________________
| સરલ સ્વભાવી પૂ. મુનિશ્રી મુકતાનંદવિજયજી મ.સા.
જન્મ : વિ.સં. ૧૯૮૯, ફા.વ. ૫, તા. ૧૬-૦૩૧૯૩૩, મનફરા-કચ્છ દીક્ષા : વિ.સં. ૨૦૫૦, વૈ.સ. ૫, તા. ૧૬-૦૫-૧૯૯૪, મદ્રાસ વડી દીક્ષા: વિ.સં. ૨૦૫૦, વૈ.વ.૬, મદ્રાસ કાળ ધર્મ : વિ.સં. ૨૦૬૧, વૈ.સુ.૮, તા. ૧૬-૦૫-૨૦૦૫, મુંબઈ | ઓ ગુરુદેવ! આપ તો અમારા હૃદયના હાર હતા, સર્વસ્વ હતા.
૬૧ વર્ષની ઉંમરે દીક્ષિત બનવા છતાં સરળતા, સમતા, સ્વાશ્રયિતા, સમર્પણશીલતા, આદિ ગુણોથી પોતાના ગુરુ – દાદાગુરુ – ગુરુભાઈ (પૂ. કલાપૂર્ણસૂરિજી – પૂ. કલાપ્રભસૂરિજી, પૂ. પં. મુક્તિચન્દ્રવિજયજી, પૂ.પં. મુનિચન્દ્રવિજયજી) આદિના હૃદયમાં એવા વસ્યા કે વિનયમાં દાખલારૂપ બન્યા. પૂજય આચાર્યશ્રી અનેક વખત વિનય વગેરેમાં આપનું ઉદાહરણ આપતા. (જુઓ, કહે કલાપૂર્ણસૂરિ ૨, ફા.સુ. ૯, ચંદુરનું પ્રવચન)
છેલ્લા બે વર્ષ કેન્સરની પીડા હસતે મુખે સહન કરીને આપે સમાધિનો ઉત્કૃષ્ટ આદર્શ આપ્યો છે.
સદા આપ સ્વંગથી અમારા પર આશીર્વાદ વરસાવતા રહેશો. આપના ચરણે અગણિત વંદના.
ભાનુબેન (સંસારી પત્ની) મહેન્દ્ર, ટીકુ (સંસારી પુત્ર) અમૃતિબેન, નયના (સંસારી પુત્રવધુ) પૂજા, તીર્થ, વિરતિ(પૌત્ર-પૌત્રી) આદિ સાવલા પરિવાર, (મનફરા-કચ્છ)
લિ.