________________
રાખો. પછી ફળ જુઓ. આપણી કમજોરી એ છે : સાતત્ય નથી હોતું. સાતત્ય વિના કોઇપણ અનુષ્ઠાન સફળ ન બને.
* ભક્તને પ્રભુ પાસે બધી રીતે પ્રાર્થના કરવાની છૂટ છે. મા આગળ બાળક ગમે તેવા કાલાવાલા કરે જ છે ને ? ભક્ત ક્યારેક ઉપાલંભ આપે છે. ક્યારેક પોતાની વ્યથા ઠાલવે છે. ક્યારેક ભગવાન આગળ કોઈ સમસ્યા મૂકે છે. ક્યારેક ““ભગવાનથી પણ હું મોટો છું' એવી વિચિત્રોક્તિ પણ કરે છે. ભક્તને બધી છૂટ છે.
પણ આવું કરવાનું મન ક્યારે થાય ? અંદર પ્રભુની અદમ્ય ઝંખના પેદા થાય ત્યારે.
અત્યારે આપણી કઈ કઈ ઝંખનાઓ છે ? સંસારની બધી જ ઝંખનાઓ હૃદયમાં ભરેલી છે; એક માત્ર પ્રભુની ઝંખનાને છોડીને. અદમ્ય ઝંખના વિના પ્રભુ શી રીતે રીઝશે !
પાણીમાં ડૂબકી લગાવીને રહેલો માણસ બહાર નીકળવા તરફડે, અથવા પાણીથી બહાર રહેલી માછલી પાણી માટે તરફડે તેવો તરફડાટ આપણા હૃદયમાં પ્રગટવો જોઈએ.
પ્રભુ-દર્શનનું ચિહ્ન શું છે ? આનંદની લહર..
વરસાદ વરસ્યા પછી જેમ ઠંડા પવનની લહેરખી આવે છે, તેમ પ્રભની કરુણાનો સ્પર્શ થતાં ભક્તના હૃદયમાં પ્રસન્નતા અને આનંદની લહર ઊઠે છે.
“કરુણા દષ્ટિ કીધી રે, સેવક ઉપરે.”
આ પંક્તિ પ્રભુની વરસેલી કરુણાથી થતી પ્રસન્નતાને વ્યક્ત કરે છે.
પણ પ્રભુની કરુણા ક્યારે વરસે ? હૃદયમાં પ્રભુની પ્રીતિ પ્રગટી હોય તો. માટે જ પ્રથમ લખ્યું :
પ્રીતલડી બંધાણી રે અજિત નિણંદશું ?'
પ્રભુ સાથે પ્રીત બંધાઇ છે ? પ્રભુ સાથે પ્રીત બંધાય, બંધાઈ હોય તો ગાઢ બને માટે જ આ સ્તવન હું વારંવાર બોલું છું, દિવસમાં ચાર વાર બોલું છું.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ પ૦૩