________________
વાંચીને એમાંથી પ્રેરણા લો. તો પણ ઘણું ઘણું શીખવા-જાણવા મળશે.
આ બધામાં ભવભીરતા હતી. આજે છે ?
સાધ્વીજીઓ પણ શાસનની મૂડી છે. અહીં સંખ્યા ઘણી છે એટલે ઉપેક્ષા લાયક છે, એમ નહિ માનતા.
પૂ. હરિભદ્રસૂરિજી, યાકિની સાધ્વીજીથી પ્રતિબોધ પામેલા. આપણા પૂ. કનકસૂરિજી મ. પણ સા. આણંદશ્રીજી મ. દ્વારા પ્રતિબોધ પામેલા.
* હરિભદ્ર ભટ્ટ ઉપાશ્રય પાસેથી પસાર થયા ત્યારે સ્વાધ્યાયનો ઘોષ સંભળાયો. આજે કોઈ પસાર થાય તો શું સંભળાય ?
સાધ્વીજીએ શ્લોકનો અર્થ ન કહેતાં ગુરુ પાસે તેમને મોકલ્યા. આજે પહેલા અર્થ સમજાવી દે, ને પછી “જસ' ખાટવા પ્રયત્ન કરે, એવું ન બને ને ?
એક શ્લોકનો અર્થ જાણવા માટે જે દીક્ષા લેવા તૈયાર થઈ જાય એ હરિભદ્રમાં જિજ્ઞાસા-વૃત્તિ કેટલી ઉત્કટ હશે ?
આપણા જેવા હોય તો કહી દે : ઠીક છે. હું બીજે ક્યાંકથી જાણી લઈશ. પુસ્તકમાંથી જોઈ લઈશ. એક શ્લોક ખાતર કાંઈ પૂરું જીવન સોંપી દેવું ? | * હરિભદ્રસૂરિની કોઈપણ કૃતિ વ્યવહાર અને નિશ્ચયથી ગર્ભિત ! દરેક રીતે પરિપૂર્ણ ! દરેક વાતમાં વિધિ-પાલન ! ઉચિત દષ્ટિ, ઉચિત આચાર આદિનો આગ્રહ ! આ બધી એમની કૃતિની વિશેષતાઓ છે.
આ ચૈત્યવંદન સૂત્રો બરાબર સમજશો તો ભગવાન પર ખૂબ જ આદર પેદા થશે. અત્યાર સુધી આપણે એ સૂત્રો કદી જોયા નથી. કદાચ જોયા હશે તો મારું કલ્યાણ થાય, મારામાં પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટે, એવી દ્રષ્ટિથી કદી જોયા નથી. હવે એ દ્રષ્ટિથી જોજો. કામ થઈ જશે.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ પ૪૧