________________
જ શાસ્ત્રની પંક્તિઓ સાથે સંવાદી હોય તો જ લોકો સમક્ષ મૂકે છે. માટે જ અહીં ડગલે ને પગલે તમને શાસ્ત્રના આધારો અપાયેલા જોવા મળશે. શાસ્ત્ર-વિરુદ્ધ એક પણ અક્ષર ન બોલાઈ જાય તેની તકેદારી જોવા મળશે. વસ્તુતઃ આવી તકેદારીની પણ જરૂર નથી રહેતી. કારણ કે આવા મહાપુરુષોની મતિ શાસ્ત્રથી એટલી પરિકર્મિત બનેલી હોય છે કે સ્વાભાવિક રીતે જ શાસ્ત્ર-વિરુદ્ધ વચન નીકળતું નથી.
આથી મૌલિક ચિંતનની અપેક્ષાવાળા નારાજ થાય તે સ્વાભાવિક છે. કહેવાતું “મૌલિક ચિંતન” પણ ખરેખર “મૌલિક” હોય છે? ક્યાંક વાંચેલા, ક્યાં સાંભળેલા વિચારોને થોડા નવા સંદર્ભમાં કહેવા એટલા માત્રથી “મૌલિકતા” આવી ગઈ ? એક સ્થાને પંખીની પાંખ જોઈ, બીજા સ્થાને ઘડો જોયો. હવે તમે પાંખવાળા ઘડાની વાત કરી કહેવા લાગ્યાઃ આ મારું મૌલિક ચિંતન છે !!
ખરેખર આ જગતમાં કાંઈ મૌલિક છે ખરું? પૂજ્યશ્રીના શબ્દોમાં કહીએ તો “અહીં મૌલિક કશું નથી. મૌલિક વિચાર હું આપું છું, એ વિચાર પણ અભિમાનજન્ય છે. બીજ બુદ્ધિના નિધાન ગણધર ભગવંતો પણ ‘ત્તિબેમિ’ કહીને “ભગવાને કહેલું હું તમને કહું
છું, અહીં મારું કશું નથી” એમ કહેતા હોય ત્યાં આપણા જેવાનો મૌલિકતાનો દાવો * કેટલો ક્ષુલ્લક ગણાય?
જગતમાં અક્ષરો તો છે જ. અક્ષરો મળીને શબ્દો, શબ્દો મળીને વાક્ય, વાક્યો 'ર મળીને ફકરો, ફકરાઓ મળીને પ્રકરણો, પ્રકરણો મળીને ગ્રંથ તૈયાર થયો. આમાં મારું
Cશું ? એમ વિચારનાર રચયિતાને અભિમાન શી રીતે આવે ?” - આ પુસ્તક એટલે અમારી નોટ ! પૂજ્યશ્રી બોલતા ગયા તે વખતે જ જે લખાયું તે જ માત્ર થોડાક જ ફેરફાર સાથે અહીં આપવામાં આવ્યું છે. લખતી વખતે થોડોક ભાષાકીય ટચ આપ્યો છે. એટલે અહીં કદાચ ભાષા સંપૂર્ણપણે પૂજ્યશ્રીની ન પણ હોય, પરંતુ ભાવ તો પૂજ્યશ્રીનો જ છે.
આવું જ એક પુસ્તક (નામ : કહે, કલાપૂર્ણસૂરિ) મહા સુદ-૬, વિ.સં. ૨૦૧૬માં બહાર પડયું, જેમાં વાંકી તીર્થે અપાયેલી પૂજ્યશ્રીની વાચનાઓનો સાર હતો. એ પુસ્તકની એટલી બધી માંગણી આવી કે ન પૂછો વાત ! આજે પણ એ માંગણી નિરંતર ચાલુ જ છે. આથી જ અમને ખ્યાલ આવ્યો કે પૂજ્યશ્રીના વૈચારિક વિશ્વનો પરિચય પામવા લોકો કેટલા આતુર છે ! વાણીથી જ માણસના વિચારો જણાય છે.
પૂજ્યશ્રીના દર્શનાર્થે નિરંતર ધસી આવતી લોકોની અપાર ભીડ અમને ઠેર-ઠેર જોવા મળી છે. કોઈ આયોજન કે કોઈ પ્રચાર ન હોવા છતાં લોકોનો સતત ધસારો, બીજાને તો ઠીક, સદા સાથે રહેનાર અમને પણ આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે છે.