________________
“અજ્ઞાનતિમિરાન્ધાનાં, જ્ઞાનાંકન શાયા |
નેત્રમુર્તિ વેન, તસ્મ શ્રીગુરવે નમ: \” સૂતેલો માણસ પોતાની મેળે ઉઠી શકતો નથી, કોઈ જગાડનાર જોઈએ. ગુરુ જગાડનારા છે.
“ના સુખદ જાત્રે ' જાગવાના આ માનવ જીવનમાં સૂવાનું નથી. ક્યાં જાગવાનું છે ? જાગેલા જ છીએ; એમ નહિ માનતા. આંખો ખુલ્લી હોય તે જાગૃતિ ન કહેવાય. જ્ઞાનદશામાં જાગવાનું છે.
પરમ જાગૃતિમાં, નિર્વિકલ્પ દશામાં પ્રભુના દર્શન થાય છે.
મોહરાજ આપણને ઊંઘાડે છે. મત્ત બનાવે છે. જ્ઞાનદશામાં જાગી ન જઇએ માટે ભૌતિક આકર્ષણો આપીને લલચાવે છે.
* “ગુરુ કરતાં મને ઘણું આવડે છે.” આવો વિચાર આવે ત્યારે શ્રી નવિજય વિબુધ પય-સેવક, વાચક જસ કહે સાચુંજી...' એ પંક્તિ યાદ કરજો. આવું જ બોલી શકે, હૃદયથી માની શકે, તેને જ જ્ઞાન પચ્યું છે, એમ જાણો.
માનવ જે.... બોલાવ્યે શાન્ત થાય કહ્યું ક્ષમાવાન થાય પ્રસંગે વૈર્યવાન થાય જરૂરીયાતે વિશાળ થાય ભૂમિકાએ સંયમી થાય વિચાર્યું સંસ્કારી થાય ઔચિત્યે સાત્વિક થાય અધિકારે પ્રૌઢ થાય ચારિત્ર્યબળે સૌનો વિશ્વાસુ થાય તો જીવન નંદનવન બને.
૧૬ કહ્યું કલાપૂર્ણસૂરિએ