________________
પાદકરી :૦૦ જેના હૃદય-ઘટમાં અધ્યાત્મનો સૂર્ય ઉગી ગયો હોય તેવા યોગીની જીવન ક્રિયા કેવી હોય? વાણી કેવી હોય? વિચારધારા કેવી હોય? એમના અસ્તિત્વનો પ્રભાવ કેવો હોય (? એ જાણવા માટે અધ્યાત્મયોગીશ્રીનું જીવન આદર્શરૂપ છે. Aી પૂજ્યશ્રીની અત્યંત અમૂચ્છિત દશામાં અત્યંત ધીરજ અને અનુદ્વિગ્નપણે થતી પ્રત્યેક ક્રિયાઓ, અંદર કંઈક ઘટયું છે તેની સૂચના આપે છે.
ચહેરા પર વર્તાતી સદાની પ્રસન્નતા અંદર છલકાતા આત્મિક આનંદની ઝલક છે. પૂજ્યશ્રીના મુખેથી નીકળતી સહજ વાણી, (જેમાં કોઈ આવેશ નથી, ઉતાવળ નથી, બૂમ-બરાડા નથી કે હાથ આદિના અભિનયો નથી.
भुजास्कालनहस्तास्य - विकाराभिनयाः परे।
મધ્યાત્મસારવિજ્ઞાસ્તુ વન્યવિવૃક્ષણા: // - અધ્યાત્મસાર) એમની આધ્યાત્મિકતાનો ઈશારો છે.
અમે ર૯ વર્ષથી પૂજ્યશ્રીની નિકટમાં છીએ. અમને કદી એ જોવા મળ્યું નથી કે (એમણે કોઈને આંજી નાખવા માટે, કોઈને પ્રભાવિત કરવા માટે, કે પોતાની વિદ્વત્તા
બતાવવા માટે એક વાક્યનો પણ પ્રયોગ કર્યો હોય. પૂજ્યશ્રી સહજ ભાવે બોલતા હોય નેિ સભાજનો સ્વયં પ્રભાવિત બની જતા હોય, એ જુદી વાત છે. પણ પૂજ્યશ્રી તરફથી છે એ માટેનો કોઈ જ પ્રયત્ન નથી.
મૌલિક ચિંતન કે મૌલિક વિચારો જાણવાની અભિલાષાવાળા આ પુસ્તક વાંચતાં નિરાશ થશે. કારણ કે પૂજ્યશ્રી વારંવાર ભાર આપીને કહેતા રહે છે : અહીં મારું કશું નથી. હું તો માત્ર માધ્યમ છું. બોલાવનાર ભગવાન છે.
હું અહીં કશું કહેતો નથી, હું તો માત્ર ભગવાનનું કહેલું તમારી પાસે પહોંચાડું છું. જો કે પૂજ્યશ્રીના પ્રત્યેક વચનો સાધના-પૂત હોય છે, પણ પૂજ્યશ્રી પોતાની અનુભૂતિને
-