SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા ચૈત્ર વદ-૬ ૨૫-૪-૨૦૦૦, મંગળવાર * તીર્થની હયાતી રહે ત્યાં સુધી જીવોને પ્રભુનો માર્ગ મળે માટે ગણધરોએ પ્રભુના વચનોને સૂત્ર રૂપે ગુંથ્યા. આપણી ન્યૂનતા દેખાય તે માટે આ આગમો છે. આગમ દર્પણ છે. એ દર્પણમાં આપણો આત્મા જોવાનો છે. ને તેની મલિનતા દૂર કરવાની છે. શરીર તો આત્માનું ઘર છે. આપણે તો જ્ઞાનાદિમય છીએ. દર્પણમાં શરીર દેખાય, પણ આગમમાં જ્ઞાનાદિમય આત્મા દેખાય; જો જોતાં આવડે. આપણું મૂળ સ્વરૂપ યાદ આવે માટે આ આગમો છે. આત્મા દેખાતો નથી પણ જ્ઞાનાદિ ગુણો તો દેખાય છે ને ? ગુણોને નિર્મળ અને પુષ્ટ બનાવવા પ્રયત્ન કરશો તો આત્મા નિર્મળ અને પુષ્ટ બનવાનો જ. ગુણ ગુણી વિના ક્યાંય રહેતા નથી. જ્ઞાનાદિની આરાધના કરવા માટે જ આ સાધુપણાનો બધો જ સમય છે. સાધુપણું અનુકૂળતા ભોગવવા માટે નથી. જ્ઞાનાદિની વૃદ્ધિ માટે છે. અનુકૂળતા જ જોઈતી હોત તો ઘરમાં આનાથી વધુ અનુકૂળતા મળત, પણ આપણે તો જાણી-જોઇને કષ્ટ ઊભું કર્યું છે, જ્ઞાનાદિને પુષ્ટ અને નિર્મળ બનાવવાનો સંકલ્પ કર્યો છે. એ સંકલ્પ ૧૮૬ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy