલા રહ્યા ? કાળરાજા ગમે ત્યારે ત્રાટકી શકે છે. માટે જ રોજ સંથારાપોરસી ભણાવવાની છે. સંથારા પોરસી એટલે મૃત્યુને સત્કારવાની તૈયારી. સાધુ ગમે ત્યારે મૃત્યુ માટે તૈયાર હોય. કાલ નહિ, આજે. આજે નહિ, અત્યારે પણ મૃત્યુ આવી જાય તો પણ સાધુ ડરે નહિ. ડરે તે સાધુ નહિ. * ““હે આત્મન્ ! તારું સ્વરૂપ અવર્ણ, અગંધ, અરસ, અરૂપ, અસ્પર્શ છે.” આત્માનું આવું નેગેટીવ વર્ણન કેમ કર્યું ? કારણ કે અનાદિ કાળથી આપણને વર્ણાદિ સાથે એકતા લાગી છે. એમાં જ હુંપણું દેખાયું છે. આથી જ એ તું નથી, એમ કહ્યું. મકાનમાં તમે રહો છો, પણ તમે મકાન નથી. કપડામાં તમે રહ્યા છો, પણ તમે કપડા નથી. શરીરમાં તમે રહ્યા છો, પણ તમે શરીર નથી. આવી અનુભૂતિ પ્રતિપળ થવી જોઈએ. તો જ મૃત્યુથી ડર નહિ લાગે, મૃત્યુને જીતી શકાશે. ૨૮૦ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #307 -------------------------------------------------------------------------- ________________ * ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય કે આકાશાસ્તિકાયનો આત્મા સાથેનો સંબંધ બાધક નથી, પરંતુ ઉપકારક છે. સિદ્ધોને પણ આકાશાદિનો સંબંધ છે, પણ પુદ્ગલનો સંબંધ વિચિત્ર છે. તે સાધક પણ બને, બાધક પણ બને. માટે જ પુદ્ગલોના સંબંધોથી ચેતવાનું છે. * બીજા જીવો સાથે જેવું વર્તન કરશો તેવું જ તમે પામશો. સારું વર્તન કરશો તો તમારું જ સારું થશે. બીજાનું સારું થાય કે ન થાય, પણ તમારું સારું થવાનું જ. એ જ રીતે બીજાનું સારું ભૂંડું કરવા પ્રયત્ન કરશો તો બીજાનુ ભૂંડું થાય કે ન થાય, પણ તમારું તો ભૂંડું થવાનું જ. ધવલ શેઠે શ્રીપાળને મારવા પ્રયત્ન કર્યો, શ્રીપાળનું કાંઈ ન બગડ્યું, પણ ધવલને સાતમી નરકે જવું પડ્યું એ જ રીતે બીજાનું સારું કરવાના પ્રયત્નમાં કદાચ સારું ન પણ થાય તોય આપણું તો સારું થાય જ. ‘સવિ જીવ કરું શાસન૨સી'ની ભાવનાવાળા તીર્થંકરો સર્વ જીવોને ક્યાં તારી શક્યા છે ? છતાં એમનું તો ભલું થયું જ છે. * જગતના સર્વજીવોના કલ્યાણકર્તા ભગવાન છે. ભગવાન ન હોય તો આપણું થાત શું ? ભગવાન જ જગતના ચિંતામણિ છે, કલ્પવૃક્ષ છે, વૈદ છે, નાથ છે, સર્વસ્વ છે. એમ સતત હૃદયને લાગવું જોઈએ. * આપણી અંદર રહેલી ચેતના વફાદાર છે. એ જીવરૂપી સ્વામીને છોડીને ક્યારેય ક્યાંય જતી નથી. વફાદારી છોડતી નથી. આપણે ગુરુને છોડી દઈએ, પણ ચેતના કદી આપણને છોડતી નથી. જ્ઞાતૃત્વ, કર્તૃત્વ, ભોકતૃત્વ, ગ્રાહકત્વ, રક્ષકત્વ, આદિ શક્તિઓ જીવમાં પડી છે. એક જ્ઞાતૃત્વ શક્તિ અવરાયેલી છે. એ જો અનાવૃત બને તો બાકીની બધી જ શક્તિઓ આપણા વિકાસમાં સહાયક બને. જીવ સિવાય બીજા કોઈનામાં આ શક્તિ નથી. બીજા પદાર્થો તો સ્વયંને પણ નથી જાણતા, તો બીજાને શી રીતે જાણવાના ? કે બીજાનું શી રીતે ભલું કરવાના ? * દ્રવ્યની અપેક્ષાએ જીવાસ્તિકાય અનંત જીવોનો પિંડ છે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ ક ૨૯ Page #308 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રની અપેક્ષાએ લોકાકાશ પ્રમાણ છે. લોકાકાશથી બહાર નથી. એક આત્માને રહેવા અસંખ્ય આકાશ પ્રદેશ જોઈએ. કારણ કે આત્માના પ્રદેશો અસંખ્ય છે, પણ સાથે સાથે એ પણ યાદ રાખો કે એક આકાશ પ્રદેશમાં અનંતા આત્માઓ રહેલા છે. કાળની અપેક્ષાએ જીવાસ્તિકાય ત્રિકાળવર્તી છે. જીવાસ્તિકાયમાં આપણે ખરા ને ? આપણે પહેલા હતા, અત્યારે છીએ, ભાવિમાં પણ રહેવાના. પછી મૃત્યુનો ભય શાનો ? પર્યાય બદલાય, પણ દ્રવ્ય ન બદલાય. ૧૦ વર્ષ પહેલા મને કોઈએ જોયા હોય ને આજે જુએ તો કહે : હાઈટ નાની થઈ ગઈ. કમ્મર વળી ગઈ. આ બદલાતા પર્યાયો છે, પણ દ્રવ્ય કદી ન બદલાય. * પુગલની સાથે આપણે અભેદ કર્યો છે કે પ્રભુ સાથે અલગાવ રાખ્યો છે. જ્ઞાનીઓ કહે છે : પુદ્ગલ અલગ છે. પ્રભુ સાથે એકતા છે. આ તત્ત્વને સમજો. * ધજા વગેરેના હાલવા વગેરેથી નહિ દેખાતા પવનને પણ આપણે માનીએ છીએ, તેમ નહિ દેખાતો આત્મા કાર્યથી જાણી શકાય છે, ઉપયોગ દ્વારા જાણી શકાય છે. ઉપયોગના બે પ્રકાર છે : સાકાર અને નિરાકાર. સામાન્ય તે નિરાકાર [દર્શન] વિશેષ તે સાકાર [જ્ઞાન] છદ્મસ્થ પહેલા દર્શન કરે [જુએ) પછી જાણે. કેવળી પહેલા જાણે પછી જુએ. જેમાં ઉપયોગ હોય તે જીવમાં પરસ્પર - ઉપગ્રહ કરવાની પણ શક્તિ હોય જ. * પુદ્ગલ સાથે ભેદ, જીવો સાથે અભેદ સાધવાની જગ્યાએ આપણે ઉલ્ટે કર્યું છે. તીર્થના વાતાવરણમાં કંઈક નવું મળશે, એવી આશામાં આવ્યા હશો, પણ મેં તો જૂનું જ આપ્યું છે : કંટાળો નથી આવ્યો ને ? ઊંઘ નથી આવીને ? ૨૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #309 -------------------------------------------------------------------------- ________________ તમને ગમે તેવું નહિ, પણ તમને હિતકારી હોય તેવું આપે એ જ સાચો વૈદ. હું તમારા આત્માને હિતકારી વાતો આપવા માંગું છું. પ્રભુ સર્વ જીવો સાથે અભેદ સાધીને મોક્ષે ગયા. આપણે સર્વ જીવો સાથે ભેદ કરીને સંસારમાં રખડતા રહ્યા. આ વાત આપણે ભૂલી ગયા છીએ, પણ જ્ઞાની કેમ ભૂલે ? શરીરમાં શું થયું છે? કે અંદર શું પડ્યું છે? તેની ખબર આપણને ન પડે, વિશેષજ્ઞ ડૉક્ટરને તો પડે ને ? ભગવાન વિશેષજ્ઞ છે. દૂર રહેલી ન દેખાતી વસ્તુને દેખાડી આપે તે દૂરબીન. અદશ્ય અને અગમ્ય પદાર્થોને દેખાડી આપે તે જિનાગમ ! માટે જ જિનાગમને સાધુની આંખ કહી છે. લોગસ્સમાં તમે બોલો છો ને ? મણે મિથુન ” ““મારી સામે રહેલા ભગવાનની મેં સ્તુતિ કરી છે.” ભગવાન સામે ક્યાંથી આવ્યા ? શ્રુતની આંખથી. ભગવાન સામે જ છે.” એવી શ્રદ્ધાથી જ ચૈત્યવંદન કરવાનું છે. “સાત રાજ અળગા જઈ બેઠા પણ ભગતે અમ મનમાંહિ પેઠા...” આ વાત આ જ પરિપ્રેક્ષ્યમાં કહેવાઈ છે. * જીવાસ્તિકાયનું સ્વરૂપ જાણ્યા પછી “ભગવાન મારા છે.” એવું લાગવું જોઈએ. આ જ પોઈન્ટ સાધના માટે મહત્ત્વનો છે. જીવાસ્તિકાય અનંત પ્રદેશી છે. એવું પહેલીવાર વાંચ્યા પછી શંકા થઈ : કાંઈ અશુદ્ધ તો નથી ને ? અસંખ્યની જગ્યાએ ભૂલથી અનંત લખાઈ નથી ગયું ને ? પણ આગળ ટીકા વગેરેમાં પણ અનંત' શબ્દનો જ પ્રયોગ હતો. પછી લાઇટ થઈ : આ જીવની વાત નથી, જીવાસ્તિકાયની વાત છે. જીવાસ્તિકાય એટલે સર્વ જીવોનો સમૂહ ! નિગોદથી લઈ સિદ્ધ સુધીના સર્વ જીવો તો અનંત છે. ઓહ ! જીવાસ્તિકાય રૂપે આપણે સૌ એક છીએ, એમ વિચારતાં હૃદય નાચી ઊઠ્ય. એક પણ ભારતીય જવાનનું તમે અપમાન કરો તો સંપૂર્ણ ભારત સરકારનું અપમાન છે. તેમ એક જીવને તમે પીડા પહોંચાડો છો તો સમગ્ર જીવોને પીડા પહોંચાડો છો. કારણ કે જીવાસ્તિકાય રૂપે બધા એક છે. કહ્યું કલાપૂર્ણસૂરિએ છે ૨૮૯ Page #310 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા વૈિશાખ વદ-૬ ૨૪-૫-૨૦૦૦, બુધવાર * મોટો તરવૈયો પણ મહાસાગર એકલા હાથે તરી શકે નહિ. મહાસાધક પણ આ ભવ-સાગર પોતાની મેળે તરી શકે નહિ. ભક્તિના જહાજનું, સંયમના જહાજનું શરણું લેવું જ રહ્યું. * ૧૫ દુર્લભ ચીજોમાં માત્ર ત્રણ જ બાકી છે : ક્ષપકશ્રેણિ, કેવળજ્ઞાન અને મોક્ષ. હવે જે ધ્યાન ન રાખ્યું તો નાવડી કિનારે આવી ડૂબી જશે. * કેટલાક કાર્યનો પ્રારંભ જ ન કરે. કેટલાક કાર્યનો પ્રારંભ કરે પણ વચ્ચે છોડી દે. કેટલાક કાર્યનો પ્રારંભ કરે અને પાર પણ પહોંચાડે. આપણે કોના જેવા ? સિંહની જેમ સંયમ લઈને સિંહની જેમ પાળનારાઓનું અહીં કામ છે. અહીં સિંહની છાતી જોઈએ. શિયાળની છાતી લઈને ફરનારાઓનું અહીં કામ નથી. સંયમમાં આનંદ, શુભ ધ્યાન વધતા રહેવા જોઈએ. ન વધે તો સમજવું : આપણા હૃદયમાં શિયાળ બેઠું છે. હૃદયમાં સિંહને બેસાડો. સિંહ કદી પુરુષાર્થ-હીન ન હોય. પ્રારંભ કરેલા કાર્યને પૂર્ણ કરવામાં પૂરા હૃદયથી મચી પડે તે સિંહ. * સાધુનું એક વિશેષણ છે : “પરોવયાર નિરયા” સાધુ સદા ૨૯૦ જે કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #311 -------------------------------------------------------------------------- ________________ પરોપકારમાં નિરત હોય. ગૃહસ્થ હોય તો પૈસા આદિના દાન દ્વારા પરોપકાર કરશે. આપણે શું કરીશું? સમ્યક્ જ્ઞાનનું દાન કરીશું. સૌ જીવોને અભયનું દાન આપીશું. આ મોટો પરોપકાર છે. જીવોને થોડી પણ અપાતી પીડા તે પરાપકાર છે. સાધુ પરાપકાર નિરત નહિ, પરોપકારનિરત હોય. 'पउमाइनिर्दसणा' સાધુ કમળ વગેરે જેવા હોય. છમસ્થ ભગવાનનું વર્ણન કલ્પસૂત્રમાં સાંભળો છો ને ? એ માત્ર વાંચવા-સાંભળવા માટે નથી. આપણે તેવા બનવાનું છે, એવો ભાવ લાવવાનો છે. પૂ. કનકસૂરિજીને સાંભળો ત્યારે એમ થાય ને કે મારે એમના જેવા બનવું જોઈએ ? બોલો, મારું અહીં આવવું કેમ થયું ? એક વખતે પૂ. લબ્ધિસૂરિજી મ.નું ચાતુર્માસ ફલોદીમાં હતું. મારા દાદા સસરા લક્ષ્મીચંદજીએ રાત્રે તેમને એકવાર પૂછેલું ઃ આ કાળમાં ઉત્કૃષ્ટ સંયમી કોણ ? ત્યારે પૂ. સાગરજી મ., પૂ. નેમિસૂરિજી મ. વગેરે ઘણા મહારથીઓ હતા, પણ બીજા કોઈનું નામ ન આપતાં પૂ. લબ્ધિસૂરિજીએ કચ્છ-વાગડવાળા પૂ. કનકસૂરિજીનું નામ આપેલું. ત્યારે તેમના પુત્ર મિશ્રીમલજી [કમલવિજયજી પણ હાજર હતા. એમણે મનમાં ગાંઠ વાળેલી : દીક્ષા લેવી તો પૂ. કનકસૂરિજી પાસે જ. મને દીક્ષાની ભાવના થઈ ત્યારે મેં એ વાત સસરા મિશ્રીમલ્લજીને જણાવી. સસરાએ કહ્યું : દીક્ષા તો મારે પણ લેવી છે, પણ પૂ. કનકસૂરિજી પાસે જ. આપણે બધા સાથે જ ત્યાં દીક્ષા લઈએ. મેં એમની વાત સ્વીકારી. - અને.... મારી દીક્ષા અહીં થઈ. કહ્યું કલાપૂર્ણસૂરિએ ૨૯૧ Page #312 -------------------------------------------------------------------------- ________________ આજે લાગે છે : ભગવાને મને કેવી ઉત્તમ જગ્યાએ ગોઠવ્યો ! કેવી ઉત્તમ પરંપરા મળી ? પૂ. કનકસૂરિજીની વાત એટલે કરું છું કે એમના આલંબનથી એમના જેવા ગુણો આપણા જીવનમાં આવે. * ‘જ્ઞાળાવળ સંયા ।' સાધુ ધ્યાન અધ્યયનમાં સદા રત હોય. ૨૪ કલાકમાં ધ્યાન-અધ્યયન માટે સ્થાન કેટલું ? પહેલા મોટા આચાર્ય મહારાજ પણ પત્રમાં લખતા : ‘‘સ્વાધ્યાય - ધ્યાનાદિ ગુણ સંપન્ન મુનિવરશ્રી’ આવા વિશેષણ સાર્થક ક્યારે બને ? આપણે ધ્યાન - અધ્યયનમાં રત રહીને એ વિશેષણોને સાર્થક બનાવવાના છે. સૂત્ર, અર્થ, આલંબન આદિમાં મનને રમમાણ કરવાનું છે. બાળક જેવું મન કૂદાકૂદ કરવાનું જ છે. એને આવા આલંબનોમાં જોડવાનું છે. * આપણા ગુણોનો વિનિયોગ ન કરીએ તો એ સાનુબંધ નહિ બને, ભવાંતરમાં સાથે નહિ ચાલે. સર્વ પ્રથમ નિજ જીવનમાં ગુણોની સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે. ગુણોની સિદ્ધિ થઈ ગયા પછી એ ગુણો બીજામાં વહેંચવાના છે. બેસી નથી રહેવાનું. બીજાનો વિચાર કરવાનો છે. ‘મને મળી ગયું એટલે બસ...' આ વિચાર સ્વાર્થના ઘરનો છે, જેના આપણે સૌ શિકાર બનેલા છીએ. સ્વાર્થના આ કોચલામાંથી બહાર નીકળવું હોય તો ‘પરોવવાર નિયા' પરોપકારનિરત બનવું જ પડશે. બીજાને કરેલી સહાયતામાંથી પેદા થનારો આનંદ એકવાર ચાખશો તો જીવનમાં કદી ભૂલશો નહિ. સ્વાર્થનો આનંદ ઘણો ચાખ્યો, ખરેખર તો સ્વાર્થમાં કોઇ આનંદ હોતો જ નથી, માત્ર આનંદની ભ્રમણા જ હોય છે. ખરો આનંદ પરોપકારમાં છે, બીજાને સહાયક બનવામાં છે. ૨૯૨ * કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #313 -------------------------------------------------------------------------- ________________ આ વાત આપણે સાવ જ ભૂલી ગયા ! આપણા ભગવાન પરોપકારવ્યસની ! અને આપણે સાવ જ સ્વાર્થોધ ! ભગવાન પાસે કેમ કરીને પહોંચાશે ? ભગવાનનું આટલું વર્ણન સાંભળીએ, રોજ ભગવાનના દર્શન કરીએ, છતાં પરોપકારનો છાંટોય ન આવે તો એ આપણું શ્રવણ કેવું ? આપણા દર્શન કેવા ? ભગવાનના દર્શન કરતાં-કરતાં ભગવાન જેવા બનવાનું છે, ભગવાનના ગુણો મેળવવાના છે. * આપણે તો કર્મ સામે ખુલ્લેઆમ જંગ માંડ્યો છે. તેના સતત હુમલા ચાલુ જ રહેવાના, ઉદું, વધવાના. એની સામે આપણે અડીખમ ઉભા રહેવાનું છે. વિષય-કષાયોના આવેશ વખતે મજબૂત રહેવાનું છે. પ્રતિક્રમણ વગેરેમાં મને તો એટલો આનંદ આવે છે... એક લોગસ્સમાં જ એટલો આનંદ આવી જાય છે કે એનાથી અલગ ધ્યાન કરવાનું મન જ થતું નથી. છ આવશ્યક સિવાય બીજું ધ્યાન કયું છે ? રોજ-રોજ પ્રતિક્રમણ કરવાનું છે એમ સમજીને કંટાળતા નહિ. એની ઉપેક્ષા નહિ કરતા. એની ઉપેક્ષા એટલે આપણા આત્માની ઉપેક્ષા. રોજ-રોજ અભ્યાસ કરવો તેનું નામ જ તો ભાવના છે. આવા પ્રતિક્રમણની ઉપેક્ષા કેમ કરાય? જેની રચના સ્વયં ગણધરોએ કરી હોય, જેના પર મલયગિરિ જેવા મહાત્માઓએ હજારો શ્લોક પ્રમાણ ટીકા રચી હોય, તેની પાછળ કંઈક તો રહસ્ય હશે ને ? એને છોડીને બીજી કઈ ધ્યાનપ્રક્રિયા આપણે શીખવા માંગીએ છીએ ? એમના કરતાં પણ આપણે ચડિયાતા ? એક લોગસ્સનું માહાભ્ય તો જુઓ. પૂ. પં. ભદ્રંકર વિજયજી મ.તો એને સમાધિસૂત્ર કહેતા. ૨૪ ભગવાનના મહામંગલકારી નામો એમાં છે. ભગવાનના નામ કરતાં બીજું મંગળ કયું ? ભગવાનનું નામ લેતાં-લેતાં, વીર...વર... બોલતાં બોલતાં તો ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન થયેલું. કહ્યું ક્લાપૂર્ણસૂરિએ જ ૨૯૩ Page #314 -------------------------------------------------------------------------- ________________ આવા સમાધિસૂત્રો જેમાં રહેલા હોય, એ પ્રતિક્રમણની ઉપેક્ષા કરીને તમે બીજા કયા ધ્યાનની શોધમાં છો, એ જ મને સમજાતું નથી. એક નમુત્થણુંનો મહિમા તો જાણો. જેના પર પૂ. હરિભદ્રસૂરિજી જેવાએ લલિત વિસ્તરા જેવી ટીકા રચી, જેના વાંચનથી સિદ્ધર્ષિ ગણિ જૈન દર્શનમાં સ્થિર થયા; જેનો પાઠ ઈન્દ્ર સ્વયં ભગવાન પાસે કરે, એ નમુત્થણે સૂત્રની પવિત્રતા કેટલી ? મહિમા કેટલો ? નમુત્થણની સ્તોતવ્ય સંપદા, ઉપકાર સંપદા, સ્વરૂપ સંપદાવગેરે સંપદાને જણાવતા પદો વાંચો તો તમે નાચી ઊઠો. ભગવાનનો મહિમા તમે જાણી શકો. જે ક્ષણે તમે ભગવાનને સન્મુખ લાવો છો, એ જ ક્ષણે ભગવાનની કૃપાનું સીધું જ અવતરણ થવા લાગે છે. પાણી અને પ્રકાશ [લાઈટ) સાથે જોડાણ કરીને તમે નળ અને લાઇટના બટન દ્વારા તે મેળવી શકો છો, તેમ ભગવાન સાથે જોડાણ કરીને તમે અનંત ઐશ્વર્યના માલિક બની શકો છો. જરૂર છે માત્ર જોડાણની. જોડાણ કરી આપે તેને જ યોગ કહેવાય. આપણા આ પવિત્ર સૂત્રો જોડાણ કરી આપનારી લાઈનો છે. દુકાળમાં પણ ભાર ઊનાળે લીલુંછમ ઝાડ જુઓ તો સમજી લેજો : એના મૂળનું જોડાણ પાતાળના પાણી સાથે થયેલું છે. ચકલી ખોલતાં જ નળમાંથી પાણી આવે તો સમજજો ઃ એનું જોડાણ સરોવર સાથે છે. બટન દબાવતાં જ લાઇટ થાય તો સમજજો કે એનું જોડાણ પાવર હાઉસ સાથે છે. તેમ કોઇક મહાત્મામાં તમે કોઈ વિશિષ્ટ ઐશ્વર્ય જુઓ તો સમજજો કે એમનું જોડાણ પરમ ચેતના સાથે થયેલું છે. પ્રભુનો મહિમા સમજાય અને હૃદય ભાવિત થાય એ માટે આ પાલીતાણા ચાતુર્માસમાં લલિતવિસ્તરા ગ્રંથ રાખવાનો વિચાર છે. બધાને ફાવશે ને ? પ્રતિક્રમણ, ચૈત્યવંદનાદિ સૂત્રોમાં તમે રસ લેતાં શીખો. ૨૯૪ જ કહ્યું ક્લાપૂર્ણસૂરિએ Page #315 -------------------------------------------------------------------------- ________________ વિધિપૂર્વક કરો, વગેરે માટે મારો આ પ્રયાસ છે. પૂ. કનકસૂરિજી, પૂ. દેવેન્દ્રસૂરિજી આદિ પ્રતિક્રમણાદિ વિધિના ચુસ્ત આગ્રહી હતા. આ નાના બાલ મુનિઓને તો પૂિ. કલાપ્રભસૂરિજી, પૂ. પં. કલ્પતરુવિજયજી] ત્યારે ખૂબ જ નાના હતા. ઊંઘી જાય તો કેટલીયવાર ફરી પ્રતિક્રમણ કરાવેલું. પ્રતિક્રમણ ઊભા-ઊભા કરો છો ? માંડલીમાં કરો છો? વિધિ જાળવીને કરો છો ? અવિધિથી કરાયેલા અનુષ્ઠાનો ફળદાયી નહિ બને. * મરણાંત કષ્ટ સહન કરનારો યોદ્ધો જ યુદ્ધમાં જઈ શકે, જઈને જીતી શકે. અહીં પણ અત્યારે કષ્ટો સહીશું તો જ મૃત્યુમાં સમાધિ રહેશે. ભગવાનનું સરનામું દેશ : સત્સંગ નગર : ભક્તિ નગર ગલી : પ્રેમની ગલી ચોકીદાર ઃ વિરહતાપ નામનો ચોકીદાર મહેલ : પ્રભુ મંદિર સીડી ઃ સેવાની સોપાન પંક્તિ અહીં સુધી આવ્યા પછી શું કરવાનું ? દીનતાના પાત્રમાં મનના મણિને મૂકીને પ્રભુને ચડાવવું. અહંભાવને બાજુએ મૂકી પ્રભુ-શરણ સ્વીકારવું. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૨૫ Page #316 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા વૈશાખ વદ-૭ ૨૫-૫-૨૦૦૦, ગુરુવાર * એકવાર ધોવાથી વસ્ત્રો સાફ ન થાય તો તમે વારંવાર ધુઓ છો. તેમ આત્મશુદ્ધિ માટે અહીં વારંવાર યાત્રા કરવાની છે. કપડાના ડાઘ નથી ગમતા, [ જો કે મલિન કપડા તો સાધુનું ભૂષણ છે.] પણ આત્મા પર લાગેલા રાગ-દ્વેષ ડાઘ છે, એમ નથી લાગતું, એના પર અણગમો પણ નથી થતો. | ગમા-અણગમા પર અણગમો થવો જોઈએ, જે થતો નથી, એ જ મોટી કરુણતા છે. રાગ-દ્વેષને માંદા પાડ્યા વિના તમે મૃત્યુ સમયે સમાધિ મેળવી શકો, એ વાતમાં કોઈ માલ નથી. મૃત્યુ સમયે જો કોઈના પ્રત્યે વેરની ગાંઠ હશે, ક્યાંય ગાઢ આસક્તિ હશે તો સમાધિમૃત્યુ પ્રાપ્ત નહિ કરી શકો. ઉપમિતિકારે રાગને સિંહની ને દ્વેષને હાથીની ઉપમા આપી છે. પાંચ ઈન્દ્રિયો રાગની ખાસ દાસીઓ છે. રાગ-દ્વેષમાંથી જ સંસારના તમામ પાપોનો જન્મ થાય છે. “વોટિં વધઘહિં રા-વંધોui હોત- '' રાગ-દ્વેષ સ્વયં બંધનરૂપ છે. એ બંધનો જો તુટ્યા તો સંસાર-વૃક્ષ ધરાશાયી બન્યું સમજે. ૨૯૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #317 -------------------------------------------------------------------------- ________________ * કર્મ ચેતના કર્મ ફળ ચેતના જ્ઞાન ચેતના આ ત્રણ ચેતનામાં જ્ઞાન-ચેતના, રાગ-દ્વેષ વગેરે દોષોથી સંપૂર્ણ પર છે. જ્ઞાન ચેતના તો શુદ્ધ સ્ફટિક તુલ્ય છે. રાગ-દ્વેષના લાલકાળા પડદાથી સ્ફટિક જેવો જીવ લાલ કે કાળો દેખાય છે, રાગીદ્વષી દેખાય છે. જ્ઞાન ચેતનામાં સ્થિર બનવું, કષાય-અભાવની સ્થિતિમાં લીન બનવું, એ જ ધર્મ-સાધનાનું શિખર છે. આપણે એ શિખર પર આરૂઢ બનવાનું છે. કષાયને કાઢવા માટે જ આપણી સાધના છે. સંજ્વલન કષાયને દૂર કરવા રાઈસ - દેવસિય, પ્રત્યાખ્યાની કષાયને દૂર કરવા પફખી, અપ્રત્યાખ્યાન કષાયને દૂર કરવા ચોમાસી, અનંતાનુબંધી કષાયને દૂર કરવા સંવત્સરી પ્રતિક્રમણ કરવાના છે; તે તેની સમય મર્યાદા પરથી ખ્યાલ આવશે. કષાય સંકલેશની અવસ્થા છે. સંક્લિષ્ટ ચિત્ત વખતે આપણી ચેતના ધૂંધળી હોય છે, જેમાં પ્રભુનું પ્રતિબિંબ પડી શક્યું નથી. પ્રભુનું પ્રતિબિંબ માનસ પટ પર ઝીલવું હોય તો તેને નિર્મળ કરવું જ રહ્યું. કષાયોના હાસથી જ ચિત્ત નિર્મળ થાય છે. ચારિત્ર શું છે ? સાયં પુ વારિત્ત, સાયદિગો ન મુળ દોડું | અકષાય જ ચારિત્ર છે. મુનિ કષાય-યુક્ત ન હોઈ શકે. હોય તો સાચો મુનિ ન કહેવાય. કષાયની જેમ જેમ મંદતા થતી જાય તેમ તેમ આત્માનું સુખ વધતું જાય. ૧૨ મહિનાના પર્યાયવાળા સાધુ અનુત્તરદેવના સુખને ચડી જાય તેનું કારણ કષાયોનો થતો હ્રાસ છે. ચારિત્ર ગુણને રોકનાર કષાય છે. કહ્યું કલાપૂર્ણસૂરિએ જે ૨૯૦ Page #318 -------------------------------------------------------------------------- ________________ માટે જ સાધુનું નામ “ક્ષમાશ્રમણ કહ્યું છે, શીલશ્રમણ કે નમ્રતા શ્રમણ નહિ. ક્રોધ કષાયના નાશથી ઉત્પન્ન થતી ક્ષમા એ જ સાધુનું આભૂષણ છે. પ્રશ્ન : વધારે ખતરનાક કોણ? રાગ કે દ્વેષ ? ઉત્તર : અપેક્ષાએ ટ્વેષ ખતરનાક છે. રાગને પ્રભુના પ્રેમમાં વાળી નાખો. તો કામ થઈ જાય. દ્વેષમાં એવું ન થઈ શકે. વળી, દ્વેષ વિધ્વંસક છે. રાગને વીતરાગના રાગમાં રૂપાંતરિત કરીએ તો તે મુક્તિનો માર્ગ બની શકે, પણ દ્વેષનું - રૂપાંતર કરીને તેને મુક્તિમાર્ગ બનાવી શકાય નહિ. - રાગ પ્રભુ તરફ રાખી શકાય, યાવતુ સર્વ જીવો પર રાખી શકાય, પણ દ્વેષ તો કોઈના પર પણ ન રાખી શકાય. રાગનો વ્યાપ વધારીને તેને પ્રશસ્ત બનાવી શકાય. ૮ષમાં આ શક્ય નથી. પ્રભુનો રાગ મોક્ષ આપી શકે, પણ કોના પરનો લેષ મોક્ષ આપી શકે? પ્રભુ પર રાગ થાય તો જ તેમની સાથે એકતા આવી શકે; પણ રાગ જ ન થાય તો ? રાગને જીતવા અનિત્યાદિ ૧૨ ભાવનાઓ છે. દ્વેષને જીતવા મૈત્રી આદિ ૪ ભાવનાઓ છે. આ બધું આપણે જાણીએ છીએ, પણ સમય આવે ત્યારે પ્રયોગ નથી કરતા. એ શીખેલું શા કામનું જે ખરે ટાઇમે કામ ન આવે ? ખરે ટાઇમે ખસી જાય તે ખોપરી શા કામની ? ભાવનારૂપી અનુપાનનો પ્રયોગ જે તમે ન કર્યો તો ધર્મરૂપી ઔષધિ કોઈ ફાયદો નહિ કરે, એમ મહાપુરુષોએ કહ્યું છે. * મન-વચન-કાયાના યોગોને જે અશુભમાં જોડો તો દંડરૂપ બને તેને શુભમાં જોડો તો ઈનામ અપાવી દે. મનદંડ આદિને જીતવા મનોગુપ્તિ આદિ જોઈએ. પાંચ સમિતિ આપણને શુભ પ્રવૃત્તિમાં જોડે છે. ૨૯૮ જ કહ્યું ક્લાપૂર્ણસૂરિએ Page #319 -------------------------------------------------------------------------- ________________ ત્રણ ગુપ્તિ આપણને પ્રવૃત્તિ અને નિવૃત્તિ બન્નેમાં જોડે છે. જો કે આમ ગુપ્તિ નિવૃત્તિ પ્રધાન છે, છતાં શુભ પ્રવૃત્તિ સાવ જ નિષિદ્ધ નથી. ગુપ્તિનો અભ્યાસ એટલે ધ્યાનનો અભ્યાસ. મન આદિ દંડનો અભ્યાસ એટલે દુર્ગાનનો અભ્યાસ. સમાધિ મૃત્યુ માટે આરાધક બનવું પડશે. આરાધક બનવા આ બધું કરવું પડશે. આ બધું અઘરું તો છે, પણ ભવસાગર તરવો હોય તો આ કરવું જ પડશે. બાકી , અનુકૂળતાની શોધમાં જ જીવન પૂરું કરવું હોય તો તમારી મરજી ! પણ એક વાત કહી દઉં : અનુકૂળતાઓ ભોગવવા તો આપણે અહીં નથી જ આવ્યા. અનુકૂળતાઓ તો ઘેર ઘણીએ હતી. મનને અશુભ બનાવનારા, એને દંડરૂપ બનાવનારા રાગ-દ્વેષ જ છે. માટે જ પ્રથમ રાગ-દ્વેષ જીતવાની વાત કહી. રાગ-દ્વેષના આવેશથી ગ્રસ્ત મન જે કાંઈ પણ વિચારશે તે મનોદંડ બનશે, જે કાંઇ પણ વચન નીકળશે તે વચનદંડ બનશે, જે કાંઇ પણ કાયા આચરશે તે કાય-દંડ બનશે. ભોઠ, ગધેડા, ઠોઠ વગેરે શબ્દોના પ્રયોગ વખતે કદી ખ્યાલ આવે છે ઃ આ વચન-દંડ છે ? ““તું ક્યાં શૂળીએ ચડી'તી ?” “તારા શું કાંડા કપાઈ ગયા તા ?” આવું બોલનારને ભવાંતરમાં શૂળીએ ચડવું પડેલું ને બીજાના હાથ કપાયેલા. આ દૃષ્ટાંત આપણે જાણતા હોઈએ તો વચન-દંડનો પ્રયોગ શી રીતે કરી શકીએ ? ' આવા ભગવાનનું શાસન મળ્યા પછી પણ મન-વચન-કાયાની ગહિત પ્રવૃત્તિ ચાલુ રહી તો આપણું ઠેકાણું ક્યારે પડવાનું ? આપણે બીજાને સુધારવા સતત પ્રવૃત્તિશીલ રહીએ છીએ, પણ જાતને તદ્દન બકાત રાખીએ છીએ. હું ઉપદેશ જ આપતો રહું ને મારું જીવન સાવ જ કોરુંધાકોર હોય તો મારું જીવન સાચે જ કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૨૯૯ Page #320 -------------------------------------------------------------------------- ________________ દયનીય છે. આ મન દુષ્ટ ધ્યાન માટે મળ્યું છે? આ વચન દુષ્ટ વચનોના પ્રયોગ માટે મળ્યું છે ? આ કાયા દુષ્ટ પ્રવૃત્તિ માટે મળી છે ? * પ્રશમરતિમાં કહ્યું છે : બીજા પદાર્થોની સારા - નરસાપણા [ગુણ-દોષની વિચારણા અહીં ગુણથી વ્યક્તિ કે વસ્તુનું બાહ્ય શ્રેષ્ઠત્વ લેવાનું છે. જેમ કે આ કેરી સારી છે. આ ગુણ થયો. આ કેરી ખરાબ છે. આ દોષ થયો.] ની વિચારણામાં તમે સમય પસાર કરો છો, તેના કરતાં આત્મધ્યાનમાં ડૂબી જતા હો તો કેટલું સારું ? * અત્યારે, વર્તમાન જીવનમાં સમતા-સમાધિ નહિ રાખીએ તો મૃત્યુ સમયે સમતા-સમાધિ ક્યાંથી રાખી શકીશું ? ટપાલ દ્વારા સમતા-સમાધિ મળી જશે ? ત્યારે સમાધિનું પાર્સલ ઊતરશે ? સમાધિનું પાર્સલ મળી શકતું નથી. તે અંદરથી ઉત્પન્ન કરવી પડે છે. વિહારમાં બીજા પાસે રહેલો પાણીનો ઘડો આપણને કામ લાગી શકે ? આપણી પાસે હોય તો જ ઘડો કામ લાગે, તેમ આપણી અંદર જ સમાધિના સંસ્કારો પડ્યા હોય તો કામ લાગે. વિહારમાં બીજાનો ઘડો પણ કદાચ કામ લાગી શકે, પણ સમાધિ બીજાની કામ ન લાગે. એ તો જાતે જ ઊભી કરવી પડે. * બીજા કોઈને નહિ, ને તમને આ ચારિત્ર કેમ મળ્યું ? ભલે દ્રવ્ય તો દ્રવ્ય, પણ આ ચારિત્ર મળ્યું તો ખરું, સંસાર છોડ્યો તો ખરો, આ ઓછી વાત છે ? પૂર્વ જન્મમાં ચોક્કસ કોઈ પુણ્યાઈ કરી હશે, સાધના કરી હશે ! આટલું ય રોજ વિચારો તોય કામ થઈ જાય. * ભગવાન તમને સારા તો લાગ્યા, પણ હું પૂછું છુંઃ ભગવાન તમને મારા લાગ્યા ? ગુરુ સારા તો લાગ્યા, પણ મારા લાગ્યા ? મારાપણાનો ભાવ જાગે ત્યાં અહોભાવ સહજરૂપે ગોઠવાઈ જાય. * સમાધિ-મરણમાં એ જ નિષ્ણાત બની શકે, જેણે ત્રણ ગુપ્તિ ૩૦૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #321 -------------------------------------------------------------------------- ________________ દ્વારા ત્રણ દંડને રોકેલા હોય, કષાયોને, રાગ-દ્વેષને મંદ પાડેલા હોય. સંસાર કોઈ બહારની ચીજ નથી, આપણી અંદર જ એ બેઠો છે. રાગ-દ્વેષ કષાય વગેરે જ સંસાર છે, જે અંદર જ છે. રાગ-દ્વેષ, કષાય વગેરે મોહરૂપી બાદશાહના બહાદુર સેનાપતિઓ છે. મોહ સીધો લડવા નથી આવતો, પોતાના સેનાપતિઓને મોકલતો રહે છે. બહુ જ કટોકટીની ક્ષણે જ તે લડાઈના મેદાનમાં ઊતરે છે. | * કષાયો ધ્રુવોદયી છે. અવશ્ય ઉદયમાં આવે તે ધ્રુવોદયી કહેવાય. એટલે કે આ કષાયો રોજ પજવનારા શત્રુઓ છે. આજે, અત્યારે પણ એનો હુમલો ચાલુ છે. એની સામે સતત જાગૃતિ સિવાય વિજય મળી શકે નહિ. ચાર કષાયોને નાથવા ચાર મૈત્રી આદિ ભાવનાઓ છે. ક્રોધને જીતવા મૈત્રી ભાવના. માનને જીતવા પ્રમોદ ભાવના. માયાને જીતવા કરુણા ભાવના. લોભને જીતવા માધ્યચ્ય ભાવના ભાવવાની છે. વેર, દ્વેષ, ક્રોધ, ગુસ્સો વગેરે ક્રોધના પર્યાયવાચી શબ્દો જ છે. એ આવતાં જ મૈત્રીનો તાર તૂટી જાય છે. વિચારો : આ ચાર કષાયો ન હોત તો આ સંસાર કેવો હોત ? સુખમય ? હું કહું છું ઃ કષાય ન હોત તો સંસાર જ ન હોત. કષાયથી છૂટ્યા એટલે સંસારથી છુટ્યા. 'कषायमुक्तिः किल मुक्तिरेव ।' કષાયમાંથી જેટલા અંશે મુક્ત થતા જઈએ તેટલા અંશે આપણને જીવન્મુક્તિના સુખનો અનુભવ થતો જાય. કષાય-ગ્રસ્ત માણસને ચારેબાજુ નિરાશા, હતાશા વગેરે દેખાય. જીવન્મુક્ત આત્માને ચારે બાજુ આનંદ ને પ્રસન્નતા જ દેખાય. કહ્યું કલાપૂર્ણસૂરિએ ૩૦૧ Page #322 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા વૈશાખ વદ-૮ ૨૬-૫-૨૦૦૦, શુક્રવાર * ઘોર જંગલમાં તમે ભૂલા પડ્યા હો, કોઈ લુંટારાઓએ તમને લુંટીને આંખે પાટા બાંધ્યા હોય, તમે ભૂખ્યા - તરસ્યા હો, એ વખતે કોઈ સાહસિક માણસ આવીને લુંટારાઓને પડકાર : ખબરદાર ! આ મુસાફરોનું નામ લીધું છે તો ! છોડી દો આંખોના પાટા ! મૂકી દો એમને !” તો આપણને કેટલો આનંદ થાય ? અત્યારે આપણી આવી જ હાલત છે. સંસારના જંગલમાં ભૂલા પડેલા છીએ. રાગ-દ્વેષના લુંટારાઓએ લુંટી લીધા છે. આંખે જ્ઞાનાવરણીય કર્મનો પાટો બાંધ્યો છે. ભગવાન આવીને આપણને બચાવે છે. ભગવાન સૌ પ્રથમ અભય આપે છે : અમરાઈi | ત્યારપછી આંખો પરના પાટા હટાવે છે : વઘુવયાdi | પછી માર્ગ બતાવે છે : મહિયા | પછી શરણું આપે છે : સYUવયાપ | પછી બોધિ આપે છે : વોદિયા | આવા ભગવાન મળ્યાનો આનંદ કેટલો હોય ? આવા ભગવાન મળ્યા પછી પણ જો પ્રમાદ કર્યો તો આપણા જેવા દયનીય બીજા કોઈ નહિ હોય. મોટા ચૌદપૂર્વી પણ પ્રમાદ કરે તો ઠેઠ નિગોદમાં પહોંચે, ૩૦૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #323 -------------------------------------------------------------------------- ________________ અનંતા ચૌદપૂર્વીઓ નિગોદમાં છે. એ વાત સતત યાદ રહે તો પ્રમાદ શાનો થાય ? સતત અપ્રમત્ત રહેવું એ જ સાધનાનો સાર છે. જીવનમાં સતત અપ્રમત્ત રહેનારો જ મૃત્યુ સમયે અપ્રમત્ત રહી શકે છે. અપ્રમત્ત અવસ્થા એટલે જાગૃતિમય અવસ્થા ! મૃત્યુ સમયે સંપૂર્ણ જાગૃતિ હોય તો જ મૃત્યુ જીતી શકાય, મૃત્યુમાં સમાધિ રાખી શકાય. જે મૃત્યુની ક્ષણ ચૂક્યા તો બધું જ ચૂક્યા ! મૃત્યુની ક્ષણે સમાધિ રાખવાની કળા રાધાવેધની કળા કરતાં પણ મુશ્કેલ છે, એ ભૂલશો નહિ. આજે રાત્રે જ આપણું મૃત્યુ થવાનું હોય તો આપણે એ માટે તૈયાર છીએ ? આજે, અત્યારે જ, મૃત્યુ થાય તો પણ તૈયાર હોય તેને જ મુનિ કહેવાય. મૃત્યુનો શો ભરોસો ? એ ગમે ત્યારે આવી શકે. આવતાં પહેલા એ FAX કે PHONE નહિ કરે. અરે... એના પગલાનો અવાજ પણ નહિ સંભળાય, એ સીધું જ તમારા પર ત્રાટકી પડશે. એવું ઘણીવાર બન્યું પણ છે. અષાઢાભૂતિ નામના આચાર્ય પોતાના શિષ્યોને જોગ કરાવતા હતા ને રાત્રે અચાનક મૃત્યુ પામ્યા. શિષ્યોને ખબર પડે, એ પહેલા જ દેવ બનેલા તેમણે પોતાના મૃત કલેવરમાં પ્રવેશ કર્યો ને આગાઢ જોગ પૂરા કરાવ્યા. દેવનો જીવ તો જતો રહ્યો, પણ શિષ્યોમાં સંશયના બી વાવતો ગયો. આથી મુંઝાયેલા શિષ્યોએ બધાને વંદન કરવાનું પણ બંધ ! શી ખબર ? કોઈ દેવનો આત્મા પણ હોય ! જેમ આપણા આચાર્યશ્રી હતા. આ મત કેટલોક કાળ ચાલ્યો, પછી કોઈએ તેમને સમજાવતાં એ શિષ્યો સન્માર્ગે આવ્યા. અવ્યક્ત નામનો આ નિફનવ હતો. તો, મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે. ટ્રેન, પ્લેન કે બસનો સમય નિશ્ચિત કહી શકાય, પણ મૃત્યુનો કોઈ સમય નિશ્ચિત નથી. ટ્રેન વગેરેને તો હજુ રોકી શકાય, પણ મૃત્યુને ન રોકી શકાય. ડૉક્ટરનું કોઈ જ ઈજેક્ષન મૃત્યુને ન રોકી શકે. વકીલ કોઈ કેસ સામે સ્ટે ઓર્ડેર આપી તેને સ્થગિત કરી શકે, પણ મૃત્યુને સ્ટે ઓર્ડેર આપીને કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૩૦૩ Page #324 -------------------------------------------------------------------------- ________________ રોકનારો કોઈ વકીલ હજુ સુધી પાક્યો નથી. મૃત્યુ તો નિશ્ચિત છે જ. હવે સવાલ એ છે કે એ સમાધિમય શી રીતે બને ? એ વખતે જો કોઇ કષાયો આવી ગયા તો... ? કષાયો કૂતરા જેવા છે. વગર બોલાવ્યે આવતા મહેમાન જેવા છે. અરે, લાકડી મારીને કાઢો તો પણ આવી જાય તેવા આ કષાયો છે. કૂતરાનો આવો જ સ્વભાવ છે ને ? એક વખત સાદડીમાં (વિ.સં.૨૦૩૨) ચાલુ માંડલીમાં જ એક કૂતરાએ આવીને એક મુનિના પાત્રામાંથી મેથીનો લાડવો ઉઠાવી લીધેલો. કોઈ સાધુ અટકાવી ન શક્યા. કષાયો પણ આ કૂતરા જેવા છે, જે મહામુશ્કેલીએ મેળવેલા સમતાના લાડવાને ઊઠાવી જાય છે. મૃત્યુ વખતે આ કષાયોથી ચેતવાનું છે. અત્યારથી જો કષાયોને મંદ કરવાની સાધના કરી હશે તો મૃત્યુ સમયે કષાયની મંદતા રહી શકશે, સમતા જાળવી શકાશે. કષાય-જય માટે ઈન્દ્રિય-જય કરવો પડે. ઈન્દ્રિય-જય કર્યો નથી તેણે કષાય-જયની આશા છોડી દેવી જોઈએ. ડાયાબિટિશના દર્દીને મિષ્ટાન્ન ઈષ્ટ છે, પણ હિતકર નથી, તેમ ઈન્દ્રિયોના વિષયો ઈષ્ટ હોવા છતાં હિતકર નથી - એમ જે માનીને જ્ઞાનના અંકુશથી ઈન્દ્રિયોનું નિયંત્રણ કરે છે, તે જ કષાયો પર નિયંત્રણ કરી શકે છે. ઈન્દ્રિયનો નિગ્રહ જ્ઞાની જ કરી શકે. તીક્ષ્ણ જ્ઞાન, સતત જાગરૂક અવસ્થામાં રહેતું મન જ ઈન્દ્રિયોનું નિયંત્રણ કરી શકે. જ્ઞાનથી અહીં માહિતીવાળું જ્ઞાન નથી લેવાનું, પણ હૃદયથી ભાવિત થયેલા જ્ઞાનની અહીં વાત છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ ઉપા. યશોવિજયજી છે. મહાન જ્ઞાની હતા સાથે સાથે તેવા જ પ્રભુભક્ત પણ હતા. એમનું જ્ઞાન ભાવિત - અવસ્થામાં પહોંચેલું કહી શકાય. ભાવિત જ્ઞાન ન હોય તો જ્ઞાનસાર જેવી ઉત્કૃષ્ટ રચના થઈ શકે નહિ. એમની જ્ઞાનસાર ૩૦૪ × કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #325 -------------------------------------------------------------------------- ________________ જેવી કૃતિથી જ એમનું હૃદય કેવું હતું ? તે સમજાય છે. આથી જ આવા ગ્રંથો [જ્ઞાનસાર, ઈન્દ્રિય પરાજય શતક, વૈરાગ્ય-શતક, સિન્દર પ્રકરણ વગેરે ગ્રંથો] અમને અમારા પૂ. આચાર્ય ભગવંતે કંઠસ્થ કરાવ્યા. કારણ કે વૈરાગ્યથી ભાવિત બનેલું હૃદય જ આરાધક બની શકશે. પૂ. પં. ભદ્રંકરવિજયજી મ. કહેતા : જ્ઞાનસાર કરતાં પહેલા યોગશાસ્ત્રના ૪ પ્રકાશ અને અધ્યાત્મસાર ગ્રંથો કંઠસ્થ કરો. અથવા વાંચો. જ્ઞાનસાર નિશ્ચય પ્રધાન છે. - વ્યવહારમાં નિષ્ણાત બન્યા પછી જ નિશ્ચયમાં પ્રવેશ કરવાનો છે. તળાવ તરવામાં નિષ્ણાત બન્યા પછી જ દરિયો તરી શકાય. સીધા જ નિશ્ચય પ્રધાન ગ્રંથો વાંચવા લાગશો તો ઉન્માર્ગે ચાલ્યા જશો. નિશ્ચય નય પ્રમાદીને બહુ જ ગમે. આવા માણસો નિશ્ચય નય દ્વારા પ્રમાદનું પોષણ જ કરશે. તપ વગેરેથી દૂર જ રહેશે. આવા માણસો માટે શાસ્ત્ર શસ્ત્ર બની જશે. કાનજી મતમાં આવું જ થઈ ગયું છે. નિશ્ચયપ્રધાન સમયસાર ગ્રંથ લઈને બેસી ગયા. * જ્ઞાનસાર - ઈન્દ્રિયયાષ્ટકમાં કહ્યું છે : બિચારા મૂઢ માણસો પર્વતની પીળી માટીને સોનું સમજીને તેની પાછળ દોડે છે, પણ અનાદિ અનંદ જ્ઞાન-ધન, જે સદા અંદર જ પડેલું છે, તેની સામેય જોતા નથી. માણસને ખબર પડી જાય કે ઘરમાં જ ખજાનો દટાયેલો છે, તો એ એમને એમ બેસી રહે ? કે કોદાળી લઈને ખોદવા મંડી જાય ? આપણી અંદર અનંત ઐશ્ચર્ય ભરેલું છે - અંદર પરમાત્મા બેઠા છે, એવું જાણવા છતાં આપણે નિષ્ક્રિય બેઠા છીએ. આપણા અનંત ખજાનાને અનંત કર્મ-વર્ગણાઓ ઢાંકીને બેઠેલી છે. આથી આપણે એ ખજાનાને જોઈ શકતા નથી, જોઈ તો નથી શકતા, પણ “ખાનો છે” એવી શ્રદ્ધા પણ નથી કરી શકતા. જ્ઞાનસાર કંઠસ્થ કરેલો હોય તે દરેકને ખાસ સૂચના : આ કહ્યું કલાપૂર્ણસૂરિએ ક ૩૦૫ Page #326 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ ઠેઠ સુધી ટકાવી રાખજો. જ્યારે તમે સાધના-માર્ગમાં પ્રવેશ કરશો ત્યારે આ ગ્રંથમાંથી અપૂર્વ ખજાનો મળશે. સાધના માટેનું માર્ગદર્શન મળતું રહેશે. જ્ઞાનનું અંકુશ જેટલું મજબૂત તેટલું ઇન્દ્રિયોનું નિયંત્રણ મજબૂત. . જ્ઞાનને મજબૂત બનાવવા ભક્તિ મજબૂત બનાવો. ભક્તિ જેટલી તીવ્ર હશે, જ્ઞાન તેટલું વિશુદ્ધ બનશે. નામ લેતાં જ ભગવાન યાદ આવે, હૃદય ગદ્ગદ્ બની ઊઠે, એટલે સુધી ભક્તિને ભાવિત બનાવો. નામ રહંતાં આવી મિલે, મન ભીતર ભગવાન...” માનવિજયજીના આ ઉગારો આપણા પણ બની જાય, એટલી હદ સુધી હૃદયમાં ભક્તિને પ્રતિષ્ઠિત કરો. દેહને પાંખ મળે ને સાક્ષાત્ સીમંધર સ્વામીને આપણે મળી શકીએ કે મનને આંખ મળે તો મળી શકીએ, એવું બનતું નથી. ભગવાનને મળવાના અત્યારે બે જ માધ્યમો છે : ભગવાનનું નામ અને ભગવાનની મૂર્તિ...! પાંચ પરમેષ્ઠી તરફ અથાગ પ્રેમ કરજો. એમનો પ્રેમ આપણી પાંચેય ઇન્દ્રિયોની કામના તોડી નાખશે. પાંચ ઇન્દ્રિયોના શબ્દાદિ પાંચ વિષયો, પાંચ પરમેષ્ઠીઓ દ્વારા ઊર્ધીકરણ પામી શકે. અરિહંતની વાણીથી શબ્દ અરૂપી સિદ્ધોના રૂપથી રૂપ, આચાર્યોની આચાર-સુરભિથી ગંધ, ઉપાધ્યાયોના જ્ઞાન-રસથી રસ અને સાધુ ભગવંતના ચરણસ્પર્શથી સ્પર્શનું ઊર્ધીકરણ થશે. ૩૦૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #327 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા વૈશાખ વદ-૯ ૨૭-૫-૨૦૦૦, શનિવાર * વીખરાયેલા ફૂલો સાચવી શકાતા નથી, વીખરાઈ જાય છે. વીખરાયેલા ફૂલોને સાચવવા હોય તો માળા બનાવવી પડે. પુષ્પમાળાને તમે સુખપૂર્વક કંઠમાં ધારણ કરી શકો. ભગવાનના વેરાયેલા વચનપુષ્પોની ગણધર ભગવંતોએ માળા બનાવી છે, જેને આજે આપણે આગમ કહીએ છીએ. આગમ એટલે તીર્થંકરોએ વેરેલા વચન-પુષ્પોમાંથી ગણધરોએ બનાવેલી માળા ! * ત્રણ તીર્થ છે : (૧) દ્વાદશાંગી (૨) ચતુર્વિધ (૩) પ્રથમ ગણધર. આ તીર્થની આરાધના કરનાર અવશ્ય મોક્ષગામી બને. ઉત્કૃષ્ટ આરાધના તે જ ભવે મોક્ષ આપે. ' * તમે મુશ્કેલીથી ગોચરી લાવો ને મંગાવનાર વાપરે નહિ તો તમને કેટલું દુઃખ થાય ? ગણધરોએ આટલા પરિશ્રમથી આગમો ગુંથ્યા, પૂર્વાચાર્યોએ ટકાવ્યા, ગુરુદેવોએ ઉપદેશ્યા. ને આપણે એ પ્રમાણે જીવીએ નહિ, જીવવા પ્રયત્ન કરીએ નહિ, પ્રયત્ન કરવાનું દુઃખ પણ રાખીએ નહિ તો તે મહાપુરુષોને કેટલું દુઃખ થતું હશે ? કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૩૦૦ Page #328 -------------------------------------------------------------------------- ________________ મંગાવનાર ગોચરી ન વાપરે તો લાવનારનો ઉત્સાહ મંદ પડી જાય. તમે અમારી વાત ન સાંભળો, જીવનમાં ન ઉતારો તો અમારો. ઉત્સાહ મંદ ન પડે ? * “અહો ! અહો ! સાધુજી સમતાના દરિયા....!” સાધુને સમતાના સમુદ્ર કહ્યા છે. સમુદ્ર ન બનો તો કાંઈ નહિ, સરોવર તો બનો, કૂવા તો બનો... એ પણ ન બને તો ખાબોચીયું તો બનો. સમતાનો છાંટોય ન હોય એવું સાધુપણું શા કામનું ? ઝાંઝવાના જળ દૂરથી જળની ભ્રાન્તિ કરાવે, પણ પાસે જઈને જુઓ તો કાંઈ નહિ. આપણી સમતા આવી ભ્રામક નથી ને ? સમતાના સમુદ્રના નામે કેવળ મૃગતૃષ્ણા નથી ને ? * જળ તરસ, દાહ, મલિનતા દૂર કરે. અગ્નિ ઠંડી દૂર કરે. પવન પ્રાણ બને. ધરતી આધાર આપે. વૃક્ષ ખોરાક, મકાન, છાયા, ફળ વગેરે આપે. વાદળ પાણી આપે. સૂરજ પ્રકાશ આપે. ચન્દ્ર શીલતતા આપે. ચંદન સુવાસ આપે. સાધુ શું આપે ? અભયદાન, જ્ઞાન-દાન. અન્નદાન કે ધનદાનથી ક્ષણિક તૃપ્તિ થાય, પણ જ્ઞાનદાન કે અભયદાનથી થાવજીવ તૃપ્તિ થાય. સર્વ જીવોને અભયદાન આપનારો સાધુ સમગ્ર બ્રહ્માંડમાં શાન્તિની ઉદ્ઘોષણા કરે છે. સાધુ જાહેર કરે છે : હું હવે કોઈને ત્રાસરૂપ નહિ બનું. ૩૦૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #329 -------------------------------------------------------------------------- ________________ તમને ખબર છે : કેટલાકનું અસ્તિત્વ જ ત્રાસરૂપ હોય છે ? એ કાંઈ ન કરે, એ જ એમની મોટી સમાજ-જોવા કહેવાય. ખરેખર જોઈએ તો બધા જ સંસારી જીવનું અસ્તિત્વ જ બીજા જીવો માટે ત્રાસરૂપ છે. સંસારમાં રહેવું ને બીજાને ત્રાસ ન આપવો શક્ય જ નથી. માટે જ સંસારથી જલ્દી છુટીને મોક્ષે જવાનું છે. મોક્ષે ગયેલા સિદ્ધો કોઈને ત્રાસરૂપ બનતા નથી. આ પણ જગતની મોટી સેવા છે. આપણે મોક્ષમાં જઈશું તો આ જગતની મોટી સેવા ગણાશે. આપણા નિમિત્તે જગતને થતો ત્રાસ તો કમ સે કમ અટકશે. સાધુએ આ માર્ગે પગલા ભર્યા છે. માટે જ સાધુ અભયદાન આપીને જગત પર મોટો ઉપકાર કરે છે. - સાધુ કોઈને ભય ન આપે તો તેને પણ ભય કોણ આપે ? બીજને ભયભીત કરનારો સ્વયં પણ ભયભીત જ હોય. બીજાને અભય આપનારો સ્વયં પણ અભય જ હોય ! સાધુ કેવા હોય ? “સત્તાવિરહિણો !' સાતેય ભયસ્થાનથી સાધુ રહિત હોય. * તમને ગરમી લાગે છે ? ગરમી લાગતી હોય તો સમજવું ઃ વાચનામાં મન નથી લાગ્યું. મન લાગી ગયું હોય તેને ગરમી શું ? પવન શું ? મને પૂછો તો કહું : ગરમીનો વિચાર નથી આવતો. ગરમીનો વિચાર આપણા ચિત્તની અનેકાગ્રતાને જણાવે છે. * તમે દેવ-ગુરુના દાસ બની ગયા તો સમજી લો : મોહ કશું નહિ કરી શકે. કર્મોનો સરદાર મોહ છે. ભગવાન અને ગુરુની કૃપાથી જ મોહ જીતી શકાય. માપતુષ મુનિ પાસે શું હતું? બુદ્ધિના નામે મીંડું હતું. તત્ત્વ તો વધુ શું સમજે ? બે વાક્ય પણ કંઠસ્થ કરી શકતા ન્હોતા. કયા આધારે તેઓ કેવળજ્ઞાન પામ્યા ? ગુરુકૃપાના આધારે. મોહ જાય પછી જ્ઞાનાવરણીય - દર્શનાવરણીય વગેરે કર્મોને જવું જ પડે. સરદાર મરે પછી સૈનિકો ક્યા સુધી લડવાના ? બારમા ગુણઠાણે તમે ક્ષીણમોહી બન્યા, મોહને સંપૂર્ણ હણી કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૩૦૯ Page #330 -------------------------------------------------------------------------- ________________ નાખ્યો એટલે તરત જ જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મો કહી દેશે : અમે આ ચાલ્યા. અમારો સરદાર મરી ચૂક્યો છે. હવે અમારું મૃત્યુ નિશ્ચિત છે. જ્ઞાનાવરણીયાદિ કર્મ હટતાં જ ૧૩મા ગુણઠાણે કૈવલ્ય પ્રકાશ ઘટમાં રેલાય છે. બારમા ગુણઠાણે વીતરાગતા આવી. વીતરાગતા આવતાં જ તેરમા ગુણઠાણે સર્વજ્ઞતા મળે જ. સાધના વીતરાગતા માટે કરવાની છે, સર્વજ્ઞતા માટે નહિ. સર્વજ્ઞતા તો વીતરાગતા માટેનું ઈનામ છે ! જે આત્મા વીતરાગ બને એના કંઠે સર્વજ્ઞતા, ફૂલની માળા થઈને પડે. | * અભિમાન જાય નહિ ત્યાં સુધી કામ થાય નહિ. મોહની આખી ઈમારત અહંકાર પર ઊભી છે. માટે જ પહેલા નવકાર આપવામાં આવે છે. નમસ્કાર સૌ પ્રથમ અહંકાર-વૃક્ષના મૂળ પર જ કુઠારાઘાત કરે છે. અહંકાર નષ્ટ થતો જાય તેમ તેમ વિનય આવતો જાય. વિનય આવતો જાય તેમ તેમ બીજા ગુણો આવતા જાય. કારણ કે વિનય ગુણોનો પ્રવેશ-દ્વાર છે. અહંકારથી અશુદ્ધિ વધે. વિનયથી શુદ્ધિ વધે. ગુણી પુરુષો પ્રત્યે વિનય-પ્રમોદ વધે તેમ તેમ તે ગુણો આપણામાં આવતા જાય, ક્લિષ્ટ કર્મો બળીને ભસ્મ થઈ જાય. માટે જ નમસ્કાર ભાવ ૧૪ પૂર્વોનો સાર ગણાયો છે. એક નમસ્કારભાવ આવી જાય તો બીજા બધા જ ગુણો સ્વયમેવ આવવા માંડે છે. સેવા, પૂજા, ગુણાનુરાગ, વિનય, વંદન વગેરે નમસ્કારના જ પર્યાયવાચી શબ્દો છે. યોગોદ્વહન શું છે? નમસ્કાર ભાવની તાલીમ છે. દરેક ઉદ્દેશા પૂર્વે તમારે ખમાસમણા આપવાના જ, તમારે ઝૂકવાનું જ. ૩૧૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #331 -------------------------------------------------------------------------- ________________ ખમાસમણા નમસ્કારનું પ્રતીક છે. વિનયપૂર્વક ગ્રહણ કરાયેલી વિદ્યા જ ફળદાયી બની શકે. એ જ યોગોહન દ્વારા શીખવાનું છે. યોગોદ્વહનની સંપૂર્ણ પ્રક્રિયા આપણા ભાવરોગની દવા છે. ઈન્દ્રિય, કષાય વગેરે પર નિયંત્રણ કરવાની તાલીમ યોગોદ્વહન દ્વારા મળે છે. * જે પાપની નિંદા-ગર્તા-પ્રતિક્રમણ ન થાય, એ પાપ એટલું બદ્ધમૂલ બની જાય કે આ ભવમાં તો નહિ, ભવાંતરમાં પણ ન જાય. માટે જ જ્ઞાનીઓએ આપણને પાપોથી બચાવવા આલોચના - પ્રાયશ્ચિત્તનું વિધાન કરેલું છે. જે પાપની આલોચના કરવાનું મન ન થાય તે પાપ નિકાચિત થયેલું સમજવું. નિકાચિત એટલે એવું પાપ કે જે ફળ આપ્યા વિના જાય જ નહિ. ગુણ જેમ ગુણના અનુબંધવાળા બને તેમ દોષ, દોષના અનુબંધવાળા બને. મૃત્યુ પહેલા અંદર પડેલા શલ્યો કાઢવા જ પડશે. એ વિના સમાધિ-મૃત્યુ મળે, એવી આશામાં રહેતા નહિ. આલોચના નહિ થવા દેનાર, ગુરુ પાસે પાપ પ્રગટ નહિ થવા દેનાર અહંકાર છે. પાપીથી પાપી છું, નીચથી પણ નીચ છું.” એવું સંવેદન દેવ-ગુરુ પાસે કરી શકીએ એવી મનઃસ્થિતિ ન બને ત્યાં સુધી સમજવું ઃ હજુ અંદર અહંકાર બેઠો છે. અહંકાર હોય ત્યાં ધર્મ શી રીતે આવે ? અહંકારના આઠ અડા છે. એને આપણે મદના આઠ સ્થાનરૂપે ઓળખીએ છીએ. પૂ. કનકસૂરિજી બહુ જ મધુર અવાજે સક્ઝાય બોલતા : “મદ આઠ મહામુનિ વારીએ...” સાંભળતાં એટલો આનંદ આવે... આજે પણ એ મધુર ક્ષણોનું સ્મરણ થાય છે ને હૃદય ગદ્ગદ્ બની ઊઠે છે. કહ્યું ક્લાપૂર્ણસૂરિએ જ ૩૧૧ Page #332 -------------------------------------------------------------------------- ________________ આ સક્ઝાયમાં આઠેય મદોના ઉદાહરણો આપેલા છે : 1 જાતિના મદથી હરિકેશી. લાભના મદથી સુભૂમ. T કુલના મદથી મરીચિ. D ઐશ્વર્યના મદથી દશાર્ણભદ્ર. T બલના મદથી વિશ્વભૂતિ. રૂપના મદથી સનકુમાર. I તપના મદથી દૂરગડુ. | શ્રુતના મદથી સ્થૂલભદ્ર કલેશ પામ્યા છે, એમ એ સક્ઝાયમાં જણાવ્યું છે. આપણે એવા “નમ્ર' છીએ કે જાણે કોઈ જ મદ નડતો જ નથી ! ગુણનો મદ ન કરાય તેમ દોષનો પણ મદ ન કરાય ! જે દોષનો મદ કરો તે દોષ જડબેસલાક બની જાય ને જે ગુણનો મદ કરો તે તમારી પાસેથી ચાલ્યું જાય – આ નિયમ સતત યાદ રાખજો. લોગરસની આરાધના “લોગસ્સ કલ્પ'માં પ્રથમ ગાથા પૂર્વદિશામાં જિનમુદ્રાએ ૧૪ દિવસ તેના બીજ મંત્રો સહિત ૧૦૮ વાર ગણવાનું વિધાન છે. તે મુજબ ગણવાથી અને તેના ઉપસંહાર રૂપ છઠ્ઠી ગાથા બેસીને ૧૦૮ વાર ગણવાથી એક પ્રકારની અદ્દભુત શાન્તિ અનુભવાય છે. ૩૧૨ જ કહ્યું ક્લાપૂર્ણસૂરિએ Page #333 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા વૈશાખ વદ-દ્વિ-૯ ૨૮-૫-૨૦૦૦, રવિવાર ★ जो पंच इंदियाइं सन्नाणी विसयसंपलित्ताई ।। नाणंकुसेण गिण्हइ, सो मरणे होइ कयजोगो ॥१३६।। * જિન-વચનમાં જેને આદર થયો તેનો યશ ચોમેર પ્રસરે જ, અંતતઃ મોક્ષ પણ મળે જ. 'जइ इच्छह परमपयं, अहवा कित्तिं सुवित्थडं भुवणे । ता तेलुक्कुद्धरणे, जिणवयणे आयरं कुणह ॥ જિન-વચનનો આદર કરીએ તો મોક્ષ છે. જિન-વચનનો અનાદર કરીએ તો સંસાર છે. આદર કરવો એટલે હૃદયથી સ્વીકારવું ? પ્રભુ....! આપ કહો તેમ જ છે. તે જ સાચું છે. “સેવં અંતે સેવં અંતે તમેવ સઘં .” ભગવતીના દરેક ઉદ્દેશાના અંતે ભગવાનને ગૌતમ સ્વામી કહે છે : પ્રભુ....! આપ કહો છો તેમ જ છે, તે જ સાચું છે. શ્રદ્ધા અને બહુમાનપૂર્વક અનુષ્ઠાન કરવામાં આવે તો જ કર્મનિર્જરા થાય. કર્મ-નિર્જરા થાય તો જ આનંદ વધે. આનંદ કેટલો વધ્યો ? જેટલો આનંદ વધતો જતો હોય તેટલા પ્રમાણમાં કર્મનિર્જરા થઈ, એમ માનજો. આ આનંદ સમતાજન્ય હોવો જોઈએ. કહ્યું કલાપૂર્ણસૂરિએ કે ૩૧૩ Page #334 -------------------------------------------------------------------------- ________________ મમતાજન્ય મલિન આનંદની અહીં વાત નથી. * સાધુને અશન-પાન બે જ બસ હોય. ખાદિમ-સ્વાદિમની સાધુને શી જરૂર ? એમાંય સાધુની ભક્તિના નામે જ ચાલતું હોય ત્યાં આપણાથી જવાય જ શી રીતે ? જઈએ તો જિન-વચનનો આદર રહ્યો ક્યાં ? અહીં અનુકૂળતા ઘણી છે. અનુકૂળતા પતનનો માર્ગ છે. પૂ. કનકસૂરિજી મ. એટલે જ કહેતા : પાલીતાણામાં બહુ રહેવા જેવું નહિ. યાત્રા કરીને રવાના થઈ જવું. દોષિત ગોચરી આવતી હોય, જેનો પરિહાર અશક્ય પ્રાયઃ લાગતો હોય તો કમ સે કમ ત્યાગ તો હોવો જોઈએ ! ફળાદિનો ત્યાગ તો કરી શકાય ને ? પૂ. પ્રેમસૂરિજી મ. જેવાને તો દીક્ષાના દિવસથી જ જીવનભર ફળનો ત્યાગ હતો. ૨૦ વર્ષ પહેલા તો અમારા આ બે મહાત્માઓ ગોચરી માટે ઠેઠ ગામમાં જતા. કોઈ ભક્તિ માટે આવે ને મહાત્માઓની લાઈન લાગે ? કેવું બેહુદું દશ્ય ? મહાત્માઓ તો એમ કહે : અમારે ખપ નથી. વર્તમાન જોગ ! મારી આ વાતો સંભળાય છે ને ? નહિ તો લોકો કહેશે : વાચનાઓ તો ઘણી સાંભળે છે, પણ આચરણમાં કશું જ નથી. ગૃહસ્થોને આપણે કહીએ છીએ : 'अन्यस्थाने कृतं पापं, तीर्थस्थाने विमुच्यते । तीर्थस्थाने कृतं पापं, वज्रलेपो भविष्यति ॥ ' આ વાત આપણને લાગુ ન પડે ? સાધુને શાની જરૂર ? આત્મલાભ કરતાં બીજો કયો મોટો લાભ છે ? જેટલો તમે ત્યાગ કરશો, વસ્તુઓ તમારી પાછળ દોડશે. જેટલી સ્પૃહા કરશો, વસ્તુઓ તમારાથી દૂર ભાગશે. સંયમ પર જરા તો ભરોસો રાખો : સંયમમાં ઉપકારી ચીજની જ્યારે જ્યારે જરૂર પડશે, ત્યારે મળી જ રહેશે. તમને ભરોસો નથી ? ક્યારેય કપડા વગર રહેવું પડ્યું છે ? ૩૧૪ * કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #335 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થો રૂપિયા ભેગા કર્યા જ કરે, જરૂર ન હોય તો પણ એકઠા કર્યા જ કરે, તેમ આપણે પણ મળતી ચીજો એકઠા કરતા જ રહેવાનું ? તો ગૃહસ્થ અને સાધુમાં ફરક ક્યાં રહ્યો ? યાદ રાખો : સ્પૃહા દુઃખ છે. નિઃસ્પૃહતા મહાસુખ છે. સુખ અને દુઃખની આ સંક્ષિપ્ત વ્યાખ્યા નજર સામે રાખીને જીવવામાં આવે તો જીવન કેટલું સુંદર બની જાય ? એકલા ફુટની ભક્તિમાં આપણાથી જવાય જ શી રીતે ? પૂિજયશ્રીની વાત બધાળા 8Iો પડે માટે વૂતા આશ્ચાર્યશ્રીએ ઊભા થઈને ૪હ્યું ઃ ] એવું કોઈ સ્થાન નથી જ્યાં આટલી સંખ્યામાં આપણે રહી શકીએ. એટલે જ પૂજ્યશ્રીએ આ સ્થાન પસંદ કર્યું છે. આવી ઉત્તમ વાચનાઓ દ્વારા જીવન શુદ્ધ અને શુભ બને, માટે અહીં ચાતુર્માસ ગોઠવ્યું છે. આપણી નાની-મોટી ભૂલોની અસર નાનાને નહિ, મોટાને જ થતી હોય છે. નામ તો મોટાનું જ આવે. અમે પૂજ્યશ્રીને કહ્યું ઃ આપ જે કાંઈ પણ કહેવા માંગતા હો તે વાચનામાં જ જણાવો. બધા વિનીત છે જરૂર માનશે. વધુ કાંઈ ન કરી શકીએ તો કમ સે કમ આટલું કરો ? જેઓ એમ કહી જતા હોય કે “આજે કેરીની કે રસની ભક્તિ છે. ત્યાં તો ન જ જવું. ચાતુર્માસ નિમિત્તે બીજી ચીજો પણ વહોરાવવા ગૃહસ્થો આવવાના છે. ... તો જેટલી જરૂરિયાત હોય તે અહીં પૂજ્યશ્રીને જણાવજો. અહીં શરમ રાખવાની જરૂર નથી. બાપ આગળ પુત્રીઓને શરમાવાનું ન હોય. - પૂજ્યશ્રીની આ ટકોરનો તમે સારો પ્રતિભાવ આપશો, એવો કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૩૧૫ Page #336 -------------------------------------------------------------------------- ________________ વિશ્વાસ છે. [શયલ ભકિતમાં નહિ જવાની પ્રતિજ્ઞા અપાઈ. માંદગી શિવાય ફળની પ્રતિજ્ઞા અપાઈ.] ઉપવાસના પારણા કે માંદગી સિવાય નવકારશી પણ બંધ કરવા જેવી છે. પૂજ્યશ્રી : પૂ. કનકસૂરિજી મ.ના નિયમ યાદ રાખજો : આ ચાતુર્માસ પછી હવે કોઈએ અહીં ચાતુર્માસ માટે રહેવું નહિ. હવેથી કોઈને અહીંના ચાતુર્માસ માટે મંજુરી નહિ મળે. સૂર્યાસ્ત પછી બહાર ન રહેવું. સૂર્યાસ્ત પહેલા જ વસતિમાં દાખલ થઈ જવું, એવો ક્રમ ગોઠવશો. + અષ્ટ પ્રવચન માતાના ખોળામાં રહેલા સાધુને કોઈ જ ભય ન હોય. આબરૂ, અપયશ વગેરે કોઈ જ ભય ન હોય. ભગવાને નિયમો જ એવા બતાવ્યા છે કે આ માર્ગે ચાલતાં ભય લાગે જ નહિ. પ્રભુ-સેવાનું પ્રથમ ચરણ જ આ છે : અભય ! “સેવન કારણ પહેલી ભૂમિકા રે; અભય અદ્વેષ અખેદ...'' પૂ. આનંદઘનજી કૃત સંભવનાથનું સ્તવન. * આચાર્યાદિ કોઈ પદ મળવાથી મુક્તિ-માર્ગ નિશ્ચિત નથી થતો, તેના માટે ગુણો મેળવવા પડે છે. લાંચ આપીને તમે ડૉક્ટરી સર્ટિફિકેટ મેળવી શકો, પણ મરતા દર્દીને બચાવી નહિ શકો. ગુણ વિનાની તમારી પદવીઓ મોક્ષ નહિ આપી શકે. * રોજ આપણે બોલીએ છીએ : હે જીવ મા-બાપ ! અમારી ઉદ્ઘોષણા સાંભળો : ““આજે અમે જાહેર કરીએ છીએ. અમને સર્વ જીવો સાથે મૈત્રી છે. કોઈની સાથે વેર નથી. અમે સૌને ખમાવીએ છીએ. સૌ જીવો પણ અમને ખમાવો.” [વામિ સવ્ય નીવે.] ૩૧૦ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #337 -------------------------------------------------------------------------- ________________ આમાં મૈત્રી-ભાવના ઉત્કૃષ્ટ ઉદ્ગારો છે. મૈત્રી ભાવયુક્ત સાધક સદા અભય હોય. * બ્રહ્મચારીની પ્રશંસા દેવલોકમાં પણ થાય. સીતાજીની અગ્નિ-પરીક્ષા વખતે દેવો પણ જોવા આવેલા. અગ્નિની શી તાકાત કે એ મહાસતીને સળગાવી શકે ? જ્ઞાનના અધિષ્ઠાયક દેવ છે, તેમ બ્રહ્મચર્યના પણ અધિષ્ઠાયક દેવ હોય છે. તમારા બ્રહ્મચર્યના ગુણથી પ્રસન્ન થઈને તેઓ તમારું રક્ષણ કરે. સૂત્રોના પણ અધિષ્ઠાયક દેવો હોય છે. રાત્રે [કવેળાએ] ઉત્કાલિક સૂત્રનો પાઠ કરતા મુનિને એક દેવે છાસ વેંચનારીનું રૂપ લઈ સમજાવેલું. મુનિ : આ છાસ લેવાનો સમય છે ? દેવ ઃ આ સ્વાધ્યાય કરવાનો સમય છે ? મુનિ સમજી ગયા. રુષ્ટ થયેલા દેવ ઘણીવાર શરીરમાં રોગ વગેરે પણ પેદા કરી દે. * “વાવાઝું સન્નાયમ્સ મરણયા” * દિવસમાં ચાર વાર સક્ઝાય [સ્વાધ્યાય] ન કરો તો અતિચાર લાગે. આપણે માત્ર ધો મંત્ર ની પાંચ ગાથાથી પતાવી દઈએ છીએ. આઠ રોટલીની જરૂર હોય ને બે રોટલી આપવામાં આવે તો ચાલે ? એક એવા નિહનવ થયેલા, જે વસ્તુના છેલ્લા અંશમાં જ પૂર્ણતા માનતા. એક શ્રાવકે રોટલી, શાક, દાળ, ભાત વગેરેનો એકેક દાણો તથા વસ્ત્રોનું એક તંતુ વહોરાવીને એમને ઠેકાણે પાડેલા. રોટલીના કણથી પેટ ન ભરાય તો પાંચ ગાથાથી સ્વાધ્યાય શી રીતે પૂરો થયો ગણાય ? કહ્યું, ક્લાપૂર્ણસૂરિએ જ ૩૧૦ Page #338 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા વૈશાખ વદ-૧૧ ૨૯-૫-૨૦૦૦, સોમવાર * ધર્મ શ્રવણ, ધર્મશ્રદ્ધા, ધર્માચરણ આ બધું માનવભવમાં જ મળી શકે. માટે જ આર્યભૂમિના માનવભવની આટલી પ્રશંસા કરવામાં આવી છે. માનવભવ ધર્મશ્રવણાદિ દ્વારા જ સફળ થઈ શકે. એના સ્થાને બીજું કાંઈ કર્યું તો તે માનવ ભવનો દુરુપયોગ કહેવાય.સોનાની થાળીમાં દારૂ પીવો તે સોનાની થાળીનું અપમાન છે. ઈન્દ્ર પણ ચાહે છે આવા માનવ–ભવને. એ ભવ આપણને પ્રાપ્ત થયા છે, એ આપણા પુણ્યની પરાકાષ્ઠા છે, એની દુર્લભતા ન સમજાય તે પાપની પરાકાષ્ઠા છે. * આજે ભગવતીમાં એવો પાઠ મળ્યો, જેથી આનંદ-આનંદ છવાઈ ગયો. ‘ગસુવ્વા’। છેલ્લા ભવમાં ધર્મ સાંભળવા ન મળે તો પણ કેવળજ્ઞાનાદિ પામી શકે. ટીકાકારે લખ્યું ઃ સાંભળ્યા વિના પણ જિન-વચન પર તેને આદર હોય. : જો કે પૂર્વભવમાં તો સાંભળેલું હોય, માત્ર આ ભવની વાત છે. આ ભવની અપેક્ષાએ ‘સુવ્વા’ [સાંભળ્યા વિના ધર્મ-પ્રાપ્તિ] કહ્યું. ૩૧૮ * કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #339 -------------------------------------------------------------------------- ________________ * ચારિત્ર માટે ચારિત્રાવરણીય કર્મનો ક્ષયોપશમ જોઈએ તેમ જયણાના પાલન માટે જયણાવરણીય કર્મનો ક્ષયોપશમ જોઈએ. એવું પણ બને કે ચારિત્રાવરણીય કર્મનો ક્ષયોપશમ થયેલો હોય, પણ જયણાવરણીય કર્મનો ક્ષયોપશમ થયેલો ન હોય. જયણાવરણીય, અધ્યવસાયાવરણીય વગેરે નવા લાગતા શબ્દોનો પ્રયોગ ભગવતીમાં થયેલો છે. - જયણાવરણીય કર્મના ક્ષયોપશમથી જયણામાં ઉલ્લાસ આવે. અધ્યવસાયાવરણીય કર્મના ક્ષયોપશમથી અધ્યવસાયમાં ઉલ્લાસ આવે. - ભગવતી સૂત્ર, ૯મું શતક, ૩૧મો ઉદ્દેશો, પૃ.૪૩૪. * ભગવાનનું સ્મરણ પણ વિપ્નોની વેલડી માટે કુહાડી રૂપ ભગવાનનો આદર હૃદયમાં આવ્યો તો સમજી લો : તમારી પાસે નિધાન આવી ગયું. માટે જ ભક્તને માટે ભગવાન જ નિધાન છે. भगवत्सन्निधानमेव निधानम् । તાહરું ધ્યાન તે સમક્તિ રૂપ તેહિ જ જ્ઞાન ને ચારિત્ર તેહ છેજી. પ્રભુનું ધ્યાન જ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર રૂપ છે. પ્રભુ આપણને દૂર લાગે છે. ભક્તને દૂર નથી લાગતા. યશોવિજયજી મ. કહે છે : પણ મુજ નવિ ભય હાથોહાથે, તારે તે છે સાથે રે.” ગમે તેટલું વાવાઝોડું આવે, મારી તપ-જપની જીવન-નૈયા ગમે તેટલી હાલક-ડોલક થાય, પણ મને કોઈ જ ભય નથી. તારનારા પ્રભુ મારી સાથે જ છે, મારા હાથમાં જ છે, હૃદયમાં જ છે. આ શબ્દો સમજાય છે ? રહસ્યભરી આવી પંક્તિઓ આપણી સમક્ષ હોવા છતાં આપણા કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૩૧૯ Page #340 -------------------------------------------------------------------------- ________________ હૃદયને કશું સ્પર્શતું નથી. કારણ કે એ માટે પણ પાત્રતા જોઈએ, ભાગ્ય જોઈએ. સરોવરમાં ગમે તેટલું પાણી નજર સામે જ દેખાય, પણ તમે તમારા મટકા પ્રમાણે જ લઈ શકો. એક ભગવાનને 'તમે એવા પકડી લો કે જીવનની કોઈપણ ક્ષણે તમે ભૂલી શકો નહિ. ભગવાન પકડશો તો બધું જ પકડાઈ જશે. ભગવાન છુટી જશે તો બધું જ છુટી જશે. ‘પ્રભુ-પદ વળગ્યા તે રહ્યા તાજા; અળગા અંગ ન સાજા રે.’’ * પ્રભુ-ભક્તિમાં રૂકાવટ કરનાર અહંકાર છે. ‘હું બીજાથી કંઈક વિશેષ છું. મારી અંદર બુદ્ધિ કૌશલ્ય છે કે પ્રવચન કૌશલ્ય છે.'' એવી અનેકાનેક ભ્રમણાઓમાં આપણે જીવીએ છીએ. સ્વનું તટસ્થ નિરીક્ષણ કરવામાં ન આવે ત્યાં સુધી આ સમજાશે નહિ. બીજાના દોષ દેખાશે, પણ પોતાના દોષ નહિ દેખાય. આવી ભ્રમણાઓનો ભાંગીને ભૂક્કો ન થાય ત્યાં સુધી ભગવાન મળે એ વાતમાં કોઈ માલ નથી. અહંકારનું વિલીનીકરણ જ સમર્પણની અનિવાર્ય પૂર્વ શરત છે. એ વિના ગમે તેટલા તમે બરાડા પાડો, તમારી ભક્તિ મંજુર નહિ બને. એ માત્ર અહંકારની કસરત બની રહેશે. * પ્રભુ દૂધના પ્યાલા છે. આપણે પાણીના પ્યાલા છીએ. પાણીએ દૂધનો રંગ પામવો હોય તો તેનો સંગ કરવો પડે. જે ક્ષણે પાણી દૂધમાં મળે છે, એ જ ક્ષણે એ પાણી મટીને દૂધ બની જાય છે. ‘મારે કોઇનામાં નથી ભળવું. મારે તો અલગ જ રહેવું છે.' એમ માનીને પાણીનો ગ્લાસ જો દૂધના ગ્લાસમાં ભળવા તૈયાર જ ન થાય તો ? આપણે આવા જ નથી ? ભગવાનને મળીએ છીએ ખરા, ૩૨૦ × કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #341 -------------------------------------------------------------------------- ________________ પણ ભળીએ છીએ ખરા? મળવું એક વાત છે, ભળવું બીજી વાત છે. દૂધનો રંગ પાણીએ મેળવવો હોય તો દૂધમાં ભળવું પડે. ભગવાનનું ઐશ્ચર્ય પામવું હોય તો ભક્ત ભગવાનમાં ભળવું પડે. જે ક્ષણે આપણો આત્મા પરમાત્મા સાથે ભળી જશે તે જ ક્ષણે આનંદનું અવતરણ થશે. અસીમ આનંદનો પળ-પળ અનુભવ એ જ ભગવાનમાં ભળ્યાની નિશાની છે. યા તો ભગવાનમાં ભળો યા તો સંસારમાં ભળો. ભગવાનમાં નથી ભળતા ત્યારે તમે સંસારમાં ભળો જ છો, ભળેલા જ છો, એ ભૂલતા નહિ. બ્રહ્મચર્યનો ખરો અર્થ આ જ થાય છે : પ્રભુની ચેતનામાં ચર્યા કરવી. પ્રભુ એ જ બ્રહ્મ છે. એમાં ચર્ચા કરવી તે જ બ્રહ્મચર્ય ! અને સાચું કહું ? પ્રભુ મળ્યા પછી જ તમે સાચા અર્થમાં બ્રહ્મચર્ય પાળી શકો છો. પ્રભુનો રસ તમને એવો મધુર લાગે કે જેની આગળ કંચન-કામિની આદિ દરેક પદાર્થ તમને રસહીન લાગે. એક પ્રભુ જ માત્ર તમને રસેશ્વર લાગે, રસાધિરાજ લાગે. ઉપનિષદોમાં કહ્યું છે : “રસો હૈ :' આપણો આત્મા રસમય છે. એને પ્રભુમાં રસ નહિ લાગે તો સંસારમાં રસ લેવા પ્રયત્ન કરવાનો જ છે. આપણી ચેતનાને પ્રભુના રસથી રસાયેલી કરવી, એ જ આ જીવનનો સાર છે. આપણા જીવનની કરુણતા તો જુઓ ! એક માત્ર પ્રભુના રસ સિવાય બીજા બધા જ રસો ભરપૂર છે ! તમને લાગે છે કે આનાથી જીવન સફળ થઈ જશે ? ★ “वसहि-कह-निसिज्जिंदिय कुडिडंतर पुव्व कीलिअ पणीए । अइमायाहार विभूसणा य नव बंभचेर गुत्तिओ ॥" (૧) સ્ત્રી સંપુક્ત વસતિ, (૨) સ્ત્રી કથા, (૩) સ્ત્રી બેઠી હોય ત્યાં ૪૮ મિનિટની અંદર બેસવું, (૪) સ્ત્રીના અંગોપાંગ જોવા. (૫) પડદા પાછળ દંપતીની વાત સાંભળવી, (૬) પૂર્વ ક્રિીડાનું સ્મરણ કહ્યું, કલાપૂર્ણસૂરિએ કે ૩૨૧ Page #342 -------------------------------------------------------------------------- ________________ કરવું. (૭) સ્નિગ્ધ આહાર લેવો (૮) અધિક આહાર લેવો. (૯) શરીર-વસ્ત્રાદિની ટાપટીપ કરવી - આ નવે નવનો ત્યાગ કરવાથી જ નવ ગુપ્તિનું પાલન થશે. પ્રભુમાં રસ જાગે તો જ આ નવ ગુપ્તિનું પાલન સહજરૂપે થઈ શકે. * હું કરું તેમ તમારે નથી કરવાનું. હું નવકારશી કરું એટલે તમારેય કરવાની ? નવકારશી તો મારે હમણાં શરૂ થઈ. દીક્ષા વખતે તો અભિગ્રહ કરેલો ઃ હંમેશા એકાસણા જ કરવા. ઉપવાસ, છઠ, અઠમ કે અઠ્ઠાઈના પારણે પણ એકાસણું જ કરતો. વળી, ગોચરી લાવવી, લુણા કાઢવા વગેરે કામ પણ જાતે જ કરવાના. પૂ.પં. ભદ્રંકરવિજયજી મહારાજે કહ્યું : “ઉંમર થાય તેમ શરીર ઘસાય. તમારે બીજા કાર્યો પણ કરવાના છે. માટે આ એકાસણાનો નિયમ જડતાપૂર્વક નહિ પકડવો.” એ ગીતાર્થ પુરુષની વાત મેં સ્વીકારી. જો કે ત્યાર પછી પણ વર્ષો સુધી એકાસણા જ ચાલુ રહ્યા. એકાસણા કરવાથી કેટલો સમય બચી જાય ? અધ્યયન - અધ્યાપન વગેરે માટે પણ પુષ્કળ સમય મળે. સમય એ જ આપણું જીવન છે. સમય બગાડવો એટલે જીવન બગાડવું. જે મહાત્માઓ મને ટપાલ આદિ દ્વારા, સેવા આદિ દ્વારા સતત સહાયક બને છે, તે મહાત્માઓનો તમે સમય નહિ બગાડતા.. ઈશારાથી સમજી જજો. હું ભલે કાંઈ કહેતો નથી. પણ મારા મૌનમાં પણ કાંઈક ઈશારો હોય છે, એ તમે સમજી શકતા હશો. * “ભક્તિ” હોય ત્યાં જવાનું મન થાય, મનગમતી ચીજ મળતી હોય ત્યાં મન થાય, એ આપણી અંદર રહેલી રસનાની લોલુપતાને જણાવે છે. રસનાની લોલુપતાથી યુગપ્રધાન આચાર્યશ્રી ૩૨૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #343 -------------------------------------------------------------------------- ________________ મંગુને પણ ગટરના ભૂત બનવું પડેલું, તે આપણે જાણીએ છીએ. વિગઈ આપણને બલાત્કારે વિગતિ [મુગતિ] માં લઈ જાય છે - એમ શાસ્ત્રકારો કહે છે, હું નહિ. તમે એમ નહિ માનતા : હું તમારા આહારમાં વિઘ્ન નાખું છું. હું નહિ, શાસ્ત્રકારો આમ કહે બ્રહ્મચર્યના પાલન માટે વિગઈ ત્યાગની જેમ અતિ આહાર પણ વર્ય ગણાયો છે. અતિઆહારથી શરીર સ્વાથ્ય પણ બગડે. પછી ડૉક્ટરને બોલાવવા પડે. જો માણસ ઉણોદરી કરે તો ઘણા ખરા રોગોથી બચી જાય, એમ અનુભવીઓ કહે છે. અતિ આહાર કરે એ રોગોથી બચી શકે નહિ. જે શરીરનું સ્વાથ્ય પણ ન જાળવી શકે તે આત્માનું સ્વાથ્ય શી રીતે જાળવી શકે ? * તમે જે વાચનાઓ સાંભળી છે, એનું રીઝલ્ટ મારે જોઈએ. જે મહાત્મા જેટલા નિયમો [કાયોત્સર્ગ, સ્વાધ્યાય, માળા, તપ વગેરે) લે તે તેટલા નિયમો લખીને અમને આપી જાય. જેથી અમને ખ્યાલ આવે. અમે અનુમોદના કરીશું. * સુરેન્દ્રનગર [સં.૨૦૧૪] પૂ. પ્રેમસૂરિજી સાથેના ચાતુર્માસ પછી પ્રેમસૂરિજી મ. સાથે વિહાર થયો. ૫૦-૬૦ મહાત્માઓ હતા. મણિપ્રભવિજયજી, ધર્માનંદવિજયજી વગેરે મહાત્માઓ રસ્તાના ગામડામાંથી ગોચરી લાવતા. એક વખત અમે વીરમગામ હતા. બીજે દિવસે પૂ. પ્રેમસૂરિજી આદિ પંચાવન ઠાણા આવવાના હતા. ગોચરી-પાણીની ભક્તિ અમારે કરવાની હતી. બીજી પોરસીનું સંપૂર્ણ પાણી મારા ભાગે આવ્યું. ૪૦-૫૦ ઘડા ઘરોમાંથી ફરીને લાવેલો. યોગાનુયોગ આજે પૂ. પ્રેમસૂરિજી મ.ની સ્વર્ગતિથિ છે. સિદ્ધાંત મહોદધિ આ આચાર્યશ્રીએ અનેક મહાત્માઓને તૈયાર કર્યા છે. એ ઉપકારી આચાર્યશ્રીના ચરણે વંદન કરીને એમના ગુણો પ્રાર્થીએ. અમે ભાવનગર તરફ જઈએ છીએ, પણ તમે વાચના આદિથી વંચિત ન રહો માટે “સિદ્ધિના સોપાન” નામનું પુસ્તક [લેખક : કહ્યું, ક્લાપૂર્ણસૂરિએ ૩૨૩ Page #344 -------------------------------------------------------------------------- ________________ અભયશેખર વિજયજી] દરેક ગૃપને આપવામાં આવશે. તમને બધાને એ પુસ્તક મળશે. ખૂબ જ મનનપૂર્વક વાંચજો. નૂતન પૂજ્ય આચાર્યશ્રી : મારે કશું નવું નથી કહેવું માત્ર પૂજ્યશ્રીની વાત તમારા કાન સુધી પહોંચાડવી છે. તમે હૃદયપૂર્વક એ વાતો સ્વીકારી, કાગળમાં નિયમો બનાવી, લખીને પૂજ્યશ્રીને આપશો. ભાવનગર - શિહોરથી અમે આવીએ ત્યારે વંદન પહેલા તમારું આ પ્રતિજ્ઞા – પુષ્પ પૂજ્યશ્રીને અર્પણ કરશો. આ મોટી ગુરુ-ભક્તિ હશે. બારી અને દરવાજો દરવાજો : હું મોટો છું. મારા દ્વારા જ પ્રવેશ-નિર્ગમ થઈ શકે છે. મારું જગતમાં માન છે. બારી ? શાની ડંફાસ ઠોકે છે ? તું ભલે ગમે તેટલો મોટો હોય તોય માલિકને તારા પર જરાય વિશ્વાસ નથી. રાતે કે બહાર જાય ત્યારે તરત જ તેને બંધ કરી દેવામાં આવે છે. કારણ કે તું ચોર-ડાકને રોકી શક્તો નથી. હું તો માલિકની પરમ વિશ્વાસુ છું તેથી મને સદા ખુલી રાખવામાં આવે છે અને હું માલિકને સદા હવા અને પ્રકાશ આપું છું. ૩૨૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #345 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા વૈશાખ વદ-૧ર ૩૦-૫-૨૦00, મંગળવાર * ધર્મ ન આવે ત્યાં સુધી અનાદિ કાળથી વળગેલા કર્મનો અંત ન આવે. કર્મ અશુભ મન-વચન-કાયાથી બંધાયા છે, તેને તોડવા શુભ મન-વચન-કાયા જોઈશે. યોગ શુભ બને એટલે ધ્યાન શુભ બને. ધ્યાનનો મૂળાધાર યોગ [મન-વચન-કાયા] છે. જેવી આપણી મન-વચન-કાયાની પ્રવૃત્તિ તેવું જ ધ્યાન સમજવું. મનવચન-કાયાની પ્રવૃત્તિ શુભ તો શુભ ધ્યાન. મન-વચન-કાયાની પ્રવૃત્તિ અશુભ તો અશુભ ધ્યાન. માટે જ આપણા યોગો અશુભ બને, એવી કોઈપણ પ્રવૃત્તિ કરવાની શાસ્ત્રકારો ના પાડે છે. આપણા મોક્ષમાર્ગનો સંપૂર્ણ આધાર આ યોગો પર છે. આ યોગો જ આપણા કમાઉ પુત્રો છે. કમાઉ પુત્રો જ ખોટનો ધંધો કરે તો બાપને કેવું લાગે ? આપણે યોગોને જ અશુભમાં જવા દઈએ તો કેવું લાગે ? * છ જીવ નિકાયની પીડા એ આપણી જ પીડા છે, એવું નહિ સમજાય ત્યાં સુધી સાચા અર્થમાં આપણા યોગો હિંસાથી નહિ અટકે, અશુભ કાર્યોથી નહિ અટકે. - “મારે જે જગ જીવને રે, તે લહે મરણ અનંત.” કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૩૨૫ Page #346 -------------------------------------------------------------------------- ________________ આ પંક્તિ આ જ વાત કહે છે ઃ તમે ખરેખર બીજાને મારતા નથી, તમારી જાતને જ મારી રહ્યા છો. બીજાને એકવાર મારીને તમારા પોતાના ઓછામાં ઓછા દસ વાર મૃત્યુ નિશ્ચિત કરી લો છો. ગૃહસ્થ જીવનમાં દાન-પરોપકાર વગેરે પ્રવૃત્તિ હતી. અહીં આવ્યા પછી દાન-પરોપકાર બંધ થયા અને જીવનિકાયની સાથે પણ આપણે તાદાભ્ય સાધી શક્યા નહિ તો આપણી હાલત ઊભયભ્રષ્ટ બનશે. નિર્દય હૃદય છકાયમાં જે મુનિ વેશે પ્રવર્તે રે; ગૃહ-યતિલિંગથી બાહિરાતે નિર્ધન-ગતિ વર્તે રે...' – ઉપા. યશોવિજયજી મ. * સાધુ-જીવન એટલે એવું જીવન જ્યાં પર-પીડનનો કે પરઅહિતનો વિચાર જ ન આવી શકે. * જેટલી અશુભ ભાવની તીવ્રતાથી પાપ થયેલું હોય તેટલી જ શુભ-ભાવની તીવ્રતા ઊભી કરીએ તો જ એ પાપ ધોઈ શકાય. * આપણા સંસારના બે જ કારણ છે : વિષય અને કષાય. વિષય આપણને જડના રાગી બનાવે છે, કષાય જીવના દ્વેષી બનાવે છે. જડનો રાગ અને જીવનો દ્વેષ જ સંસારનું મૂળ છે. પૂ. પં. ભદ્રંકરવિજયજી મ. આ વાત ઘૂંટી ઘૂંટીને સમજાવતા. * ભોજન નીરસ તેનું ભજન સરસ. ભોજન સરસ તેનું ભજન નીરસ. નિર્મળતા જોઈતી હોય તો ભોજનમાં સ્નિગ્ધતા છોડો. બહુ જ ઉત્તમ પ્રકારે પ્રભુ-ભક્તિ કરી શકશો. * સમ્યગ્દર્શનને નિર્મળ કરવા માટેના બે આવશ્યક છે : (૧) ચતુર્વિશતિ સ્તવ : દેવની ભક્તિ. (૨) વાંદણા : ગુરુની ભક્તિ. ૩૨૦ જ કહ્યું, ક્લાપૂર્ણસૂરિએ Page #347 -------------------------------------------------------------------------- ________________ * જિનાલયના ગભારામાં આપણાથી જવાય નહિ. સાધ્વીજીથી તો બિલ્કુલ ન જવાય. આથી પ્રભુની આશાતના થાય. નાનકડી પણ આશાતના આપણને ક્યાંય ભટકાડી દે. હું પણ પહેલા ગભરામાં જતો’તો પણ મને થયું : મારું જોઈને બીજા શીખશે. ખોટી પરંપરા શરૂ થશે. મેં હવે બંધ કર્યું. હવે મને દૂરથી પણ દર્શન કરતાં ખૂબ જ આનંદ થાય. બીજા પાપ કદાચ નરકે લઈ જાય, પણ આશાતના તો નિગોદ સુધી લઈ જાય. નહિ. દેવ-ગુરુની આશાતના મિથ્યાત્વના ઘરની છે. મિથ્યાત્વના ઉદય વિના ઘોર આશાતનાની બુદ્ધિ પેદા થાય જ “ગુરુ તો આવા છે, તેવા છે...’’ એમ સમજીને કદી ગુરુની આશાતના નહિ કરતા. ગૌતમ સ્વામી જેવા ગુરુ મેળવવા એવું પુણ્ય પણ જોઈએ ને ? હા, તમે ગૌતમસ્વામી જેવા બનશો ત્યારે મહાવીસ્વામી જેવા ગુરુ તમને મળી જ જશે. અત્યારે તમારી યોગ્યતા પ્રમાણે તમને જે ગુરુ મળ્યા છે તેમને વધાવી લો. હું મારી જ વાત કરું. રાજનાંદગાંવથી નીકળ્યો ત્યાં સુધી મને ખબર ન્હોતી : મારા ગુરુ કોણ હશે ? કેવા હશે ? કોઈ મહાત્માનો પરિચય પણ ન્હોતો. રાજનાંદમાં આવેલા સુખસાગરજી અને રૂપવિજયજીને જાણતો હતો. સુખસાગરજી ખરતરગચ્છીય હતા અને રૂપવિજયજી એકલ વિહારી હતા. તેઓ વલ્લભસૂરિજીના સમુદાયના હતા. જરા આઝાદ મગજના ખરા. ઘણી વખત મને વિચાર આવે : કેવો પુણ્યોદય કે મને અનાયાસે આવો સમુદાય મળ્યો. હૃદય ગદ્ગદ્ બની જાય. ગુરુ કદાચ નબળા હોય તોય શું થઇ ગયું ? અમારા ગુરુ પૂ. કંચનવિજયજીની પ્રકૃતિ કેવી હતી ? તે જૂના મહાત્માઓ જાણતા હશે ? યશોવિજયજી, વિનયવિજયજી, હેમચન્દ્રસૂરિજી, હરિભદ્રકહ્યું, કલાપૂર્ણસૂરિએ * કસ Page #348 -------------------------------------------------------------------------- ________________ સૂરિજીને કેવા ગુરુ મળેલા હતા ? ગુરુ કરતાં આ ચારેય મહાત્માઓ વધુ ભણેલા હતા. પણ એમણે કદી ગુરુ-ભક્તિમાં ખામી નથી લાવી. યશોવિજયજી મ. તો પોતાને નયવિજયજીના ચરણ-સેવક તરીકે કેટલાય સ્થળે ઓળખાવીને ગૌરવ લે છે. વિનયવિજયજીએ લોકપ્રકાશમાં ‘મારા ગુરુ કીર્તિવિજયજીનું નામ મારા માટે મંત્રરૂપ છે' એમ લખ્યું છે. સવાલ એ નથી કે તમારા ગુરુ કેવા છે ? સવાલ એ છે કે તમારા હૃદયમાં સમર્પણભાવ કેવો છે ? તમારી વિદ્વત્તાથી કે વક્તૃત્વથી આત્મશુદ્ધિ નહિ થાય, મોક્ષ નહિ મળે. ગુરુ કૃપાથી મોક્ષ મળશે. ‘મોક્ષમૂર્ણ ગુરોઃ ભૃપા ।’ * ‘હું કેમ સારો દેખાઉં ?' એવી વૃત્તિમાંથી જ વિભૂષા વૃત્તિનો જન્મ થાય છે. કામળી આમ ઓઢો કે તેમ ઓઢો, શું ફરક પડે છે ? ફોટો પડાવવો છે ? સાધુ-સાધ્વીને ફોટો પડાવવાની ઈચ્છા જ ન થાય. તમારા સંયમથી લોકો આકર્ષાશે, તમારી સારી કામળી કે સારા ચશ્માથી નહિ. * તમે ના પાડશો તો લોકો સામેથી આવીને કહેશે : મને કામ આપો. કામ માટે લોકોને પકડશો તો લોકો દૂર ભાગશે. ખરા હૃદયથી નિઃસ્પૃહતા સ્વીકારો પછી ચમત્કાર જોજો. વિ.સં.૨૦૧૬માં આધોઈ ચાતુર્માસમાં કોઇ શ્રાવક સારી વસ્તુ લઈને આવે તો પૂ. કનકસૂરિજી તે શ્રાવકને ૨વાનો જ કરી દેતા. રખેને આ બે બાલમુનિ [પૂ. કલાપ્રભ વિ. કલ્પતરુ વિ.]ની નજર પડી જાય ને વસ્તુ લઈ લે. આ તેમનો વિચાર હતો. * મોટી કંપનીમાં દરેકને અલગ-અલગ કાર્યો સોંપાયેલા હોય છે, તેમ ભગવાને આપણને [સાધુ-સાધ્વીજીઓને] ૧૦ કાર્ય સોંપ્યા છે. ૩૨૮ ♦ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #349 -------------------------------------------------------------------------- ________________ (૪) (૫) (દ) પાંચ મહાવ્રતો લઈ લીધા પછી અહીં શું કરવાનું ? સ્વાધ્યાય વગેરે તો ખરો જ, પણ તે સિવાય જીવનમાં શું ? આ રહી ભગવાનની દસ આજ્ઞાઓ. (૧) ક્રોધ નહિ કરતા. [ક્ષા]િ (૨) નમ્ર બનીને રહેજો. [માર્દવ] (૩) સરળ બનજો. [આર્જવી સંતોષી બનજો. [મુક્તિ ] તપસ્વી બનો. [૫] સંયમી બનજો. [સંયમ] સત્યનિષ્ઠ બનશે. [સત્ય] (૮) પવિત્ર બનશે. [શૌચ]. (૯) ફક્કડ બનો . [અકિંચન] (૧૦) બ્રહ્મચારી બનજો. [બ્રહ્મચર્ય) આ જ દસ પ્રકારનો યતિધર્મ છે. * ગૃહસ્થ જીવન છોડીને અહીં આવ્યા. અહીં આવ્યા પછી પણ વસ્તુઓનો સંગ્રહ કરવા માંડીએ તો ? એક મહાત્માના કાળધર્મ પછી એમના બોક્ષોમાંથી અનેકાનેક વસ્તુઓ નીકળી. ૪૦ તો ફક્ત ચશ્માની ફ્રેમો નીકળી. આ પરિગ્રહ સંજ્ઞાના તોફાન છે. ઉપયોગી થશે કે નહિ ? તેનો વિચાર કર્યા વિના એકઠું કર્યા કરો તેનો મતલબ શું ? * અહીં એક એવા મહાત્મા [પં.ચન્દ્રશેખર વિ.ના શિષ્ય મુનિ શ્રી ધર્મરક્ષિતવિજયજી] બેઠેલા છે, જેમને ૯૯મી ઓળી પૂર્ણ થઈ ને આજે ૧૦૦મી ઓળી શરૂ થઈ છે. ૧૬ વર્ષના પર્યાયમાં ૧૪ વર્ષ તો આયંબિલમાં ગાળ્યા છે. ૫૦૦ આયંબિલ ચાર વખત કરેલા છે. હમણાં ૧૦૦૮ આયંબિલ ચાલી રહ્યા છે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૩૨૯ Page #350 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા જેઠ સુદ-૧૦ ૧૧-૬-૨૦૦૦, રવિવાર [ચાલુમાંસ પ્રવેશના મંગલદિને વ્યાખ્યાન આદિ કાર્યક્રમ] * આજે ગિરિરાજની છાયામાં આવવાનું થયું છે. ગિરિરાજની છાયામાં આવવા સતત મન થાય એવું અહીંનું વાતાવરણ છે. શ્રી આદિનાથજી પૂર્વ નવ્વાણું [માત્ર ૯૯ વાર નહિ] વાર અહીં આવ્યા છે. એ જ બતાવે છે કે તીર્થંકરથી આ ભૂમિનો મહિમા વધારે છે. * તમે તમારા નામથી અલગ નથી, તો ભગવાન પોતાના નામથી અલગ શી રીતે હોય ? નામ-નામીનો કચિત્ અભેદ છે. ‘નામ ગ્રહંતા આવી મિલે, મન ભીતર ભગવાન.’ નામ લો, ‘મહાવીરદેવ' ને મહાવીરદેવ તરત જ હાજર...! * અનંત સિદ્ધો જ્યાં મોક્ષે ગયા, એવી આ પવિત્ર ભૂમિ પર પહેલા ચાતુર્માસ કરેલું. સં. ૨૦૩થી ૨૦૫૬ ! બરાબર ૨૦ વર્ષ થયા. ભગવાનની કૃપાદૃષ્ટિ થઈ અને અહીં રહેવાનો અવકાશ મળ્યો. દાદાશ્રી સીમંધર સ્વામીએ સ્વયં આની પ્રશંસા કરી છે. માટે આ તીર્થની યાત્રા કર્યા વિના કોઈ જતા નહિ. અનંતા સિદ્ધ થયા છે માટે આ ગિરિરાજ પવિત્ર છે, એમ નહિ, પણ આ ગિરિરાજ ૩૩૦ × કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #351 -------------------------------------------------------------------------- ________________ પવિત્ર છે, માટે અનંતા સિદ્ધો અહીં થયેલા છે. * પાંચ પરમેષ્ઠી જેવું ઉત્તમ દ્રવ્ય. ગિરિરાજ જેવું ઉત્તમ ક્ષેત્ર. ચોથા આરા જેવો ઉત્તમ કાળ [ આપણા માટે આ જ ચોથો આરો. કારણ કે નામ-મૂર્તિરૂપે અહીં ભગવાન મળ્યા છે.] હવે ઉત્તમ ભાવ પેદા કરીએ એટલે કામ થઈ જાય. - આટલી વિશાળ સંખ્યામાં સાધુ-સાધ્વીજીઓ અહીં શા માટે ? આ માટે એકનો ફરીયાદ પત્ર પણ આવ્યો છે. અમે લખ્યું : અહીં અમારે જ્ઞાન-ધ્યાનનો એવો યજ્ઞ શરૂ કરવો છે, જેથી એના દ્વારા રત્નો પેદા થાય ને જિન-શાસન અજવાળે, દીર્ઘ-દષ્ટિથી જોશો તો આ બધું સમજાશે. | * તમે એક-બે મહિને ૧-૨ દિવસ માટે મુલાકાત લઈ જાવ તો મજા નહિ આવે. જેટલું રહેવાય તેટલું સળંગ રહેશો તો વધુ આનંદ આવશે. વાંકીમાં જેમણે સતત રહીને અનુભવ કર્યો છે, તેમને અનુભવ પૂછી લેશો. શ્વક પૂજય આચાર્યશ્રી વિજય કલાપ્રભસૂરિજી મ.સા. * જીંદગીનો કેવો સુંદર અવસર જાણવા અને માણવાનો મળ્યો છે ! આત્મ-ઉત્થાનકારી કેવું આ ભવ્ય તીર્થ...? એની ગોદમાં ૪-૪ મહિના રહીને રત્નત્રયીની આરાધના ચતુર્વિધ સંઘે કરવાની છે. જે રીતે પૂજ્યશ્રીએ કહ્યું : સમગ્ર વાગડ સમુદાયનું ચાતુર્માસ અહીં છે. વાગડ ખાલી છે. પણ ચિંતા નહિ કરતા. શક્તિઓ અહીંથી જ મળશે. વાગડ છોડીને તમે મુંબઈ ગયા તે ધન-સંચય કરવા માટે. અમે અહીં આવ્યા છીએ આત્મ-શક્તિનો સંચય કરવા. * જે સમાજ પાસે ગુરુ નથી તેની કફોડી સ્થિતિ આપણે નજર સમક્ષ જોઈએ છીએ. એ દૃષ્ટિએ જૈન સમાજ બડભાગી છે, જેને ગુરુ મળ્યા છે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૩૩૧ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૨૦ વર્ષ પહેલા આધોઈ સંઘ તરફથી ચાતુર્માસ હતું, આ વખતનું બે સમાજ તરફથી છે. બન્ને સમાજને કેવા ગુરુ મળ્યા છે ? . એક નાનકડી ઘટના કહું : પૂ. ગુરુદેવ ત્યારે [૨૦ વર્ષ પહેલા યાત્રાએ ગયેલા ત્યારે અમને કહ્યું : તમે જલ્દી ઊતરી જાવ. હું ૧૦-૧૦ વાગે આવીશ, પણ આવ્યા સાંજે પ-૩૦ વાગે. પચ્ચખાણ કર્યું ઉપવાસનું ! આવા છે ગુરુદેવ...! કયા શબ્દોમાં વર્ણન કરવું ? * અમે અહીં આટલી વિશાળ સંખ્યામાં શા માટે ? એવો તમારામાંના ઘણાનો પ્રશ્ન હશે. પણ, ૨-૪ વર્ષે જો આ તીર્થમાં વારંવાર અમે ચાતુર્માસ કરતા હોઈએ તો તમે કંઈ કહેવાને હકદાર છો, પણ ૨૦-૨૦ વર્ષ પછી આ ચાતુર્માસ કરીએ છીએ. પૂજ્યશ્રીએ તો કહી દીધું છે : હવે આ પ્રકારનું પાલીતાણામાં ચાતુર્માસ Last & Final છે. માટે ઉછળતા હૃદયે લાભ લેજો. થોડા મહિના પહેલા જ અહીં આરાધના ભવન જેવું કશું જ હોતું. પણ આજે તમે આ આરાધના ભવન જોઈ રહ્યા છો, તે વ્યવસ્થાપકોને આભારી છે. * જે સમાજની જવાબદારી પૂજ્યશ્રીને મળી છે, તે સમાજને પૂજ્યશ્રી ભગવાનના ભક્ત જ માત્ર બનાવવા માંગે છે. આજે આપણે કુમારપાળ આદિને યાદ કરીએ છીએ, તેમ ૨૦૦-૪૦૦ વર્ષ પછી પૂ. કલાપૂર્ણસૂરીશ્વરજીની નિશ્રામાં આરાધના કરતા શ્રાવકો કેમ સ્મરણીય ન બને? એવું આદર્શ જીવન બનાવવાનું * નદી વહેતી બંધ થઈ જાય તો તે સાગરને મળી શકે નહિ. નદીએ સતત વહેવું જ જોઈએ. સાધકે સતત સાધના કરવી જ જોઈએ. સાતત્ય ગયું તો સિદ્ધિ ગઈ. સાતત્ય સિદ્ધિદાયકમ્ | બેંગ્લોર ચાતુર્માસ વખતે એક ભાઈએ તીરૂપાતૂરથી બેંગ્લોરનો સંઘ કાઢેલો તેમ અહીં પણ શિહોરથી અહીંનો નાનકડો સંઘ કાઢનાર સંઘપતિ પણ ધન્યવાદાઈ છે. બન્ને પરિવાર તરફથી નિર્મિત સિદ્ધશિલા' ધર્મશાળાના ઉદ્ઘાટન પ્રસંગે પૂજ્યશ્રી માંગલિક ફરમાવવા પધારશે. ૩૩૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #353 -------------------------------------------------------------------------- ________________ पू.पं. इसलिय.... સૌ પ્રથમ એક વાત કહી દઉં...પૂજ્યશ્રીએ પ્યોર ગાયનું ઘી તથા પૂ. નૂતન આચાર્યશ્રીએ માખણ આપી દીધું છે. મારા જેવો તો હવે છાસ જ આપશે. ૬-૭ વર્ષની આદતના કારણે હિન્દીમાં કહું છું. * गौतमस्वामी ने पूछा : भगवन् ! लवणसमुद्र जम्बूद्वीप को क्यों डूबाता नहीं है ? किसीने सिद्धर्षिको पूछा : तुम जुआरी में से मुनि कैसे बने ? किसीने हरिभद्रसूरिको पूछा : तुम जैनशासनके रागी कैसे बने ? पूर्वावस्थामें तो विरोधी थे । किसीने गांधीजी को पूछा : तुम जिस दिशामें नजर करते हो उस दिशा में हजारों युवक शहीदी के लिए कैसे तैयार हो जाते है ? सब का उत्तर था : धर्म के प्रभाव से...! ★ हमारा बड़ा सौभाग्य है कि ऐसे गुरुदेव मिले है । किस्ती देखो तो कश्मीर की, वस्ती देखो तो कलकत्ता की और भक्ति देखो तो कलापूर्णसूरिकी.... उनकी भक्ति देखता हूँ तो मुक्ति भी मुझे फीकी लगती है । * रास्ते में लोग पूछते थे : पालीताना में क्यों जा रहे हो ? वहाँ क्या करोगे ? हम कहते थे : कुछ नहीं । पूज्य गुरुदेव जो कहेंगे, वह करेंगे । * यह सिर्फ चातुर्मास नहीं, इतिहास बनना चाहिए । एक का धर्म भी जंबूद्वीप को बचा सकता है तो इन सब का धर्म क्या नहीं करेगा ? धर्म महान नहीं होता तो ये नेताएं धीरूभाई आदि नीचे नहीं बैठते । कलकत्ता - चातुर्मास में पेपर में पढा : उत्तर कोरिया के दूत ने स्वागत के समय गुजरात विधानसभाके अध्यक्ष श्री धीरूभाई को बोटल दी । धीरूभाईने जब जाना कि यह शराब की बोटल है तो उन्होंने कहा : मैं इसका सेवन नहीं करता sj, दापूसूरियो * 333 Page #354 -------------------------------------------------------------------------- ________________ હૂં | ક્ષમા વીનg | ऐसे धर्मनिष्ठ धीरूभाई हमारे सामने बैठे है । ★ इस चातुर्मास में हमें धर्म के साथ सिर्फ मिलना नहीं है, घुलना भी है । सिर्फ मिलने से नहीं, घुलने से काम होता है । નિમજ [જસ્થાની પ્રતિષ્ઠા માટેની મોન્ટાવાળાની વિનંતી. પૂજ્યશ્રીઃ કદાચ આમાં ભાવાળાની જ ઈચછા હશે. મહા વદ૫ [ કા.વ.-૫ ] માટે અમે સંતોષકા28 જવાબ આપીશું. * ઉદ્ઘાટક ચાંપશીભાઈ નંદુએ [બેઠa] વ્યાખ્યાન હોલ માટે તથા જીવસ્થા માટે સારું દાવ આપ્યું. * લઈને પ્રવેશ દ્વારા પ્રેમજી ભચુ બડા મહાફ- 88છ વાગડ. * સ્વાધ્યાય ભુવનઃ સંઘપતિ ધનજીભાઈ ગેલાભાઈ માલા - લાકડીઆ. * નેણશી લધા : ચાંપશીભાઈ નંદુની પ્રક્રિશ્ચય : જેમણે મુંબઈની નવનિર્શિલ આશાવાળ સમાજની વાડીમાં મીટી ચડાવી લીધી. જેમના હાથે દશ વર્ષે ૧૫-૨૦ 88ોડ શ8ાશ ફ્રા બચાવાય છે. તેવા આ પુણ્યશાળી પુરૂષ પૂજય આચાર્યશ્રીના નાહીં પધાર્યા છે. આપણે એમને પણ સાંભળીએ. ચાંપશીભાઈ નંદુ : પૂજય મુદેવોને વંદા... 8પના પણ હીતી, પણ લખેલું હોય તે થયા કરે. વ્યાખ્યાન હૉલની અશુપમ લાભ મળશે. એવો વિચાર પણ હોવો. ‘તમારા વિના ઉદ્ઘાટન નહિ થાય તેવી માલશીભાઈની વાત મેં સ્વીકારી. વળી પૂજ્યશ્રીના દર્શન-વંદનનો લાભ પણ સાથે હતા જ. દવ-કુશની કૃપા શાહ મારા પર વહેતી હોય તેવું મને લાગ્યા કરે છે. ક્ષલવ સક્ષમાગમ કરીએ તો જ પૂરો લાભ મળે. એવું ૩૩૪ જે કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #355 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રીએ માહ્નિક રીતે જ કહ્યું છે. * આપણા મુખ્ય દોષ શામ-દ્વેષ છે. એને દૂ8 88ળાશ મુદેવ જેવા ધવંતરિ વૈદ છે. આ લાભ માટે હું માડી જાવો ભાસ્યશાળી માણું છું. * લક્ષમી ચંચળ છે, હાથનો મેલ છે, આપણે જોઈએ છીએ કે વાગડના ઓશવાળીએ હમણાં-હમણાં જ ૧૭૭૭ 88ોડ શો હાજામાં ગુમાવ્યા હશે. લક્ષમીની શી ભોશી ૧ આવી ભૂમિ પરા ૨૦ વર્ષ પછી પૂજયશ્રી ચાતુમક્ષિા પધાય છે. તો ભોજનશાળાની બધી વિશિઓ પ્રકી થઈ જાય તેવી ઉધમ 8ી . નૂતન પૂજ્ય આચાર્યશ્રી : ભોજકશાળાની બધી જ વિશિઓ લખાઈ જાય તેવી ચાંપશીભાઈની ભાવનાથી વધાવી લેવા જેવી છે. અહીં દાન આપવાથી સુપાત્ર દાનનો મહાઠા લાભ મળશે. * સંગીતકાર આશુ વ્યાસઃ ગુરુગુણ-ભકિત મીત.... શ્ય 8લાપૂર્ણસૂરિ - 8લાપ્રભસૂદિ.... "जमीन न होती तो आकाश न होता, श्रद्धा न होती तो विश्वास न होता; हृदय न होता तो यह सांस न होता, कलापूर्ण - कलाप्रभसूरि न होते तो यह आशुव्यास भी न होता" - સાંતલપુ૨ નિવાસી વરૈયા વખતચંદ મેઢા વફથી આક્ષી શુદ-૧૪ [દ્વિતીય મુહૂઆવઠ-૧] થી ઉપધાન ચી. માયા દ8ા ઉપધાનની માળા થશે. આઝાબથી વાહ8ાલિક નામ નોંધાવે.] - ગુરુપૂજન બોલી ઃ રૂમલ હ8માજી વફથી [બબીતાબેન લાશંઇ શંઘવી, પાલીતાણા - વિહાશ, માલામ-શ્રાજ.] સંઘવી તારાચંદજી - એક પરિચય : માલામ જિનાલયના જીણોદ્ધારા શિલાન્યાશાળી લાભ ઊંચી બોલીવી લીધો છે. ક્વનિર્મિત અણાઇ વીશ્વની પ્રતિષ્ઠા ફા.સુદ-૧8ા થશે. પૂજયશ્રીને પણ કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૩૩૫ Page #356 -------------------------------------------------------------------------- ________________ વિનંતી થઈ છે. * પૂજ્ય નૂતન આચાર્યશ્રી : વાગડની ભૂમિ પ૨ પણ વિશાળી તીર્ણ થશે. તેની જાહેરાત થાતુમણિ પૂર્ણ થશે. તે પહેલા થશે. * હબચંદભાઈ વાઘજી નીંદા - (આધોઈ)એ ચાલુમણિ કુંડમાં મીઠી 88મ જાહેરુ 88ી. ધનજીભાઈ ટીલા વાલા વફથી ચાલુમસિ ફંડમાં સારી 88મની જાહેa. - કામળીની બોલીઃ મગનીશામજી ભવલાલજી - મદ્રાસ. * ઘીરૂભાઈ [અધ્યક્ષ, ગુજરાત વિધાનસભા] ઃ પ્રભુ અને પૂજય અદયામયીમી ગુરુદેવશ્રીના શ્રેણીમાં પ્રણામ .... વાગડ સમાજ પશ પૂજયશ્રીએ મહાળ કૃપા કરી છે. પાલીવાણામાં ચાલુમશિ એટલે સમગ્ર વાડલા ગામોનું એક સાથે ચાલુમશિ છે, એમ માનજો. ઐતિહાસિક ચાલુમશિ થાય, તેવું થવું જોઈએ. જેમ કે પં. કીરિયન્દ્રવિજયજીએ કહાં - શત-શત હી. શલ ....લાલ હી બાત હી મેં ઈલિહાશ્વ બદલ જાતા હૈ. ગાંધીધામમાં હોટલનું ઉદ્ઘાટન મેં નથી કર્યું. માઝા હાજરી જ આપી હતી. એ વાતનો ખુલાસો એઠલેવી પડે છે કે - છાપામાં શ્ચિમમય ક્ષમાયાથી આવેલા. માંસ-નિયવિદેશમાંથી બંધ ળ થાય ત્યાં સુધી જ મીઠાઈની ત્યાગ જાની ઊઠી હોય છે [ હું ] આવી હીટલોને શા માટે પ્રોક્સાહન આપે ? પૂજય ગુરુદેવશ્રીની કૃપાથી જ પાંજરાપોળની સબસીડી ૬માંથી ૮, ૮ માંથી ૧૦ રૂપિયા ઢોસ દીઠ થઈ શકી છે. આવા પૂજયશ્રીને સમર્પિત થઈને હેવાનું છે. બકો ક્ષમાજ દ્વારા થતું આ ચાતુમશિ વિહાશિ8 બળે, લેવું 8ીએ. * વેરશીભાઈ : અંધેરી [મુંબઈ] પ્રતિષ્ઠા માટે વિનંતી... અંધેરીમાં જિનાલય બની ચૂકયું છે, આપે બે વર્ષ આવીશું. લેવું ૩૩૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #357 -------------------------------------------------------------------------- ________________ વચન આપેલું, તે યાદ 88ાવીએ છીએ. પૂજ્યશ્રી: અgફૂછાવાએ જોઈશું. * બાબુભાઈ મેઘજી [ભૂતપૂર્વથાણામંત્રી, મુશાળ] શોનાની વષ થઈ હી હીય તેમ લાગે છે. જ્ઞાનસાગર પૂજ્યશ્રી છે. એકાદ અંજલિ મળે તો ય કામ થઈ જાય. વાગડવાળા ભલે પૂજ્યશ્રીને પોતાના માને, પણ પૂજ્યશ્રી તો સૂર્ય-ચન્દ્રની જેમ સૌના છે. સૌ તેમની પ્રતીક્ષા કરી રહ્યા છે. પૂજયશ્રીના પગલા પડતાં જ વાતાવ૨ણ જ બદલાઈ જતું હોય છે, એવું મેં ક્ષdશ જોયું છે. * વાવાળા લલિતભાઈ મહેતા જીવદયાના અત્યધિક પ્રવૃતિશીલ કાર્યકaઈ છે. એટલે જ શાનયજ્ઞભામાં તેમની વણી થઈ છે. તેઓ અહીં પધાર્યા છે. * ૨૦ વર્ષ પહેલા હું ધા2ાસભામાં ચૂંટાયો લ્યા પૂજયશ્રીએ મને 8હેલુંઃ જનીશ 88છમાં ન આવે માટે તમારે કામ 88વાળું છે. તે માટે જ તમે ચુંટાયા છી એમ માનજો. તમે માનશી ૧ પૂજ્યશ્રીના આશીર્વાદથી અમે અંધારામાં પત્થર ફેંકતા તો પણ નિશાન પર પડતા હતા. આપણે શી જાણીએ છીએ કે જsીશું 88છમાં આગમન બંધ હાં. 8ીશના સાહિત્ય પ્રચાકીને ખાક્ષ. કહેવાનું છે તેમાં ભા૨તીય સંસ્કૃતિને ઘાવ 8થતારી જ વાતો છે. માટે તેની પ્રથા આપણાથી ન થાય. પૂજ્યશ્રી : જીવદયાના કાર્ય માટે, માંસ-નિયલિ વિધા કાર્યોમાં અમારા આશીવદિ જ હોય. * આગામી ફલોદી ચાલુમલ્સિ માટે વિનંતી પૂજ્યશ્રી ઃ ૨૦ વર્ષ પહક્કે મને પોરી રે વાર પીતાના चातुर्मास किया था । इस वक्त पालीताना के बाद फलोदी चातुर्मास का રાવા ! * જાહેઝાલઃ આજે સાંજે આ શ્રાદ્ગમશિના મુખ્ય દાતા તથા મુંબઈથી સંઘ લવાળાશ મળફા નિવાસી શ્રીમતી લક્ષમીબેન પ્રેમજી ભચુ મઝા પરિણા [જોશી, મુંબઈ]શું સન્માન થશે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૩૩૦ Page #358 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા જેઠ સુદ-૧૧ ૧૨-૬-૨૦૦૦, સોમવાર ચંપાબેન ચાંપશી નંદુ હોલ * जेण जिया अट्ठ मया, गुत्तो वि हु नवहिं बंभगुत्तीहिं । आउत्तो दसकज्जे, सो मरणे होइ कयजोगो ॥१३८।। * સાક્ષાત્ તીર્થકર ભલે નથી મળ્યા, છતાં આપણી પુણ્યાઈ સાવ ઓછી છે, એમ ન કહી શકાય. કારણ કે ક્રોડો જીવોને દુર્લભ ભગવાનની વાણી અને ભગવાનની પ્રતિમા આપણને મળ્યા છે. * સમ્યકત્વ પહેલાના ભવો તીર્થંકરના પણ ન ગણાય તો આપણા જેવાની વાત જ ક્યાં ? જીવ અનાદિ કાળથી છે. તો તીર્થંકરના જીવન-ચરિત્રની શરૂઆત ક્યારથી કરવી ? સમ્યકત્વ મળે ત્યારથી. ધન સાર્થવાહથી આદિનાથ ભગવાનનું ને નયસારથી મહાવીરસ્વામીનું જીવન શરૂ થાય છે. એનો અર્થ એ થયો કે સમ્યકત્વ પહેલાનું જીવન, જીવન જ ન કહેવાય. સમ્યકત્વ પછીનું જીવન જ ખરું જીવન છે. એની પહેલા માત્ર સમય પસાર થાય છે, એટલું જ. * આપણે તડપી રહ્યા છીએ તેનાથી કઈ ગણા અધિક આપણને તારવા ભગવાન તડપી રહ્યા છે. ૩૩૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #359 -------------------------------------------------------------------------- ________________ આપણને તરવાનું મન નથી થતું તેનું કારણ સહજમળ છે. તમને સમજાય તેવી ભાષામાં કહું તો સ્વાર્થવૃત્તિ છે. સ્વાર્થવૃત્તિને ઘસનારા દયા, પરોપકાર, દાનાદિ ગુણો ન આવે ત્યાં સુધી ધર્મનો પ્રવેશ થઈ શકતો નથી. પોતાની દયા, દયા ન ગણાય. પોતાનો ઉપકાર, ઉપકાર ન ગણાય. પોતાને કરેલું દાન, દાન ન ગણાય. બીજાને એ આપીએ ત્યારે જ દયા આદિ કહેવાય. જેટલા અંશે દયા, પરોપકાર આદિ વધતા જાય તેટલા અંશે સમજી લેવું : યા તો સમ્યકત્વ થઈ ગયું છે, યા તો થવાનું છે. ધર્મ સૂર્ય નજીક ઊગી રહ્યો હોય ત્યારે પરોપકારનો અરુણોદય થાય જ. મેઘકુમાર આદિ આના ઉદાહરણો છે. | * દેહ સાથેનો અભેદભાવ છૂટે તો પ્રભુ સાથેનો ભેદભાવ તુટે, અથવા તો પ્રભુ સાથેનો ભેદભાવ છૂટે તો દેહ સાથેનો ભેદભાવ તુટે, એમ પણ કહી શકાય. * નમસ્કાર આપણને નાનો લાગે, પણ જ્ઞાનીની નજર તેમાં જિનશાસન જુએ છે. નમસ્કાર પર લખનાર હું કોણ ? આજ સુધી એના પર કેટકેટલુંય લખાયું છે. હું નવું શું લખવાનો ? આમ કહીને આપણા પૂર્વાચાર્યોએ આ નમસ્કાર પર નિયુક્તિ આદિ લખ્યું છે. * અહીં આવ્યા છો તો આટલો સંકલ્પ કરી જ લેજો : દાદા....! સમક્તિ લઈને જ હવે હું જવાનો ! ખાલી હાથે પાછા નહિ જતા.* હું તો હઠ પકડીને બેસી જાઉં ! આ દાદાને શી રીતે ભૂલાય ? એમણે જ આ બધું આપ્યું છે ! નહિ તો મધ્ય પ્રદેશના દૂર-સુદૂરના એવા ગામમાં રહેતા હતા, જ્યાં ધર્મ-સામગ્રી ઘણી જ દુર્લભ...! સમેતશિખર જતા કોઈ એકલ-દોકલ સાધુ ક્યારેક મળી જાય એટલું જ. આવી સ્થિતિમાં ધર્મની આટલી સુવિધા કરી આપનાર કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૩૩૯ Page #360 -------------------------------------------------------------------------- ________________ કોણ ? તમે માનો કે ન માનો. હું તો કહીશ : બધું ભગવાને જ ગોઠવી આપ્યું છે. માટી ભલે ઉપાદાન કારણ હોય, પણ કુંભાર વિના કોઈ માટી ઘડો ન બની શકે, તેમ જીવ ભલે ઉપાદાન કારણ હોય, પણ ભગવાન વિના એની ભગવત્તા પ્રગટ ન જ થાય, એવો મારો દઢ વિશ્વાસ છે. સાધનાનો આ જ મુખ્ય પાયો છે, એવી મારી સમજ છે. મારી આ સમજ શાસ્ત્રકારોની દૃષ્ટિએ મેં તપાસી છે ને મને એ ખરી લાગી છે. માટે જ આટલા ભારપૂર્વક અને અધિકારપૂર્વક હું આ વાત કહી શકું છું. યશોવિજયજી જેવા મહાબુદ્ધિમાન પણ જ્યારે ભક્તિને સાર બતાવતા હોય ત્યારે ભક્તિ જ માત્ર સાધનાનું હાર્દ છે, એમ આપણું મગજ ન સ્વીકારતું હોય તો હદ થઈ ગઈ ! * ૧૮ વર્ષ પહેલા નાગેશ્વર સંઘ વખતે આ ચંદાવિષ્ક્રય પન્ના ગ્રંથ પર વાચના રખાયેલી. હવે આ બીજી વાર વાચના ચાલે છે. ફરી-ફરી એને એ ગ્રંથ શા માટે? એવું નહિ પૂછતા. ૪૫ આગમો એકવાર વાંચ્યા એટલે પતી ગયું ? ૭ વાર વાંચજો. તો જ રહસ્ય હાથમાં આવશે. આપણે બધા નવું-નવું વાંચવાના શોખીન છીએ, પણ જૂના તરફ કદી નજરેય કરતા નથી. નવું-નવું વાંચવા કરતાં જૂનાને વધુ ને વધુ વાગોળશો તેમ તેમ રહસ્યો હાથમાં આવતા જશે. * ચંદાવિન્ઝય પર ગુજરાતી અનુવાદ પણ થયેલો છે. એ પુસ્તક દરેક ગૃપને આપ્યું છે, છતાં કોઈને જોઈતું હોય તો મળશે. * ભગવાનની કેવી અભુત વ્યવસ્થા છે? ભગવાન મહાવીર પછી ૭૭મી પાટે મારો નંબર આવ્યો છે, તો પણ હું ભગવાનની વાણી જાણી શકું છું. એટલું જ નહિ, દુપ્પસહસૂરિ સુધી આ ભગવાનની વાણી ચાલશે. ભગવાનનો અમાપ ઉપકાર છે. ૩૪૦ જ કહ્યું, ક્લાપૂર્ણસૂરિએ Page #361 -------------------------------------------------------------------------- ________________ * ધર્મનો એક અર્થ સ્વભાવ પણ છે. સાધુ-જીવનમાં દસેય યતિધર્મો આપણો સ્વભાવ બનવો જોઈએ. અત્યાર સુધી ક્રોધ, માન વગેરે આપણા સ્વભાવ રૂપ બની ગયા હતા. હવે ક્ષમા-માર્દવ આદિ સ્વભાવ બનવો જોઈએ. સાધુ-જીવનમાં આ જ કરવાનું છે. ક્રોધાદિનો સામનો કરવા માટે જ ભગવાને આપણને ૧૦ ચીજો આપી છે. તો જ આપણને સમાધિ મળશે. આ ગ્રંથમાં સમાધિ પર જ ભાર અપાયો છે. મૃત્યુમાં સમાધિ ક્યારે રહેશે ? જીવનમાં શાન્તિ હશે ત્યારે. શાન્તિ ક્યારે હશે ? ૧૦ પ્રકારનો યતિધર્મ સ્વભાવભૂત બનશે ત્યારે. પ્રગટ્યો પૂરણ રાગ...' સ્તવનમાં કવિ કહે છે : “વાસિત હૈ જિનગુણ મુજ દિલકું જૈસે સુરતરુ બાગ...' પ્રભુ...! આપના ગુણોથી મેં મારું હૃદય નંદનવન જેવું બનાવી નાખ્યું છે. ગુણોના ગુલાબથી એ મહેકી ઊઠ્ય છે. ૧૦ યતિધર્મ જીવનમાં આવે ત્યારે જ આવું બની શકે. * સવ્વસ્સવ ફુર્વિતિ... ! પ્રભો ! મનથી મેં દુષ્ટ વિચાર્યું હોય, વચનથી દુષ્ટ ઉચ્ચાર્યું હોય, કાયાથી દુષ્ટ આચર્યું હોય, તે બદલ મિચ્છામિ દુક્કડં માંગું છું. પ્રતિક્રમણનો આ સાર છે. અતિક્રમણ કરનારી ચેતનાને પ્રતિક્રમણ દ્વારા સ્વ-ઘરમાં પ્રતિષ્ઠિત કરવાની છે. * નાનું બાળક રૂપિયાની થપ્પીને આગ લગાડે, ભડકો જોઈને આનંદ પામે, ત્યારે તેના પિતાને શું થાય ? આપણે નાના બાળક જેવા છીએ. સંયમની નોટોને સળગાવી રહ્યા છીએ. પિતાના સ્થાને રહેલા જ્ઞાનીઓને એ જોઈ શું થતું હશે ? તેની તમે કલ્પના કરી શકો છો. * આ પ્રવૃત્તિ બંધ કરવા જ આપણે અહીં એકઠા થયા છીએ. કહ્યું, કલાપૂર્ણસૂરિએ કે ૩૪૧ Page #362 -------------------------------------------------------------------------- ________________ કેટલાક તો એવા છે જેમણે કદી અમદાવાદ છોડ્યું જ નથી. દવા આદિના કારણો ઊભા જ હોય. આવા પણ અહીં ચાતુર્માસ માટે આવી પહોંચ્યા છે, એનો અર્થ એ જ કે બધાને આરાધના ગમે છે. - હવે અહીં આવીને આરાધના જ કરશો ને ? નાની પણ ભૂલ કરશો તો પણ લોકોમાં ગવાઈ જશો તે ધ્યાનમાં રાખશો. કહેનારા એવું પણ કહે છે : આટલા બધાની અહીં શી જરૂર છે ? થોડી પણ તમે ભૂલ કરશો તો લોકો તો મને જ પકડવાના. મને યશ આપવો કે અપયશ ? તે તમારા હાથમાં છે. અહીં આવ્યા છો તો બરાબર ગ્રહણ કરો. એક વખત એવો હતો જ્યારે હું વિચારતો : આજે તો બોલી ગયો. આવતી કાલે શું બોલીશ? અર્ધી રહેવા દઈને એ વાત બીજા દિવસ પર રહેવા દેતો, પણ હવે એવું નથી. દાદા જ્યારે આપનારા બેઠા જ છે, ત્યારે મારે શા માટે કંજૂસાઈ કરવી ? * ગણિ અભયશેખરવિજયજીએ પાંચ આશયને સમજાવતું પુસ્તક [સિદ્ધિના સોપાન] મોકલ્યું છે. તમને બધાને એ પુસ્તક આપવામાં આવ્યું છે. આ પુસ્તકમાં પાંચ આશયો પર લખેલું, બરાબર વાંચજો. કોઈપણ કાર્યની સિદ્ધિ નહિ કરો ત્યાં સુધી તે અધુરું ગણાશે. * બધું તો આપણે પકડી શકવાના નથી. મેં ભક્તિમાર્ગ પકડ્યો. જ્ઞાનયોગમાં કામ નથી. ચારિત્રયોગમાં અશુદ્ધિઓ છે. તો કરવું શું? મેં તો એક ભક્તિયોગ પકડ્યો છે, જેને હું હૃદયથી ચાહું છું. તમે કોઈ યોગ પકડ્યો છે ? | વાંચના વાંચન કરતાં કોઈ સારું મનોરંજન નથી અને કોઈ સ્થાયી પ્રસન્નતા નથી. - લેડી મોટેગ્યુ ૩૪ર જે કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #363 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા જેઠ સુદ-૧૨ ૧૩-૬-૨૦૦૦, મંગળવાર * ભલે, આ કાળમાં મુક્તિ નથી, પણ મુક્તિની સાધના તો છે જ, મુક્તિનો માર્ગ તો છે જ. માર્ગે ચાલીશું તો આ ભવે નહિ તો આગામી ભવે, મુક્તિરૂપ મંઝિલ મળશે જ. મુક્તિની સાધના કરતાં કરતાં મુક્તિ જેવો આનંદ અહીં અનુભવી શકાય છે. આને જીવન્મુક્તિ કહેવાય. જીવતેજીવ મુક્તિનો સુખ અનુભવવો તે જીવન્મુક્તિ. અબજો રૂપિયાનો આનંદ હજાર કે લાખમાં કંઈક અંશે અનુભવાય તેમ મુક્તિના આનંદની ઝલક અહીં અનુભવી શકાય એકેય રૂપિયો પાસે ન હોય તે અબજો રૂપિયાનો આનંદ શી રીતે અનુભવી શકે ? આત્મિક આનંદને રોકનાર વિષયો છે, કષાયો છે. વિષયકષાય ઘટતા જાય તેમ આત્મિક આનંદ વધતો જાય. દર્શન મોહનીયના ક્ષયોપશમથી સમ્યકત્વ મળે, પણ આત્માનંદની રમણતા તો ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી જ અનુભવાય. * * બીજાનું દુઃખ સ્વમાં સંક્રાન્ત થાય ત્યારે કહી શકાય. હવે કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૩૪૩ Page #364 -------------------------------------------------------------------------- ________________ કરુણાનો, અનુકંપાનો આવિર્ભાવ થયો છે. સૌથી વધુ દુઃખી કોણ ? આ પ્રશ્નના જવાબમાં ભગવાને કહ્યું : અવિરત સમ્યગૃષ્ટિ દુઃખી છે. નરક કે નિગોદ આદિના જીવો દુઃખી ખરા, પણ સ્વ-દુઃખે દુઃખી છે, જ્યારે સમ્યદૃષ્ટિ પરદુઃખે દુઃખી છે. આને અનુકંપા કહેવાય. * વિનયવિજયજી મ. કહે છે : કોઈના પર પણ વેર-વિરોધ રાખવા જેવો નથી. કારણ કે બધાય જીવો સાથે અનંત કાળમાં અનંતીવાર માતા-પિતા આદિનો સંબંધ આપણે બાંધ્યો છે. તેમની સાથે શત્રુતા કેમ રખાય ? બીજા સાથે શત્રુતા રાખવી, એટલે પોતાની સાથે જ શત્રુતા રાખવી. બીજા સાથે મિત્રતા રાખવી એટલે પોતાની સાથે જ મિત્રતા રાખવી. કારણ કે અંતતોગત્વા આપણી ઉપર જ એ ફળે કદાચ કોઈના પર ઉપકાર કરીએ તો પણ શું થઈ ગયું ? અનંતકાળમાં આપણે કેટલાનું ઋણ લીધું છે ? કંઈક કરીશું તો જ આપણે કંઈક અંશે ઋણ-મુક્ત બની શકીશું ને ? * ‘નિર્વાણપદ્વમગ્રેષ્ઠ, માવ્યતે યમ્મુહુર્મુહુઃ | तदेव ज्ञानमुत्कृष्टं, निर्बन्धो नास्ति भूयसा ।। જ્ઞાનસારના આ શ્લોક પર પોતાના ગુજરાતી ટબ્બામાં પૂ. ઉપા. યશોવિજયજીએ ““એક સામાયિક પદના શ્રવણથી અનંતા જીવો મોક્ષમાં ગયા છે.” એમ ઉમાસ્વાતિજીએ કહ્યું છે.” એમ હવાલો આપ્યો છે. બધું કરીને આપણે સામાયિકના ફળરૂપ સમતા મેળવવાની છે. માત્ર મોક્ષનો જાપ કરવાથી મોક્ષ નહિ મળે. મોક્ષ માટે મોક્ષની સાધનારૂપ સામાયિકનો આશ્રય કરવો પડશે. સામાયિકથી સમતા મળશે. સમતા તમને અહીં જ મુક્તિનો આસ્વાદ કરાવશે. એક હાથમાં સુષ્માનું માથું ને બીજા હાથમાં લોહી નીંગળતી ૩૪૪ જે કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #365 -------------------------------------------------------------------------- ________________ તલવાર લઈને દોડનાર ચીલાતીપુત્ર ભયંકર દુર્ગાને ચડ્યો હતો, તે સમતાના આશ્રયથી જ શુભ ધ્યાનમાં ચડ્યો. ઉપશમ, વિવેક અને સંવરના ચિંતને તેને શુભ ભાવધારામાં લાવી દીધો. આ ત્રણ શબ્દોમાં એવું શું હશે, જેથી ચિલાતીપુત્રને સમાધિ લાગી ગઈ ? આપણી સાધના માટે ફીટ બેસે તેવા કોઈ શબ્દો આપણે ન શોધી શકીએ ? * ચાર પ્રકારના ધ્યાન [આર્ત-રૌદ્ર-ધર્મ-શુક્લ] ના વિસ્તારમાં પૂ. હરિભદ્રસૂરિજીએ આખો ધ્યાન-શતક ઠાલવી દીધો છે. આપણે જ્યારે શુભ-ધ્યાનમાં નથી હોતા ત્યારે અશુભધ્યાનમાં હોઈએ જ છીએ. કારણ કે આ ચાર ધ્યાન સિવાય બીજું કોઈ ધ્યાન હોઈ જ ન શકે. ખેતરમાં અનાજ ન ઊગે તો ઘાસ તો ઊગે જ. શુભધ્યાન ન હોય ત્યાં અશુભધ્યાન હોય જ. શુભધ્યાન દ્વારા સમેતા-સમાધિ મળે છે. અત્યારથી જે સમાધિની કળા હસ્તગત નહિ કરીએ તો મૃત્યુ-સમયે સમાધિ શી રીતે મળશે ? આપણે તો સમાધિ અંગે કંઈ જ વિચારતા નથી. પણ મહાપુરુષો થોડા ભૂલે ? ચંદાવિઝયમાં ખાસ આના પર જ ભાર મૂકવામાં આવ્યો છે. થોડાક જ કષ્ટથી આપણે સમતાથી ટ્યુત થઈ જઈએ છીએ. એનું કારણ સ્વેચ્છાથી પરિષહો સહિતા નથી તે છે. ખૂબ જ અનુકૂળતાનો મોહ, પરિષહોથી દૂર ભાગવાની વૃત્તિ, માર્ગથી દૂર ખસેડે છે. કર્મ-નિર્જરાની તક દૂર ઠેલે છે. मार्गाऽच्यवन-निर्जरार्थं परिषोढव्याः परिषहाः । – તત્ત્વાર્થસૂત્ર જિનોક્ત માર્ગમાં સ્થિર રહેવું ને કર્મની નિર્જરા કરવી હોય તો પરિષદો સહવા જ રહ્યા. કામદેવ જેવા શ્રાવકો ગૃહસ્થપણામાં પણ પરિષદો સહન કરતા હોય તો આપણે તો સાધુ છીએ. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૩૪પ Page #366 -------------------------------------------------------------------------- ________________ * કષાયોના કારણે આપણે ઉકળાટમાં આવી જઈએ છીએ. ચિત્તની સ્વસ્થતા ગુમાવી બેસીએ છીએ. બીજાના કષાયો સાથે આપણા કષાયો ટકરાય છે ને પછી ન થવાનું થાય છે. હું કહું છું કે તમારા કષાયોને તમે એવા પાંગળા બનાવી દો કે તે ઊભા જ થઈ શકે નહિ. સામેવાળો ગમે તેટલા ઉગ્ર હુમલા કરે છતાં આપણે કષાયો ઊભા ન થવા દઈએ તો સમજી લેવું : કષાયરૂપી ભૂતડાની ચોટલી હાથમાં આવી ગઈ છે. આપણે કષાયનો નિગ્રહ કર્યો છે. કષાયરૂપી લુંટારાઓ આપણા કિંમતી અસંક્લિષ્ટ ચિત્ત-રત્નને ચોરી લે છે. એવા લુંટારાઓને શી રીતે આશ્રય અપાય ? ચિત્તરત્ન અસંક્લિષ્ટ બને તે જ ક્ષણે પ્રભુ આપણામાં પધારે. જળમાં તરંગો શાંત થાય તે જ ક્ષણે જેમ આકાશમાં રહેલો ચન્દ્ર પ્રતિબિંબિત બને. તે વખતે એવો આનંદ આવે છે, એટલો પ્રકાશ, એટલી ઉષ્મા પ્રગટે છે કે ભક્ત કહે છે : ભગવન્...! હવે તમે કદી મારાથી દૂર નહિ થતા. મન ઘરમાં ધરિયા ઘર શોભા, દેખત નિત્ય રહેશો થિર થોભા...' પ્રભુ....! આપનાથી જ મારા મનનું ઘર શોભે છે. આપ જાવ છો ને એ વેરાન બને છે. આપ મારા મનની શોભા છો. આપ મારા મનનો આનંદ છો. સર્વસ્વ છો. કૃપા કરીને હવે જતા નહિ. મન તો બધાનું ચંચળ છે. પણ ધીરે-ધીરે એને પ્રભુમાં સ્થિર બનાવવાનું છે. પ્રભુ પ્રાપ્તિ સિવાય મન કદી સ્થિર નહિ થાય, એટલું લખી રાખો. ભગવાન ભલે દૂર છે, પણ ભક્તિથી નજીક છે. પતંગ ભલે દૂર છે. પણ, દોરીથી નજીક છે. પતંગરૂપી પ્રભુને પકડી રાખવા હોય તો ભક્તિની દોરી છોડતા નહિ. દોરી છુટી તો પતંગ ગયો. ભક્તિ છૂટી તો ભગવાન ગયા. સાક્ષાત્ ભગવાનની હાજરીમાં પણ ભગવાનને પકડીને હૃદયમાં ૩૪૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #367 -------------------------------------------------------------------------- ________________ ન બેસાડી શકાય, તેમના પ્રત્યેની ભક્તિથી જ હૃદયમાં બેસાડી શકાય. શાસ્ત્ર ના કહે છે : મોક્ષમાં ગયેલા ભગવાન પાછા આવતા નથી. ભક્ત કહે છે : ભગવાન આવે છે. બને વાત સાચી છે. આત્મ દ્રવ્યરૂપે ભગવાન ભલે નથી આવતા, પણ ઉપયોગરૂપે જરૂર આવે છે. मुक्तिं गतोऽपीश विशुद्धचित्ते । गुणाधिरोपेण ममाऽसि साक्षात् । भानुर्दवीयानपि दर्पणेऽशु - सङ्गान्न किं द्योतयते गृहान्तः ।। હે પ્રભુ ...! આપ ભલે મોક્ષમાં ગયા છો, તો પણ નિર્મળ ચિત્તમાં ગુણના આરોપથી આપ મારા માટે સાક્ષાત્ છો. દૂર રહેલો સૂર્ય પણ આરીસામાં સંક્રાન્ત બનીને ઘરને અજવાળે જ છે ને ? આ પરમાહંત મહારાજા કુમારપાળના ઉદ્ગારો છે. સૂર્ય ભલે આકાશમાં છે, પ્રકાશ આપણી પાસે છે. ભગવાન ભલે મુક્તિમાં છે. પણ એમની કૃપાનો અનુભવ ભક્તના હૃદયમાં છે. આવા ઘોર કાળમાં ભગવાન વિના પ્રસન્નતા છે જ ક્યાં ? ભગવાનની કૃપાનો જે અનુભવ ન જ થતો હોય તો ભક્તને જીવવું મુશ્કેલ બની જાય. ચિત્ત નિર્મળ બનાવો એટલે પ્રભુ તમારામાં પ્રકાશવા તૈયાર છે. પ્રભુની આજ્ઞા શી છે ? आज्ञा तु निर्मलं चित्तं . कर्तव्यं स्फटिकोपमम् । – યોગસાર - ચિત્તને સ્ફટિક જેવું ઉજળું બનાવવું એ જ ભગવાનની આજ્ઞા. કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૩૪૦ Page #368 -------------------------------------------------------------------------- ________________ ચિત્તને નિર્મળ બનાવવાની સાધના આ છે : જ્ઞાન, દર્શન, ચારિત્રનું પ્રતિદિન સેવન કરો. કષાયોને ક્ષીણ કરતા રહો. ચિત્ત ઉજ્જવળ બનશે જ. ચિત્ત ઉજ્જવળ બનશે એટલે પ્રભુ હૃદયમાં આવશે જ. * ભગવાન કેવળજ્ઞાનરૂપે વિશ્વવ્યાપક છે, એમ કલ્પસૂત્રની ટીકામાં [ગણધરવાદમાં] લખ્યું છે. ભગવાન ગુણોરૂપે આખા વિશ્વમાં ફેલાયેલા છે, એમ માનતુંગસૂરિએ ભક્તામરમાં કહ્યું છે. વિશ્વવ્યાપી આ વિભુ હૃદયમાં વસેલા જ છે, એ ઘટ-ઘટના અન્તર્યામી છે. માત્ર એના તરફ તમારે નજર કરવાની જરૂર છે. જાણવા લાયક દસ વાતો એક વાળના અગ્રભાગમાં આકાશાસ્તિકાયની અસંખ્ય શ્રેણિ. (૨) એક શ્રેણિમાં અસંખ્ય પ્રતર. એક પ્રતરમાં નિગોદના અસંખ્ય ગોળા (૪) એક ગોળામાં અસંખ્ય શરીર એક શરીરમાં અનંત જીવ એક જીવમાં અસંખ્ય પ્રદેશ એક પ્રદેશમાં અનંત કાર્મણ વર્ગણા એક વર્ગણામાં અનંત પરમાણુ એક પરમાણુમાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શના અનંત પર્યાયો (૧૦) એક પર્યાયમાં કેવળજ્ઞાનના અનંત પર્યાયો ૩૪૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #369 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા જેઠ સુદ-૧૩ ૧૪-૬-૨૦૦૦, બુધવાર * અનેક દુઃખો સંસારમાં આપણે ભોગવ્યા. કારણ કે જિનવચન ન મળ્યું. અત્યારે જિન-વચન તો મળ્યું છે, પણ ફળ્યું છે ખરું ? એ ત્યારે જ ફળે જ્યારે જિન-વચન નિજ-જીવન બની જાય, જિનવચન પ્રમાણે જીવન બની જાય. જો કે, આ વિષમ કાળમાં આવું જીવન જીવનારા ઘણા જ ઓછા છે. યોગસારકારની ભાષામાં કહીએ તો “દ્વિત્રાઃ” બે-ત્રણ જ. જેમનો સંસાર લાંબો છે, વિષયાસક્તિ ગાઢ છે, કષાયો પ્રબળ છે, તેવા જીવોને તો આ જિન-વચન ન જ ગમે તે સ્વાભાવિક જ કષાયાદિ મંદ પડેલા હોય તો જ જિન-વચન ગમે. કષાયો મંદ પડયા છે, એમ શી રીતે જણાય ? સામી વ્યક્તિના ઉગ્ર કષાયોના હુમલા વખતે પણ આપણે કષાયોને ઊભા ન થવા દઈએ તો જાણવું : મારા કષાયો નબળા થઈ ગયા છે. સંયમની યાત્રા અને ગિરિરાજની યાત્રા પણ તો જ સફળ બને જે કષાયો માંદા પડે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૩૪૯ Page #370 -------------------------------------------------------------------------- ________________ કષાયો માંદા ન પડે તો કેટલાય ઓઘા લઈએ કે કેટલીયે વાર ગિરિરાજ પર જઈ આવીએ, પણ આપણું કામ નહિ થાય.એને યાત્રા ન કહેવાય, માત્ર ચડ-ઊતર કહેવાય. બહુ બહુ તો પર્વતારોહણ રૂપ કસરત કહેવાય. એને સંયમ ન કહેવાય. માત્ર કાયક્લેશ કહેવાય. * સુખ ખરાબ કે દુઃખ ? સુખમાં આનંદ થાય છે, એ ખરું, પણ જો એમાં રિસ - ઋદ્ધિ-સાતા ગારવ રૂપ સુખ ] આસક્ત બનીએ તો આત્માના અવ્યાબાધ સુખથી દૂર જ રહીએ. જે દુઃખને સહન કરવાથી કર્મની નિર્જરા થાય, આત્માની શુદ્ધિ થાય, આત્માનંદની ઝલક મળે, એ દુઃખને દુઃખ શી રીતે કહેવાય ? આથી જ જ્ઞાનીઓની નજરે સુખ દુઃખ છે. દુઃખ સુખ છે. મુનિ જ્યારે દુઃખને સુખ માને, સુખને દુઃખ માને ત્યારે મોક્ષસુંદરી દોડતી-દોડતી તેની પાસે આવી પહોંચે – એમ યોગસારકાર કહે છે : यदा दुःखं सुखत्वेन, दुःखत्वेन सुखं यदा । मुनिर्वेत्ति तदा तस्य, मोक्षलक्ष्मीः स्वयंवरा ॥ * આજે એક આરાધક [ભારમલ હીરજી, ઘાણીથર,-કચ્છવાગડ] આત્મા શત્રુંજય પર ચડતા-ચડતા સમવસરણ મંદિરથી થોડેક ઉપર જતાં મૃત્યુ પામ્યા. અત્યંત સમાધિપૂર્વક નવકાર શ્રવણ કરતાં એ આત્મા સિદ્ધાચલની પુણ્યભૂમિ પર અવસાન પામ્યા. માંગતાંય ન મળે તેવું મૃત્યુ તેમને મળ્યું. મૃત્યુ અચાનક જ આવીને ત્રાટકે છે. આપણી પાસે કોઈ આરાધનાની મૂડી નહિ હોય તો ત્યારે સમાધિ શી રીતે રહેશે ? સમાધિ વિના સદૂગતિ શી રીતે મળશે ? બીજાના મૃત્યુમાં સ્વ-મૃત્યુનું નિરંતર દર્શન કરો. મારી જ આ ભાવિ ઘટના છે, એમ જુઓ તો તમારો વૈરાગ્ય દિન-પ્રતિદિન વૃદ્ધિગત બનતો રહેશે. ૩૫૦ એ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #371 -------------------------------------------------------------------------- ________________ * એક બાળક સાતમા માળેથી નીચે ગબડે છે, પણ નીચે રહેલા ચાર સમર્થ પુરુષો તેને નળીમાં પકડી લે છે ને તે બચી જાય છે. પછી તેને ગાદલા પર સુવાડે છે. એક બાળક તે “જીવ.” સાતમા માળેથી પડવું તે “મરણ.” ચાર સમર્થ પુરુષો તે દાનાદિ ૪ ધર્મ [દુર્ગતિમાં પડતા જીવને ધારી રાખે તેને ધર્મ કહેવાય.] ગાદલો તે સદ્ગતિ. ધર્મનું કામ જ આ છે : તમને સમાધિ આપી સગતિમાં સ્થાપિત કરે. - ઘણીવાર એવું પણ બને છે : આખી જીંદગી સાધના કરી હોય, પણ છેલ્લી ક્ષણે હારી જવાય. દા.ત. કંડરીક. એક હજાર વર્ષ સંયમ પાળ્યા છતાં છેલ્લા અઢી દિવસના ભયંકર દુર્ગાનથી તેઓ સાતમી નરકે ગયા. માટે જ મૃત્યુ વખતે સમાધિ પર આટલું જોર આપવામાં આવે છે. * ભાવિ ઉજ્જવળ બનાવવું હોય તો ભૂતનો વિચાર કરવો પડે. ભૂત તરફ દષ્ટિપાત નહિ કરનાર ભાવિ કદી ઉજ્જવળ બનાવી શકતો નથી. નિગોદ આપણો ભૂતકાળ છે. નિર્વાણ આપણો ભવિષ્યકાળ છે. નિર્વાણમાં જવું છે, પણ જવાય શી રીતે ? કયા તેવા કારણો હતા, જેના કારણે અનંતકાળ સુધી નિગોદમાં રહેવું પડ્યું ? એ પણ ઊંડાણથી જોવું જોઈએ. અજ્ઞાન, મોહ અને પ્રમાદના કારણે આપણે નિગોદમાં રહ્યા. હજુ પ્રમાદમાં રહીશું તો નિગોદમાં જ જવું પડશે. * આજે પૂ. ઉપા. પ્રીતિવિજયજીની પ્રથમ સ્વર્ગતિથિ છે. ચારિત્ર પર્યાયમાં મારાથી મોટા હતા. મોટા હોવા છતાં મને તેઓ કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૩૫૧ Page #372 -------------------------------------------------------------------------- ________________ આચાર્યપદ પછી વંદન કરતા; હું ના પાડતો છતાંય. મંદકષાયતા, ભદ્રિકતા, સરળતા વગેરે તેમના ઊડીને આંખે વળગે તેવા ગુણો હતા. દુનિયાની દૃષ્ટિએ ચતુર બને તે પોતાના જ આત્માને ઠગે છે. ઉપા. પ્રીતિવિજયજી આવા ન્હોતા. કહેવાતી પાકાઈ, ગૂઢતા એ બધા આપણા જ શત્રુ છે. ભોળા માણસને ભલે કોઈ ઠગી જાય, પણ એથી એમનું કશું બગડે નહિ. આખરે તો ઠગનારનું જ બગડે. ચંદનને કોઈ ઘસી નાખે, છોલી નાખે કે બાળી નાખે પણ તે સુવાસ કે શીતળતા કદી ન છોડે, તેમ સજ્જન પોતાની સુંદર પ્રકૃતિ, બીજાને સાતા આપવાનો સ્વભાવ કદી ન છોડે. સ્વ. ઉપાધ્યાયજીમાં વેયાવચ્ચનો મોટામાં મોટો ગુણ હતો. જીવનમાં કેટલાને એમણે સમાધિ આપી ? ગુરુ મહારાજની આજ્ઞાથી પં. મુક્તિવિજયજીની સેવામાં વર્ષો સુધી રહ્યા. પછી રત્નાકરવિજયજી, દેવવિજયજી વગેરેની પણ સેવા કરી. સેવા કરનારની સેવા થાય જ. એમને કોઈને કોઈ સેવા કરનાર મળી જ રહે. ભલે એમને કોઈ શિષ્ય ન્હોતા, પણ એની એમને કોઈ ચિન્તા ન્હોતી. એમના આવા જેટલા ગુણોને યાદ કરીએ તેટલા ઓછા છે. અમે ૭-૮ વર્ષ સુધી તો દક્ષિણમાં હતા.આટલા વર્ષો સુધી અહીં રહેલા મુનિઓએ તેમની જે સેવા કરી છે, તેઓ પણ ધન્યવાદને પાત્ર છે. જો કોઈ સેવાનું કામ ન સ્વીકારે તો ગચ્છની વ્યવસ્થા સુચારુરૂપે શી રીતે થઈ શકે ? સેવા તો અપ્રતિપાતી ગુણ છે. સેવા નહિ કરીએ તો આપણી સેવા કોણ કરશે ? આપણે કદી વૃદ્ધ નહિ બનીએ ? રોગી નહિ બનીએ ? ૩૫૨ હૈ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #373 -------------------------------------------------------------------------- ________________ જેટલી સમાધિ બીજાને આપીશું, તેટલી જ સમાધિ આપણને મળશે. બીજાને અસમાધિ આપનારો પોતાની જ અસમાધિનું રીઝર્વેશન કરે છે, એ કદી ભૂલશો નહિ. તમારી પાસે જે મન-વચન-કાયાદિની શક્તિ છે, તે બીજાના કામમાં આવે તે જ તેની સાર્થકતા છે. જો એ ન થયું તો ? પંચ પરમેષ્ઠી કેમ નમસ્કરણીય છે? કારણ કે તેઓ પરોપકાર નિમગ્ન છે. એમની શક્તિ બીજાના ઉપકારમાં જ વપરાઈ છે. ઉપા. પ્રીતિવિજયજીએ પોતાની શક્તિઓનો આ રીતે ઉપયોગ કર્યો હતો. ગયા વર્ષે વિહાર કરતાં સામેથી ટ્રકની ટક્કર વાગતાં નીચે પટકાયા. ક્યાં પડીએ ? કેવી રીતે પડીએ ? એ ત્યારે માણસના હાથમાં નથી હોતું. એમને બ્રેઈન હેમરેજ થયું. અને ૨૪ કલાક પછી સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયા. તેમણે પાલીતાણામાં દીક્ષા લીધી હતી. સાધુ-સાધ્વીજીઓના યોગોદ્વહનમાં ખૂબ જ રસ હતો. રોજ તેઓ ઓછામાં ઓછું એકાસણું કરતા. પલાંસવામાં ૨૦૧પમાં પૂ. કનકસૂરિજી મ.ની નિશ્રામાં ૪૫ ઉપવાસ કરેલા. ૩૦, ૧૬, ૮ વગેરે ઉપવાસો તો ઘણીવાર કરેલા. વર્ધમાનતપની ૧૦૦ ઓળી પૂર્ણ કરેલી. ૧૦૦ મી ઓળીના પારણા માટે રાહ તો મારી જોતા હતા, પણ મુનિઓના આગ્રહથી ૧૦૦ મી ઓળી પૂર્ણ કરી. વાત પણ ખરી છે. જીવનનો શો ભરોસો ? આજે આંખ ખુલી છે. આવતી કાલે બંધ પણ થઈ જાય. જે તે વખતે ૧૦૦મી ઓછી ન થઈ હોત તો....? | [આવતી કાલે અર્ચના, સારિકા, ઉર્વશી, મોનલ, જયા અને રશ્મિ - છ કુમારિકાઓની દીક્ષા છે. વર્ષીદાનનો વરઘોડો તથા દીક્ષા - બન્ને આવતી કાલે છે.] 5 U ) કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૩૫૩ Page #374 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા જેઠ સુદ-૧૪ ૧૫-૬-૨૦૦૦, ગુરુવાર અના, સાદિકા, જયા, ફિમ, ઉર્વશી તથા મીનલ છ કુમાફ્રિકાના દીક્ષા પ્રસંગે... નૂતન દીક્ષિતોને હિતશિક્ષા : * પ્રભુના પરમ પ્રભાવથી સિદ્ધાચલની ગોદમાં આપણે પવિત્ર દીક્ષામહોત્સવ જોઈ રહ્યા છીએ. આ દશ્ય જોઈ કોનું હૃદય ગદ્ગદ્ ન થાય ? અહીં નાણમાં ત્રણ ગઢ છે. ઉપર સિહાસન છે. બરાબર સમવસરણની આ પ્રતિકૃતિ છે. અહીં ભગવાનની ઉપસ્થિતિમાં જ ચતુર્વિધ સંઘ સમક્ષ આપણે વ્રત લઈ રહ્યા છીએ, એમ માનવાનું સાથે-સાથે દરેક દિકપાલ, લોકપાલ વગેરે દેવોને પણ આ પ્રસંગે પધારવાનું કહેવામાં આવે છે. આવું દશ્ય અહીં જ જોવા મળશે. હમણા જે કરેમિ ભંતે ઉચ્ચરાવવામાં આવ્યું એ સૂત્ર જેવું તેવું નથી. સમતાનું અને સમાધિનું આ સૂત્ર છે. “હે ભગવન્! હું આપની સમક્ષ સર્વ સાવદ્ય યોગોની પ્રતિજ્ઞા લેવા ઉપસ્થિત થયો છું. મન-વચન અને કાયાથી કરણ, કરાવણ ને ૩૫૪ જે કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #375 -------------------------------------------------------------------------- ________________ અનુમોદનથી હું જીવનભર સર્વ સાવદ્ય યોગોનો ત્યાગ કરું છું. પૂર્વે કરેલી સાવદ્ય પ્રવૃત્તિઓની નિંદા-ગહ કરી તે પાપમય આત્માનો ત્યાગ કરું છું.” આ કરેમિ ભંતેનો સંક્ષિપ્ત ભાવાનુવાદ છે. કરેમિ ભંતે કેવું મહાન સૂત્ર ? એની મહાનતા જાણ્યા પછી પ્રાપ્તિનો સવિશેષ આનંદ થાય. કુમારપાળે કહ્યું : “બાર વ્રતોની પ્રાપ્તિ આગળ મને ૧૮ દેશની રાજ્યપ્રાપ્તિ ફીકી લાગે છે.” અહીં તો આપણને સર્વ વિરતિ મળી છે. એનું કેટલું મૂલ્ય અંકાવું જોઈએ ? આ મહાવ્રતો, આ સામાયિક તો ચિંતામણિ કરતાં પણ વધુ મૂલ્યવાન છે. ચિંતામણિથી પણ અધિક સાચવીને તેની સુરક્ષા કરજે, તેનું સંવર્ધન કરજો. કરેમિ ભંતેની પ્રતિજ્ઞાથી સર્વ સાવદ્યનો ત્યાગ થાય છે. આથી જગતના સર્વ જીવો રાજી થાય છે. અભયદાન મળતાં કોણ રાજી ન થાય ? ૧૮-૨૦ વર્ષની કુમળી વયે તમારી પુત્રીઓ જ્યારે સંપૂર્ણ સંસારનો પરિત્યાગ કરતી હોય તો તેમના માતા-પિતા રૂપે તમારે વિચારવા જેવું નહિ ? આ કુમારિકાઓ સંસારનો સંપૂર્ણ ત્યાગ કરી રહી છે ત્યારે તમે કંઈક તો ત્યાગ કરજો, જેથી સર્વ વિરતિ જલ્દી ઉદયમાં આવે. લોગસના ત્રણ પદમાં નવધા ભક્તિ : કિત્તિય ૧ શ્રવણ ૨ કીર્તન ૩ સ્મરણ વદિય ૪ વંદન ૫ અર્ચન ૬ પાદસેવન મહિયા ૭ દાસ્ય ૮ સખ્ય ૯ અંત્મ-નિવેદન કહ્યું, કલાપૂર્ણસૂરિએ જે ૩૫૫ Page #376 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા જેઠ સુદ-૧૫ ૧૬-૬-૨૦૦૦, શુક્રવાર * ભગવાનના જ્ઞાનમાં તો એક પદાર્થના અનંત ધર્મો પ્રકાશિત છે, પણ કહેવાય કેટલું ? અનંતા પદાર્થો અનભિલાપ્ય [ ન કહી શકાય તેવા ] છે. અભિલાપ્ય [ કહી શકાય તેવા] પદાર્થોનો પણ અનંતમો ભાગ જ ભગવાન કહી શકે. જે દૃષ્ટિકોણથી શ્રોતાઓનું હિત થતું હોય તે દૃષ્ટિકોણ સામે રાખીને ભગવાન કહે. * અનંતકાળ સુધી પ્રસાદના કારણે જે કર્મ બાંધ્યા, તે કર્મ અપ્રમાદથી હટાવી શકાય છે. એ કર્મ બાંધતાં ભલે અનંતકાળ લાગ્યો હોય, પણ તે માત્ર અન્તર્મુહૂર્તમાં ખપાવી શકાય છે. અપૂર્વકરણ (અપૂર્વ અધ્યવસાયથી અનંતકાળમાં જે કામ ન થયું તે થઈ જાય છે. એટમ બોમ્બની જેમ અપૂર્વકરણ અનંત કર્મોના જથ્થાને એકી સાથે ઊડાવી દે છે. કર્મોને બાંધતાં જેટલો સમય લાગે તેટલો જ સમય તોડતાં પણ લાગે, એવું નથી. મકાન બનાવવું હોય તો વાર લાગે. તોડતાં શી વાર? અહીં કર્મનું મકાન તોડવાનું છે. * ચંદાવિન્ઝય પયન્નાનું નામ તો પફખીસૂત્રમાં ઘણીવાર સાંભળેલું, પણ સાંતલપુરના ભંડારમાં એનું નામ વાંચી હું એ વાંચવા લલચાયો. મેં વાંચ્યું. થોડા જ શ્લોકોમાં ૭ વિભાગોમાં વહેંચાયેલો આ ગ્રંથ જોઈ આનંદ આવ્યો. નાગેશ્વરના સંઘ વખતે [આચાર્ય ૩૫૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #377 -------------------------------------------------------------------------- ________________ પ્રદ્યોતનસૂરિજી પણ ત્યારે સાથે હતા. તેમની આચાર્ય પદવી પણ તે સંઘમાં જ થયેલી, વિ.સં. ૨૦૩૮] એના પર વાચના રાખેલી. ત્યાર પછી અત્યારે ફરીવાર વાચના રાખવામાં આવી છે. અત્યારે પણ આ ગ્રંથ અભુત અને અપૂર્વ લાગે છે. એના સાત અધિકારોમાં અત્યારે ૭મો [મરણ-ગુણ] અધિકાર ચાલે છે. આ ગ્રન્થ પર વાચના પૂરી થયા પછી લલિતવિસ્તરા પર વાચના રાખવાનો ઈરાદો છે. * આ ગ્રન્થમાં ખાસ કરીને પ્રારંભમાં વિનય પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. ભગવાન અને ગુરુનો વિનય ન થાય તો સમક્તિ પ્રગટે નહિ. પ્રગટેલું હોય તો કદી ટકે નહિ. ભગવાન સ્વયં કહે છે : હું અને ગુરુ અલગ નથી. ગુરુનું અપમાન કરનારો મારું અપમાન કરે છે. ગુરુનું સન્માન કરનારો મારું સન્માન કરે છે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખ્યું છે : “ગુર વિકો મોવરવો’ ગુરુ - વિનય જ મોક્ષ છે. ગુરુ-વિનય આવ્યો એટલે મોક્ષમાર્ગની યાત્રાનો પ્રારંભ થઈ ગયો, સમજો. જ્ઞાન પુસ્તકને આધીન નથી, ગુરુને આધીન છે. પુસ્તકથી જ્ઞાન મેળવીને ઉદ્ધત થયેલો શિષ્ય જ્યારે કહી દે કે આપને કાંઇ નથી આવડતું, મને વધુ આવડે છે, ત્યારે સમજવું ઃ હવે એના પતનનો પ્રારંભ થઈ ગયો છે. મહાજ્ઞાની ઉપા. યશોવિજયજી જેવા પણ પોતાની અપેક્ષાએ અલ્પજ્ઞાની પણ ગુરુને સદા આગળ રાખીને કહે છે : “શ્રી નયવિજય વિબુધ પય-સેવક...” * આજે આપણે જોગ માટે પડાપડી કરીએ છીએ, પણ ગ્રન્થની જ્ઞાનની કે વિનયની આપણને કાંઈ પડી નથી. વિનયપૂર્વક ગ્રહણ કરેલું જ્ઞાન જ પરિણામ પામે. અભિમાનપૂર્વકનું જ્ઞાન તો અવરોધક છે. યોગોદ્ધહનથી આ જ શીખવાનું છે. દર વખતે આવતા સાત ખમાસમણા વિનયના જ સૂચક છે. યોગોદ્વહન કરાવનારા પણ પોતે કરાવે છે, એમ નહિ, પણ કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૩૫૦ Page #378 -------------------------------------------------------------------------- ________________ “વાસમાં પ્રત્યે પૂર્વના મહાન “ક્ષમાશ્રમણોના હાથે' હું કરાવું છું, એમ માને છે. * પાટણમાં પૂ. માનતુંગસૂરિજીએ કહેલું : આ ૪૫ આગમોને ભૂલતા નહિ. અમને કેટલીક બાધાઓ પણ આપેલી. આજે આપણી હાલત કફોડી થઈ ગઈ છે. બીજી બધી જંજાળ એટલી વધી ગઈ છે કે આગમો બાજુએ ધકેલાઈ ગયા છે. * જામનગરમાં વ્રજલાલજી પંડિત અમને પહેલા જૈન ન્યાય કરાવતા હતા. [વિ.સં.૨૦૧૮] પ્રથમ જૈન ન્યાય જ કરવો જોઈએ. પ્રથમથી જ જૈનેતર ન્યાય કરી લેવાથી એમનો જ પક્ષ આપણા મગજમાં સત્ય તરીકે બેસી જાય છે. તેથી હું પ્રથમ જૈન ન્યાય જ ભણ્યો. પછી ષડ્રદર્શન સમુચ્ચય વગેરે ગ્રંથોનું અધ્યયન કર્યું. સ્યાદ્વાદરત્નાકર પણ શરૂ કર્યું. શરૂઆતના પાઠમાં જ પંડિતજીને પણ કેટલીક પંક્તિઓ ન બેઠી. પંડિતજીને પણ ન બેસે તો મને તો ક્યાંથી બેસે ? પણ ભગવાનની મૂર્તિ મારી સામે હતી. સ્થાપના ગુરુ મારી સામે હતા. મેં એમને યાદ કર્યા. વંદન કર્યું. [જેમણે મૂર્તિ છોડી તેમણે ઘણું બધું છોડી દીધું છે. આ કાળમાં તો મને સ્થાપના ગુરુ પાસેથી ને સ્થાપના-ભગવાન પાસેથી જ મળ્યું છે. મને આનો ઘણીવાર અનુભવ થયો છે. ધ્યાનવિચારના પદાર્થોમાં ઘણીવાર નવી – ફુરણા થાય ત્યારે હું એ બધા પદાર્થો લખી શકે તેવા કલ્પતરુવિજય પાસેથી લખાવી લેતો.] સ્યાદ્વાદ રત્નાકરની ન બેસતી પંક્તિઓ મને બેસી ગઈ. બીજે દિવસે પંડિતજીને મેં જણાવ્યું ત્યારે તેઓ સ્વયં પણ ચક્તિ બની ગયા. કહ્યું ઃ કોને પૂછ્યું ? તમારા ગુરુદેવ તો અહીં છે નહિ ? મેં કહ્યું : દેહ રૂપે ભલે ગુરુ નથી, સ્થાપના રૂપે અને નામ રૂપે તો ગુરુ હાજરાહજૂર છે. એમના પ્રભાવે મને આ પંક્તિઓ બેઠી છે. આપણે ગુરુની ગેરહાજરી વિચારીએ છીએ, પણ ગુરુની ગેરહાજરી કદી હોતી નથી. આ સ્થાપનાચાર્ય સુધર્મા સ્વામીથી લઈ અનેકાનેક ગુરુના પ્રતીક છે. એ સામે છે. પછી ગુરુની ગેરહાજરી ૩૫૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #379 -------------------------------------------------------------------------- ________________ શાની ? * કષાયોનો જરા જેટલો પણ વિશ્વાસ કરવા જેવો નથી. આપણે તો શું અનંત ૧૪ પૂર્વીઓ, જેઓ ક્યારેક ૧૧મા ગુણઠાણે રહેલા હોય, તેઓ પણ કષાયો પર ભરોસો ન કરી શકે. અનંતા ૧૪ પૂર્વીઓ આજે પણ નિગોદમાં છે, તે આ જ કારણે. તેઓ ગફલતમાં રહી ગયા અને ઝડપાઈ ગયા. થોડા અસાવધ બનો એટલે મોહરાજા તમને ઝબ્બે કરવા તૈયાર જ છે. આગ લાગી હોય ત્યારે તમે શું કરો ? બંબાવાળાની વાટ જોતાં બેસો કે હાથવગું જે પાણી વગેરે મળે તેનાથી આગ બુઝાવવા પ્રયત્ન કરો ? કષાયો પણ આગ જ છે. ઉપમિતિકારે તો ક્રોધનું નામ જ વૈશ્વાનર આપ્યું છે. વૈશ્વાનર એટલે અગ્નિ ! અગ્નિનો જરાય ભરોસો ન કરાય તો ક્રોધાદિ કષાયનો ભરોસો શી રીતે કરાય ? બહારની આગ તો લાખો-કરોડોની દ્રવ્ય સંપત્તિ જ સળગાવે, પણ આ કષાયો તો આત્માની અનંત ગુણ સંપત્તિને બાળીને ખાખ કરી નાખે. ક્રોધાગ્નિને બુઝાવવા સમતારૂપી પાણી જોઈએ. * વિનયથી વિદ્યા મળે. વિદ્યાથી વિવેક મળે. વિનયપૂર્વક મેળવાયેલી વિદ્યા વિવેક મેળવી જ આપે. વિવેક એટલે સ્વ-૫૨નું પૃથક્કરણ કરવાની શક્તિ. ‘સ્વ' કોણ ? ‘પર’ કોણ ? એ વિવેક શક્તિથી જણાય છે. આ સમજાવવા જ ઉપા. યશોવિજયજીએ જ્ઞાનસારનું ૧૪મું અષ્ટક ખાસ વિવેક પર જ બનાવ્યું છે. વિવેક જ તમને ક્રોધાગ્નિથી દૂર રાખે છે. એ શીખવે છે : અગ્નિની ઉપેક્ષા કરો તો બીજાનું જ ઘર બળશે, એમ નહિ, તમારું પણ બળશે. ક્રોધની ઉપેક્ષા કરશો તો તમને જ નહિ, બીજાને પણ નુકશાન થશે જ. વિવેકથી વૈરાગ્ય પ્રગટે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૨ ૩૫૯ Page #380 -------------------------------------------------------------------------- ________________ સ્વ-પરની સમજથી વૈરાગ્ય આવે જ. વિવેકી વિષયોને વિષથી પણ ભયંકર સમજે. વાસનામાં મન જતું હોય, ઉપાસનામાં ન જતું હોય તેટલા અંશે વિવેક નથી, એમ સમજી લેજે. વૈરાગ્યથી વિરતિ પ્રગટે. વૈરાગ્ય સાચો તે જ કહેવાય જે તમને ત્યાગના માર્ગે લઈ જાય, સંસાર પર વિરામચિહ્ન મૂકાવી દે. વિરતિથી વીતરાગતા પ્રગટે. વિરતિની સાધના દ્વારા અંદર વીતરાગતા પ્રગટે જ. વીતરાગતાથી વિમુક્તિ પ્રગટે. એક વિનય તમને ક્યાંથી ક્યાં લઈ જાય ? વિનય, વિદ્યા, વિવેક, વૈરાગ્ય, વિરતિ, વીતરાગતા અને વિમુક્તિ - આ ક્રમશ : મળતા પદાર્થો છે. પણ પ્રારંભ વિનયથી જ કરવો પડશે. વિનય ચૂકી ગયા તો બીજા ગુણો એકડા વગરના મીંડા જ પૂરવાર થશે. દૂધ-દહીં-ઘી-છાસ દૂધ : હું મહાન છું. કહ્યું છે : અમૃત ક્ષીર દહીં ? જવા દે હવે. મધુર પદાર્થોમાં હું પ્રથમ છું. “દધિ મધુરમ્' ઘી : તમે બન્ને ચૂપ બેસો. સાર તો હું જ છું. “વૃતમાકુ છાસ : તમે બધા મારો મહિમા ભૂલી ગયા ? કહ્યું છે : “તૐ શક્રસ્ય દુર્લભ...” માણસ: તમે બધા વ્યક્તિગત મહત્તા ગાવાનું છોડો અને બધા સાથે મળીને બોલો : અમે ગોરસ છીએ. ૩૬૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #381 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા જેઠ વદ-૧ ૧૭-૬-૨૦૦૦, શનિવાર * બોકડા કાપનાર “કસાઈ' કહેવાય છે. કષાયો કરનાર પણ “કષાયી' કહેવાય છે. બન્નેમાં માત્ર નામ સામ્ય જ નહિ, બીજું પણ સામ્ય છે. કસાઈની જેમ કષાયો કરનાર પણ સ્વ-પરના ભાવ-પ્રાણોની હત્યા કરે છે. એ અપેક્ષાએ કસાઈ કરતાં પણ “કષાયી' ખતરનાક છે. દ્રવ્યપ્રાણનું મૂલ્ય વધારે કે ભાવપ્રાણનું ? દ્રવ્યપ્રાણની હત્યા કરનારને કસાઈ કહીએ છીએ. ભાવપ્રાણની હત્યા કરનારને શું કહીશું ? * ઋષભદેવે વ્યવહાર જગતની [શિલ્પ, રાજ્ય આદિની] વ્યવસ્થા એટલે કરી કે એ દ્વારા સભ્ય બનેલો માનવ ધર્મ માટે યોગ્ય બની શકે. આ યુગના આવા આદ્ય પ્રવર્તક ભગવાનને પણ કર્મ ન છોડે તો આપણને છોડશે ? કષાયો કરી - કરીને આપણે કર્મો બાંધી રહ્યા છીએ. પણ આપણને ખબર નથી કે આનો વિપાક કેવો આવશે ? કહ્યું, કલાપૂર્ણસૂરિએ ક ૩૬૧ Page #382 -------------------------------------------------------------------------- ________________ કષાયો નથી કરવા છતાં થઈ જાય છે. કષાયો સામે લડવાની શક્તિ નથી. લડીએ છીએ ત્યારે કષાયો જીતી જાય છે. અમે હારી જઈએ છીએ. શું કરવું ? એમ તમે કહેતા હો તો હું કહીશ : પોતાની તાકાતથી કષાયો નહિ જીતાય. એ માટે ભગવાનનું શરણું સ્વીકારવું પડશે. પ્રભુનું શરણું સ્વીકારીને લડનારો આજ સુદી કદી હાર્યો નથી. આપણે આપણી તાકાતથી લડવા જઈએ છીએ. ફલત : હારી જઈએ છીએ ને નિરાશ બની જઈએ છીએ. આપણી શક્તિ કેટલી ? અનંત શક્તિનું શરણું સ્વીકારીએ તો કદી પરાજયનું મોટું જોવું ન પડે. જો કે, પ્રભુનું શરણું સ્વીકારવાની ઈચ્છા થવા માટે પણ ચિત્તની નિર્મળતા જોઈએ. કર્મોનો જત્થો અમુક પ્રમાણમાં હળવો ન બને ત્યાં સુધી પ્રભુ કદી યાદ આવતા નથી. એમનું શરણું સ્વીકારવાનું મન થતું નથી. પ્રભુ યાદ આવે, પ્રભુનું શરણું લેવાનું મન થાય તો સમજ જો : ચિત્ત ચોક્ખું થયું છે. કર્મોના ગાઢ વાદળાઓમાં કાણું પડ્યું છે. નિર્મળ ચિત્તમાં જ વિનય, વિદ્યા, વિવેક, વૈરાગ્ય, વિરતિ, વીતરાગતા અને વિમુક્તિ ક્રમશઃ મળે છે. * તમારે ઘેર કોઈ મહેમાન આવે તો શું કરો ? આ પાલીતાણા છે. અહીં અન્ય સમુદાયના કે અન્ય ગચ્છના સાધુ-સાધ્વીજીઓ પણ આવે. એમને આવકારશે. આગળ બેસાડો. તમે તો રોજ સાંભળો જ છો. ક્યારેક બીજાને ચાન્સ આપજો. પાછળ બેસવાથી નહિ સંભળાય તો પણ તમે બીજાને સાંભળવાનો અવસર આપ્યો તેથી તમને લાભ જ છે. સાંભળી-સાંભળીને પણ આખરે કરવાનું શું છે ? આ જ તો કરવાનું છે. * રત્ન અને રત્નની કાંતિ કદી અલગ ન હોઈ શકે. રત્ન ભલે ખાણમાં પડેલો હોય, એની ચમક જરાય ન દેખાતી હોય, કાચથી પણ ઓછી ચમક હોય, છતાં ઝવેરીની આંખ તો એમાં પણ ચમક જુએ જ છે. ૩૬૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #383 -------------------------------------------------------------------------- ________________ તેમ આપણે ભલે કર્મથી ઘેરાયેલા હોઈએ, સિદ્ધ ભગવંતો આપણી અંદર રહેલી પૂર્ણતાની ચમક જ જોઈ રહેલા છે. ભલે એ ચમક અત્યારે કર્મથી અવરાઈ ગયેલી હોય, આપણે ન જોઈ શકતા હોઈએ, પણ જ્ઞાનીઓ તો જુએ જ છે. આપણે બીજાને પૂર્ણ જોઈ શકતા નથી. કારણ કે આપણે સ્વયં અપૂર્ણ છીએ. અપૂર્ણ નજર અપૂર્ણ જ જુએ. પૂર્ણ પૂર્ણ જ જુએ. આપણને અપૂર્ણતા દેખાય છે, તે આપણી અંદર રહેલી અપૂર્ણતા જણાવે છે. જીવો અપૂર્ણ દેખાય છે, તે આપણી અંદર કષાયો પડેલા છે, એમ સૂચવે છે. જે કષાયો આપણને સંસારમાં જકડી રાખે, જીવો પ્રત્યે પ્રેમ ન થવા દે, એની પૂર્ણતા જોવા ન દે એ કષાયો પર પ્રેમ કે વિશ્વાસ શી રીતે કરી શકાય ? શાસ્ત્રોમાં કહ્યું છે : अणथोवं वणथोवं अग्गिथोवं कसायथोवं च । न हु भे वीससिअव्वं थोपि हु तं बहु होइ ॥ આ નિર્યુક્તિની ગાથા છે. નિર્યુક્તિકાર કહે છે : થોડું પણ ઋણ, થોડો પણ વ્રણ, થોડી પણ આગ, કે થોડો પણ ક્યાય – આ બધાનો તમે વિશ્વાસ નહિ કરતા. થોડું હોવા છતાં એ ઘણું થઈ જાય છે. થોડું પણ ઋણ માથે ન રખાય. વધતું વધતું એ કેટલું થઈ જાય તેનો ભરોસો નહિ. એક ભાઈએ ચાર આની વ્યાજમાં લીધી. શરત એટલી : દર વર્ષે ડબ્બલ કરતા આપવાની. ૨૪ વર્ષ વીતી ગયા. હિસાબ કર્યો ત્યારે ખબર પડી : ઘરના નળીયા પણ વેંચાઈ જાય તો પણ ચૂકવી ન શકાય તેટલું દેવું થયું છે. બે ક્રોડથી પણ વધુ રૂપિયા થઈ ગયા. આત્માના ગુણો સિવાય કોઈપણ પદાર્થ વાપરો છો, એનું ઋણ ચૂકવવું પડશે, એ વિચાર આવે છે? પુદ્ગલ આપણા બાપની કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૩૬૩ Page #384 -------------------------------------------------------------------------- ________________ ચીજ નથી, પુદ્ગલથી જ શરીર, વચન, મન, મકાન, ઘન વગેરે બનેલા છે. એ વાપરી રહ્યા છીએ એનો ભાર કેટલો વધે છે તે વિચાર્યું? | નાના પણ ઘાની ઉપેક્ષા ન કરાય. સંભવ છે : નાની ફોડકી પણ કેન્સરની ગાંઠ હોઈ શકે. નાનકડો કાંટો પણ જીવલેણ હોઈ શકે. નાનો ઘા પણ ધનુર્ધામાં બદલી શકે. નાના પણ અગ્નિના કણિયાનો વિશ્વાસ ન કરાય. સંભવ છે : એ આખા મકાનને...અરે, આખા ગામને પણ સળગાવી નાખે. તેમ નાના પણ કષાયનો ભરોસો ન કરી શકાય. નાનો પણ કષાય અનંત સંસાર ઊભો કરી દે. * આ કષાયોને જીતવા હોય તો સ્વબળે નહિ જીતી શકાય, ભગવાનનો સહારો લેવો પડશે. ભગવાન હૃદયમાં આવતાં જ ચિત્તમાં સ્વસ્થતા આવે છે. ચિત્ત અભય બને છે, સ્થિર બને છે. અભયની પ્રાપ્તિ માત્ર ભગવાનથી જ થાય છે, એમ હરિભદ્રસૂરિજીએ લલિત વિસ્તરામાં સ્પષ્ટ લખ્યું છે. ચિત્ત સ્થિર કરવાની તમે લાખો પ્રક્રિયા કરો, પણ ભગવાનને પાસે નહિ રાખો તો એ કદી સ્થિર થવાનું નથી, ભગવાન મળતાં જ ચિત્ત સ્થિર થઈ જાય છે. પુંડરીક કમળ મળતાં જ ભમરો સ્થિર થઈ જાય તેમ પ્રભુ – ચરણકમળ મળતાં જ મન સ્થિર થઈ જાય * વિનયથી વિદ્યા વિદ્યાથી વિવેક વિવેકથી વૈરાગ્ય વૈરાગ્યથી વિરતિ વિરતિથી વીતરાગતા વીતરાગતાથી વિમુક્તિ. આ ક્રમ છે. પણ શરૂઆત તો વિનયથી જ થશે. આ વાત ૩૬૪ છેકહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #385 -------------------------------------------------------------------------- ________________ જણાવવા જ જાણે નવકારમાં સૌ પ્રથમ “નમો’ મૂક્યો છે. “નમો એટલે જ વિનય. “નમો’ એટલે જ ધર્મનું પ્રવેશદ્વાર. એ વિના તમે ક્યાંયથી ધર્મના રાજમહેલમાં પ્રવેશ કરી શકો નહિ. વિદ્યા-વિનયને ટકાવનાર પણ વિનય છે. જો વિનય જતો રહે તો આગળના ગુણો મળેલા હોય તોય ચાલ્યા જાય. ““જોગ કરી લઈએ, પદવી લઈ લઈએ પછી, ગુરુ, ગુરુના રસ્તે હું મારા રસ્તે. ગુરુને કોણ પૂછે છે ?” આવો વિચાર અવિનયના ઘરનો છે. વિનય-વિવેકપૂર્વક આવેલો વૈરાગ્ય જ જ્ઞાનગર્ભિત હોય છે. * આ જગતની સૌથી મોટી સેવા કઈ ? આપણા નિમિત્તે અસંખ્ય જીવો ક્ષણે ક્ષણે ત્રાસ અનુભવે છે. આ ત્રાસમાંથી જીવોને છોડાવવા એ જ આ દુનિયાની મોટી સેવા ! આપણે એક મોક્ષમાં જઈએ એટલે આપણા નિમિત્તે અસંખ્ય જીવોને થતો ત્રાસ અટકે. આ પણ આ દુનિયાની મોટી સેવા છે. એક ગુંડાએ કોઈ ચિંતકને પૂછયું : ““હું સમાજની કઈ રીતે સેવા કરું ?'' તમે કોઈને આડા ન આવો એ પણ સમાજની મોટી સેવા ગણાશે. તમે શાંત બેસી રહો તો પણ મોટી સેવા ગણાશે.” ચિંતકનો આ જવાબ મુક્તિના પરિપ્રેક્ષ્યમાં વિચારવા જેવો છે. આપણું જીવન સતત બીજાને ત્રાસરૂપ થતું આવ્યું છે. એ ત્રાસ તો જ અટકે જો આપણે મોક્ષમાં જઈએ. * ભગવદ્બહુમાન મોક્ષનું બીજ છે. નાનકડા બીજમાંથી વિશાળ ઘેઘૂર વડલો થાય. લુણાવામાં એક વડલો છે. એવો મોટો છે કે કોઈ દીક્ષા વગેરેના પ્રસંગે મંડપની જરૂર જ ન પડે. એની નીચે અનેક દીક્ષાઓ થયેલી છે. એક નાના બીજમાંથી વિશાળ વડલો બને તેમ પ્રભુના બહુમાનરૂપ બીજમાંથી સાધનાનું તોતીંગ વૃક્ષ તૈયાર થાય. . માટે જ હું આ બીજ પર જોર આપું છું. ખેડૂત બીજું બધું કરે, કહ્યું, ક્લાપૂર્ણસૂરિએ ૩૫ Page #386 -------------------------------------------------------------------------- ________________ પણ બી ન વાવે તો કાંઈ ન મેળવે તેમ સાધક બીજું બધું કરે પણ પ્રભુ-બહુમાન ન કેળવે તો કાંઈ ન મેળવી શકે. મહો. યશોવિજયજી જેવા કહે છે : ‘પ્રભુ-પદ વળગ્યા તે રહ્યા તાજા; અળગા અંગ ન સાજા રે....’’ “તુમ ત્યારે તબ સબ હી ન્યારા...' આવા બધા ઉદ્ગારો ડગલે ને પગલે તમને જોવા મળશે. હૃદયમાં પ્રભુ પ્રત્યે પૂર્ણ બહુમાન વિના આવા ઉદ્ગારો નીકળી ન શકે. ઉપા. યશોવિજયજી મ. જેવાના ચિત્તમાં ભગવાન વસે છે. તમારા હૃદયમાં કોણ વસે છે ? કદીક આત્મ-નિરીક્ષણ કરો. “ચિત્ત કૌન રમે ? ચિત્ત કૌન રમે ? મલ્લિનાથ વિના ચિત્ત કૌન રમે...?'' કવિના આ ઉદ્ગારો આપણા હૃદયના બને, એવી આપણી સાધના કેમ ન બને ? આટલું સહન નહિ કરો ? સેવાભાવી માણસનો ગુસ્સો તમે સહન કરો છો. કમાઉ દીકરાનો રોફ સહન કરો છો. દૂઝણી ગાયની લાત સહન કરો છો. દર્દ દૂર કરતી દવાની કડવાશ સહન કરો છો. તો ભાવિમાં અનંત લાભ આપનાર તપ આદિ ધર્મનું થોડું કષ્ટ સહન નહિ કરો ? થોડા કડવા વેણ સહન નહિ કરો ? ૩૬૬ ♦ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #387 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા જેઠ વદ દ્વિ-૧ ૧૮-૬-૨૦૦૦, રવિવાર * ““હું જ સાધના કરું, બીજા બધા ભલે એમને એમ રહે. હું જ એકલો પામી જાઉં, ભણી જાઉં, બીજા ભલે એમને એમ રહે” આ કનિષ્ઠ ભાવના અહીં ન હોય. અહીં તો એવી વિશાળ ભાવના હોય કે હૃદયમાં સૌનો સમાવેશ થાય. નયવિજયજીએ એ વિચાર ન કર્યો : હું નથી ભણ્યો તો મારો શિષ્ય શા માટે ભણે ? નહિ, એમણે પોતાના શિષ્યને યશોવિજયજીને ભણાવી સારી રીતે તૈયાર કરવા કાશી સુધી વિહાર કર્યો. આવી ઉદાત્ત ભાવના આ જિનશાસનના પાયામાં પડેલી છે. આગળ વધીને સર્વ જીવોનું કલ્યાણ આ જિનશાસનમાં સમાયેલું છે. આ બુનિયાદી વિચાર પર જ પાંજરાપોળો ઈત્યાદિ જૈનો ચલાવે છે. * હજુ પૂ. સાગરજી, પૂ. નેમિસૂરિજી, પૂ. પ્રેમસૂરિજીના વખતમાં સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો ભણનારા મુનિઓ હતા. આજ-કાલ એ અભ્યાસ ઘણો ઘટી ગયો છે. આપણે ભગવાનના આગમો નહિ ભણીએ તો કોણ ભણશે? આ પરંપરા શી રીતે ચાલશે ? કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ છ Page #388 -------------------------------------------------------------------------- ________________ * સં. ૨૦૧૫માં મુનિ પદ્મવિજયજીને કેન્સરની ભયંકર બિમારી. તે વખતે પણ તેમની ફરીયાદ : મારાથી કોઈ આરાધના થઈ શકતી નથી. પૂ. પં. ભદ્રંકરવિજયજી મહારાજે આઉર પચ્ચક્ખાણમાંથી એક ગાથા કાઢીને બતાવી : “૩ાયા મેં હંસા માયા ના?’ મારો આત્મા જ દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ છે. હવે આત્મા પર ધ્યાન કેન્દ્રિત કરો. શરીર સંબંધી વિચાર છોડી આત્માને લક્ષ બનાવો. ““હું કાંઈ આરાધના કરી શકતો નથી.” એ નિરાશાજનક વાત ભૂલી ઉત્સાહ પ્રગટાવો...” આપણને ૨૪ કલાકમાંથી આત્મા કેટલીવાર યાદ આવે ? પાંચ મિનિટ પણ આત્મા યાદ આવે ? “હું કર્તા પર ભાવનો એમ જિમ જિમ જાણે; તિમ તિમ અજ્ઞાની પડે, નિજ કર્મને ઘાણે.” પરભાવનું કર્તુત્વ દૂર કરવાનું છે. શુદ્ધ આત્મ દ્રવ્યનું ચિંતન કરી તેમાં પ્રતિષ્ઠિત થવાનું છે. “शुद्धात्मद्रव्यमेवाहं शुद्ध ज्ञानं गुणो मम ।' જો કે આ નિશ્ચયનયની વાતો છે. વ્યવહારનો ક્રિયાકાંડ એ નિશ્ચયનયને જ પોષનારો છે. પણ મુશ્કેલી એ છે કે આપણે નિશ્ચયને સાવ જ ભૂલી ગયા છીએ. એટલે જ સંથારા પોરસીમાં રોજ શુદ્ધ આત્મદ્રવ્યને યાદ કરવાનું જ્ઞાનીઓનું ફરમાન છે : “gો ને સાસરે ગપ્પા, નાગવંસ સંકુશો ?' શરીર ક્યારે ઢળી પડે ? ક્યારે જમરાજ ત્રાટકી પડે ? શો ભરોસો છે ? હમણાં જ (જે. સુદ-૧૩) એક ભાઈ [ભારમલભાઈ] અમને મળીને માંગલિક સાંભળીને ઉપર યાત્રા કરવા ગયા. ૧00-200 પગથીએ ચડ્યા હશે ને ઢળી પડ્યા. પ્રાણપંખેરું ઊડી ગયું. કોઈ જ તૈયારી નહિ હોય તો આવા સમયે સમાધિ શી રીતે મળશે ? ૩૬૮ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #389 -------------------------------------------------------------------------- ________________ ડોલ કૂવામાં પડેલી હોય, પણ દોરી હાથમાં જ હોવી જોઈએ. ભલે આપણું તન વ્યવહારમાં હોય, પણ નિશ્ચયરૂપી દોરી કદી છોડવી ન જોઈએ. નિશ્ચયરૂપી દોરી છુટી જશે તો આત્મઘટ ડૂબી જશે. * આત્મસંપ્રેષણની રીત : પોતાનો નાનો પણ દોષ પહાડ જેવો માનવો. બીજનો નાનો પણ ગુણ પહાડ જેવો માનવો. તો જ સાચી અનુમોદના અને સાચી દુષ્કૃત-ગહ થઈ શકશે. ગુણરૂપી દોરડા બહુ જ વિચિત્ર છે. આપણા ગુણરૂપી દોરડા બીજા પકડે તો તેઓ કૂવામાંથી બહાર નીકળે, પણ આપણે જ પકડી લઈએ તો ડૂબી મરીએ ! જેઓ અનુમોદનાના નામે સ્વ-પ્રશંસામાં પડી જાય છે, તેમણે ચેતવા જેવું છે. * કષાયોના ક્ષય વિના આપણું ક્ષેમ નથી. કષાયો મંદ પડી જાય તો પણ ભરોસામાં બેસી રહેતા નહિ. જ્યાં સુધી ક્ષાયિકભાવ ન પ્રગટે ત્યાં સુધી પલાંઠી વાળીને બેસી રહેવા જેવું નથી. * શત્રુ-વિમાન, એરોડ્રામ પર પ્રથમ હુમલો કરે તેમ મોહરાજા આપણા મન પર પ્રથમ હુમલો કરે છે. મન જ આપણું મુખ્ય મથક ઘણા કહેતા હોય છે : માળા ગણું ને મન ભાગવા માંડે છે. એટલે હું તો માળા ગણતો જ નથી ! ભણવા માંડીએ ને ઊંઘ આવે. એટલે આપણે તો ભણતા જ નથી. પૂજા કરવા માંડીએ ને મન ચક્કર-ચક્કર ફરે. એટલે આપણે તો પૂજા કરતા જ નથી. આવા માણસો પાછા હોંશિયારી મારતા કહેતા હોય છે : આપણે દેખાવ માટે કાંઈ કરતાં જ નથી. મન લાગે તો જ કરવું. આ જ આપણો સિદ્ધાન્ત. આવા માણસોને કહેવાનું : માળા ગણવાથી મન ચપળ નથી થયું. મન ચપળ તો હતું જ, પણ માળા ગણતાં તમને ખબર પડી કહ્યું, કલાપૂર્ણસૂરિએ જે ૩૬૯ Page #390 -------------------------------------------------------------------------- ________________ કે મન ચપળ છે. પ્રમાદ તો અંદર હતો જ. પૂજા કરતાં એની ખબર પડી. .... તો હવે કરવું શું ? માળા ગણતાં-ગણતાં જ ક્યારેક મન સ્થિર થશે. માળા ફેરવવાથી પણ મન સ્થિર ન થયું તો ન ફેરવવાથી સ્થિર થઈ જશે ? દુકાન ખુલ્લી રાખવાથી પણ પૈસા ન કમાયા તો દુકાન બંધ રાખવાથી પૈસા કમાઈ જશો? દુકાન ખુલ્લી રાખો. ક્યારેક કમાઈ શકશો. માળા ગણતા રહો. ધર્મક્રિયા કરતા રહો. ક્યારેક મન સ્થિર થશે. બાકી, મન જો એમ બધાનું સ્થિર થઈ શકતું હોત તો આનંદઘનજી જેવા “મનડું કિમહી ન બાજે હો કુંથુજિન ! મનડું કિમહી ન બાજે' એમ ન બોલે. મનની ચાર અવસ્થામાં પહેલી અવસ્થા વિક્ષિપ્ત છે. પ્રારંભમાં મન વિક્ષિપ્ત જ હોય. પછી જ યાતાયાત [સ્થિર-અસ્થિર થયા કરે તેવી સ્થિતિ] માં આવે ને ત્યારબાદ જ સુશ્લિષ્ટ અને સુલીન બને. આપણે સીધા જ સુલીન અવસ્થામાં કૂદકો મારવા માંગીએ છીએ. સીધો જ ચોથો માળ બાંધવા માંગીએ છીએ; પાયો નાખ્યા વિના જ ! પચ્ચકખાણ, તપ, પૂજા વગેરે કાંઈ જ કરવું નહિ ને સીધી નિશ્ચયની વાતો કર્યા કરવી આત્મવંચના છે. હું નાનો હતો. પૂ. આ. કેસરસૂરિજી કૃત એક પુસ્તક આવ્યું. પુસ્તક સુંદર હતું. એમાં નિશ્ચયનયની વાતો હતી. મારા મામા સાથે આવતા એક ભાઈ રોજ બોલ્યા કરે : “મેં વિદ્વાનં માત્મા હૂં | मुझे परद्रव्य से कोई लेना-देना नहीं । परभाव का मैं कर्ता-भोक्ता नहीं हूं ।" આમ બોલ-બોલ કરે, પણ જીવનમાં કાંઈ નહિ ! આવો કોરો નિશ્ચય તારી ન શકે. એ માત્ર તમારા પ્રમાદને પોષી શકે. પ્રમાદ-પોષક નિશ્ચયથી હંમેશા સાવધાન રહેજો. * મારવાડમાં એક માજી સામાયિક કરતા'તા. બારણા ખુલ્લા ૩૦૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #391 -------------------------------------------------------------------------- ________________ હોવાથી કૂતરો અંદર આવ્યો. આંગણે મૂકેલી ગોળની ભિલી ખાવા લાગ્યો. માજીની નજર ગઈ. ન રહેવાયું. પણ સામાયિકમાં બોલાય શી રીતે ? છતાં બોલી ઊઠ્યાં : “સામાયિકમાં સમતાભાવ, ગુડ કી ભેલી કુત્તા ખાય; જો બોલું તો સામાયિક જાય, નહિ બોલું તો કુત્તા ખાય...' આવી રીતે ઘણા સામાયિક આદિ ક્રિયાકાંડની ઠેકડી ઊડાડતા હોય છે, પણ તેઓ જાણતા નથી કે આવા સામાયિકો પણ ધીરેધીરે આગળ વધારનારા બની શકે છે. શરૂમાં સ્કૂલે જનારો બાળક માત્ર એકડાની જગ્યાએ આડાઅવળા લીટા જ કરે છે. પણ એમ કરતાં-કરતાં જ સાચો એકડો ઘુંટતા શીખે છે, એ ભૂલવું ન જોઈએ. તો મારી ખાસ ભલામણ છે : કદી ક્રિયાકાંડની નિંદા નહિ કરતા. સાથે-સાથે એ પણ કહી દઉં કે માત્ર દ્રવ્ય ક્રિયાકાંડથી સંતોષી પણ નહિ બની જતા. યોગ કરી લીધા. અધિકાર મળી ગયા. સૂત્ર વાંચ્યા વિના જ અધિકાર મળી ગયા, એમ નહિ માની લેતા. અંદરથી યોગ્યતા પેદા કરવા પ્રયત્ન કરજો. * હમણાં જ આપણને કોઈ કહે : “આ ધર્મશાળા ખાલી કરો.'' તો આપણે ક્યાં જઈશું ? ચિંતા થાય ને ? તેમ કર્મસત્તા આજે જ કહે : આ હમણાં જ ખાલી કરો. તો આપણે ક્યાં ગમે ત્યારે કર્મસત્તાનો હુકમ આવી જાય તો પણ આપણને સદ્ગતિનો વિશ્વાસ હોવો : હું સદ્ગતિમાં જ જઈશ, ચાહે ગમે ત્યારે મરું-એવી પ્રતીતિ કરાવે તેવું આપણું જીવન હોવું જોઈએ. ભાડાનું ઘર- આ શરીર જઈશું ? કદી વિચાર્યું ? ‘આ શરીર ખાલી કરો, જોઈએ. અહીંથી મરીને * ભગવાન અને ગુરુનું જેમ જેમ બહુમાન વધતું જાય, તેમ તેમ આત્મ-ગુણો વધતા જાય, આત્મશક્તિ ખીલતી જાય. આટલો વિશ્વાસ રાખીને સાધનામાં આગળ વધશો. કહ્યું, કલાપૂર્ણસૂરિએ ક 369 Page #392 -------------------------------------------------------------------------- ________________ આ બધું કહેવું, સાંભળવું કે લખવું સહેલું છે, પણ તે પ્રમાણે જીવવું ખૂબ જ કઠણ છે. તમારા માટે જ નહિ, મારા માટે પણ કઠણ છે. * કષાયોના આવેશ વખતે શું કરશો ? કષાયો તમને શીખવાડશે : ‘‘હવે હું એની સાથે બોલીશ નહિ. એનું કામ કરીશ નહિ. એની સાથે કોઈ વ્યવહાર રાખીશ નહિ.'' પણ આ વિચારોને તમે અમલમાં નહિ મૂકતા. થોડો સમય જવા દેજો. આવેશ પોતાની મેળે શમી જશે. આવેશ વખતે કરાયેલો કોઈપણ નિર્ણય પ્રમાણભૂત નહિ ગણતા. આમ કરશો તો ક્રોધને નિષ્ફળ બનાવી શકશો. શાસ્ત્રકારો આ જ કહે છે : જોરૂં સર્વાં ઝુવ્વિપ્ના ક્રોધ ભલે ગમે તેવો અજેય ગણાતો હોય, પણ તેનાથી ડરી નહિ જતા. સમ્રાટ્ નેપોલિયન બોનાપાર્ટ અજેય ગણાતો હતો. એનું નામ સાંભળતાં જ લોકો ધ્રુજવા માંડતા. છતાં એની પણ નબળી કડી હતી. શત્રુઓને આની ખબર પડી. ચાલુ લડાઈમાં સમાચાર મોક્લવામાં આવ્યા : તમારી પ્રિયતમાનું મૃત્યુ થઈ ગયું છે. ખલાસ ! ખૂંખાર નેપોલિયન ઢીલોઢફ થઈ ગયો ! લડાઈ હારી ગયો. દુર્જય જણાતા ક્રોધને હટાવવો હોય તો ક્ષમા લાવી દો. કદી ન હારતો ક્રોધ, ક્ષમા પાસે હારી જશે. ચાર કથા ચાર સંજ્ઞા વધારે સ્ત્રીકથા : મૈથુનસંજ્ઞાન વધારે ભક્તકથા : આહારસંજ્ઞા વધારે દેશકથા : ભયસંજ્ઞા વધારે. (પાડોશી દેશોના લશ્કરની વાત સાંભળતાં યુદ્ધાદિનો ભય લાગે.) રાજકથા : પરિગ્રહ સંજ્ઞા વધારે. (રાજાઓના વૈભવનું વર્ણન સાંભળીને તેવી-તેવી ચીજો લાવવાની ઈચ્છા થાય.) 362 * કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #393 -------------------------------------------------------------------------- ________________ S| | પાલીતાણા જેઠ વદ-૨ ૧૯-૬-૨૦૦૦, સોમવાર * ભગવાનની કૃપાથી જ મુક્તિનો માર્ગ મળી શકે અને ફળી શકે. સતત બોલાતો “દેવ-ગુરુ-પસાય” આ જ તત્ત્વને ઉજ્જાગર કરે છે. સારું કાર્ય કર્યું ભલે આપણે, પણ કરાવ્યું ભગવાને. સારા કાર્યનું કર્તૃત્વ સ્વ પર ન નાખતાં ભગવાન પર રાખવાથી કર્તુત્વનું અભિમાન નથી આવતું. કોઈ પણ ગુણ કે કળાની પ્રાપ્તિમાં પણ એમ જ માનવું. સર્વ ગુણોના માલિક ભગવાન છે. એમની જાયેઅજાણ્ય થયેલી ભક્તિથી જ કંઈક અંશે આપણામાં ગુણ આવ્યા છે. એ ગુણ મળી ગયા પછી ભગવાનને કઈ રીતે ભૂલી શકાય ? ગુણો પછી આવે છે, તે પહેલા ગુણાનુરાગ આવે છે, જે ભગવાનની કૃપાથી જ આવી શકે છે. ગુણોનું બહુમાન અંતતોગત્વા સર્વાધિક ગુણી ભગવાનનું જ બહુમાન છે. બધા જ અનુષ્ઠાનો/ક્રિયાકાંડો તીર્થંકર પ્રત્યે બહુમાન પેદા કરાવવા માટે જ છે. જો એ પેદા ન થતું હોય તો સમજી લો : અનુષ્ઠાનો સફળ નહિ બને. ગુરુનું આ જ કામ છે : તમને પ્રભુના રાગી બનાવવા. ગુરુ જ ભગવાન સાથે જોડે છે માટે જ “જુ-વહુમા મોવરવો ' એમ કહ્યું. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૩૦૩ Page #394 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦૦ તાપસીને પહેલા ભગવાન નહિ, ગુરુ મળ્યા છે. ગુરુના બહુમાને એમને કેવળજ્ઞાનની ભેટ ધરી. ““ઓહ ! આવા મહાન યોગી ? અમે વર્ષો સુધી સાધના કરી છતાં અષ્ટાપદ પર ચડી શક્તા નથી ને આ રમતમાં ઉપર ચડી ગયા ? અહો આશ્ચર્યમ્ | ગુરુ તો આવા જ કરવા. આવા વિચારથી એમને ગુરુ પ્રત્યે આદરભાવ પેદા થયો. શરૂઆતમાં જીવો બાહ્ય આડંબર જોઈને જ આકર્ષિત થતા હોય છે. ભગવાનના અષ્ટ પ્રાતિહાર્યો આટલા માટે જ હોય છે. એ જોઈને અનેક જીવો તરી જતા હોય છે. નહિ તો અપરિગ્રહી અને વીતરાગને આ અષ્ટ પ્રાતિહાર્યો અને ૩૪ અતિશયોનો ઠાઠ શા માટે? પણ તીર્થકરોની વિભૂતિનું અનુકરણ આપણાથી ન થાય. સોના-ચાંદીની ઠવણી રાખીને આડંબર ન રાખી શકાય. રાખવા ગયા તે ગયા. આચાર્ય રત્નાકરસૂરિજીની ચાંદીની ઠવણી જોઈ એક દઢધર્મી વ્યકિતએ પૂછેલું : ભગવન્! ગૌતમસ્વામી સોનાની ઠવણી રાખીને કે ચાંદીની ઠવણી રાખીને વ્યાખ્યાન આપતા ? આચાર્ય અર્થ સમજી ગયા. બીજે દિવસે પરિગ્રહનું વિસર્જન કર્યું. ભગવાનની વાત જુદી છે. આપણી વાત જુદી છે. ગૌતમસ્વામીની બાહ્ય લબ્ધિથી પ્રભાવિત થયેલા ૧૫૦૦ તાપસોએ દીક્ષા સ્વીકારી અને અંતે કેવળી બન્યા. ૧૫૦૦ તાપસીના પારણા માટે ગૌતમસ્વામી માત્ર એક પાત્રી ખીર લાવ્યા, પણ કોઈને એ વિચાર ન આવ્યો : આટલી ખીરથી તો બધાને તિલક પણ નહિ થઈ શકે, તો પેટ શી રીતે ભરાશે ? બધા એટલા સમર્પિત હતા કે કોઈને આવો વિચાર આવ્યો નહિ. આ સમર્પણના જ પ્રભાવથી ૫૦0 તાપસો તો ખીર વાપરતાંવાપરતાં જ કેવળી બની ગયા. આને કહેવાય : “ગુરુ-વહુમાળો મોવવો ?' * મારવાડમાં વીંછને પકડવા ચીપિયા અને મોટા સાપને પકડવા સાણસા ઘરમાં રાખવામાં આવે. આપણા મનના ઘરમાં કષાયરૂપી વીંછી-સાપ આવી જશે ત્યારે શું કરીશું ? ચીપિયા અને ૩૦૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #395 -------------------------------------------------------------------------- ________________ સાણસાના સ્થાને આપણે ચાર શરણા સ્વીકારવા પડશે. અરિહંતાદિ ચાર શરણાથી ચાર કષાય જશે. અરિહંતના શરણથી ક્રોધ. સિદ્ધના શરણથી માન. સાધુના શરણથી માયા. ધર્મના શરણથી લોભ જશે. શરણાગતિના પ્રભાવથી આપણા કર્મો ક્ષીણ થાય છે, શિથિલ થાય છે. “सिढिलीभवंति परिहायंति खिज्जंति असुहकम्माणुबंधा' -પંચસૂત્ર. * બાર મહિનાના પર્યાયમાં તો સાધુનું સુખ અનુત્તર વિમાનના દેવના સુખથી પણ ચડી જાય. વેશ્યા જેમ જેમ વિશુદ્ધ બનતી જાય, તેમ તેમ તેની મીઠાશ વધતી જાય. કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યા કડવી હોય; તેજ-પદ્ધ-શુક્લ લેગ્યા મીઠી હોય. આ વેશ્યાઓની કડવાશ અને મીઠાશનું વર્ણન ઉત્તરાધ્યયનમાં સ્પષ્ટ-રૂપે કરેલું છે. લેશ્યાની વિશુદ્ધિથી આત્મિક માધુર્ય વધતું ચાલે છે. આપણા આનંદનું માધુર્ય વધવું જોઈએ. સાચું કહેજો : જીવનમાં મીઠાશ વધી રહી છે કે કડવાશ ? કડવાશ વધતી હોય તો સમજવું : આપણી વેશ્યાઓ અશુભ છે. આપણું આભા-મંડલ વિકૃત છે. મીઠાશ અને આનંદ વધતા હોય તો સમજવું ? અંદરનું લેશ્વાતંત્ર શુભ બન્યું છે. આભામંડળ તેજસ્વી બન્યું છે. - આના માટે બીજા કોઈને પૂછવાની જરૂર નથી. તમારો આત્મા જ આનો સાક્ષી બનશે. લેશ્યા વિશુદ્ધ ક્યારે બને ? આપણા કષાયો જેમ જેમ માંદા થતા જાય તેમ તેમ વેશ્યાઓ વિશુદ્ધ થતી જાય. આપણે કષાયોને કહ્યું, કલાપૂર્ણસૂરિએ જે ૩૦૫ Page #396 -------------------------------------------------------------------------- ________________ સા-તાજા રાખીને જીવન મધુર બનાવવા માંગીએ છીએ. બાવળીઆને વાવીને કેરીની આશા રાખીએ છીએ. કષાયોની મંદતાથી લેશ્યાઓ વિશુદ્ધ થતી જાય, ગુણો પ્રગટ થતા જાય, દોષો દૂર થતા જાય. ગુણો જ આપણા કાયમી સાથી આપણી મુશ્કેલી આ છે : દોષોને આપણે સાથી માની લીધા | દોષો વળગેલા છે એ તો ઠીક પણ એ દોષો પાછા મીઠા લાગે છે. બેડીને આભૂષણ માનીએ છીએ. * ““હું કોઈનું ન માનું, ગુરુનું પણ નહિ.” આવી સ્વચ્છેદ વૃત્તિ મોહની પરાધીનતા છે. જેણે ગુરુની પરાધીનતા છોડી, તેણે મોહની પરાધીનતા સ્વીકારી. મોહની પરાધીનતામાં સ્વતંત્રતાના દર્શન કરવા મહામોહ છે. નાનકડી કલા શીખવા માટે પણ વ્યવહારમાં ગુરુને સંપૂર્ણ સમર્પણ કરવું પડે છે. સમર્પણ વધુ તેમ કલાજ્ઞાન વધુ. અર્જુન શા માટે સૌથી વધુ હોંશિયાર થયો? અર્જુનનું ગુરુ-સમર્પણ સૌથી ઉત્કૃષ્ટ હતું. સમર્પણ વધુ તેમ જ્ઞાન વધુ ! વ્યાવહારિક જ્ઞાન શીખવા માટે પણ આટલી સેવા કરવી પડે તો આધ્યાત્મિક જ્ઞાન માટે તો કહેવું જ શું ? જેણે ગૃહસ્થપણામાં માતા-પિતાની સેવા નથી કરી તે દીક્ષામાં ગુરુની સેવા કરે, એ વાતમાં માલ નથી. આથી જ જય વીયરાયમાં સૌ પ્રથમ “નાબૂ' [એટલે કે માતા-પિતા આદિ ગુરુજનની પૂજ] ની માંગણી કરવામાં આવી છે. પછી જ “સુદાનો તલ્વયા-સેવા મવમવંs” કહીને સદ્ગુરુનો યોગ અને તેમના વચનની અખંડ સેવાની માંગણી કરી છે. * માતા-પિતાની સેવા પણ સ્વાર્થથી ન થાય માટે “જય વિયરાય”માં પછી લખ્યું : “પરસ્થર ’ મને “પરોપકાર ભાવ મળો. આ રીતે માતા-પિતાની ભક્તિ અને પરોપકારનો ભાવ આવ્યા પછી જ સદ્ગુરુનો સંયોગ મળે. માટે જ પછી લખ્યુંઃ “યુગુરુઝા ' ૩૦૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #397 -------------------------------------------------------------------------- ________________ * ગુરુકૃપાના સ્પર્શથી અઘરા કાર્યો પણ સરળ બની જાય. એકવાર અનુભવ કરીને જુઓ. ગુરુને સમર્પિત થઈને અનુભવ કરી જુઓ. * તમારા બધામાંથી કદાચ એકનું પણ જીવન-પરિવર્તન ન થાય તો પણ મને તો લાભ જ છે. મને તો કમિશન મળવાનું જ. કારણ કે હું તો એજન્ટ છું. માત્ર ભગવાનની વાતો તમારા સુધી પહોંચાડવાનું જ મારું કામ છે. * શુભગુરુ તો મળ્યા, પણ પછી શું ? ગુરુના વચનની અખંડ સેવા. પંચસૂત્રમાં લખ્યું : આ ગુરુની સેવાથી મને મોક્ષનું બી મળો. 'होउ मे इओ मुक्खबीअंति ।' ગુરુ મળે, પણ ફળે ક્યારે ? એમનું માનીએ તો. ન માનીએ તો ગુરુ-યોગનો કોઈ મતલબ નથી. એક શિષ્ય ગુરુની ૧૨ વર્ષ સુધી સેવા કરી, ખડે પગે સેવા કરી, પણ ગુરુએ હજુ એક અક્ષર પણ શીખવ્યો નથી. એક વખતે રાત્રે સાપ આવ્યો અને કહેવા લાગ્યો : ““આ તમારા શિષ્યની સાથે મારે પૂર્વ જન્મનું વૈર છે. હું તેનું લોહી પીવા આવ્યો છું.” તમારે લોહીથી જ કામ છે ને ? હું જ એ તમને આપી દઉં તો નહિ ચાલે ?' સાપે કહ્યું : “ચાલશે” ગુરુ ઊંઘતા શિષ્યની છાતી પર ચડી બેઠા. છરીથી શરીર થોડું કાપી લોહી સાપને પીવડાવ્યું. સાપ ચાલ્યો ગયો. બીજા દિવસે ગુરુએ પૂછ્યું : “ત્યારે તને શો વિચાર આવેલો ?' ગુરુ કરતા હશે તે મારા હિત માટે જં કરતા હશે. એમાં બીજું વિચારવાનું જ શું હોય ?' આવા શિષ્યના પ્રત્યુત્તરથી ખુશ થયેલા ગુરુએ તેને પોતાની કળા શીખવાડી. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૩૦૦ Page #398 -------------------------------------------------------------------------- ________________ આપણી કોઈ આવી પરીક્ષા લે તો ? પાસ થઈએ, એવું લાગે છે ? પરીક્ષાની વાત જવા દો, કોઈને પરીક્ષા લેવાનું મન થાય, એવું પણ આપણું જીવન ખરું ? યાદ રહે : પરીક્ષા તેની જ થાય, જે પરીક્ષા માટે કંઈક યોગ્ય હોય. સૌધર્મેન્દ્ર કાલિકાચાર્ય જેવાની પરીક્ષા કરે, આપણા જેવાની નહિ. * આપણા મગજને ઝંકૃત કરવા, મગજને કસવા શાસ્ત્રકારોએ કેવા-કેવા ઉપાયો બતાવ્યા છે ? ભગવતીમાં હમણા ગાંગેય પ્રકરણ ચાલે છે. એમાં ભાંગાઓની જાળ આવે છે. દા.ત. પાંચ જીવો સાત નરકમાં જાય તો તેના કેટલા વિકલ્પો પડી શકે ? એ બધા વિલ્પો બતાવ્યા છે. આમ જોઈએ તો આંકડાની રમત લાગે, ગમ્મત લાગે, પણ ઊંડાણથી જોઈએ તો એકાગ્ર બનવાની કળા લાગે, ધર્મધ્યાનની ચાવી લાગે. હે પ્રભુ ! તું અંધકારમાં દીવો છે. તું ગરીબનું ધન છે. તું ભૂખ્યાને અન્ન છે. તું તરસ્યાનું પાણી છે. તું આંધળાની લાકડી છે. તું થાકેલાની સવારી છે. તું દુઃખમાં ધીરજ છે. તું વિરહમાં મિલન છે. તું જગતનું સર્વસ્વ છે. ૩૦૮ જ કહ્યું, ક્લાપૂર્ણસૂરિએ Page #399 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા જેઠ વદ-૩ ૨૦-૬-૨૦૦૦, મંગળવાર * [આજે હિમાલય - બદ્રિનાથમાં પ્રતિષ્ઠિત થનાશ શ્રી આદિનાથજી ભગવાન શ્વમાં પધાર્યા હતા. શSલ શંઘા સારો બિ ય અંજનશલાકા : પૂ. આ. યશવમસૃષ્ટિ દ્વારા થઈ છે. પ્રતિષ્ઠા : પૂ. ધૃવિજયજી મ. ક્રાશા શ્રાવણમાં થશે. મૃદ્ધિ પંચધાદ્ધની બનેલી છે. પજ વીલા શીર્ણ વસાવ્યું છે.] * ભક્તિ ભક્તને ખેંચી લાવે છે. તમે હમણાં જ જોયું ને ? ભગવાન સામેથી જાણે મળવા પધાર્યા. મૂર્તિમાં ભગવાનના દર્શન કરશો તો ન્યાલ થઈ જશો. મુનિ જંબૂવિજયજી મ. આટલા વિદ્વાન હોવા છતાં એમની ભક્તિ જુઓ તો તમે ચકિત બની જાવ. | * પ્રશ્ન : “આત્મા સામાયિક છે.” એમ શાસ્ત્રમાં લખ્યું છે તો બધા જ આત્મા સામાયિક નહિ બની જાય ? ઉત્તર : ભલે ને બની જાય ! સંગ્રહનયથી તેમ છે જ. સંગ્રહ નય આપણી હતાશા હટાવવા માટે જ છે. પણ સંગ્રહનય પૂર્ણાહુતિ નથી. એવંભૂત નય જ્યાં સુધી આપણને પરમાત્મા ન કહે ત્યાં સુધી વિરામ પામવાનું નથી. * અમારા સંસારી કુટુંબી શિવરાજજી લુક્કડ અમને કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૩૦૯ Page #400 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થપણામાં લટકા સાથે કહેતા : અક્ષય ! તમે દીક્ષા લો છો ? શું છે દીક્ષામાં ? ગૃહસ્થપણામાં રહીને સાધના ન થઈ શકે ? ભગવાન મહાવીરના આનંદ-કામદેવ જેવા શ્રાવકોએ પણ દીક્ષા હોતી લીધી. તમે એમનાથી પણ વધ્યા ? સાધુઓ તો તમે જુઓ છો ને ? દીક્ષા લીધા પછી શું કરે છે? પણ હું દીક્ષા લેવાના ભાવમાં મક્કમ રહ્યો. સાધુપણામાં જે સાધના થઈ શકે તે ગૃહસ્થપણામાં શી રીતે થઈ શકે ? * આ જીવનમાં નક્કી કરી જ લો કે મારે ભગવાન મેળવવા જ છે. એ વિના રહેવું જ નથી. ધુંઆડે ધીજું નહિ સાહિબ, પેટ પડ્યા પતીજે...” એમ પ્રભુને કહી દો. પ્રણિધાન [નિર્ધાર, દઢ સંકલ્પ] પાકું હશે તો સિદ્ધિ ક્યાં જશે? મોહરાજાનું આ જ કામ છે : તમારા નિર્ધારને તોડી નાખવો. દીક્ષા લીધી ત્યારે આપણો ધ્યેય શું હતો? આજે શો છે? બદલાઈ નથી ગયો ને ? મોહરાજની ચાલ સફળ નથી બનીને? ભગવાનની અને ગુરુની કૃપા વિના મોહરાજાની ચાલથી બચી શકાય નહિ. આજનો દિવસ તો અપૂર્વ છે. રોજ વાચના જ સાંભળીએ છીએ. આજે તો ભગવાન સામેથી મળવા આવ્યા; જે હિમાલયમાં બિરાજમાન થવાના છે. વાચનાની વાતનો સીધો જ અમલ થયો. ભગવાન તો દર છ મહિને [સમુદ્યાત રૂપે] મળવા આવે જ છે. આપણે ક્યાં સન્મુખ થઈએ છીએ ? બારી ખુલ્લી હોય તો સૂર્ય આવે જ. હૃદય ખુલ્લું હોય તો ભગવાન આવે જ. આપણે હૃદય બંધ કરીને પોકારીએ છીએ : ભગવન્! પધારો. પણ ભગવાન ક્યાં આવે ? બારી બંધ હોય તો સૂર્ય શી રીતે આવે? ભગવાન તો ગુણરૂપે સર્વત્ર વ્યાપ્ત છે જ. જુઓ ભક્તામરમાં ૩૮૦ જે કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #401 -------------------------------------------------------------------------- ________________ “संपूर्ण-मंडल शशांक कला-कलाप शुभ्रा गुणास्त्रिभुवनं तव लङ्घयन्ति" “ભગવદ્ ! ચન્દ્ર જેવા તારા શુભ્ર ગુણો ત્રણેય ભુવનમાં ફેલાઈ ગયા છે.' આ રીતે ભગવાન ગુણ અને જ્ઞાનથી વ્યાપક છે. આ અપેક્ષાએ ભગવાન ક્યાં નથી ? જ્યાં જ્યાં પ્રકાશ છે, ત્યાં ત્યાં સૂર્ય છે જ. ત્યાંથી [પ્રકાશના સ્થાનથી] તમે જુઓ. સૂર્ય દેખાશે. જ્યાં જ્યાં ગુણો છે, ત્યાં ત્યાં ભગવાન છે જ. ગુણ-ગુણીનો અભેદ છે. વળી, ભગવાન સમુદ્યાતના ચોથા સમયે આત્મ-પ્રદેશોથી સર્વ લોકવ્યાપી બને જ છે. આખા બ્રહ્માંડમાં ફેલાઈ જતા ભગવાન આપણા ઘટમાં પણ આવે જ છે ને ? આપણે આ જાણીએ છીએ, છતાં ભગવાનનું અન્તર્યામિત્વ સ્વીકારવા તૈયાર નથી. ભગવાન ભલે સમુદ્દાત પોતાના માટે [કર્મક્ષય માટે] કરતા હોય, પણ આપણા માટે આ ઘટના ઘણી ઉપયોગી છે. જૈનેતર દર્શનમાં દેહરૂપે ભગવાન ભક્ત પાસે આવે છે. પણ અહીં સમુદ્દઘાતમાં તો આત્મપ્રદેશોથી વિશ્વના સર્વ જીવોને જાણે મળવા આવે છે. શક્રસ્તવમાં ભગવાનનું એક વિશેષણ છે : વિશ્વ રૂપાય | ભગવાન વિશ્વરૂપ છે. ભગવાને આપણાથી કદી ભિન્નતા નથી રાખી, આપણે જરૂર રાખી છે. માએ પુત્ર સાથે કદી જુદાઈ નથી રાખી. પુત્રે જરૂર રાખી હશે. ભગવાન તો આખા વિશ્વની માતા છે, જગદંબા છે. જગતની મા મોક્ષમાં જતાં પહેલા આપણને મળવા કેમ ન આવે ? આ જાણશો તો ભગવાનનું અપાર વાત્સલ્ય સમજાશે. ભગવાન પાસે કેવળજ્ઞાનનું વિશાળ દર્પણ છે, જેમાં ત્રણે કાળનું વિશ્વ પ્રતિબિંબિત છે. તો ભક્તિ કરતાં આપણે ભગવાનમાં કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૩૮૧ Page #402 -------------------------------------------------------------------------- ________________ પ્રતિબિંબિત ખરા કે નહિ ? ચૈત્યવંદન કરતી વખતે આ ભાવ આવે તો ઉલ્લાસ કેટલો વધી જાય ? ભગવાનમાં તો આપણે પ્રતિષ્ઠિત છીએ જ. પણ ભગવાન આપણામાં કેટલા અંશે પ્રતિષ્ઠિત છે ? આપણું ચિત્ત જેટલું નિર્મળ તેટલા અંશે ભગવાન આપણા ચિત્તમાં પ્રતિબિંબિત બનશે. ભગવાનને લાવવા હોય તો ચિત્તને નિર્મળ કરતા રહો. આ વાત મેં તમારી પાસે મૂકી છે. ખોટી હોય તો બતાવજો. તમે ગીતાર્થ છો. મેં આ વાત [વિ.સં. ૨૦૨૮] પૂ. પં.ભદ્રકરવિજયજી પાસે મોકલેલી. પં. ભદ્રંકર વિ. મહારાજે ચન્દ્રશેખરવિજયજી પર મોકલી. તેમણે પં. ભદ્રંકર વિ.મ.ના નામ સાથે પુસ્તકમાં મૂકી. * “પંચસૂત્ર એટલે સાધનાનો સાર ! ૧૪૪૪ ગ્રંથો એક પંચસૂત્રને સામે રાખીને લખ્યા હોય એમ લાગે છે.” આવું પૂ. પં. ભદ્રંકરવિજયજી મ. ઘણીવાર કહેતા. પંચસૂત્રના ત્રણ પદાર્થો [શરણાગતિ, દુષ્કતગ, સુકૃતઅનુમોદના ભાવિત કર્યા વિના કોઈ પણ સાધના સફળ ન જ થાય; ભલે કોઈ નવ પૂર્વનો અભ્યાસ કરી લે. આ ત્રણ પદાર્થો જ જેિ ભક્તિ વિના ન મળી શકે] દુર્લભ છે. બીજું બધું સુલભ છે. મળે સોહિલા રાજ્ય દેવાદિ ભોગો, પર દોહિલો એક તુજ ભક્તિયોગો.' ભક્તિ ભૂલાઈ ગઈ તો બેય ભૂલાઈ ગયો સમજજો. ધ્યેય ભૂલાઈ જતાં આપણે કોઈ આડા-અવળા માર્ગે ચડી જઈશું. કોઈ પણ શાસ્ત્ર વાંચતાં કે ક્રિયા કરતાં આ ધ્યેયને કદી નહિ ચૂકતા. * પંચસૂત્રમાં શું લખ્યું છે ? होउ मे एएहिं संजोगो, होउ मे एसा सुपत्थणा ભગવાન અને ગુરુ સાથે મારો સંયોગ હો ! ૩૮૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #403 -------------------------------------------------------------------------- ________________ મારી આ સુપ્રાર્થના હો...! માત્ર પ્રાર્થના નહિ પણ “સુ-પ્રાર્થના' કહ્યું. ઘણીવાર મહેમાનો સમક્ષ ઔપચારિકતા ખાતર પણ આમંત્રણ અપાતું હોય છે. નહિ, અહીં સુ-આમંત્રણ, સુ-પ્રાર્થના છે. હૃદયપૂર્વકની પ્રાર્થના છે. અહીં પોતાની શક્તિ ન ચાલે, ભગવાનની શક્તિથી જ આ બધું થઈ શકે. માટે જયવીયરાયમાં લખ્યું : ‘દોડ મ તુqમાવો પ્રભુ...! મને આપના પ્રભાવથી મળો. - આપણો અહંકાર પોતાના પર એટલો મુસ્તાક રહેવા ચાહે છે કે કોઈને પોતાના મસ્તકે ધરવા તૈયાર થતો નથી . “પ્રભુ...! આપના પ્રભાવથી મળો.” આવું અહંકારહીન હૃદય જ બોલી શકે. * ઘણીવાર લોકો કહેતા હોય છે : આપને પ્રભુ પર જેટલું બહુમાન છે, એટલું અમને કેમ નથી થતું ! હું પોતે પણ વિચારું છું : બાળપણથી જ મને પ્રભુનો પ્રેમ કેમ પેદા થયો ? જરૂર પૂર્વ જન્મમાં ભગવાનનો પ્રેમ પેદા થયો હશે. માટે જ તમને કહું છું : પ્રભુને ચાહવાનું શરૂ કરો. તમારી સાધના શરૂ થઈ જશે. આ જન્મમાં સાધના અધૂરી રહેશે તો પણ ભવાંતરમાં આ સાધના સાથે ચાલશે. હું તમને આ બધું એટલે શીખવી રહ્યો છું કે આ બધું મારે ભવાંતરમાં સાથે લઈ જવું છે. બીજાને આપ્યા વિના આપણા ગુણો સાનુબંધ બની શકતા નથી, ભવાંતરમાં સાથે ચાલી શકતા નથી. કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૩૮૩ Page #404 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા જેઠ વદ-૪ ૨૧-૬-૨૦૦૦, બુધવાર * આપણને તીર્થ મળ્યું છે તે તીર્થંકરનો ઉપકાર છે. પણ ઉપકાર માનવા માત્રથી પુરૂં થઈ જતું નથી. આ તીર્થ બીજાને પણ મળ્યા કરે, એની અચ્છિન્ન પરંપરા ચાલે, તેમાં આપણે નિમિત્ત બનવાનું છે. પૂર્વાચાર્યોએ આ જિનાગમ અને જિનબિંબોની રક્ષા માટે પોતાના પ્રાણોની પણ આહુતિ આપી છે, એ આગમ અને પ્રતિમાને ટકાવવા આપણે પુરુષાર્થ નહિ કરવાનો ? આગમ અને પ્રતિમાની માત્ર સુરક્ષા જ નહિ, આગમ પ્રમાણે જીવન જીવવાથી મૂર્તિમાં ભગવાનના દર્શન કરવાથી જ આગમ અને પ્રતિમાની સુરક્ષા થશે. એની પરંપરા ચાલશે. * હું ગમે તેટલું બોલું, પણ તમારામાં કેટલું આવવાનું ? હું બોલું તેટલું નહિ, પણ પાળું તેટલું જ તમારામાં આવવાનું. પં. જિનસેનવિજયજી : એવું એકાન્ત કેમ કહી શકાય ? અમારામાં પણ યોગ્યતા હોવી જોઈએ ને ? ઉત્તર ઃ મારે પણ મારી સમાધિ માટે વિચારવાનું ને ? હું કહું છતાં સામાનું જીવન ન બદલાય તો મારે શા માટે ઉદ્વિગ્ન કે હતાશ બનવું ? મારે તો એમ જ વિચારવું : મારી પોતાની ખામી ! અહિંસાની સિદ્ધિ જો મારામાં થયેલી હોય તો શા માટે મારી ૩૮૪ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #405 -------------------------------------------------------------------------- ________________ પાસે આવનારો જીવ ઉપશાંત ન બને ? ન બને તો સમજવું : મારી અહિંસામાં ખામી છે. બીજાની ખામી શા માટે જોવી ? મારી જ ખામી જોઈને સમાધિ શા માટે ન રાખવી ? આ મારો દષ્ટિકોણ છે. એવો દ્રષ્ટિકોણ પકડવો જેથી આપણી શાંતિ ખોરવાઈ ન જાય. * પોતાના માટે ક્ષાન્તિ, મૃદુતા, ઋજુતા અને મુક્તિ આ ચારનું આ સેવન કરવું. બીજા જીવો સાથે મૈત્રી આદિ ચાર ભાવનાઓનું આસેવન કરવું. ક્ષાન્તિ આદિ સ્વસંબંધી છે. મૈત્રી આદિ પર-સંબંધી છે. * પૂ.પં.ભદ્રંકરવિજયજી મ. ઘણીવાર કહેતા : લો, આ સુવાક્ય ડાયરીમાં લખી લો. તે વખતે સામાન્ય લાગતા ઘણા સુવાક્યો / શ્લોકો આજે અણમોલ ખજાનો લાગે છે. એમણે એક શ્લોક આપેલો : ‘‘શોમા નરાળાં, પ્રિય સત્યવાળી...’ આ શ્લોક પર વાંકીમાં નવ દિવસ વ્યાખ્યાન ચાલેલા. ચાર માતાઓ, નવપદો વગેરે ઘણા-ઘણા પદાર્થો તેમાંથી નીકળેલા. * નાનપણમાં આપણે જે નવકાર, પંચિંદિય, ઈચ્છકાર, લોગસ્સ વગેરે શીખ્યા તે વ્યર્થ નહિ સમજતા. ઘણા ઘણા રહસ્યપૂર્ણ છે આ સૂત્રો. નવકારમાં આવેલા પંચ પરમેષ્ઠીઓનો જ આ સૂત્રમાં વિસ્તાર છે. લોગસ્સ ‘નમો અરિહંતાણં’ અને ‘નમો સિદ્ધાણં’નો જ વિસ્તાર છે. ‘પંચિંદિય’‘‘નમો આયરિયાણં''નો વિસ્તાર છે. ‘ઈચ્છકાર સુહરાઈ' ‘નમો ઉવજ્ઝાયાણં' અને ‘નમો લોએ સવ્વસાહૂણં’નો વિસ્તાર છે. * મોહનું કામ છે ઃ જગતના જીવોને અપવિત્ર બનાવવાનું ! ભગવાનનું કામ છે : જગતના જીવોને પવિત્ર બનાવવાનું ! નામાદિ ચારેયથી સર્વ જગતને ભગવાન સતત પવિત્ર બનાવી કહ્યું, કલાપૂર્ણસૂરિએ * ૩૮૫ Page #406 -------------------------------------------------------------------------- ________________ રહ્યા છે. મોહનું રાજ્ય છે તેમ ભગવાનનું પણ રાજ્ય છે. મોહનો કિલ્લો ભગવાન સિવાય બીજા કોઈથી પણ તૂટી શકે તેમ નથી. . માટે જ આપણા સર્વ સૂત્રોમાં વિવિધરૂપે ભગવાન બિરાજમાન છે. લોગસ્સમાં નામરૂપે. અરિહંત ચેઈઆણંમાં સ્થાપનારૂપે. નમુત્થણમાં દ્રવ્ય અને ભાવ અરિહંતોની સ્તુતિ છે. કોઈ એવું સૂત્ર નહિ હોય, જેમાં કોઈ ને કોઈ રૂપે ભગવાન ન હોય. * મોહનું આક્રમણ નિષ્ફળ બનાવવા ભગવાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. મોહનું આક્રમણ આપણા સામર્થ્યથી ખાળી શકાય તેમ નથી. કોઈ સમર્થનું શરણું લેવું જ પડશે. ભગવાન વિના બીજો કોઈ સમર્થ નથી. આ સમર્થના ચરણ જેમણે પકડી લીધા તેમનું કામ થઈ ગયું. પ્રભુ-પદ વળગ્યા તે રહ્યા તાજા; અળગા અંગ ન સાચા રે....” મોહ અને કષાયોના કારણે તમારો આત્મા ત્રિવિધ તાપથી સળગી જ રહ્યો છે. બીજાની તો ઠીક, આપણને આપણા આત્માની પણ દયા નથી આવતી. બીજા બળતા હોય ને દયા આવે, તો જાત પર દયા ન આવે ? મોહથી બળી રહ્યા છીએ. એવું સમજાય, પછી જ સરોવર સમા અરિહંતનું શરણું લેવાનું મન થાય, સાધુનું શરણું લેવાનું મન થાય. અહો ! અહો ! સાધુજી સમતાના દરિયા' તમારા શરણે કોઈ આવે તો શાંતિ મળે ને ? તમને સ્વયંને આ વિશ્વાસ ખરો ? * મોહરાજાએ ભગવાન અને આપણી વચ્ચે એવો ભેદ પાડ્યો છે કે અભેદભાવે ભક્તિ થઈ શકતી નથી. ભગવાનને કહો : ભગવદ્ આપની સાથે હું અભેદ સાધી શક્તો નથી. જીવો સાથે પણ અભેદ સાધી શકાતો નથી. હા જડ સાથે અભેદ જરૂર સાધ્યો છે. ૩૮૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #407 -------------------------------------------------------------------------- ________________ ભગવન્ ! દેહ સાથેનો અભેદ તોડો ચૈતન્ય સાથેનો અભેદ જોડો. મંદિરમાં ભગવાન પાસે આ માટે જ જવાનું છે. માત્ર હાથ જોડીને મંદિરમાંથી બહાર નથી આવવાનું. એવા દર્શન કરવા કે એક દિવસ હૃદયમાં રહેલા ભગવાન પણ દેખાય. ચોવીસેય કલાક ભગવાન દેખાઈ શકે. * સમ્યક્ત્વ બે પ્રકારે : વ્યવહાર અને નિશ્ચય. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા આ લક્ષણો દ્વારા અંદર રહેલું સમ્યક્ત્વ જણાય. એની ખામી તો સમ્યક્ત્વની ખામી સમજજો. આ પાંચ લક્ષણો હોય તો સમજી લેજો ઃ સમ્યક્ત્વ આવી ગયું છે. આ વ્યવહાર સમક્તિ છે. દેહાધ્યાસ તૂટે તે નિશ્ચય સમક્તિ છે. વિવેકાષ્ટક [જ્ઞાનસાર૧૫મું અષ્ટક] વાંચતાં તમને એનો વિશેષ ખ્યાલ આવશે. સમ્યક્ત્વ એટલે અંદર રહેલી પરમ ચેતનાના પ્રકટીકરણની તીવ્ર ઈચ્છા. આ જ મોક્ષની ઈચ્છા છે. ધ્યેય તરીકે જો આ ગોઠવાઈ જાય તો સમજી લેવું : શુદ્ધ પ્રણિધાન થઈ ગયું છે. પછી મોક્ષ-માર્ગની સાધના શરૂ થશે. શરીરની સુવિધા, અનુકૂળતા વગેરેની જેટલી વિચારણા કરીએ છીએ, એ માટે જેટલું બોલીએ છીએ, તેના કરતાં હજારમા ભાગની વાત પણ આત્મા માટે આપણે કદી કરીએ છીએ ખરા ? ઉપા. યશોવિજયજી મ. કહે છે : देहात्माद्यविवेकोऽयं, सर्वदा सुलभो भवे । ભવળોટ્યાપિ તવ્યેવ-વિવેહ્ત્વતિદુર્ણમ || -જ્ઞાનસાર,૧૫-૨ દેહ-આત્માનો અભેદ તો હર ભવમાં મળે છે, પણ ભેદજ્ઞાન ક્રોડો જન્મોમાં પણ દુર્લભ છે. આજના યુગમાં આત્માની વાત જ ક્રોડો યોજન દૂર ધકેલાઈ ગઈ છે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૩૦૭ Page #408 -------------------------------------------------------------------------- ________________ આત્મા યાદ આવ્યા પછી તેના છ સ્થાન અંગે વિચારણા કરવાની ઃ ૧. આત્મા છે. ૨. આત્મા નિત્ય છે. ૩. આત્મા કર્મનો કર્તા છે. ૪. આત્મા કર્મનો ભોક્તા છે. ૫. મોક્ષ છે. છે. આત્માનો ઉપાય છે. * આ બધી વિચારણા ભગવાનની કૃપાથી જ મળે. ઈન્દ્રભૂતિ ગૌતમ આત્મા અંગે જ શક્તિ હતા. ભગવાનને મળ્યા પહેલા સમક્તિ હતું ? ભગવાન મળ્યા પછી જ સમક્તિ મળ્યું ને ? આ ભગવાનનો પ્રભાવ છે. ભગવાનના બહુમાન વિના આવા ગુણોની પ્રાપ્તિ થતી નથી. મારી બીજી વાતો ભલે તમે ભૂલી જાવ, યાદ ન રાખી શકો. માત્ર આટલું જ યાદ રાખજો: ભગવાન પર બહુમાન પેદા કરવું છે. ભગવાન પર બહુમાન થશે તો બીજું બધું પોતાની મેળે થઈ પડશે. પ્રથમ માતા-પિતાનું બહુમાન કરો. માતા-પિતાનું બહુમાન ગુરુનું બહુમાન જન્માવશે. ગુરુનું બહુમાન શાસ્ત્ર અને ભગવાનનું બહુમાન જન્માવશે. ભગવાનનું બહુમાન થયું એટલે સમજો ઃ મુક્તિ તરફનું પ્રયાણ શરૂ થયું. ભગવાનનું બહુમાન એટલે અંતતોગત્વા આપણી જ પરમ ચેતનાનું બહુમાન. મોક્ષ તરફ પ્રયાણ એટલે આપણી જ પરમ ચેતના તરફનું પ્રયાણ...! ચૈત્યવંદનાદિ ક્રિયા પરમાત્મા પર બહુમાનની જ ક્રિયા છે. આપણે એને દૈનિક ક્રિયામાં જ ખપાવી દીધી, તેને માત્ર યાંત્રિક ૩૮૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #409 -------------------------------------------------------------------------- ________________ બનાવી દીધી. એમાં મારી જ પરમ ચેતનાને વિકસિત કરનારા પરિબળો છૂપાયેલા છે, એ જોવાનું ભૂલી ગયા. આ દષ્ટિ ખુલી જાય તો ચૈત્યવંદનાદિ તમામ ક્રિયા યાંત્રિક ન લાગે, જડ રૂઢિ ન લાગે, પણ દરેક ક્રિયામાં જીવંતતા આવે, ડગલે ને પગલે ક્રિયા કરતાં આનંદ આવે. ભગવાનનું બહુમાન હૃદયમાં ગોઠવાઈ ગયું એટલે સમજી લો : આપણા બધા જ શુષ્ક અનુષ્ઠાનો નવપલ્લવિત બની ઊઠ્યા, આપણી પાનખર વસંતમાં બદલાઈ. આપણું રણ વૃંદાવન બની ગયું ! * મુક્તિપ્રયાણમાં આપણે ક્યાં સુધી પહોંચ્યા ? તે જાણવું હોય તો આપણા ગુણો તપાસો. માર્ગાનુસારીના ગુણો છે ? મિત્રાદષ્ટિના ગુણો છે ? પાપ કરતાં ડર લાગે છે ? કે પાપ કરતાં આનંદ આવે છે ? ગુણો વિના કદી સાચા અર્થમાં મુક્તિપ્રયાણ થઈ શકતું નથી. દોષો તો કાંટા જેવા છે, જે આપણને મુક્તિમાર્ગ ચાલતાં રોકી દે છે. રસ્તે ચાલતાં કાંટા પણ વાગે. [જઘન્ય વિજ્ઞ]. રસ્તે ચાલતાં તાવ પણ આવે. [મધ્યમ વિપ્ન રસ્તો ભૂલાઈ પણ જાય. [ઉત્કૃષ્ટ વિઘ્ન આ ત્રણેય પ્રકારના વિઘ્નો પાર કરતાં-કરતાં આપણે મુક્તિનગરે પહોંચવાનું છે. માત્ર આપણે જ નથી ચાલવાનું, આપણી સાથે ચાલનારને સહાયક પણ બનવાનું છે, પાછળ ચાલનારો રસ્તો ભૂલી ન જાય માટે રસ્તામાં નિશાની [2] કરીએ છીએ ને ? આપણે પણ આવું કાંઈક કરતા-કરતા આગળ વધવાનું છે. આપણા પૂર્વાચાર્યોએ આવું કર્યું છે. આ ગ્રંથો એ બીજું કાંઈ નથી. મુક્તિમાર્ગમાં પ્રયાણ કરતા આપણા પૂર્વાચાર્યોએ કરેલી નિશાનીઓ છે, તમારી ભાષામાં કહું તો માઈલસ્ટોન્સ છે. પૂર્વાચાર્યો કહે છે : જલ્દી કરો. પ્રયાણમાં મોડું થશે તો તડકો [ભવતાપ] તપી જશે. ચાલતાં બહુ કષ્ટ પડશે. [ભવ-બ્રમણના કષ્ટો] કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૩૮૯ Page #410 -------------------------------------------------------------------------- ________________ એક વખતે વિહારમાં અમે સાંજે સમયસર પહોંચી ગયા, પણ શ્રાવકોએ કહ્યું : બધા આવી ગયા છે ને ? કોઇ બાકી નથી ને ? . કેટલાક સમય પહેલાં એક વખતે પાછળ રહી ગયેલા મહાત્માને કોઇ હિંસક પ્રાણી ખાઈ ગયેલું. દ્રવ્ય માર્ગમાં પાછળ રહેનારની પણ આવી હાલત થતી હોય તો ભાવ માર્ગમાં પાછળ રહે તેની શી હાલત થાય ? તે તમે વિચારી લેજો. * ભગવાનનું બહુમાન એ સર્વ સાધનાનો પાયો છે. ભગવાનના બહુમાનથી જ આપણી અંદર રહેલા દોષો દેખાય. એ દોષોની નિંદા અને ગહ કરવાનું મન થાય. બીજાના સુકૃતોની અનુમોદના કરવાનું મન થાય. આ ત્રણ પદાર્થ આત્મસાત્ થઈ ગયા તો મુક્તિ-માર્ગ ખુલ્લો થઈ ગયો, એમ જાણજો. * વેપારીઓને સંતોષ નથી : રોજ નવું નવું કમાવાનું ! ધન વાપરતા જવાનું ! અહીં ગુણ એ ધન છે. એને વધારતા જવાનું છે. પણ આપણે તો માની બેઠા : દીક્ષા લીધી એટલે વાત પૂરી ! બધું મળી ગયું. - દીક્ષા એટલે સાધનાની પૂર્ણાહુતિ નહિ, પણ સાધનાનો પ્રારંભ - એ વાત જ ભૂલાઈ ગઈ. ગુણોની હજુ કોઈ જરૂર છે, એ વાત જ મગજમાંથી નીકળી ગઈ. ગૃહસ્થને ધનનો લોભ દોષ છે. પણ સાધુને જો ગુણમાં સંતોષ રહે તો દોષ છે. ધનનો લોભ ડૂબાડે. ગુણનો લોભ તારે. ધનનો લોભ ભૂંડો છે. ગુણોનો લોભ રૂડો છે. ૩૯૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #411 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા જેઠ વદ-૫ ૨૨-૬-૨૦૦૦, ગુરુવાર धन्ना निच्चमरागा जिणवयणरया नियत्तियकसाया । निस्संग निम्ममत्ता विहरंति जहिच्छिया साहू ॥१४७॥ * પ્રભુએ કહ્યું છે તે પ્રમાણે શ્રદ્ધાપૂર્વક જ્ઞાન મેળવી સાધના કરીએ તો આપણી અંદર છૂપાયેલા પ્રભુ પ્રગટ થાય જ. * પ્રભુના આપણા પર અનંત ઉપકાર છે. ભક્તને તો ચારે બાજુ પ્રભુના ઉપકારની હેલી વરસી રહી હોય તેમ દેખાય છે. જ્યાં જ્યાં ગુણ છે, પુણ્ય છે, સુખ છે, શુભ છે, પરોપકાર છે, ત્યાં ત્યાં પ્રભુનો જ પ્રભાવ છે. ચારે બાજુ એની વર્ષા થઈ રહી છે. માત્ર એ જોવા તમારી પાસે આંખ જોઈએ, ભક્તની આંખ જોઈએ. ભક્તની આંખ લઈને જગત જોશો પ્રભુના ઉપકારોની હેલી વરસતી દેખાશે. પછી યશોવિજ્યજીની જેમ તમે પણ ગાઈ ઊઠશો પ્રભુ ઉપકાર ગુણે ભર્યા, મન અવગુણ એક ન માય રે...” પ્રભુના ઉપકારોથી, ગુણોથી મન એવું ભરાઈ જશે કે એક અવગુણ પણ દેખાશે નહિ. ભૌતિક દેહને જન્મ આપનાર માતાનો પણ ઉપકાર માનવાનો છે. ઠાણંગ સૂત્રમાં ત્યાં સુધી લખ્યું છે : તમે ગમે તેટલી માતા કહ્યું, ક્લાપૂર્ણસૂરિએ જ ૩૯૧ Page #412 -------------------------------------------------------------------------- ________________ પિતાની સેવા કરો તો પણ તેનો ઉપકાર વાળી શકો નહિ. દુષ્પતિકાર છે માતા-પિતા. હા, જો તમે તેમને ધર્મ-માર્ગે વાળો તો કંઈક અંશે પ્રત્યુપકાર કરી શકો. ભૌતિક દેહને પેદા કરનાર માતા-પિતાનો આટલો ઉપકાર માનવાનો હોય તો ગુણ દેહને, અધ્યાત્મ દેહને જન્મ આપનાર ગુરુ અને ભગવાનનો ઉપકાર કેટલો માનવો ? ભૌતિકતા કરતાં આધ્યાત્મિકતા ચડિયાતી છે. * ભગવાન અને ગુરુ, ઉપકાર બુદ્ધિએ આપણને કંઈક આપવા માંગે છે, પણ ઉપમિતિના પેલા ભિખારીની જેમ આપણે દૂર ભાગીએ છીએ. ભૂખ્યાને જિમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘેલોજી...” * અહીં હું જે કાંઈ બોલું તે ગોઠવીને નથી બોલતો. કાંઈ વિચારીને નથી આવતો. છતાં તમને આમાંથી કોઈ સુવાક્યો મળી જતા હોય એ સુવાક્યો તમારી સાધનાને અનુકૂળ જણાતા હોય તો ગ્રહણ કરી લેજો. ભગવાને જ મને માધ્યમ બનાવીને એ સુવાક્યો તમારી પાસે મોકલ્યા છે, એમ માનીને ગ્રહણ કરી લેજો. ભગવાન અનેક રૂપે આપણી પાસે આવે છે. ક્યારેક નામરૂપે, ક્યારેક મૂર્તિરૂપે તો ક્યારેક સુવાક્યો રૂપે પણ આવે છે. જે સ્વરૂપે ભગવાન આવે, તેને સ્વીકારી લેજો. ભગવાનનો આ પ્રસાદ મસ્તકે ચડાવજો. પ્રમાદમાં પડ્યા રહેશો, અવસર જવા દેશો તો આ તક ફરીથી નહિ આવે. * “પરની અપેક્ષા રહેશે ત્યાં સુધી દુઃખ રહેવાનું આવું છું જ્યારે કહ્યું ત્યારે તમારા મનમાં કદાચ એમ પણ થાય : ભગવાનની અપેક્ષા પણ પરની જ અપેક્ષા છે ને ? પણ યાદ રહે : અહીં પર”થી પર પુગલ લેવાના છે, પ્રભુને નહિ, કારણ કે પ્રભુ “પર” નથી, આપણી જ પરમ ચેતનાનો આવિષ્કાર છે. * ઘણીવાર કૂતરાઓને પરસ્પર લડતા જોઈને મને વિચાર આવે : આવું કેમ ? કારણ વિના જ આખો દિવસ આમ કેમ લડતા રહેતા હશે ? નક્કી પૂર્વ જન્મમાં ઈર્ષ્યાળુ હશે, ઝગડાખોર હશે. કર્મસત્તાએ એમને કૂતરા બનાવ્યા હશે. યાદ રાખો : ઝગડા કરતા રહેશો, પરસ્પર ઈર્ષ્યા કરતા રહેશો ૩૯૨ માં કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #413 -------------------------------------------------------------------------- ________________ તો કૂતરા બનવું પડશે. કૂતરા ઇર્ષ્યાનું પ્રતીક છે. જે અહીં હૃદયથી કૂતરો બને છે તે આગામી જન્મમાં કૂતરો બને છે. કર્મસત્તાની સીધી વાત છે ઃ જે ગમતું હોય તે આપું. તમને ઈર્ષ્યા-ઝગડા ગમે છે, તો એવા જન્મ આપું જ્યાં ઈર્ષ્યા-ઝઘડા સ્વાભાવિક જ હોય. મળે. આપણને હંમેશા ગમતું જ મળ્યું છે. વિષય-કષાયો ગમશે તો વિષય-કષાય મળશે. વિષય-કષાયોથી રહિત અવસ્થા ગમશે તો તે મળશે. ગમે તે મોક્ષ નથી મળ્યો કારણ કે એ કદી ગમ્યો નથી. સંસાર મળતો રહ્યો છે. કારણ કે એ જ ગમતો રહ્યો છે. આવો જન્મ પામીને કૂતરા બનીશું ? ફરીથી આવો અવસર ક્યારે આવશે ? હમણાં ભગવતી સૂત્રમાં ગાંગેય પ્રકરણ ચાલે છે, જેમાં ભાંગાઓની જાળ છે. એમાંથી જીવો કઈ-કઈ રીતે કેટ-કેટલા ભાંગે નરક વગેરે ગતિમાં જાય તે બતાવ્યું છે. જો આપણે અહીં ઈર્ષ્યાઝગડા કરતા રહીએ તો આ જન્મ ખોઈ બેસીશું, સંસારમાં દીર્ઘકાળ સુધી રખડ્યા કરીશું. * તમને કયા ગુણની ખામી લાગે છે ? જે ગુણની ખામી તમને લાગે છે, એ ગુણ બીજે તમને ક્યાં દેખાય છે ? જે જગ્યાએ દેખાતો હોય તે જોઈને રાજી થાવ, હૃદયથી નાચી ઊઠો. એ ગુણ તમારામાં આવશે જ. જે ગુણને જોઈને તમે રાજી થાવ છો, એ ગુણને આવવા માટે તમે તમારા હૃદયના દ્વાર ખુલ્લા મૂકો છો. બીજા શબ્દોમાં કહું તો ગુણોને જોઈને રાજી થવું એટલે તેમને આમંત્રણ-પત્રિકા લખવી. આને જ શાસ્ત્રકારોએ અનુમોદના કહી છે. અનુમોદના વધતી જશે તેમ તેમ તે ગુણ મજબૂત બનતો જશે. એવો મજબૂત બનશે કે ભવાંતરમાં પણ નહિ જાય. કહ્યું, કલાપૂર્ણસૂરિએ * ૩૯૩ Page #414 -------------------------------------------------------------------------- ________________ શરત એટલી કે તેમાં આદર અને સાતત્ય જોઈએ. આદર અને સાતત્યપૂર્વક જે ગુણનું તમે સેવન કરો છો, તે ગુણ ભવાંતરમાં પણ સાથે ચાલશે. * જન્મ થયા પછી મરણ ન થયું હોય તેવું એક પણ ઉદાહરણ હોય તો મને બતાવો. ટૂંકમાં, મૃત્યુ નિશ્ચિત છે. આજે કે કાલે મરવાનું જ છે. પણ કેવી રીતે મરવું છે? તે લાખ રૂપિયાનો સવાલ છે. જન્મનો એક જ પ્રકાર છે, પણ મૃત્યુના હજારો પ્રકાર છે, કયા પ્રકારે મૃત્યુ આવશે તે નિશ્ચિત નથી, પણ મૃત્યુ આવશે તે તો નિશ્ચિત જ છે. આપણે તો હવે એટલું જ વિચારવાનું છે : મારું મૃત્યુ સમાધિપૂર્વકનું કઈ રીતે બને ? એ માટેની તૈયારી અત્યારથી શરૂ કરી દેવી જોઈએ. જેનું જીવન આરાધનામય હશે તેને જ મૃત્યુમાં સમાધિ મળશે. ગમે તેવું જીવન જીવીને મૃત્યુમાં સમાધિ રાખીને સદ્ગતિમાં ચાલ્યા જઈશું, એવા ભ્રમમાં નહિ રહેતા. અહીં રહેલી સાધના અધૂરી રહેશે તો પણ ચિંતા નહિ કરતા, ભવાંતરમાં એ સાધના ફરી શરૂ થશે. તમે જુઓ છો ને ? કેટલાક થોડોક પ્રયત્ન કરે છે ને ગાથા કંઠસ્થ કરી લે છે. બીજા લાખ માથું પટકે તો પણ કરી શકતા નથી. શું કારણ ? કેટલાક સ્વભાવથી જ શાંત હોય છે. કેટલાક સ્વભાવથી જ ગુસ્સાબાજ હોય છે. શું કારણ ? આજનું વિજ્ઞાન કદાચ જીનેટીક થીઅરીમાં જવાબ શોધવા પ્રયત્ન કરશે પણ ફરી પ્રશ્ન તો ઊભો જ રહેશે : આવા જ જીન્સ શા માટે મળ્યા ? પૂર્વ જન્મના કર્મ માનવા જ પડશે. પૂર્વ જન્મની આરાધના - વિરાધનાના કારણે આવો તફાવત દેખાય છે. * બોલો, અહીં કેટલા ઊંધે છે ? ઊંઘ અહીં જ આવે. ૩૯૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #415 -------------------------------------------------------------------------- ________________ મોહરાજ નિદ્રાદેવીને આવા સ્થાનોમાં જ મોકલે. મોહરાજાને ખબર છે : આ સભા એટલે મને ખતમ કરવાની છાવણી ! એ છાવણી પર હુમલો કરવો જ રહ્યો. નિદ્રાદેવીને મોકલીને એ હુમલો કરે છે. મોહરાજાની આ ચાલ સમજી લેજો. આપણે કેટલા વિચિત્ર છીએ ? આગળની જગ્યાએ બેસવા પડાપડી કરીએ છીએ, પણ ત્યાં બેઠા પછી ઊંઘ આવી જાય તેની પરવા કરતા નથી. આગળ બેસીએ છીએ તે સાંભળવા માટે બેસીએ છીએ કે અહંકારને પોષવા બેસીએ છીએ ? હૃદયને પૂછી લેજો. જાણવા બેસીએ છીએ કે જણાવવા ? જણાવવા બેસીએ છીએ કે જીવવા ? હૃદયને પૂછી લેજો. આમ પ્રશ્નોત્તરી કરવાથી જે સાચો જવાબ આવશે તે આપણું શુદ્ધ પ્રણિધાન હશે. * આપણે સાધુ-સાધ્વીજી કેટલી ઊંચી કક્ષાએ છીએ? આટલી ઊંચી ભૂમિકાએ પહોંચ્યા પછી પણ કષાયો કરતા રહીએ, ઝગડા કરતા રહીએ, એ કેવું ? ઝગડા કરતા હો તો ત્યારે વિચારો : હું મારી જાતને તો દુર્લભબોધિ બનાવું જ છું, પણ બીજાને પણ દુર્લભબોધિ બનાવું છું. કારણ કે આ જોઈને કેટલાય સાધુ-સાધ્વીની નિંદા કરશે : છી.... જૈન સાધુઓ આવા ઝઘડાખોર ? જિનશાસનની અપભ્રાજના જેવું બીજું કોઈ પાપ નથી. તમને પ્રશ્ન થશે : પેલો જેમ તેમ બોલ્યા કરતો હોય તો ક્યાં સુધી સહન કરવું ? પછી તો ગુસ્સો આવે જ ને ? હું કહું છું : સામેવાળાનો ગમે તેવો સ્વભાવ હોય, પણ આપણે શા માટે તેનો સ્વભાવ બનાવવો ? એ સ્વભાવ ન છોડે તો આપણે શા માટે છોડવો ? ચંદનને કાપો, બાળો કે ઘસો એ સ્વભાવ ન છોડે. આપણે આવા બનવાનું છે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જે ૩૫ Page #416 -------------------------------------------------------------------------- ________________ સામેવાળાની વાત જો સાચી હોય તો સ્વીકારી લો. ખોટી હોય તો ઉપેક્ષા કરો. ગુસ્સે થવાની શી જરૂર ? ગાળાગાળી કે ઝગડા કરવાની શી જરૂર ? ગાળાગાળી કે ઝગડા કરીને હું મારા આત્માને દુર્ગતિમાં શા માટે નાખું ? માંસાહાર, પંચેન્દ્રિય હત્યા, મહા-આરંભ, મહા-પરિગ્રહ, ગાળાગાળી-ઝગડા, ઉત્કટ કષાયો - આ નરકગતિના કારણો છે. બોલો, નરકમાં જવું છે ? માયા, ખાવાની વૃત્તિ, શલ્ય સહિતનું જીવન – તિર્યંચ ગતિના કારણો છે. મધ્યમ ગુણો,અલ્પ કષાય, દાન-રુચિ, પરોપકાર મનુષ્યગતિના કારણો છે. બાલ તપ, સરાગ સંયમ, અજ્ઞાનકષ્ટ આ બધા દેવગતિના કારણો છે. આપણે ક્યાં જવું છે ? ઈના કારણે આપણે આપણા આત્માની હાલત શા માટે બગાડવી ? આ સંયમ જીવન એટલા માટે નથી લીધું. * પહેલા શરીરને કુશ કરવાનું છે. પછી કર્મોને, કષાયોને કુશ કરવાના છે. ઘણીવાર આપણે ભૂલ કરીએ છીએ : કાયાને કુશ કરવા પ્રયત્ન કરીએ છીએ, પણ કષાયોને કૂશ કરવાની વાત ભૂલી જઈએ છીએ. અત્યંતર તપનું લક્ષ છોડી માત્ર બાહ્ય તપમાં પડેલા માટેની આ વાત છે. બાકી જેમની શક્તિ છે, જેમનું લક્ષ શુદ્ધ છે, એમની આ વાત નથી. કોઈ પણ વાત એકાંગી ન બની જવી જોઈએ, ધ્યેય ભૂલાવું ન જોઈએ, માટે આ બધું હું કહું છું. * ભગવાનની ભક્તિ વિના, ગુરુની સેવા વિના સમક્તિ નથી જ મળતું. મળેલું હોય તો એ વિના નથી જ ટકતું - એટલું તમે વજના અક્ષરે લખી રાખો. આથી જ અતિચારમાં દેવ અને ગુરુની આશાતના થઈ હોય તે બદલ મિચ્છામિ દુક્કડે માંગવામાં આવે છે. ૩૯૪ માં કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #417 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા જેઠ વદ-૬ ૨૩-૬-૨૦૦૦, શુક્રવાર मिच्छत्तं वमिऊणं सम्मत्तंमि धणियं अहिगारो । कायव्वो बुद्धिमया, मरण-समुग्घायकालंमि ॥१४९।। * જીવ પોતાના સ્વરૂપને ઓળખે ત્યારે જ સાચા અર્થમાં “જીવ' કહેવાય. જીવ હોવા છતાં આપણે આપણને “શરીર માનીએ છીએ. દેહમાં આત્મબુદ્ધિ ન ટળે ત્યાં સુધી “જીવ' શી રીતે ? આ માનવ-દેહ એટલા માટે મળ્યો છે : દેહમાં રહેલો દેવ ઓળખાય, અનંતા જન્મો દેહમાં આત્મબુદ્ધિ કરી-કરીને એળે ગયા છે. આ જન્મમાં દેહમાં દેવના દર્શન કરવાના છે. આ જ સમ્યગદર્શન છે. એ ન મળે ત્યાં સુધી જીવન સફળ ન ગણાય. અત્યારે દ્રવ્યસમ્યકત્વાદિનો આરોપ કરીને તે આપવામાં આવે છે. ગીતાર્થો જાણે છે કે આ દ્રવ્ય સમક્તિ છે. પણ સાથે-સાથે એ પણ જાણે છે : આ શાહુકાર છે. ભવિષ્યમાં આપી દેશે. અત્યારે સમક્તિ ભલે નથી. ભવિષ્યમાં ઉત્પન્ન કરી લેશે. જ્ઞાન વધતું જાય તેમ સમક્તિ નિર્મળ બનતું જાય. સમક્તિ કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૩૯૦ Page #418 -------------------------------------------------------------------------- ________________ નિર્મળ બને તેમ જ્ઞાન સૂક્ષ્મ બનતું જાય. સમક્તિ નિર્મળ શી રીતે બને ? અરિહંતની ભક્તિથી. જિમ જિમ અરિહા સેવીએ રે, તિમ તિમ પ્રગટે જ્ઞાન સલુણા.' એમ લખ્યું, પણ “જિમ જિમ પુસ્તક વાંચીએ રે, તિમ તિમ પ્રકટે જ્ઞાન.” એમ નથી લખ્યું. * અત્યારે ભગવતીમાં ગાંગેય પ્રકરણમાં ભંગાળ ચાલે છે. ગાંગેયના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન જવાબો આપે છે. તેથી ગાંગેય ઋષિને જિ પાર્શ્વનાથ સંતાનીય હતા] પ્રતીતિ થાય છે કે આ મહાવીર પ્રભુ જ સર્વજ્ઞ છે. તે યુગમાં સર્વજ્ઞતાનો દાવો કરનારા બીજા પણ ઘણા [બુદ્ધ, પૂરણ કાશ્યપ, અજિત કેશકંબલી, સંજય વેલઠી, ગોશાલક વગેરે) હતા, તેમાં સામાન્ય માણસ મુંઝાઈ જાય. પણ પ્રશ્નોત્તરીથી ગાંગેય ઋષિ નિઃશંક બન્યા અને ચાતુર્યામમાંથી પંચ મહાવ્રતરૂપ ધર્મ સ્વીકાર્યો. ★ विभिन्ना अपि पन्थानः, समुद्रं सरितामिव । मध्यस्थानां परं ब्रह्म, प्राप्नुवन्त्येकमक्षयम् ॥ જુદા-જુદા નદી માર્ગો, મળે એક જ અબ્ધિને; મધ્યસ્થના જુદા માર્ગો, મળે એક જ મુક્તિને. નદીઓના માર્ગ અલગ, પણ બધી જ નદીઓનું મુકામ એક જ : સમુદ્ર. નર્મદા પશ્ચિમ તરફ વહે તોય સમુદ્રને મળે. ગંગા પૂર્વ તરફ વહે તોય સમુદ્રને મળે. અહીં જ સિદ્ધાચલ પર જુઓને ! કોઈ અહીંથી ચડે, કોઈ ઘેટીપાગથી ચડે, કોઈ રોહિશાળાથી ચડે, ૩૯૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #419 -------------------------------------------------------------------------- ________________ કોઈ પાછળથી ચડે. પણ દાદાના દરબારમાં બધા ભેગા. અહીં પણ માર્ગ ભલે અલગ જણાય, પણ પરબ્રહ્મ રૂપ મુક્તિમાં બધા એક. તેથી કોઈ અલગ પદ્ધતિથી ઉપાસના કરતું હોય તો તેનો તિરસ્કાર નહિ કરવો. કોઈનો પણ તિરસ્કાર કરવાનો નથી. * આપણાથી ઉંચી ભૂમિકાવાળાનું જેમ બહુમાન કરવાનું છે, તો નીચી ભૂમિકાવાળાનો તિરસ્કાર કરવાનો છે, એમ નહિ. એના પર કરુણા જોઈએ. ભલે એનામાં અનેક દુર્ગુણો, દોષો હોય, પણ તેથી શું થયું ? આપણે જ્યારે એની ભૂમિકાએ હતા ત્યારે કેટલા દોષોથી ભરેલા હતા ? બીજાના દોષો જોઈશું તો તે દોષો આપણામાં આવશે. ગુણો જોઈશું તો તે ગુણો આપણામાં આવશે. શું જોઈએ છે ? ગુણો જોઈતા હોય તો ગુણોને આવકારો. દોષો જોઈતા હોય તો દોષોને આવકારો. જેને આવકાર આપશો તે આવશે. આપણા ગુણો પર આવરણ છે. પણ ભગવાનના તો બધા જ ગુણો પરથી આવરણ હટી ગયું છે. એમના ગુણો ગાવાથી આપણામાં ગુણો પ્રગટશે. પ્રભુનું ગાન કરો, ધ્યાન કરો, એનામાં ભાન ભૂલો. ગુણોનું તમારામાં અવતરણ થશે. પ્રભુ અને આપણામાં કોઈ ફરક નથી. માત્ર આવરણકૃત ફરક છે. આવરણ હટાવવા પ્રભુ પાછળ પાગલ બનો. પ્રભુ પાછળ તમે ગાંડા બનો. દુનિયા તમારી પાછળ ગાંડી બનશે. પ્રભુના તમે દાસ બનો દુનિયા તમારી દાસ બનશે. આધોઈમાં એક પત્રકારે [કાન્તિ ભટ્ટ] પૂછેલું ઃ શું તમે કચ્છવાગડના લોકો પર કોઈ વશીકરણ કર્યું છે, જેથી લોકો દોડતા આવે છે ? મેં કહ્યું : હું કોઈ વશીકરણ કરતો નથી. લોકોને પ્રભાવિત કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૩૯૯ Page #420 -------------------------------------------------------------------------- ________________ કરવા પ્રયત્ન પણ નથી કરતો. હા, લોકોને હું ચાહું છું. જે આપો તે મળે. પ્રેમ આપો તો પ્રેમ મળે. કટુતા આપો તો કટુતા મળે. * દુનિયાને જીતવાનો વશીકરણ મંત્ર બતાવું ? 'न हीशं संवननं, त्रिषु लोकेषु विद्यते । दया मैत्री च भूतेषु, दानं च मधुरा च वाक् ॥' નીતિશાસ્ત્ર કહે છે : જીવો પર દયા રાખો, મૈત્રી રાખો. દાન આપો અને મધુરવાણી બોલો. ત્રણેય લોકમાં આના જેવો બીજો વશીકરણ મંત્ર નથી. * રોટી-કપડા-મકાનના અભાવથી દુઃખી બનેલા લોકો પર કરુણા કરનારા ઘણાય છે, પણ મિથ્યાત્વાદિથી ગ્રસ્ત લોકો પર કરુણા કરનારા કેવળ ભગવાન છે. * ભગવાન આપણામાં સ્વયંની ભગવત્તા જુએ છે. ભગવાનની દૃષ્ટિએ આપણે પૂર્ણ છીએ. ભગવાન પૂર્ણરૂપે જોતા હોય તો એ પૂર્ણતા કેમ ન પ્રગટાવવી ? પ્રગટાવવા પ્રયત્ન કેમ ન કરવો ? જાણવા મળે કે ઘરમાં નિધાન છે તો તમે ખોદવા પ્રયત્ન ન કરો ? નિશ્ચય દૃષ્ટિએ પોતાની પૂર્ણતા પર વિશ્વાસ ન કરવો તે મિથ્યાત્વ છે. પોતાને અપૂર્ણ માનવું તે મિથ્યાત્વ છે. આપણે સ્વયંને અપૂર્ણ માનીને દીન બનીએ છીએ. પૂર્ણતા તરફ નજર જાય તો દીનતા શાની રહે ? નિશ્ચયથી સ્વયંને પૂર્ણ જુઓ. વ્યવહારથી સ્વયંને અપૂર્ણ જુઓ. સ્વયંને અપૂર્ણ જોશો, કર્મોથી ઘેરાયેલા જોશો તો જ કર્મો હઠાવવા પ્રયત્નો શરૂ થશે. પહેલેથી જ પૂર્ણરૂપે સ્વયંને જોશો તો કર્મો હઠાવવાનો પુરુષાર્થ શી રીતે થઈ શકશે ? એટલે જ પહેલા વ્યવહારમાં નિષ્ણાત બનીને પછી નિશ્ચયમાં જવાનું છે. તળાવમાં ૪૦૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #421 -------------------------------------------------------------------------- ________________ તરવાનું શીખીને દરિયામાં કૂદકો મરાય. સીધા જ દરિયામાં કૂદકો ન મરાય. સીધા જ નિશ્ચયમાં ગયા તે ગયા જ. ડૂબી જ ગયા, માર્ગ-ભ્રષ્ટ બની ગયા. * સમક્તિના ૭ ભેદ બતાવ્યા છે. સડસઠ ભેદે જે અલંકરિયો, જ્ઞાન ચારિત્રનું મૂળ; સમક્તિ દર્શન તે નિત નમીએ, શિવપંથનું અનુકૂળ.” સમક્તિ જ્ઞાન અને ચારિત્રનું મૂળ છે. સમક્તિ આવ્યું એટલે સમજો : સત્ય માર્ગ મળી ગયો. જ્ઞાન ગમે તેટલું ભણો, ચારિત્ર ગમે તેટલું પાળો પણ મૃત્યુ વખતે સાથે સમક્તિ જ આવશે. ચૌદપૂર્વી હશે તો ૧૪ પૂર્વે ભૂલાઈ જશે, ચારિત્ર ચાલ્યું જશે, પણ સમક્તિ સાથે રહેશે. આત્માનો સહજ આનંદ, સમક્તિ દ્વારા જ અનુભવી શકાય આત્માથી દેહ, કર્મ, વિચાર વગેરે જુદા છે, પણ આનંદ જુદો નથી. એ આપણી સાથે જ રહે છે. એ આનંદને લાવી આપનાર સમક્તિ છે. આપણો પુરુષાર્થ એ આનંદને લાવવા માટેનો હોવો જોઈએ. * કુદેવ-કુગુરુ આદિને માનવા તે લૌકિક મિથ્યાત્વ પણ દેહને આત્મા માનવો તે લોકોત્તર મિથ્યાત્વ છે. * તમે ભગવાન ભગવાન કહો છો. આગમ, આગમની વાતો કરો છો, પણ આ જ ભગવાન છે. આ જ એમના આગમો છે. એની ખાત્રી શી ? એવા સવાલો ઘણા બુદ્ધિવીઓ ઊઠાવતા હોય છે. તેઓ કહે છે : આ આગમો તો ભગવાન પછી ૧000 વર્ષે લખાયા. આમાં ભગવાનનું શું રહ્યું ? પણ તેમને ખબર નથી કે આગમ લખનારા મહાપુરુષો અત્યંત ભવભીરૂ હતા. એક અક્ષર પણ આઘોપાછો નહિ કરનારા હતા. ક્યાંક અલગ પાઠ જોવા મળે તો લખે : કૃતિ પાઠાન્તરમ્ | કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૦૧ Page #422 -------------------------------------------------------------------------- ________________ આવા ભવભીરૂ મહાપુરુષો પર વિશ્વાસ નહિ કરો તો કોના પર કરશો ? વિશ્વાસ વિના તો ધર્મમાં ડગલું ય ભરાય તેમ નથી. ધર્મમાં જ શા માટે ? વ્યવહારમાં પણ વિશ્વાસ વિના ક્યાં ચાલે તેમ છે ? ડૉક્ટર, વકીલ, ડ્રાઈવર, હજામ બધા પર વિશ્વાસ કરનારા તમે ભગવાન પર જ વિશ્વાસ ન કરો, એ કેવું ? ધર્મનો તો જન્મ જ શ્રદ્ધામાંથી થાય છે. જન્મસ્થાનને જ સળગાવી નાખશો તો ધર્મનો જન્મ શી રીતે થશે? * સમક્તિ નિર્મળ થતું જાય તેમ આપણા કષાયો મંદ પડતા જાય, કષાયોના આવેશોને જીતવાની શક્તિ વધતી જાય. એ માટેની શક્તિ વૈર્યથી વિકસે છે. કષાયો આપણને અધીર બનાવે છે, આવેશવાળા બનાવે છે, બિહામણા ચહેરાવાળા બનાવે છે. અમારા ફલોદીમાં લાભુજી વૈદ હતા. ગુસ્સામાં આવી જાય ત્યારે હોઠ એવા ફફડે કે જાણે હાથીના ફરકતા કાન જોઈ લો ! આવા આવેશોને ઘટાડવાનું કામ વૈર્ય કરે છે, વિવેક-શક્તિ કરે છે. સમક્તિથી વિવેક અને શૈર્ય વધે છે. કુમારપાળે અર્ણોરાજ સાથે યુદ્ધ કરેલું ત્યારે આખું સૈન્ય ફૂટી ગયેલું, છતાં વફાદાર હાથી અને વફાદાર મહાવતના સહારે જીત મેળવી. બધું જવા લાગે ત્યારે વૈર્ય અને વિવેક ટકાવી રાખજો. જીત તમારી છે. * નવ તત્ત્વોમાં પ્રથમ તત્ત્વ જીવ છે. છેલ્લું તત્ત્વ મોક્ષ શિવ છે. જીવને શિવ બનાવવો એ જ સાધનાનો સાર છે. એના માટે જ પાપ-આશ્રવાદિનો ત્યાગ અને પુણ્ય-સંવરાદિનો સ્વીકાર કરવાનો છે. નવ તત્ત્વ ભણીને આ જ સમજવાનું છે. આ જીવન અને ગત અનેક જીવનોમાં શરીર સાથે એટલો અભેદ સધાઈ ગયો છે કે જીવ આત્મા કદી યાદ આવતો જ નથી, શિવ તો યાદ આવે જ ક્યાંથી ? ૪૦૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #423 -------------------------------------------------------------------------- ________________ “હું એટલે શરીર.” “મારું એટલે શરીર સંબંધી બીજું બધું.” આ મંત્રથી મોહરાજાએ આખા જગતને અંધ બનાવી દીધું છે. હવે મોહરાજાને જીતવો હોય તો પ્રતિમંત્રનો સહારો લેવો પડશે. “હું એટલે શરીર નહિ, પણ આત્મા. મારા એટલે પરિવારાદિ નહિ, પણ જ્ઞાનાદિ.” મોહને જીતવાનો આ મંત્ર છે. કેવું છે. આપણું સ્વરૂપ ? “દેહ, મન-વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે...” જ્ઞાન અને આનંદ સ્વરૂપ આત્માને ન જાણવો, દેહને જ આત્મા માનવો તે જ ખરું મિથ્યાત્વ છે. * જ્ઞાનસારમાં પ્રથમ અષ્ટકમાં પૂર્ણતા બતાવી. પૂર્ણતા આપણું લક્ષ્ય છે. પૂર્ણતા શી રીતે મળે? મગ્નતાથી. મગ્નતા શી રીતે મળે? સ્થિરતાથી. સ્થિરતા શી રીતે મળે ? મોહત્યાગથી. મોહત્યાગ શી રીતે મળે ? જ્ઞાનથી. આમ બત્રીસેય અષ્ટકોમાં તમને કાર્ય-કારણ ભાવ સંકળાયેલો જોવા મળશે. | * પૂ. પં. ભદ્રંકરવિજ્યજી મ. કહેતા : “તમારે શું બનવું છે ? વિદ્વાન કે ગીતાર્થ ? મારી ભલામણ છે કે વિદ્વાન નહિ, ગીતાર્થ બનવાનો મનોરથ કરજો.” અક્ષય પાત્ર સમ્યગ્દર્શન : શાન્તિનું અક્ષયપાત્ર સમ્યજ્ઞાન : સમૃદ્ધિનું અક્ષયપાત્ર સમ્મચારિત્ર ઃ શક્તિનું અક્ષયપાત્ર કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૦૩ Page #424 -------------------------------------------------------------------------- ________________ Tv : પાલીતાણા જેઠ વદ-૭ ૨૪-૬-૨૦૦૦, શનિવાર * આપણા જેવા રખડતા પ્રાણીને આ શાસન મળ્યું તે દરિદ્રને ચિંતામણિ મળી જાય તેવું બન્યું છે. અત્યાર સુધીની રઝળપાટનું કારણ આ શાસન નથી મળ્યું તે છે. “મિયા મનસ્ટિંતિ વિર નવા નિણવયમહંતા '' - જીવવિચાર પૂર્વમાં શાસન મળ્યું હશે તો હૃદયથી આરાધના નહિ કરી હોય. એથી જ ભ્રમણ ચાલુ રહ્યું. બીજાનું [ભુવનભાનુ કેવળી આદિ] ચરિત્ર વાંચતાં આપણને માત્ર એમનો જ વિચાર આવે : એમણે કેટલી ભૂલો કરી ? ખરેખર તો આમ વિચારવાનું છે : આ મારો જ ભૂતકાળ છે. મેં આવી જ ભૂલો કરી છે, આથી જ મળેલું શાસન હારી ગયો. ફલતઃ સંસારભ્રમણ ચાલુ રહ્યું. * આપણને અત્યારે જેવી ધર્મસામગ્રી [માનવભવ, જૈનકુળ, જિન-વાણી, આવું તીર્થક્ષેત્ર, સંયમ-જીવન આદિ] મળી છે, તેવી સામગ્રી બીજા કેટલાને મળી છે ? કેટલા જીવોને આ સામગ્રી નથી મળી ? નિગોદના અનંત જીવો, મોટા ભાગના તિર્યંચો, પીડામાં સબડતા નારકો આ બધા તો બકાત થઈ જ ગયા, પણ માનવમાંય ૪૦૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #425 -------------------------------------------------------------------------- ________________ કેટલાક જીવો નીકળી ગયા. અનાર્યદેશ આદિમાં જન્મેલા અહીં આવ્યા પછી પણ શ્રદ્ધા આદિથી રહિત-આ બધા જ નીકળી ગયા ને ? તો બચ્યું કોણ ? યોગસારકારના શબ્દોમાં કહું તો “ત્રિા:” [બે-ત્રણ જ] બચ્યા. કારણ કે વેષ ધારણ કરનારા પણ બધા કાંઈ પામેલા નથી હોતા. આત્માનુભવી શ્રમણો તો બે-ચાર જ હોવાના. આપણો નંબર એમાં શા માટે ન લાગે ? * શા માટે આ જીવનમાં ભવસાગર તરવાની કળા શીખી ન લઈએ ? સાગરમાં હોડી તરી રહેલી હતી. કેટલાક વિદ્વાનો અભણ ખલાસીની મજાક ઉડાવી રહ્યા હતા. ઇતિહાસ, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ખગોળ આદિ અંગે એનું અજ્ઞાન જોઈ તેઓ ક્રમશ : તારી પા-અર્ધી-પોણી જીંદગી પાણીમાં ગઈ-એમ બોલવા લાગ્યા. ત્યારે સાગરમાં તોફાન આવતાં ખલાસીએ પૂછ્યું : તમને તરતાં આવડે છે ?” “ના” બધા એકી સાથે બોલી ઊઠ્યા. “તો તમારી પૂરી જીંદગી પાણીમાં ગઈ.' એમ ખલાસી બોલ્યો ન બોલ્યો-એટલી વારમાં તો નાવડી તૂટી અને સૌ ડૂબી ગયા. ખલાસી તરીને બચી ગયો. બીજું બધું શીખીએ, પણ ધર્મ-કલા નહિ શીખીએ તો ડૂબવાનું જ છે. ધર્મ-કલા શીખીએ ને બીજું ન આવડે તો પણ વાંધો નહિ. ભવસાગર તરી જઈશું. * વાહનમાં બેસતાં ડ્રાઈવિંગ કરતા ડ્રાઈવર પર જેટલો વિશ્વાસ છે એટલો પણ વિશ્વાસ અરિહંત પર ક્યાં છે ? હોય તો આવી ચિંતા હોય ? બાળક જેટલો વિશ્વાસપૂર્વક માતાના ખોળામાં સૂઈ જાય છે, તેટલા વિશ્વાસપૂર્વક પ્રભુના ખોળામાં બેસી જવાનું છે. માના ખોળામાં રહેલા બાળકને ચિંતા નહિ. કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૦૫ Page #426 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના ચરણોમાં રહેલા ભક્તને પણ ચિંતા નહિ. * “આતમ અજ્ઞાને કરી, જે ભવદુઃખ લહીએ; આતમ જ્ઞાને તે ટળે, એમ મન સદહીએ.” બધું જ દુઃખ આત્માના અજ્ઞાનમાંથી પેદા થયેલું છે. એક આત્મ-જ્ઞાન આવી ગયું એટલે સંસારનું બધું જ દુઃખ ટળી ગયું સમજે. ગુરુકૃપા વિના આત્મજ્ઞાન થતું નથી, એમ કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રસૂરિજી યોગશાસ્ત્રમાં લખે છે. રોજ બોલાતો આ શ્લોક જ્ઞાન તિમિરાન્ધાનાં’ આ જ વાત કહે છે. તમને બધાને આ શ્લોક આવડતો જ હશે ? ગુરુ ચામડાની આંખ નહિ, પણ વિવેકની આંખ ખોલી આપે છે. * તમે તમારી જાતને જીવ રૂપે તો કદાચ માનો છો, પણ બીજાને પણ જીવરૂપે માનો છો ? ખાલી માનવાથી નહિ ચાલે. તેમના પર તમે કેટલો પ્રેમ કરો છો ? તે પર બધો આધાર છે. તમે જીવ છો, તેમ બીજા પણ જીવ છે, એવું સ્વીકાર્યા વિના તમે ધ્યાન માર્ગમાં કે ભક્તિમાર્ગમાં આગળ વધી શકો નહિ. એથી જ એક જીવ સાથેનો અમૈત્રીભાવ સર્વ જીવ સાથેનો અમૈત્રી-ભાવ છે. એક જીવની હત્યા છ જવનિકાયની હત્યા છે. એ જ રીતે એક તીર્થંકરની ભક્તિ સર્વ તીર્થંકરની ભક્તિ છે. માટે જ એક જીવની રક્ષા જેમ તમને ઉપર ચડાવી દે, તેમ એક જીવની હત્યા તમને નીચે પણ પછાડી દે. * વારંવાર આ વાત ભારપૂર્વક કહું છું : ભગવાન ભલે મોક્ષમાં ગયા, પણ જગતને પવિત્ર બનાવવાની એમની શક્તિ અહીં સતત કાર્યરત છે. આપણું તે તરફ ધ્યાન નથી જતું એ જ આપણી કમનશીબી છે. * સિદ્ધશિલા પર મળનારી મક્તિ તો પછી મળશે. પણ તે પહેલા અહીં જ મળનારી સામીપ્યમુક્તિ આદિ ચાર મુક્તિ તરફ ૪૦૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #427 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ક્રોડપતિ પછી બનાવશે. તે પહેલા ૯૯ લાખ રૂપિયા તો મેળવવા પડશે ને ? * કાનજીભાઈના મતવાળા ભલે, “હું સચ્ચિદાનંદી છું,” એવી વાતો કર્યા કરે, પણ એમ ઠેકાણું નહિ પડે. આ વ્યવહારમાર્ગ નથી. પહેલા દાસોડહં, પછી “સોડહં” ની સાધના આવે. મહો. યશોવિજયજી મ. લખે છે : ઉચિત વ્યવહાર અવલંબને, એમ કરી સ્થિર પરિણામ રે; ભાવીએ શુદ્ધ નયભાવના, પાવ નાસયતણું ઠામ રે...' એટલે કે વ્યવહારમાં નિષ્ણાત બન્યા પછી જ નિશ્ચયમાં આગળ વધવાનું છે. * વાંકીમાં ભુજનો ન્યાયાધીશ આવેલો. સાધનામાં ક્યારેક આગળ વધેલો. આનંદની ઝલક પણ મેળવેલી. પણ પછી એ સાધના ચૂકી ગયો. પણ મળેલી આનંદની એ ઝલક કેમ ભૂલે ? ખાધેલા રસગુલ્લાનો સ્વાદ તમે ભૂલી જાવ ? આત્માની ઝલક એકવાર મળી જાય પછી વારંવાર તે ઝલક મેળવવા મન લલચાવાનું જ. એ મેળવવા એની પાછળ પાગલ બની જાય - વારંવાર ભગવાનને પોકારે. દુનિયા કહે : આ પાગલ છે, અંધ છે. પણ ભક્ત કહે છે : ભલે દુનિયા પાગલ કહે, મને કોઈ વાંધો નથી. પેલા ન્યાયાધીશે મને પોતાના ગુરુની કૃપા દ્વારા મળેલી સાધનાની વાત કરી. કોઇપણ ધર્મવાળાની વાત તરત જ કાપી નહિ નાખવી. એને ધીરજથી સાંભળવી. એમનામાં રહેલા સત્યાંશને પ્રોત્સાહિત કરવું. પછી યોગ્ય માર્ગ તેને બતાવવો. સીધું જ આક્રમણ નહિ કરવું. “તમે માનો છો તે કુદેવ છે, કુગુરુ છે.” વગેરે વાતો ન કરાય. એ ભાઈને મેં પછી પ્રેમથી સમજાવ્યું. એમણે મારી વાત સ્વીકારી. મૂર્તિમાં નહિ માનનાર ધર્મ હોવા છતાં તેણે શંખેશ્વર કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૦૦ Page #428 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ ભગવાનનો ફોટો સ્વીકાર્યો અને મંત્ર પણ સ્વીકાર્યો. * લાકડીઆનો ભાઈ કહે છે : મારે પગે ચાલીને પાલીતાણા જવું છે. તેને કહેવામાં આવ્યું તો ““ચાલો આપણે ચિત્રોડ, ગાગોદર થઈને આગળ જઈએ.' ના... હું રહીશ તો અહીં જ. ચિત્રોડ-બિત્રોડ ક્યાંય હું નહિ આવું. હા, મારે જવું છે પગે ચાલતા પાલીતાણા... પણ રહેવું છે લાકડીઆ. આવા મૂર્ખને શું કહેવું? પાલીતાણા જવું છે, પણ લાકડીઆ છોડવું નથી. આપણી હાલત આવી છે. મોક્ષે જવું છે પણ મોક્ષમાર્ગે એક ડગલુંય ચાલતું નથી. સિદ્ધિ જોઈએ છે, પણ સાધના કરવી નથી. શિખરે પહોંચવું છે, પણ તળેટી છોડવી નથી. ક્ષમા મેળવવી છે, પણ ક્રોધ છોડવો નથી. મુક્તિ મેળવવી છે પણ સંસાર છોડવો નથી. * જ્ઞાની પુરુષોનો પ્રશ્ન છે : તમને સાચા અર્થમાં મુક્તિની રુચિ જાગી છે? “મોક્ષમાં જવું છે.” એનો અર્થ શું? તે તમે જાણો છો ? મોક્ષે જવું એટલે ભગવાન સાથે એકમેક બની જવું. આપણે મોક્ષ-મોક્ષ કરતા રહ્યા, પણ ભગવાનને સાવ જ ભૂલી ગયા. * બધાને બાળી નાખનાર ચંડકૌશિક પાસે ભગવાન કેમ ગયા? એ પણ અણબોલાવ્યે ગયા. ગયા તો પણ એ સ્વાગત તો નથી કરતો, પણ ફૂંકાડા મારીને ડંખ મારે છે. છતાં કરુણા સાગર ભગવાન ત્યાં જ ઊભા રહ્યા. ચંડકૌશિક પાસે ઊભા રહેલા એ ભગવાનને તમે માનસ દૃષ્ટિથી જુઓ. તમને કરુણામૂર્તિ જગદંબાનું દર્શન થશે. ગુરુ પણ આપણી ઈચ્છા ન હોવા છતાં ઘણીવાર આવું કરતા હોય છે. તત્ત્વ પ્રીતિકર પાણી પીવડાવે છે. [ સમ્યગૂ દર્શન] વિમલાલોક' નામનું અંજન આંજે છે. [સભ્ય જ્ઞાન ૪૦૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #429 -------------------------------------------------------------------------- ________________ ‘પરમાન’ નામનું ભોજન [સમ્યક્ ચારિત્ર] ખવડાવે છે. અંધ અને રોગી ભીખારી જેવા આપણે ના....ના... કરતા રહીએ છીએ ને કરુણામૂર્તિ ગુરુદેવ પોતાનું કાર્ય કરતા રહે છે. આવા ગુરુમાં ક્યારેય કરુણાના દર્શન થયા ? * ભગવાનનો પ્રેમ એટલે આત્માનો પ્રેમ. ભગવાનની જાણકારી એટલે આત્માની જાણકારી. ભગવાનમાં રમણતા એટલે આત્મામાં રમણતા. જેહ ધ્યાન અરિહંત કો સોહી આતમ ધ્યાન; ભેદ કછુ ઈણ મેં નહિ, એહિ પ૨મ નિધાન,’’ પેલો ભીખારી નથી ઈચ્છતો છતાં ગુરુ તેને આ બધું કેમ આપે ? ગુરુ જાણી જાય છે : એ અહીં આવ્યો એ જ એની યોગ્યતા ! કાપડની દુકાને આવેલા ગ્રાહકને વેપારી ઓળખી લે ને ? કાપડ લેવા જ આ આવ્યો હશે ! અભયકુમા૨ને ખ્યાલ આવી ગયેલો : આર્દ્રકુમારને મારી સાથે દોસ્તી કરવાનું મન થયું, એ જ એની યોગ્યતા. યોગ્યતા વિના મારી સાથે કોઈને દોસ્તી કરવાનું મન જ ન થાય. ગુરુ પણ આ રીતે જાણતા હોય છે. આથી જ કંઇક પરાણે પણ આપવા ઉદ્યમ કરતા રહે છે. * શાહુકાર માણસ ગામ છોડતી વખતે બધું જ દેવું ચૂકતે કરીને જાય, તેમ આપણે આ શરીર છોડવાના અવસરે બધા પાપની આલોચના કરીને શુદ્ધ થવાનું છે. માળાનો પ્રભાવ લીલી માળાથી રોગ મટે. લાલ માળાથી લક્ષ્મી મળે, શત્રુ દૂર થાય. પીળી માળાથી યશ મળે, પરિવાર વધે. પુષ્પાવતી ચરિત્ર કહ્યું, કલાપૂર્ણસૂરિએ ક ૦૯ Page #430 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા જેઠ વદ-૮ ૨૫-૬-૨૦૦૦, રવિવાર * પુષ્પરાવર્ત મેઘની જેમ પ્રભુ કરુણા-વૃષ્ટિ કરી રહ્યા છે, જેથી બાહ્ય-આંતર તાપ-સંતાપ શમી જાય. જેટલી શક્તિ ભગવાનમાં છે, તેટલી જ શક્તિ તેમના નામમાં, આગમમાં, ચતુર્વિધ સંઘના પ્રત્યેક સભ્યમાં છે. કારણ કે ચતુર્વિધ સંઘની સ્થાપના ભગવાનના સ્વહાથે થઈ છે, ભગવાને તેમાં શક્તિપાત કર્યો છે. આ શક્તિથી જ ભગવાનની ગેરહાજરીમાં પણ ભગવાનનું કાર્ય થતું રહે છે. આ શક્તિ પર વિશ્વાસ ન હોય તો તમે ભગવાન સાથે અનુસંધાન કરી શકો નહિ. એ વિના સાધના ગમે તેટલી કરો, બધી જ નકામી. હું ચાલી શક્તો નથી, ભગવાન જ મને મુક્તિ-માર્ગે ચલાવી રહ્યા છે. હું તો નાનો બાળક છું. ભગવાન માતા છે. અસહાય બાળક જેવો હું મા વિના શું કરી શકવાનો ?” આવી ભાવના પેદા થયા વિના તમે મુક્તિમાર્ગે એક ડગલું પણ આગળ વધી શકો નહિ. મનુષ્યની જ નહિ, પશુની માતાઓ પણ પોતાના શિશુની ૪૧૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #431 -------------------------------------------------------------------------- ________________ સંભાળ લે છે. આ માતૃત્વ કેટલું અદ્ભુત છે ? જે નાના શિશુને એક-બે દિવસ સુધી માતાની હૂંફ નથી મળી તે જીવી શકે ? નાનપણમાં બાળકને માતા તરફ જેવો ભાવ હોય છે, તેવો જ ભાવ ભગવાન પર થાય તો સમજી લેજો : ભક્તિની દુનિયામાં પ્રવેશ થઈ ગયો છે. આ અનુભવની તમને વાત કહું છું. મને તો ઘણીવાર અનુભવ થાય છે : હું ચાલતો નથી, મને ભગવાન ચલાવી રહ્યા છે. આજનો જ અનુભવ કહું. હું સિદ્ધાચલ પર પડી ગયો. તમને બધાને સમાચાર મળ્યા હશે. ઘણા પૂછવા પણ આવ્યા. પણ બધાને કેટલા જવાબ આપવા ? એટલે આજે વાચનામાં જ બધાને કહી દઉં છું : ““મને કશું થયું નથી. બચાવનાર ભગવાન મારી પાસે છે.” હું જો ભગવાનની આવી શક્તિ ન સ્વીકારું તો ગુનેગાર ગણાઉં. મુક્તિ હું નથી મેળવતો, ભગવાન આપી રહ્યા છે. ભક્તને આવો સતત અનુભવ થયા કરે છે. * ઘણા કહે છે : ઉપાદાન કારણ રૂપ આત્મા જ સાધના કરે છે. ભગવાન શું કરે તેમાં ? ભગવાન માત્ર નિમિત્ત છે. અંદર ભૂખ જોઈએ. ભૂખ ઉપાદાન છે. ભોજન નિમિત્ત છે. ભોજન બિચારું શું કરે ? - તમારા પેટમાં પચાવવાની જેમ શક્તિ છે તેમ ભોજનમાં પણ પચવાની શક્તિ છે, તેમ તમે માનો છો ? જો એમ ન હોય તો ફોંતરા કે પત્થર ખાઈને પેટ ભરી લો. આપણામાં તરવાની શક્તિ છે, તેમ અરિહંતમાં તારવાની શક્તિ છે, તેમ માનો છો ? અરિહંત વિના તમે બીજા કોઈના આલંબને તરી શકો ? પત્થર ખાઈને પેટ ભરી શકાય તો પ્રભુ વિના તરી શકાય. પત્થર ખાઈને તો હજુ પણ પેટ કદાચ ભરી શકાય, પણ પ્રભુ વિના તરી ન જ શકાય. આજ સુધી કોઈ તરી શક્યું નથી. * આપણી છ કારક શક્તિઓ સદા કાળથી અનાવૃત છે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૪૧૧ Page #432 -------------------------------------------------------------------------- ________________ જ્યાં સુધી આપણે તેને મુક્તિ માર્ગે વાળતા નથી ત્યાં સુધી તે સંસાર-માર્ગે વળતી જ રહે છે. એનો અર્થ એ થયો કે આપણી જ શક્તિઓથી આપણા દુઃખમય સંસારનું સર્જન થઈ રહ્યું છે. હવે જો આપણે જાગી જઈએ તો એ જ શક્તિઓ દ્વારા સુખમય મુક્તિ તરફ પ્રયાણ કરી શકીએ. આ તત્ત્વ આજના જીવો સમજતા નથી. સમજાવવા બેસીએ તો પણ સમજવા તૈયાર નથી હોતા. બધું હવામાં ઊડી જતું હોય તેમ લાગે છે. છતાં હું નિરાશ નથી થતો કારણ કે મને તો એકાન્ત લાભ જ છે. મારો સ્વાધ્યાય થાય છે. | * દૂર રહેલા ભગવાન ભક્તિથી નજીક આવી જાય છે. ભગવાન નજીક આવ્યા એની ખાતરી શી ? ભગવાન પાસે હોય છે ત્યારે મનની ચંચળતા ઘટી જાય છે, વિષય-કષાયો શાંત બની જાય માટે જ મહાપુરુષો પ્રભુને પ્રાર્થના કરે છે : ઓ પુરુષસિંહ રૂપ પ્રભુ...! આપ મારા હૃદયની ગિરિ-ગુફામાં સિંહ રૂપે પધારો. આપ હો પછી મોહના શિયાળીઆની શી શક્તિ છે કે તે અહીં આવવાની હિંમત પણ કરી શકે ? * પ્રભુને બોલાવવા છે ? પ્રભુ આવી જાય તો પણ તે પછી તેની સામે જોવાની ફુરસદ છે તમારી પાસે ? સાચું કહું? પ્રભુ તો હૃદયમાં વસેલા છે જ, પણ આપણે જ એ તરફ કદી જોતા નથી. આપણી અંદર બેઠેલા ભગવાન તો અનંતકાળથી આપણી વાટ જોઈ રહ્યા છે કે મારો આ ભક્ત ક્યારેક મારી સામે જુએ ! પણ, આપણને ફુરસદ નથી. * જલ્દી-જલ્દી સિદ્ધાચલની યાત્રા કરી આવીએ છીએ. વહેલાવહેલા દર્શન કરી સાડા સાતે તો પાછા આવી જઈએ છીએ. સાડા સાતે વંદન કરવા આવનારને હું ઘણીવાર પૂછું ઃ યાત્રા કરી આવ્યા ? જવાબ મળે : “હાજી ” મને વિચાર આવે : ક્યારે ઊઠયા હશે ? ક્યારે ગયા હશે? ૪૧૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #433 -------------------------------------------------------------------------- ________________ કેટલીવાર ભગવાન પાસે બેઠા હશે ? જો કે, હું કોઈને કાંઈ કહેતો નથી. આખરે તમારા ભાવની વાત છે. શ્રીકૃષ્ણ જાહેરાત કરી : જે જલ્દી શ્રીનેમિનાથના પહેલા દર્શન કરી આવશે તેને હું લાક્ષણિક ઘોડો આપીશ. શાંબે સવારે ઊઠતાં જ પથારીમાં બેઠા બેઠા ભગવાનના ભાવથી દર્શન કર્યા. પાલક ઊઠીને અંધારામાં જ સીધો ભાગ્યો... દર્શન કરવા... ભગવાને કહ્યું : ભાવથી પ્રથમ દર્શન શામ્બે કર્યા છે. દ્રવ્યથી પ્રથમ દર્શન પાલકે કર્યા છે. ઘોડો શામ્બને મળ્યો. આપણા દર્શન કોના જેવા છે? શાંબ જેવા કે પાલક જેવા ? * આર્યરક્ષિત સૂરિજીએ આચાર્ય પદ ભાઈ કે કાકા વગેરેને ન આપતાં દુર્બલિકાપુષ્યને આપ્યું. કારણ જણાવતાં કહ્યું : મારું સંપૂર્ણ જ્ઞાન ગ્રહણ કરનાર આ એક જ છે. | ગોઠામાહિલ ઘીના ઘડા જેવા. મારી પાસે ઘણું રહ્યું. તેની પાસે થોડું આવ્યું. 1 ફલ્યુમિત્ર તેલના ઘડા જેવા. તેની પાસે ઘણું ગયું તોય મારી પાસે થોડું રહ્યું. | દુર્બલિકાપુષ્ય વાલના ઘડા જેવા. બધું જ ગ્રહણ કર્યું.” * ભગવાન આપણી અંદર જ બેઠા છે. કોઈક વિરલ જ એના દર્શન કરી શકે છે. “પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હો જાય; જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધો અંધ પુલાય.” આનંદઘનજીના આ ઉદ્ગારો અનુભવથી જ સમજાય તેવા છે : અંદર જ પરમ નિધાનરૂપ પ્રભુ બિરાજમાન હોવા છતાં જગતના લોકો કેટલા પાગલ છે ? આ લોકો અંદર રહેલા પ્રભુની સતત કહ્યું કલાપૂર્ણસૂરિએ ૪૧૩ Page #434 -------------------------------------------------------------------------- ________________ ઉપેક્ષા કરતા રહે છે ને ધન આદિ બાહ્ય પદાર્થોમાં શોધ ચલાવે છે. * ક્યારેક મને એવું લાગે ? જાણે શરીરમાં કાંઇ વજન જ નથી રહ્યું. સાવ હલકું લાગે. ક્યારેક એવું લાગે ? જાણે શરીર આકાશમાં ઊડી રહ્યું છે.. આ કોઈ ચમત્કાર નથી કે દેવ-સાન્નિધ્ય નથી, પણ યોગસિદ્ધિના લક્ષણો છે. [જુઓ, યોગશાસ્ત્ર ૧૨મો પ્રકાશ ] કર્મનો બોજો હળવો થાય ત્યારે હળવાશ અનુભવાય. * પ્રભુ મહાવીરને સર્વજ્ઞ તરીકે ઓળખનાર માનવોમાં સૌ પ્રથમ ઇન્દ્રભૂતિ ગૌતમ હતા. એમની સર્વજ્ઞતામાં, ભગવત્તામાં શ્રદ્ધા થઈ ત્યાર પછી જ ઇન્દ્રભૂતિમાં એવી વિશિષ્ટ શક્તિ પેદા થઈ, જેથી અન્તર્મુહૂર્તમાં દ્વાદશાંગી બનાવી શકયા. ભગવાન મળે ત્યારે શું ચમત્કાર સજર્ય ? તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ઇન્દ્રભૂતિ ગૌતમ છે. હમણા ભગવતીમાં ગાંગેય પ્રકરણ આવ્યું. પાર્શ્વનાથ સત્તાનીય ગાંગેય મુનિએ અનેક પ્રશ્નોના ઉત્તર મેળવી ભગવાન મહાવીરનું સર્વજ્ઞપણું નક્કી કર્યું. પછી ત્યાં પોતાની જાતનું સમર્પણ કર્યું. સર્વજ્ઞતાની, ભગવત્તાની પ્રતીતિ થયા વિના સમર્પણ થઈ શકતું નથી. ભગવાનના દર્શન તો બધા જ કરે, પણ ભગવાનમાં રહેલી ભગવત્તાના દર્શન કરે તે જ તરે. * એકવાર તમે પ્રભુના શરણે ગયા, ધર્મના શરણે ગયા એટલે પત્યું ! તમારા બધા ગુના માફ ! “સો પંવનકુવારો સબ્ધ પાવપૂTI ” ભલે તમે ગમે તેટલા પાપો કર્યા હોય. સમર્પણથી શું ફળ મળે ? એનો આ ઉલ્લેખ છે. પંચસૂત્રમાં લખ્યું છે : ધર્મનાયક પ્રભુના શરણે જવાથી કર્મપ્રકૃતિઓ શિથિલ બને છે,હીન બને છે, ક્ષીણ બને છે. * આજનો અનુભવ બતાવું ? તમને ધર્મ પર શ્રદ્ધા થશે. ૪૧૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #435 -------------------------------------------------------------------------- ________________ પદ્માવતીથી ઉપર ચાલતાં-ચાલતાં પગથીઆ પર પગની આંગળીઓ ટકરાઈ. હું ગબડી પડયો. ક્યાં પડવું ? તે તો માણસના હાથમાં હોતું નથી. તે વખતે તો મને પણ થયું ? જરૂર કંઈક થયું હશે ! પછી હું દાદાના દરબારમાં આવ્યો. મારો નિયમ : દાદાના દરબારમાં તો ચાલીને જ જવું. હું ખુરશી પરથી ઊતરીને ચાલવા માંડ્યો. જોયું તો કોઈ પીડા નહિ. બધા પૂછવા લાગ્યા : અહીં દુઃખે છે? ત્યાં દુઃખે છે? ક્યાં દુઃખે છે ? બધાને કહું છું ઃ ક્યાંય દુઃખતું નથી. કાંઈ વાગ્યું નથી. પડવાનું આવું બે-ચાર વાર બન્યું છે. ગાયના ધક્કાથી એક વાર ભુજમાં [વિ.સં.૨૦૪] પડી ગયો ને ફ્રેકચર થયું. ત્યારથી ચાલવાનું બંધ થયું. ડોલી આવી. હમણાં ગયા વર્ષે વલસાડમાં પ્રવેશના એક દિવસ પહેલા અતુલમાં પડી ગયો. કેટલાક મહિનાઓ સુધી દર્દ રહ્યું. ગૃહસ્થપણામાં અમારે ઘેર દાદરા પડી જવાય તેવા હતા. જરા ધ્યાન ન રાખો તો સીધા નીચે. દોઢ વર્ષનો એક બાળક ગબડી પડ્યો. અમે ચિંતામાં પડ્યા, પણ અમારા આશ્ચર્ય સાથે એ બાળક તો તરત જ ચાલવા માંડ્યો. તેને ક્યાંય કાંઇ જ વાગ્યું ન્હોતું. જાણે પ્રભુએ તેની રક્ષા કરી. આ વાતની તેને કે બીજા કોઈને ખબર નથી. માત્ર તેની માને ખબર હશે. આ બાળક તે મુનિ શ્રી કલ્પતરુવિજયજી. “થ રક્ષતિ રક્ષિતઃ ” આ વાક્ય પર વિશ્વાસ થાય તેવી આ ઘટના છે. : વાક્યોમાં તારતમ્ય : આપો” જઘન્ય વાક્ય. નથી.” તેના કરતાં પણ અધમ વાક્ય. “લો.” વાક્યોનો રાજા. નથી જ જોઈતું.” વાક્યોમાં ચક્રવર્તી. કહ્યું, કલાપૂર્ણસૂરિએ ક ૪૧૫ Page #436 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા જેઠ વદ-૯ ૨૬-૬-૨૦00, સોમવાર * જીવના એકેક પ્રદેશમાં અનંત આનંદ ભર્યો હોવા છતાં તે એ જાણતો નથી, શ્રદ્ધા કરતો નથી. આથી જ એ આનંદ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતો નથી. પ્રથમ શ્રદ્ધા થાય પછી જ પ્રયત્ન થાય. આત્માના આનંદની શ્રદ્ધા તે જ સમ્યગૂ દર્શન. આત્માના આનંદની જાણકારી તે જ સમ્યગૂ જ્ઞાન. આત્માના આનંદમાં રમણતા તે જ સમ્યક ચારિત્ર. ધર્મ દ્વારા આ જ પ્રાપ્ત કરવાનું છે ? આત્માનો આનંદ. એ તો જ શક્ય બને જે જીવ પર લાગેલા કર્મો હટે. આત્માનંદની ઈચ્છા વિના કરાયેલો ધર્મ ખરો ધર્મ બની શક્તો નથી. એવો ધર્મ તો અભવ્ય પણ સેવે. તે નવમા સૈવેયક સુધી પણ જઈ શકે, પણ પાછો સંસારમાં પટકાય. કારણ કે ભૌતિક સુખની જ શ્રદ્ધા હતી, આત્માના આનંદની ન શ્રદ્ધા હતી, ને તે માટેના પ્રયત્નો હતા. ભગવાનનું આ જ કામ છે : આત્માના આનંદની રુચિ પ્રગટાવવી. એકવાર તમને એ માટે રુચિ જાગી એટલે એ માટે પુરુષાર્થ તમે કરવાના જ. એ રુચિ, એ શ્રદ્ધા તો જ પ્રગટે જો પ્રભુ પર શ્રદ્ધા પ્રગટે. પ્રભુ પર, પ્રભુના વચનો પર શ્રદ્ધા પ્રગટે તો ૪૧૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #437 -------------------------------------------------------------------------- ________________ આત્માના આનંદ પર શ્રદ્ધા પ્રગટે. વેપારી પોતાના પુત્રોને વેપારની કળા શીખવી પોતાના જેવા બનાવે, ગુરુ પોતાના શિષ્યોને પોતાના જેવા બનાવવા કોશીશ કરે તો ભગવાન પોતાના ભક્તને પોતાના જેવો આનંદ શા માટે ન આપે ? ભગવાન તો “સ્વ-તુલ્ય પદવી-પ્રદ” છે તમે દીક્ષા લીધી એટલે પ્રભુના સંપૂર્ણ શરણે ગયા. સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી એટલે તમારા આત્માનો આનંદ વધતો જ ચાલ્યો, વધતો જ ચાલ્યો. બાર મહિનામાં તો તમારો આનંદ એટલો વધી જાય કે અનુત્તર દેવોનો આનંદ પણ પાછળ રહી જાય. ભગવાન તરફથી મળતી આ આનંદની પ્રસાદી છે. સાધુ ગોચરી જાય, વિહાર-લોચ આદિ કરે, છતાં આનંદમાં જરાય હાનિ ન આવે તે પ્રભુ-માર્ગની બલિહારી છે. અહીં [સાધુપણામાં આવ્યા પછી પણ આત્માના આનંદની રુકાવટના ઘણા પરિબળો છે : હું વિદ્વાન છું. મારા અનેક ભક્તો છે. મારા અનેક શિષ્યો છે. મારું સમાજમાં નામ છે.” સમાજમાં ફેલાઈ જવાની આવી મહત્ત્વાકાંક્ષા સાધનાને અટકાવે છે. સાધના અટકે એટલે આત્માના આનંદમાં રુકાવટ આવી જ સમજો. * “જે ઉપાય બહુવિધની રચના, જોગ-માયા તે જાણો રે; શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાય ધ્યાને, શિવ દીયે પ્રભુ સારાણો રે.” મહો. યશોવિજયજી મ. કહે છે : ઘણી લાંબી પહોળી યોગની જંજાળ રહેવા દો. ક્યાંક એમાં અટવાઈ જશો. શુદ્ધ દ્રવ્ય-ગુણપર્યાયના ધ્યાનથી પ્રભુનું અભેદ ધ્યાન ધરો. ભગવાન તમને પરાણે મોક્ષ આપશે. અરે.... તમારી અંદર જ મોક્ષ પ્રગટ થશે. * ગૃહસ્થ-જીવનમાં મારી પણ એક વખત ભ્રમણા હતી : અહીં જ ધ્યાન લાગી જાય છે. પછી દીક્ષાની જરૂર શી ? પણ જ્યારે જાણવા મળ્યું ઃ આપણા નિમિત્તે જ્યાં સુધી છકાયના જીવોના જીવન-મરણો થતા રહે ત્યાં સુધી આપણા જન્મ-મરણો નહિ અટકે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૧૦ Page #438 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થપણામાં તો છકાયની હત્યા ચાલુ જ રહે. જિન-દર્શનના અભ્યાસથી જાણ્યું કે ચારિત્ર વિના મુક્તિ નથી જ. ગૃહસ્થપણામાં ચોથું વ્રત આપનારા પૂ. હિમાંશુવિજયજી મ. [હાલ આચાર્ય મારા પહેલા ગુરુ. એમણે મને તે વખતે પ્રેરણા આપી : હવે શું રહ્યું છે સંસારમાં ? આવી જાવ અહીં. તેઓશ્રી પણ મારા ઉપકારી છે. ઉપકારીના ઉપકાર ન ભૂલાય. * સમ્યકત્વને કે જ્ઞાનને કે ચારિત્રને તમે નમો છો, ત્યારે તમે તેના ધારકોને પણ નમો છો. કારણ કે ગુણી વિના ગુણ ક્યાંય રહેતા નથી. ગુણને નમસ્કાર એટલે ગુણીને નમસ્કાર. સમ્યકત્વ એટલે નવ તત્ત્વની રુચિ. નવતત્ત્વની રુચિ એટલે શું ? નવતત્ત્વમાં પ્રથમ તત્ત્વ છે : જીવ. એ જીવને જાણવો એટલે શું? જીવનું જેવું સ્વરૂપ છે, તેવું સ્વરૂપ અનુભવવાની રુચિ જાગે તો જ તમે સાચા અર્થમાં જીવતત્ત્વ જાણ્યું, એમ કહી શકાય. જીવતત્ત્વની પરની આવી રુચિ ન જાગવાથી જ સમ્યગૂ દર્શન થતું નથી. સમ્યગ્દર્શન આવતાં જ અનાદિકાળની ભ્રમણાઓ તૂટી જાય સમ્યગ્ગદર્શન આવતાં જ વ્યવહારથી કુદેવાદિનો ત્યાગ કર્યો. પણ આ તો લૌકિક સમકિત આવ્યું. પણ દેહમાં આત્મબુદ્ધિ ટળે, આત્મામાં આત્મબુદ્ધિ જાગે, તો લોકોત્તર સમક્તિ મળે. દેખાતો દેહ હું નથી, ઇન્દ્રિયો હું નથી, એવી પ્રતીતિ જેના દ્વારા થાય તે સમક્તિ. દેહ-ઇન્દ્રિય “હું” નથી. તો તે કોણ છે ? પુદ્ગલો છે. પુદ્ગલો “પર' છે. “પર” ને પોતાના માન્યા એટલે પત્યું. કર્મ-બંધન થવાનું જ. બીજાની વસ્તુ પર પોતાની માલિકીનો દાવો કરવા જાવ તો વ્યવહારમાં પણ તમે દંડાઓ. અહીં પણ એ રીતે દંડાવું જ પડે. ૪૧૮ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #439 -------------------------------------------------------------------------- ________________ * સિંહ જ્યાં સુધી પોતાનું સિંહત્વ ન જાણે ત્યાં સુધી ભલે બકરીની જેમ બે બે કરતો રહે, પણ જ્યારે પોતાનું સાચું સ્વરૂપ જાણે ત્યારે ગર્જના કરતો પાંજરું તોડીને ભાગી જાય. આપણે આપણું સાચું સ્વરૂપ જાણીએ ત્યારે કર્મોના બકરા આપણી સામે ટકી શકશે નહિ. * “ગિરિવર દર્શન ફરસન યોગે...' - નવાણુ પ્રકારી પૂજા. આ પંક્તિનો અર્થ બરાબર સમજજો. સાચા અર્થમાં સિદ્ધાચલ ગિરિનો સ્પર્શ ક્યારે થાય ? આત્માની સ્પર્શના સાથે સિદ્ધગિરિની સ્પર્શના સંકળાયેલી છે. આત્માની સ્પર્શનાની વાતો તો હું ઘણી કરું છું, પણ મને પણ હજુ સ્પર્શના નથી થઈ. હા, તીવ્ર રુચિ જરૂર છે. તે માટે જ ભગવાનને પકડ્યા છે. મારી પૂર્ણતા ભલે પ્રકટ નથી, પણ મારા ભગવાનની પૂર્ણતા પૂરી પ્રગટ થયેલી છે. એ ભગવાન પર વિશ્વાસ છે. ગુરુનું જ્ઞાન, અગીતાર્થ શિષ્યને કામ લાગે તો ભગવાનની પૂર્ણતા, ભક્તને કામ ન લાગે ? પ્રભુ પર પૂર્ણ સમર્પણ ભાવ હોય તો એમની પૂર્ણતા ભક્તને મળે જ મળે. | માલશીભાઈ ! તમારી મૂડીથી કેટલાય લોકો ક્રોડપતિ બન્યા છે ને ? તમારા જેવાથી પણ લોકો ક્રોડપતિ બનતા હોય તો ભગવાનના સહારાથી ભક્તો ભગવાન કેમ ન બને ? તમારી સંપત્તિ તો હજુ ઓછી થાય, પણ ભગવાનની ભગવત્તા કદી ઓછી નથી થતી; ભલે ગમે તેટલી અપાતી રહે. ....તો નક્કી કરો : જ્યાં સુધી આપણી પૂર્ણતા ન પ્રગટે ત્યાં સુધી ભગવાનને છોડવા નથી. નૂતન આચાર્યશ્રી ઃ આપ લોન આપો. પૂજ્યશ્રી ઃ આ શું કરી રહ્યો છું ? બોલીને તમને લોન જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૧૯ Page #440 -------------------------------------------------------------------------- ________________ આપી રહ્યો છું ને ? હું તો રસોઇઓ છું. શેઠનો [ભગવાનનો]. માલ પીરસી રહ્યો છું. ભગવાન જેવા આપનારા હોય તો હું શા. માટે કંજુસાઈ કરું ? * નિશ્ચય અંદર પ્રગટ થતી ચીજ છે. વ્યવહાર બહાર પ્રગટ થતી ચીજ છે. શુધ્ધ વ્યવહારથી અંદરનો નિશ્ચય જણાય છે. કોઈ માત્ર નિશ્ચયની વાતો કરે, પણ વ્યવહારમાં કાર્ય દ્વારા કાંઈ પ્રગટ ન દેખાતું હોય તો એ વાતો માત્ર વાતો જ કહેવાશે. * સમક્તિ આપતી વખતે દ્રવ્ય સમ્યક્ત્વનો આરોપ કરીને આપવામાં આવે છે. એમ સમજીને કે ભવિષ્યમાં સમક્તિ મેળવી લેશે. શાહુકારને એ વિશ્વાસથી જ લોન અપાય છે ને ? હમણા હીરાભાઈએ પૂછ્યું : આટલા ઓઘા કર્યા તોય ઠેકાણું ન પડ્યું તેનું કારણ શું ? મેં કહ્યું : સમ્યગદર્શનનો સ્પર્શ નથી થયો માટે. જિન-ભક્તિ અને જીવમૈત્રી જીવનમાં ન આવી માટે. * સમ્યગુદર્શનના આઠેય આચારો દર્શનાચાર છે. એ આચારોના પાલનથી સમ્યગદર્શનની યોગ્યતા પ્રગટે. દર્શનાચારના પાલનમાં કુશલ હોય તે સમ્યકત્વ મેળવે. સાધર્મિક ભક્તિ કરવી, સંઘનું બહુમાન કરવું, સાધર્મિકને સ્થિર બનાવવા, મનને નિઃશંક બનાવવું - વગેરે દર્શનાચાર છે. સંઘ ભગવાનનો છે. એની ભક્તિથી સમક્તિ માટેની પૂર્વભૂમિકા તૈયાર ન થાય એવું ન જ બને. સાત વાર ચૈત્યવંદન શા માટે કરવાના ? સમક્તિને લાવવાના આ ઉપાયો છે. ભગવાનનું દર્શન કર્યા વિના નવકારશી શા માટે ન કરાય ? એનું આ જ કારણ છે. આત્માનું દર્શન ન થાય ત્યાં સુધી પ્રભુનું દર્શન એ આપણા માટે આત્માનું જ દર્શન છે. પ્રભુ એટલે આપણો જ વિશુદ્ધ બનેલો આત્મા. પ્રભુમાં આપણા જ ઉજ્વલ ભાવિને જોવાનું છે. એ માટે જ દર્શન કરવાના છે. ૪૨૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #441 -------------------------------------------------------------------------- ________________ સમ્યમ્ દર્શનની નિર્મળતા વધશે તેટલી સમ્યફ ચારિત્રની નિર્મળતા વધશે જ. કપડા સ્વચ્છ ગમે તો ચારિત્ર પણ સ્વચ્છ જ ગમવું જોઈએ ને ? કપડામાં ડાઘ ન લાગે તેની તકેદારી રાખનારા આપણે ચારિત્રની ચાદરની તકેદારી ન રાખીએ તે કેમ ચાલે ? મોહરાજા એ ચાદરને ભલે મલિન બનાવવા પ્રયત્ન કરે, પણ આપણે જાગૃત રહીએ તો એનું કાંઈ ન ચાલે. દર્શન મોહનીય સમક્તિને અને ચારિત્ર મોહનીય ચારિત્રને મલિન બનાવનાર છે. * છ આવશ્યકો આપણા પાંચેય આચારને નિર્મળ બનાવનારા છે. સહુથી શ્રેષ્ઠ સહુથી શ્રેષ્ઠ દિવસ : આજનો સહુથી શ્રેષ્ઠ મનોરંજન : કલ્પના, પુરુષાર્થ અને સિદ્ધિ સહુથી મોટો કોયડો : જીવન સહુથી મોટું રહસ્ય : મૃત્યુ સહુથી મોટી ભૂલ : હિંમત હારીને પુરુષાર્થ છોડવો તે સહુથી મોટું સ્થાન : જ્યાં તમને સફળતા મળે તે સહુથી મોટો ચોર : જાતને છેતરે તે સહુથી મોટો જ્ઞાની : જાતને જાણે તે સહુથી મોટો દેવાળીઓ : આત્મવિશ્વાસ ગુમાવે તે સહુથી સહેલી વસ્તુ : બીજાના દોષો જોવા તે સહુથી મુશ્કેલ બાબત ઃ જાતને સુધારવી તે સહુથી શ્રેષ્ઠ : પ્રેમ... પ્રેમ... અને પ્રેમ કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૨૧ Page #442 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા જેઠ વદ-૧૦ ૨૭-૬-૨૦00, મંગળવાર परमत्थाउ मुणीणं, अवराहो नेव होइ कायव्यो । छलियस्स पमाएणं, पच्छित्तमवस्स कायव्वं ।।१५३।। * પરમ પુણ્યોદયે જિન-ધર્મોપદેશ સાંભળવા મળે. સાક્ષાત્ તીર્થંકર પાસેથી ન મળે, પણ એમની પરંપરામાં આવેલા સદ્દગુરુ પાસેથી સાંભળવા મળે, એ પણ મહાપુણ્યોદય છે. * દીર્ઘ સંસારીને જ દેવ-ગુરુની આશાતના કરવાનું મન થાય. આશાતના કરવાનું મન થાય તે જ ભાવિ દીર્ઘ સંસારની સૂચના છે. આરાધક આત્મા દોષો ન લાગે તેની કાળજી કરે જ. સભ્ય માણસ કપડામાં ડાઘ ન લાગે તેની ચિંતા કરે જ. * પ્રથમ ગણધર, તીર્થના આધારભૂત શ્રી ગૌતમસ્વામી જેવાને પણ ભગવાન કહેતા હતા : “સમયે પોયમ મા પમાય, '' હે ગૌતમ ! એક સમય પણ પ્રમાદ કરીશ નહિ.” પ્રમાદ જ અપરાધ કરાવે છે. સબુદ્ધિ-જન્ય વિવેકથી જ પ્રમાદને અટકાવી શકાય. પ્રમાદાચરણ કરવાનું મન થાય ને અંદરથી અવાજ આવે : આ કરવા જેવું નથી. આ અવાજ સબુદ્ધિનો છે, જે સબુદ્ધિ ૪૨૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #443 -------------------------------------------------------------------------- ________________ સદ્દગુરુએ આપેલી છે. આપણે એ ન સાંભળીએ તો જુદી વાત છે. * કેવલ, અવધિ, શાસ્ત્ર અને ચર્મ - આ ચાર ચક્ષુઓ છે. સિદ્ધો કેવલચક્ષુ છે, દેવો અવધિચક્ષુ છે, સાધુઓ શાસ્ત્રચક્ષુ છે, અને શેષ સર્વે ચર્મચક્ષુ છે. શાસ્ત્રચક્ષુ આપનાર ગુરુ છે. ખરું કહું તો ગુરુના માધ્યમથી ભગવાન છે. “રઘુવંયા ભગવાનનું વિશેષણ છે. * એક તો આપણું આયુષ્ય અલ્પ, એમાં પણ અર્ધી કે પોણી જીંદગી તો લગભગ પૂરી થઈ ગઈ. હવે કેટલી રહી તે આપણે જાણતા નથી. આવા અલ્પ અને ક્ષણજીવી જીવનમાં પ્રમાદ કરતા રહીએ એ જ્ઞાનીઓ કેમ સહન કરી શકે ? વાત એકની એક છે, પણ વારંવાર હું એટલા માટે કહું છું કે વારંવાર સાંભળવા છતાં આપણે ભૂલી જઈએ છીએ, પ્રમાદમાં પડી જઈએ છીએ. તમારો પ્રમાદ ટાળવા ચોવીસેય કલાક ગુરુ પણ સમર્થ નથી. કદાચ સમર્થ હોય તો પણ પ્રતિપળ થોડા ટોકતા રહે ? એ તો આપણે જ અંદરથી જાગવું પડે. આપણી જાગૃતિ જ આપણા પ્રમાદને, આપણા અપરાધને રોકી શકે. ગુરુ પાસે આપણે અપરાધનું પ્રાયશ્ચિત્ત કરીએ છીએ ખરા, પણ મોટાભાગે સ્થૂલ અપરાધ જ હોય છે. સૂક્ષ્મ વિચારોની તો નોંધ જ નથી લેતા. લઈએ છીએ તો ગુરુને કહેતા નથી. એક જ વિચાર લક્ષ્મણા સાધ્વીજીને આવી ગયો. તેની આલોચના માયાપૂર્વક લીધી તો કેટલી ચોવીશી તેનો સંસાર વધી ગયો ? સૌ પ્રથમ તો પ્રમાદ કરવો જ નહિ, પ્રમાદ નહિ હોય તો કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૨૩ Page #444 -------------------------------------------------------------------------- ________________ કોઈ સ્કૂલના કે કોઈ અપરાધ નહિ થાય. કદાચ અલના થઈ જાય તો ગુરુ પાસે આલોચના લઈ લો. - અજાણતાં અપરાધ થઈ જાય તો ઓછું પ્રાયશ્ચિત આવે. ઇરાદાપૂર્વક કરવામાં આવે તો પ્રાયશ્ચિત ખૂબ જ વધુ આવે. એ પણ હૃદયથી પશ્ચાત્તાપ થતો હોય તો જ. શાસ્ત્ર કહે છે : “છિત્ત સવસ છાયવ્યં ” આવો ધર્મ દુનિયામાં તમને ક્યાંય નહિ મળે, જે તમને સર્વના સુકૃતોની અનુમોદના શીખવાડે, ને સાથે-સાથે પોતાના નાના પાપ માટે પણ ગહ કરવાનું શીખવાડે. આવું શાસન મળ્યા પછી પાપો છૂપાવાય? “સુણ જિનવર શેત્રુજા ધણીજી...' એ સ્તવન, રત્નાકર - પચ્ચીશીની “મંદિર છો મુક્તિતણી...” એ સ્તુતિઓ વગેરે આવડે છે ને ? આ કૃતિઓમાં કેવી દુષ્કત - ગહ કરી છે ? ભાવપૂર્વક જો દુષ્કૃત-ગ કરવામાં આવે તો આ જન્મના જ નહિ, જન્મજન્મના પાપો ધોવાઈ જાય. ઝાંઝરીયા મુનિના હત્યારા યમુન રાજાએ એવી દુષ્કૃત-ગહ કરી કે માત્ર ઋષિ હત્યાનું પાપ જ નહિ, જનમ-જનમનું પાપ પણ ધોવાઈ ગયું, કેવળજ્ઞાન થઈ ગયું. કોઈ એક ડાઘને સાફ કરવા તમે વસ્ત્ર ધુઓ છો ત્યારે માત્ર એ ડાઘ જ નહિ. બીજા ડાઘ પણ સાફ થઈ જ જાય છે. + પોતાના જ દોષો જોવાની કળા જેણે સિદ્ધ કરી લીધી એણે દુનિયાની સૌથી મોટી કળા સિદ્ધ કરી લીધી. કેટલાક માણસો... કેટલાક શા માટે ? મોટા ભાગના માણસો બીજાના જ દોષો જુએ છે; ભલે પોતાના હજારો દોષ હોય; પણ કોઈક વિરલ હોય છે, જે દરેક ઘટનામાં પોતાની જ જવાબદારી જુએ, પોતાના જ દોષો જુએ. ચંડદ્રાચાર્ય આટલા ગુસ્સાબાજ હોવા છતાં તેમના નૂતન શિષ્યને આ જ ગુણના કારણે કેવળજ્ઞાન મળેલું. જો તેણે ગુરુના દોષો જ જોયા હોત તો ? શું થાય ? ગુરુ એટલા ગુસ્સેબાજ છે કે કોઈ સાધના જ થઈ શકતી નથી. આપણે હોઈએ તો એવું જ ૪૨૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #445 -------------------------------------------------------------------------- ________________ કરીએ. જનમ-જનમમાં એવું જ કર્યું છે. એટલે તો આજ સુધી કેવળજ્ઞાન મળ્યું નથી. * ક્ષમા-સંતોષ.... આદિ દુનિયાના જેટલા ગુણો છે, તે બધા જ ગુણો આપનારા ભગવાન છે. ગુણોના પ્રદાન દ્વારા ભગવાન જગત પર સતત ઉપકાર કરતા જ રહે છે. એ કાર્યમાં એમને કોઈ થાક લાગતો જ નથી, જે વસ્તુ તમારા સ્વભાવની બની જાય, શોખની ચીજ બની જાય તેમાં થાક લાગે ? બીડી પીનારને બીડી પીતાં થાક લાગે ? દારુડીયાને દારૂ પીતાં થાક લાગે ? એ એનો સ્વભાવ બની ગયો. ઉર્દુ એના વિના એને ચાલે જ નહિ. પરોપકાર પ્રભુનો સ્વભાવ બની ગયો. એના વિના પ્રભુને ચાલે જ નહિ. “માછીમેતે પરાર્થવ્યસનિન: I' * સાકરની મીઠાશ દૂધમાં આવી શકે, તેમ પ્રભુના ગુણો આપણામાં આવી શકે. એ માટે તો પ્રભુની ભક્તિ કરવાની છે. દુષ્ટની સંગતિ કરવાથી દુષ્ટતા આવતી હોય તો શિષ્ટ શિરોમણિ પ્રભુની સંગતિથી શિષ્ટતા કેમ ન આવે ? | મુશ્કેલી એ છે કે આપણને દુષ્ટનો સંગ ગમે છે, શિષ્ટનો સંગ ગમતો નથી. સંગ તો નથી ગમતો પણ એમના ગુણ-ગાન પણ નથી ગમતા. ઈર્ષ્યાથી સળગીએ છીએ આપણે. ગુણી બનવાનો એક જ કીમિયો છે : ગુણીના ગુણ-ગાન કરવા. જે ગુણ ગમે તે તમને મળે. ગુણ ગમે છે એટલે શું ? કોઈ ગુણ ગમે છે એટલે આપણું હૃદય ચાહે છે કે તે ગુણ મારામાં આવે. તમને પૈસાદાર ગમે છે, એનો અર્થ એટલો જ કે તમને પોતાને પૈસાદાર થવું છે. તમને સત્તાધીશ ગમે છે, એનો અર્થ એટલો જ કે તમને ખુદને સત્તાધીશ થવું છે. તમને કોઈ ગુણી ગમે છે. એનો અર્થ એટલો જ કે તમારે ગુણી થવું છે. ગમવું એટલે જ બનવું. ચિત્તને જે ગમવા લાગે છે, તેને તે તરત જ અપનાવવા લાગે છે. - પ્રભુ પાસે ગુણોના ઢગલેઢગલા છે. લઈ જાવ જેટલા જોઈએ કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૨૫ Page #446 -------------------------------------------------------------------------- ________________ તેટલા. કોઈ વ્યાજ નથી આપવાનું. “ગુણ અનંતા સદા તુજ ખજાને ભર્યા; એક ગુણ દેત મુજ શું વિમાસો ?” ભક્ત આમ કહે છે તેના પ્રત્યુત્તરમાં ભગવાન કહે છે : ભક્તરાજ ! તને જોઇએ તેટલા ગુણ લઈ જા. કોઈ ના પાડે છે ? પ્રભુના ગુણ ગાય તે પ્રભુ જેવો બને જ. નાટ્યમુક્ત ભુવન - મૂષા – મૂતનાથ | भूतैर्गुणैर्भुवि भवन्तमभिष्टुवन्तः ॥" માનતુંગસૂરિજી કહે છે : તમારા ગુણો ગાતો તમારા જેવો બને તેમાં નવાઈ શી છે? શેઠને આશ્રિત થઈને રહેલી વ્યક્તિ શેઠ બની જાય તો ભગવાનને આશ્રિત થઈને રહેલો ભક્ત ભગવાન કેમ ન બની શકે ? * ભગવાન ક્યાંય પક્ષપાત કરતા નથી. ગૌતમસ્વામીને કદી એમ નથી લાગ્યું કે હું સૌથી મોટો છતાં મને કેવળજ્ઞાન નહિ અને આજના દીક્ષિત મુનિઓ કેવળજ્ઞાન મેળવી જાય ? આ કેવો પક્ષપાત ? એમને ભક્તિ એટલી વહાલી લાગેલી કે એ માટે એમણે કેવળજ્ઞાન પણ એક બાજુએ મૂકી દીધું. “મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી...” આ પંક્તિ ગૌતમસ્વામીમાં ચરિતાર્થ થયેલી જણાય છે. * જિનના ભક્તને કદી અપરાધ કરવાનું મન જ ન થાય, ભક્તિના પૂરમાં વહેતા ભક્તને ખબર છે : અહીં અપરાધ રહી જ ન શકે. પ્રભુ ઉપકાર ગુણે ભર્યા, મન અવગુણ એક ન માય રે...” - ઉપા. યશોવિજયજી મ. જ્યાં એકાદ દોષ હોય ત્યાં તેના બીજા દોસ્તો આવે, પણ જ્યાં એકેય દોસ્ત ન દેખાય ત્યાં દોષો આવીને કરે શું ? ભગવાન સ્વયં તો દોષમુક્ત છે જ, એમનો આશ્રય કરે તે પણ દોષમુક્ત બને જ. ૪૨૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #447 -------------------------------------------------------------------------- ________________ જિણાણે જાવયાણ તિન્નાણું તારયાણ” આ પદો આ જ વાત જણાવે છે. * ઠીક હવે... ભૂલ થઈ જશે તો પ્રાયશ્ચિત્ત લઈ લઈશું.. આવો ભાવ રહે ને ભૂલ કરતા રહીએ તો ભૂલનું કદી નિવારણ ન થઈ શકે. ભૂલ રહિત જીવન બનાવવું હોય તો આ ભાવને વિદાય આપવી જ રહી. સૌથી શ્રેષ્ઠ ત્રણ વસ્તુ ૩ મત્ર ઃ કમ ખાના, ગમ ખાના, નમ જાના. સદા કરો : મૌન, અલ્પ પરિગ્રહ, આત્મ નિરીક્ષણ. જલ્દી કરો : પ્રભુ પૂજા, શાસ્ત્રાધ્યયન, દાન. દયા કરો : દીન, અપંગ અને ધર્મભ્રષ્ટ પર. વશ કરો : ઈન્દ્રિય, જીભ અને મન. ત્યાગ કરો ઃ અહંકાર, નિર્દયતા, કૃતઘ્નતા. પરિહરો : કુદેવ, કુગુરુ, કુધર્મ. નીડર બનો : સત્ય, ન્યાય અને પરોપકારમાં. ધિક્કારો નહિ : રોગી, નિર્ધન અને દુઃખીને. ભૂલો નહિ ? મૃત્યુ, ઉપકારી અને ગુરુજનોને. સદા ઉદ્યમી રહો : સદ્ગલ્થ, સત્કાર્ય અને સન્મિત્રની પ્રાપ્તિમાં. ધૃણા ના કરો : રોગી, દુઃખી અને નીચ જાતિવાળાની. ધૃણા કરો : પાપ, અભિમાન અને મનની મલિનતાથી. કહ્યું, કલાપૂર્ણસૂરિએ ક ૪૨૦ Page #448 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા જેઠ વદ-૧૧ ૨૮-૬-૨૦૦૦, બુધવાર * પ્રભુને સન્મુખ થઈએ, એમની આજ્ઞાનું પાલન કરીએ, એમના નામ આદિનું આલંબન લઈએ તો પ્રભુની વરસતી અનરાધાર કૃપાનો અનુભવ થાય. પાણી પીએ ને તરસ છીપે, ભોજન કરીએ ને તૃપ્તિ અનુભવાય, તેમ પ્રભુ ચિત્તમાં આવતાં પ્રસન્નતા અનુભવાય. સમગ્ર વિશ્વના પ્રાણ, ત્રાણ અને સર્વસ્વ ભગવાન છે. અટવીમાં રસ્તો ભૂલેલા તમને રસ્તો બતાવનાર મળી જાય તો તેનો તમે ઉપકાર માનો ? ચાલવાની શક્તિ તો પહેલા પણ હતી, પણ ક્યાં જવું? તેની ખબર ન્હોતી. જીવન-જંગલમાં આપણે ભૂલા પડેલા છીએ. ધ્યેય ખોઈ ચૂકેલા આપણને ધ્યેય બતાવનાર, માર્ગ બતાવનાર ભગવાન છે. ગૃહસ્થ જીવનમાંથી સાધુ-જીવનમાં લાવનાર ભગવાન છે, એવું કદી લાગે છે ? નવસારીમાં [વિ.સં. ૨૦૫૫] રત્નસુંદરસૂરિજી રાત્રે આવીને કહે : ભગવાનની કરુણા મારા પર છે કે નહિ ? મને પ્રેક્ટીકલ સમજાવો. ૪૨૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #449 -------------------------------------------------------------------------- ________________ મેં પૂછ્યું : તમે દીક્ષા કેમ લીધી ? તેમણે કહ્યું : “ગુરુ મહારાજ [પૂ. ભુવનભાનુસૂરિજી] ની શિબિરમાં હું ગયેલો ને ત્યાં ગુરુ મહારાજે મારો હાથ પકડ્યો ને હું અહીં આવ્યો.' બસ, આ જ ભગવાનનો ઉપકાર છે. બીજા કોઈનો નહિ, ને તમારો જ હાથ કેમ પકડ્યો ? ગુરુના માધ્યમથી ભગવાનની કરુણા તમારા પર વરસી, એમ તમને નથી લાગતું ? બીજા કોઈને નહિ ને તમને જ કેમ સમજાવ્યા ?'' જો કે, ભગવાનની કરુણા તર્કથી બેસે નહિ, હૃદયથી બેસે. કર્મનો અમુક ક્ષયોપશમ થયો હોય તો જ સમજાય. આમ પણ વિચારીએ : દીક્ષા લીધા પછી આપણો નિર્વાહ ચાલે છે તે કોનો ઉપકાર ? ભગવાનનો જ. આમાં પ્રભાવ કામ કરે છે ને ? આગળ વધીને કહું તો સમગ્ર વિશ્વ પર નામાદિ દ્વારા ભગવાન ઉપકાર કરે છે. 'नामाऽपि पाति भवतो भवतो जगन्ति ।' પ્રભુ ! આપનું નામ પણ સંસારથી જગતનું રક્ષણ કરે છે. – કલ્યાણમંદિર. આમાં નામ ઉપકાર કરે છે, પ્રભુ ક્યાં આવ્યા ? એમ નહિ પૂછતા. આખરે નામ કોનું છે ? ભગવાનનું જ નામ છે ને ? આપણને આ માનવ-જન્મ, નીરોગી શરીર વગેરે ભગવાનની કૃપાથી જ મળ્યું છે, એ સમજવું રહ્યું. * આવી વાતો પૂ. પં. ભદ્રંકરવિજયજી મહારાજે ત્રણ વર્ષ સુધી ઘૂંટી ઘૂંટીને સમજાવી છે. આપણો સંઘ આવો પુણ્યશાળી છે. છતાં કંઈક ખૂટતું હોય તો આ તત્ત્વ ખુટે છે; એમ પૂ. પં. ભદ્રંકર વિજયજી મ. કહેતા. આવા ઉપકારી ભગવાન છે. માટે જ તો દિવસમાં સાત વાર ચૈત્યવંદન કરવાના છે. દર ચોમાસીએ દેવવંદન કરવાના છે. લોગસ્સમાં નામ લઈને યાદ કરવાના છે. લોગસ્સમાં તો ગણધર કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૨૯ Page #450 -------------------------------------------------------------------------- ________________ જેવા પણ ભગવાન પાસે પ્રાર્થના કરે છે : “લારુપ-વહિટTH સમદિવરકુત્તમ હિંત '' ““આરોગ્ય-બોધિલાભ અને સમાધિ હે ભગવન્! મને આપો.” સર્વોત્કૃષ્ટ [‘વર' એટલે સર્વોત્કૃષ્ટ] સમાધિની માંગણી અહીં કરવામાં આવી છે. એનો અર્થ એ થયો કે આ સૂત્ર સમાધિ પ્રદાતા છે. માટે જ પૂ. પં. ભદ્રંકરવિજયજી મ. આને સમાધિસૂત્ર કહેતા. સમાધિ મેળવવી હોય તો બોધિ જોઈએ. બોધિ મેળવવી હોય તો આરોગ્ય [ભાવ આરોગ્ય જોઈએ. ઉત્તરાધ્યયનમાં પ્રશ્ન છે : પ્રભુના કીર્તન આદિથી શું મળે ? જવાબમાં કહે છે : મિથ્યાત્વનો ક્ષય થાય, બોધિનો લાભ થાય, અને સમાધિ મળે. * નવકાર જો ચૌદ પૂર્વનો સાર છે તો તેમાં રહેલા પંચ પરમેષ્ઠીઓ પણ ચૌદપૂર્વનો સાર છે. નવકાર એટલે શું? માત્ર અક્ષરો? નહિ, પાંચેય પરમેષ્ઠીઓ જીવતા-જાગતા નવકાર જ છે. બીજા ચારેય પરમેષ્ઠીઓનું મૂળ અરિહંત છે. માટે જ અરિહંત ૧૪ પૂર્વનો જ નહિ, સમગ્ર બ્રહ્માંડનો સાર છે. - મિથ્યાત્વની મંદતા વિના આ વાતો નથી સમજાતી. ગમે તેટલો ગુણીયલ માણસ હોય, પણ આપણે તેને મોટા ભાગે ગુણીયલ તરીકે સ્વીકારતા નથી, કારણ કે અંદર અહંકાર બેઠો છે, મિથ્યાત્વ બેઠો છે. આવી વૃત્તિ આપણી જ નહિ, પૂર્વ અવસ્થામાં ગણધરોની પણ હતી. તેઓ ભગવાન પાસે સમજવા નહિ, નમવા નહિ, પણ ભગવાનને હરાવવા આવ્યા હતા. ને ભગવાનના દર્શનથી મિથ્યાત્વ ઓગળ્યું. ભગવાનમાં ભગવત્તા દેખાઈ ને પછી તો એવી શક્તિ પ્રગટી કે અન્તર્મુહૂર્તમાં દ્વાદશાંગી બનાવી. ૪૩૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #451 -------------------------------------------------------------------------- ________________ પ્રભુનો અનુગ્રહ ઊતર્યો ને ગણધરોને આરોગ્ય, બોધિલાભ, સમાધિ આ બધાની પ્રાપ્તિ થઈ. * સિંહ પોતાના સિંહત્વને જ ન ઓળખે ત્યાં સુધી બકરાને શી રીતે ભગાડી શકે ? સિંહ સ્વયં બકરીની જેમ બેં...મેં...કર્યા કરતો હોય તો બકરીઓ શી રીતે ભાગે ? આત્મા પોતાનું પરમ આત્મત્વ નહિ ઓળખે ત્યાં સુધી કર્મો નહિ ભાગે. * હમણા ભગવતીમાં આવ્યું : ઋષભદત્ત અને દેવાનંદાને ભગવાને દીક્ષા આપી. દેવાનંદાને ચંદનબાળાએ દીક્ષા આપી. દેવાનંદાને શું બે વાર દીક્ષા આપી ? એ પ્રશ્ન થાય. ટીકાકારે ખુલાસો કરતાં લખ્યું : દીક્ષા ભગવાને જ આપી, પણ દેવાનંદાને સોંપ્યા સાધ્વી પ્રમુખ ચંદનાને. કારણ કે કપડા કેવી રીતે પહેરવા ? કે ઓઘો કેવી રીતે બાંધવો ? - એ બધું તો સાધ્વીજીએ જ શીખવાડવું પડે ને ? માટે ચંદનબાળાએ પણ દીક્ષા આપી, એમ લખ્યું. | * દેવગિરિમાં જિનાલય બંધાવવા પેથડશાહે કિમિયો કરેલો. ઓંકારપુરમાં મંત્રી હેમડના નામે ત્રણ વર્ષ સુધી ભોજનશાળા ચલાવી. હેમડને ખબર પડતાં સ્તબ્ધ થઈ ગયો : મારા નામને રોશન કરનાર આ પેથડશા કોણ ? કેટલા સજ્જન ? પેથડશાને મળીને તેમડ ગદ્ગદ્ બન્યો ને પછી દેવગિરિમાં હેમડની મદદથી પેથડશાએ જિનાલય બંધાવ્યું. મારે આ પરથી એ કહેવું છે કે – ભોજનશાળા પર નામ છે હેમડનું, પણ આપનાર હતા પેથડશા. અહીં પણ.... આ જૈન પ્રવચનરૂપી ભોજનશાળા છે. ભોજનશાળા પર ભલે મારું નામ લટકતું હોય, પણ આપનાર ભગવાન છે. જુઓ, ગણિમહારાજ [મુક્તિચન્દ્રવિજયજી] અહીં સૌ સાધુસાધ્વીઓને [૧૯ સાધુઓ અને ૯૫ સાધ્વીજીઓને] mગ કરાવે છે. તેઓ શું પોતાના તરફથી કરાવે છે? નહિ, મહાપુરુષો તરફથી કરાવે છે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૩૧ Page #452 -------------------------------------------------------------------------- ________________ સાત ખમાસમણામાં શું બોલે છે ? વમાસમાં હ’ પૂર્વના મહાન ક્ષમાશ્રમણોને હાથે હું તમને આપું છું. * ભગવાનની સાધુ માટે આજ્ઞા છે : પાંચ પહોર સુધી સ્વાધ્યાય કરવો. સ્વાધ્યાય તો સાધુના પ્રાણ છે. એના વિના કેમ ચાલે ? જ્ઞાન, દર્શન તો જીવના લક્ષણો છે, એને પુષ્ટ બનાવનારું આ સાધુ જીવન છે. જ્ઞાન છોડી દઈએ તો “જીવ” શી રીતે કહેવાઈએ ? સાચા અર્થમાં જીવ બનવું હોય તો જ્ઞાનમાં વૃદ્ધિ કરો. જ્ઞાન જ એવું લક્ષણ છે, જે તમને જડથી જુદું પાડે છે. આત્માના જ્ઞાનાદિ છ લક્ષણોમાં પહેલું લક્ષણ જ્ઞાન છે. * તમારા મનમાં થતું હશે : આટલા બધાને શા માટે ભેગા કર્યા ? શું પ્રયોજન ? હું બધાને અહીં આપવા માગું છું. મળેલું બીજાને આપવું એ જ વિનિયોગ છે. બાકી, જીંદગીનો શો ભરોસો છે ? અહીંથી સાંભળેલી વાતો હવામાં ન ઊડી જાય તે જોશો. મારો શ્રમ એળે ન જાય તેનો ખ્યાલ તમારે રાખવાનો છે. મને જે રીતે અન્ય-અન્ય મહાત્માઓએ પક્ષપાત કે ભેદભાવ વિના આપ્યું છે, તે રીતે તમે પણ અન્યને આપતા રહેજો. આપવામાં કંજુસાઈ નહિ કરતા, જેનો વિનિયોગ નહિ કરો તે વસ્તુ તમારી પાસે નહિ ટકે. જોગમાં અનુજ્ઞાના ખમાસમણ વખતે આ જ બોલવામાં આવે છેઃ “સખ્ખું ઘારિષ્નાહિ, અહિં જ પવન્ગાદિ, ગુરુકુળષ્ટિ વુદ્ધિજ્ઞાહિ नित्थारपारगा होह" ““આ સૂત્રનું સમ્યગૂ ધારણ કરજે, બીજાને આપજો, મહાન ગુણોથી વૃદ્ધિ પામો અને સંસારથી પાર ઊતરજો.” * ભગવાન પાસે આપણે ચૈત્યવંદન કરીએ છીએ, એના સૂત્રો એટલા ગંભીર અને રહસ્યપૂર્ણ છે કે જગતની તમામ ધ્યાન ૪૩૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #453 -------------------------------------------------------------------------- ________________ - પદ્ધતિઓ અને યોગની વાતો માત્ર ચૈત્યવંદનના સૂત્રોમાં આવી જાય છે. ચૈત્યવંદનની મહત્તા સમજાવનાર લલિત વિસ્તરા અદ્દભુત ગ્રંથ છે. જો એ ગ્રંથ ન મળ્યો હોત, એના રહસ્ય સમજાવનાર પૂ. પં. ભદ્રંકરવિજયજી મ. જે ન મળ્યા હોત તો આજે મારી હાલત કેવી હોત ? એ કલ્પના જ ધ્રુજાવી નાખે તેવી છે. * વ્યાખ્યાન માટેનું મારું પ્રથમ ચાતુર્માસ જામનગર – પ્લોટમાં થયું. તે વખતે વ્યાખ્યાનમાં અધ્યાત્મસાર વાંચ્યું. એમાં ત્રીજો અધિકાર છે : દંભ ત્યાગ. આરાધક બનનારે દંભ અને ડોળનો ત્યાગ કરવો જ પડે. દંભ, દેખાવ અને ડોળ ચાલુ રહે તો તમે આરાધક શી રીતે બની શકો ? જામનગરમાં કોંગ્રેસી નેતા પ્રેમજીભાઈ સામે જ રહે. તેમને એમાં [અધ્યાત્મસારમાં] ખાસ રસ. બીજા ચાતુર્માસમાં જામનગર-પાઠશાળામાં] વૈરાગ્ય કલ્પલતા વાંચ્યું. ભુજમાં [વિ.સં. ૨૦૨૨] જ્ઞાનસાર, પછી તો ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂયગડંગ ઇત્યાદિ સૂત્રો પર વ્યાખ્યાન-વાચનાઓ રહ્યા. વ્યાખ્યાન આપતાં પહેલા એ સૂત્ર જોવું પડે, વિચારવું પડે, લોકભોગ્ય ભાષામાં પીરસવું પડે, એટલે એ સૂત્ર, બોલનારને કેટલું દઢ થઈ જાય ? કેટલો ફાયદો થઈ જાય ? * ચૈત્યવંદન સૂત્રમાં આવતું એક જગચિંતામણિ સૂત્ર પણ કેટલું અદ્ભુત છે? જગચિંતામણિ સૂત્ર એટલે સ્થાવર-જંગમ તીર્થની ભાવયાત્રા ! કેટલી બધી યાત્રા કરાવી આપી છે આ સૂત્રમાં ? પ્રતિમામાં સાક્ષાત્ ભગવાનની બુદ્ધિ પેદા ન થાય ત્યાં સુધી તમારા ચૈત્યવંદનમાં પ્રાણ નહિ આવે. કહ્યું, ક્લાપૂર્ણસૂરિએ છે ૪૩૩ Page #454 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા જેઠ વદ-૧૩ ૨૯-૬-૨૦૦૦, ગુરુવાર ★ न वि मुझंति ससल्ला जह भणियं सव्वभावदंसीहिं । मरणपुणब्भवरहिया, आलोयण निंदणा साहू ॥१५५।। * તીર્થની સેવા વિના કોઈ મુક્તિ પામી શકે નહિ. તીરથ સેવે તે લહે આનંદઘન અવતાર...” આપણો મોક્ષ નથી થયો. કારણ તીર્થની આરાધના નથી કરી. તીર્થ મળ્યું હશે, પણ આપણે વિરાધના કરી હશે. મજ્ઞSSાદ્ધ વિરદ્ધિ ૨ શિવાય ર મવાય ” - વીતરાગ સ્તોત્ર. * ચોવીસેય કલાક કોઈ તમારા ગુરુ બની શકે નહિ. આપણે જ આપણા ગુરુ બનવું પડે. * ભગવાનની કૃપા વિના શુભ કાર્યો થતા જ નથી. કોઈ પણ શુભ કાર્યમાં ભગવાનની કૃપા જોઈએ જ. ઘણીવાર મનમાં થાયઃ હું આવું બોલી ગયો? મેં આટલું લખ્યું? લખવા ધારેલો ગ્રંથ ખરેખર મેં જ લખ્યો ? કેવી રીતે લખાયો ? કેવી રીતે બોલાયું ? પણ પછી તરત જ ભગવાન અને ભગવાનની કૃપા યાદ આવે અને બધા જ પ્રશ્નોના જવાબ મળી જાય. ૪૩૪ જે કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #455 -------------------------------------------------------------------------- ________________ શુભ કાર્ય જ નહિ, શુભ વિચાર પણ ભગવાનની કૃપાથી જ આવે છે. "एकोऽपि शुभो भावो जायते स भगवत्कृपालभ्य एव । એક પણ શુભ વિચાર કરવાની તમારી તાકાત નથી; જે તમારા પર ભગવાનની કૃપા ન હોય ! મનમાં શુભ વિચારોની ધારા ચાલી રહી હોય ત્યારે ચોક્કસ માનજો : મારા પર પ્રભુ-કૃપા વરસી રહી છે. * * આપણા મનમાં બન્નેની લડાઈ ચાલે છે, શુભ અને અશુભ બને વિચારો અંદર ઉત્પન્ન થયા કરે છે. જ્યાં આપણી શક્તિ જોડાય તેની જીત થાય છે. - મોટા ભાગે આપણે અશભને જ શક્તિ આપી છે. પેલા કુરુક્ષેત્રમાં કૌરવો હાર્યા અને પાંડવો જીત્યા હતા. આપણા મનના કુરુક્ષેત્રમાં કૌરવો [અશુભ વિચારો] જીતી રહ્યા છે ને પાંડવો [શુભવિચારો] હારી રહ્યા છે. અશુભ વિચારોથી અશુભ કર્મ. અશુભ કર્મથી પાપ. પાપથી દુઃખ. આપણા દુઃખનું સર્જન આપણા જ હાથે થઈ રહ્યું છે. આશ્ચર્ય છે ને ? છતાં આપણે આપણા દુઃખ માટે બીજા પર દોષારોપણ કરીએ છીએ. આપણે નિયંત્રણ કરવા પ્રયત્ન કરીએ છતાં અશુભ-વિચારો આવી જતા હોય તો શું કરવું? મન હાથમાં ન રહેતું હોય તો શું કરવું ? શાસ્ત્રકાર ઉપાય બતાવે છે : તરત જ અશુભ વિચારોની ગહ કરો, તેને હડસેલી મૂકો. શાસ્ત્રીય ભાષામાં આને દુષ્કૃત ગહ કહેવાય છે. જે દુષ્કતોની તમે ગહ કરો છો, તે તમારા આત્મામાં ઊંડા મૂળ જમાવી શકતા નથી. ફલતઃ તમારે પાપ અને દુઃખના ભાગી બનવું પડતું નથી. અશુભ વિચારો બદ્ધમૂળ બની ગયા હોય તો એ તમને અવશ્ય અશુભ કાર્યો તરફ દોરી જાય છે. પછી એનું તમે નિયંત્રણ કરી કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૪૩૫ Page #456 -------------------------------------------------------------------------- ________________ શકતા નથી. તમે જોતા રહો, અને આ બદ્ધમૂલ બનેલા અશુભ વિચારો તમારી પાસેથી કાર્ય કરાવતા રહે. નજર સામે જ ચોરી થતી રહે છતાં તમે લાચાર બનીને જોયા કરો. કશું જ ન કરી શકો. જો આમ જ હોય તો અશુભ વિચારોને બદ્ધમૂલ શા માટે થવા દેવા ? અશુભ વિચારોને ત્યારે જ દુષ્કત ગર્તા દ્વારા નિર્મૂળ શા માટે ન કરી દેવા ? અશુભ વિચારોથી ત્રિપૃષ્ઠના ભવમાં કરેલા કર્મો ઠેઠ મહાવીર સ્વામીના ભાવમાં પણ ભોગવવા પડતા હોય, કર્મો ભગવાનને પણ ન છોડતા હોય, તો એ કર્મોથી અત્યારથી જ આપણે સાવચેત શા માટે ન રહેવું ? પાપોને દૂર કરવા હોય તો સતત તેની આલોચના, નિંદા, ગર્તા, દુગંછા આદિ કરતા રહો. “आलोइअ निंदिअ गरहिअ दुगंछिअं सम्मं ।' આમ કરનાર સાધકના જન્મ-મરણનું ચક્ર અટકી જાય છે. કારણ કે એના મૂળમાં તેણે પલિત્તો ચાંપ્યો છે * આદિનાથ ભગવાનના જીવે, જીવાનંદ વૈદના ભવમાં એક મુનિની જબરદસ્ત સેવા કરેલી. કુષ્ઠ-રોગગ્રસ્ત એક મુનિને નીરોગી બનાવેલા. મિત્રોની સહાયથી તેમણે સેવા કરેલી. ગોશીષ ચંદન, રત્નકંબલ, લક્ષપાક તેલ એિકેકનું મૂલ્ય એક લાખ સોનૈયા હતું ] આ ત્રણેય વસ્તુના સમ્યમ્ ઉપયોગથી ઈલાજ કરેલો. તીર્થકરોના જીવો આવા હોય. આથી જ તીર્થંકરો “કાકામેતે પરાર્થ વ્યસનનઃ ” કહેવાયા છે. * પાપોના પ્રાયશ્ચિત્ત માટે [કોને કેટલું પ્રાયશ્ચિત્ત આપવું તે બતાવવા ૪૫ આગમમાં છ આગમો છે. એ છ ને છેદગ્રંથો કહેવાયા છે. છેદગ્રંથો ભણવા માટે પર્યાય, પદ કે ઉંમર નહિ, પણ ગંભીરતા જ જોવાય. ગમે તેટલા દબાણ છતાં ગુપ્ત વાત નીકળે નહિ તે ગંભીરતા છે. પેલી ત્રણ પૂતળીની વાર્તામાં આવે છે ને ? ત્રણ ૪૩૬ ક કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #457 -------------------------------------------------------------------------- ________________ પૂતળીમાં સૌથી વધુ કિંમત કઈ પૂતળીની ? જે પોતાના પેટમાં ઉતારે, બહાર ન જવા દે તેની. એનો અર્થ એ થયો કે ગંભીરતા મૂલ્યવાન છે. | * શરીર સારું હતું ત્યાં સુધી પૂ. દેવેન્દ્રસૂરિજી દરેક ક્રિયા ઊભા-ઊભા જ કરતા. ૭૮ વર્ષની ઉંમરે પણ જબરદસ્ત અપ્રમત્તતા. છેલ્લા બે વર્ષ ફ્રેકચરના કારણે પથારીવશ ગયા તે જુદી વાત છે. બાકી એમની અપ્રમત્તતા અદ્દભુત હતી. આજના કાળમાં ભાગ્યે જ જોવા મળે તેવી અદ્ભુત હતી. | * એક પણ મરણ-શલ્ય સહિત થાય તો ફરી-ફરી જન્મમરણ ચાલુ જ રહે. માટે જ પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત દ્વારા શલ્યનું વિસર્જન કરવાનું શાસ્ત્રીય વિધાન છે. ભુવનભાનુ કેવળી પોતાનું જીવન ચરિત્ર કહેતાં કહે છે : કેટલીયે ચોવીશીઓ પહેલા હું ૧૪ પૂર્વી હતો... પણ પ્રમાદાદિના કારણે હું અનંતકાળ માટે ઠેઠ નિગોદમાં ચાલ્યો ગયો. પ્રમાદ આપણો સૌથી મોટો શત્રુ છે. કટ્ટરમાં કટ્ટર શત્રુ પણ નુકશાન કરે તે નુકશાન આ એક પ્રમાદ કરે છે. પ્રમાદ ક્યાં આવે? મોટા ભાગે પ્રતિક્રમણ, વાચના આદિમાં. અહીં પણ ઝોકા ખાનારા હશે. ઊંઘતાને જગાડીએ તો શું કહે ? “ના...સાહેબ ! હું નથી ઊંઘતો !' ઊંઘનારો કદી સાચું ન બોલે. ગુરુ જગાડે છતાં પેલો ન જગે તો ગુરુએ આખરે ઉપેક્ષા કરવી પડે. ગુરુની ઉપેક્ષા થતી જાય તેમ પેલાનો પ્રસાદ વધતો જાય. આ પ્રમાદના કારણે અનંતા ૧૪ પૂર્વીઓ આજે પણ નિગોદમાં પડેલા છે. * આ બધી વાતો જિનાગમોની છે. અહીં મારું કશું નથી. અમે તો રસોઈઆ છીએ. રસોઈઆનું પોતાનું કશું નથી હોતું. શેઠના માલમાંથી તમને ભાવે તેવી વાનગીઓ બનાવીને એ તમને આપે છે. અમે પણ ભગવાનની વાતો તમારા જેવાને સમજાય તેવી કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૩૦ Page #458 -------------------------------------------------------------------------- ________________ ભાષામાં કહેવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારા હાથે બનતી વાનગીઓ કેવી છે ! તે તો તમને વધુ ખબર પડે. * શુભ વિચારોથી શુભ કર્મોની તાકાત વધે. એટલી તાકાત વધે કે અશુભ કર્મો પણ શુભમાં બદલાઈ જાય. અશુભ વિચારો કરવાથી ઉલ્લુ બને. શુભ કર્મો પણ અશુભમાં બદલાઈ જાય. શાસ્ત્રકારો શુભ વિચાર પર વજન આપવાનું એટલે જ કહે છે. * હું હમણા સિદ્ધાચલ પર પડી ગયો. નીચે પત્થર હતા. ક્યાંય પણ પડું તો વાગે તેમ જ હતું. માથામાં, પીઠમાં, પગમાં, હાથમાં, ક્યાંક તો વાગે જ. પણ આશ્ચર્ય ! મને ક્યાંય ન વાગ્યું. મને પોતાને નવાઈ લાગે છે. આમાં હું ભગવાનનો અનુગ્રહ ન માનું તો કોનો માનું ? * દિવસમાં ઇરિયાવહિયં કેટલી વાર કરવાની હોય ? ડગલે ને પગલે ઈરિયાવહિયં ઊભી જ હોય. પ્રતિક્રમણ, પડિલેહણ, દેવવંદન વગેરે તમામ ક્રિયામાં ઇરિયાવહિય. અરે... કાજો લેવો હોય કે ૧૦૦ ડગલાથી વધુ ચાલ્યા હોઈએ કે પ્રશ્નવણાદિ પરઠવ્યું હોય તોય ઈરિયાવહિય. શું છે આ ઇરિયાવહિયંમાં? ઈરિયાવહિયંમાં અશુભ ભાવની ધારાને નાશ કરવાના ત્રણેય ઉપાયો સમાવિષ્ટ છે. ઇરિયાવહિય માં દુષ્કૃત-ગર્યા. લોગસમાં સુકૃત-અનુમોદના અને શરણાગતિ છે. * ભૂલ કરવી, કર્યા પછી ન સ્વીકારવી, પશ્ચાત્તાપ કે પ્રાયશ્ચિત્ત ન કરવું... એટલે પોતાના હાથે પોતાનું જ દુ:ખમય ભાવિ ઊભું કરવું. બની શકે ત્યાં સુધી ભૂલ કરવી જ નહિ. ભૂલ થઈ જાય તો તરત જ કબૂલ કરવી, “ મિચ્છામિ દુક્કડ” માંગવું. નાના હોય તોય સામેથી ““મિચ્છામિ દુક્કડ” માંગવું. આમાં કાંઈ મોટાઈ જતી નથી. * આચાર્ય ગરમ થઈ જાય ત્યારે નમ્ર શિષ્ય શું વિચારે ? ૪૩૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #459 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય કેવા ક્રોધી છે ? મને વઢ-વઢ કર્યા જ કરે છે ? હું એક મળ્યો ? બીજા પણ ક્યાં આવો ગુનો નથી કરતા ? આવા વિચારો કરે ? આવા વિચારો કર્યા હોત તો ચંડરુદ્રાચાર્યનો પેલો નૂતન દીક્ષિત કેવળજ્ઞાન મેળવી શક્યો હોત ? ત્યારે નમ્ર શિષ્ય તો વિચારે : હું કેવો અધમ કે આટલી ઉચ્ચ ભૂમિકાએ રહેલા આચાર્યને મારા કારણે નીચેની ભૂમિકાએ આવવું પડે છે. એમની પાસે શિષ્યોનો ક્યાં તોટો હતો ? ૫૦૦ તો શિષ્યો હતા જ. એમણે મને સામેથી ક્યાં દીક્ષા આપી છે ? મેં માંગી છે, ત્યારે આપીને ? મારા નિમિત્તે આચાર્ય ભગવંતને ગુસ્સો કરવો પડે તે મારી અયોગ્યતા છે. આવા વિચારથી જ એમને કેવળજ્ઞાન મળ્યું હશે ને ? * સમય બધાને સમાન જ મળે છે. મહાપુરુષોને ૨૫ કલાક ને બીજાને ૨૪ કલાકનો દિવસ મળે છે, એવું નથી. સમાન રૂપે મળતી સમયરૂપી બક્ષિસને સફળ શી રીતે બનાવશો? અપરાધ કરીને તેને વ્યર્થ પણ ગુમાવી શકાય અને આરાધના કરીને સફળ પણ બનાવી શકાય. સિદ્ધગિરિ પર આદિનાથ કેટલીવાર આવ્યા ? સરેરાશ દર દશ હજાર અને દશ વર્ષે ભગવાન પધારતા હતા. બધું મળીને સિદ્ધાચલ પર ૯ કોટાકોટિ ૮૫ ક્રોડ લાખ, ૪૪ ક્રોડ હજાર વાર આવ્યા. પૂર્વની રીત ઃ ૮૪ લાખને ૮૪ લાખ ગુણવાથી એક પૂર્વની સંખ્યા : ૭૦૫OOOOOOOOOO. આ સંખ્યાને ૯૯ થી ગુણવાથી દ૯૮૫૪૪OOOOOOOOO સંખ્યા થશે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૩૯ Page #460 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા જેઠ વદ-0)) ૧-૭-૨૦૦૦, શનિવાર * આ તીર્થ ભગવાનની કરુણાનું ફળ છે. સૌ જીવો પૂર્ણ સુખને પામે-એવી કરુણામાંથી આ તીર્થનો જન્મ થયો છે. ભગવાનનું ચારિત્ર પૂર્ણ સુખ આપવા સમર્થ છે. ચારિત્રના દઢ સંસ્કારો એવા નાખો, જેથી આ ચારિત્ર, પૂર્ણ સુખમય મોક્ષ ન મળે ત્યાં સુધી દરેક જન્મમાં મળ્યા જ કરે. ૭-૮ માનવભવ સુધી ચારિત્ર મળે તો વાત પૂરી થઈ જાય, મોક્ષ મળી જ જાય. આ ચારિત્ર નિરતિચાર જોઈએ, નિઃશલ્ય જોઈએ. શલ્ય રહી જાય તો સમાધિ-મરણ ન મળે. સમાધિ મરણ ન મળે તો સદ્ગતિ ક્યાંથી મળે ? સશલ્ય મૃત્યુ આપણને વિરાધક બનાવે છે. આ એક ભવ સુધરી જાય, એકવાર માત્ર સમાધિ મૃત્યુ મળી જાય તો ભવોભવ સુધરી જાય. શર્ટમાં પહેલું એક બટન બરાબર નખાઈ જાય તો બાકીના બટન બરાબર જ આવવાના. એક બટન આડું અવળું નખાઈ ગયું તો બધા જ બટન આડા-અવળા જ નખાઈ જવાના. આ એક ભવ બરાબર તો ભવોભવ બરાબર. આ એક ભવ ખરાબ તો ભવોભવ ખરાબ. * શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા-સમ્યકત્વના ૪૪૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #461 -------------------------------------------------------------------------- ________________ લક્ષણોનો આ ક્રમ પ્રધાનતાએ છે. ઉત્પત્તિમાં ઉત્ક્રમથી સમજવો. એટલે કે પહેલા આસ્તિકતા [શ્રદ્ધા] પેદા થાય. શ્રદ્ધામાંથી ક્રમશ: અનુકંપા, નિર્વેદ, સંવેગ જાગે. એ સૌના ફળ રૂપે છેલ્લે શમપ્રશમની પ્રાપ્તિ થાય. આસ્તિકતા મૂળ છે. શમ ફૂલ છે. આસ્તિકતા પાયો છે. શમ આગાશી છે. આસ્તિકતા તળેટી છે. શમ શિખર છે. આસ્તિકતા ખાત મુહૂર્ત છે. શમ પ્રતિષ્ઠા છે. * અભય, અદ્વેષ અને અખેદ.....સાધનાની પૂર્વભૂમિકા રૂપે આ ત્રણ ગુણ પ્રગટે છે. જે બીજાને અભય આપે તે સ્વયં પણ અભય રહે. બીજને ભય આપે તે સ્વયં પણ ભયભીત રહે. ગુંડાઓ, ત્રાસવાદીઓ, જુલમી નેતાઓ આથી જ ભયભીત હોય છે. યોગીઓ જંગલી પ્રાણીઓ વચ્ચે પણ નિર્ભય હોય છે. ગિરનારના સહસાગ્ર વનમાં આપણા એક જૈન સાધક બંધુ ગુફામાં ધ્યાન કરતા હતા. એક વાઘણ પરિવાર સહિત ત્યાં આવી. સાધક તેનાથી ડર્યા વિના ત્યાં જ બેઠો રહ્યો. વાઘણ કે તેના બચ્ચાઓએ કશું જ કર્યું નહિ. એમને એમ ચાલતા થયા. હિંસા-પ્રતિષ્ઠાયાં તત્સન્નિધી વૈર-લ્યા : '' – પાતંજલ યોગદર્શન. પતંજલિ કહે છે : અહિંસાની સિદ્ધિ જેના જીવનમાં થઈ ગઈ હોય તેની પાસે જતાં જ હૃદયમાં રહેલી વૈર ભાવના નષ્ટ થઈ જાય. સિદ્ધિ એને જ કહેવાય, જે બીજામાં તમે ઊતારી શકો. અહિંસાની સિદ્ધિ તો જ ગણાય જો તમારી પાસે આવનાર અહિંસક બને. * ગૃહસ્થોમાં પણ દાન-ઉદારતાના ગુણો કેવા ઉત્કૃષ્ટ હોય છે ? સાંભળીને આશ્ચર્ય થાય. કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૪૧ Page #462 -------------------------------------------------------------------------- ________________ અમારા લોદીમાં કિશનલાલજી રહે. મહેમાનગતિ કરવામાં એટલા ઉદાર કે આવનારની ભક્તિ કરવામાં કાંઇ બાકી ન રાખે. શિયાળામાં તો કાજુ, બદામ, પીસ્તા ખોબા ભરીને આપે. એ કારણે પુણ્ય પણ એવું કે એ યુગમાં પણ લાખો રૂપિયા કમાતા. * જયપુરમાં [વિ.સં.૨૦૪૨] એક ભાઈ આવ્યો. મેં નવકારની બાધાની વાત કરી તો કહેવા લાગ્યો : . મહારાન...! નવાર શિનને સે ક્યા હાયવા ? રોટી....રોટી... बोलने से क्या पेट भर जायेगा ? अरिहंत.... अरिहंत बोलने से क्या मोक्ष हो जायेगा ? मुझे बात नहीं बैठती । મેં એને અર્ધો કલાક સુધી સમજાવ્યો. પણ પેલો માનવા તૈયાર જ ન થયો. મેં છેવટે કહ્યું : ‘“ટી હૈ । બાપજી નૈતી મરની । ત્રાપજો सद्बुद्धि मिलो.... मैं तो प्रभु से यही प्रार्थना करूंगा । लो, यह વાસક્ષેપ ।'' પેલો ભાઈ વાસક્ષેપ લઈને ચાલતો થયો. મને થયું : આ બિચારો નવકારની નિંદા કરીને કેટલા કર્મ બાંધશે ? બજારમાં જઈને પેલો સાંજે પાછો ફર્યો ને કહેવા લાગ્યો : “ગુરુવેવ...! પ્રતિજ્ઞા કે વો ! મેરી પત્તી થી ! વિના માવાન का नाम लिये, किसी का आत्मकल्याण नहीं हो सकता ।" તેણ એક માળાની બાધા સામે ચડીને લીધી. મને સંતોષ થયો. * ભગવાનનું નામ બહુમાનપૂર્વક લેવાનું શરૂ કરો એટલે પાપો પોતાના બિસ્ત્રા-પોટલા લઈને ભાગે જ. સૂર્યના કિરણથી અંધકાર ભાગે. પ્રભુના નામથી પાપ ભાગે... “વસંસ્તવેન.. ભવસન્તતિ...’’ ભક્તામર આખોય લોગસ્સ ભગવાનના નામથી ભરેલો છે. ચોવીશેય ભગવાનની નામપૂર્વકની સ્તુતિ ખુદ ગણધરોએ રચી છે. જેમાં ૪૪૨ * કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #463 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાસે આરોગ્ય, બોધિ અને સમાધિની માંગણી કરવામાં આવી છે. વળી, ચોવીસેય ભગવાન સામે જ છે, એમ માનીને સ્તુતિ થયેલી છે. “મિથુન' નો આ જ અર્થ થાય. ચર્મચક્ષુથી ભલે પ્રત્યક્ષ ન હોય, પણ માનસ-ચક્ષુથી - શાસ્ત્ર-ચક્ષુથી -ભગવાન સાક્ષાત છે. આ કલ્પના નથી, સત્ય છે. કારણ કે .....પ્રભુ સર્વમાં છે, સર્વત્ર છે, સર્વદા છે. પ્રભુને કોઇ પ્રતિબંધ નથી. આ રીતે ભગવાન સતત ઉપકાર કરતા જ રહે છે. ટેલિફોન કરતાં પહેલા તમે તે વ્યક્તિના નંબર જોડો છો ને પછી તેની સાથે તમે વાત કરો છો. ભગવાનનું નામ, ભગવાનના નંબર છે. ભગવાનનું નામ લો એટલે સંપર્ક થાય જ. ત્યાં સંબંધ જોડનાર તાર છે. અહીં પ્રેમનો તંતુ જોઈએ. તો ભગવાન સાથે જોડાણ થાય જ. ફોનમાં તો પેલો ફોન ઉપાડે તો જ વાત થઈ શકે, પણ અહીં તો ભગવાન સર્વજ્ઞ છે. આપણે જ્યાં પ્રભુમય બન્યા તે જ ક્ષણે આપણું ભગવાન સાથે જોડાણ થઈ જ ગયું. એમના કેવળજ્ઞાનના આરીસામાં બધું સંક્રાન્ત થયેલું જ છે. કેવળજ્ઞાનના આરીસામાં આખું જગત સંક્રાન્ત હોય તો આપણે, આપણા હૃદયના ભાવો સંક્રાંત ન હોય તે શી રીતે બને ? ઈન્દ્ર મહારાજા કહે છે : “ભગવન્... ! ત્યાં રહેલા આપ, અહીં રહેલા મને જુઓ.' ભગવાન તો જુએ જ છે, પણ આમ કહેવાથી કહેનારનો ઉપયોગ પ્રભુમય બને છે. * ભક્તને હંમેશા લાગે : બોધિ અને સમાધિ સૌને મળો. કારણ કે મારા ભગવાનનો આવો મનોરથ હતો. ભગવાનનો મનોરથ સિદ્ધ થાય, એવું ક્યો ભક્ત ન ઈચ્છે ? * દ્વાદશાંગી એટલે રત્ન-કરંડક, ગણિપિટક. આ આગમના કરંડીઆમાં, આ પેટીમાં સંપૂર્ણ મોક્ષમાર્ગ છે. એ આગમને ભણવા-ભણાવવાથી, એ મુજબ જીવવાથી પ્રભુના કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૪૩ Page #464 -------------------------------------------------------------------------- ________________ માર્ગને આગળ ચલાવવામાં આપણે નિમિત્ત બનીએ છીએ. આગમ પ્રમાણે જીવન જીવવાથી જ સાચી પરંપરા ચાલે. માટે જ જ્ઞાની અને ક્રિયાવાન જ સ્વયં તરે અને બીજાને તારે, એમ કહ્યું * દરિયો ગમે તેટલો ભયંકર હોય કે ગમે તેટલો મોટો હોય, પણ મજબૂત સ્ટીમરમાં બેસનારને ભય નથી હોતો : હું શી રીતે પેલે પાર પહોંચીશ ? સંસાર ગમે તેટલો ભયંકર હોય, પણ આ તીર્થના જહાજમાં બેસનારને ભય કેવો ? બાપલડાં રે પાતકડા તુમે શું કરશો હવે રહીને રે? શ્રી સિદ્ધાચલ નયણે જોતાં, દૂર જાઓ તુમે વહીને રે.” આ તીર્થની સ્પર્શનાનો સૌથી મોટો ફાયદો એ કે આપણને ભવ્યત્વની છાપ લાગી. દુર્ભવ્ય તો એની સ્પર્શના પામી શક્તો નથી. બીજો ફાયદો : દુર્ગતિનો ભય ગયો. ત્રીજો ફાયદો : સમક્તિ મળ્યું. આ શાશ્વત ગિરિરાજની સ્પર્શના જેવું ઉત્તમ નિમિત્ત મળવા છતાં સમક્તિ ન મળે તો થઈ રહ્યું. * સાકરમાં મીઠાશ, વસ્ત્રમાં સફેદાઈ અભેદભાવે છે, તેમ આત્મામાં ગુણો અભેદભાવે રહેલા છે. જ્ઞાન, આનંદ વગેરે ગુણો આપણી અંદર જ અભેદભાવે છે, છતાં આપણે એને પારકા માનીએ છીએ ને પારકા વર્ણ, ગંધ, આદિને પોતાના માનીએ છીએ. આ જ મોહ છે. આ જ અવિદ્યા છે. ગુરુએ તો માત્ર ઓળખ માટે નામ આપ્યું. પણ આપણે તો એ નામને “હું ' માની બેઠા, એની કોઈ પ્રશંસા કરે તો રાજી, નિંદા કરે તો નારાજ થઈ જઈએ છીએ. નામથી પર મારું અસ્તિત્વ છે, એ વાત જ ભૂલી ગયા. * સાધના આપણને લાગુ નથી પડતી તેનું કારણ ભગવાનનું ૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #465 -------------------------------------------------------------------------- ________________ સંપૂર્ણ શરણું સ્વીકાર્યું નથી. વાનર–શિશુ માને વળગી રહે છે ને મા જ્યાં જાય ત્યાં પહોંચી જાય છે. છે. આ જ્ઞાનીનું પ્રભુને સમર્પણ છે. જ્ઞાની પ્રભુને પકડે છે. માર્જર-શિશુને માર્કારી [બિલાડી] મોઢેથી પકડીને લઈ જાય આ ભક્તનું પ્રભુને સમર્પણ છે. ભક્તને ભગવાન પકડે છે. પ્રભુને કહી દો : અન્યથા શરણં નાસ્તિ...! તારશો તો આપ જ તા૨શો. મારે બીજે ક્યાંય જવું નથી. દેશો તો તુમહિ ભલું, બીજા તો નવિ યાચું રે...' * ક્યાંક કવિએ આદિનાથ પ્રભુને ઉપાલંભ આપતાં કહ્યું છે : પ્રભુ! આપે આપની માતા, પુત્રો, પૌત્રો વગેરે બધાને મોક્ષ આપ્યો. મને કેમ નહિ ? આ પક્ષપાત નથી ? ભક્ત ભલે ઉપાલંભની ભાષામાં કહે, પણ કોઇ ભગવાને ક્યાંય ક્યારેય પક્ષપાત કર્યો જ નથી. મરીચિ પૌત્ર હતો, છતાં ક્યાં તાર્યો ? ખરૂં કહું તો આપણને તરવાની ઈચ્છા છે, એના કરતાં કઇ ગણી વધુ ભગવાનને તારવાની ઈચ્છા છે. ઘડો *ઘડાભાઈ ! મોઢાની અપેક્ષાએ તમારું પેટ ખૂબ જ મોટું છે. તો ઓપરેશન કેમ કરાવતા નથી ?’ પેટ મોટું છે માટે તો તેમાં કંઇક સમાય છે. જો તેનું ઓપરેશન થયું તો તમે તરસ્યા રહેશો. બધે જ ઓપરેશન કરવાના નથી હોતા, પાગલો !' કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૪૫ Page #466 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા અષાઢ સુદ-૧, ૨-૭-૨૦૦૦, રવિવાર * જે સાધના દ્વારા ભગવાને પૂર્ણ આનંદ પ્રાપ્ત કર્યો તે જ સાધના આપણને બતાવી છે. જે વેપાર દ્વારા પિતાજીએ અઢળક ધન કમાયું હોય તે વેપારની કળા પોતાના સંતાનોને ન બતાવે ? આપણે સૌ ભગવાનના સંતાન છીએ. ભગવાન તો કહી ગયા છે ? તમને મળેલી સાધના તમે પણ તમારા માટે અનામત નહિ રાખતા, બીજાને આપતા રહેજો. આપતા રહેશો તો પરંપરા ચાલશે. * કહેવાય છે કે પુષ્પરાવર્તના મેઘથી ૨૧ વર્ષ સુધી ભૂમિ પાક આપ્યા કરે. ભગવાન મહાવીરદેવની વાણીના પ્રભાવથી ૨૧ હજાર વર્ષ સુધી શાસન ચાલ્યા કરવાનું. * વાદળને જોઈને મોરને સૌથી વધુ આનંદ થાય. સમ્યગ્દષ્ટિને પ્રભુની વાણીની વૃષ્ટિથી આનંદ થાય. આપણું હૃદય જિન-વચનથી આનંદથી નાચી ઊઠે છે ? જેમ જેમ આનંદ વધતો જાય તેમ તેમ આપણી ભૂમિકા ઉચ્ચ ને ઉચ્ચ બનતી જાય, સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ આદિ આગળ-આગળની ભૂમિકાઓ આવતી જાય. આમ તો આ આનંદ અપાર્થિવ છે, ભૌતિકતાથી પર છે, છતાં સૌ મનુષ્યો સમજી શકે માટે ભગવાને સાધુના પ્રારંભના એક ૪૬ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #467 -------------------------------------------------------------------------- ________________ વર્ષનું સુખ દેવલોકનાં સુખ સાથે સરખાવ્યું છે. પછી તો સાધુનું સુખ એટલું વધી જાય કે અનુત્તર દેવોનું સુખ પણ ક્યાંય પાછળ રહી જાય. * લેશ્યાઓ જેમ જેમ વિશુદ્ધ થતી જાય તેમ તેમ જીવનમાં મધુરતા [ઘણા સાધકો કહે છે કે મને આજે મીઠાશનો અનુભવ થયો. આ મીઠાશ તે વેશ્યાના પુદ્ગલોથી થયેલી સમજવી. ઉત્તરાધ્યયનમાં જગતના ઉત્તમ મીઠા પદાર્થો જેવી મધુરતા શુભ લેશ્યાઓની કહી છે.] વધતી જય. જેમ જેમ વેશ્યાઓ અશુદ્ધ બને તેમ તેમ જીવનમાં કડવાશ વધતી જાય. આવા સતત વર્ધમાન પરિણામવાળા સાધુથી જ આ જગત ટકી રહ્યું છે. પોતાનાથી ડબ્બલ મોટો લવણ સમુદ્ર જંબુદ્વીપને ડૂબાડી દેતો નથી, તે આવા સાધુઓનો પ્રભાવ છે. ભગવાન તો જગતના નાથ છે જ, પણ એમના આવા ઉચ્ચ સાધુઓ પણ જગતના નાથ બને છે. કારણ કે પરમાત્માની ઝલક તેમના આત્મામાં ઊતરી છે. પ્રભુનો પ્રભાવ તેમનામાં ઊતર્યો છે. આવા મુનિને “કરુણાસિંધુ' કહ્યા છે. તમે ગૃહસ્થો દીનદુઃખીને જોઈને પૈસા આદિ દ્રવ્ય પદાર્થોનું દાન કરો છો, પણ સાધુઓ શાનું દાન કરે છે ? અપ્રમત્ત ગુણઠાણે રહેલા આવા સાધુઓ માત્ર પ્રભુના ધ્યાનમાં બેઠા હોય તો પણ જગતનું ઉત્કૃષ્ટ કલ્યાણ થયા જ કરે. એ માટે ન વાસક્ષેપની જરૂર પડે, ન આશીર્વાદની જરૂર પડે. * સાધુઓ જગતનું કલ્યાણ કરે છે, તેમાં પણ ભગવાનનો જ પ્રભાવ કામ કરી રહ્યો છે. અરિહંતના ધ્યાનમાં રહે તે જ સાધુ કહેવાય. આવા સાધુ, ઉપાધ્યાય કે આચાર્યને કરેલો નમસ્કાર પણ સર્વ પાપનો નાશક બને. નવકારમાં લખ્યું છે : . “gો વંવ નમુવારો | લવ્ય પાવપૂMાસો ” આ પાંચેયનો [માત્ર અરિહંત જ નહિ નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે. * મૃત્યુ સમયે બધું ભૂલાઈ જશે; જ્યારે નાડીઓ ખેંચાતી કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૦ Page #468 -------------------------------------------------------------------------- ________________ હોય, આંતરડા તણાતા હોય, ભયંકર વેદના હોય ત્યારે નવકાર સિવાય બીજું કાંઈ યાદ નહિ આવી શકે. ત્યારે ૧૪ પૂર્વીઓ પણ બીજું બધું છોડી નવકારના શરણે જાય છે. નવકારને ભાવિત બનાવ્યો હશે તો જ અંત સમયે યાદ આવશે. વારંવાર ભાવપૂર્વક રટવાથી જ નવકાર ભાવિત બને છે. માટે જ હું નવકારવાળીની બાધા આપતો રહું છું. સળગતા ઘરમાંથી વાણિયો રત્નની પોટલી લઈને જલ્દી નીકળી જાય, તેમ મૃત્યુના સમયે સળગતા શરીરમાંથી નવકારરૂપી રત્નની પોટલી લઈ આપણે નીકળી જવાનું છે. અત્યંત સાવધાની રાખવી પડશે. આ સાવધાની ભગવાનની કૃપાથી જ મળશે. * ભગવાન જો તમારા હૃદયમાં રહી ગયા તો ગમે તેટલું મોહનું તોફાન તમારી જીવન-નૈયા નહિ ડૂબાડી શકે. તપ-જપ મોહ મહાતોફાને, નાવ ન ચાલે માને રે; પણ નવિ ભય મુજ હાથોહાથે, તારે તે છે સાથે રે.' અમેરિકા જેવી મહાસત્તાનું પીઠબળ હોય તેને ટચુકડા દેશો પરેશાન કરી શકે નહિ તેમ પ્રભુનું પીઠબળ જેને મળ્યું હોય તેને મોહ પરેશાન કરી શકે નહિ. “ફો મે સારો પપ્પા, નાબ-વંસળ-સંgો | સેસા વાહિરા માવા, સર્વે સંગોવિશ્વUT ITદુકા” આ ગાથા અહીં આવી છે, જે રોજ આપણે સંથારા પોરસીમાં બોલીએ જ છીએ. મૃત્યુના તિથિ, વાર, માસ, વર્ષ કે કોઈ સમય નિયત નથી. એ ગમે ત્યારે આવી જાય. સાધુ એને સત્કારવા સદા તૈયાર હોય : આવ મૃત્યુદેવ ! હું તારું સ્વાગત કરવા તૈયાર છું. દુનિયાના બીજા લોકો તારાથી ડરીને દૂર ભાગતા હશે, પણ હું એવો નથી, ૪૪૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #469 -------------------------------------------------------------------------- ________________ આવ દોસ્ત ! હું તને હૃદયથી ભેટવા ચાહું છું. તારી આંખોમાં આંખો મિલાવીને તને ઓળખવા માંગું છું. આમ સાધુ મૃત્યુ માટે સદા તૈયાર જ હોય. સંથારાપોરસી એટલે મૃત્યુની તૈયારી. દેહનો નાશ છે. મારો ક્યાં નાશ છે ? . દેહ અનિત્ય છે. હું તો નિત્ય છું. સડણ-પડણ પુગલનું લક્ષણ છે, મારું નહિ. હું તો અક્ષયઅવિનાશી આત્મતત્ત્વ છું. પુદ્ગલોના લક્ષણોથી મારા લક્ષણો તદ્દન ભિન્ન છે. શરીર સળગે એમાં મારે શું ? શરીર સાધનામાં સહાયક બન્યું એ બરાબર, બાકી શરીર “પર” છે. શરીર ને છુટી પડશે તો પણ ચિંતા શાની ? મોક્ષ નહિ મળે ત્યાં સુધી શરીર તો ફરી-ફરી મળવાનું જ છે. બસ, એટલી જ અપેક્ષા રહે છે ઃ આ શરીર છુટતું હોય ત્યારે હૃદયમાં પ્રભુનું સ્મરણ હોય, નવકારનું રટણ હોય. શશિકાન્તભાઈઃ આપની અને અમારી વચ્ચે બહુ છેટું ન પડી જાય. પૂજ્યશ્રી ઃ આટલા નજીક તો તમે આવી ગયા છો. હજુ પણ નજીક આવો તો કોણ રોકે છે ? કોણ નજીક કોણ દૂર ? એનો નિર્ણય કોણ કરશે ? સુલતા દૂર હતી તોય નજીક હતી. ગોશાળો નજીક હતો તોય દૂર હતો. પૂ. પં. ભદ્રંકરવિજયજી મ.ની અંતિમ અવસ્થા હતી. અમે છેલ્લે તેમને પાટણમાં મળ્યા. પૂજ્યશ્રીની તબીયત જોઈ આમ તો રોકાઈ જવાનું જ મન થઈ આવ્યું, પણ બેડાનો [વિ.સં.૨૦૩૬, વૈશાખ] કાર્યક્રમ નક્કી થઈ ગયો હતો એટલે જવું પડ્યું. બેડાથી વળતી વખતે પ્રથમ માસિક તિથિ પાટણમાં હતી. બીજા બધા ભક્તો રડતા હતા અને કહેતા હતા : હવે શું થશે ? પણ મેં કહ્યું : પૂ. પંન્યાસજી મ. ગયા, એ વાત જ ખોટી છે. એ તો ભક્તોના હૃદયમાં કહ્યું, કલાપૂર્ણસૂરિએ જલ Page #470 -------------------------------------------------------------------------- ________________ બિરાજમાન છે. વિશેષાવશ્યકમાં લખ્યું છે : જે શિષ્યના હૃદયમાં ગુરુ છે, તેને કદી વિયોગ પડતો જ નથી. ગુરુની બધી જ શક્તિ તેવા શિષ્યમાં સંક્રાન્ત થઈ જાય. આ જ વાત ભગવાન પર પણ લાગુ પડે. * શરીર પર રાગ વધુ કે ભગવાન પર વધુ ? ગમે તેટલું શરીરને કષ્ટ પડે, પણ ભગવાનનો રાગ છુટવો ન જોઈએ. [ો કે મારી આવી સાધના નથી. હું તો માત્ર કહું છું.]. * “રાગ ભરે જન-મન રહો, પણ તિહું કાલ વૈરાગ; ચિત્ત તમારા રે સમુદ્રનો, કોઈ ન પામે રે તાગ...” હે પ્રભુ....! લોકો કહે છે : આપ વીતરાગ છો, તો પણ ભક્તોના મનમાં રહો છો. આ રાગ ન કહેવાય ? પ્રભુ ! આપનું ચિત્ત તો સમુદ્ર છે. એનો કોણ તાગ પામી શકે ? " औदासीन्येऽपि सततं, विश्व विश्वोपकारिणे । नमो वैराग्य निघ्नाय, तायिने परमात्मने ।" ભગવાન ઉદાસીન છે, વીતરાગ છે, એનો અર્થ એવો નથી કે ભગવાન પત્થર જેવા કઠોર બની ગયા. ભગવાન તો ફૂલથી પણ કોમળ છે. વીતરાગ હોવા છતાં પરમ વાત્સલ્યના ભંડાર છે. અનેકાંતવાદની દષ્ટિએ પરસ્પર વિરોધી ગુણધર્મો પણ સમાઈ શકે. ભગવાન વીતરાગ છે છતાં રાગીના હૃદયમાં વસે છે, સંસારનો રાગ ખરાબ છે, ધર્મ-રાગ, ભક્તિ-રાગ તો ખૂબ જ શ્રેષ્ઠ છે. ભગવાનને કહીએ છીએ ને ? : “જિણંદરાય ! ધરજો ધર્મ-સનેહ...” ભગવતી સૂત્રમાં આવે છે : “દંતા જોય.” ગૌતમ સ્વામીને જવાબ આપતાં ભગવાન આ કહે છે. “હન્ત' શબ્દ પ્રીતિ-વાચક પણ છે, એમ ટીકાકારે નોંધ્યું છે. વીતરાગમાં પ્રીતિ ક્યાંથી આવી ? આ પ્રીતિ ભગવાનની કરુણા અને વત્સલતાને જણાવનારી છે. પારણું દૂર છે, પણ દોરી માતાની પાસે છે. આપણી હૃદયની ૫૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #471 -------------------------------------------------------------------------- ________________ દોરી ભગવાન સાથે જોડાયેલી હોવી જોઈએ. રડતો બાળક માના દોરી-ધૂનન માત્રથી શાંત થઈ જાય, ભક્ત ભગવાનના સ્મરણ માત્રથી શાંત થઈ જાય. ભક્તને અનુભવ થાય છે ઃ ભગવાન મને બોલાવી રહ્યા છે, ભેટી રહ્યા છે, મારા અંગેઅંગમાં ફેલાઈ રહ્યા છે. ઉપા. યશોવિજયજીનો આ સ્વાનુભવ છે. એ ખોટો તો નહિ જ હોય. પૂ. પં. ભદ્રંકરવિજયજી મ. ભૌતિક દેહે ભલે હાજર નથી, પણ ગુણ-દેહે હાજર છે. બાકી ભૌતિક દેહ તો ભગવાનનો પણ ન ટકે. | * ભરત ક્ષેત્રના માનવીઓનું શું ? એવા પ્રશ્નના ઉત્તરમાં સીમંધર સ્વામીએ આ શાશ્વત ગિરિરાજને પરમ આલંબન-ભૂત ગણાવ્યું છે. આ ગિરિની સ્પર્શના એટલે અનંતા સિદ્ધોની સ્પર્શના ! ગિરિરાજ પર મંદિરોની શ્રેણિ એટલે કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીનું સ્થાન [બાવાસઃ દેવ શ્રી] એમ કહ્યું છે. અહીં પૂજા કરનારો ગૃહસ્થ દરિદ્ર ન હોય. ઘણા કહે છે : જૈનો આટલા શ્રીમંત કેમ ? તેઓ જાણી લે કે જૈનો ભગવાનની પૂજા છોડતા નથી. પૂજા ન છૂટે ત્યાંથી લક્ષ્મી પણ ન છૂટે. પૂજ પુણ્યનું પરમ કારણ છે. લક્ષ્મી પુણ્યથી બંધાયેલી છે. | ‘દુ ઘર્મ- શતુઃ ' આ મંદિર-શ્રેણિ એટલે ધર્મ રાજાનો કિલ્લો. ચિત્તોડગઢનો [આજે પણ એ કિલ્લો વિદ્યમાન છે. અમે ત્યાં ગયેલા પણ છીએ.] કિલ્લો જોયો છે ને ? ત્યાં ગયેલાને શત્રુનો ભય ન હોય. મંદિરમાં મોહનો ભય ન જ સતાવે. એ તો મંદિરથી બહાર નીકળી જ્યાં તમે જોડા પહેરો ત્યાં જ તેમાં છૂપાયેલા મોહના ગુંડાઓ તમારા હૃદયમાં ઘુસી જાય. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૫૧ Page #472 -------------------------------------------------------------------------- ________________ મંદિરમાં જઈ ભગવાન સાથે સંપૂર્ણ એકાકાર થઈને જુઓ. આ કાળમાં પણ તમે સમાધિ સુધી પહોંચી શકો. ‘ક્ષેત્ર સુવુદ્ધિ-યીખાનામ્ ।' ભગવાનનું મંદિર એટલે સત્બુદ્ધિના બીજને વાવવાનું ખેતર. બીજ વવાયેલું હોય એટલે એ ઊગવાનું. નિધાનં ધ્યાન-સમ્પાન્ ।' જિનાલય ધ્યાનની સંપત્તિનું નિધાન છે. આનો અનુભવ કરવો હોય તો ઓસીયા-સેવાડી વગેરે ગામોના પ્રાચીન મંદિરોમાં બેસો. તમને ધ્યાનનો અનુભવ થશે. ૨૨૦૦ વર્ષ જૂના એ મંદિરો છે. ઘરમાં કરો ને દેરાસરમાં ધ્યાન કરો. બન્નેમાં ફરક પડવાનો. ક્ષેત્રનો પણ પ્રભાવ હોય છે, તેમ તમને તમારો અનુભવ જ સમજાવશે. (૧) (2) (૩) (૪) (૫) (;) (૭) (c) મનની નવ શક્તિ ધૈર્ય તર્ક-વિતર્કમાં નિપુણતા સ્મરણ ભ્રાન્તિ કલ્પના ક્ષમા શુભ સંકલ્પ અશુભ સંકલ્પ (૯) ચંચળતા — મહાભારત શાન્તિપર્વ ૪૫૨ * કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #473 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા અષાઢ સુદ-૨ ૩-૭-૨000, સોમવાર [આજે સવારે ગિરિરાજ પર પૂજ્યશ્રીની નિશ્રામાં દાદાના દરબારમાં અભિષેક કરાયા. શશિકાંતભાઇ દ્વારા મેઘરાજાને પ્રાર્થના કરાઇ. શ્રેણિભાઈ પણ આવેલા. બપોરે મેઘરાજા રીજ્યા પણ ખરા. ગઇ કાલે પણ રીઝેલા.] * ભગવાનની આજ્ઞા પાળવાથી તેમની અચિંત્ય શક્તિનો અનુભવ થાય છે. ઉદાહરણ રૂપે ગણધર ભગવંતો. તેમણે જ્યાં બિનશરતી સમર્પણ કર્યું ત્યાં જ સમ્યગ્દર્શનાદિ પામી સર્વવિરતિ તો મેળવી જ, ત્રિપદીના શ્રવણ માત્રથી અન્તર્મુહૂર્તમાં દ્વાદશાંગી પણ બનાવી. તીર્થંકર નામકર્મની જેમ ગણધર નામકર્મનો પણ ઉદય થાય છે. તે ઉદય, તેમનો ત્યારે થયેલો. ' ભગવાન પછી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ સુધી, ૧૦૦૦ વર્ષ સુધી આગમોનો પાઠ મુખપાઠથી ચાલતો રહેલો. પછી આગમો પુસ્તકારૂઢ બન્યા. પુસ્તકોની જરૂર પડી તે વધતી બુદ્ધિહીનતાની સૂચના હતી. * આદિનાથ મહાકાવ્યના રચયિતા કવિ ધનપાલને રાજા ભોજે કહ્યું : આમાં અયોધ્યાના સ્થાને ધારા, આદિનાથના સ્થાને શંકર, કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૪૫૩ Page #474 -------------------------------------------------------------------------- ________________ ભરતના સ્થાને ભોજ-આટલો ફેરફાર કરો. ધનપાલે ન સ્વીકારતાં રાજાએ તેને [પુસ્તકને ભસ્મીભૂત કર્યું. કવિપુત્રી તિલકમંજરીની યાદ શક્તિથી એ ગ્રન્થ પુનર્જીવિત થયો. પુત્રીના નામ પરથી એ ગ્રન્થનું નામ “તિલક મંજરી' પડ્યું. અમારા ધ્યાન વિચાર ગ્રન્થનું પણ એવું જ થયેલું. ઉજ્જૈન વખતે સિં. ૨૦૩૮] પ્રેસવાળાએ તેની હસ્તપ્રત ખોઈ નાખી. મને થયું ઃ હશે, ભગવાનની તેની મરજી હશે. એમાં પણ કંઈક શુભ સંકેત હશે. પુસ્તક જેવું લખાવું જોઈએ તેવું નહિ લખાયું હોય. અમે ફરીથી લખવું શરૂ કર્યું. પહેલાથી પણ સુંદર રીતે લખાઈને એ “ધ્યાન વિચાર' ગ્રન્થ પ્રગટ થયો. પુસ્તક ભલે ઉપાય છે, પણ બધું પુસ્તકના ભરોસે ન રહેવું જોઈએ. * મોક્ષમાં તો જવું છે, પણ અત્યારે નહિ. દીક્ષા તો લેવી છે, પણ અત્યારે નહિ. મોટાભાગના લોકોની માનસિકતા આવી હોય છે. એના આવા વિચારમાં જ આખી જીંદગી પૂરી થઈ જાય છે. શુભ વિચાર કદી મૂલતવી ન રાખો. અશુભ વિચારોને હંમેશા મૂલતવી રાખો. * અત્યારે વાચનામાં ચંદાવિય ગ્રન્થ જેિ પીસ્તાલીશ આગમમાંનું એક છે.] ચાલે છે. આ ગ્રન્થમાં મુક્તિ પ્રાપ્તિના શ્રેષ્ઠ ઉપાયો બતાવાયા છે. અત્યારે સમાધિ મરણનો વિષય ચાલે છે. મૃત્યુ, સમાધિમૃત્યુ ક્યારે બને ? આપણું હૃદય નિઃશલ્ય બને, ૧૮ પાપસ્થાનકોથી મુક્ત બને ત્યારે. અઢારેય પાપો, મોક્ષમાર્ગના સંસર્ગના વિદ્ગભૂત કહેવાયા છે: મુવીમા સમાવિષગાડું ' એ દૂર કર્યા વિના આપણો માર્ગ કદી મુક્તિગામી ન બની શકે. અઢારેય પાપો પ્રાયઃ મોહનીય કર્મ-જન્ય છે. મોહનો ત્યાગ ૪૫૪ & કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #475 -------------------------------------------------------------------------- ________________ કરવાનો છે. * આશ્રવથી દૂર થાઓ સંવરમાં સ્થિર થાઓ. આ જ એક માત્ર પ્રભુની મુખ્ય આજ્ઞા છે. સમ્યગુદર્શન આવતાં જ વિચારોમાં એકદમ સ્પષ્ટતા આવી જાય છે ને કોઇ પણ કાર્ય કરતાં પહેલા તે વિચારે છે : આ મારા ભગવાનની આજ્ઞા છે ? હું આજ્ઞામાં છું કે આજ્ઞાથી બહાર છું ? . આટલો જ વિચાર તમને ઘણા અકાર્યોથી અટકાવી દેશે. ' * શરણાગતિ, દુષ્કૃત-ગહ, સુકૃત-અનુમોદના -આરાધનાના આ ત્રણ સોપાનો મોહને હટાવવા માટેના શ્રેષ્ઠ ઉપાયો છે. * “શરીર એ હું, શરીર સાથે સંકળાયેલા મકાન, દુકાન, પરિવાર આદિ મારા' આવી વૃત્તિ મોહ તરફથી મળેલું વળગણ છે. એને તોડવા એનાથી વિપરીત ભાવના જોઈએ. હું એટલે આત્મા. મારું એટલે જ્ઞાનાદિગુણો. આ મોહને જીતવાનો પ્રતિમંત્ર છે. અત્યાર સુધી હંમેશા મોહ જીતતો રહ્યો છે. આપણે હારતા રહ્યા છીએ. હવે મોહને હરાવવાનો છે. * ગઇકાલે પ્રશ્ન હતો : ““મહારાજ ! આવતી કાલે અભિષેકનું ગોઠવ્યું છે. વરસાદ ચાલુ રહેશે તો ઉપર [ગિરિરાજ પ૨] શી રીતે જવાશે ?' મેં કહેલું : ભગવાનની મરજી હશે તેમ થશે. આજે તમે જોયું ને ? સવારે 8 વાગ્યા સુધી વરસાદ ચાલુ હતો. પણ પછી બંધ. ઉપર આરામથી જઈ શકાયું, નીચે પણ આવી ગયા. ત્યાં સુધી એક છાંટો પણ ન આવ્યો. પછી ફરી વરસાદ ચાલુ ! ભગવાન આપણી આટલી સંભાળ લેતા હોય તો આપણે ચિંતા કરવાની જરૂર શી ? - “સાત મહાભય ટાળતો સપ્તમ જિનવર દેવ.” કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪પપ Page #476 -------------------------------------------------------------------------- ________________ આપણે ભગવાન માટે એમ માની બેઠા ઃ ભગવાન મોક્ષમાં ગયા એટલે પતી ગયું, નિષ્ક્રિય બની ગયા, પણ એમની પરોપકારિતા, એમની કરુણા હજુ પણ કામ કરે છે, એ વાત પર કદી વિચાર કરતા જ નથી. ભક્તામરમાં લખ્યું છે : “તામવ્યયં....” આ વિશેષણોથી ભગવાનની શક્તિ વ્યક્ત થયેલી છે. ખરી વાત એ છે કે ભગવાન પોતાનું સાચું સ્વરૂપ ભક્તને જ બતાવે છે. બીજા બેઠાં તો હવા ખાય છે. વેધકતા વેધક લહે, બીજા બેઠા વા ખાય.” - પં. વીરવિજયજી * તાંબા કે લોઢા પર સુવર્ણસિદ્ધિનો રસ પડે તો તે સોનું બની જાય, એમ કહેવાય છે. ભગવાનની ભક્તિનો રસ આપણા હૃદયમાં પડે તો આપણો પામર આત્મા પરમ બની જાય. ભગવાનના ગુણો પરનો પ્રેમ એ જ વેધક-રસ સમજવો. જેને આવો ભક્તિ-રસ ઉત્પન્ન થયો એ અવશ્ય ભગવત્તા પ્રાપ્ત કરવાનો. * યોગદષ્ટિ સમુચ્ચયમાં કહ્યું છે : गुरुभक्ति प्रभावेन, तीर्थकृद्दर्शनं मतम् । समापत्त्यादि भेदेन, निर्वाणैक निबन्धनम् ॥ ગુરુ ભક્તિના પ્રભાવથી સમાપત્તિ આદિથી મોક્ષનું એક કારણ તીર્થંકર પ્રભુનું દર્શન થાય છે. આ જ વાતને પંચસૂત્રમાં આ રીતે કહી છે : “ગુરુવહુમાળો મોવો ” સમાપત્તિ એટલે પ્રભુ સાથે સંપૂર્ણરૂપે તન્મય બની જવું. સમાપત્તિ ગુરુભક્તિ વિના ન આવે. પરોક્ષ રહેલા ભગવાનને અપરોક્ષરૂપે [પ્રત્યક્ષરૂપે] બતાવનાર ગુરુ છે. ધ્યાનસ્થ દશામાં શિષ્યને ભગવાનના દર્શન થાય છે. એટલે ૪પ૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #477 -------------------------------------------------------------------------- ________________ કે ધ્યાન વડે તે પ્રભુના ગુણોને સ્પર્શે છે. આવા પદાર્થો આપણી સામે પડ્યા હોય છતાં આપણું ચિત્ત તેમાં લાગતું નથી, બીજે બધે ફેલાયેલું છે, એ આપણી મોટી કરુણતા છે. * “ો ને સાસગો પા” આ શુદ્ધ નિશ્ચય નયનું જ્ઞાન મોહનું મૂળ કાપે છે. આવી ભાવનાથી આપણું આત્મત્વ જાગી ઊઠે છે. બકરીની જેમ બેં બેં કરતો સિંહ હવે ગર્જી ઊઠે છે. એને થાય છે : હું એટલે પરમ, પામર નહિ. હું એટલે સિંહ, બકરી નહિ. એવી ગર્જના સાંભળતાં જ સૌ પ્રથમ ભરવાડ [મોહ] ભાગે. પછી બકરીઓ [બીજી કર્મ-પ્રકૃતિઓ] પણ ભાગે. આત્મા જાગે મોહ ભાગે.... માત્ર એક ગર્જનાની જરૂર છે. ભક્તિમાં લીન ન બનીએ ત્યાં સુધી સિંહત્વ યાદ નહિ આવે. આ બધું કહેવું-બોલવું-લખવું-સાંભળવું સહેલું છે, પણ એને ભાવિત બનાવવું ઘણું જ કઠણ છે. માટે જ હું હંમેશા જ્ઞાનને ભાવિત બનાવવા પર જોર આપું છું. * સાધનાનો પ્રારંભ છ આવશ્યકોથી થાય છે. જીવન જરૂરિયાતની મુખ્ય ચીજે ત્રણ છે : હવા, પાણી અને ખોરાક. આધ્યાત્મિક જીવનની મુખ્ય છ ચીજો છે : | સામાયિક, ચઉવિસત્થો, વાંદણા, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ન અને પચ્ચકખાણ. આપણે પ્રતિક્રમણ કર્યું. એટલે માની લીધું ઃ છ આવશ્યક થઈ ગયા. ખરેખર એવું નથી, આપણા ચોવીસેય કલાક છ આવશ્યકમય હોવા જોઈએ. પ્રતિક્રમણ તો માત્ર એનું પ્રતીક છે. - પહેલું આવશ્યક સામાયિક. સામાયિક એટલે સમતા. સર્વ જીવો પર શમત્વ અને બધા પદાર્થો [નિંદા કે સ્તુતિ, કહ્યું, કલાપૂર્ણસૂરિએ કે ૪૫૦ Page #478 -------------------------------------------------------------------------- ________________ પત્થર કે સોનું) પર સમાન ભાવ રાખ્યા વિના સામાયિક પ્રગટતું નથી. * દોષ કહેનાર તરફ નારાજ નહિ થતા, રાજી થજો. નિંદક તો ઉપકારી છે, જે વગર પૈસે તમારા મેલ ધોઈ આપે છે. પેલો ધોબી તો પૈસા લે છે. તમારી પ્રશંસા કરનારો તો તમારા શુભકર્મનો નાશ કરે છે, પણ નિંદા કરનારો તો અશુભ કર્મનો નાશ કરે છે. બન્નેમાં વધુ ઉપકારી કોણ ? નિંદા-સ્તુતિમાં સમાનભાવ આવ્યા વિના સામાયિક નહિ આવે. - બીજું આવશ્યક છે : ચઉવિસલ્યો. ચઉવિસત્યો એટલે ભગવાનના ગુણગાન. ભગવાનના ગુણગાન થઈ શકે માટે તો સાતવાર ચૈત્યવંદનનું વિધાન છે. શ્રાવક માટે પણ પાંચ કે સાત ચૈત્યવંદનનું વિધાન છે. - ત્રીજું આવશ્યક છે : વાંદણા... ગુરુવંદના. ગુરુને વંદન કરવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે. વાડી કે ખેતર પાણી વિના હર્યા-ભર્યા ન બને, આપણી જીવનની વાડીમાં પણ જ્ઞાનનું પાણી ન આવે તો તે હર્યું-ભર્યું ન બને. એ જ્ઞાન ગુરુ દ્વારા મળે. જ્ઞાન વધતાં વિહિત અનુષ્ઠાનો પર શ્રદ્ધા ઘણી વધી જાય. अज्ञातात् ज्ञाते वस्तुनि अनंतगुणा श्रद्धा जायते । જ્ઞાન વિનયથી આવે છે ને વિનયથી જ પરિણામ પામે છે. ગણધર પદ પામેલા, ચાર જ્ઞાનના સ્વામી, દ્વાદશાંગીને અન્તર્મુહૂર્તમાં રચનારા ગૌતમસ્વામી તમે યાદ કરો, “વિનય' શું ચીજ છે, તે તમને સમજાશે. બધું ભણ્યા પછી પણ વિનય છોડવાનો નથી, એમ ગૌતમસ્વામીની મુદ્રા તમને કહેશે. ભીલડીયાજી તીર્થમાં ગૌતમસ્વામીની એક પ્રતિમા જોઈ. ભગવાન પાસે ઉત્કટિક આસનપૂર્વક હાથ જોડીને બેઠેલી એ પ્રતિમાને જોઈ ગૌતમસ્વામીના વિનય પર અહોભાવ જાગ્યા વિના ન રહે. ૪૫૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #479 -------------------------------------------------------------------------- ________________ – ચોથું આવશ્યક છે : પ્રતિક્રમણ. પ્રતિક્રમણ એટલે પાપથી પાછા હટવું. - પાંચમું છે : કાયોત્સર્ગ. કાયોત્સર્ગથી થોડા-ઘણા પાપો રહી ગયા હોય તે તુટી જાય. -> છઠું છે : પચ્ચક્ખાણ. પચ્ચકખાણથી પાપોના અનુબંધ પણ તૂટી જાય. પચ્ચકખાણ હંમેશા અનાગત [ભવિષ્ય] સંબંધી જ હોય: ‘માર્થ પ્રqવશ્વનિ !' ભાવિનું પ્રત્યાખ્યાન આપણા અશુભ અનુબંધોને અવશ્ય તોડે. નવ અમૃત કુડો કરુણાયુક્ત ચિત્ત મધુરતાયુક્ત વચન પ્રસન્નતાયુક્ત દૃષ્ટિ ક્ષમાયુક્ત શક્તિ ઋતયુક્ત મતિ દાનયુક્ત લક્ષ્મી શીલયુક્ત રૂપ નમ્રતાયુક્ત શ્રત કોમળતાયુક્ત સત્તા નથી જન્મ જેવો રોગ નથી. ઈચ્છા જેવું દુઃખ નથી. સુખ જેવું પાપ નથી. સ્નેહ જેવું બંધન નથી. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૫૯ Page #480 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા અષાઢ સુદ-૩ ૪-૭-૨૦૦૦, મંગળવાર * પન્ના એટલે પ્રકીર્ણક ! તમારી ભાષામાં કહું તો પરચૂરણ ! આગમમાં ન આવેલા પરચૂરણ વિષયોનો સમાવેશ આ પન્નાઓમાં થયેલો છે. એમ કહેવાય છે કે ભગવાન મહાવીરના દરેક [ચૌદ હજાર] શિષ્ય પન્નાની રચના કરેલી છે. * વરસાદ આવવાનો હોય તેના લક્ષણો અગાઉથી જણાય. આપણને ખબર પડી જાય : હવે વરસાદ આવશે જ. તેમ મોક્ષ મળવાનો હોય તેના ચિહનો પણ અગાઉથી જણાય જ, જીવન્મુક્તિ આવે જ. વીજળીના ચમકારા, વાદળની ગર્જનાઓ, વાતાવરણના બફારાને દૂર કરતા પવનના સુસવાટા-વગેરેથી જાણી શકાય ? હમણાં જ મેઘરાજા તૂટી પડશે. ગાંધીધામ (વિ.સં.૨૦૧૯] ચાતુર્માસમાં સાંજે બહાર જવા નીકળ્યો. ઘટાટોપ મેઘાડંબર જોઈ મેં જવાનું માંડી વાળ્યું. ૨-૪ મિનિટોમાં જ મેઘરાજા વરસી પડ્યા. ભગવાનની કૃપાનો ધોધ વરસવાનો હોય તે પૂર્વે જીવોમાં અમુક ગુણો ચિહ્નરૂપે દેખાય છે. દા.ત. નયસારને સમક્તિ મળવાનું હતું, તે પહેલા અતિથિને જમાડીને જમવાનું મન થયું. હાથી મેઘકુમાર બનવાનો હતો તે પૂર્વે તેને સસલાને બચાવવાનું મન થયું. ૪૬૦ જ કહ્યું, લાપૂર્ણસૂરિએ Page #481 -------------------------------------------------------------------------- ________________ * મોક્ષની રુચિ થઈ છે, એમ ક્યારે ગણાય ? મોક્ષના ઉપાયો પ્રત્યે રુચિ થાય ત્યારે. માત્ર શાબ્દિક રુચિ ન ચાલે, હાર્દિક જોઇએ. અહીં જીવન્મુક્તિ મળે તેને જ ભવાંતરે સિદ્ધશિલાની મુક્તિ મળે. ભગવાને આપેલા આ ચારિત્રમાં જીવન્મુક્તિ આપવાની તાકાત છે. * ભગવાનના તત્ત્વો પર શ્રદ્ધા, સર્વત્ર ઔચિત્ય, સર્વ પર મૈત્રી આ અધ્યાત્મયોગ છે. પછી ભાવના, ધ્યાન, સમતા અને છેલ્લે વૃત્તિ સંક્ષેપરૂપ યોગ આવે છે. ચારિત્રવાનને આ પાંચેય યોગ અવશ્ય હોય જ. * ગૃહસ્થોની પથારી એટલે નિદ્રા. સાધુનો સંથારો એટલે સમાધિ. યોગીને ઊંઘમાં પણ સમાધિ હોય, એ સમજવું રહ્યું. સમાધિ, ધ્યાન વિના ન આવે. પૂર્વકાળમાં ધ્યાનના પ્રયોગો આપણા મુનિઓ કરતા રહેતા, એ ધ્યાન વિચારના ૨૪ ધ્યાનના ભેદો વાંચતાં સમજાય છે. આ ધ્યાન બે પ્રકારે થાય : ભવન અને કરણ દ્વારા. સમ્યગદર્શન પણ બે રીતે મળે : નિસર્ગ અને અધિગમથી. ભવન [નિસર્ગ) એટલે સહજપણે. કરણ [અધિગમ] એટલે દેશના શ્રવણાદિના પુરુષાર્થથી. આ લક્ષ્ય આપણે ચૂકી ગયા એટલે ધ્યાન આપણને અજનબી ચીજ લાગે છે. અત્યંત નિકટ કાળમાં થઈ ગયેલા ૫. વીરવિજયજી, ચિદાનંદજી આદિની કૃતિઓ વાંચશો તો ધ્યાન-સમાધિ આદિની ઝલક જોવા મળશે. જુઓ, પં. વીરવિજયજી મ. ગાય છે : “રંગ રસીયા રંગ-રસ બન્યો મનમોહનજી, કોઈ આગળ નવિ કહેવાય; વેધકતા વેધક લહે, બીજા બેઠા વા ખાય...” કહ્યું, કલાપૂર્ણસૂરિએ જે ૪૬૧ Page #482 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન-દશામાં સમાધિની ઝલકની અનુભૂતિ વિના આવી કૃતિ ન સંભવી શકે. ગ્રન્થ એટલે ગ્રન્થકારનું હૃદય. ગ્રન્થ મળ્યો એટલે એ મહાત્માનો સંગ મળ્યો. ગ્રન્થના માધ્યમથી આજે પણ આપણે હિરભદ્રસૂરિ, ઉપા. યશોવિજયજી આદિ મહાપુરુષોનો સંગ કરી શકીએ છીએ. * વેપારી વેપારની માથાકુટ કરે, પણ સાંજે નફો મેળવે. આપણને ઘ્યાન કે સમતાનો નફો મળે છે ? આપણી ક્રિયાઓ અંધારામાં કરેલા ગોળીબાર જેવી નથી ને ? કોઇ પણ એક યોગ એવો પકડી લો, જે તમને સમાધિ સુધી લઈ જાય. યાદ રાખો : દરેક જિનોક્ત અનુષ્ઠાનમાં આ તાકાત છે. સાકરના દરેક દાણામાં મીઠાશ છે, તેમ દરેક જિન-વચનમાં સમાધિનું માધુર્ય છે. ‘સૂત્ર અક્ષર પરાવર્તના, સરસ શેલડી દાખી; તાસ રસ અનુભવ ચાખીએ, જિહાં છે એક સાખી.’’ ઉપા. યશોવિજયજી મ. કલ્પનાના ચમચાથી શાસ્ત્રના દૂધપાકનો સ્વાદ નહિ મળે, એ માટે અનુભવની જીભ જ જોઈશે. માત્ર પઠન-પાઠનથી તૃપ્ત ન બનો. ઠેઠ અનુભવ સુધી પહોંચવાની તમન્ના રાખો. — વિહિત અનુષ્ઠાનો છોડીને તમે અનુભવ સુધી નહિ પહોંચી શકો, એ પણ ધ્યાન રહે. ઘણા અનુભવ પ્રાપ્તિની ધુનમાં પ્રતિક્રમણાદિ અનુષ્ઠાનો છોડી દેતા હોય છે. આ ખૂબ જ ખતરનાક પગલું છે. જુઓ, ઉપા. યશોવિજયજી કહે છે : ‘ઉચિત વ્યવહાર અવલંબને, એમ કરી સ્થિર પરિણામ રે; ભાવીએ શુદ્ધ નય ભાવના, પાવનાસય તણું ઠામ રે.........'' પહેલા ઉચિત વ્યવહાર, પછી જ નિશ્ચય. નહિ તો રાજચન્દ્રના ૪૬૨ * કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #483 -------------------------------------------------------------------------- ________________ કે કાનજીભાઈના ભક્તો જેવી હાલત થાય, ગમે તેટલો અનુભવ સંપન્ન યોગી પણ ગુરુ-સેવા આદિનો ત્યાગ ન કરે. પૂજ્ય હેમચન્દ્રાચાર્ય કૃત યોગશાસ્ત્રનો ૧૨મો પ્રકાશ વાંચો, ગુરુકૃપાની મહત્તા સમજાશે. નિશ્ચય આવતાં વ્યવહાર છોડી દેવાની ભૂલ ઘણા લોકો કરતા હોય છે. આ બહુ જ લપસણો માર્ગ છે. માટે જ ઉપા. યશોવિજયજી મહારાજે ઠેર ઠેર એની સામે લાલબત્તી ધરીને પોતાની ઉત્કૃષ્ટ ગીતાર્થતા સિદ્ધ કરી છે. * શિરા માટે મહેનત કરે મા, છતાં બાળક પણ મા જેવો શિરાનો આસ્વાદ માણે તેવો જ આસ્વાદ માણી શકે – જરાય ફરક નહિ . મહાપુરુષો મહેનત કરીને આપણને સારભૂત તત્ત્વજ્ઞાન આપે છે. આપણને તે વિના પ્રયત્ન મળે છે. ઋષભદેવે હજાર વર્ષ સુધી મહેનત કરીને મેળવ્યું તે કેવળજ્ઞાન થોડી જ ક્ષણોમાં મરુદેવીએ મેળવી લીધું. * હમણાં ભગવતીમાં જમાલિનો અધિકાર ચાલે છે. જમાલિને લાગે છે : “ડેના હવે ભગવાનની આ વાત બરાબર નથી, ડે છડે જ બરાબર છે. એમાં તેને એટલું અભિમાન આવી જાય છે કે આવું ચિંતન કરનાર હું જ જગતમાં પહેલો છું. એ પોતાની જાતને સર્વજ્ઞ માનવા લાગે છે. ભગવાન સામે પણ તે પોતાને “સર્વજ્ઞ” જાહેર કરે છે. આ છે મિથ્યાત્વ ! આવા મિથ્યાત્વના કારણે જ આપણે હારી ગયા હોઈશું. કેટલીયે વાર આપણને “મહાવીર' મળ્યા હશે, પણ આપણે “જમાલિ” બન્યા હોઇશું. કદાચ “જમાલિ' પણ નહિ. જમાલિનું તો ૧૫ ભવમાં ઠેકાણું પડી જવાનું, આપણું ક્યાં પડ્યું છે? આપણી સાધનામાં આ બધા [અભિમાન આદિ] મોટા ભય સ્થાનો છે. કોઈ સ્થાને સાધક ડૂબી ન જાય, સપડાઈ ન જાય, તેની કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૪૩ Page #484 -------------------------------------------------------------------------- ________________ કાળજીપૂર્વક જ્ઞાનસારની રચના થયેલી છે. સાધક ક્યાંય મધ્યસ્થતા ન ગુમાવે, ક્યાંય આત્મ-પ્રશંસામાં ન સરકે, ક્યારેય કર્મના ભરોસે ન રહે. તે માટે એકેક અષ્ટક બનાવાયું છે. સૌથી છેલ્લે સર્વ-નયાષ્ટક છે, જેમાં સર્વ નયોનો આદર કરવાનું વિધાન છે. સર્વ નયોનો સમાદર એટલે સર્વ વિચારોનો તે તે સ્થાને સમાદર. * “ફો મે સાસગો પપ્પા ' | મારો એક આત્મા શાશ્વત છે. તે જ્ઞાન-દર્શન આદિથી યુક્ત છે. આના સિવાય બીજો કોઈ જગતમાં પદાર્થ નથી જે મારો હોય. દેખાતા બધા જ પદાર્થો “પર” છે. “હું” નથી. “હું” [આત્મા] છે, તે દેખાતો નથી. આટલી નાની વાત ભૂલી જવાથી જ જીવને ચાર ગતિમાં ભટકવું પડે છે. દેહમાં સ્વપણાની બુદ્ધિ આપણને દેહ સાથે જોડે છે, ફરીફરીને દેહ આપે છે. જેમ જેમ દેહાધ્યાસ તૂટતો જાય, તેમ તેમ માનજો : દેહથી મુક્ત અવસ્થા [મોક્ષ] નજીક આવી રહી છે. * જ્ઞાનસારના પ્રથમ જ શ્લોકમાં એ વાત સ્પષ્ટ થાય છે : તમે પૂર્ણ છો, પૂર્ણતા તમારી પોતાની છે. ભગવાન પણ તમને પૂર્ણરૂપે જુએ છે. કરુણતા એ છે કે તમને જ તમારી પૂર્ણતા પર ભરોસો નથી. એકેક અષ્ટકમાં એકેક વિષય આવરી લેવાયો છે. આપણે ભણી જઈએ છીએ ખરા, પણ બધું જ ઉપર-ઉપરથી જાય છે, સ્થિરતાથી ઊંડાણમાં જતા નથી. ભય, દ્વેષ અને ખેદ-આ ત્રણ દોષ હોય ત્યાં સુધી ચિત્ત ચંચળ રહે. દ્વેષથી અણગમો રહે અને ખેદથી કંટાળો આવે. ચંચળતા, અણગમાં અને કંટાળાથી કરેલું અધ્યયન તમને કેટલું ફળ આપે ? તે તમે જ વિચારી જોજો. * અપૂર્ણદષ્ટિ અપૂર્ણ જુએ, ૪૬૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #485 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ દૃષ્ટિ પૂર્ણ જુએ. કાળા ચશ્માથી કાળું દેખાય, પીળા ચશ્માથી પીળું દેખાય. ઘણા ભક્તો કહે છે : મને બધે જ ભગવાન દેખાય છે. તે આવી પૂર્ણદૃષ્ટિના કારણે. સૃષ્ટિ નથી બદલાતી. સૃષ્ટિ તો તેવી જ રહે છે, પણ આપણી જોવાની દૃષ્ટિ બદલાય છે. જેમ જેમ દૃષ્ટિ બદલતી રહે છે, તેમ તેમ સૃષ્ટિ પણ બદલાતી રહે છે. સૃષ્ટિનો આધાર આપણી દૃષ્ટિ પર છે. પ્રગટ્યો પૂરણ રાગ..... મેરે પ્રભુશું... પૂરણ મન સબ પૂરણ દિસે, નહિ દુવિધા કો લાગ; પાઉં ચલત પનહિ જો પહિને, તસ વિ કંટક લાગ....' આ પૂર્ણ દૃષ્ટિથી દેખાતી સૃષ્ટિનો શબ્દ ચિતાર છે. પૂર્ણતાની દૃષ્ટિ મેળવવા મગ્નતા જોઇએ. તેના માટે સ્થિરતા જોઇએ. પછી પછીના અષ્ટકો પૂર્વ-પૂર્વના ગુણોની પ્રાપ્તિનું કારણ છે, એમ સમજાયા વિના નહિ રહે. * દેહાધ્યાસ ટાળવો છે, પણ દેહ વિના કાંઇ જ દેખાતું નથી. કરવું શું ? આવો પ્રશ્ન થતો હોય તો હું કહીશ : તમે પ્રભુને સામે રાખો. પ્રભુને સ્મરો. પ્રભુને પૂજો. પ્રભુને ભજો. પ્રભુને સ્મરવા, પૂજવા, ભજવા એટલે પોતાના જ આત્માને સ્મરવો, પૂજવો અને ભજવો. અહીં જે કમાણી થશે તે આપણને જ ભગવાન આપી દેશે, પોતાની પાસે રાખવાના નથી જ. કહ્યું, કલાપૂર્ણસૂરિએ * ૪૫ Page #486 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા અષાઢ સુદ-૪ ૫-૭-૨૦૦૦, બુધવાર * પોતાનામાં રહેલા શાશ્વત જ્ઞાન, આનંદ અને ઐશ્વર્ય મેળવવા માટે આ ધર્મ-સાધના છે. એ માટે જ ભગવાને તીર્થસ્થાપના કરી છે. ““મને જે મળ્યું છે, તે માર્ગ બધાને મળો. આવો માર્ગ હોવા છતાં શા માટે જીવો માર્ગભ્રષ્ટ બનીને ભટકે ? ઔષધિ હોવા છતાં શા માટે રોગી રહે ? પાણી હોવા છતાં શા માટે તરસ્યા રહે ? ભોજન હોવા છતાં શા માટે ભૂખ્યા રહે? દુઃખ નિવારણનો ઉપાય હોવા છતાં શા માટે દુઃખી રહે ? મારું ચાલે તો સૌને સુખી બનાવું, સૌને શાશ્વત સુખનો માર્ગ બતાવું.” આવી ભવ્ય ભાવનાથી બંધાયેલા તીર્થંકર નામકર્મના ઉદયથી ભગવાને તીર્થની સ્થાપના કરી છે. * નદીમાં ટીચાતો-પીટાતો પત્થર પોતાની મેળે ગોળ બની જાય. આપણને એમ જ લાગે : કોઈ શિલ્પીએ એને ગોળ બનાવ્યો હશે ! આપણો આત્મા પણ આ રીતે સંસારમાં ટીચાતો-પીટાતો કંઈક યોગ્ય બને છે. ૭૦ કોટાકોટિ સાગરોપમમાંથી ૬૯ કોટાકોટિ સાગરોપમ ઓછા કરી અન્તઃ કોટાકોટિ સાગરોપમની મોહનીયની કર્મની સ્થિતિ બનાવે છે, ત્યારે યથાપ્રવૃત્તિકરણ કરીને સમ્યક્ત્વની નજીક આવે છે. આવી સ્થિતિ આવ્યા પછી જ ધર્મ ગમે. જો કે અહીં આવવાથી જ કામ થઈ જાય છે, એવું નથી. આપણે અહીં એક જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #487 -------------------------------------------------------------------------- ________________ અનંતીવાર આવી ચૂક્યા છીએ, પણ પ્રન્થિભેદ કર્યા વિના, રાગદ્વેષની તીવ્ર ગાંઠ ભેદ્યા વિના, સમ્યગદર્શન પામ્યા વિના પાછા ફર્યા છીએ. ધર્મ આપણને ગમ્યો નથી. અત્યારે પણ આવા જીવો જોઇએ છીએ ને ? ધરમ.... ધરમ.... શું કરો છો ? કોઈ આર્થિકસામાજિક વાત હોય તો સાંભળીએ. અમને મજા આવે. આવા જીવોને ધર્મ સાંભળવો જ ગમતો નથી, શ્રદ્ધા કે આચરણની વાત જ ક્યાં ? * મીંયા ભલે આજનું કમાયેલું આજે જ વાપરીને આવતી કાલની ચિંતા ન કરે. “આજ ઈદ, ફિર રોજ.' કહેવત પ્રમાણે ચાલે, પણ બુદ્ધિશાળી વાણિયો આવું ન કરે. એ તો ભાવિનું પણ વિચારે. અત્યારે મળેલી ધર્મ સામગ્રી પૂર્વની ધર્મારાધનાનું ફળ છે. પણ અત્યારે જે વિશેષ ધર્મ-આરાધના નહિ કરીએ તો પછી શું થશે ? આવો વિચાર ન આવે તો આપણે મીંયા જેવા છીએ. * ભગવાનનું સ્મરણ કરવું એટલે આપણું જ શુદ્ધ સ્વરૂપ સ્મરવું. તે ભગવાનના ગુણોનું જ્ઞાન-ધ્યાન-ભાન કરો એટલે એ ગુણો તમારી અંદર પ્રગટવા લાગશે. કારણ કે એ ગુણો આપણી અંદર પડેલા જ છે. આપણા ઢંકાયેલા છે ને ભગવાનના પ્રગટેલા છે, એટલો જ માત્ર ફરક છે. .... આવા ગુણ-સમૃદ્ધિ-પૂર્ણ ભગવાન છે... એમ માનીને પ્રભુ-મૂર્તિના દર્શન કરવાના છે. પછી તમને પ્રભુ-મૂર્તિમાં સમતારૂપી અમૃતની વૃષ્ટિ દેખાશે. આનંદઘનજીની જેમ તમે પણ બોલી ઊઠશો ? “અમીય ભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કોય; શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય...' કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૦ Page #488 -------------------------------------------------------------------------- ________________ [ભારે વરસાદ પડતાં પતરાનો અવાજ આવતાં વચ્ચે દસ મિનિટ વાચના બંધ રહી.] * પાંચેય જ્ઞાનમાં શ્રુતજ્ઞાન ઉત્તમ ગણાયું છે, તે પરોપકારની પ્રધાનતાના કારણે. શ્રુતજ્ઞાનનું આદાન-પ્રદાન થઈ શકે, કેવળજ્ઞાનનું નહિ. આથી જ શ્રુતજ્ઞાનને સૂર્ય, ચંદ્ર, મેઘ, દીપક આદિની ઉપમા આપવામાં આવી છે. દીપક બાહ્ય પદાર્થો પ્રકાશિત કરે. શ્રુતજ્ઞાન આપણા હૃદયને પ્રકાશિત કરે છે. સમ્યગૂ જ્ઞાનનો પ્રકાશ આવતાં જ અવિદ્યા ટળી જાય છે, અશુચિ, અનિત્ય, અને પર પદાર્થોમાં શુચિતા, નિત્યતા અને સ્વપણાની બુદ્ધિ ટળી જાય છે. જ્ઞાન પ્રકાશે રે મોહ તિમિર હરે, જેહને સદ્ગુરુ સૂર; તે નિજ દેખે રે સત્તા ધર્મની, ચિદાનંદ ભરપૂર...” - ઉપા. યશોવિજયજી મ. * દેવ-ગુરુ-ધર્મમાં કુદેવાદિની બુદ્ધિ મિથ્યાત્વ છે, તેમ દેહમાં આત્મ-બુદ્ધિ પણ લોકોત્તર મિથ્યાત્વ છે, એ વાત આપણને સમજાઈ નથી. જે દેહનો સંયોગ થયો છે, તેનો વિયોગ થવાનો જ. દેહના સંયોગથી થયેલા તમામ સંબંધોનો પણ વિયોગ થવાનો જ. સંયોગ જ દુઃખનું મૂળ છે. કારણ કે સંયોગના તળીયે વિયોગ છુપાયેલો છે. સંયોગમાં સુખ માન્યું તો વિયોગમાં દુ:ખ થવાનું જ. માટે જ કહ્યું : સંનો મૂળ નીવે, પત્તા કુવરવપરંપરા '' માટે જ વિયોગથી નહિ, સંયોગથી જ ડરો. આવી દષ્ટિ, ભગવાન શ્રુતજ્ઞાન આપે છે. યાદ રહે: ગણધરોએ શ્રુતજ્ઞાનને ભગવાન કહ્યા છે. “સુમસ માવો’ પુફખરવરદી સૂત્રના અંતે આવતો આ પાઠ શ્રુતજ્ઞાનમાં ભગવત્તાની સૂચના કરે છે. * ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા વિના સમ્યગદર્શન ન મળે, પણ ધ્યાનથી આપણે કેટલાય માઇલો દૂર છીએ. ધ્યાન વિના સમકિત શી રીતે મળશે ? ૪૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #489 -------------------------------------------------------------------------- ________________ યથાપ્રવૃત્તિ કરણ, અપૂર્વકરણ વગેરેમાં રહેલો “કરણ' શબ્દ સમાધિનો વાચક છે. કરણ એટલે સમાધિ...! યથાપ્રવૃત્તિ કરણને અવ્યક્ત સમાધિ કહી છે. ધ્યાન વિના સમાધિ શી રીતે આવશે ? સમાધિ વિના સમ્યગૂ દર્શન શી રીતે આવશે ? રાગ-દ્વેષની તીવ્ર ગાંઠ ભેદાયા વિના સમક્તિ નહિ મળે. Tો ને સારો પ્પા !'' આ બે ગાથા નૈચયિક સમ્યકત્વની પ્રાપ્તિ પર ભાર મૂકે છે. દેહ પરની મમતા ઓછી થયા વિના, એનાથી પર આત્મા છે, એવી બુદ્ધિ વિના સમક્તિ શી રીતે મળશે ? દેહને જરાક કાંઇક થતાં આકુળ-વ્યાકુળ થનારા આપણે આત્મા ગમે તેટલો માંદો હોય, પરવા નથી કરતા. આ સ્થિતિમાં સમક્તિ શી રીતે મળશે ? સમક્તિ એટલે સમ્યગ્ગદર્શન ! શ્રદ્ધાપૂર્વકનું દર્શન ! સમ્ય” એટલે સાચી રીતે. શ્રદ્ધાથી જ જગતનું સાચું દર્શન થઈ શકે છે. * યોગદષ્ટિ-સમુચ્ચય' ગ્રન્થની રચના કરીને હરિભદ્રસૂરિજીએ મહાન ઉપકાર કર્યો છે. નવસારી ચાતુર્માસ [વિ.સં. ૨૦૨૬] માં એક જૈનેતર ભાઈ એક માઈલ દૂરથી રોજ વ્યાખ્યાનમાં આવી જતા. યોગદષ્ટિ સમુચ્ચય પરના વ્યાખ્યાન સાંભળીને એને એમ થતું : અહીં તો પતંજલિ વગેરેની તમામ વાતો આવી ગયેલી છે. જૈનેતરો પણ સ્વીકારી શકે એવો આ ગ્રંથ છે. * આપણે બહિર્દષ્ટિ-બહિર્મુખી છીએ. જરા હૃદયને પૂછો : પાંચ મિનિટ પણ આપણે અન્તર્દષ્ટિ બનીએ છીએ ? “બાહિર દૃષ્ટિ દેખતાં, બાહિર મન ધાવે; અન્તર દૃષ્ટિ દેખતાં, અક્ષય પદ પાવે...” – ઉપા. યશોવિજયજી મ. સૌ પ્રથમ અન્તર્દષ્ટિથી મળતી જાગૃતિ ઘાસના અગ્નિ જેવી હોય છે. થોડીવાર રહીને ચાલી જાય છે. શરૂમાં ક્યારેક ભક્તિ કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૬૯ Page #490 -------------------------------------------------------------------------- ________________ કરતાં, જ્ઞાન ભણતાં આવી ઝલક મળે છે. આગળ-આગળની દૃષ્ટિ આવતાં જાગૃતિ વધુને વધુ ટકતી રહે છે. માટે જ ત્યાં થતા બોધને ક્રમશઃ લાકડાના અને છાણના અગ્નિ સાથે સરખાવ્યો છે. પછી પાંચમી દષ્ટિમાં રત્નના દીવા જેવી જાગૃતિ આવી જાય છે. દીવો બુઝાઈ જાય, પણ રત્નની જ્યોત બુઝાય ? ક્ષાયિક સમક્તિ મળ્યા પછી આત્મ જાગૃતિ જતી નથી. * માત્ર મિત્રો દૃષ્ટિના લક્ષણો જોઈએ તો પણ છક્ક થઈ જઈએ : વાચનાચાર્ય પાસેથી શ્રવણ, આગમ-લેખન વગેરે પ્રથમ દૃષ્ટિના લક્ષણો છે. આવા શાસ્ત્રો જોઈએ ત્યારે મનમાં થાય : આપણું આમાં ક્યાં સ્થાન છે ? પ્રભુને પ્રાર્થવાનું મન થાય : પ્રભુ ! અમે તારા શરણે છીએ. અમારા માટે યોગ્ય હોય તે માર્ગે અમને ચડાવજે. ભગવાનની ભક્તિમાં તાકાત છે : મિથ્યાત્વના પિશાચને હટાવવાની. ભગવાનને સાથે રાખી સાધના–માર્ગે આગળ વધો. ભગવાન સાથે છે તો કોનો ડર? ભગવાન પાસે મોહ રાંકડો સફળતાના સાત સૂત્રો (૧) વ્યસનોથી મુક્તિ (૨) વ્યવસાયમાં નીતિ (૩) વ્યવહારમાં શુદ્ધિ (૪) વ્યવસ્થાની શક્તિ (૫) વસ્તૃત્વમાં નમસ્કૃતિ (૬) પ્રતિકૂળતામાં વૃતિ (૭) પરમાત્માની ભક્તિ ૪૦૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #491 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા અષાઢ સુદ-૫ દ-૭-૨૦૦૦, ગુરુવાર * સાક્ષાત્ ભગવાન ભલે નથી મળ્યા, પણ તેમનો ધર્મ મળ્યો છે. એ ધર્મનું સંપૂર્ણ પાલન સાધુઓ કરે. એ માર્ગે ચાલવા અસમર્થ શ્રાવક-ધર્મ પાળે. આવી સામગ્રી તો મળી છે, પણ આપણે સદુપયોગ કેટલો કરીએ છીએ ? જો સદુપયોગ ન થયો તો બીજી વાર તે ન મળે, એ નિયમ છે. * વહાણમાં થતા છિદ્રોની ઉપેક્ષા કરીએ તો આખું વહાણ ડૂબી જાય. સંયમમાં લાગતા અતિચારોની ઉપેક્ષા કરીએ તો ધીરેધીરે આખું સંયમ ચાલ્યું જાય. * દુઃખ વખતે ચિત્તમાં ઉગ થાય છે, પણ આપણે જાણતા નથી ? આને સહન કરવાથી તો પૂર્વની અસાતા ખપે છે. જે આ દષ્ટિ કેળવાઈ જાય તો ? સાધુને અસાતા શા માટે ઉદયમાં આવે ? હું કહું છું : સાધુને પણ ઉદયમાં આવે. કારણ કે કર્મસત્તા સમજે છે : આ સાધુ તો જલ્દી-જલ્દી મુક્તિ તરફ આગળ વધી રહ્યા છે તો જલ્દી એનો હિસાબ ચૂકતે કરી લઈએ. જુઓ, પરમ તપસ્વી પૂ. કાન્તિવિજયજી મ. ને છેલ્લે કેન્સર થયેલું. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૦૧ Page #492 -------------------------------------------------------------------------- ________________ પરમ તપસ્વી પૂ. પદ્મવિજયજી મ.ને પણ છેલ્લે કેન્સર થયેલું. પૂ. પં. ભદ્રંકરવિજયજી મ.ને પણ બિમારી આવેલી. આપણા જેવાને થાય : આવા પરમ સાધકને આવી બિમારી કેમ ? પણ આપણી દૃષ્ટિ માત્ર ઉપર છલ્લી છે, ઊંડાણનું જોઈ શકતી નથી. શ્રેણિક મહારાજ જેવા પ્રભુના પરમ ભક્ત, છતાં ગયા નરકમાં ! કર્મસત્તાને છેલ્લે હિસાબ ચૂકતે કરવો છે ને ? આનાથી એ વાત પણ ફલિત થાય છે કે નિકાચિત કર્મ ક્યારેય પોતાનું ફળ આપ્યા વિના જતા નથી. એ કોઇનોય પક્ષપાત કરતા નથી. માટે જ કર્મ ભોગવતી વખતે નહિ, કર્મ બાંધતી વખતે ચેતવાનું “બંધ સમય ચિત્ત ચેતીએ રે, ઉદયે શો સંતાપ ?' - પં. વીરવિજયજી. પ્રશ્ન : ભક્તામરમાં લખ્યું છે : પ્રભુ ! તમારી સ્તવનાથી પાપકર્મો ક્ષીણ થઈ જાય છે તો શ્રેણિકના કર્મો કેમ ખપ્યા નહિ ? શ્રેણિકે તો પ્રભુની પરમ ભક્તિ કરેલી. ઉત્તર : મેં તમને પહેલા જ કહ્યું : નિકાચિત ન થયેલા કર્મો જ ખપી શકે. નિકાચિત થયેલા ન ખપી શકે. શ્રેણિકના કર્મ નિકાચિત થયેલા હતા. * અસંતોષ એટલો ભડકે બળી રહ્યો છે કે ગમે તેટલી વિષયોની ઈચ્છા પૂરી કરવામાં આવે, પણ તે પૂરી નહિ થાય, વધતી જ રહેશે. એના પર નિયંત્રણ લગાવવું જ પડશે. વિષયો ભોગવવાથી કાબુમાં નહિ આવે. | * પ્રથમ મિત્રાદષ્ટિમાં અધ્યાત્મના બીજ છે. બીજ બરાબર હશે તો વૃક્ષ ક્યાંય નહિ જાય. પોતાની મેળે તે ઊગશે. ઘર્મ અને ધર્મીની અનુમોદના તે બીજ છે. એના વિના ઘર્મ હૃદયમાં બદ્ધમૂલ નહિ બને. ૪૦૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #493 -------------------------------------------------------------------------- ________________ * દુઃખમય સંસારનો બુચ્છેદ શુદ્ધ ધર્મથી થાય. શુદ્ધ ધર્મની પ્રાપ્તિ તથાભવ્યતાના પરિપાકથી થાય. તથાભવ્યતાનો પરિપાક શરણાગતિ આદિ ત્રણથી થાય. હરિભદ્રસૂરિજીની સુવિશાલ પ્રજ્ઞા હતી. અત્યાર સુધી જેટલા ગ્રન્થો વાંચ્યા : એમાં ક્યાંય એક પંકિત પણ નિશ્ચય-વ્યવહારથી નિરપેક્ષ નથી મળી. - ષોડશકમાં જિનમંદિર માટે લાકડું લાવવાનું હોય તો પણ મુહૂર્ત જોવું, લાકડાના લક્ષણો જોવા, તેમાં ગાંઠ-પોલાણ વગેરે ન હોય તે જેવું. આવી ઝીણી-ઝીણી વાતો પણ એમણે લખી છે. હરિભદ્રસૂરિજી સ્વયં આગમ-પુરુષ હતા, માટે જ એમના ગ્રન્થો પણ આગમતુલ્ય ગણાય. આગમો પર સૌ પ્રથમ ટીકા લખનારા તેઓશ્રી હતા. સૌ પ્રથમ આવશ્યક પર ટીકા લખી. દશવૈકાલિક પર પણ લખી. અત્યારે ટીકા મળે છે તે લઘુવૃત્તિ છે. બૃહદ્ વૃત્તિ તો મળતી જ નથી. સ્તવ પરિજ્ઞા, ધ્યાનશતક એમના દ્વારા જ મળેલા ગ્રન્થરત્નો છે. મિત્રા, તારા, બલા અને દીપ્રા- આ ચારેય દૃષ્ટિઓનો સમાવેશ હરિભદ્રસૂરિએ અપુનબંધકમાં કર્યો છે. * શુભ ભાવોની અખંડ ધારા ચાલે, ધર્માનુષ્ઠાનોમાં અમૃતનો આસ્વાદ લાગે, વિષયોથી વિમુખતા આવે તે ધર્મારાધનામાં પ્રગતિ થઈ રહી છે, તેના ચિહ્નો છે. * ભગવાનનું સ્તવન કરતાં પહેલા શું વિચારવું ? હરિભદ્રસૂરિજી શીખવે છે : મને આજે ત્રણ ભુવનના ગુરુ અચિત્ય ચિન્તામણિ, એકાંત શરણ રૂપ, રૈલોક્ય પૂજિત એવા નાથ મળ્યા છે. મારું કેવું પુણ્ય ? આ બહુમાન જ ધર્મનું બીજ છે. - આ પ્રેમ માત્ર મનમાં જ નહિ, વચન અને કાયામાં પણ પેદા કહ્યું ક્લાપૂર્ણસૂરિએ જ ૪૦૩ Page #494 -------------------------------------------------------------------------- ________________ થતો દેખાય. પ્રભુ-પ્રેમનું આ બીજ જ આગળ વધતાં પાંચમી દૃષ્ટિમાં સમ્યકત્વ રૂપી વૃક્ષ બને છે. ઉવસગ્ગહર” ભલે નાનકડું સ્તોત્ર છે, પણ મોટા સ્તોત્રોનો પૂરો ભાવ એમાં છૂપાયેલો છે. તેમાં સમકિતને ચિન્તામણિ, કલ્પવૃક્ષથી પણ અધિક કિંમતી ગણાવ્યું છે. * ભોજનમાં ભૂખ મટાડવાની તાકાત છે. પાણીમાં તરસ મટાડવાની તાકાત છે. પણ આપણે તે ખાવા-પીવા જોઇએ. ભગવાને કહેલું કાંઈ કરવું નહિ ને માત્ર ભગવાન બધું કરી દેશે, એવા ભરોસામાં રહેવું તે નરી આત્મવંચના હશે. બધું ભગવાન પર છોડી દેવાનું નથી. આપણે સાધના કરવાની છે. સૂર્યનું કામ પ્રકાશ આપવાનું છે. આંખ તો આપણે જ ખોલવી પડે ને ? માનું કામ શિરો બનાવી આપવાનું છે. ખાવું તો આપણે જ પડે ને ? ભગવાને માર્ગ બતાવ્યો, પણ ચાલવું તો આપણે જ પડે ને ? - ભક્તિનો અર્થ નિષ્ક્રિય થઈને બેસી રહેવું તે નથી. ભક્તિ એટલે પ્રેમપૂર્ણ સમર્પણ. સમર્પણ હોય ત્યાં સક્રિયતા પોતાની મેળે આવી જાય. પ્રેમ કદી નિષ્ક્રિય બેસી ન રહે. * ભદ્રબાહુ સ્વામી જેવા ૧૪ પૂર્વી બાળક બનીને પ્રભુને પ્રાર્થે છે : ચિન્તામણિ - કલ્પવૃક્ષ આદિ બાહ્ય પદાર્થો આપે, એ પણ ચિંતન કર્યા પછી આપે, પણ હે પ્રભુ ! તારું આ સમક્તિ તો અચિંત્ય ચિંતામણિ છે. વિના વિચાર્યું એના દ્વારા પાર્થિવ નહિ, અપાર્થિવ ગુણો મળે છે. ભૌતિક નહિ, આધ્યાત્મિક સંપત્તિ મળે છે. હે પ્રભુ ! પૂર્ણ ભક્તિથી ભરેલા હૃદયે હું તારી પાસે પ્રાર્થના કરું છું. દેવ ! મને ભવોભવ બોધિ આપજે. ભવોભવ સાથે ચાલે તેવું આ બોધિ છે, સમ્યગ્રદર્શન છે. ૪૦૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #495 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર સાથે ન ચાલે. પ્રભુ ભવભવે મને તારા ચરણોની સેવા આપ. પ્રભુ ચરણની સેવા એટલે જ સમ્યગદર્શન. | * પુરુષાર્થ તો આપણે ઘણો કરીએ છીએ, પણ ફળતો કેમ નથી ? ભક્તિ નથી માટે. માટે જ હું ભક્તિ પર, સમર્પણ પર જોર આપું છું. પુરુષાર્થ આપણો તો જ સફળ બને જો ભગવાનની ભક્તિ ભળે. [હિન્દીભાષી લોકોના કારણે પૂજ્યશ્રીએ હિન્દીમાં શરૂ કર્યું.] नाम आदि भगवानकी शाखाएँ है । [मोतीलालजी बनारसीदासवाले नरेन्द्रप्रकाशजीको पूज्यश्रीने पूछाः] आपकी शाखाएँ कहाँ कहाँ है ? नरेन्द्र प्रकाशजी : पटणा, बेंग्लोर, मद्रास, कलकत्ता, बम्बई आदि भारत के शहर तथा अमेरिका, ऑस्ट्रेलिया आदि जगह भी हमारी શાવાઈ હૈ | पूज्यश्री : मैं तो सिर्फ उदाहरण देता हूँ । भगवानकी भी तीनों लोग में शाखाएं है : नाम-स्थापना आदि । आगे बढ कर कहूं तो घट-घटमें प्रभु की शाखाएं है । क्योंकि भगवान अन्तर्यामी है । માટે જ કહું છું કે ભગવાન ભલે મોક્ષમાં હોય, પણ એમની અહીંની પેઢી બંધ નથી થઈ. નામ-મૂર્તિ આદિ દ્વારા એમનો વેપાર ધમધોકાર ચાલુ જ છે. માત્ર એક જગ્યાએ નહિ, સર્વત્ર. માત્ર અમુક સમયે નહિ, સર્વદા. સર્વત્ર અને સર્વદા ભગવાનનું જગતને પવિત્ર બનાવવાનું કામ ચાલુ જ છે. नरेन्द्रप्रकाशजी [मोतीलाल बनारसीदास दिल्ही के प्रपौत्र]: પૂષ્ય ગુરુદેવ વંવન....! . हम दिल्ली से आये है । हम हरद्वार जिनालय में ट्रस्टी है । पूज्यश्री કહ્યું, કલાપૂર્ણસૂરિએ ક ૪૫ Page #496 -------------------------------------------------------------------------- ________________ का आगामी चातुर्मास फलोदी में होने की संभावना है । पूज्यश्री के आशीर्वाद से निर्मित हरद्वार के मंदिर में सारे भारत के जैन लोग आ रहे है । अब बद्रिनाथ [हिमालय में मंदिर बन गया है । यहां जो प्रतिमा आई थी, उसका अभी प्रवेश होगा और ११ अगस्त [श्रा. सु.१२शुक्रवार को पू. जंबूविजयजी म. की निश्रामें प्रतिष्ठा भी होगी । [કોઈના વાંધાથી નિર્ધારિત સમયે પ્રભુજીનો પ્રવેશ થઈ શક્યો નથી.] पूज्यश्री को प्रार्थना है कि आप दिल्ली पधारें । वहां प्रतिष्ठा करानी है । आगे चल कर हरिद्वार में चातुर्मास कराने की भी भावना आप जरूर इस बात पर ध्यान देंगे, ऐसी हमारी अभ्यर्थना है । पूज्यश्री : साधु जीवनकी मर्यादा अनुसार हमारा जवाब होगा : वर्तमान जोग । મરે છે स्थ भरे छ: પરિવારથી વ્યવહારથી લોભની મારથી साधु भरे छ : અહંકારથી સત્કારથી મિથ્યાચારથી ૪૦% જ કહ્યું, ક્લાપૂર્ણસૂરિએ Page #497 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા અષાઢ સુદ-૬. ૭-૭-૨૦૦૦, શુક્રવાર * સ્વાધ્યાય વધે તેમ જ્ઞાન વધે. જ્ઞાન વધે તેમ ગિરિરાજ ઓળખાય, પ્રભુ ઓળખાય. પ્રભુને ઓળખાવી આપે તે જ ખ જ્ઞાન. * ગિરિરાજની સ્પર્શના માત્રથી ભવ્યત્વની છાપ લાગે છે. પ્રભુના સ્નાત્ર જળમાં કે ફૂલોમાં જેમ ભવ્ય જીવો હોય છે, તેમ અહીં ભવ્ય જીવો જ આવી શકે. અહીં ડુંગર નહિ, પણ કાંકરે-કાંકરે સિદ્ધો દેખાવા જોઇએ. હમણા ૧૦ વર્ષે વલભીપુર પછી પહેલીવાર ગિરિરાજના દર્શન થયા. હૃદયમાં આનંદની ઊર્મિઓ ઊભરાઈ. પણ એવા ભાવો સદા કાળ ટકતા નથી, ટકે તો કોઈ શાસ્ત્ર કે ઉપદેશની જરૂર પણ ન પડે. અહીં નાના બાળકથી માંડીને મોટેરાઓ સૌ પોતાના શુભ ભાવો ઠાલવી જાય છે. ““દેખી મૂર્તિ 8ષભ જિનની નેત્ર મારાં ઠરે છે.” એમ સ્તુતિ ગાતા નાનકડા બાળકના હૃદયમાં પણ અપાર ભાવ હોય છે. એ બધા શુભ વિચારોના પરમાણુઓ અહીં જ સંગૃહીત થતા રહે છે. આથી જ આ ક્ષેત્ર વધુ ને વધુ પવિત્ર થતું રહે છે ને સાધકનું મન તરત જ ધ્યાનમાં ચોંટી જાય છે. અહીં શુભ ધ્યાનમાં મન ચોંટી જાય છે માટે જ કહેવાયું : આ ગિરિરાજની કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૦૦ Page #498 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શના દુર્ગતિને છેદે છે. * આ વાચના શા માટે ? હું તમારા માટે નહિ, મારા માટે આપું છું. કોઈ પણ ન પામે તોય હું નિરાશ ન થાઊં. હું સ્વયં તો મારું બોલેલું સાંભળ્યું જ છું ને ? અહીં કહેવાતું હું મારા જીવનમાં ઊતારીને કહું છું અથવા ઊતારવા પ્રયત્ન કરું છું. અહીં ઘણીવાર આવ્યો. પણ દરેક વખતે પ્રભુ પાસે પ્રાર્થના કરું જ. નાનપણમાં પણ હું પ્રભુને પ્રાર્થના કરતો : પ્રભુ ! મારા યોગ્ય કંઈક આપજો. આ બધી શાસ્ત્રની વાતો હું જે રીતે સમજ્યો છું, તે રીતે પીરસવા પ્રયત્ન કરું છું. આ જિનવાણીને આદરપૂર્વક સાંભળજો. સમ્યગદર્શન મળી જાય તો સાંભળેલું સાર્થક. એ નહિ તો માર્ગાનુસારીમાં આવી જઈએ, કે પ્રથમ દૃષ્ટિમાં પ્રવેશ થઈ જાય તો પણ સાંભળેલું સાર્થક. * સૂર્ય, ચન્દ્ર, વાદળ કે નદી એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કે તેઓ બીજાને ઉપકારક બને છે. તમે તમારી જાત માટે કેટલું કરો છો ? તે મહત્ત્વનું નથી. તમે બીજા માટે કેટલું કરો છો ? તે જ મહત્ત્વનું છે. પરોપકારની પ્રધાનતા વધુ તેમ લોકોમાં તમારી આદેયતા વધુ. આ જ કારણે અરિહંત સિદ્ધોથી પ્રથમ ગણાયા છે. અરિહંત પાસે પરોપકારની ઉત્કૃષ્ટ સંપદા છે. * વિશેષાવશ્યક ભાષ્યમાં લખ્યું : જોરથી છોડવામાં આવેલા શબ્દો ચાર સમયમાં સમગ્ર લોકમાં ફેલાઈ જાય. અનંતવીર્યવાનું ભગવાન બોલતા હશે તો સહજ રીતે જ તેમનું બોલાયેલું આખા જગતમાં ફેલાઈ જ જતું હશે. આપણને પણ આ પવિત્ર પુદ્ગલોનો સ્પર્શ થયો જ હશે. પણ આ ભાવ સમજવા પાંડિત્ય જોઇએ. જ્ઞાનીઓની નજરે આપણે “બાળ” છીએ. દુનિયાની દૃષ્ટિએ ભલે ગમે તેટલા મોટા “પંડિત' ગણાતા હોઈએ. મોટો વૈયાકરણ પણ જો ન્યાય ન ભણ્યો હોય તો નૈયાયિકની નજરે બાલ [ગીત-વ્યાવિ રણછાવ્યશન્ન નથીતન્યાયશાસ્ત્રઃ વા:ો જ ગણાય, તેમ જ્ઞાનીની નજરે આપણે બાલ છીએ. એમની મહત્તા સમજવા, એમના જેટલી ૪૦૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #499 -------------------------------------------------------------------------- ________________ ઊંચાઈએ ચેતનાને લાવવી પડે. | * ભવનો ભય ન હોય, મોક્ષની ઈચ્છા ન હોય, સમર્પણભાવ ન હોય તેવાને દીક્ષા આપવાની કદી ભૂલ નહિ કરતા. નહિ તો પશ્ચાત્તાપનો પાર નહિ રહે. તમે સ્વયે હેરાન થશો. બીજાને પણ હેરાન કરશો. શાસનની પણ અપભ્રાજના થશે. દીક્ષા આપવી કે ન આપવી ? તમારા હાથમાં છે, પણ આપ્યા પછી તમારા હાથમાં કશું રહેતું નથી. * ““હું ન સમજું એવો કોઈ શ્લોક દુનિયામાં હોય જ નહિ.' આ મિથ્યાભિમાનના કારણે જ કટ્ટર જૈનદ્વેષી હરિભદ્ર ભટ્ટ પ્રતિજ્ઞા લીધેલી : ““હું જે શ્લોકનો અર્થ ન સમજતો હોઉં, તેનો અર્થ છે સમજાવશે તેનો હું શિષ્ય બનીશ. ભલે અભિમાનથી લીધેલી હતી આ પ્રતિજ્ઞા... પણ એ પ્રતિજ્ઞાને પણ નિષ્ઠાપૂર્વક પાળી તો તેમનો જૈન દર્શનમાં પ્રવેશ થયો. અને આપણને હરિભદ્રસૂરિ મળ્યા. હરિભદ્રસૂરિ સાચા અર્થમાં જિજ્ઞાસુ હતા, સત્યાર્થી હતા. આથી જ દષ્ટિરાગ છોડી, મિથ્યાધર્મમાંથી સમ્યધર્મમાં પ્રવેશ પામી શક્યા. પરોપકારની ભાવના હરિભદ્રસૂરિજીએ એટલી હદે ભાવિત બનાવી કે આખી જીંદગી પરોપકારમાં લગાવી દીધી. લોકોના ઉપકાર માટે જ ૧૪૪૪ ગ્રન્થો બનાવ્યા ને ? સૂર્ય કોના માટે ઊગે છે ? વાદળ કોના માટે વરસે છે ? નદી કોના માટે વહે છે ? પોતાના માટે નહિ, પરોપકાર માટે. બધા જ કાંઈને કાંઈ ઉપકાર કરે છે; એક માત્ર આપણી જાતને છોડીને. એક વાત સમજી લો : સ્વાર્થવૃત્તિ એ જ સહજમળ છે. એ જ મિથ્યાત્વ છે. એ ન મટે ત્યાં સુધી ધર્મનો પ્રારંભ ન થાય. ' સ્વાર્થવૃત્તિ મિથ્યાત્વ છે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૦૯ Page #500 -------------------------------------------------------------------------- ________________ પરમાર્થવૃત્તિ સમક્તિ છે. સમક્તિનો અર્થ છે : સ્વ-પર જીવને જીવ રૂપે સ્વીકારવો, તેની શ્રદ્ધા કરવી. આવો શ્રદ્ધાળુ બીજાના દુઃખ-દર્દ વખતે નિષ્ક્રિય શી રીતે રહી શકે ? ચાર પ્રકારના ધર્મમાં પ્રથમ દાન ધર્મ છે, જે પરોપકારની મહત્તા સૂચવે છે. અનુપ્રદાર્થ સ્વસ્થ ગતિ વાનમ્ | - તત્ત્વાર્થ, ૭-૩૩. પરોપકારનો ભાવ ચરમ કક્ષાએ પહોંચે છે ત્યારે સર્વવિરતિ ઉદયમાં આવે છે, સર્વવિરતિ માટેની લાલસા જાગે છે. એક દિવસના મારા ભોજન માટે અસંખ્ય જીવો બલિદાન આપે છે. આ રીતે દરેક ભવોમાં આપણે આ સર્વ જીવોનું ઋણ લીધું છે હવે એ ઋણ તો જ ઊતરે, જો સંયમ લઈને એ સર્વ જીવોને અભયદાન આપવામાં આવે. હું ગૃહસ્થપણામાં હતો. જીવવિચાર ભણ્યા પછી શાકભાજી લાવતાં-સમારતાં ત્રાસ થતો : અરેરે....! આ જીવોનો મારે આ રીતે કચ્ચરઘાણ કરવાનો ? એ માટે આ જીવન છે? આ કચ્ચરઘાણ ન થાય એવું એક માત્ર સંયમ-જીવન છે. કુટુંબમાં કેટલાકનો વિરોધ હોવા છતાં હું સંયમ-જીવન લેવા માટે મક્કમ રહ્યો. સંયમ-જીવન વિના સંપૂર્ણ સાધના ન જ થઈ શકે - એવી મારી શ્રદ્ધા દઢ થઈ ગઈ હતી. ચાર કેવળી છે : સર્વજ્ઞ, શ્રુતકેવળી, સમ્યગ્દષ્ટિ અને શ્રદ્ધાપૂર્વક કંદમૂળાદિનો ત્યાગ કરનાર. કંદમૂળમાં જીવ છે, તેની સાબિતી તર્કથી ન થઈ શકે. આ વાત તર્કગમ્ય નથી, કેવળ શ્રદ્ધગમ્ય છે. પ્રભુ પર શ્રદ્ધા રાખીને કંદમૂળનો ત્યાગ કરનારો પણ અપેક્ષાએ કેવળી કહેવાય. * એક જીવને સમકિત પમાડો એટલે ૧૪ રાજલોકમાં અમારિનો ડંકો વગાડ્યો કહેવાય, એવું શા માટે કહેવાયું ? કારણ કે એ જીવ હવે અપાઈ પુગલ પરાવર્તમાં મોક્ષે જવાનો. એક જીવ મોક્ષે જાય એટલે તેણે જગતના સર્વ જીવોને અભયદાન આપ્યું. ૪૮૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #501 -------------------------------------------------------------------------- ________________ પોતાના તરફથી થતો ત્રાસ કાયમ માટે બંધ કર્યો, આ ઓછી વાત છે ? આ જ અપેક્ષાએ સાધુ ઉત્કૃષ્ટ દાની છે. ““ગૃહસ્થપણામાં હતા ત્યારે દાનાદિ ધર્મ કરી શકતા હતા. અત્યારે દાન વગેરે કશું થઈ શકતું નથી.' – એમ વિચારીને દુ:ખી થવાની કે નિરાશ થવાની જરૂર નથી. અહીં તમે અભયદાન આપી શકો છો, તે કોઈ ગૃહસ્થ ન આપી શકે. * અપાર્થિવ આનંદ આત્માનો સ્વભાવ છે. સમ્યગ્ગદર્શન આવતાં જ એ આનંદની ઝલક મળવી શરૂ થઈ જાય છે. સાધનામાં જેમ જેમ આગળ વધતા જઈએ, કષાયોના/કર્મોના પડદા હટતા જાય તેમ તેમ આનંદ વધતો જાય છે. સમ્યગ્દષ્ટિ કરતાં દેશવિરતિમાં વધુ આનંદ. તેથી સાધુતામાં વધુ આનંદ. તેથી ક્ષપકશ્રેણિમાં વધુ આનંદ. તેથી કેવળજ્ઞાનમાં વધુ ને તેથી પણ મોક્ષમાં વધુ આનંદ. સમ્યગુ દર્શનથી શરૂ થયેલો આનંદ મોક્ષમાં પરાકાષ્ઠાએ પહોંચે છે. મોક્ષ એટલે આનંદનો પિંડ...! મોક્ષ એટલે આનંદનું ઉચ્ચ શિખર....! મોક્ષ એટલે આનંદનો ઘૂઘવતો મહાસાગર....! આનંદના બિંદુથી શરૂ થયેલી યાત્રા આનંદના સિન્થમાં પર્યવસિત બને છે. * પ્રવર્તક અને પ્રદર્શક-આ બે જ્ઞાન છે. પ્રવર્તક જ્ઞાન સાધનામાં સહાયક છે. પ્રદર્શક જ્ઞાન સાધનામાં બાધક છે, અભિમાન વધારનારું છે. જે જ્ઞાનથી અભિમાન જાય તેથી જ જો અભિમાન વધે તો હદ થઈ ગઈ. સૂર્યથી જ અંધારું ફેલાય તો જવું ક્યાં ? મણબંધ પણ પ્રદર્શક જ્ઞાન મોક્ષે નહિ લઈ જાય. પ્રવર્તકજ્ઞાનનો નાનો કણ પણ માષતુષ મુનિની જેમ તમારા મોક્ષના દ્વાર ખોલી આપશે...! આળસ આળસ અવગુણોનો બાપ છે. ગરીબાઈની મા છે. રોગની બહેન છે અને જીવતાની કબર છે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૮૧ Page #502 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા અષાઢ સુદ-૭ ૮-૭-૨૦૦૦, શનિવાર * મોક્ષ ભલે અત્યારે ન મળે, પણ મોક્ષનો આનંદ અત્યારે પણ મળી શકે છે, જે સાધનાજન્ય સમતા દ્વારા મળે છે. જીવને દુઃખ ગમતું નથી છતાં ડગલે ને પગલે દુઃખ સહન કરવું પડે છે. કારણકે આ સંસારનું સ્થાન જ એવું છે, જ્યાં દુઃખ મળે જ મળે. કાજળની કોટડીમાં રહેવું ને કાળા ન થવું એ કેમ બને? સંસારમાં રહેવું ને દુઃખ ન પામવું એ કેમ બને ? દુઃખમયતા સંસારનો સ્વભાવ છે તેમ સુખમયતા મુક્તિનો સ્વભાવ છે. મુક્તિ મેળવવા હું સાધના કરું છું, એવી પ્રતીતિ પ્રતિપળે થવી જોઈએ. આવી પ્રતીતિ થતી રહે તો મુક્તિ નજીક આવ્યા વિના ન રહે. બાહ્ય દુ:ખ એટલું પડતું નથી, જેટલું અંદરનું દુઃખ પીડે છે, જે કર્મ અને કષાયના કારણે પેદા થાય છે. આ સાધુ-જીવન દુઃખકારી કષાયોનો સામનો કરવા માટે જ છે. દસ પ્રકારના યતિધર્મમાં પ્રારંભના ચાર, ચાર કષાયને જીતવા માટે જ છે. ૪૮૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #503 -------------------------------------------------------------------------- ________________ આવું સાધુ-જીવન મહાપુણ્યોદયે જ મળે એવી પ્રતીતિ આજે પણ થાય છે ને ? કે હવે મહાપુણ્યોદય નથી લાગતો ? જે વસ્તુ દૈનિક બની જાય તેની કિંમત નથી લાગતી, માટે પૂછું છું. ગુરુ મહારાજે જે આપણો હાથ ન પકડ્યો હોત તો આપણી હાલત શી હોત ? દુઃખમય સંસારમાં આપણે ક્યાંય રઝળતા હોત. વિષય-કષાયનો ઊકળાટ તો સંસારમાં છે જ. પણ બાહ્ય દુઃખો પણ ઓછા નથી. અહીં રોજ દુઃખી માણસોની લાઈન લાગે છે. કોઇના બાળકો ગાંડા હોય છે. કોઈનો છોકરો ભાગી ગયો હોય છે. કોઈની પત્ની ઝગડાખોર હોય છે. કોઈનો પતિ મારપીટ કરતો હોય છે. આવા દુઃખમય સંસારથી આપણે ઊગરી ગયા તેમાં ગુરુ મહારાજનો પ્રત્યક્ષ ઉપકાર દેખાય છે ? પ્રત્યક્ષ ગુરુ મહારાજનો ઉપકાર ન સ્વીકારે તે ભગવાનનો પરોક્ષ ઉપકાર શી રીતે સ્વીકારી શકશે ? મીઠાના પ્રત્યેક કણમાં ખારાશ છે, તેમ સંસારની પ્રત્યેક ઘટનામાં દુઃખ છે. સાકરના પ્રત્યેક કણમાં મીઠાશ છે તેમ મુક્તિની પ્રત્યેક સાધનામાં સુખ છે. મુક્તિમાં તો સુખ છે જ, પણ મુક્તિની સાધનામાં પણ સુખ છે, એ સમજાય છે ? આપણી તકલીફ આ છે : મોક્ષમાં સુખ લાગે છે, પણ મોક્ષની સાધના સ્વયં સુખરૂપ છે, એ નથી સમજાતું. સાધનામાં જે સુખ દેખાય તો કદી તેમાં પાછા પડવાનું ન થાય. આવા દુઃખમય સંસારના સાગરથી બહાર કાઢીને ગુરુદેવે દીક્ષાના જહાજમાં બેસાડી દીધા, તે યાદ આવે છે ? આ તો દ્રવ્ય દીક્ષા થઈ-એમ કહીને વાત કાઢી નહિ મૂકતા. દ્રવ્ય દીક્ષામાં પણ એ તાકાત છે, જે ભાવદીક્ષાનું કારણ બની શકે. . ગયા વર્ષે પંચવસ્તકમાં વાત આવેલી. એમાં હરિભદ્રસૂરિજી કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૮૩ Page #504 -------------------------------------------------------------------------- ________________ લખે છે : દીક્ષાના દ્રવ્ય વિધિ-વિધાનમાં, ચૈત્યવંદનાદિમાં પણ એ તાકાત છે જે દ્રવ્યદક્ષાને ભાવ દીક્ષામાં બદલી દે. * ચૈત્યવંદન જેવી તેવી ક્રિયા નથી. કોનું ચૈત્યવંદન કરવાનું છે ? આવા મહા કરુણાસિન્ધ, ત્રિલોકપૂજિત ભગવાનનું ચૈત્યવંદન કરવાનો મોકો મારા જેવા પામરને મળ્યો ? – આવો ગદ્ગદ્ ભાવ ચૈત્યવંદન પૂર્વે ઊઠવો જોઇએ. તો જ ચૈત્યવંદન ફળદાયી બને. પ્રભુ-પ્રેમ હોવો જોઈએ, એવો પ્રેમ કે જે બીજા કોઈ પદાર્થ પર ન હોય, માત્ર પ્રભુ પર જ હોય એને જ પ્રીતિયોગ કહેવાય. આ પ્રીતિયોગ જ ભક્તિયોગનો મૂળાધાર છે. પ્રશ્ન : પ્રેમ છે કે નહિ એ શી રીતે જણાય ? ઉત્તર : ચૈત્યવંદનાદિ ચાલતા હોય ત્યારે બીજું કશું યાદ આવે છે ? ખાવાનું, પીવાનું કે બીજું કાંઈ કરવાનું યાદ આવતું હોય તો સમજજો કે હજુ પ્રીતિયોગ જામ્યો નથી. પ્રીતિયોગ મજબૂત થયા પછી જ ભક્તિયોગ વિકસે. પ્રીતિયોગમાં પ્રેમની મુખ્યતા છે. ભક્તિયોગમાં પૂજ્યતાની મુખ્યતા છે. આ માર્ગ પૂર્વ મહાપુરુષોએ આવરેલો છે. એમણે એ માર્ગે ચાલી અનંત સુખ મેળવ્યું છે, એ માર્ગે મને ચાલવાનો મોકો મળ્યો તે જ મારું નશીબ...આમ વિચારતાં પળ-પળે પ્રભુ-પ્રેમ વર્ધમાન થતો રહેવો જોઈએ. પ્રભુ પ્રેમ આમ અરૂપી છે, પણ પ્રભુ-પ્રેમીના બાહ્ય લક્ષણોથી બીજાને પણ એની ખબર પડે. પ્રભુ-પ્રેમી ગુપ્ત જ રહે. લોકોમાં દેખાડો કરવા પ્રયત્ન ન કરે. લોકોમાં દેખાડો કરવાથી પલિમંથ આવે, લોક-સંપર્ક વધતો જાય. [પલિમંથ એટલે વિપ્ન) લોક સંપર્ક ભક્તિમાં આવતું મોટું વિઘ્ન છે. શાકભાજી વેચનારા કાછીયાની જેમ ઝવેરી કદી પોતાના રત્નોને ખુલ્લા મૂકી દેતો નથી. આજ-કાલ જેઓ “શો” દિખાડો] કરવા જાય છે, તેઓ લુંટાઈ રહ્યા છે, એ સમાચાર તમે રોજ સાંભળતા રહો છો ને ? ૪૮૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #505 -------------------------------------------------------------------------- ________________ દેવ-ગુરુ-કૃપાએ કદાચ ગુણોનો વિકાસ થયો હોય તોય ગુપ્ત રાખજે. દુનિયાને દેખાડતા નહિ. દેખાડવા ગયા તો લુંટાઈ જશો. અહંકાર આદિ આવી જતાં વાર નહિ લાગે. શાસ્ત્રમાં એક દ્રષ્ટાંત આવે છે. આમ તો હું દષ્ટાંતો ખાસ નથી કહેતો, પણ આજે કહું. જંગલમાં એક જૈન મુનિ યોગની સાધના કરતા હતા. એમની યોગસાધનાના પ્રભાવથી સિંહાદિ જંગલી પ્રાણીઓ પણ શાંતવૃત્તિવાળા બની ગયા. પામેલા સંતોનું આ લક્ષણ છે. એની સમીપમાં આવનાર ઉપશાંત બને જ. ભગવાન માત્ર બોલવાથી જ ઉપકાર કરે છે, એવું નહિ માનતા. એમના અસ્તિત્વ માત્રથી પણ ઉપકાર થતો રહે છે, એ સમજવું પડશે. અભિમાની ઇન્દ્રભૂતિ, માત્ર ભગવાનના દર્શન કરે છે ને ઠંડોગાર બની જાય છે, અભિમાનનો પર્વત ચૂર-ચૂર થઈ જાય છે, એ પ્રભુના સામીપ્ય માત્રનો પ્રભાવ હતો. ભગવાનની પાસે ૩૩ પાખંડીઓ બેસે, પણ ચૂં પણ ન કરી શકે. આ પ્રભુનો પ્રભાવ છે. પશુ-પંખીઓ, માનવો-આદિ ભગવાનના સામીપ્ય માત્રથી પામી જતા હોય છે. પ્રભુના પ્રભાવથી એમનું હૃદય આનંદથી ભરાઈ જાય, મસ્તક ઝૂકી પડે, એટલે કામ થઈ ગયું. બીજાધાન થઈ ગયું. ભગવાનને જોઈને રાજી થવું એ જ યોગનું બીજ છે. આ જ રીતે જંગલમાં રહેતા યોગીઓ પણ વિશ્વ પર ઉપકાર કરતા રહેતા હોય છે. એમના અસ્તિત્વ માત્રથી ઉપકાર થતો રહે છે. યોગીથી શાંત બનેલો એક સિંહ યોગીનો પ્રભાવ ફેલાવવા બાજુની પલ્લીમાં ગયો. ત્યાંના સરદારે તીર છોડતાં તેણે નિશાન ચૂકવ્યું ને એ [સિંહ] માનવ-ભાષામાં બોલી ઊઠ્યો : “જે એ કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૮૫ Page #506 -------------------------------------------------------------------------- ________________ યોગી મુનિ મને ન મળ્યા હોત તો હું તને મારી નાખત !” એ યોગીને જોવા ચોરોનો સરદાર જંગલમાં યોગી પાસે આવ્યો. આવા મહાન યોગી વિષે બીજું તો શું વિચારવાનું હોય ? સાંભળીને આશ્ચર્ય થશે કે આવા યોગી પણ માયા અને માનથી ઘેરાઈ શકે છે. પુષ્પમાં સુગંધ પ્રગટે છે ત્યારે તેને ફેલાવનારો પવન તૈયાર જ હોય છે. માનવમાં ગુણો પ્રગટે છે. ત્યારે ગુણની સૌરભ ફેલાઇ જ જતી હોય છે. એ માટે કોઈ પ્રચારની જરૂર નથી પડતી. એમના ગુણોની સુવાસ પિતા પાસે પહોંચી. તેઓ તે પુત્રમુનિ પાસે ગયા, પ્રશંસા કરી ત્યારે કંઈક ફૂલાઈ ગયેલા તેમણે કહ્યું : મને શું પૂછો છો ? મારા પ્રભાવ વિષે જાણવું હોય તો મારા આ શિષ્યને પૂછી જુઓ. અન્યના મુખે પોતાની પ્રશંસા કરાવવાની આ વૃત્તિથી માયા-મૃષાવાદથી એ યોગી હારી ગયા. આત્માના મુખ્ય બે ગુણને સિમ્યકત્વ અને ચારિત્ર રોકનાર મોહનીય મજબૂત બેઠો હોય ત્યાં સુધી જ્ઞાનાવરણીયનો ભલે ને ગમે તેટલો ક્ષયોપશમ થઈ ગયો હોય, ભલે ને કોઈ નવ પૂર્વ સુધીનો અભ્યાસ કરી લે, પણ તેનો સંસાર અકબંધ જ રહેવાનો. બીજાને રોકવા એક જ કર્મ-પ્રકૃતિ છે, પણ દર્શન-ગુણને રોકવા સાત પ્રકૃતિ છે. મોહ પરાજય નાટક વાંચો તો આનું સ્વરૂપ એકદમ સ્પષ્ટ રૂપે ખ્યાલમાં આવશે. ઉપમિતિ વાંચો તો પણ ખ્યાલ આવશે. * કષાયો પણ બહુ જબરા છે. આવે ત્યારે પરિવાર સાથે આવે. આગળ કોઈને કરે બીજા પાછળ છૂપાઈ રહે. દા.ત. અહંકાર પાછળ રહીને ક્રોધને આગળ કરે. આપણે સૂતેલા હોઈશું ત્યાં સુધી જ કષાયોના આ ચોરટાઓ જીતવાના. સૂવું એટલે અજ્ઞાન અવિદ્યા દશામાં સૂવું. જાગવું એટલે જ્ઞાન-દશામાં રહેવું. ૪૮૬ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #507 -------------------------------------------------------------------------- ________________ શરૂમાં તમે ક્રોધાદિને હટાવી દો તો પણ ભરોસામાં નહિ રહેતા, હું જ્ઞાનદશામાં જાગી ગયો છું મને કોઈ ચિંતા નથી એવા મિથ્યાભિમાનમાં નહિ રહેતા. શાહબુદ્દીન ઘોરીની જેમ તેઓ ફરીફરીને ચડાઈ કરશે. ભરોસામાં રહેનારા કેટલાય “પૃથ્વીરાજ' હારી ગયા છે. ખાસ કરીને ઉપવાસનું પારણું હોય, આપણું ચિત્ત વ્યગ્ર હોય, ત્યારે ક્રોધાદિ કષાયો તરત જ હુમલો કરે છે. તમારી વાત નથી કરતો, મારા પર પણ હુમલો કરે છે. વાસક્ષેપ માટે ઘણી ભીડ થઈ ગઈ હોય, મન વ્યગ્ર હોય ત્યારે હું પણ કંઈક કષાયગ્રસ્ત બની જાઉં છું. રાગ-દ્વેષ અને વિષય-કષાયથી ગ્રસ્ત બનીને આપણે એક નહિ, અનંત જીંદગીઓ હારી ગયા છીએ. હવે આ જીંદગી એ રીતે એળે નથી જ ગુમાવવી, એટલું નક્કી કરી લો. જરૂર નથી ક્ષમા હોય તો બખ્તરની ક્રોધ હોય તો શત્રુની જ્ઞાતિ હોય તો આગની મિત્ર હોય તો દિવ્ય ઔષધિની દુર્જનો હોય તો ઝેરની લજ્જ હોય તો ઘરેણાની સુકાવ્ય હોય તો રાજ્યની લોભ હોય તો અવગુણોની પિશુનતા હોય તો પાપની સત્ય હોય તો તપની * પવિત્ર મન હોય તો તીર્થની સૌજન્ય હોય તો ગુણોની સ્વ મહિમા હોય તો આભૂષણની સુવિધા હોય તો ધનની અપયશ હોય તો મૃત્યુની. – ભર્તુહરિ કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૮૦ Page #508 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા અષાઢ સુદ-૮ ૯-૭-૨000, રવિવાર * મુક્તિમાર્ગમાં સહાયતા મળે તે રીતે ભગવાન સતત ધર્મદેશના આપતા રહ્યા, એનો સંગ્રહ ગણધર ભગવંતો કરતા રહ્યા. જિન-વચનના એ સંગ્રહને આપણે આગમ કહીએ છીએ. એ આગમો આપણને ન મળ્યા હોત તો આપણું શું થાત ? શ્રી હરિભદ્રસૂરિજીના શબ્દોમાં કહીએ તો .... 'हा ! अणाहा कहं हुंता न हुतो जइ जिणागमो ।' સૂર્ય-ચન્દ્રની ગેરહાજરીમાં નાનકડો દીવો ઘરને પ્રકાશિત કરે તેમ આગમ આપણા આત્મગૃહને પ્રકાશિત કરે છે. આગમ અને જિનબિંબ બે જ આ કલિકાલમાં આધારરૂપ છે. “કલિકાલે જિનબિંબ જિનાગમ ભવિયણકું આધારા...” - પ. વીરવિજયજી.... તીર્થની સ્થાપના વખતે જ બન્નેનું નિર્માણ થઈ જાય છે. સમવસરણમાં ભગવાનના ચાર રૂપ થયા ને [ત્રણ રૂપમાં જિનબિંબનું નિર્માણ થઈ ગયું. ભગવાન બોલ્યા અને આગમનું નિર્માણ થઈ ગયું. * ભગવાન સામે જ રહેલા હોય છતાં આપણા હૃદયમાં ઉપસ્થિત ન થાય તો શો મતલબ ? ભગવાન સામે ન હોય છતાં ૪૮૮ જ કહ્યું, લાપૂર્ણસૂરિએ Page #509 -------------------------------------------------------------------------- ________________ તમારા હૃદયમાં ઉપસ્થિત હોય તો “સામે રહેલા” જ કહેવાય. માટે જ લોગસ્સમાં “મિથુઝ' લખ્યું. “મિથુ' એટલે ““સામે રહેલા ભગવાનની મેં સ્તુતિ કરી.” ભગવાન માનસ પ્રત્યક્ષ હોય ત્યારે જ આમ બોલી શકાય. ભગવાનનું નામ કેવળ અક્ષરો નથી, ભગવાનની મૂર્તિ કેવળ પત્થરનો આકાર નથી, પણ સાક્ષાત્ ભગવાન છે. ભક્તિમાર્ગમાં આગળ વધવું હોય તો આ સત્ય સમજવું રહ્યું. અમે દરરોજ ભગવાનની સ્તુતિમાં એક શ્લોક બોલીએ છીએ : “मन्त्रमूर्तिं समादाय, देवदेवः स्वयं जिनः । સર્વજ્ઞઃ સર્વઃ શાન્તા, સોડાં સાક્ષાત્ વ્યવસ્થિતઃ ” * ભગવાન સર્વજ્ઞ છે, તેમ “સર્વગ” પણ છે. “સર્વગ” એટલે સર્વવ્યાપી. સર્વ કચ્છતિ રૂતિ સર્વ: બધે જ ફેલાઈ જાય તે “સર્વગ.”, એક જ શરત છે : મન સ્વચ્છ કરો, પવિત્ર કરો. મન સ્વચ્છ બન્યું એટલે ભગવાન મનમાં આવી જ ગયા, સમજો. મન વિષય-કષાયથી મલિન બનેલું છે. જેમ જેમ વિષય-કષાય ઘટતા જાય તેમ તેમ મન સ્વચ્છ બનતું જાય. વિષય-કષાયોના કારણે અનાદિકાળથી સતત કર્મબંધ ચાલુ જ છે. આ કર્મોના કારણે જ અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ઐશ્વર્ય અંદર જ પડેલું હોવા છતાં જીવ જડ જેવો બની ગયો છે. અનંત સુખ પાસે હોવા છતાં તે બહાર ભટકી રહ્યો છે. એકવાર આત્મા પોતાનું સ્વરૂપ જોઈ ગયો એટલે એ સ્વરૂપ મેળવવા તૈયાર થવાનો જ. સાધુ-જીવન આ સ્વરૂપ મેળવવા માટે જ છે, એ ભૂલશો નહિ. ગુરુ મહારાજે આપણા વિનય અને વૈરાગ્ય પર વિશ્વાસ મૂકી સાધુ-જીવન આપ્યું. એમ માનીને કે ભલે અત્યારે સમજણ નથી, પણ સમજણ જાગશે એટલે અવશ્ય સ્વરૂપ-પ્રાપ્તિ માટે આ જીવ પ્રયત્ન કરવાનો. શાહુકારને એની શાખ પર વિશ્વાસ રાખીને જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ જ૮૯ Page #510 -------------------------------------------------------------------------- ________________ લોન આપવામાં આવે છે ને ? દ્રવ્ય દીક્ષા કમ લાભકારી છે, એમ નહિ માનતા. ગોવિંદ નામના પંડિતે જૈનદર્શનને હરાવવા માટે જ દીક્ષા લીધેલી. પણ અહીં આવ્યા પછી હૃદય બદલાયું, દ્રવ્યદીક્ષા, ભાવદીક્ષામાં બદલાઈ. ૬-૭મું ગુણઠાણું મળે કે ન મળે, પણ ૪થું ગુણઠાણું સમ્યગ્દર્શન મળી જાય તોય સાધુ-જીવન સફળ બની ગયું માનજો. સમ્યગ્દર્શન માટે આનંદઘનજી જેવો તલસાટ જોઈએ : દિરસણ દિરસણ રટતો જો ફિરું, તો રણરોઝ સમાન...' નારદીય ભક્તિસૂત્રમાં કહ્યું છે : ‘“તસ્મિન્ [પરમાત્મનિ] પ્રેમ-સ્વરૂપા ભક્તિઃ ।'' પ્રભુ પ્રત્યે પ્રેમ વધશે તેમ પ્રભુમાં તન્મયતા વધશે. આપણે સીધા જ તન્મયતા માટે પ્રયત્ન કરીએ છીએ. પણ એ પહેલાના બે સોપાનને ભૂલી જઈએ છીએ. તન્મયતા પહેલા પ્રેમ અને પવિત્રતા જોઈએ. પહેલા પ્રભુ પર પ્રેમ કરો. પ્રેમ થયા પછી પવિત્રતા આવશે. ત્યાર પછી તન્મયતા આવશે. સીધા તન્મયતા લેવા જશો તો હાલત ભૂંડી થશે. છાસ લેવા જશો ને દોણી ખોઈ બેસશો. ‘લેને ગઇ પૂત, ખો આઈ ખસમ' જેવી હાલત થશે. જે લોકો તન્મયતા મેળવવા શ્વાસના નિરીક્ષણમાં જ પડી ગયા, તેઓ ઉભયભ્રષ્ટ બની ગયા છે. ભગવાન જ્યાં ન હોય તેવી કોઈ સાધનામાં પડતા જ નહિ. * ભગવાનનું નામ, ભગવાનના આગમ, ભગવાનનો સંઘ, ભગવાનના સાત ક્ષેત્રો સર્વત્ર ભગવાન જુઓ. * કંઇક અંશે કર્યો હળવા થયા હોય ત્યારે જ ભગવાન ગમે. ૪૯૦ × કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #511 -------------------------------------------------------------------------- ________________ એ પહેલા ભગવાનની આવી વાતો બકવાસ લાગશે. કોઇક શ્રેષ્ઠ કાળ હોય, કર્મો હળવા થયેલા હોય, ત્યારે આવી વાતો સાંભળતાં જ ભગવાન પર પ્રેમ થવા લાગે છે. સ્વાતિ નક્ષત્ર હોય, છીપનું મોં ખુલ્લું હોય ને વર્ષાનું એક બિંદુ પડે ને કેવું મોતી બની જાય છે ? અનંતાનુબંધી કષાયો પડેલા હોય ત્યાં સુધી મનમાં નિર્મળતા નથી આવતી. નિર્મળ નહિ બનેલા મનમાં પ્રભુ પ્રતિબિંબિત થતા નથી. * પ્રભુ-પ્રેમમાં લીન બનેલો સદા નિર્ભય હોય. ભગવાન અભય છે, તેમ અભયના દાતા પણ છે. ભક્તિ કરનારો ભક્ત કદી ભયભીત ન હોય. ભય હોય ત્યાં સુધી સમજવું : હજુ ભક્તિ જામી નથી. આખી ઉજ્જૈન નગરી ભયભીત હતી ત્યારે મયણા એકલી નિર્ભય હતી. તેણે સાસુને કહી દીધું : ભગવાનની ભક્તિના પ્રભાવથી હું કહી શકું છું કે, આજે આપના પુત્ર [શ્રીપાળ] આવવા જ જોઈએ. મયણાની વાત ખરેખર સાચી પડી. ભગવાનની ભક્તિ દ્વારા મળતી નિર્ભયતાનો આ ઉત્કૃષ્ટ નમૂનો છે. * અનંતાનુબંધી કષાય સમ્યગ્દર્શન ન આવવા દે. અનંતાનુબંધી કષાય સાથે નિયમા મિથ્યાત્વ હોય. મિથ્યાત્વ હોય ત્યાં સુધી દેહાધ્યાસ દૂર થતો નથી. દેહમાં જ આત્માના દર્શન થાય છે. મિથ્યાત્વ દેવ-ગુરુમાં વિશ્વાસ ક૨વા દેતો નથી. ધન્વંતરિ જેવા વૈદ સામે હોય, શરીરમાં દર્દ પણ હોય, પણ દર્દી વૈદની વાત માનવા જ તૈયાર ન હોય તો શું કરવું ? મિથ્યાત્વીની આવી દશા હોય છે. મારવાડ પ્રદેશમાં ખસનો દર્દી પસાર થઈ રહેલો હતો. સામેથી એક વૈદ જડીબુટ્ટીઓનો ભારો ઉપાડીને આવી રહ્યો હતો. દર્દીએ કહ્યું : “મને ઘાસની સળી આપો.’’ વૈદ : ‘સળીનું શું કામ છે ?' મારે ખરજવા જોઈએ છે.' “એ કરતાં આ પડીકી લે. તારી ખાજ મટી જશે. સળીની કહ્યું, કલાપૂર્ણસૂરિએ * ૪૯૧ Page #512 -------------------------------------------------------------------------- ________________ જરૂર જ નહિ પડે.” નહિ, ખાજ મટી જાય તો ખરજવાનો આનંદ શી રીતે મેળવી શકીશ? માટે પડીકી નહિ, સળી જોઈએ...' - આવી જ હાલત આપણી છે.... ભગવાને બતાવેલી ભાવ-ઔષધિ સ્વીકારવા આપણે તૈયાર નથી, પણ વિષય-તૃષ્ણા વધે તેવા પદાર્થો આપણને જોઈએ છે. આનું જ નામ મિથ્યાત્વ છે. * ગઈકાલે મેં જે યોગીની વાત કરી. માયાના કારણે તેમને આગામી જન્મમાં સ્ત્રી [રાજકુમારી] બનવું પડ્યું ને પેલો શિષ્ય હરિવિક્રમ રાજા થયો. આ દાંત એમ જણાવે છે : જેમ જેમ તમે સાધનાની ઊંચાઈ પર ચડતા રહો છો, તેમ તેમ ખતરો પણ વધતો જાય છે. લક્ષ પૂરું ન થાય ત્યાં સુધી ક્યારેય પલાંઠી વાળીને બેસી જવા જેવું નથી. કેવળજ્ઞાન-મોક્ષ ન મળે ત્યાં સુધી લક્ષ પૂરું થવાનું નથી. સાધુ-જીવનમાં કંચન-કામિનીનો ત્યાગ થઇ ગયો છે, પણ કીર્તિ.? બઘી લાલસા ક્યારેક કીર્તિમાં એકઠી થઈ જતી હોય છે. કંચન-કામિનીનો ત્યાગ કરનારા પણ કીર્તિની લાલસાનો ત્યાગ કરી શકતા નથી. પ્રસિદ્ધિની બહુ ઝંખના જાગે તો આત્માને પૂછવું : આત્મન્...! તું ગુણોથી પૂર્ણ છે ? બધા જ ગુણો તારામાં આવી ગયા ? જો ગુણો ન આવ્યા હોય તો પ્રસિદ્ધિનો મોહ શાનો ? આત્મપ્રશંસા શાની ? જો તું પૂરેપૂરા ગુણોથી ભરેલો હોય તો પ્રસિદ્ધિનો મોહ શાનો ? કારણ કે ગુણ-પૂર્ણને પ્રસિદ્ધિનો મોહ થતો જ નથી. પ્રસિદ્ધિની લાલસા જ સ્વયં દોષ છે. જે તે ગુણ-રહિત હોય તો આત્મ-પ્રશંસાની ઇચ્છા રાખવાનો અધિકાર જ નથી. “गुणै यदि न पूर्णोऽसि, कृतमात्मप्रशंसया । गुणैरेवासि पूर्णश्चेत्, कृतमात्म प्रशंसया ॥" - જ્ઞાનસાર, ૧૮-૧. ૪૯૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #513 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા અષાઢ સુદ-૯ ૧૦-૭-૨૦eo, સોમવાર * ભગવાન કૃતકૃત્ય છે, પછી તીર્થસ્થાપના શા માટે કરે ? તીર્થકર નામકર્મ ખપાવવા જ તીર્થસ્થાપના કરે છે, એટલું વિચારીને બેસી જાવ તે બસ નથી. આ વિચારથી તમારા હૃદયમાં ભગવાન પ્રત્યે ભક્તિભાવ નહિ જાગે. ભગવાને તો પોતાના કર્મને ખપાવવા તીર્થ સ્થાપ્યું. આમાં કરુણા ક્યાં આવી ? આવો વિચાર ભક્તિ જાગવા દે ? ભગવાનનો પોતાનો દૃષ્ટિકોણ આપણે અપનાવી લઈએ તો કદી ભકિત-માર્ગમાં પ્રવેશી શકીએ નહિ. ભગવાને પરમ કરુણા કરી આ તીર્થની સ્થાપના આપણા જેવાના ઉદ્ધાર માટે કરી છે, આ વિચાર જ હૃદયને કેવો ગગ બનાવી દે છે ? આવા વિચાર વિના ભક્તિ નહિ જાગે, સમર્પણભાવ નહિ જાગે. * ભગવાનની ભક્તિ વિના કર્મો નહિ ઓગળે. કર્મો ઓગળ્યા વિના અંદર રહેલા પરમાત્મા નહિ પ્રગટે. આપણે કર્મો સતત બાંધતા જ રહીએ છીએ. અત્યારે પણ કર્મોનું સતત બંધન ચાલુ જ છે. કેટલાક કર્મો તો એવા હોય છે : જે ઉદયમાં આવીને ખપે તો છે, પણ સમૂળા જતા નથી, પોતાની કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૯૩ Page #514 -------------------------------------------------------------------------- ________________ સીટ પોતાના સજાતીય કર્મને આપતા જાય છે. દા.ત. ક્રોધ મોહનીય કર્મના ઉદયથી ગુસ્સો આવ્યો. તો શું થયું ? ક્રોધ મોહનીય કર્મની નિર્જરા થઈ તેમ તેનો બંધ પણ થયો. * અમારો ઉપદેશ, અમારી પ્રેરણા આ કર્મમાંથી તમે મુક્ત બનો તે માટે જ હોય છે. અમે તમને વાસક્ષેપ કયા ભાવપૂર્વક નાખીએ ? તમે ભલે દુકાન, આરોગ્ય વગેરેના હજાર પ્રશ્નો લઈને વાસક્ષેપ નંખાવવા આવતા હો, પણ અમે શું બોલીએ ? નિત્થારપર હોદ | કર્મો ખપાવી તમે સંસારથી પાર ઉતરો. * હવે આટલું નક્કી કરો : જૂના કર્મો મારે ખપાવવા છે ને નવા કર્મો નથી જ બાંધવા. એ કદાચ શક્ય ન બને તો કર્મોના અનુબંધ તો ચાલુ નથી જ રહેવા દેવા. કર્મોના અનુબંધ તૂટી જાય તોય ઘણું કામ થઈ જાય. ૪ કર્મનો કાયદો અફર છે. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં બંધાયેલા કર્મો ઠેઠ ભગવાન મહાવીરદેવના ભવમાં ઉદયમાં આવી શતા હોય, કર્મો ભગવાનને પણ ન છોડતા હોય તો આપણે કોણ ? કર્મનો કાયદો ન બદલાવી શકાય, પણ કર્મમાંથી મુક્ત બની શકાય. કર્મમાંથી મુક્ત બનવા દેવ-ગુરુ-ધર્મના શરણે જવું પડશે. કર્મ-સાહિત્યનો અભ્યાસ માત્ર કર્મ પ્રકૃતિઓ ગણવા માટે નથી, વિદ્રત્તાં બતાવવા માટે નથી પણ એ કર્મોનો નાશ કરવા માટે છે, એ વાત ખાસ ખ્યાલમાં રાખવી. * તીવ્ર કષાયનો ક્ષય કે ઉપશમ ન થાય ત્યાં સુધી અંદર રહેલી પરમ સત્તાની ઝલક નહિ દેખાય. જિમ નિર્મળતા રે રતન સ્ફટિક તણી, તિમ એ જીવ સ્વભાવ; તે જિન વિરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય-અભાવ...'' – ઉપા. યશોવિજયજી મ. ૧૨૫ ગાથાનું સ્તવન. પ્રબળ કષાય એટલે અનંતાનુબંધી કષાય. સંવત્સરીનું પ્રતિક્રમણ અનંતાનુબંધી કષાયના નાશ માટે જ છે. માત્ર ક્રોધની જ વાત નથી, અનંતાનુબંધી ચારે ચાર કષાય ૪૯૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #515 -------------------------------------------------------------------------- ________________ [ક્રોધ-માન-માયા-લોભ] નો નાશ કરવાનો છે. ક્રોધ અભિમાનના કારણે આવે છે. માટે ક્રોધ પછી માન. અંદર ખાલીખમ હોવા છતાં માન-મોભો જોઈતો હોય તો માયાપ્રપંચ કરીને ખોટી ઇમેજ ઊભી કરવી પડે, માટે ત્રીજો કષાય માયા. માયા કરીને માણસ પૈસાનો સંગ્રહ કરતો રહે છે, લોભ વધારતો રહે છે. માટે ચોથો કષાય છે : લોભ. અનંતાનુબંધી કષાયોના ક્ષય કે ઉપશમ વિના મિથ્યાત્વ નહિ જાય. મિથ્યાત્વ ગયા વિના સમ્યગુદર્શન નહિ આવે. સમ્યગ્ગદર્શન વિના સાચું જૈનત્વ નહિ આવે. અનંતાનુબંધી કષાયો રહેશે તો અંત સમયે સમાધિ નહિ રહે. * શરીરનું કુટુંબ, શરીરનું ભોજન યાદ આવે છે, પણ આત્માનું કશું યાદ નથી આવતું. શરીરને ભોજન ન મળે તો ચિંતા થાય છે. આત્માને ભોજન ન મળે તેની ચિંતા થાય છે ? ભગવાનની ભક્તિ, ગુરુની સેવા, શાસ્ત્રનો સ્વાધ્યાય-ઇત્યાદિ આત્માનું ભોજન છે, એ સમજાય છે ? પૂર્વ પુણ્યના યોગે આટલી અને આવી સામગ્રી મળવા છતાં આપણે ઉદાસીન રહીએ તો તે આપણી સૌથી મોટી કરુણતા ગણાશે ! આટલા બધા દોષો સેવીને તમને બધાને અહીં પાલીતાણા ખાતે રાખવામાં આવ્યા તે શા માટે? આવું ને આવું જીવન જીવવા કે કાંઇ પરિવર્તન લાવવા ? * જ્ઞાનસારનું રહસ્ય લોકો બરાબર નહિ સમજી શકે, એમ સમજીને ઉપા. યશોવિજયજીએ સ્વયં તેના પર ગુજરાતી ટબ્બો લખ્યો છે. નાનકડો ટબ્બો પણ બહુ મહત્ત્વનો છે. ખરતરગચ્છીય પૂ. દેવચન્દ્રજીએ તેના પર જ્ઞાનમંજરી નામની ટીકા લખી. અહીં કોઈ ગચ્છનો ભેદભાવ નથી. તેમણે યશોવિજયજીને ભગવાન તરીકે સંબોધ્યા છે. આ સાચો ગુણાનુરાગ છે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ કલ્પ Page #516 -------------------------------------------------------------------------- ________________ * દોઢેક વર્ષનું નાનું બાળક અચાનક ખાડામાં પડી ગયું. ત્યાં રહેલા સાપને દોરડું સમજીને એ પકડવા ગયું, ત્યાં જ માની નજર પડી. દોડતી-દોડતી આવતી માતાએ આ જોતાં જ બાળકને એકદમ ખેંચી લીધું. બિચારા બાળકને ઊઝરડા પડ્યા, રડવા લાગ્યું. અહીં માએ સારું કર્યું કે ખરાબ ? બાળકને મનગમતી વસ્તુ ન લેવા દીધી તે સારું કર્યું કે ખરાબ ? ગુરુ પણ મા છે. ઘણી વખત ગમતી ચીજ ન કરવા દે, ઉઝરડા પડે તેવા વચનો સંભળાવે, તે વખતે પણ ગુરુ હિત માટે જ આમ કરે છે, એમ વિચારજે. ગુરુમાં જે “માતા”નું દર્શન કરશે તે તરી જશે. ક્યારેક ગુસ્સો કરતા, ક્યારેક કડવો ઠપકો આપતા, ક્યારેક કઠોર બનતા ગુરુમાં જો તમે માતાના દર્શન કરશો તો તેમના હૃદયમાં રહેલી અપાર કરુણા દેખાશે. એ જોવા તમારી પાસે બાળકનું હૃદય જોઈએ અને ભક્તની આંખ જોઈએ. * નવકાર મંત્રના પ્રભાવથી પેલા મુસલમાને પાણી કાઢી આપ્યું. વાણિયાએ એ ગુપ્ત વિદ્યા આપવા આગ્રહ કર્યો ત્યારે પેલાએ સદ્દગુરુએ આપેલો નવકાર મંત્ર સંભળાવ્યો. “આ તો અમને આવડે છે. આ કાંઈ વિદ્યા છે ? આ તો નવકાર છે.” વાણિયાએ જવાબ આપ્યો. આપણી હાલત પણ આ વાણિયા જેવી છે. જાણીએ છીએ ઘણું, પણ હૃદયની શ્રદ્ધા નથી, આમાં શું? આ તો આવડે છે. એમ કહીને કાઢી નાખીએ છીએ. સતેલાને જગાડી શકાય, પણ જાગેલાને કઇ રીતે જગાડાય ? અજ્ઞાનીને જણાવી શકાય, પણ જાણકારને કેમ જણાવી શકાય ? જાણકારની સભામાં વ્યાખ્યાન આપવું આ દૃષ્ટિએ ઘણું કઠણ છે. * આપણો અંતરંગ પરિવાર આપણી પાસે હોવા છતાં આપણે તેની સાથે સંબંધ જોડી શકતા નથી. કારણકે ભગવાન સાથે સંબંધ જોડ્યો નથી. ૪૯૬ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #517 -------------------------------------------------------------------------- ________________ તુમ ન્યારે તબ સબહી ન્યારા, અંતર કુટુંબ ઉદારા; તુમહી નજીક-નજીક સબહી હૈ, ઋદ્ધિ અનંત અપારા.” ભગવાન પાસે હોય છે ત્યારે આપણું આંતર કુટુંબ નજીક હોય છે. ભગવાન દૂર તો બધું દૂર. ભગવાન નજીક તો બધું નજીક, અંત સમયે માતા-પિતા, ભાઈ, બંધુ, મિત્ર-પુત્ર કે પત્ની.... કોઈ કામ નહિ લાગે, માત્ર અંતરંગ -પરિવાર, માત્ર ભગવાનનો પ્રેમ જ કામ લાગશે. ભગવાન વીર ગયા ત્યારે ગૌતમસ્વામી રડ્યા. આદિનાથ ગયા ત્યારે ભરત રડ્યા. આ આંસુ તેમને કેવળજ્ઞાનના માર્ગે લઈ ગયા. આ આંસુઓના એકેક ટીપામાં પ્રભુના પ્રેમનો સિંધુ છલકાતો હતો. બીજાનો પ્રેમ મારે ! પ્રભુ નો પ્રેમ તારે ! * સંયમમાં જરૂર હોય તે ઉપકરણ. તેથી વધુ અધિકરણ. આ સૂત્ર યાદ રાખશો તો વધુ સંગ્રહ કરવાનું મન ક્યારેય નહિ થાય. અમારા ગુરુજી [પૂ.કંચનવિજયજી મ.] એકદમ ફક્કડ ! અત્યંત નિઃસ્પૃહી ! એમના કાળધર્મ પછી એમની ઉપધિમાં માત્ર બે જ ચીજો રહેલી : સંથારો અને ઉત્તરપટ્ટો ! એમના કારણે અમારામાં પણ કંઈક અંશે આવી વૃત્તિ આવેલી. અમે પાંચ [પૂ. કમળવિજયજી મ., પૂ. કલાપૂર્ણસૂરિજી મ., પૂ. કલહંસ વિજયજી મ., પૂ. કલાપ્રભ વિ.મ., તથા પૂ. કલ્પતરુવિજયજી મ.] વિહાર કરતા ત્યારે કોઈ માણસ-બાણસ સાથે ન્હોતા રાખતા. એમને એમ નીકળી પડતા. એક વખતે માણસ મોડેથી આવતાં પોટલામાંની વસ્તુઓ જાતે ઉપાડી લીધી ને ત્યારથી માણસને કાયમી વિદાય આપી કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૪૯૦ Page #518 -------------------------------------------------------------------------- ________________ દીધી. ગમે તેટલો સંગ્રહ કરો... મૃત્યુ સમયે કાંઈ સાથે નથી આવવાનું. એ તો આપણે જાણીએ છીએ ને ? કે માત્ર ગૃહસ્થોને કહેવા પૂરતું જ જાણીએ છીએ ? છ ખંડના માલિક બ્રહ્મદત્ત અને સુભૂમ ચક્રવર્તીઓ પાસે અપાર સમૃદ્ધિ હોવા છતાં...મરીને નરકે ગયા છે. અઢળક સંપત્તિમાંનો એક પણ કણ સાથે લઈ જઈ શકયા નથી. આ નજર સામે રાખી નિઃસ્પૃહ બનજો. ફક્કડ બનજો. તો સંયમ સાર્થક બનશે. નહિ તો અમારા મોટા ગુરુદેવ પૂ. જીતવિજયજી દાદાના શબ્દોમાં કહું તો ભરૂચના પાડા બનવું પડશે. સુંદર રીતે સંયમ જીવન પાળતા હશો તો તમારા એક વાક્યથી હજારો જીવો પામી જશે, જીવનમાં કશું નહિ હોય તો તમારા વિદ્વત્તાપૂર્ણ પ્રવચનોથી કોઈ પામી જશે, એવા ભ્રમમાં રહેતા નહિ. કુંદનમલજીએ મુંડારા (રાજાથાની ચાતુર્માસ માટે વિનંતી કરી. પૂજ્યશ્રી : વર્તમાન જોગ. ચાતુર્માસ માટે તો કંઇ ન ધેવાય, પણ એ બાજુ આવશે ત્યારે તમારા ગામમાં આવવાનું જરૂર ધ્યાનમાં રાખીશું. Pepal For Pepol [chennai] છે % સંસ્થ: मद्रास के जन-जन के हृदयमें पू. कलापूर्णसूरि प्रतिष्ठित है । नये मंदिरमें पूज्यश्रीकी निश्रामें श्री चंदाप्रभुजी की जो शानदार प्रतिष्ठा हुई उसको कोई भूल नहीं सकता । પૂજ્યશ્રી ઃ જે હમારે મદ્રાસ છે પરિત હૈ / નહાઁ जहाँ हम होते है वहाँ-वहाँ मोके पर वे आ जाते હૈ / ઉના થાવ અનુમોદનીય | ૪૯૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #519 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા અષાઢ સુદ-૧૦ ૧૧-૭-૨૦૦૦, મંગળવાર * તારે તે તીર્થ. જેના આલંબને તરાય તે તીર્થ. દ્વાદશાંગી, ચતુર્વિધ સંઘ અને પ્રથમ ગણધર એ તીર્થ છે. અત્યારે આ ત્રણમાં ગણધર ભલે નથી, પણ ગણધરનો પરિવાર વિદ્યમાન છે. આ તીર્થની સેવા કરો, મોક્ષ હથેળીમાં છે. “તીરથ સેવે તે લહે, આનંદઘન અવતાર.” - પૂ. આનંદઘનજી... * એક બાજુ આનંદ માટે આપણે ભટકીએ છીએ, પણ આનંદ-દાયક ઉપાયોથી દૂર રહીએ છીએ. ખરેખર તો આનંદનો પિંડ આપણી અંદર જ પડ્યો છે. એક જ આત્મ-પ્રદેશમાં એટલો આનંદ છે કે આખા બ્રહ્માંડમાં ન સમાય, પણ આપણે એને જોઈ શકતા નથી, અનુભવી શકતા નથી, માટે જ બીજે ફાંફાં મારીએ છીએ. * ઉદ્યાન કે વાડી પાણીની નીક વિના લીલાછમ ન રહે, તેમ શ્રદ્ધા સહિતનું જ્ઞાન ન હોય તો આત્મગુણોનું ઉદ્યાન લીલુંછમ ન રહી શકે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૯૯ Page #520 -------------------------------------------------------------------------- ________________ આત્મા પરના કર્મના જત્થા જેમ જેમ ઓછા થતા જાય તેમ તેમ અંદરના આનંદની રુચિ વધે, અંદરની પૂર્ણતા પ્રગટાવવાનું મન થાય. પૂર્ણતાનો ખજાનો અંદર પડ્યો જ છે. માત્ર પ્રગટ કરો, એટલી જ વાર છે. “પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હો જાય; જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધોઅંધ પુલાય.” – પૂ. આનંદઘનજી. આ કાળમાં પણ આ પૂર્ણતાનો ખજાનો કંઈક અંશે મેળવી શકાય છે. જેમણે એ કંઈક અંશે મેળવ્યો છે, તેમના આ ઉદ્ગારો * પ્રભુ અન્તર્યામી છે, ઘટ-ઘટમાં રમનારા છે. સ્તવનમાં પણ આપણે બોલીએ છીએ : “અન્તર્યામી સુણ અલવેસર” આ સ્તવન ઘણીવાર બોલવા છતાં ભગવાન અન્તર્યામી કઈ રીતે છે તે પર કદી વિચાર કરતા નથી. પરમ ચેતનારૂપ પ્રભુ અંદર જ છે. માત્ર આંખ ખોલીને જોવાની જરૂર છે. આ માટે જ દરરોજ પ્રભુના દર્શન કરવાના છે. પ્રભુને જોઈજોઈને અંદર રહેલા પ્રભુને પ્રગટાવવાના છે. તુજ દરિસણ મુજ વાલો, દરિસણ શુદ્ધ પવિત્ત; દરિસણ શબ્દ નયે કરે, સંગ્રહ એવંભૂત.” – પૂ. દેવચન્દ્રજી – સ્થાપના રૂપે રહેલા પ્રભુનું દર્શન આપણા અંદરના પ્રભુને પ્રગટાવવાનું કારણ છે. એને જ જૈનેતરો આત્મદર્શન કહે છે. આત્મદર્શન થતાં જ વિશ્વનું સમ્યગદર્શન થાય છે, વિશ્વદર્શન થાય છે. પ૦૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #521 -------------------------------------------------------------------------- ________________ અન્તર્યામી એટલે અંતરને જાણનારા. “વાં' ધાતુનો અર્થ જાણવું પણ થાય છે. પ્રભુ અંદર રહેલ છે. તેમ અંદરનું જાણનારા પણ છે. પ્રભુ “અન્તર્યામી’ છે એટલે ઘટ-ઘટમાં રહેલા છે, વિશ્વવ્યાપી છે. પ્રભુ “અન્તર્યામી' છે, એટલે સર્વજ્ઞ છે, સર્વનું સર્વ જાણનારા છે. આ બાબત સતત નજર સમક્ષ રહે તો પ્રભુની પ્રભુતા પ્રત્યે કેટલું બહુમાન જાગે ? સમુઘાતની વાત હું ઘણીવાર કરી ચૂક્યો છું. સમુદ્યાતના ચોથા સમયે પ્રભુ ખરેખર અન્તર્યામી બને છે. વિશ્વવ્યાપી બને છે. એમની ચેતના સમગ્ર બ્રહ્માંડમાં ફેલાઈ જાય છે. જાણે કે પ્રભુ છેલ્લેછેલ્લે સૌ જીવોને મળવા આવે છે, સંદેશો આપવા આવે છે : પ્યારા બંધુઓ ! હું જાઉં છું. તમને છેલ્લે...છેલ્લે...મળવા આવ્યો છું. તમે પણ સૌ હું જાઉં છું ત્યાં આવજો.” ભગવાન આ રીતે સમગ્ર બ્રહ્માંડને પવિત્ર બનાવે છે. તે સમયે ભગવાને છોડેલા પવિત્ર કર્મ-પુદ્ગલો આ જ બ્રહ્માંડમાં ફેલાઈ જાય છે. પ્રભુના એ પુદ્ગલો આપણામાં પવિત્રતાનો સંચાર કરી રહ્યા છે - એ કલ્પના પણ કેવી હૃદયંગમ છે ? આ બધી ઘટનામાં ભગવાનની કરુણા જુઓ. કરુણાસાગર પ્રભુને પ્રાર્થો : ભગવન ! આપની કૃપાથી જ હું નિગોદથી બહાર નીકળીને ઠેઠ અહીં સુધી પહોંચી આવ્યો છું. હવે આપે જ મારો ઉદ્ધાર કરવાનો છે. હવે આપ ઉપેક્ષા કરો તે ન ચાલે. –વીતરાગ સ્તોત્ર - ૧૫-પ્રકાશ. મુંબઈથી તમે અહીં વાહનથી આવ્યા છો, જાતે ચાલીને નથી આવ્યા. તેમ અહીં સુધી તમે પ્રભુની કૃપાના બળે આવ્યા છો, તમારી તાકાતથી નથી આવ્યા. પણ તમને બીજું બધું દેખાય છે, માત્ર ભગવાનની કરુણા નથી દેખાતી. પાણીમાં તમે વજનદાર લાકડું ખેંચી લો છો, તેમાં પાણી પણ સહાયક બને છે ને ? અહીં ભગવાન પણ સહાયક બને છે તે સમજાય છે ? કહ્યું, કલાપૂર્ણસૂરિએ ક ૫૦૧ Page #522 -------------------------------------------------------------------------- ________________ વાહન વિના તો હજુએ તમે અહીં આવી શકો, પણ પ્રભુકૃપા વિના તમે અહીં સુધી [માનવ ભવ સુધી] ન જ આવી શકો, ભગવાનની કરુણા નથી સમજાઈ માટે જ ભક્તિ જાગતી નથી. ભક્તિ નથી જાગતી માટે જ ધર્મમાં પ્રાણ નથી આવતો. ચહેરા પર પ્રસન્નતાની સુરખી નથી આવતી. આપણો ધર્મ સૂકોસૂકો લાગે છે. આપણને જ નહિ, ઘણીવાર મોટા વિદ્વાનોને પણ ભગવાનની કરુણા નથી સમજાઈ. સિદ્ધર્ષિ જેવા વિદ્વાનને પણ ન્હોતી સમજાઈ. એટલે જ તેઓ બૌદ્ધ દર્શન તરફ આકર્ષાયેલા. બુદ્ધ મહાન કાણિક દેખાયા, અરિહંત માત્ર વીતરાગ જ દેખાયા. એ તો ભલું થજો, લલિતવિસ્તરાનું કે જેના યોગે એમને ભગવાનની પરમ કાણિકતા સમજાઈ અને જૈન-દર્શનમાં સ્થિર થયા. ભલું થજો એ પૂ. પં. ભદ્રંકરવિજયજી મ.નું કે જેમણે અમને આ લલિતવિસ્તરા આદિ ગ્રંથો દ્વારા ભગવાનની કરુણા સમજાવી. નહિ તો ખબર નહિ : અમે ક્યાં હોત ? કરુણાસાગર પ્રભુની કરુણા સતત નજર સમક્ષ રાખશો તો તમારા હૃદયમાં ભક્તિની લહર ઊડ્યા વિના નહિ રહે; ખરેખર જે અંદર “હૃદય” નામની ચીજ હશે. પત્થરમાં તરંગ પેદા ન થાય, પણ પાણીમાં તરંગ પેદા ન થાય એ શી રીતે બને ? આપણું હૃદય પત્થર છે કે પાણી ? પાણી જેવા મૂદુ હૃદયમાં જ ભક્તિનો જન્મ થશે. ભક્તિનો જન્મ થશે તો જ ધર્મ પ્રાણવાન બનશે. પ્રભુ-દર્શન ન થાય ત્યાં સુધી ચેનથી બેસો નહિ, પ્રભુને પોકાર્યા જ કરો, પ્રાર્થના કરતા જ રહો. આ દયાળુ પ્રભુ તમને ચોક્કસ દર્શન આપશે. અહીંથી નહિ મળે તો ક્યાંથી મળશે? અહીંથી નહિ મળે તો ક્યાંયથી નહિ મળે. અનન્યભાવથી શરણાગતિ કરો. ભક્તિમાં સાતત્ય પ૦૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #523 -------------------------------------------------------------------------- ________________ રાખો. પછી ફળ જુઓ. આપણી કમજોરી એ છે : સાતત્ય નથી હોતું. સાતત્ય વિના કોઇપણ અનુષ્ઠાન સફળ ન બને. * ભક્તને પ્રભુ પાસે બધી રીતે પ્રાર્થના કરવાની છૂટ છે. મા આગળ બાળક ગમે તેવા કાલાવાલા કરે જ છે ને ? ભક્ત ક્યારેક ઉપાલંભ આપે છે. ક્યારેક પોતાની વ્યથા ઠાલવે છે. ક્યારેક ભગવાન આગળ કોઈ સમસ્યા મૂકે છે. ક્યારેક ““ભગવાનથી પણ હું મોટો છું' એવી વિચિત્રોક્તિ પણ કરે છે. ભક્તને બધી છૂટ છે. પણ આવું કરવાનું મન ક્યારે થાય ? અંદર પ્રભુની અદમ્ય ઝંખના પેદા થાય ત્યારે. અત્યારે આપણી કઈ કઈ ઝંખનાઓ છે ? સંસારની બધી જ ઝંખનાઓ હૃદયમાં ભરેલી છે; એક માત્ર પ્રભુની ઝંખનાને છોડીને. અદમ્ય ઝંખના વિના પ્રભુ શી રીતે રીઝશે ! પાણીમાં ડૂબકી લગાવીને રહેલો માણસ બહાર નીકળવા તરફડે, અથવા પાણીથી બહાર રહેલી માછલી પાણી માટે તરફડે તેવો તરફડાટ આપણા હૃદયમાં પ્રગટવો જોઈએ. પ્રભુ-દર્શનનું ચિહ્ન શું છે ? આનંદની લહર.. વરસાદ વરસ્યા પછી જેમ ઠંડા પવનની લહેરખી આવે છે, તેમ પ્રભની કરુણાનો સ્પર્શ થતાં ભક્તના હૃદયમાં પ્રસન્નતા અને આનંદની લહર ઊઠે છે. “કરુણા દષ્ટિ કીધી રે, સેવક ઉપરે.” આ પંક્તિ પ્રભુની વરસેલી કરુણાથી થતી પ્રસન્નતાને વ્યક્ત કરે છે. પણ પ્રભુની કરુણા ક્યારે વરસે ? હૃદયમાં પ્રભુની પ્રીતિ પ્રગટી હોય તો. માટે જ પ્રથમ લખ્યું : પ્રીતલડી બંધાણી રે અજિત નિણંદશું ?' પ્રભુ સાથે પ્રીત બંધાઇ છે ? પ્રભુ સાથે પ્રીત બંધાય, બંધાઈ હોય તો ગાઢ બને માટે જ આ સ્તવન હું વારંવાર બોલું છું, દિવસમાં ચાર વાર બોલું છું. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ પ૦૩ Page #524 -------------------------------------------------------------------------- ________________ * અધ્યાત્મની, ભક્તિની ઘણી વાતો પૂ. દેવચન્દ્રજી કરતા, પણ સાંભળે કોણ ? એ કાળમાં પણ [અઢીસો વર્ષ પહેલા] અધ્યાત્મરુચિવાળા જીવો ઘણા ઓછા હતા. જુઓ એમના જ ઉદ્ગારો : દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે, ભાવધર્મ-રુચિ હીન; ઉપદેશક પણ તેહવા રે, શું કરે લોક નવીન ?” હું તમને જ પૂછું છું : આટલું હું બોલું છું : તમને ભક્તિની અધ્યાત્મની રુચિ પ્રગટી? અહીંથી સાંભળીને જશો પછી આના પર કાંઈ વિચારશો કે જીવન ચાલે છે તેમ જ ચાલવા દેશો ? લાગે છે કે દરેક કાળમાં અધ્યાત્મપ્રેમીઓને આવો જ અનુભવ થતો હશે. આજે પણ દેવચન્દ્રજી ફરી જન્મ લે તો આ જ પંક્તિ બોલે. કદાચ આનાથી પણ વધુ કઠોર પંક્તિ બોલે. આજે તો જડવાદની જ બોલબાલા છે. અધ્યાત્મવાદનો તો ભયંકર દુકાળ છે. * આ ગ્રંથમાં [ચંદાવિષ્ક્રય પનામાં] ઉપસંહાર કરતાં છેલ્લે સમાધિ મરણની વાત કરે છે. સમાધિ મરણ પર આટલું જોર એટલા માટે આપવામાં આવે છે કે એ પર જ આખા જીવનનો આધાર છે. જો મૃત્યુના સમયે આપણે સમાધિ ચૂકી ગયા તો ખલાસ ! રાધાવેધ ચૂકી ગયા ! સગતિરૂપી દ્રૌપદી નહિ મળે. શ્રીકૃષ્ણ જેવા સમક્તિીને પણ છેલ્લે કેવું ભયંકર રૌદ્રધ્યાન આવી જાય છે ? આ બધા દષ્ટાંતો આપણા કાનમાં એક જ વાત કહે છે : મૃત્યુમાં સમાધિ ખૂબ જ દુર્લભ છે. સમાધિ મૃત્યુ માટે અંદર રહેલા શલ્યોનો ઉદ્ધાર થવો જોઈએ. સશલ્ય મૃત્યુ સગતિ નહિ આપે. લક્ષ્મણા જેવી મહાસતી સાધ્વીનો પણ સશલ્યતાના કારણે સંસાર વધી ગયો છે. એ બધી વાતો આપણે વિચારી ગયા છીએ. [વાચના પછી એક ભાઈએ ઊભા થઈને પૂછ્યું : ] प्रश्न : आपकी बातें अच्छी लगती है, लेकिन किस वजह ૫૦૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #525 -------------------------------------------------------------------------- ________________ से हमारा मन पढ़ाई में नहीं लगता ? उत्तर : ज्ञानावरणीय कर्म का जोर है । हमारा मन इधरउधर बिखरा हुआ है । अनेक इच्छाएं हमारे दिमाग में घूम रही है । अतः एव हमारा मन धार्मिक पढ़ाई में नहीं लगता । एक ही इच्छा रखो : मुझे धार्मिक पढ़ाई ही करनी है । फिर किसकी ताकत है आपकी पढ़ाई रोकने की ? ઘર કહે છે........... પગથીઆ : અહીં પાંચ ગઠીઆ (હિંસા, જૂઠ, ચોરી, કામ, પરિગ્રહ) રહેલા છે. અહીં આવશો નહિ. ઓટલો ? ઓ ચેતન ! ટળો. અહીંથી ટળો, ભાગો. અંદર આવશો નહિ. નકુચો : ન ચૂકો. હજુ કહું છું કે ચૂકશો નહિ. અંદર આવવા જેવું નથી. ઓરડો , : ના પાડી છતાં અંદર આવ્યા ? ના ઓ આતમરામ ! રડો. હવે જીવનભર રડ્યા જ કરો. ચાર દિવાલ : શું બળ્યું છે અહીં ઘરમાં ? અહીં તો માત્ર ચાર દી'વ્હાલ છે. બસ...પછી બધોજ વ્હાલ ઊડી જવાનો. ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત ! કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૫૦૫ Page #526 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા અષાઢ સુદ-૧૧ ૧૨-૭-૨૦૦૦, બુધવાર સર્વ સૂરિ ભગવંતોનો સામૂહિક પ્રવેશ. [તળેટીમાં સામૂહિક ચૈત્યવંદન પછી...] પૂજ્ય આચાર્ય શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી : [ચાતુર્માસઃ ખીમજીબેન ધર્મશાળા] ઉપસTઃ સર્વ યત્તિ | ભગવાનની ભક્તિનો આ પ્રભાવ છે : ઉપસર્ગો ક્ષય પામી જાય, વિદ્ગોની વેલડીઓનું વિદારણ થઈ જાય અને ચિત્ત અત્યંત પ્રસન્ન બને. પ્રસન્નતા એક માત્ર ભગવાન પાસેથી જ મળે છે, દુનિયાની કોઈ બજારમાંથી નહિ મળે. પ્રસન્નતા અને આનંદના ફૂવારા સમા દાદા અહીં બેઠા છે. * દાદાની કૃપાથી સર્વ આચાર્ય ભગવંતોના પ્રવેશથી અહીં આનંદનો કેવો માહોલ જામ્યો છે ? જુદા-જુદા સમુદાયના આચાર્યો, સાધુઓ અહીં એકઠા થયા છે. પણ કોઈ જુદાપણું દેખાય છે ? ચિંતા નહિ કરતા. પાંચેય મહિના આવી જ રીતે શાંતિથી બધા કાર્યો થશે. ગચ્છાધિપતિ પૂજ્ય આ. શ્રી સૂર્યોદયસાગરસૂરિજી ઃ [ચાતુર્માસ-પન્નારૂપા] ૫૦૬ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #527 -------------------------------------------------------------------------- ________________ ઉપાદાન અને નિમિત્ત-આ બે કારણમાં ઉપાદાન કારણ આપણો આત્મા છે. પુષ્ટ નિમિત્ત પરમાત્મા છે. ગિરિરાજ જેવું પુષ્ટ નિમિત્ત પામીને આપણે આત્માને પાવન બનાવવાનો છે. ક્ષયોપશમ ભાવના સહારે ક્ષાયિકભાવ તરફ આગળ વધવાનું છે. ગિરિરાજની છાયામાં આવ્યા છો તો નક્કી કરો : આ જીભથી મારે કોઈની નિંદા નથી કરવી. પૂજ્ય આ. શ્રી યશોવિજયસૂરિજી : [ચાતુર્માસ : વાવપથક] અમદાવાદથી અમે અહીં આવતા હતા ત્યારે ઘણા પૂછાતા : પાલીતાણા તમે બધા શા માટે જાવ છો ? એ બધાને હું શું જવાબ આપું ? અહીં આવવાનું પ્રયોજન હું શું બતાવું ? જે દાદા બધાને બોલાવી રહ્યા છે એ જાણે. આ દાદાનો પ્રભાવ જુઓ. એમની ગોદમાં અમે સૌ એકઠા થયા, એ જ એમનો પહેલો પ્રભાવ. અહીં તો બધે પરમાત્મા જ છે. અનેકરૂપે પરમાત્મા છવાયેલા છે અહીં : તળેટીએ અરૂપ પરમાત્મા. મંદિરોમાં રૂપ પરમાત્મા. ઉપાશ્રયોમાં વેષ પરમાત્મા. વ્યાખ્યાનાદિમાં શબ્દ પરમાત્મા. સર્વના હૃદયમાં શ્રદ્ધા પરમાત્મા. આ પરમાત્માની કરુણાની વર્ષા ભક્ત પર સદા વરસતી જ રહે છે. ભક્ત સુરદાસના શબ્દોમાં કહું તો : “હે પ્રભુ..! આકાશમાં વર્ષા તો ક્યારેક આવે, પણ મારી આંખોમાં આપની યાદથી સદા વર્ષાઋતુ રહો...” - આ ચાતુર્માસમાં આપણે પ્રભુમય બનવાનું છે. પ્રવચનો માત્ર સાંભળવાના નથી. પ્રવચનોમાં વહેવાનું છે. * પૂજ્ય આ. શ્રી વિજય જગવલ્લભસૂરિજી : (ચાતુર્માસઃ દાદાવાડી.] અરિહંત જેવા દેવા, શાશ્વત ગિરિ જેવું તીર્થ અને નવકાર કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૫૦૦ Page #528 -------------------------------------------------------------------------- ________________ જેવો મંત્ર... આ બધું પ્રાપ્ત કરીને આપણે નિષ્ક્રિય ક્યાં સુધી રહીશું? નિષ્ક્રિયતા છોડી સક્રિય બનવાનું છે. માત્ર સક્રિય થયે પણ કામ નહિ થાય, સન્ક્રિય બનવાનું છે. સિલ્કિય એટલે શુભ ક્રિયાવાળા] આખરે અક્રિય બની સિદ્ધશિલામાં અનંત સિદ્ધો સાથે મળી જવાનું છે. પૂજ્ય આ. શ્રી હેમચન્દ્રસાગરસૂરિજી : [ચાતુર્માસ : પન્નારૂપા.] આ ગિરિરાજનો પ્રભાવ શું વર્ણવવો ? પાંચ વર્ષ પહેલા અહીં જંબૂદ્વીપમાં અમારું ચાતુર્માસ હતું ત્યારે આવેલા હિન્દુ સંન્યાસીઓને અમે પૂછેલું : ““તમે અહીં શા માટે ? તમે દત્તાત્રેયને માનો છો. તેમનું સ્થાન તો ગિરનાર પર છે.” “ વ...ફુસ ક્ષેત્ર હે પ્રભાવ છ માપો વા વાત રે ? गिरनार पर जो सिद्धि प्राप्त करने में ६ महिने लगते है, यहाँ पर छ दिन में वह प्राप्त हो जाती है ।" આજે પણ આ ગિરિરાજમાં અદશ્ય ગુફાઓ છે. આપણે કોઈ ગુફાઓ શોધવાની જરૂર નથી. આખો ગિરિરાજ જ આપણા માટે પવિત્ર છે. પૂજ્ય મુનિ શ્રી ધુરંધરવિજયજી મ. : ચાતુર્માસ : સર્વત્રી અહીં આવવાનું શું પ્રયોજન ? જે દાદાએ આપણને બોલાવ્યા છે, એ દાદા પ્રયોજન જાણે. દાદા યજમાન છે. આપણે સૌ મહેમાન છીએ. જવાબદારી યજમાનની હોય. મહેમાનને શું ? એક આત્મા પણ જ્યાં સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષે જાય. ત્યાંનું ક્ષેત્ર સિદ્ધાત્માએ છોડેલા તૈજસ શરીરના કારણે પરમ પાવન બની જાય તો જ્યાં અનંતકાળથી અનંત-અનંત આત્માઓ સર્વ કર્મોનો ક્ષય કરી સિદ્ધ થયેલા હોય એ ક્ષેત્ર કેટલું પવિત્ર હશે ? કેટલું ચાર્જડ-ફીલ્ડ થયેલું હશે ? તેની તમે કલ્પના તો કરો. આ ગિરિરાજની ઊર્જ એટલી પવિત્ર છે, એટલી પ્રબળ છે કે એને જોવા માત્રથી પણ આપણી ચેતના ઊધ્વકરણ પામે. જ્યાં પ૦૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #529 -------------------------------------------------------------------------- ________________ જ્યાંથી આ ગિરિરાજ દેખાય છે, ત્યાં ત્યાં સઘળે પવિત્ર ઊર્જ ફેંકતો રહે છે. ગુરુત્વાકર્ષણનું બળ તો નીચે ખેંચે, પણ અહીં પ્રભુની કૃપા તો ભક્તને ઉંચે ખેંચી રહી છે. ગ્રેવીટેશનથી ગ્રેસ [કૃપા] બળવાન છે. આ ગિરિરાજ આપણા સર્વ પર સતત ઊર્જ વરસાવતો જ રહ્યો છે, માત્ર આપણે ખાલી થવાની જરૂર છે. જ્યાં આપણે ખાલી થયા ત્યાં જ ઊર્જ ભરાવાનું શરૂ થયું સમજી લો. અહીં બધા જ સમુદાયના મહાત્માઓ એકઠા થયા છે. જુઓ ! વાતાવરણ પણ કેટલું અનુકૂળ છે ? બપોરનો સમય હોવા છતાં નથી તડકો કે નથી વરસાદ ! વાદળોની પાછળ છૂપાઈને જાણે સૂર્ય આ બધું જોઈ રહ્યો છે ! કોઈ આચાર્યે ના પાડી હોય ને કોઈ ફોટોગ્રાફર છૂપાઈને શૂટીંગ કરતો હોય તેમ સૂર્ય જાણે વાદળના પડદા પાછળ છૂપાઈ શૂટીંગ કરી રહ્યો હોય ! આવા પરમ પવિત્ર વાતાવરણમાં આપણે સૌ એકઠા થયા છીએ તો ધ્યાન રહે : અહીં ભક્ત કથા (ભોજન-કથા) નથી કરવાની પણ ભક્ત [પ્રભુ-ભક્ત] કથા કરવાની છે. ભોજનમાં નહિ, ભજનમાં રમમાણ રહેવાનું છે. પ્રભુના પરમ ભક્ત [પૂ. આચાર્ય શ્રી કલાપૂર્ણસૂરિજી] અહીં બિરાજમાન છે. પ્રભુની ભક્તિ, ગીતોથી અભિવ્યક્ત કરનારા આચાર્ય શ્રી જિનચન્દ્રસાગરસૂરિજી – શ્રી હેમચન્દ્રસાગરસૂરિજી જેિમણે મુંબઈ જેવા મહાનગરમાં ક્રોડો નવકાર ગણાવ્યા. અહીં અબજ નવકાર શા માટે ન ગણાવે ?] પેલી બાજુ બેઠા છે. આ બાજુ ભક્તિની વ્યાખ્યા કરનારા પૂ. યશોવિજયસૂરિજી બિરાજમાન છે. હું તો અમથો જ વચ્ચે ટપકી પડ્યો છું. પ્રિતિદિન ૧૦ માળા ગણવાની પ્રતિજ્ઞા અપાઈ.] કહ્યું, ક્લાપૂર્ણસૂરિએ ૫૦૯ Page #530 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા અષાઢ સુદ-૧૧ ૧૨-૭-૨૦૦૦, બુધવાર * પ્રાયશ્ચિત્ત ગ્રન્થોનો સંક્ષેપ કરીને જિનભદ્રગણિએ જીવકલ્પ બનાવ્યું. દ્રવ્યાદિને જાણનારા એ મહાપુરુષો હતા. સૂત્રોના સંક્ષેપ સાથે પ્રાયશ્ચિત્તોનો પણ સંક્ષેપ કર્યો. શિષ્ય તો ગુરુ પાસે આલોચના લઈ લે, પણ ગુરુએ આલોચના ક્યાં લેવી ? સ્વગુરુ ન હોય તો પોતાનાથી વડીલ વિદ્યમાન હોય તેમની પાસેથી લેવી, એ પણ ન હોય તો નાના પાસેથી લેવી, પણ જાતે નહિ લેવી. વૈદ કદી પોતાની દવા જાતે ન લે. અહીં પણ એવું આમ પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય તેની સદ્ગતિ થાય. સદ્ગતિનો આધાર વેષ કે બાહ્યાચાર પર નહિ, પણ આંતરપરિણામ છે. શુભધ્યાનથી સદ્ગતિ ! અશુભ ધ્યાનથી દુર્ગતિ ! * શ્રાવકકુળમાં જન્મ પામનારા મા-બાપ એટલે સંતાનોના સાચા અર્થમાં કલ્યાણ-મિત્ર ! પોતાના સંતાનોને એ કદી દુર્ગતિએ ન જવા દે. સંતાનોના જ શા માટે ? સાધુઓના પણ મા-બાપ છે. ચાર પ્રકારના શ્રાવકો કહ્યા છે : ૫૧૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #531 -------------------------------------------------------------------------- ________________ માતા-પિતા, ભાઈ, મિત્ર અને શોક્ય જેવા. [શોક્ય જેવા શ્રાવકો સાધુઓના માત્ર દૂષણો જ જોતા રહે છે.] આજે પણ શ્રી સંઘમાં શ્રમણ સંઘ તરફ એટલો આદર-બહુમાન ટકી રહ્યો છે કે આવા ભયંકર કાળમાં પણ જૈન સાધુઓને ખાવાપીવા રહેવા કે પહેરવાની ચિંતા કરવી પડતી નથી. આ તીર્થંકરનો પ્રભાવ છે, એમની આજ્ઞા કંઇક અંશે પણ પાળીએ છીએ એનો પ્રભાવ છે, એમ સતત લાગવું જોઈએ. એવું પણ બને : વહોરાવનારા પહેલા તરી જાય ને લેનારા રહી જાય. કુમારપાળનો મોક્ષ નિશ્ચિત છે. હેમચન્દ્રસૂરિજીનો અનિશ્ચિત છે. કોણ પહેલો ? કોણ છેલ્લો ? એ તો આખરે આંતર પરિણામ પર આધારિત છે. * આંખ જુએ છે પણ જોનાર કોણ છે ? કાન સાંભળે છે પણ સાંભળનાર કોણ છે ? પગ ચાલે છે પણ ચાલનાર કોણ છે ? જેનાર, સાંભળનાર, ચાલનાર એ આત્માને જ આપણે ભૂલી ગયા છીએ. શરીરના જ પોષણમાં આત્માનું શોષણ થઈ રહ્યું છે, એ સમજાય છે ? આત્માના ભોજન માટે કદી વિચાર્યું ? આત્માના ભોજન માટે તૃપ્તિ અષ્ટક વાંચજો... પહેલો જ શ્લોક જુઓ : पीत्वा ज्ञानाऽमृतं भुक्त्वा क्रिया सुरलताफलम् । साम्यताम्बूलमास्वाद्य, तृप्तिं याति परां मुनिः ॥ - જ્ઞાનસાર, ૧૦-૧. પીસ્તાલીશ આગમ ભણવાથી પણ આપણને જે ન મળે [કારણ કે આપણી પાસે તેવી દ્રષ્ટિ નથી.] તે આ એક શ્લોકમાં મળી જાય છે. ભોજનમાં મીઠાઈ ન મળે તો ન ચાલે તો અહીં જ્ઞાન અને કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે પ૧૧ Page #532 -------------------------------------------------------------------------- ________________ ભક્તિ વિના શી રીતે ચાલે? ભક્તિ અને મૈત્રી આત્માની મીઠાઈ છે. ગુલાબજાંબુ જેવી આઈટમ હોવા છતાં આધોઈ ઉપધાનમાં [વિ.સં.૨૦૧] એ ન ચાલ્યા. કોઈએ જોયેલા નહિ. બધાને લાગ્યું : બકરીના.....જેવા આ શું ? પડ્યા રહ્યા, પણ એકવાર ચાખ્યા પછી એના અસલી સ્વાદનો ખ્યાલ આવ્યો. આત્માનો સ્વાદ એકવાર ચાખવા મળી જાય પછી બહારનું બધું ફીઠું લાગે. તુજ સમક્તિ રસ સ્વાદનો જાણ, પાપ કુભકતે બહુ દિન સેવીયું જી; સેવે જો કર્મને જોગે તોહિ, વાંછે તે સમક્તિ અમૃત ધુરે લિખ્યું છે.” – ઉપા. યશોવિજયજી મ. * બહારનું ભોજન કે પાણી વધારે લેવાઈ જાય તો અજીર્ણ થઈ જાય, પણ અહીં વધુ થઈ જાય તો પણ અજીર્ણ નહિ થાય. “અતિ સર્વત્ર વર્જયેત” – એ ઉક્તિ બીજે સાચી હશે, અહીં નહિ. પીઓ, જેટલું જ્ઞાનનું અમૃત પીવાય. ખાઓ, જેટલા ખવાય તેટલા ક્રિયા સુરલતાના ફળો. અજીર્ણ થાય તો જવાબદારી મારી ! આત્મા તૃપ્ત બને એ માટે જ તો આપણે સૌ એકઠા થયા છીએ. આજે તળેટીમાં દશ્ય જોયું ને ? બધા સમુદાયના મહાત્માઓ કેવા પ્રેમથી ભેગા થયેલા ? શાસન આપણું છે. અહીં કોણ પારકું છે ? આ ઉદાર દષ્ટિ રાખો . ઘણી વખત બે વર્ષ અમારી પાસે ભણ્યા પછી કોઈ મુમુક્ષુ કહે : હું હવે ત્યાં દીક્ષા લઈશ. હું પ્રેમથી રજા આપું. ગમે ત્યાં લે. આખરે શાસન એક જ છે ને ? * આજે સવારે સૌને ૧૦ માળાની બાધા અપાયેલ. અહીં રહેલા મહાત્માઓને પણ ૧૦ માળા ગણવાની ભલામણ કરું છું. પ૧૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #533 -------------------------------------------------------------------------- ________________ આ પણ એક આત્યંતર તપ છે. પાંચ પ્રહરનો સ્વાધ્યાય ન કરી શકતા હો તો ૨૦ માળા ગણી લો. તમારી ગણતરી બકુશ-કુશીલમાં નહિ થાય. આમાં ટાઈમ નહિ બગડે. ટાઈમનો સદુપયોગ થશે. ટાઈમ તો આમેય બગડી જ રહ્યો છે. જાપની સંખ્યા વધે તેમ તેનો પાવર વધે, આપણી ચેતનાશક્તિ વધે આંતર ઊર્જા વધે. કલિકાલ સર્વજ્ઞ, સમર્થ સાહિત્યકાર શ્રી હેમચન્દ્રસૂરિજીએ એમની માતા સાધ્વી પાહિનીના અંત સમયે એક ક્રોડ નવકારના જાપનું પુણ્યદાન આપેલું. એમને સમય મળી જાય પણ તમને ન મળે. ખરું ને ? દાદાની નિશ્રામાં એકઠા થયા છીએ તો આટલું જરૂર કરજો. બધા મહાત્માઓ આટલો જાપ કરે તો આત્યંતર બળ કેટલું વધી જાય ? * બધા આગમ, વેદ, પુરાણ, ત્રિપિટકો આદિ સર્વ શાસ્ત્રોનો સાર એક જ્ઞાનસારમાં સમાયેલો છે. વધુ ન થઈ શકે તો એક જ્ઞાનસાર તો ભણી જ લેજો; સૂત્ર-અર્થ અને તદુભયથી. બીજાને ભણાવવા માટે કે બીજાને પ્રભાવિત કરવા માટે ભણાયેલું જ્ઞાન આત્મ કલ્યાણકર નહિ બની શકે. . . મિનોદ્દેશન વિહિત છ વર્મક્ષયાગક્ષમન્ !” – જ્ઞાનસાર ઉદ્દેશ ભિન્ન તો ફળ પણ ભિન્ન મળશે. * જ્ઞાનસારમાં જ્ઞાન માટે ત્રણ અષ્ટક મૂકેલા છે. આજે કેટલાય મહાત્માઓ એવા છે જે ભણવામાં ખૂબ જ આળસુ છે. બીજી બધી પ્રવૃત્તિઓ એટલા રસથી કરે કે બધું ભૂલી જાય, પણ ભણતી વખતે જ “ટાઇમ નથી” નું બહાનું હાજર કરે. “ટાઇમ નથી મળતો.” એ બહાનું પણ ખરેખર તો અંદર જ્ઞાનની અરુચિ જણાવે છે. રુચિ હોય તો ગમે તેમ કરીને પણ માણસ ટાઈમ કાઢે. ભોજન માટે ટાઇમ કહ્યું, કલાપૂર્ણસૂરિએ કે પ૧૩ Page #534 -------------------------------------------------------------------------- ________________ નથી કાઢતા ? * ૧૦ માળા તમે ગણો તો “નમો કેટલીવાર આવે ? ૬ હજાર વાર આવે. દેવવંદનમાં ૬ વાર નમુત્થણે આવે. એક નમુત્થણમાં બે વાર ‘નમો’ આવે છે. એક “નમો” શબ્દમાં ઈચ્છા, શાસ્ત્ર અને સામર્થ્ય - ત્રણેય યોગ આવી જાય છે. “નમો ને તમે ઓછો નહિ માનતા. નવકાર ૧૪ પૂર્વનો સાર એમને એમ નથી કહ્યો. નવકારનું બીજું નામ પણ કેટલું ઉત્તમ છે : “શ્રી પંઘ મામદાશ્રુતસ્કંધ” બીજા બધા શ્રુતસ્કંધ પણ આ મહાશ્રુતસ્કંધ. નવકારનું આ નામ મહાનિશીથમાં મળે છે. મહાનિશીથના અંતે લખ્યું છે કે ““ઘણું સાહિત્ય નષ્ટ થઈ ગયું. આજે તો જે ઊધઈથી ખવાઈ ગયેલા પાના મળ્યા તેનું સંયોજન કરીને ગોઠવવામાં આવ્યું છે. મધ્યકાળમાં મુસ્લીમોએ ઘણા ગ્રંથો જલાવી નાખ્યા અને મૂર્તિઓ તોડી નાખી. અંગ્રેજોએ લાલચ આપી ઘણું સાહિત્ય લઈ લીધું. નહિ તો અહીં ન મળે ને ત્યાં મળે એ શી રીતે બને ? * પંચવટુકમાં સ્તવપરિજ્ઞા ગ્રન્થ હરિભદ્રસૂરિજીએ મૂકી દીધો. આચાર્ય-પદવી વખતે અપૂર્વશ્રુત આપવું તો ક્યે અપૂર્વશ્રુત ? એ સ્થાને સ્તવપરિજ્ઞા મૂકવામાં આવ્યું છે. * [વિ. સં. ૨૦૩૧] શરૂઆતમાં પૂ. પં. ભદ્રંકરવિજયજી મ. બોલતા ને હું લખતો, પણ ન ફાવતાં મેં માત્ર સાંભળવાનું અને એમનું જીવન જોવાનું શરૂ કર્યું. વ્યાખ્યાન વખતે એમના પદાર્થો નજર સામે રાખીને બોલતો. ધીરે ધીરે ફાવી ગયું. ગુરુકુળવાસને શા માટે આટલું મહત્ત્વ આપ્યું ? કારણ કે વડીલોને જોઈને જ આ બધા ગુણો શીખાય છે. ગુરુ આદિના ગુણો જોતાં-જોતાં આપણામાં તે ગુણો સંક્રાન્ત થાય છે. ગુરુકુળ વાસનું આ જ રહસ્ય છે. દોષોનું સંક્રમણ પણ આ જ રીતે થાય છે. કુસંગથી દોષનું સંક્રમણ થાય છે. પ૧૪ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #535 -------------------------------------------------------------------------- ________________ દોષનું સંક્રમણ જલ્દી થાય છે, ગુણનું નહિ. પાણીને ઉપર ચડાવવું હોય તો મહેનત પડે પણ નીચે લઈ જવું હોય તો ? અનાજ માટે મહેનત પડે પણ ઘાસ માટે ? બગીચો બનાવવા મહેનત પડે, પણ ઊકરડો બનાવવો હોય તો ? પાંચેય પરમેષ્ઠીને એટલે જ નમસ્કાર કરવામાં આવ્યા. કારણકે તેઓ ગુણોના ભંડાર છે. અરિહંત-સિદ્ધ ક્ષાયિક ગુણોના ભંડાર છે. બીજા ત્રણને ક્ષાયિક ગુણો મળવાના છે. ખીચડી ચૂલે ચડી ગઈ છે. રંધાઈ જવાની તૈયારીમાં છે. આગળ વધીને કહું તો આચાર્ય-ઉપાધ્યાય કે સાધુમાં પણ ભગવાન જ છે. પાંચેય પરમેષ્ઠીઓનો સમાવેશ એક અરિહંતમાં થાય છે. માટે જ એક સાધુની આશાતના અરિહંતની આશાતના છે. આગળ વધીને કહું તો એક જીવની આશાતના અરિહંતની આશાતના છે. પ્રશ્ન : આશાતના મોટાની હોય. નાનાની આશાતના શી રીતે ? ઉત્તર : મોટાને ભક્તિભાવે ન જોવા તે આશાતના. નાનાને વાત્સલ્યભાવે ન જોવા તે પણ આશાતના છે. આમ ન હોત તો ‘સવ્વપાપમૂવની સત્તાળું માસાયણg ' ન લખ્યું હોત... ★ 'लोकोत्तमो निष्प्रतिमस्त्वमेव, त्वं शाश्वतं मंङ्गलमप्यधीश । त्वामेकमर्हन् शरणं प्रपद्ये, सिद्धर्षिसद्धर्ममयस्त्वमेव ॥' – શક્રસ્તવ... આ શ્લોકના અર્થના રહસ્યમાં અરિહંતમાં બીજા ત્રણેય મંગળો પણ છૂપાયા છે. [“સિદ્ધર્ષિતર્મમયજ્વમેવ સિદ્ધ + ષ + સઘન] ઋષિ એટલે મુનિ. * માત્ર ક્ષયોપશમભાવના ગુણોથી નહિ ચાલે, એનો અનુબંધ જોઇએ. તો જ એ ગુણ ટકાઉ બને. સાનુબંધ ગુણોમાં અમૃત જેવો આસ્વાદ આવે. આવા ગુણો વિષયોથી વિમુખ બનાવે, શાસનની સન્મુખ બનાવે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ પ૧૫ Page #536 -------------------------------------------------------------------------- ________________ * નાની મોટી કોઈપણ વસ્તુ લેતાં મૂકતાં મુંજવાનું મન થાય ? મને તો તરત જ યાદ આવી જાય. સૂતી વખતે સંકલ્પ કરો : ૨૦ મિનિટથી વધુ નથી સૂવું. તમે જોજો. ૨૦ મિનિટમાં જ ઊંઘ ઊડી જશે. બપોરે બરાબર ૨૦ મિનિટ થાય ને હું જાગી જાઉં ! કોઈપણ ગુણ માટે આવો સંકલ્પ જોઈએ. * ઘણીવાર એવું થાય : દીક્ષા લીધા પછી શિષ્ય પસ્તાય : કેવા ધાર્યા હતા ને ગુરુ કેવા નીકળ્યા ? ગુરુને પણ થાય : કેવો શિષ્ય ધારેલો ને કેવો નીકળ્યો ? બને પસ્તાય એવું બને છે ? પેલો ભમરો વૃક્ષ પર બેઠેલા પોપટની ચાંચને કેસુડાનું ફૂલ સમજી ચૂસવા ગયો. ભમરાને જોઈને પોપટને પણ થયું : આ જાંબુનું ફળ આવી પડ્યું છે. એણે ખાવાની શરૂઆત કરી. તમે કલ્પના કરી શકો છો : શું થયું હશે ? બને પેટ ભરીને પસ્તાયા જ નહિ, પણ હેરાન થયા. અહીં ગુરુ-શિષ્ય બને પસ્તાતા નથી ને ? બહુ સંભાળીને ગુરુ બનો. ગુરુ નહિ બનો તો મોક્ષ નહિ મળે, એવું નથી. ગુરુ બનવા કરતાં શિષ્ય બનવાનો પ્રયત્ન કરશો તો આપોઆપ ગુરુ બની જશો. શિષ્યત્વની પરાકાષ્ઠા એટલે જ ગુરુત્વ ! ચિંતનનાં સાત ફળ વૈરાગ્ય, કર્મક્ષય, વિશુદ્ધ જ્ઞાન, ચારિત્રના પરિણામ, સ્થિરતા, આયુષ્ય, બોધિ પ્રાપ્તિ. પ૧૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #537 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા અષાઢ સુદ-૧ ર ૧૩-૭-૨૦૦૦, ગુરુવાર પ્રભુ-કૃપાથી જ આ શાસન મળ્યું છે, આ જિન-વચન મળ્યા છે. મળેલા આ જિન-વચન હૃદયમાં ભાવિત બનાવીએ તો એક વચન પણ મોક્ષ આપવા સમર્થ છે. “निर्वाणपदमप्येकं भाव्यते यन्मुहुर्मुहुः । तदेव ज्ञानमुत्कृष्टं, निर्बन्धो नास्ति भूयसा ॥" - જ્ઞાનસાર એક શ્લોક પણ ભાવિત બનાવીએ, નામની જેમ ક્યારેય ભૂલીએ નહિ તો એ શું કામ કરે ? તેનો ચમત્કાર જોવા મળશે. એ શ્લોકમાં રહેલો ભાવ જીવનમાં પૂર્ણપણે ઉતારી દઈએ તો હું કહું છું : તમારો મોક્ષ નક્કી છે. ખૂની ચિતાલીપુત્ર માત્ર ત્રણ શબ્દો [ઉપશમ, વિવેક, સંવર)થી સદ્ગતિગામી બની શકતો હોય તો આપણે ન બની શકીએ ? ધર્મ નહિ કહો તો હું તમારું માથું કાપી નાખીશ.” આમ બોલનાર ચિલાતીથી ડરીને મુનિએ કાંઇ ત્રણ શબ્દો ન્હોતા કહ્યા, પણ એની યોગ્યતા જોઇ હતી : આવી સ્થિતિમાં પણ આ જીવ ધર્મ ઇચ્છે છે ? નક્કી કોઈ યોગભ્રષ્ટ જીવ હશે. અને એ મુનિએ એને યોગ્ય ત્રણ શબ્દો આપ્યા. કહ્યું, લાપૂર્ણસૂરિએ ૧ પ૧૦ Page #538 -------------------------------------------------------------------------- ________________ એ શબ્દો સાંભળતાં જ ચિલાતીપુત્ર ચિંતનમાં સરકી પડ્યો : આ જૈન મહાત્મા કદી જૂઠું તો ન જ બોલે. નક્કી એમણે મારે યોગ્ય જ શબ્દ આપ્યા છે. મારે આના પર ચિંતન કરવું જોઈએ. ત્રણ શબ્દોના ચિંતનથી તો તેનું જીવન આમૂલ-ચૂલ બદલાઈ ગયું. + અગ્નિમાં ઠંડક મળે તો ગૃહસ્થ જીવનમાં શાંતિ મળે. રાગદ્વેષથી ભરેલા ગૃહસ્થજીવનમાં શાંતિ મળે તે વાતમાં કોઇ માલ નથી. સમ્યગદષ્ટિ જીવ સંસારમાં રહે ખરો, પણ એના મનમાં સંસાર ન રહે. તપેલા લોખંડના ગોળા પર પગ મૂકવા પડે તો માણસ કેવી રીતે મૂકે? તે રીતે સમ્યગ્દષ્ટિ સંસારની પ્રવૃત્તિઓ કરતો હોય છે. ભરત ચક્રવર્તી સમ્યગ્દષ્ટિ હતા. સંસારમાં રહ્યા પણ મનમાં સંસાર ન્હોતો. ભરતજી મનમેં હી વૈરાગી પૂર્વભવમાં બાહુ નામના સાધુ હતા, ૫૦૦ સાધુઓની ઉગ્ર સેવા કરેલી. એના પ્રભાવે આ જન્મમાં અનાસક્તિપૂર્વકની ચક્રવર્તીની ઋદ્ધિ મળેલી. એમને એમ આરીસાભુવનમાં કેવળજ્ઞાન નથી મળ્યું. * હન્ટર શરીરને લાગે, પણ વેદના આત્માને થાય. જમવામાં જગલો કુટાવામાં ભગલો ! શરીર પાછળ પાગલ બનેલા આપણે આત્માનો કોઈ વિચાર કરતા નથી. * “તુમતિ નામ સવૅવ = દંતબંતિ મસિ” - આચારાંગ... “જેને મારે છે તે તું જ છે.” બીજાનું મૃત્યુ નીપજાવનારો ખરેખર તો પોતાના જ ભાવિ મૃત્યુઓ તૈયાર કરે છે. એક પણ જીવનું તમે મૃત્યુ નીપજાવ્યું એટલે ઓછામાં ઓછા દસ મૃત્યુ તમારા નિશ્ચિત થયા. આ રીતે દરેક જન્મમાં આપણે બીજા જીવોને દુઃખી ખૂબ બનાવ્યા છે. ખરેખર તો સુખી બનાવવા જોઇએ, કારણ કે દરેક પ૧૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ Page #539 -------------------------------------------------------------------------- ________________ જીવનો આપણા પર ઉપકાર છે એ ઉપકારનું ઋણ ચૂકવવાને બદલે આપણે અપકાર કરતા રહીએ એ કેવું ? સંસારમાં રહીશું ત્યાં સુધી પર-પીડન અવશ્ય છે. મોક્ષમાં જઈએ પછી જ સંપૂર્ણ પર-પીડન બંધ થાય. જેટલો મોક્ષમાં વિલંબ તેટલો બીજા જીવોને વધુ ત્રાસ..! અનંતા નિગોદના જીવો રાહ જોઇને બેઠા છે : જગા ખાલી કરો. અમારે તમારા સ્થાને આવી સાધના કરીને મોક્ષે જવું છે. આપણે મોક્ષે જઈશું તો જ કોઇક નિગોદમાંથી બહાર નીકળશે ને ? જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી જીવન પરોપકાર-પરાયણ રહેવું જોઈએ. પરોપકાર એ જ સાચા અર્થમાં સ્વોપકાર છે. સ્વોપકાર સ્વિાર્થ કરનારો સાચા અર્થમાં સ્વોપકાર પણ કરી જ નથી શકતો. સ્વોપકારી [સ્વાર્થી] ખરેખર તો સ્વ-અપકારી જ છે. આપણને જીવાડવા વાયુ, પાણી વગેરેના અસંખ્ય જીવો સતત પોતાનું બલિદાન આપતા રહે છે, એ વિચાર નજર સામે રાખીએ તો જરૂર કરતાં વધુ પાણી વગેરે વાપરવાનું કદી મન ન થાય. રાજાએ નૈમિત્તિકને ભવિષ્ય પૂછતાં તેણે કહ્યું : ““આ વર્ષે ભયંકર દુકાળ પડવાનો છે.” રાજા વગેરે, સ્તબ્ધ થઈ ગયા. શેઠિયાઓએ તરત જ અનાજ આદિ સંઘરવાનું શરૂ કર્યું. પણ અષાઢ મહિનો આવતાં જ મેઘ તો મુશળધાર વરસી પડ્યો. દુકાળની વાત ખોટી પડી. જોષીને પૂછતાં તેણે કહ્યું ઃ ગ્રહોના આધારે હજુ પણ હું કહું છું : દુકાળ જ પડવો જોઇએ. પણ વરસાદ કેમ પડ્યો ? તે મનેય સમજાતું નથી. કોઈ જ્ઞાનીને પૂછીએ તો ખબર પડે. કેવળજ્ઞાનીને પૂછતાં તેમણે કહ્યું : જોષી પોતાના બોધ પ્રમાણે ખોટો નથી. પણ જ્યોતિષથી ધર્મનો પ્રભાવ ખૂબ જ ઉચ્ચ છે, જે જ્ઞાની સિવાય કોઈ સમજી શકે નહિ. તમારા નગરમાં શેઠને ત્યાં જે પુણ્યવાન બાળકનો જન્મ થયો છે, તેના પ્રભાવે દેશમાંથી દુકાળ કહ્યું, કલાપૂર્ણસૂરિએ પ૧૯ Page #540 -------------------------------------------------------------------------- ________________ સુકાળમાં પલટાઈ ગયો છે. એ જીવે પૂર્વ જન્મમાં ખૂબ જ જીવદયા પાળેલી. તેના પ્રભાવે આમ થયેલું છે. એક માણસનું પુણ્ય શું કામ કરે છે ? પરોપકાર શું કામ કરે છે ? તેનું આ જ્વલંત ઉદાહરણ છે. તમારા ઘરમાં પણ જુઓ છો ને ? કોઈ પુણ્યશાળી વ્યક્તિ ઘરમાં આવી જાય તો ઘરનું વાતાવરણ કેવું બદલાઈ જાય છે ? એક અનુપમાના કારણે વસ્તુપાલ-તેજપાળનું શું થયું ? તે આપણે જાણીએ છીએ. આનાથી જરા અલગ પ્રકારનું એક બીજું દષ્ટાંત કહું : હોડીમાં ૨૧ માણસ બેઠેલા. દરિયામાં તોફાન, આકાશમાં વાદળ-મેઘગર્જના ને વિજળીઓ થવા લાગ્યા. વીજળી વારંવાર પડુંપડું થવા લાગી. એ લોકો સમજયા : આપણા ૨૧માંથી કોઈ પાપી હશે. એટલે આ વીજળી પડું-પડું થઈ રહી છે. બધા એક પછી એક અલગ થયા, પણ હજુ વીજળી પડું-પડું થઈ રહી હતી. બધા સમજયા : આ એકવીસમો માણસ જ પાપી છે, જેના કારણે વીજળી પડું-પડું થઈ રહી છે. એને અલગ કરો. વીજળી એના પર પડશે. આપણે બચી જઈશું. એ એકવીસમો માણસ દૂર થયો એજ વખતે બાકીના ૨૦ પર વીજળી પડી. વીસ-વીસ મરી ગયા. ખરેખર એ એક પુણ્યશાળી હતો, જેના કારણે વીજળી પડી શકતી નહોતી. * ચક્રવર્તી સુભૂમ હોય કે સિકંદર જેવો કોઈ સમ્રાટું હોય, બધા પર એક સરખો મૃત્યુ ત્રાટકે છે. ઇચ-ઈચ જમીન માટે લડનારો, હજારોના ઢીમ ઢાળી દેનારો સિકંદર પણ નાની ઉંમરમાં મૃત્યુ પામ્યો છે. મૃત્યુ સમયે એકઠી કરેલી કોઈ ચીજો મદદ નહિ કરે, મદદ કરશે તો એક માત્ર ભાવિત કરેલા ગુણો, ભાવિત કરેલા ધર્મના સંસ્કારો ! પ૨૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #541 -------------------------------------------------------------------------- ________________ * ઉપરની [સાત રાજની] સિદ્ધશિલા દૂર નથી, અંદર રહેલી સિદ્ધશિલા જ દૂર છે. તમે અંદરની સિદ્ધશિલા પર બેસો, અંદર મોક્ષ પ્રગટાવો પછી ઉપરની સિદ્ધશિલા ક્યાં દૂર છે ? એ તો માત્ર એક સમયનું કામ છે. અંદરનો મોક્ષ પ્રગટાવવાનો પ્રયત્ન કર્યા વિના આપણે બહારના મોક્ષ માટે પ્રયત્ન કર્યા કરીએ છીએ. * “મનની શક્તિ કેવળજ્ઞાન જેટલી છે !' – એમ હરિભદ્રસૂરિજીએ કહ્યું છે. કેવળજ્ઞાનથી પણ વધે એટલી મનની શક્તિ છે. પ્રશ્ન : કેવળજ્ઞાનથી મન શી રીતે વધે ? ઉત્તર : ભોજનની કિંમત વધુ કે તૃપ્તિની ? ભોજન કરો તો તૃપ્તિ ક્યાં જવાની ? મહત્ત્વની વાત ભોજનની છે. ભોજન મળી જય એટલે તૃપ્તિ દોડતી-દોડતી આવવાની ! એટલે જ આપણે તૃપ્તિ માટે નહિ, ભોજન માટે પ્રયત્ન કરીએ છીએ. મુક્તિની સાધના તે ભોજન છે. કેવળજ્ઞાન અને મુક્તિ તૃપ્તિ છે. મુક્તિની સાધનામાં મુખ્ય સહાયક મન છે. મન વિના કેવળજ્ઞાન મળી શકે ? આ અપેક્ષાએ કેવળજ્ઞાનથી પણ મન ચડે. પૂ. પં. કલ્પતરુવિજયજી મ. = કેવળજ્ઞાન માટે તો મનથી પણ પર થવું પડે છે. - પૂજ્યશ્રી ઃ મનથી પર થતાં પહેલા મન જોઈએ જ, એ કેમ ભૂલો છો ? મન વગરના પ્રાણીઓ મનથી પર નથી બની શકતા એ જાણો છો ને ? મારવાડમાં આવશ્યક નિર્યુક્તિમાં વાંચવા મળેલું : ““કેવળજ્ઞાનથી પણ મન વધુ શક્તિશાળી છે. ત્યારે હું આનંદિત થઈ ગયેલો. | મન જે આટલું શક્તિશાળી હોય તો એને જ કેમ ન પકડી. લેવું? પણ યાદ રહે : મન પકડતાં પહેલા કાયા અને વચન પકડવા પડશે. સીધું જ મન હાથમાં નહિ આવે. પહેલા કાયા અને વચનને પવિત્ર અને સ્થિર બનાવો. પછી મન પર ધ્યાન કેન્દ્રિત કરો. મનડું કિમહી ન બાજે...' - એમ આનંદઘનજી કહેતા હોય કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ પ૨૧ Page #542 -------------------------------------------------------------------------- ________________ ત્યારે મન સાધવું કેટલું અઘરું છે ? તે ખ્યાલમાં આવશે. આવું દુર્જય મન એક માત્ર પ્રભુના ચરણોમાં જોડવાથી જ સ્થિર થાય છે. મનની સ્થિરતા માટે મોહ ત્યાગ જોઈએ. મોહ ત્યાગ માટે જ્ઞાન જોઈએ. માટે જ જ્ઞાનસારમાં સ્થિરતા પછી મોહત્યાગ અને તે પછી જ્ઞાનાષ્ટક મૂક્યું છે. મનનું પણ વીર્ય હોય છે. ઘણીવાર નબળા શરીરવાળાનું પણ મન અતિદઢ હોય છે. કારણ કે એનું મનોવીર્ય ખૂબ જ જોરદાર હોય છે. ઘણા હૃષ્ટપુષ્ટ માણસો પણ મનના નબળા હોય છે. કારણ કે મનોવીર્ય ખૂબ જ નબળું હોય છે. અડિયલ ઘોડા કરતાં પણ વધુ તોફાની આ મનને પ્રભુમાં લગાવો. આમ કરશો તો આત્મવીર્ય પુષ્ટ થશે. ફલતઃ આત્મતૃપ્તિ મળશે. સંસારની ધન, સત્તા વગેરેથી મળતી તૃપ્તિ મિથ્યા છે. ઘણા કહેતા હોય છે ઃ અમને લીલા લહેર છે. મકાન-દુકાન છોકરા વગેરે બધું બરાબર છે. આ તૃપ્તિ સ્વપ્ન જેવી જૂઠી છે, માની લીધેલી છે. આત્મ-વીર્યને વધારનારી તૃપ્તિ જ સાચી છે. ઉપવાસનું પારણું થતાં જ એક તાજગી અનુભવાય છે. આ શરીરની તૃપ્તિ છે. તેમ ક્યારેક પ્રભુ-ભક્તિ આદિથી આત્મ-તૃપ્તિ અનુભવાય છે. આપણું આત્મવીર્ય એટલું નબળું છે કે મન-વચન-કાયા પાસે આપણું કશું ચાલતું નથી. આત્મા લાચાર બનીને તોફાને ચડેલા ત્રણેય યોગોને જોઈ રહ્યો છે. ઘોડા આમ તેમ ભટકી રહ્યા છે. ઘોડેસવાર લાચાર છે. ખરી કરુણતા એ છે કે આ લાચારી સમજાતી પણ નથી. લાચારી સમજાય તો તે દૂર કરવાનું મન થાય ને ? પર જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #543 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા અષાઢ સુદ-૧૩ ૧૪-૭-૨૦૦૦, શુક્રવાર [સા. પરમકૃપાશ્રીજી-નમનિધિશ્રીજી-જિનાંજનાશ્રીજી-પરમકરુણાશ્રીજી - નમગિરીશ્રીજી - જિનકિતાશ્રીજીની વડી દીક્ષાના પ્રસંગે ] પૂજ્ય ગણિશ્રી મુનિચન્દ્રવિજયજી : નવકારનું શાસ્ત્રીય નામ પંચમંગલ મહાશ્રુતસ્કંધ, લોગસ્સનું નામસ્તવ, નમુત્થણનું શક્રસ્તવ, પુફખરવરદીનું શ્રુતસ્તવ નામ છે, તેમ વડીદીક્ષાનું શાસ્ત્રીય નામ છેદોપસ્થાપના છે. છેદ + ઉપસ્થાપના = છેદોપસ્થાપના. પૂર્વ પર્યાયનો છેદ કરીને ચારિત્રની સ્થાપના કરવી તે છેદોપસ્થાપના. અમારો દીક્ષા-પર્યાય વડીદીક્ષાથી ગણાય. પૂ. આચાર્ય ભગવંતની દીક્ષા વિ.સં. ૨૦૧૦, વૈ.સુદ-૧૦ના થઈ. વડી દીક્ષા ૨૦૧૧, વૈ.સુ-૭ના થઈ. વડદીક્ષામાં લગભગ એક વર્ષ વીતી ગયું. આટલા સમયમાં માની લો કે પછી કોઈએ દીક્ષા લીધી હોય ને વડી દીક્ષા વહેલી થઈ ગઈ હોય તે મોટા ગણાય. પાંચ પ્રકારના ચારિત્રમાં આજે બે જ ચારિંત્ર [સામાયિક અને છેદોપસ્થાપના] વિદ્યમાન છે. દીક્ષા વખતે આજીવન સામાયિકની પ્રતિજ્ઞા આપવામાં આવે કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે પર૩ Page #544 -------------------------------------------------------------------------- ________________ વચન ધન : મન છે. વડીદીક્ષા વખતે પાંચ મહાવ્રતોનું આરોપણ કરવામાં આવે છે. પાંચ મહાવ્રતો તન,મન,ધન આદિનું સુખ આપે છે. ' તન, મન, ધન, વચન અને જીવન - આ પાંચેય વ્યવસ્થિત હોય તો માણસ સુખી કહેવાય. અહિંસાથી તન [શરીર] સત્યથી અચૌર્યથી બ્રહ્મચર્યથી અપરિગ્રહથી જીવન સુંદર મળે છે, બને છે. તન, મન, ધન આદિમાંથી કાંઈ પણ સારું મળ્યું હોય તે પૂર્વમાં અહિંસાદિની આરાધનાનો પ્રભાવ છે, એમ માનજો. [પૂજ્ય આચાર્યશ્રી આદિ પધાર્યા પછી]. પૂજ્યશ્રી : જેને ઇન્દ્રો પણ નમે એ ચારિત્રની પ્રાપ્તિ આ માનવભવનું ઉત્કૃષ્ટ સૌભાગ્ય છે. એ સૌભાગ્ય મળ્યા પછી તેનું સમ્યફ પાલન ન થયું તો એ સૌભાગ્ય દુર્ભાગ્યમાં પલટાઈ જશે. જ્ઞાતાધર્મકથામાં એક દષ્ટાંત આવે છે : એક શેઠે મોટો સમારંભ યોજી ચારેય પુત્રવધૂઓને ડાંગરના પાંચ દાણા સાચવવા આપ્યા. પાંચ વર્ષ પછી પાછા માંગ્યા ત્યારે મોટી પુત્રવધૂ ઉક્ઝિકાએ કહ્યું : “એ તો મેં ફેંકી દીધા.” બીજી ભક્ષિકાએ કહ્યું : “હું તો એ ખાઈ ગઈ.' ત્રીજી રક્ષિકાએ સાચવીને રાખેલા દાણા કાઢીને કહ્યું : આ રહ્યા પાંચ દાણા. ચોથી રોહિણીએ કહ્યું ઃ મારા પાંચ દાણા મંગાવવા ગાડાઓ લાવવા પડશે. કારણ કે વાવણી કરતાં-કરતાં એ અનેકગણા થઈ ગયા છે. પ૨૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #545 -------------------------------------------------------------------------- ________________ શેઠે પહેલીને નોકરોની ઉપરી બનાવી; બીજીને રસોડાની જવાબદારી આપી, ત્રીજીને ધન ભંડારની ચાવી આપી; ચોથીને ઘરની તમામ જવાબદારી અને મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાની સત્તા આપી. પાંચ ડોગરના સ્થાને આ પાંચ મહાવ્રતો છે. એ મેળવીને કોના જેવું થયું છે ? ઉઝિકાની જેમ ફેંકી દેનારા, ભક્ષિકાની જેમ ખાઈ જનારા, રક્ષિકાની જેમ સાચવનારા કે રોહિણીની જેમ વધારનારા બનવું છે ? રોહિણી બનવા પુણ્ય જોઈએ, પણ રક્ષિકા બનવા તો પુરુષાર્થ પર્યાપ્ત છે. પુણ્ય કદાચ હાથમાં નથી પણ પુરુષાર્થ હાથમાં છે. બની શકાય તો રોહિણી કે રક્ષિકા બનો. પણ ઉક્ઝિકા કે ભક્ષિકા કદી નહિ બનતા. ઉક્ઝિકા ને ભક્ષિકા બનીને અનંતી વખત આપણે ચારિત્ર હારી ગયા છીએ. આ ભવમાં એનું પુનરાવર્તન ન થવું જોઈએ. કાર્ય-સિદ્ધિ માટેના સાત સોપાન (૧) શું જોઈએ છે ? કેવા બનવું છે? તે સ્પષ્ટ કરો. (૨) ધ્યેયમાં વારંવાર ફેરફાર ન કરો. (૩) સંકલ્પને શ્રદ્ધાના જળથી સિંચતા રહો. પરમાત્મા પર પરમ શ્રદ્ધા રાખો. (૪) તે મુજબનું માનસ ચિત્ર (સ્પષ્ટ અને સુરેખ) ખડું કરો. (૫) માનસ ચિત્રમાં મન સ્થિર કરો. (૬) માનસ-ચિત્રમાં જે તમે ઇચ્છો છો, તે વર્તમાન કાળમાં બની રહ્યું છે, તેમ જુઓ. . (૭) તેવું જ બન્યું છે, તે રીતે જીવન જીવો. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ પરપ Page #546 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા અષાઢ સુદ-૧૩ ૧૪-૭-૨ooo, શુક્રવાર * જિનાગમના એકેક વચનનો અભ્યાસ કરીએ તેમ તેમ નવી આધ્યાત્મિક શક્તિ પેદા થશે. એથી સંયમનું વીર્ય પ્રબળ બનશે. સંયમ-વીર્ય, એ જ જ્ઞાનનું કાર્ય છે, ફળ છે. મુક્તિમાર્ગમાં વધુ સહાયક જ્ઞાન છે. શ્રુતજ્ઞાનની કિંમત કેટલી ? ગઈકાલે મેં વાત કરેલી કે કેવળજ્ઞાનથી પણ મન ચડીયાતું છે આનો અર્થ એ નથી કરવાનો કે કેવળજ્ઞાન નાનું ને મન મોટું ! સ્યાદ્વાર દર્શનમાં બધી વાત સાપેક્ષ હોય છે. જે વખતે જેની મુખ્યતા હોય તેને આગળ કરાય. અહીં અપેક્ષાએ શ્રુતજ્ઞાન કિંમતી છે, તે આદાન-પ્રદાન થઈ શકે તે અપેક્ષાએ છે. આ જ્ઞાન પણ સફળ તો જ બને જે સંયમવીર્ય પ્રગટે. આપણા ત્રણેય યોગમાં વીર્ય-શક્તિ ભળે તો જ ફળાવિત બને. મન અનુભવજ્ઞાન સુધી તમને પહોંચાડી દે, પછી સ્વયં ખસી જાય ને તમને અનુભવના સમુદ્રમાં ધકેલી દે, એ જ મનનો મોટો ઉપકાર. પછી મન કહી દે છે : મારું કામ પડે ત્યારે બોલાવજો. અનુભવ જ્ઞાન ન મળે ત્યાં સુધી મન અને વચન જરૂરી છે. પર જ કહ્યું, ક્લાપૂર્ણસૂરિએ Page #547 -------------------------------------------------------------------------- ________________ * પ્રભુ પણ બોલે ત્યારે નયસાપેક્ષ બોલે. એક નયને આગળ કરી બીજાને ગૌણ કરીને બોલે. બધું એકી સાથે ન બોલે. બોલી પણ ન શકાય. તમે નવપદના વર્ણનમાં જુઓ છો ને ? જે વખતે સમ્યગુદર્શનનો દિવસ હોય ત્યારે તેની મુખ્યતાએ વર્ણન થાય. સમ્યજ્ઞાન હોય ત્યારે તેની મુખ્યતાએ વર્ણન થાય. આમાં કોઈ નારાજ ન થાય. કોઈને એમ ન થાય : હું નાનો થઈ ગયો. બે પગમાં જ જુઓને ! જ્યારે જમણો પગ આગળ હોય ત્યારે ડાબો પગ પાછળ રહે. ડાબો પગ આગળ હોય ત્યારે જમણો પગ પાછળ રહે. બન્ને વચ્ચે કોઈ ઝગડો નહિ. આને જ ગૌણ અને મુખ્ય કહેવાય. શ્રુતજ્ઞાનથી ભાવિત બનેલું મન કેવળજ્ઞાનથી પણ વધી જાય, એમ કહ્યું, એનો અર્થ એ કે આવું મન હોય તો જ કેવળજ્ઞાન મળે. * ચંદાવિન્ઝયની હવે માત્ર પાંચ જ ગાથા બાકી રહી છે. એમાં ખાસ ભલામણ છે : ગમે તેમ કરીને મૃત્યુમાં સમાધિ સાધવાની છે. આજે, અત્યારે જ મૃત્યુ આવી જાય તો પણ તૈયાર રહેવાનું છે. એ માટે નિઃશલ્ય બની ચારની શરણાગતિ સ્વીકારવાની છે, સર્વ જીવો સાથે ક્ષમાપના સાથે એકત્વ ભાવના ભાવવાની છે. “ઉદ્ધ૩િમાવો સુ નીવો ઘુવો .” |09૭૦માં દ્રવ્યશલ્ય [લોખંડની ખીલી કે કાંટો વગેરે.] તો આપણે તરત જ બહાર કાઢી નાખીએ છીએ, પણ ભાલશલ્ય માટે કોઈ વિચાર જ નથી આવતો. ભાવશલ્ય અંદર રહી ગયું તો સગતિ નહિ થાય. મહાનિશીથમાં કહ્યું : હેજ ફેરફાર કરીને કે કોઈ બહાનું આગળ કરીને પણ તમે પ્રાયશ્ચિત્ત કરશો તો પણ આરાધક નહિ બની શકો. આ માટે લક્ષ્મણા સાધ્વીજીનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. તમે છેદસૂત્રોના જ્ઞાતા હો તો પણ જાતે પ્રાયશ્ચિત લઈ શકો નહિ, અન્ય પાસે જ પ્રાયશ્ચિત થઈ શકે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ પર Page #548 -------------------------------------------------------------------------- ________________ परसक्खिआ विसोही, कायव्वा भावसल्लस्स ॥१७१॥ કુશળ પણ વૈદ પોતાના રોગનો પોતે જ ઇલાજ ન કરે, તેમ સાધુ પણ પોતે ઇલાજ ન કરે. ગુરુ તો માતા-પિતા છે. એની પાસે કાંઈ પણ જણાવવામાં શરમ શાની ? કોઈ યોદ્ધો જો પોતાનું સંપૂર્ણ શલ્ય બહાદુરીના અભિમાનથી ન જણાવે તો એ શલ્યરહિત બની શકે નહિ, તેમ અભિમાની વ્યક્તિ ગુરુને સંપૂર્ણ ન જણાવે તો શલ્યમુક્ત બની શકે નહિ. શલ્યરહિત મુનિ મૃત્યુ-સમયે બેબાકળો નથી બનતો. શલ્ય ન કાઢવામાં આવે તો મૃત્યુ સમયે તે કાંટાની જેમ ખટકે છે, મન સમાધિમાં નથી લાગતું. તમારી વાત જો તમે કોઈ કારણસર ગુરુને ન કહી શકતા હો તો ભગવાનને કહો, વનદેવતાને કહોએ સીમંધરસ્વામીને પહોંચાડે તેમ પ્રાર્થો, પણ મનમાં રાખીને સશલ્ય જીવન ન જીવો. સશલ્યતા તમને શાંતિ નહિ આપે. જો શલ્ય રહી જશે તો સગતિ નહિ થાય. દેવગતિ મળશે પણ વ્યંતર કે ભવનપતિમાં જવું પડશે. હમણાં જ ભગવતીમાં જમાલિ પ્રકરણમાં આવ્યું ઃ દેવ, ગુરુ, સંઘ, કુલ, ગણ વગેરેની આશાતના કરનારો કિલ્બષક દેવ બને દોરા-ધાગા કરનારા સાધુઓને આભિયોગિક નિોકર] દેવ બનવું પડે છે. * હમણા મેં ૧૦ માળાની વાત કરેલી. ગૃહસ્થોને આપણે પ્રેરણા આપીએ તો આપણે કશું નહિ કરવાનું? પૂ. પં. ભદ્રકરવિજયજી મહારાજે બીજાને પ્રેરણા આપી તે પહેલા સ્વયં જીવનમાં નવકાર વણ્યો. [ગયો નહિ, પણ વણ્યો] ભાવિત બનાવ્યો. કેટલાય ક્રોડ નવકાર ગણ્યા હશે... એ ભગવાન જાણે. પછી તો નવકાર પર એટલું સૂક્ષ્મ ચિંતન કરતા કે એક પ૨૮ જ કહ્યું, લાપૂર્ણસૂરિએ Page #549 -------------------------------------------------------------------------- ________________ નમો' માં બધું ઘટાવી આપતા. ઘણી વખત અનુભવની પાસે શાસ્ત્ર પાછળ રહી જાય. શાસ્ત્રમાં ઉલ્લેખ ન હોય તેવી વાતો અનુભવમાં આવે. શાસ્ત્ર તો માત્ર માર્ગદર્શક છે, પાટીયું છે. અનુભવ તો આપણે જ કરવો પડે. ચિદાનંદજી, આનંદઘનજીના અનુભવો વાંચો. કયા શાસ્ત્રમાં આવ્યો ? એ નહિ પૂછી શકો. વ્યવહારમાં પણ ગુલાબજાંબુ અને અમૃતીની મીઠાશમાં ફરક શો ? તમે શબ્દોથી કહી શકશો ? મૂંગો માણસ મીઠાઈનું વર્ણન તો ન કરી શકે, પણ બોલતો માણસ પણ બે મીઠાઈની મીઠાશમાં ફરક બતાવી શકશે ? એના માટે એ એટલું જ કહેશે : તમે ચાખો અને અનુભવો. જ્ઞાનીઓની પણ આ જ દશા હોય છે. શાસ્ત્રોનો અભ્યાસ પણ આખરે અનુભવ માટે કરવાનો છે. અનુભવ કહો કે સમાધિ કહો, એક જ વાત છે. સમાધિ પણ આખરે સાધન છે. તે દ્વારા આખરે આત્મા સાધવાનો છે. શાસ્ત્રોમાં પણ અટકી નથી જવાનું – અનુભવ સુધી પહોંચવાનું છે. એ હું કહેવા માંગું છું. પણ ખાસ કાંઈ રુચિ નથી જોતો, એનું હૃદયમાં દર્દ છે. અહીં આટલા મહાત્માઓ ભેગા થયા છે તો સ્વ-સ્વનો અનુભવ જણાવજો. કાંઈ છૂપાવી નહિ રાખતા. - પૂ. મુનિ શ્રી ધુરંધરવિજયજી : આપ કહો જ છો ને ? આખરે માર્ગ તો એક જ છે. જે પામી ગયેલો તે બોલે થોડો ? જિનહી પાયા, તિની છિપાયા.” પૂજ્યશ્રી ઃ બધી વાતો સાપેક્ષ હોય છે. હકીકત એ છે કે અનુભવ છુપાયો રહેતો નથી. એ તો મેરુ છે. કઈ રીતે ઢાંકી શકશો ? એ તો ચન્દ્રહાસ તલવાર છે. એને તમે કઈ મ્યાનમાં રાખશો ? કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે પ૨૯ Page #550 -------------------------------------------------------------------------- ________________ પ્રભુગુણ અનુભવ ચન્દ્રહાસ જ્યાં, સો તો ન રહે મ્યાનમાં...” – ઉપા. યશોવિજયજી. * દેવ અને ગુરુ અને ધર્મ પોતાની ભક્તિ કરાવવા માટે નથી. દેવ તમને દેવ અને ગુરુ તમને ગુરુ બનાવવા માંગે છે. ધર્મ તમને ધર્મમય બનાવવા માંગે છે. * તમે કહો છો ; ભગવાન પર પ્રેમ કરો, પણ ભગવાન છે ક્યાં? કેવી રીતે પ્રેમ કરવો ? કેમ મળવું? - આવા પ્રશ્નો આજે જ નહિ, પહેલા પણ હતા. પૂ. દેવચન્દ્રજી મ.ના પહેલા સ્તવનમાં આ જ ફરીયાદ છે. વળી એનો ત્યાં જવાબ પણ છે. મારી ખાસ ભલામણ છે : આનંદઘનજી, યશોવિજયજી અને દેવચન્દ્રજી - આ ત્રણ મહાત્માઓની સ્તવન ચોવીશી ખાસ કંઠસ્થ કરજો. તમને તમારી ઘણી ઘણી ખૂટતી કડીઓ મળી જશે. એમણે કરુણા કરીને આ ચોવીશીઓ બનાવી આપણા પર ઉપકાર કર્યો તો એનું રહસ્ય જો આપણી પાસે આવ્યું હોય તો બીજાને આપો, બીજાને શીખવાડો. હું બધા સાધુ-સાધ્વીજીઓને પૂછું છું : તમે જે શીખ્યા છો, તે બીજાને [નાનાને શીખવાડો છો ? વિનિયોગ વિના તમને મળેલો ગુણ તમારી સાથે નહિ ચાલે. કુદરતનો નિયમ છે : આપો તો જ મળે. * સમાધિ મરણનું આ પ્રકરણ લગભગ પૂરું થવાની તૈયારીમાં છે. આ ગ્રન્થમાં વિનય આદિ સાત દ્વારો છે. અષાઢ વદ-૩થી લલિત વિસ્તરા શરૂ થશે. આ ચંદાવિઝયમાં ખાસ કરીને વિનય પર ભાર મૂક્યો છે. વિનીત ગુણવાન શિષ્ય અને ગુણવાન ગુરુ-બન્નેનો યોગ ખૂબ જ દુર્લભ છે. * આ સંઘ પાસે બધી જ કળા છે. એક ધ્યાનની કળા નથી. પ૩૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #551 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન વિના અનુભવ સુધી નહિ પહોંચાય. * કેટલીક વખત માણસ વિનય કરે ખરો, પણ પોતાનો મતલબ સિદ્ધ કરવા. દા.ત. વિનય રત્ન. એવો વિનય અહીં અભિપ્રેત નથી. વિનય માત્ર વાતોમાં ન રહેતા. એનો નિગ્રહ થવો જોઈએ. વિનય-નિગ્રહ એટલે વિનય પરનો કાબૂ, જે કદી જાય નહિ. અમારા સમુદાયમાં પૂ. પં. મુક્તિવિજયજી હતા. એમણે અભિધાન નામમાલા અને પ્રાકૃત વ્યાકરણ એ બંને પર જબરદસ્ત કાબુ મેળવ્યો હતો. ૮૦ વર્ષની ઉંમરે પણ રોજ રાત્રે ૩ વાગે ગોખે. લાકડીઆની ડોસીઓ પૂછે ઃ હવે આપને શું ગોખવાનું હોય ? તેઓ કહેતા : મારે આ પરભવમાં સાથે લઈ જવું છે. આને નિગ્રહ કહેવાય. વિનયનો પણ આ રીતે નિગ્રહ કરવાનો છે, વિનયને આત્મસાત્ કરવાનો છે. * ક્ષમા * શૂરવીરની ક્ષમા સાચી ક્ષમા છે. કાયરની ક્ષમા મજબૂરી છે. ક્ષમા શોભતી ઉસ ભુજંગ કો, જિસકે પાસ ગરલ હો, ઉસકો ક્યા ? જો દંતહીન, વિષરહિત વિનીત સરલ હો; જહાં નહિ સામર્થ્ય શોધકી, ક્ષમા વહાઁ નિષ્ફલ હૈ, ગરલ ઘૂંટ પી જાને કા, મિષ હૈ વાણીકા છલ હૈ. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ પ૩૧ Page #552 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા અષાઢ સુદ-૧૫ ૧દ-૭-૨૦૦૦, રવિવાર * મધ્યકાળના સાધુઓને પ્રતિક્રમણ કરવાની જરૂર રહેતી નથી. કારણ કે એમનું આખું જીવન જ આવશ્યકમય હોય છે. આપણે રહ્યા વક્ર અને જડ. એટલે જ આવશ્યકમય જીવન જીવવાનું હોવા છતાં આપણે એનાથી દૂર રહીને જ જીવીએ છીએ. માટે જ આપણા માટે પ્રતિક્રમણ ફરજિયાત બનાવ્યું. દીક્ષા લીધી ત્યારે સામાયિકની પ્રતિજ્ઞા સ્વીકારી, પણ પ્રતિજ્ઞા સ્વીકારવા માત્રથી સામાયિક આવી જતું નથી, એ માટે નિરંતર અન્ય પાંચ આવશ્યકોમાં ઉદ્યમ કરવો પડે છે. આ છ આવશ્યકોથી જ આપણા ત્રણેય ધન [જ્ઞાનધન, શ્રદ્ધાધન અને ચારિત્રધન] વધતા રહેવાના. '* ભગવાન અપ્રાપ્ત ગુણોને પ્રાપ્ત કરી આપનાર અને પ્રાપ્ત ગુણોની રક્ષા કરી આપનારા હોવા છતાં આપણામાં ગુણો નથી આવ્યા કે નથી આવતા. કારણ કે આપણે પ્રભુ પાસે યાચના જ કરી નથી. અહં અળગો મૂકીને દીન-હીન ભાવે કદી યાચના કરી નથી. * કોઈ પ્રશ્ન [તિથિ આદિ કે અન્ય કોઇ] હલ ન થાય ત્યારે પૂજ્ય પં. ભદ્રકરવિજયજી મહારાજ આગંતુકને કહેતા : કાંઈ વાંધો પર જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #553 -------------------------------------------------------------------------- ________________ નહિ. કાર્ય નથી થતું. કારણ કે આપણું પુણ્ય નબળું છે. હવે પુણ્ય વધારો. પુણ્ય વધશે તો પ્રશ્નો આપો આપ ઉકલશે. પૂર્વ જન્મમાં નાગકેતુને તેની અપ૨માતાનો ત્રાસ હતો. તેના ઉપાયમાં તેના મિત્રે શું કહ્યું ? પુણ્ય વધાર. આયંબિલ કર. બધું સારું થશે. નબળું પુણ્ય લઈને આપણે આકાશ જેટલી ઇચ્છાઓ પૂર્ણ કરવા મથીએ છીએ. ઇચ્છાઓ પૂરી ન થતાં નિરાશ થઈ જઈએ છીએ. પોતાનું પુણ્ય કે પોતાની યોગ્યતા તરફ નથી જોતા. આથી દુઃખી - દુઃખી થઈ જઈએ છીએ. પુણ્ય વધારવાને બદલે બીજું-બીજું જ કાંઈ કરવા મંડી પડીએ છીએ. પુણ્ય વધારો. અરિહંતને આરાધો. અરિહંતની આરાધનાથી પુણ્ય વધે છે. કારણ અરિહંતો પુણ્યના ભંડાર છે. * નમસ્કાર કરનાર હું કોણ ? મારામાં શી તાકાત કે હું પ્રભુને નમસ્કાર કરું ? માટે જ ભગવાનની સ્તુતિ કરતાં ગણધરો કહે છે : નમોડસ્તુ | નમુત્યુમાંં | નમસ્કાર હો. ‘નમસ્કાર કરું છું' એમ નહિ. આવા ઉપકારી પ્રભુને શી રીતે વીસરાય ? આવા ઉપકારી પ્રભુની ભક્તિમાં કંટાળો આવે ? મને તો કલાકો સુધી ન આવે. કારણ કે મારો તો દૃઢ વિશ્વાસ છે ઃ જે મળ્યું છે તે ભગવાન થકી જ મળ્યું છે. જે મળશે તે પણ ભગવાન થકી જ મળશે. ભલે હું નબળો હોઉં... પણ મારા ભગવાન બળવાન છે... એમનું બળ મને કામ લાગશે. આવી શ્રદ્ધા ભક્તના હૃદયમાં સતત વહેતી રહે છે. લલિત વિસ્તરા વાંચશો તો આ બધા પદાર્થો વ્યવસ્થિત સમજાશે. ગઇકાલે દેવવંદન કર્યા તેમાં નમુન્થુણં કેટલીવાર આવ્યું ? કુલ ૩૦ નમ્રુત્યુણં આવ્યા. [આદિનાથ આદિ પાંચના બબ્બે ૧૦ + બીજા ૧૯ = ૨૯ અને ૧ શાશ્વત અશાશ્વતનું એમ 30] - = કંઇક રહસ્ય હશે તો નમુથુણં વારંવાર આવતું હશે ને ? એનું રહસ્ય જાણવું હોય તો લલિત વિસ્તરા ગ્રન્થ વાંચવો જ રહ્યો. કહ્યું, કલાપૂર્ણસૂરિએ × ૫૩૩ Page #554 -------------------------------------------------------------------------- ________________ આ ભગવાન સમર્થ છે. ડરો નહિ, ભલે ગમે તેટલી મોટી સેના સામે હોય, પણ તમારે ડરવાનું નથી. તમારી જીત જ છે. કારણ કે અનંત શક્તિના માલિક ભગવાન તમારી સાથે છે. તપ-જપ-મોહ મહાતોફાને, નાવ ન ચાલે માને રે; પણ મુજ નવિ ભય હાથો હાથે, તારે તે છે સાથે રે...'' મોહરાજાના હુમલા આવ્યા હશે તો ઉપા. યશોવિજયજી મહારાજે આવું ગાયું હશે ને ? અચ્છા અચ્છા સાધકના જીવનમાં પણ મોહના હુમલા આવે. એને ભગવાનની સહાય લઈ મહાત કરી શકાય, એવું તેઓ અનુભવથી જણાવે છે. + પં. વીરવિજયજી મ. કહે છે : મોહ લડાઈમેં તેરી સહાઈ...” + વાચક ઉદયરત્નજી મ. કહે છે : મોહરાજની ફોજ દેખી, કેમ ધ્રુજો રે; અભિનંદનની ઓડે રહીને, જોરે જુઝો રે...' ઉપા. યશોવિજયજી મ. કહે છે : “વાચક જસ કહે મોહ મહા અરિ, જીત લીયો મેદાન મેં...” આનો અર્થ એ થયો કે મોહરાજાને ભગવાન સિવાય ખાળી શકાતો નથી જ. ભગવાનનું શરણું છે તો મોહથી ડરવાની જરૂર પણ નથી, એ પણ સમજવું રહ્યું. * આવશ્યક પર ૭૫ હજાર શ્લોક પ્રમાણ પૂ. હરિભદ્રસૂરિજીની બૃહદ્રવૃત્તિ હતી, એમ સંભળાય છે. અત્યારે તો મધ્યમવૃત્તિ મળે છે. * જે શ્લોકનો અર્થ ન જાણું તે સમજવનારનો હું શિષ્ય બનું એવી પ્રતિજ્ઞાના કારણે કટ્ટર જૈન દ્વેષી બ્રાહ્મણ હોવા છતાં હરિભદ્ર ભટ્ટને જૈન દીક્ષા મળી. ૧૧ ગણધરો, ભદ્રબાહુ સ્વામી, સ્થૂલભદ્ર સ્વામી, સિદ્ધસેન દિવાકરસૂરિ, અભયદેવસૂરિ વગેરે બ્રાહ્મણો હતા. પ૩૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #555 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય હોય તો કુળ પરંપરામાં ધર્મ ન મળેલો હોય તો પછી પણ મળી શકે. એ અપેક્ષાએ આપણે કેટલા પુણ્યશાળી ? જન્મતાં જ જૈન ધર્મ મળ્યો. છતાં આપણી યોગ્યતા પ્રમાણે જ આપણે ગ્રહણ કરી શકીએ. રસ્તે જતાં “વિહુાં હરિપ” શ્લોક સાંભળી, તેઓ તેનો અર્થ સમજવા સાધ્વીજી પાસે ગયા. તેમણે તેમને સાધુ મહારાજ પાસે મોકલ્યા. આને સાચા અર્થી કહેવાય. અર્થી એટલે જિજ્ઞાસુ ! જિજ્ઞાસા વધે તેટલું જ્ઞાન વધે ! જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા. શુશ્રુષા એટલે સાંભળવાની ઇચ્છા. એક શ્લોકનો અર્થ સમજવા કટ્ટર વિરોધી જૈન ધર્મના મુનિ પાસે પહોંચી જવું, એ કેટલી ઉંડી જિજ્ઞાસા હશે ? તે જણાવે છે. કોણ શું આપે ? ઇતિહાસ ડહાપણ આપે. કવિતા મૂદુતા અને વાણી-વિદગ્ધતા આપે. ગણિત સૂક્ષ્મતા આપે. વિજ્ઞાન ગહનતા આપે. નીતિશાસ્ત્ર બહાદૂરી આપે. તર્કશાસ્ત્ર વસ્તૃત્વ આપે. (ધર્મ બધું જ આપે.) - બેકના કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ પ૩૫ Page #556 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા અષાઢ વદ-૧ ૧૭-૭-૨૦૦૦, સોમવાર * લાંબા કાળ સુધી જીવો ધર્મ શાસન પામે, એ તીર્થ સ્થાપના પાછળ ભગવાનનું લક્ષ્ય છે. એ લક્ષ્ય પૂર્વના ત્રીજા ભવમાં જ નિર્ધારિત થયેલો હતો. જે આનંદ હું પામ્યો છું, તે બીજા પણ શા માટે ન પામે ? મારામાં આનંદ છે, તેમ સર્વ જીવોમાં પણ આનંદ છે જ, છતાં જીવો દુઃખમાં રહે, તે કેટલી કરુણતા ? હું સર્વને અંદર રહેલા આનંદના ખજાનાનો બોધ કરાવું - આવી ભવ્ય ભાવનાના યોગે ભગવાને તીર્થકર નામકર્મ બાંધ્યું છે. * આપણને આનંદ મેળવવાની ઇચ્છા થાય છે. તેનું કારણ આપણું મૂળભૂત સ્વરૂપ આનંદમય છે તે છે. અંદર આનંદ ન હોય તો આનંદની ઇચ્છા ન જ થાય. * આનંદ આપણી અંદરથી જ આવશે. પણ છતાં ગુરુ કે ભગવાન દ્વારા મળ્યો તેમ કહેવાય. તેમાં કૃતજ્ઞતા છે. * આનંદમય આપણે હોવા છતાં અત્યારે દુઃખી છીએ. કારણ કે અંદર રાગ-દ્વેષની આગ લાગી છે. આપણે સ્વભાવથી ખસીને વિભાવમાં વસ્યા છીએ. * આપણે બીજાને ક્યારે આપી શકીશું? જો આપણા જીવનમાં પ૩૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #557 -------------------------------------------------------------------------- ________________ હશે તો જ બીજાને આપી શકીશું. હમણા બધા સમુદાયના મહાત્માઓ આવ્યા હતા. સામુદાયિક પ્રવચનનો વિષય શો રાખવો ? તે અંગે પૂછતાં મેં જણાવ્યું : મૈત્રીભાવથી શરૂ કરો. પછી ભક્તિ પર રાખજો. આપણી અંદર ભાવિત બનેલું હશે તો જ લોકોને અસર કરી શકશે, એટલું યાદ રાખજો. * જગતના બધા જ ધ્યાનગ્રંથોથી ચડી જાય - એવો ગ્રન્થ [ધ્યાન-વિચાર] આપણી પાસે હોવા છતાં મોટા ભાગના લોકોનું એ તરફ ધ્યાન ગયું જ નથી, એ મોટી કરુણતા છે. ધ્યાન-વિચાર ગ્રન્થ બહાર પડી ગયો છે, પણ ખોલે જ કોણ ? | કોઈ મુનિ વ્યાકરણમાં, કોઇ કાવ્યમાં, કોઇ ન્યાયમાં કે કોઈ આગમમાં અટકી જાય છે, પણ ધ્યાન સુધી પહોંચનારા વિરલ હોય છે. ભાષાકીય જ્ઞાન માટે વ્યાકરણ છે. ભાષાકીય જ્ઞાનથી સાહિત્ય જ્ઞાન, સાહિત્ય જ્ઞાનથી આગમ-જ્ઞાન અને આગમ જ્ઞાનથી આત્મજ્ઞાન ચડીયાતું છે. ધ્યાન વિના આત્મા સુધી પહોંચવાનો કોઇ માર્ગ નથી. આત્મા સુધી ન પહોંચાય ત્યાં સુધી બધું અઘરું છે. * હિંસા આદિને ઉત્પન્ન કરનાર ક્રોધાદિ છે. એટલે જ હિંસા આદિથી ક્રોધાદિ ખતરનાક છે. ક્રોધથી હિંસા, માનથી મૃષા, માયાથી ચોરી અને લોભથી કામ-પરિગ્રહ વધતા રહે છે. ક્રોધ મૂળ છે. હિંસા ફળ છે. માન મૂળ છે. મૃષાવાદ ફળ છે. માયા મૂળ છે, ચોરી ફળ છે. લોભ મૂળ છે અબ્રહ્મ-પરિગ્રહ ફળ છે. * ભેંસ આગળ ભાગવત વાંચવા કોણ તૈયાર થશે? બહુ જ બોલવાનો સ્વભાવ હોય ને કોઈ સાંભળનારું ન હોય તેવો મૂર્ખ જ કદાચ તૈયાર થશે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ પ૩૦ Page #558 -------------------------------------------------------------------------- ________________ હા.... ભેંસ માથું ખૂબ હલાવે, પણ સમજે કેટલું ? સામેની સભા સમજદાર હોવી જોઇએ. સભા જો વ્યુત્પન્ન હોય તો તે મુજબ, અજ્ઞાન હોય તો તે મુજબ સંભળાવવું પડે. ફલોદી ચાતુર્માસ [સં. ૨૦૨૪] માં ગાંધીચોકમાં મારું જાહેર પ્રવચન રહ્યું. મારી તો ઇચ્છા ન્હોતી, પણ અપોણા અખેરાજજી બાપજી આઇયા હૈ । ગાંધીચોકમેં જાહેર વખ્યાણ રાખણો જ ચઇજે.’’ એમ સમજીને ઓસવાળોએ જાહેર વ્યાખ્યાન ગોઠવેલું. પણ બ્રાહ્મણોથી આ સહન શી રીતે થાય ? એક બ્રાહ્મણે ચાલુ વ્યાખ્યાનમાં ઊભા થઇને પૂછ્યું : ‘રુસરા તો सब ठीक है, लेकिन यह तो दिखाओ : पाप का बाप कौन ?” મેં કુમારપાળ ચિત્રમાં આ અંગે વાંચેલું એટલે તરત જ જવાબ આપ્યો : ‘પાવાપ એમ હૈ ।' તેને કંઇ ‘પાપનો બાપ મિથ્યાત્વ છે' એમ ન કહેવાય. એને અનુરૂપ જવાબ હોવો જોઇએ. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજીએ ત પીતમ્ ? છાશ પીધી ? એવા પ્રશ્નનો જવાબ કેટલો સુંદર આપેલો : “ત શ્વેત, ન તુ પીતમ્'' । છાસ સફેદ હોય છે, પીળી નહિ.'' પણ, ત્યારથી મને લાગ્યું કે સમજ્યા વિના કદી જાહેર વ્યાખ્યાન રાખવા નહિ. પાછળથી પૂ. પંન્યાસજી મ.ની પણ એવી જ ભલામણ આવેલી. * જીવમાં આળસ આમ તો ભરેલી છે જ, પણ ખાસ કરીને આત્મ-કલ્યાણ કરવાનું હોય ત્યારે સૌ પ્રથમ આળસ ચડી બેસે. જીવને આત્મ-કલ્યાણમાં આળસ ઘણી આવે. બીજું-બીજું ક૨વામાં ક્યાંય આળસ નહિ, પણ આત્મ કલ્યાણકર અનુષ્ઠાનોમાં ભરપૂર આળસ. * અંદર બેઠેલો મિથ્યાત્વ મહેતો બહુ જબરો છે. એ તમને અહીં આવવા જ ન દે. કદાચ આવવાની રજા આપે તો કાનમાં ફૂંક મારી દે : જોજો. ત્યાં જઈને બધું સાંભળજો, પણ કાંઇ માનતા નહિ. જેવા છો તેવા જ રહેજો. જરાય બદલાતા નહિ.’’ ૫૩૮ ♦ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #559 -------------------------------------------------------------------------- ________________ * જુઓ, ચાર મહિના આમ ચપટીમાં નીકળી જશે. સમય જરાય તમારી રાહ જોઇને બેસી નહિ રહે. એ તો સકતો જ રહેશે. સરકતો રહે તે જ સમય કહેવાય. અત્યારે તો દિવસ હજુ થોડો લાંબો છે. પણ પછી તો બહુ નાનો થતો જશે. તમારી પાસે જરાય સમય નહિ રહે. જો આ સમયનો સદુપયોગ ન કર્યો તો પશ્ચાત્તાપ સિવાય કશું નહિ બચે. * પૂ. હરિભદ્રસૂરિજીનો પ્રથમ પરિચય કરાવ્યો; પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે. વિ.સં.૨૦૧૩ માંડવી ચાતુર્માસ વખતે તેઓશ્રીનું કચ્છમાં આવવાનું થયું. તે વખતે મને ખાસ સલાહ આપેલી : જો તમને અધ્યાત્મમાં રુચિ હોય તો પૂ. હરિભદ્રસૂરિજીના ગ્રંથો જરૂર વાંચજો. ત્યારથી મેં એ વાંચવાની ગાંઠ વાળી. એ વાંચતો ગયો ને હૃદય નાચતું ગયું. ‘હા બળાહા હૈં હુંતા ।' એ શબ્દોને થોડા ફેરવીને એમ કહેવાનું મન થઈ જાય ઃ હરિભદ્રસૂરિજીના ગ્રંથો ન મળ્યા હોત તો અમારું શું થાત ? આ વખતે હરિભદ્રસૂરિ કૃત લલિતવિસ્તરા ગ્રન્થ પર વાચના રાખવાની છે. પૂ. પંન્યાસજી મ. સાથે બેડા ચાતુર્માસના ઉપધાન પ્રસંગે આ ગ્રન્થ પર વાચના રહેલી. પછી પણ અનેક વખત વાચના રહેલી છે. * ભગવાનની ભક્તિ હૃદયમાં આવ્યા પછી જો મૈત્રી ન જાગે તો જવાબદારી મારી. મૈત્રી જ નહિ, બધા જ ગુણો આવી જશે. સર્વ દોષોને ગાળનારી ને સર્વ ગુણોને લાવનારી પ્રભુ-ભક્તિ છે, એમ નિશ્ચિત માનજો. “ य एव वीतरागः स देवो निश्चीयतां ततः । भविनां भवदम्भोलिः स्वतुल्यपदवीप्रदः ॥” ૧-૪૬ યોગસાર યોગસારમાં ભગવાનને, સંસારને કાપવામાં વજ્ર-તુલ્ય અને સ્વતુલ્ય-પદવી-પ્રદ કહ્યા છે. એ એમને એમ નથી કહ્યા. ભગવાન આપણા હૃદયમાં આવીને ગુણોનું પ્રકટીકરણ અને દોષોનું ઉન્મૂલન કહ્યું, કલાપૂર્ણસૂરિએ - ૫૩૯ -- Page #560 -------------------------------------------------------------------------- ________________ કરે છે. આવા પ્રભુના કીર્તન આદિનું ફળ બોધિ અને સમાધિ છે, એમ ઉત્તરાધ્યયનમાં કહ્યું છે. ભગવાનની ભક્તિ ખાસ કરીને ચાર ઘાતીકર્મોનો નાશ કરે છે. આવા ભગવાન પાસે જઈ તમે પા કલાકમાં ચૈત્યવંદન કરીને આવી જાવ તે કેમ ચાલે ? એવા ચૈત્યવંદન વખતે પણ તમારું મન ચંચળ હોય છે કે સ્થિર ? પચ્ચક્ખાણ પારતી વખતે જગચિંતામણિનું ચૈત્યવંદન બોલવાનું હોય છે. તમને કેટલી મિનિટ લાગે ? વાપરવાની બહુ ઉતાવળ હોય, ખરું ને ? આ જગચિંતામણિ તો ભાવયાત્રાનું સૂત્ર છે : જંગમ અને સ્થાવર તીર્થની યાત્રા છે, એમાં તમે આ સૂત્રને એકદમ ગાડીની જેમ ગબડાવીને પૂરું કરી દો તે કેમ ચાલે ? આ બધા જ સૂત્રો તો શેરડી જેવા છે. એને ચાવો તેમ રસ મળે. પણ અહીં ચાવવાની તકલીફ જ કોણ ઊઠાવે ? 66 ‘સૂત્ર અક્ષર પરાવર્તના, સરસ શેલડી દાખી; તાસ રસ અનુભવ ચાખીએ, જિહાં છે એક સાખી.'' ઉપા. યશોવિજયજી — * સૌ પ્રથમ પ્રભુને ચાહો. પછી પ્રભુને સમર્પિત થાઓ. [પ્રીતિયોગ] [ભક્તિયોગ] • [વચનયોગ] [અસંગ યોગ] પછી પ્રભુની આજ્ઞા પાળો. પછી પ્રભુ સાથે એકમેક થઈ જાવ. આટલામાં સંપૂર્ણ મોક્ષમાર્ગ આવી ગયો. જ્યારે પણ મોક્ષે જવું હોય ત્યારે આ જ માર્ગે ચાલવું પડશે. * આજના દિવસે, એક વર્ષ પહેલા અમારા સમુદાયના વયોવૃદ્ધ સાધ્વીજી લાવણ્યશ્રીજી કાળધર્મ પામેલાં. ખૂબ જ ભણેલા હતાં. આણંદશ્રીજી, ચતુરશ્રીજી, રતનશ્રીજી વગેરેનું જીવન તમે ♦ કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૦ Page #561 -------------------------------------------------------------------------- ________________ વાંચીને એમાંથી પ્રેરણા લો. તો પણ ઘણું ઘણું શીખવા-જાણવા મળશે. આ બધામાં ભવભીરતા હતી. આજે છે ? સાધ્વીજીઓ પણ શાસનની મૂડી છે. અહીં સંખ્યા ઘણી છે એટલે ઉપેક્ષા લાયક છે, એમ નહિ માનતા. પૂ. હરિભદ્રસૂરિજી, યાકિની સાધ્વીજીથી પ્રતિબોધ પામેલા. આપણા પૂ. કનકસૂરિજી મ. પણ સા. આણંદશ્રીજી મ. દ્વારા પ્રતિબોધ પામેલા. * હરિભદ્ર ભટ્ટ ઉપાશ્રય પાસેથી પસાર થયા ત્યારે સ્વાધ્યાયનો ઘોષ સંભળાયો. આજે કોઈ પસાર થાય તો શું સંભળાય ? સાધ્વીજીએ શ્લોકનો અર્થ ન કહેતાં ગુરુ પાસે તેમને મોકલ્યા. આજે પહેલા અર્થ સમજાવી દે, ને પછી “જસ' ખાટવા પ્રયત્ન કરે, એવું ન બને ને ? એક શ્લોકનો અર્થ જાણવા માટે જે દીક્ષા લેવા તૈયાર થઈ જાય એ હરિભદ્રમાં જિજ્ઞાસા-વૃત્તિ કેટલી ઉત્કટ હશે ? આપણા જેવા હોય તો કહી દે : ઠીક છે. હું બીજે ક્યાંકથી જાણી લઈશ. પુસ્તકમાંથી જોઈ લઈશ. એક શ્લોક ખાતર કાંઈ પૂરું જીવન સોંપી દેવું ? | * હરિભદ્રસૂરિની કોઈપણ કૃતિ વ્યવહાર અને નિશ્ચયથી ગર્ભિત ! દરેક રીતે પરિપૂર્ણ ! દરેક વાતમાં વિધિ-પાલન ! ઉચિત દષ્ટિ, ઉચિત આચાર આદિનો આગ્રહ ! આ બધી એમની કૃતિની વિશેષતાઓ છે. આ ચૈત્યવંદન સૂત્રો બરાબર સમજશો તો ભગવાન પર ખૂબ જ આદર પેદા થશે. અત્યાર સુધી આપણે એ સૂત્રો કદી જોયા નથી. કદાચ જોયા હશે તો મારું કલ્યાણ થાય, મારામાં પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટે, એવી દ્રષ્ટિથી કદી જોયા નથી. હવે એ દ્રષ્ટિથી જોજો. કામ થઈ જશે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ પ૪૧ Page #562 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા અષાઢ વદ-૨ ૧૮-૭-૨૦૦૦, મંગળવાર * જિનાગમ અમૃત છે. એનું પાન કરે તે અમર બની જાય. આ કાળમાં આત્મ-કલ્યાણ કરવું હોય તો આગમ અભ્યાસ કરવો જ રહ્યો. આગમના અભ્યાસથી વિષયનું વિષ નહિ ચડે. અમૃત પીનારને વિષનો ભય કેવો ? ચંડકોસિઆના વિષની ભગવાનને ક્યાં અસર થઈ હતી ? ભગવાન પ્રેમ-અમૃતના સાગર હતા. તમે જો પ્રેમ-અમૃતથી ભરેલા હો તો આ કાળમાં પણ ઝેરી પ્રાણીઓ તમને કાંઇ ન કરે, ન કરડે. તમારું મુખ જોઈને જ એના વેર-ઝેર શમી જાય. * પૂ. માનતુંગસૂરિજી મ. આગમપ્રેમી હતા. એમની પાસે ૨૦ વર્ષ પહેલા અહીં અમે પાઠ લીધેલો. મહારાષ્ટ્ર ભુવનથી રોજ સાંડેરાવ ભુવનમાં ભગવતી-પાઠ માટે જતા. આ વખતે તમને સારો યોગ મળ્યો છે. જ્યાં જાવ ત્યાં અમૃત જ અમૃત છે. ધરાઈ-ધરાઈને પીજો. આગમને તમે પીશો તો તે આગમ તમને એક દિવસે આત્માના અમૃતનો પ્યાલો પીવડાવશે. ચિદાનંદજી આદિની કૃતિઓ વાંચો તો આ વાત સમજાશે. સગરા હૈ સો ભર-ભર પીવે, નગરા જાવે પ્યાસા.” પર જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ Page #563 -------------------------------------------------------------------------- ________________ આ બધું વાંચતાં આ કાળમાં પણ આગમ દ્વારા આત્માનું અમૃત મળી શકે છે – એવો વિશ્વાસ તો થાય. આપણે તો એ તરફ જોવાનું જ છોડી દીધું : આ તો ઘોર કલિકાલ છે. એમાં આપણાથી શું થઈ શકે ? -એવું માનીને આપણે બેસી ગયા. * છરી પાલક સંઘમાં સીધાડા, ફા.સુદ-૫] શરૂ થયેલું. આ આગમ [ચંદાવેજઝય પન્ના] આજે પૂરું થાય છે. ખરેખર તો ત્યારે જ પૂરું થાય જ્યારે એ તદુભયથી આપણા જીવનમાં આવે. સૂત્ર અને અર્થથી તો ગ્રન્થ કદાચ કરીએ છીએ, પણ તદુભયથી નથી કરતા. તદુભાય એટલે તે વસ્તુ જીવનમાં ઊતારવી તે. જો સૂત્ર, અર્થ અને તદુભયથી આગમ આત્મસાત્ ન કરીએ તો જ્ઞાનાચારમાં અતિચાર લાગે, તે જાણો છો ને ? વાણીઓ કદી મૂડી એમને એમ રાખી ન મૂકે, સતત એને ફેરવ્યા જ કરે. તો જ ધન વધે, તેમ જ્ઞાન પણ ભણીને મૂકી નથી દેવાનું. એને પુનરાવર્તન દ્વારા ફેરવીને વધારવાનું છે, આગળ વધીને તે મુજબ જીવવાનું છે. પહેલા ક્યાં ઘડીયાળો હતા ? મુનિઓ સ્વાધ્યાય દ્વારા જ સમય જાણી લેતા. આટલી ગાથા થઈ એટલે આટલો સમય થવો જ જોઇએ, એવું તેમને જ્ઞાન હતું. જેમ આજે આપણે જાણીએ છીએ : ૧૨-૧૩ મિનિટ ચાલ્યા એટલે એક કિ.મી.થવો જ જોઈએ; ભલે માઈલસ્ટોન ન પણ હોય. આગમથી જ આત્મધ્યાનનો ઊઘાડ થશે. ધ્યાનના ખડુગથી જ મોહ-મહાભટ પરાસ્ત થઈ શકશે. * ધ્યાનક્ષેત્રમાં આગળ વધવાનું મન હોય તેઓ ધ્યાનવિચાર ગ્રન્થ જરૂર વાંચે. * ધ્યાન માટેની પ્રાથમિક યોગ્યતા છે ? પ્રભુનો પ્રેમ, પ્રભુભક્તિ અને પ્રભુ-આજ્ઞાનું યથાશક્ય પાલન. આથી જ હરિભદ્રસૂરિજીએ દેશ અને સર્વ વિરતિધરોને જ યોગના સાચા અધિકારી કહ્યા છે. દેશવિરતિધરો પણ યોગના અધિકારી છે. માટે જ ભગવાને કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ પ૪૩ Page #564 -------------------------------------------------------------------------- ________________ આનંદ-કામદેવ જેવા શ્રાવકોની પ્રશંસા કરી છે. એથી કાંઈ ગૌતમ સ્વામી જેવા નારાજ ન થાય. અમે મોટા બેઠા ને નાનાની પ્રશંસા કેમ ? * આ ચારિત્ર કાંઈ એમને એમ મળ્યું હશે ? તમે ગૃહસ્થપણામાં પ્રભુની ભક્તિ કરી જ હશે ! મેં પોતે આ ચારિત્ર માટે કેટલાય વર્ષો સુધી ભગવાન પાસે પ્રાર્થના કરી છે. ત્યારે જ એ પ્રાર્થના ફળી છે. સંસાર આપણને કાંઇ એમને એમ છોડે ? * આજે સવારે પન્નારૂપામાં જવાનું થયું. ત્યાં વ્યાખ્યાન આપવાનું થયું. મેં ત્યાં કહ્યું : ““રખે માનતાઃ ભગવાન ગેરહાજર છે. ભગવાન ભલે મોક્ષમાં ગયા, પરંતુ અત્યારે પણ તેઓ જગતને પવિત્ર બનાવી જ રહ્યા છે, નામ-સ્થાપના આદિ દ્વારા.” * આગમને આગળ રાખ્યું એટલે ભગવાનને આગળ રાખ્યા. ભગવાન આગળ હોય ત્યાં મોહ ડરી જાય. ભગવાનના ભક્તને મોહ કશું જ ન કરી શકે. * નામ એ ભગવાન જ છે. મૂર્તિ એ ભગવાન જ છે. કોઈ ફરક નથી, ભગવાનમાં ને ભગવાનના નામ-મૂર્તિમાં. જો ફરક હોત તો સમવસરણમાં ત્રણ દિશામાં ભગવાનના રૂપ ન હોત. ત્રણ રૂપને લોકો મૂર્તિ તરીકે નહિ, ભગવાન તરીકે જ જુએ છે. - સાક્ષાત ભગવાન વિદ્યમાન હોય ત્યારે પણ ભગવાનના નામ અને મૂર્તિની આરાધના ચાલુ જ હોય. ભગવાન તો હજુ બદલાય, પણ શાશ્વત પ્રતિમા ક્યાં બદલાય છે ? એ તો સદા કાળ માટે છે જ. ભગવાન આદિનાથથી જ નહિ, અનાદિકાળથી નામ પ્રભુ અને મૂર્તિપ્રભુની ઉપાસના ચાલુ છે. જેણે નામમાં ભગવાન જોયા, તેણે સ્થાપનામાં પણ ભગવાન જોયા. જેણે સ્થાપનામાં ભગવાન જોયા, તે આગમમાં પણ ભગવાન જોવાનો. પ્રમાણ આપું ? "नामजिणा जिणनामा, ठवणजिणा पुण जिणिंद पडिमाओ." આ ગાથા આવડે છે ને ? શો અર્થ થાય ? પ૪૪ જે કહ્યું, ક્લાપૂર્ણસૂરિએ Page #565 -------------------------------------------------------------------------- ________________ એવંભૂત નય ભલે એમ માને કે દેશના આપતા ભગવાન, ભગવાન કહેવાય, પણ નૈગમનય તો તીર્થંકર નામકર્મના નિકાચન સમયથી જ ભગવાન માને. * શક્રસ્તવમાં ભગવાનના વિશેષણો છે. તે બધા જ ભગવાનની અલગ-અલગ અચિંત્ય શક્તિઓને જણાવે છે. આ વિશેષણો, આપણે કોઇને આપીએ તેવા માત્ર કહેવા પૂરતા નથી, વાસ્તવિક છે. ‘સર્વવૈવમયાય, સર્વધ્યાનમયાય, સર્વતેનોમયાય ।' શું અદ્ભુત વિશેષણો છે ? “ચતુરશીતિક્ષનીવયોનિપ્રાળનાથાય'' આ વિશેષણથી સમગ્ર જીવરાશિમાં ભગવાન દેખાશે. પછી કોઈની હિંસા કે આશાતના કરવાનું મન નહિ થાય. ભગવાન જો આટલા વ્યાપક હોય તો તેમને કેમ ભૂલી શકાય ? ભગવાનના સ્મરણ અને અનુસંધાનથી જ આપણી ક્રિયા અમૃત ક્રિયા બને. એક કાજો લેવાની પણ ક્રિયા કરો ત્યારે યાદ કરો : આ ક્રિયા મારા ભગવાને કહેલી છે. તો કેવો ભાવ આવે ? ભગવાનને દરેક ક્રિયામાં જોડી દો. તો જ એ ક્રિયા કર્મનિર્જરાકારી બનશે. આપણે ભલે ભગવાનને ભૂલી જઈએ. પણ આપણને મા બાપ જ એવા મળ્યા છે કે જે આપણને ભગવાન યાદ કરાવી દે. દા.ત. નવકારશી પા૨વાની છે. શું કરીશું ? મૂઠી વાળીને નવકાર ગણવા પડશે ને ? નવકારમાં ભગવાન છે. તમે ભલે યાદ ન કરો પણ ગોઠવણ જ એવી થઈ છે કે તમને ભગવાન યાદ આવે જ ; જો થોડોક ઉપયોગ એ ક્રિયાઓ તરફ જાય. * નિક્ષેપ એટલે વસ્તુનું સ્વરૂપ-વસ્તુનો પર્યાય. વસ્તુનું સ્વરૂપ અને વસ્તુનો પર્યાય વસ્તુથી જુદો પડે ? હવે સાંભળો. ભગવાનનું નામ ભગવાનથી શી રીતે અલગ કહ્યું, કલાપૂર્ણસૂરિએ ♦ ૫૪૫ Page #566 -------------------------------------------------------------------------- ________________ હોય ? વ્યાકરણ શાસ્ત્રીઓ પણ નામ-નામીનો અભેદ માને છે. ઘડો લાવો” એમ બોલો એટલે ઘડો જ આવશે. ભગવાનનું નામ બોલતાં ભગવાન જ આવશે. ભગવાનની મૂર્તિ યાદ કરતાં ભગવાન જ આવશે. આ ઘડીયાળ [હાથમાં ઘડીયાળ બતાવતાં પૂજ્યશ્રીએ કહ્યું અને ઘડીયાળ એ નામ એક ન હોય તો ઘડીયાળ બોલતાં આ યાદ આવશે ? ટપાલ તમે લખી, પણ એડ્રેસ પર નામ લખવાનું ભૂલી ગયા તો ટપાલ પહોંચી જશે ? ગાડીમાં બેઠા પણ ગામનું નામ ભૂલાઈ ગયું તો તમે તે ગામમાં પહોંચી શકશો ? વ્યવહારમાં પણ નામ કેટલું ઉપયોગી છે ? ભાવ તીર્થંકર રૂપે ભગવાન મહાવીરે ૩૦ વર્ષ ઉપકાર કર્યો પણ નામ અને મૂર્તિરૂપે કેટલા વર્ષ ઉપકાર કરશે ? તીર્થંકરો ક્યાં સુધી રહેવાના ? એમના આયુષ્યની મર્યાદા હોય છે. પણ એમનું નામ અને એમની મૂર્તિ સદા રહેવાના. - તીર્થંકરો ભલે બદલાય, નામ પણ ભલે બદલાય પણ યાદ રહે : નામ બે પ્રકારે છે : સામાન્ય અને વિશેષ. વિશેષ નામ ભલે બદલાય, સામાન્ય નામ ક્યાં જશે ? ઋષભદેવ” વિશેષ નામ છે. “અરિહંત' સામાન્ય નામ છે. હવે પ્રસ્તુત પર આવીએ. * અહીં ગ્રન્થકાર કહે છે : જીવનમાં વિનય આવ્યો તો બધું આવ્યું. વિનય ગયો તો બધું ગયું. વિનય ન દેખવાથી જ સ્થૂલભદ્રજીને ભદ્રબાહુસ્વામીજીએ પાઠ આપવાની ના પાડી દીધેલી. વિનય ગયો એટલે અવિનય આવશે. વિનય જો સર્વ ગુણોનો પ્રવેશદ્વાર છે તો અવિનય સર્વ દોષોનો પ્રવેશ દ્વાર છે. માટે જ આ ગ્રંથમાં પ્રથમ દ્વાર “વિનય' છે. વિનય કોનો કરવાનો ? આચાર્યનો. માટે જ આચાર્યના ગુણોનો બીજો અધિકાર આવ્યો. કયો શિષ્ય આચાર્યનો વિનય કરે ? માટે ત્રીજો અધિકાર પાક છે , કલાપૂર્ણસૂરિએ Page #567 -------------------------------------------------------------------------- ________________ શિષ્યના ગુણનો કહ્યો. | વિનયથી આદર વધે, ચિત્તમાં નિર્મળતા વધે. આના કારણે બીજાના ગુણો આપણને દેખાય. આચાર્યના ગુણો એટલે બતાવ્યા : શિષ્યને ખબર પડે : મારે કેવા ગુરુ બનાવવા. શિષ્યના ગુણો એટલે બતાવ્યા જેથી એને કેવું જીવન જીવવું તેનો ખ્યાલ આવે. ગુરુ બન્યા હોઈએ તેથી કાંઇ શિષ્ય મટી જતા નથી. સાચો શિષ્ય જ ગુરુ બને છે, એવું આ ગ્રન્થ સમજાવે છે. જ્ઞાન નથી શીખવાનું, વિનય શીખવાનો છે, એવી સમજણ આ ગ્રન્થકાર આપે છે. આ વાત સમજાવવા વિનય-નિગ્રહ' નામે ચોથો અધિકાર બતાવ્યો. વિનય અને ભક્તિમાં કોઈ ફરક નથી. વિનય અને સમ્ય દર્શનમાં કોઈ ફરક નથી. માટે જ સમ્યદર્શનનું વર્ણન અલગ નથી કર્યું. વિનય આવ્યો તો સમ્યમ્ દર્શન આવી જ ગયું, સમજી લો. અવિનય આવ્યો એટલે મિથ્યાત્વ આવી જ ગયું સમજી લો. ગોશાલક, જમાલિ વગેરેમાં અવિનય અને મિથ્યાત્વ સાથે જ આવ્યા છે. ગુરુકુળવાસ તમે છોડ્યો એટલે વિનય છોડ્યો. સમ્યગ્દર્શન છોડયું, મિથ્યાત્વ સ્વીકાર્યું. ચાલુ સ્ટીમરે તેને છોડી દેનાર માટે દરિયામાં ડૂબવા સિવાય કાંઇ બચે નહિ, તેમ ગુરુકુળવાસને છોડી દેનાર માટે સંસારમાં ડૂબવા સિવાય કાંઇ બચે નહિ. વિનયથી જ સાચું જ્ઞાન આવે, તે જણાવવા પછી પાંચમો જ્ઞાન અધિકાર મૂક્યો. જ્ઞાન દીવો છે. તમારા હૃદયમાં એ જલતો હશે તો બીજા હજારો દીવાઓને જલાવી શકશે. તમે બીજા હજારો દીવાઓને પ્રગટાવશો ને ? વધુ નહિ તો કમ સે કમ એક દીવો પ્રગટાવજો. - તમને જે મળ્યું છે તે છુટથી બીજાને આપજો. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ પ૪૦ Page #568 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અને વિનય જેટલો વિકસશે તેટલું ચારિત્ર આવશે. માટે ચારિત્ર–ગુણ છઠો અધિકાર મૂક્યો. આ સૌના ફળરૂપે છેલ્લે સમાધિ મળે માટે સાતમો છેલ્લો અધિકાર “મરણ-ગુણ” મૂક્યો. છેલ્લે ગ્રન્થકાર કહે છે : આપણે અનાદિકાળથી પુનઃ પુનઃ જન્મ-મરણના ચક્રમાં ફર્યા કરીએ છીએ. હવે એવો પ્રયત્ન કરો કે એ ચક્ર બંધ થઈ જાય. આત્મા સ્વમાં સ્થિર થઈ જાય. આવતીકાલથી લલિત વિસ્તરાનો સ્વાધ્યાય શરૂ કરીશું. હું એકલો નહિ, આપણે સૌએ સાથે મળીને સ્વાધ્યાય કરવાનો છે. જે ભગવાન માટે આપણે રોજ સાત વાર ચૈત્યવંદન કરીએ છીએ, એ ભગવાનને સારી રીતે સમજવા હોય તો લલિત વિસ્તરા ગ્રંથ વાંચવો જ રહ્યો. ભગવાનને જાણો બધું જણાઈ જશે. ભગવાનને હૃદયમાં લાવો. બધા મંગળો આવી જશે. ભગવાન સૌથી ઊંચું મંગળ છે. પંચ પરમેષ્ઠીથી પંચાચારની શુદ્ધિ અરિહંતના ધ્યાનથી જ્ઞાનાચારની શુદ્ધિ થાય છે. સિદ્ધના ધ્યાનથી દર્શનાચારની શુદ્ધિ થાય છે. આચાર્યની આરાધનાથી ચારિત્રાચારની શુદ્ધિ થાય છે. ઉપાધ્યાયના ધ્યાનથી તપાચારની શુદ્ધિ થાય છે. (સક્ઝાયસમો તવો નત્યિ) સાધુની આરાધનાથી વીર્યાચારની શુદ્ધિ થાય છે. (વર્યાચારની જેમ સાધુ બધે જ વ્યાપ્ત છે.) પ૪૮ જ કહ્યું, લાપૂર્ણસૂરિએ Page #569 -------------------------------------------------------------------------- ________________ ઓપન બુક એક્ઝામ છે કહે કલાપૂર્ણસૂરિ-૨ (કહ્યું કલાપૂર્ણસૂરિએ) સન્માયે રસ સા . • પ્રશ્ન ૧ : નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. (૧૦) (૧) તપમાં સ્વાધ્યાય આવી જવા છતાં “તપ સજઝાયે રત સદા” એમ કેમ લખ્યું ? (૨) ગુણો મેળવવા માટે પૂજ્યશ્રીએ ક્યો પ્રયોગ બતાવ્યો છે ? (૩) અરિહંત પ્રભુ સમગ્ર બ્રહ્માંડનો સાર છે, એ વાત પૂજ્યશ્રીએ શી રીતે સમજાવી ? (૪) પદ્યવિજયજીને અંતિમ અવસ્થામાં પં. ભદ્રંકરવિજયજીએ શી રીતે આરાધના કરાવી ? (૫) હરિભદ્રસૂરિજીની કૃતિઓની શી શી વિશેષતા છે ? (૬) દુર્ગતિમાં પડતા જીવને ધારી રાખે તે ધર્મ કહેવાય, એ વાત પૂજ્યશ્રીએ શી રીતે સમજાવી છે ? ભરતક્ષેત્રમાં આપણો જન્મ, તે પણ ભગવાન દ્વારા આપણી પરીક્ષા જ છે, એ વાત પૂજ્યશ્રીએ શી રીતે સમજાવી છે ? (૮) કાપરડા તીર્થનું રક્ષણ શી રીતે થયું ? (૯) ગોપાળભાઈમાં દીક્ષાની ઉત્સુકતા કયા પ્રસંગથી પ્રગટી ? (૧૦) આત્માના આનંદને નજર સામે રાખી રત્નત્રયી (દર્શન-જ્ઞાન ચારિત્ર)ની વ્યાખ્યા આપો. • પ્રશ્ન ૨ : નીચેના શબ્દોમાંથી એક અસંગત (બંધ બેસતો ન હોય તેવો) શબ્દની આસપાસ કુંડાળું કરો. (૧૦) (૧) શબ્દ, નિઃશબ્દ, સમભિરૂઢ, એવંભૂત. (૨) પિંડ, શિખર, પર્વત, મહાસાગર. (૩) વાલનો ઘડો, ચણાનો ઘડો, તેલનો ઘડો, ઘીનો ઘડો. (૪) મધુર, તુલા, કટુ, તન્મય. (૫) ભક્તિ, મુક્તિ, આર્જવ, માર્દવ. (૬) ઘી, દૂધ, સાકર, લોટ. કહે કલાપૂર્ણસૂરિ-૨ * * = * * * * * * * * * * * * ૫૪૯ Page #570 -------------------------------------------------------------------------- ________________ (૭) સમ્યક્ત્વ, વિરતિ, અપ્રમાદ, કાયોત્સર્ગ. (૮) અખેદ, અવેર, અદ્વેષ, અભય. (૯) પ્રીતિ, મૈત્રી, ભક્તિ, વચન. (૧૦) દુષ્ટ વિચાર, સંકલ્પ-વિકલ્પ, શુભ વિકલ્પ, અશુભ વિકલ્પ. • પ્રશ્ન ૩ : નીચે જણાવેલા અધૂરા વાક્યના ચાર વિકલ્પોમાંથી સાચા વિકલ્પની સામે ૮ નિશાની કરી પાના નંબર લખો. (૧૦) (૧) જેનો વિનિયોગ નહિ કરો તે વસ્તુ... (A) ભવાંતરમાં તમારી સાથે નહિ ચાલે. (B) તેના સંસ્કારો બદ્ધમૂલ નહિ બને. (C) તમારી પાસે નહિ ટકે. (D) તમારી પાસેથી ખોવાઇ જશે. (૨) ભગવાન અને ગુરુનું બહુમાન વધતું જાય તેમ તેમ... (A) મુક્તિ નિકટમાં આવતી જાય. (B) સંસાર કપાતો જાય. (C) ધર્મ વધતો જાય. (D) આત્મગુણો વધતા જાય. (૩) ચિત્તરત્ન અસંક્લિષ્ટ બને તે જ ક્ષણે... (A) પ્રસન્નતા આપણામાં આવે છે. (B) પ્રભુ આપણામાં પધારે. (C) પ્રભુના વચનો સમજાય. (D) જગતના જીવો પર અનુકંપા પ્રગટે. (૪) અસીમ આનંદનો પળે-પળે અનુભવ એ જ... (A) ભગવાનમાં ભળ્યાની નિશાની છે. (B) સાધના સાચી છે તેની નિશાની છે. (C) અમૃત ક્રિયા છે. (D) સાચો ધર્મ છે. (૫) જગતના જીવો પોતાનો પરિવાર લાગે ત્યારે જ... (A) મૈત્રીભાવનો ઉન્મેષ થઇ શકે. (B) ઋણના ભારથી દૂર થઇ શકાય. (C) પ્રેમના ફુવારા જીવનમાં છુટે. (D) પ્રભુની કરુણાનો સ્પર્શ થઇ શકે. ૫૫૦ * કહે કલાપૂર્ણસૂરિ-૨ Page #571 -------------------------------------------------------------------------- ________________ (૬) કેવળજ્ઞાન એટલે... (A) સકલ જીવોમાં રહેલી આનંદમયી સત્તા. (B) સંપૂર્ણ વિશ્વનું જ્ઞાન. (C) ત્રણે કાળનું એકીસાથે જ્ઞાન. (D) આપણો જ દબાયેલો જ્ઞાન ખજાનો. (૭) આપણે કર્મોને તો યાદ રાખ્યા પણ.. (A) ધર્મને ભૂલી ગયા. (B) તેના ફળને ભૂલી ગયા. . (C) ગુણોને ભૂલી ગયા. (D) પ્રભુને ભૂલી ગયા. (૮) જેનાથી આત્માનું અહિત થાય તેને... (A) ધર્મ કહેવાય જ કેમ ? (B) સાધક મનાય જ કેમ ? (C) મોક્ષ સાથે શું લેવા-દેવા ? (D) જ્ઞાન કહેવાય જ કેમ ? મિથ્યા પરંપરામાં ચાલનાર કરતાં.. (A) સમ્યક પરંપરામાં ચાલનાર શ્રેષ્ઠ છે. (B) સમ્યક પરંપરાવાળા કેટલા ઓછા છે ? (C) તો નહિ ચાલનાર સારો. (D) મિથ્યા પરંપરા પ્રવર્તક મોટો દોષભાગી છે. (૧૦) સાધુ તો સદા. (A) સાધના માટે સજ્જ હોય. (B) સહાય કરવા તૈયાર હોય. (C) સરળતાના ભંડાર હોય. (D) મૃત્યુ માટે તૈયાર હોય. • પ્રશ્ન ૪ : નીચેના વાક્યો કોણ બોલે છે ? તે જણાવો. બોલનારનું નામ અને પુસ્તકના પાના નંબર લખો. (૧૦) (નોંધ : આખું પુસ્તક પ્રાયઃ પૂજ્યશ્રી દ્વારા કહેવાયેલું છે, એટલે પૂ.આ. ભગવંતનું નામ લખાય તો ખોટું ન કહેવાય, છતાં અહીં તે ન લખતાં અવાંતર (અંદર આવતા) બોલનારના નામ લખવાના છે. બે બોલનાર (મૂળ બોલનાર અને અનુવાદરૂપે બોલનાર) લાગતા હોય તો બંનેના નામ લખવા.) કહે કલાપૂર્ણસૂરિ-૨ * * * * * * * * * * * * પપ૧ Page #572 -------------------------------------------------------------------------- ________________ (૧) ગુરૂદેવ ! ઈસ ક્ષેત્ર કે પ્રભાવ કી ક્યા બાત કરે ? (૨) હે પ્રભુ! આકાશમાં વર્ષા તો ક્યારેક આવે, પણ મારી આંખોમાં આપની યાદથી સદા વર્ષાત્રતુ રહો. (૩) જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ - આદિ ગુણોને પ્રાપ્ત કરજો. હે પ્રભુ! આપ ભલે મોક્ષમાં ગયા છો, તો પણ નિર્મળ ચિત્તમાં ગુણના આરોપથી આપ મારા માટે સાક્ષાત્ છો. મેં આ ધર્મનું વિધિપૂર્વક પાલન કર્યું છે ને હું આ સ્થિતિ પર આવ્યો (૬) તું વીતરાગ થઈને છૂટી જાય એ ન ચાલે. (૭) નામ લેતાં ભગવાન સામે શી રીતે આવી જાય ? (૮) તન, મન, ધન, વચન અને જીવન - આ પાંચેય વ્યવસ્થિત હોય તો માણસ સુખી કહેવાય. (૯) ઘણી લાંબી પહોળી યોગની જંજાળ રહેવા દો. (૧૦) લો, આ સુવાક્ય ડાયરીમાં લખી લો. • પ્રશ્ન પઃ ખાલી જગ્યા પૂરો. (પેજ નંબર પણ લખવાના જ છે.)(૧૦) _ ની દષ્ટિએ બને તે પોતાના જ આત્માને ઠગે નાટક વાંચો તો આનું _ એકદમ સ્પષ્ટરૂપે ખ્યાલમાં આવશે. ને આપવું એ જ છે બાકી નો શો ભરોસો છે? _ એટલે અંદર રહેલી ના પ્રગટીકરણની તીવ્ર ઈચ્છા. એટલે કે 2 માં નિષ્ણાત બન્યા પછી જ _ માં આગળ વધવાનું છે. હંમેશ માટે વ્યસની હોય. ન હોય તો ની ઉત્પત્તિ ન હોત. (૮) નો ૪થો પ્રકાર છે. (૯) હૃદયમાં ભરેલા હોય ત્યાં સુધી (૧૦) માં કચાશ હશે તો માં પણ કચાશ ગણાશે. પપર * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૨ – Page #573 -------------------------------------------------------------------------- ________________ • પ્રશ્ન છે : નીચેના શબ્દો જેમાં આવતા હોય તે સ્તવન | શ્લોક | ગીત અથવા કાવ્યની પંક્તિ જણાવો તથા તેના પાના નંબર જણાવો. (૧૦) (૧) નાવ (૨) જિસિંદ (૩) ઘુયકિલેસો (૪) સંતાપ (૫) સૂર (૬) પનહિ (૭) સાસઓ (૮) જગત્તિ (૯) ફરસન (૧૦) રણરોઝ • પ્રશ્ન છે : નીચેના શબ્દોમાં કોની ઉપમા કોની સાથે ઘટે છે ? તે જણાવો. કયા પાના ઉપર આ ઉપમા ઘટાવી છે ? તે પાના નંબર લખો. (૧૧) દા.ત. (૨૪) મા – (૩૦) ભગવાન. પાના નંબર : ૨૩૭ (૧) પ્રભુ (૧૧) ગુણ (૨) તડકો (૧૨) અશુભ ધ્યાન (૩) સંયમ (૧૩) પ્રભુનું નામ (૪) માં (૧૪) ભરવાડ (૫) મોહ (૧૫) ગુરુ (૯) સૂર્યના કિરણ (૧૬) વહાણ (૭) ઘાસ (૧૭) ભવ-તાપ (૮) કૂતરા (૧૮) પતંગ (૯) ધન (૧૯) મુક્તિ (૧૦) કષાય (૨૦) દાદાનો દરબાર કહે કલાપૂર્ણસૂરિ-૨ * * * | ઝ ઝ ઝ ઝ = = = = = * * * * પપપ Page #574 -------------------------------------------------------------------------- ________________ • પ્રષ્ન ૮: નીચેના ચન્દ્રમાં, આ પુસ્તકમાં આવતા આઠ ગ્રંથોના નામ રાહના અંધકારમાં આડા અવળા થઇ ગયા છે. તે ગ્રંથોના નામ તમે શોધી બતાવો. એક અક્ષરનો પુનઃ ઉપયોગ થઇ શકશે નહિ તથા તે દરેક ગ્રંથ સંબંધી પુસ્તકમાં આવતી પંક્તિઓ તથા વાક્યો પાના નંબર સહિત લખો. (૮) ન ૨ ણ આ વિ શે ૨ ધા દ્રા તી સ્ ૨ ક ગ વિ શ્ય નુ જ્ઞા દી ગ ચા ૨ પા ગ ન ભા યો યો ગ સાભ .. રાં વ ને ચા – આ . દ = = = = = • પ્રશ્ન ૯ઃ નીચે આપેલા વાક્યોના આધારે કૌંસમાં આપેલી સંખ્યા મુજબના (દા.ત. કોંસમાં ૪ લખેલું હોય તો ચાર અક્ષરનો શબ્દ જોઇએ) શબ્દો શોધી કાઢો. પણ એટલું યાદ રહે કે એ શોધી કઢાયેલા શબ્દોના પ્રથમ અક્ષરોથી ૧૯ અક્ષરોની એક એવી પંક્તિ પ્રગટ થવી જોઇએ, જે પૂજ્ય આચાર્યશ્રીના મુખે કહેવાઇ હોય અને પુસ્તકમાં લખેલી હોય. તે પંક્તિ પુસ્તકમાં ક્યાં છે? તે પાના નંબર પણ લખવાના છે. (૩૮) (સૂચના : સંયુક્તાક્ષર એક જ ગણવો. શબ્દો સ્વયં પોતાના તરફથી બોલી રહ્યા છે, એવી કલ્પના કરીને વાક્યો લખ્યા છે, તે ધ્યાનમાં રહે. આ વાક્યો પુસ્તકમાં નથી.) પપ૪ ઝ ઝ = = = = = = = = = * * * કહે કલાપૂર્ણસૂરિ = = કહે Page #575 -------------------------------------------------------------------------- ________________ [૪] મારો પ્રવેશ તમારા જીવનમાં થયો તો ખલાસ ! સમૃદ્ધિ હોવા છતાં તમે ખેદાન મેદાન થઇ જશો. [૪] મારી પાસે નહિ આવો ત્યાં સુધી તમારા દુઃખોનો અંત નથી. [૪] તમારે જાપ કરવો હોય તો હું જરૂર ઉપયોગી બની શકીશ. [૪] માર્ગમાં સ્થિરતા અને નિર્જરા માટે મારું સેવન કરવાનું પ્રભુએ વિધાન કર્યું છે. ભલે ને હું તમને ન ગમું ! [૪] બધા કર્મોમાં હું જ દાદો છું. હું હોઊં અને તમારું મોક્ષ - માર્ગમાં પ્રયાણ? કોઈ સવાલ જ નથી. [૨] મારૂ નામ દેખાવમાં તો સુંદર છે, પણ હું તમારો અંદરનો શત્રુ છું, એ ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે ! [૩] ખાવામાં આપણે એકદમ સાદા ! તેલને ચોળા જીંદાબાદ ! ખોટા ખર્ચ કરે તે બીજા ! [૨] એક મહાત્માને અવધિજ્ઞાન તો થયું, પણ જ્યાં મારો આશ્રય લીધો ત્યાં જ અવધિજ્ઞાન ગાયબ! [૩] ઓહ! તમે મને ઓળખી ન શક્યા? હું હોઉં છું દરવાજે. [૩] હું નહિ આવું ત્યાં સુધી હોળી શી રીતે આવશે? (૧૧) – [૪] અરર... મારા લગ્ન નિમિત્તે આટલા જીવોની હત્યા ? ના. મારે લગ્ન નથી કરવા. (૧૨) ____ [૨] તમારૂં યોગક્ષેમ કરનાર હું બેઠો છું પછી તમને શાની ચિંતા ? (૧૩) – [૪] હું જ્યાં જતો ત્યાં હજારો સ્ત્રીઓ મારી પાછળ પાગલ બની જતી. (૧૪) – [૩] પાપી માણસો મને બહુ પ્યારા છે. હું તેઓને સતત મારી પાસે બોલાવતી રહું છું. પાપીઓને આશ્રય આપનાર કોઈક તો જોઈએ ને ? . (૧૫) – [૩] તીર્થંકર પ્રભુ પાસે રહેવાનું મને સૌભાગ્ય મળ્યું છે. કહે કલાપૂર્ણસૂરિ-૨ * * * * * * * * * * * * * પપપ Page #576 -------------------------------------------------------------------------- ________________ (૧૭) _ – [૩] હું જ ન હોઊં તો તમે શી રીતે વાંચી શકશો? _ [૩] તમે જે પુસ્તકની પરીક્ષા આપી રહ્યા છો, તેમાં પ્રભુની બે ઉપાસના બતાવેલી છે. તેમાં એક ઉપાસના સાથે મારું નામ જોડાયેલું છે. – [૩] અમુક સાધના માટે ભદ્રબાહુ સ્વામી જેવાએ પણ મારે ત્યાં આવવું પડેલું. – [૨] હું તો તમારા હાથમાં જ છું, છતાં મને નથી . ઓળખતા ? (૧૮) (૧૯) • પ્રશ્ન ૧૦: “કહ્યું કલાપૂર્ણસૂરિએ' પુસ્તક વાંચતાં થયેલા સંવેદનો ટપકાવો - ફક્ત ૧૦-૧૫ પંક્તિમાં (૨૫) પપ૬ * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ * કહે Page #577 --------------------------------------------------------------------------  Page #578 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય બંધુ-ચુ शब्दमाला કમી કરવાના પર નકકી શાખાણી પર કામ કરનાર स्वामी श्रीऋषभदासजी जैन ઇને છં ESSED) अध्यात्मवार katalcenil CC 'અધ્યારી GHOX મધુર પૂ.આ.શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.શા./ આવો, મિત્રો! દાદા હાવાથી વાર્તા કહ્યું -મુળિશ્રી મુચિત્તે વિયજી ! કે જે Egમિનિરીવિઝા Page #579 -------------------------------------------------------------------------- ________________ ગિલનું સાહિત્ય In@[@Ill 1 કહતે હૈ... पू.मनिराज श्री मुक्लिचन्द्रविजयजी म.सा. [મંગિરાન કી જવાની" ( સા ની મન વિજયક सात चोवीशी . 28 પીલા શાપરા (ત કવર ન હga ) હજાદા જી ગહિત મુક્તિચન્દ્રવિજય, ગરિક યુનિયનદ્રવિજય | આવો બાળકો... Call - મુનિ શ્રી મુનિચન્દ્ર વિજય તે થાંસ માં કરારકા જિઇ મક પણ મુકિયા વિજય fe લ - વિશે = = ર ક જ વિજયજી માં 3 રાવ Page #580 -------------------------------------------------------------------------- ________________ હું તો ભૂંગળાના સ્થાને છું. ભૂંગળું બોલતું નથી, કોઇનું બોલેલું માત્ર તમારી સમક્ષ પહોચાડે છે. હું ભગવાનનું કહેલું માત્ર તમારી પાસે પહોંચાડું છું. અહીં મારું કશું જ નથી. -કહેકલાપૂર્ણસૂરિ–૨, પેજ-૩ પોષ સુદ-૧૪, ગુરુવાર, 20-1-2000, અંજાર (કચ્છ) Tejas A Te AHMEDABAD PH. (01 .0W AHMED