SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ કેરીની બાધા સારી. આ બાધા સારી નહિ. દુનિયાની વાતો કરતાં કેવા વિચારો આવે ? આવા તત્ત્વો પર વાતો કરો તો ચિંતન કેવું નિર્મળ બને ? * નિષ્કામ નહિ બનો ત્યાં સુધી નિષ્કામ આત્માની અનુભૂતિ નહિ થાય. બાહ્ય આચારની સાથે અંદરનો આત્માનો આસ્વાદ ન હોય તો આચાર્ય માટે પણ શિષ્યાદિ પરિવાર બોજરૂપ છે. જિમ જિમ બહુશ્રુત બહુ જન સંમત, બહુ શિષ્ય પરિવરીયો; તિમ તિમ જિનશાસનનો વયરી, જો નવિ નિશ્ચય ધરીયો...” – પૂ. ઉપા. યશોવિજયજી. ચિઘન આત્મા સાધ્ય છે. એ ભૂલાઈ જાય તો આપણી સંયમયાત્રા આપણને ક્યાં લઈ જશે ? વિહારમાં જે ગામ જવાનું હોય એ ગામ જ ભૂલાઈ જાય, રસ્તો ચૂકી જવાય તો ક્યાં પહોંચીએ ? અહીં આત્માનંદનો રસાસ્વાદ ભૂલાઈ ગયો હોય તેમ નથી લાગતું ? મારા શબ્દો ચોંટ લગાડનારા નથી ને ? પણ શું થાય ? સાચી વાત તો કહેવી જ પડે. * નિષ્કામ બનવાથી જ નિર્મળ બનાય. આત્માનુભૂતિની, દેવ-ગુરુની કામના સારી, પણ ભૌતિક કામનાથી પર થઈને નિષ્કામ થવાનું છે. ત્રણેય ગારવથી [મૃદ્ધિથી] નિષ્કામ થવાનું છે. જો મુહપત્તીના બોલ સારી રીતે યાદ કરીએ તો પણ એમાંથી માર્ગ મળી રહે. આખો માર્ગ એ બોલોમાં સમાયેલો છે, એમ કહું તો પણ ચાલે ! નિષ્કામ બન્યા વિના નિર્મળતા નહિ આવે. પરસ્પૃદા મહાદુઃવમ્' આ સૂત્ર યાદ રાખો. * ચાલ્યા વિના મંઝિલ ન આવે, તેમ જ્ઞાન-દર્શનાદિમાં પ્રવૃત્તિ કર્યા વિના, તેમાં વિર્યશક્તિ જોડ્યા વિના આત્મા નહિ મળે. * સંવર અને સમાધિથી યુક્ત, ઉપાધિથી મુક્ત, બારેય પ્રકારના તપથી યુક્ત પૂ. આચાર્ય ભગવંતને વંદના કરીએ ! ૧૩૬ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy