________________
કરે છે.
આવા પ્રભુના કીર્તન આદિનું ફળ બોધિ અને સમાધિ છે, એમ ઉત્તરાધ્યયનમાં કહ્યું છે.
ભગવાનની ભક્તિ ખાસ કરીને ચાર ઘાતીકર્મોનો નાશ કરે છે. આવા ભગવાન પાસે જઈ તમે પા કલાકમાં ચૈત્યવંદન કરીને આવી જાવ તે કેમ ચાલે ? એવા ચૈત્યવંદન વખતે પણ તમારું મન ચંચળ હોય છે કે સ્થિર ?
પચ્ચક્ખાણ પારતી વખતે જગચિંતામણિનું ચૈત્યવંદન બોલવાનું હોય છે. તમને કેટલી મિનિટ લાગે ? વાપરવાની બહુ ઉતાવળ હોય, ખરું ને ?
આ જગચિંતામણિ તો ભાવયાત્રાનું સૂત્ર છે : જંગમ અને સ્થાવર તીર્થની યાત્રા છે, એમાં તમે આ સૂત્રને એકદમ ગાડીની જેમ ગબડાવીને પૂરું કરી દો તે કેમ ચાલે ?
આ બધા જ સૂત્રો તો શેરડી જેવા છે. એને ચાવો તેમ રસ મળે. પણ અહીં ચાવવાની તકલીફ જ કોણ ઊઠાવે ?
66
‘સૂત્ર અક્ષર પરાવર્તના, સરસ શેલડી દાખી;
તાસ રસ અનુભવ ચાખીએ, જિહાં છે એક સાખી.''
ઉપા. યશોવિજયજી
—
* સૌ પ્રથમ પ્રભુને ચાહો. પછી પ્રભુને સમર્પિત થાઓ.
[પ્રીતિયોગ] [ભક્તિયોગ]
• [વચનયોગ] [અસંગ યોગ]
પછી પ્રભુની આજ્ઞા પાળો. પછી પ્રભુ સાથે એકમેક થઈ જાવ. આટલામાં સંપૂર્ણ મોક્ષમાર્ગ આવી ગયો. જ્યારે પણ મોક્ષે જવું હોય ત્યારે આ જ માર્ગે ચાલવું પડશે.
* આજના દિવસે, એક વર્ષ પહેલા અમારા સમુદાયના વયોવૃદ્ધ સાધ્વીજી લાવણ્યશ્રીજી કાળધર્મ પામેલાં. ખૂબ જ ભણેલા હતાં.
આણંદશ્રીજી, ચતુરશ્રીજી, રતનશ્રીજી વગેરેનું જીવન તમે
♦ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
૪૦