SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વેષાદિ વ્યાધિ છે તો તેને મટાડવાના ઉપાયો ધર્માનુષ્ઠાનો પણ છે. ઊંટ વૈદ્ય પાસે નહિ, પણ નિપુણ વૈદ પાસે આપણે ઇલાજ કરાવતા હોઇએ છીએ. અહીં દેવ-ગુરુ પણ ભવ-રોગને મટાડનારા નિપુણ વૈદ છે. ડૉકટર કે વૈદ પૂછે : શરીરે કેમ છે? તમે સ્વસ્થ હો તો કહો : બહુ સારું છે. હવે હું તમને પૂછું છું : તમારા આત્માને કેમ છે ? કોઈ અંતરંગ રોગ સતાવતો નથી ને ? જીવલેણ અંતરંગ રોગના ઇલાજ કરનાર ભગવાન જગતના ધવંતરી વૈદ છે. ચિંતાનું કોઈ કારણ નથી. આગમોના અભ્યાસથી ગુરુ પણ ઇલાજ જાણે છે. શરીરનો ઈલાજ કરાવવા તરત જ દોડી જતા આપણે આત્માનો ઇલાજ કરાવવા તદ્દન ઉદાસીન રહીએ, એ કેવું ? * “જ્ઞાન વિના પશુ સારિખા, જાણો ઇણ સંસાર; જ્ઞાન આરાધનથી લડો, શિવપદ સુખ શ્રીકાર.” જ્ઞાન પંચમીના ચૈત્યવંદનમાં આ બોલો છો ત્યારે પોતાનામાં જ્ઞાનની દરિદ્રતા દેખાય છે ? જ્ઞાન-દારિત્ર્યના કારણે પોતાની જાત પશુ જેવી લાગે છે ? જ્ઞાનમાં કચાશ હશે તો ચારિત્રમાં પણ કચાશ આવવાની જ. મોહરાજાની ચુંગાલમાંથી છૂટવાની આ તક જો ચૂકી ગયા તો ફરી ક્યાં આ તક મળવાની ? ઊંટ વૈદ બરાબર ચિકિત્સા કરી શકે નહિ, તેમ અગીતાર્થ, અજ્ઞાની આત્મા ચારિત્ર-શુદ્ધિ કરી શકે નહિ. ચારિત્ર મહાન છે, મુક્તિ મેળવી આપનાર છે. સમ્ય દર્શન મહાન છે, મુક્તિ મેળવી આપનાર છે, એ બરાબર પણ એને લાવી આપનાર જ્ઞાન છે, એ કેમ ભૂલાય ? આપણે જ્ઞાનમય હોવા છતાં આજે જડમય બની ગયા છીએ. આ ભ્રાન્તિને દૂર કરનાર જ્ઞાન છે, જ્ઞાનદાતા ગુરુ છે. કહ્યું કલાપૂર્ણસૂરિએ ૧૫
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy