________________
નહિ.'
જો જરૂર ન હોત તો સંથારા પોરસીમાં અઢારેય પાપ છોડવાની વાત શા માટે લખી ? ગૃહસ્થોને પ્રાકૃત ન સમજાય માટે સાત લાખ છે. આપણને સંથારા પોરસીમાં આ ચીજ આવી જાય છે માટે આપણે સાત લાખ બોલતા નથી. બાકી, એની જરૂર નથી અથવા એનાથી પર થઇ ગયા છીએ, એમ નહિ માનતા.
સંથારા પોરસીમાં તો ખાસ લખ્યું : આ અઢાર પાપસ્થાનક મોક્ષમાર્ગના સંસર્ગમાં વિઘ્નભૂત છે. ‘“મુલ્લુમન-મંસા-વિશ્વમૂત્રારૂં II’” વળી, ‘સર્વાં સાવનં નોનું પવ્વસ્વામિ ।' એમ તો બોલીએ જ છીએ. સર્વ સાવદ્ય યોગના ત્યાગમાં ક્યું પાપ બાકી રહ્યું ?
* ચારિત્રમાં આવતી શિથિલતા દૂર કરવી હોય તો ધૃતિ વધારો. ધૃતિ વધશે તો શિથિલતા દૂર થશે. એ થશે તો મોક્ષ મળશે.
બોલો, મોક્ષ જોઇએ છે ?
સાધ્વી સભા : હાજી.
અત્યારે તો મોટી ઓડી જોઇએ છે. મોક્ષ ક્યાં જોઇએ છે ?
જે વસ્તુની તડપન ન હોય તે વસ્તુ કદી મળે નહિ. મોક્ષ નથી મળ્યો. કારણ કે તડપન ન્હોતી. મોક્ષ નથી મળતો કારણ કે તડપન નથી. તડપન હોય તો મોક્ષના ઉપાયો [ રત્નત્રયી ] માં પ્રવૃત્તિ કરતાં કોણ રોકે છે ? જોરદાર ભૂખ લાગે તો માણસ ભોજન મેળવવા પ્રયત્ન કરે જ.
* કષાયો વગેરે દોષો કૂતરા જેવા છે. કૂતરા વગર બોલાવ્યે આવી જાય. લાકડીથી હાંકી કાઢો તોય ફરીથી આવી જાય. સાદડીમાં તો એક મહારાજના પાત્રામાંથી કૂતરો લાડવો ઊઠાવી ગયેલો.
કૂતરાને તો હજુ આપણે હટાવીએ છીએ, પણ કષાયોને તો આપણે આમંત્રણ આપીને બોલાવીએ છીએ. એની મીઠી-મીઠી મહેમાનગતિ કરીએ છીએ. પછી મહેમાન [કષાય] શાના જાય ?
કહ્યું, કલાપૂર્ણસૂરિએ * ૧૯૯