________________
પાલીતાણા
ચૈત્ર વદ-પ્ર.૪ ૨૨-૪-૨૦૦૦, શનિવાર
* પ્રભુના માર્ગે ચાલવા ત્રણ બાબતો જીવનમાં લાવવી જરૂરી છે : શ્રદ્ધા, જાણકારી અને ઉદ્યમ. આને જ આપણે જૈન પરિભાષામાં રત્નત્રયી કહીએ છીએ. રત્નત્રયી જ મોક્ષ-માર્ગ છે.
પ્રભુ કે પ્રભુનો માર્ગ અત્યાર સુધી આપણને મળ્યો નથી. એનું કારણ મુખ્યતાએ શ્રદ્ધાની ખામી છે. પ્રભુમાં પ્રભુતા ન દેખાઈ. માર્ગમાં માર્ગ ન દેખાયો. મોક્ષ શી રીતે મળે ?
જ્ઞાનાદિ આપણા ભાવપ્રાણ છે. એની ઉપેક્ષા કરીએ તો શી રીતે ચાલે ? ભાવપ્રાણના કારણે જ દ્રવ્યપ્રાણ મળેલા છે. ભાવપ્રાણરૂપ આત્મા ચાલ્યો જાય તો દ્રવ્યપ્રાણની કોઈ કિંમત ખરી ?
પ્રભુમાં પ્રભુતા ન દેખાય, શ્રદ્ધા ન જામે, ત્યાં સુધી મોક્ષમાર્ગ કદી ઉઘડવાનો નથી. “તમેવ સત્રે નીયં ને બિ િપ ' એટલું બોલવા માત્રથી શ્રદ્ધા નથી આવતી. શ્રદ્ધા કદી શાબ્દિક નથી હોતી, હાર્દિક હોય છે. શ્રદ્ધાનો જન્મ હૃદયની ભૂમિ પર થાય છે. શ્રદ્ધા દ્વારા આપણે પ્રભુમાં રહેલી પ્રભુતા જાણી શકીએ, તારકતા જાણી શકીએ. પ્રભુમાં પ્રભુતા દેખાવી એ જ સમ્યગુદર્શન છે.
* હરિભદ્રસૂરિજી યોગદષ્ટિ સમુચ્ચયમાં કહે છે : આપણે સાચી રીતે જીવ ક્યારે કહેવાઈએ ? જ્ઞાનાદિ ગુણોને જાણીએ ત્યારે !
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૦