SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ વાહન વિના તો હજુએ તમે અહીં આવી શકો, પણ પ્રભુકૃપા વિના તમે અહીં સુધી [માનવ ભવ સુધી] ન જ આવી શકો, ભગવાનની કરુણા નથી સમજાઈ માટે જ ભક્તિ જાગતી નથી. ભક્તિ નથી જાગતી માટે જ ધર્મમાં પ્રાણ નથી આવતો. ચહેરા પર પ્રસન્નતાની સુરખી નથી આવતી. આપણો ધર્મ સૂકોસૂકો લાગે છે. આપણને જ નહિ, ઘણીવાર મોટા વિદ્વાનોને પણ ભગવાનની કરુણા નથી સમજાઈ. સિદ્ધર્ષિ જેવા વિદ્વાનને પણ ન્હોતી સમજાઈ. એટલે જ તેઓ બૌદ્ધ દર્શન તરફ આકર્ષાયેલા. બુદ્ધ મહાન કાણિક દેખાયા, અરિહંત માત્ર વીતરાગ જ દેખાયા. એ તો ભલું થજો, લલિતવિસ્તરાનું કે જેના યોગે એમને ભગવાનની પરમ કાણિકતા સમજાઈ અને જૈન-દર્શનમાં સ્થિર થયા. ભલું થજો એ પૂ. પં. ભદ્રંકરવિજયજી મ.નું કે જેમણે અમને આ લલિતવિસ્તરા આદિ ગ્રંથો દ્વારા ભગવાનની કરુણા સમજાવી. નહિ તો ખબર નહિ : અમે ક્યાં હોત ? કરુણાસાગર પ્રભુની કરુણા સતત નજર સમક્ષ રાખશો તો તમારા હૃદયમાં ભક્તિની લહર ઊડ્યા વિના નહિ રહે; ખરેખર જે અંદર “હૃદય” નામની ચીજ હશે. પત્થરમાં તરંગ પેદા ન થાય, પણ પાણીમાં તરંગ પેદા ન થાય એ શી રીતે બને ? આપણું હૃદય પત્થર છે કે પાણી ? પાણી જેવા મૂદુ હૃદયમાં જ ભક્તિનો જન્મ થશે. ભક્તિનો જન્મ થશે તો જ ધર્મ પ્રાણવાન બનશે. પ્રભુ-દર્શન ન થાય ત્યાં સુધી ચેનથી બેસો નહિ, પ્રભુને પોકાર્યા જ કરો, પ્રાર્થના કરતા જ રહો. આ દયાળુ પ્રભુ તમને ચોક્કસ દર્શન આપશે. અહીંથી નહિ મળે તો ક્યાંથી મળશે? અહીંથી નહિ મળે તો ક્યાંયથી નહિ મળે. અનન્યભાવથી શરણાગતિ કરો. ભક્તિમાં સાતત્ય પ૦૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy