________________
અન્તર્યામી એટલે અંતરને જાણનારા. “વાં' ધાતુનો અર્થ જાણવું પણ થાય છે. પ્રભુ અંદર રહેલ છે. તેમ અંદરનું જાણનારા પણ છે.
પ્રભુ “અન્તર્યામી’ છે એટલે ઘટ-ઘટમાં રહેલા છે, વિશ્વવ્યાપી છે. પ્રભુ “અન્તર્યામી' છે, એટલે સર્વજ્ઞ છે, સર્વનું સર્વ જાણનારા
છે.
આ બાબત સતત નજર સમક્ષ રહે તો પ્રભુની પ્રભુતા પ્રત્યે કેટલું બહુમાન જાગે ?
સમુઘાતની વાત હું ઘણીવાર કરી ચૂક્યો છું. સમુદ્યાતના ચોથા સમયે પ્રભુ ખરેખર અન્તર્યામી બને છે. વિશ્વવ્યાપી બને છે. એમની ચેતના સમગ્ર બ્રહ્માંડમાં ફેલાઈ જાય છે. જાણે કે પ્રભુ છેલ્લેછેલ્લે સૌ જીવોને મળવા આવે છે, સંદેશો આપવા આવે છે :
પ્યારા બંધુઓ ! હું જાઉં છું. તમને છેલ્લે...છેલ્લે...મળવા આવ્યો છું. તમે પણ સૌ હું જાઉં છું ત્યાં આવજો.”
ભગવાન આ રીતે સમગ્ર બ્રહ્માંડને પવિત્ર બનાવે છે. તે સમયે ભગવાને છોડેલા પવિત્ર કર્મ-પુદ્ગલો આ જ બ્રહ્માંડમાં ફેલાઈ જાય છે. પ્રભુના એ પુદ્ગલો આપણામાં પવિત્રતાનો સંચાર કરી રહ્યા છે - એ કલ્પના પણ કેવી હૃદયંગમ છે ?
આ બધી ઘટનામાં ભગવાનની કરુણા જુઓ. કરુણાસાગર પ્રભુને પ્રાર્થો : ભગવન ! આપની કૃપાથી જ હું નિગોદથી બહાર નીકળીને ઠેઠ અહીં સુધી પહોંચી આવ્યો છું. હવે આપે જ મારો ઉદ્ધાર કરવાનો છે. હવે આપ ઉપેક્ષા કરો તે ન ચાલે.
–વીતરાગ સ્તોત્ર - ૧૫-પ્રકાશ. મુંબઈથી તમે અહીં વાહનથી આવ્યા છો, જાતે ચાલીને નથી આવ્યા. તેમ અહીં સુધી તમે પ્રભુની કૃપાના બળે આવ્યા છો, તમારી તાકાતથી નથી આવ્યા. પણ તમને બીજું બધું દેખાય છે, માત્ર ભગવાનની કરુણા નથી દેખાતી. પાણીમાં તમે વજનદાર લાકડું ખેંચી લો છો, તેમાં પાણી પણ સહાયક બને છે ને ? અહીં ભગવાન પણ સહાયક બને છે તે સમજાય છે ?
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ક ૫૦૧